400 કરોડનું ફિશરીઝ કૌભાંડ : દિલીપ સંઘાણી અને મંત્રી પુરુષોત્તમ સોલંકીને હાઇકોર્ટનું તેડું
રાજ્યમાં છેલ્લા 19 વર્ષોથી ચાલી રહેલા ભાજપાના શાસનમાં દાયકાઓ અગાઉ થઇ ચૂકેલા કૌભાંડોના હાડપિંજર હવે બહાર આવી રહ્યા છે. એક પછી એક કૌભાંડો બહાર નીકળશે. તાજેતરમાં મત્સ્ય વિભાગમાં થયેલા રૂ.400 કરોડના જંગી કૌભાંડની વિગતો સપાટી પર આવી છે અને ગુજરાત હાઇકોર્ટે એક પૂર્વમંત્રી દિલિપ સંઘાણી અને એક વર્તમાન મંત્રી પુરુષોત્તમ સોલંકી બન્નેને હાજર રહેવા સમન્સ પાઠવ્યા છે. વાંચો ફુલ સ્ટોરી અહીંયા.

400 કરોડના ફિશરીઝ કૌભાંડ મામલે હાઇકોર્ટે ભાજપના બે દિગ્ગજ નેતાઓ દિલિપ સંઘાણી અને પુરુષોત્તમ સોલંકીને ઝટકો આપ્યો છે. રાજ્યસરકારના પ્રધાન પુરુસોત્તમ સોલંકી અને પૂર્વ પ્રધાન દિલીપ સંઘાણીને હાઇકોર્ટે 2 અઠવાડિયામાં હાજર થવા આદેશ કર્યો છે. કરોડોના તળાવ ફિશરીઝ કોન્ટ્રાક્ટ ટેન્ડર વગર આપતા બન્ને કોન્ટ્રક્ટરો પર કેસ ચાલી રહ્યો છે જેને લઇને ગાંધીનગર કોર્ટમાં કરેલી કાર્યવાહી રદ કરવા માટે અરજી કરવામાં આવી હતી. જેને તાત્કાલિક ફગાવીને હાઇકોર્ટે બન્ને નેતાઓને 2 અઠવાડિયામાં હાજર થવા આદેશ કર્યો છે. પરિણામે આ બન્ને નેતાઓ સામે હવે ગાંધીનગર કોર્ટમાં ટ્રાયલ ચાલશે.
-
રૂ.400 કરોડની જંગી રકમના મત્સ્ય કૌભાંડની સિલસિલાબદ્ધ વિગતો
- ગાંધીનગર સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટે પુરુષોત્તમ સોલંકી સામે 400 કરોડના ફિશરીઝ કૌભાંડમાં કાર્યવાહી શરૂ કરી
- ફિશરીઝ કૌભાંડમાં માછીમારોને પાંચ વર્ષ માટે આપવામાં આવતો કોન્ટ્રાક્ટ વર્ષ 2008માં પૂરો થતો હતો
- વર્ષ 2009માં હરાજી કરી આ કોન્ટ્રાક્ટ નવેસરથી આપવાના હતા
- મત્સ્યોદ્યોગ પ્રધાન પુરુષોત્તમ સોલંકીએ અપસેટ પ્રાઇઝથી પહેલા 12 વ્યક્તિઓને કોન્ટ્રક્ટ આપી દીધો હતો
- ત્યારબાદ ફરી 38 લોકોને કોન્ટ્રાક્ટ આપી દીધા હતા
- કોન્ટ્રાક્ટ આપવા માટે રાજ્યની કેબીનેટની મંજૂરી લેવાની હોય છે પરંતુ પ્રધાન પરસોત્તમ સોલંકીએ કેબીનેટની કોઇ મંજુરી લીધા વિનાજ આ કોન્ટ્રાક્ટ આપી દીધા હતા
