CIA ALERT

પ્રથમ તબક્કામાં હિંસા સાથે મતદાન

Share On :

છત્તીસગઢમાં ચાલુ મતદાને વિસ્ફોટ

છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના બસ્તર લોકસભા મતદારસંઘમાં ગુરુવારે સવારે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે નક્સલવાદીઓએ ઈમ્પ્રુવાઈઝ્ડ ઍક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈડી)ની મદદથી વિસ્ફોટ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યાનુસાર સુરક્ષા

દળની ટુકડી ચૂંટણી અધિકારીઓને તેમના મતદાન મથકે લઈ જઈ રહી હતી ત્યારે નારાયણપુર-દંડવન રોડ પર ફારસગાંવ વિસ્તારમાં સવારે 4:15 વાગ્યે આ વિસ્ફોટ થયો હતો. નક્સલવાદીઓએ જમીનની નીચે વિસ્ફોટકો ગોઠવી રાખ્યા હતા અને તેઓ સુરક્ષા દળના આવવાની રાહ જોઈ રહ્યા હતા.

જોકે સુરક્ષા દળે તેમનો માર્ગ બદલ્યો હોવાની તેમ જ તેઓ જંગલ માર્ગે જઈ રહ્યા હોવાની બળવાખોરોને જણ થતાં ગભરાટમાં તેમણે વિસ્ફોટ કર્યો હતો અને ત્યાંથી નાસી છૂટ્યા હતા, એમ તેમણે કહ્યું હતું. વિસ્ફોટમાં સુરક્ષા અધિકારીઓ કે મતદાન અધિકારીઓને કોઈ હાનિ ન પહોંચી હોવાનું તેમણે કહ્યું હતું.

દાંતેવાડા, કોન્ટા, બીજાપુર અને નારાયણપુર એમ વિધાનસભાના ચાર મતદારક્ષેત્રના લોકસભા મતદારસંઘમાં ગુરુવારે સવારે 7:00થી બપોરે 3:00 સુધી ચાલેલા મતદાન માટે ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.  રાજ્ય અને અર્ધલશ્કરી દળના અંદાજે 80000 અધિકારીઓને આ કામ માટે ગોઠવી દેવામાં આવ્યા હતા.

વિધાનસભાના અન્ય ચાર ક્ષેત્ર (બસ્તર, ચિત્રકોટ, કોન્ડાગાંવ અને જગદલપુર)માં મતદાનનો સમય સવારે 7:00થી સાંજે 5:00 વાગ્યા સુધીનો હતો. બસ્તર લોકસભા મતદારક્ષેત્રમાં કુલ સાત ઉમેદવાર સ્પર્ધામાં હોવાનું તેમણે કહ્યું હતું. બસ્તર લોકસભા મતદારક્ષેત્રમાં ચાલી રહેલા મતદાન દરમિયાન નક્સલવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે થયેલી અથડામણમાં એક નક્સલવાદી ઠાર મરાયો હતો તો સ્પેશિયલ ટાસ્ક ફૉર્સનો એક જવાન ઘાયલ થયો હતો. ચાર નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, ચાકુ, નક્સલવાદ સંબંધિત સાહિત્ય વગેરે જપ્ત કરવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

ગઢચિરોલીમાં મતદાન કેન્દ્ર બહાર આઈઈડી બ્લાસ્ટ

ગઢચિરોલી જિલ્લામાં મતદાન સમયે નક્સલવાદી હુમલો થયો હતો, જેમાં બે પોલીસ કમાન્ડોને ઈજા થઈ હતી. ગુરુવારે અહીં બે બ્લાસ્ટ થયા હતા. આ બન્ને કમાન્ડો પોલીસની સી-60 ફોર્સના હતા અને સારવાર માટે તેમને નાગપુર હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, તેમ એક અધિકારીએ માહિતી આપી હતી. આ સાથે ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી પાછા ફરી રહેલી પૉલિંગ પાર્ટી પર હુમલો થતાં સુરક્ષા જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. તુમડીકાસા નજીક ચાર વાગ્યા આસપાસ આ ઘટના ઘટી હતી. પોલીસ પૉસ્ટ સુધી પૉલિંગ પાર્ટી પહોંચે તે પહેલા અમુક નક્સલવાદીઓએ ગોળીબારી શરૂ કરી દીધી હતી. જેનો જવાબ સીઆરપીએફ જવાનોએ સામે ગોળીબાર કરી આપ્યો હતો. થોડા સમય બાદ તેઓ નાસી છૂટ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ નથી, તેમ અધિકારીએ જણાવ્યું હતું.

અગાઉ સવારે નક્સલવાદીઓએ ઈમ્પ્રોવાઈઝડ એક્સપ્લોઝિવ ડીવાઈઝ (આઈઈડી)નો ઉપયોગ કરી બ્લાસ્ટ કર્યો હતો. વાઘેઝરી નામના વિસ્તારમાં સવારે લગભગ સાડાદસ વાગ્યે બ્લાસ્ટ થયો હતો, જે મતદાન કેન્દ્રથી લગભગ 150 મીટરના અંતરે હતો. સવારે લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા લાઈન લગાવી ઊભા હતા, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સીઆરપીએફ જવાન અને પોલીસના રક્ષણમાં લોકો અને મતદાન કેન્દ્ર તરફ જઈ રહ્યા હતા ત્યારે બ્લાસ્ટ થયો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે લોકો મોટા પ્રમાણમાં મતદાન માટે ઊમટ્યા હોવાથી તેમનામાં ભય ફેલાવવા અને મતદાનનો અવરોધ કરવા આમ કરવામાં આવ્યું હતું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :