ગુજરાતની ટ્રેનોમાં નકલી TC અને પોલીસ બનીને પ્રવાસીઓને ઠગનારા પકડાયા
ક્યારેક નકલી રેલવે-પોલીસ તો ક્યારેક નકલી TC બનીને જ્વેલરી પહેરેલા પ્રવાસીઓને અથવા તો ટિકિટ કન્ફર્મ કરવાના નામે રેલવે-પ્રવાસીઓને ઠગનારા બે આરોપીઓને બોરીવલી રેલવે-પોલીસે પકડી પાડ્યા છે. આ આરોપીઓ ગુજરાત-રાજસ્થાન આવતા-જતા પ્રવાસીઓને વધુ ટાર્ગેટ બનાવતા હતા. એક મારવાડી રેલવે-પ્રવાસીની ફરિયાદને આધારે પોલીસ આ આરોપીઓ સુધી પહોંચી શકી હતી અને તેમને રંગેહાથ પકડી પાડ્યા હતા. આરોપીઓને પકડવામાં રેલવે-પોલીસને CCTV કૅમેરાની સારી મદદ મળી હતી.

મળતી માહિતી મુજબ ૪૮ વર્ષના અમરજિત સિંહ અને ૩૫ વર્ષના રાજવીર શર્માને પોલીસે પકડ્યા છે. બોરીવલીથી રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર ભારત તરફ જવાવાળી ટ્રેનના રેલવે-પ્રવાસીઓને ક્યારેક નકલી TC બનીને તો ક્યારેક રેલવે-પોલીસ બનીને ઠગતા હતા.
પકડાયેલા આરોપીઓ વિવિધ ભાષાઓ પર સારો કમાન્ડ ધરાવે છે. ટ્રેનમાં અને પ્લૅટફૉર્મ પર નકલી TC બનીને વેઇટિંગ ટિકિટ કન્ફર્મ કરવાના નામે પૈસા લઈને ફરાર થઈ જતા હતા તો અમુક વખતે જ્વેલરી પહેરીને આવેલી મહિલા પ્રવાસીઓને ટાર્ગેટ બનાવવા રેલવે-પોલીસ બનીને જતા હતા. મહિલા પ્રવાસીને કહેતા કે ટ્રેનમાં જ્વેલરી પહેરીને યાત્રા ન કરવી જોઈએ એટલે એને ઉતારી લો એટલે મહિલાઓ જ્વેલરી ઉતારી લેતી હતી. ત્યાર બાદ એક કાગળ આપીને જ્વેલરી એમાં રાખવા કહેતા હતા. મહિલા જેવી આરોપી દ્વારા આપવામાં આવતા કાગળિયામાં જ્વેલરી રાખતી એમ ખૂબ ચતુરાઈથી તેઓ કાગળિયાને બદલી નાખતા અને રફુચક્કર થઈ જતા હતા એટલું જ નહીં, પકડાયેલા આરોપી રેલવેના મોટા અધિકારીઓનાં નામ લઈને નોકરી અપાવવાના ઝાંસામાં લોકોને ફસાવતા હતા.’
આરોપીઓને CCTV કૅમેરાની મદદથી પકડવામાં આવ્યા એમ જણાવતાં બોરીવલી ગવર્નમેન્ટ રેલવે-પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય પાટીલે કહ્યું હતું કે ‘આ વિશે ફરિયાદ મળ્યા બાદ પોલીસની ટીમે પ્લૅટફૉર્મના CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતાં. ત્યાર બાદ આરોપીઓને પ્રવાસીને ફસાવતા રંગેહાથ પકડ્યા હતા. પકડાયેલા આરોપીઓ પર રેલવે-પોલીસની સાથે સિટી પોલીસમાં પણ અનેક કેસ દાખલ છે. તપાસ દરમ્યાન આરોપીઓએ એવું કહ્યું હતું કે તેમની સાથે પણ આવો બનાવ બન્યો હતો અને ત્યાર બાદ તેમને એવું લાગ્યું કે પૈસા કમાવાનો આ એક આસાન તરીકો છે. આ લોકોએ છેલ્લા એકથી દોઢ મહિનામાં ત્રણ બનાવને અંજામ આપ્યો છે. એક પ્રવાસી પાસેથી આરોપીઓએ સાડાત્રણ લાખ રૂપિયાના દાગીના લૂંટ્યા હતા.’
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