- મહત્વનું છે કે, 400 કરોડના ફિશરીઝ કૌભાંડમાં મત્સ્યોદ્યોગ પ્રધાન પુરુષોત્તમ સોલંકી અને પૂર્વ કૃષિ પ્રધાન દિલીપ સંઘાણીએ તેમની સામે થયેલા આક્ષેપો અંતર્ગત થઇ રહેલી કાર્યવાહીને રદ્દ કરવાની માંગ હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલાએ ફગાવી હતી. આ બન્ને સામે કાર્યવાહી કરવા સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટે સમન્સ પાઠવ્યા છે, જેને રદ્દ કરાવવા માટે હાઇકોર્ટમાં માંગણી કરી હતી. આ કેસ અંતર્ગત ગાંધીનગર સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટે પુરુષોત્તમ સોલંકી સામે 400 કરોડના ફિશરીઝ કૌભાંડમાં કાર્યવાહી શરૂ કરી હતી. એસીબી દ્વારા તપાસ કરવામાં આવેલા આ રીપોર્ટના આધારે દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ સોલંકીને સમન્સ પાઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાંચ અન્ય અધિકારીઓને પણ સમન્સ પાઠવવામાં આવ્યા હતા. જો કે હાઇકોર્ટે પુરુષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીને રાહત આપવાની ના કહી દીધી છે.
- મત્સોદ્યોગ વિભાગના કેબીનેટ પ્રધાન દિલીપ સંઘાણીએ હરાજી વગર અપાયેલા કોન્ટ્રાક્ટ માટે કેબિનેટમાં પણ કોઇ મંજૂરી મેળવી નહોતી
- દિલીપ સંઘાણીએ કૌભાંડમાં મદદગારી કરી હોવાના આરોપ સાથે તપાસ હાથ ધરવામાં આવી
ગુજરાત રાજ્યમાં ચર્ચા જગાડનાર આ ફિશરીઝ કૌભાંડમાં માછીમારોને પાંચ વર્ષ માટે આપવામાં આવતો કોન્ટ્રાક્ટ વર્ષ 2008માં પૂરો થતો હતો. જેમાં વર્ષ 2009માં હરાજી કરી આ કોન્ટ્રાક્ટ નવેસરથી આપવાના હતા પરંતુ મત્સ્યોદ્યોગ પ્રધાન પુરુષોત્તમ સોલંકીએ અપસેટ પ્રાઇઝથી પહેલા 12 વ્યક્તિઓને કોન્ટ્રક્ટ આપી દીધો હતો. ત્યારબાદ ફરી 38 લોકોને કોન્ટ્રાક્ટ આપી દીધા હતા. વાસ્તવમાં આ કોન્ટ્રાક્ટ આપવા માટે રાજ્યની કેબીનેટની મંજૂરી લેવાની હોય છે પરંતુ પ્રધાન પરસોત્તમ સોલંકીએ કેબીનેટની કોઇ મંજુરી લીધા વિનાજ આ કોન્ટ્રાક્ટ આપી દીધા હતા.
આ સમયે કૃષિ અને મત્સોદ્યોગ વિભાગના કેબીનેટ પ્રધાન દિલીપ સંઘાણી હતા. તેમણે રાજ્યકક્ષાના પ્રધાને નિયમ વિરુદ્ધ આપેલા કોન્ટ્રાક્ટમાં સુપરવિઝન કરવાની જવાબદારી નિભાવવાના બદલે કોઇ જ ધ્યાન આપ્યું નહોતું એટલું જ નહીં પ્રધાન દિલીપ સંઘાણીએ હરાજી વગર અપાયેલા કોન્ટ્રાક્ટ માટે કેબિનેટમાં પણ કોઇ મંજૂરી મેળવી નહોતી. પરિણામે તેમણે આ કૌભાંડમાં મદદગારી કરી હોવાના આરોપ સાથે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કૌભાંડમાં હવે ગાંધીનગર કોર્ટમાં ટ્રાયલ ચાલવાનો માર્ગ મોકળો થતા બન્ને નેતાઓની મુશ્કેલીમાં વધારો થયો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


