થાઇલૅન્ડમાં વિદેશી પ્રવાસી પર કથિત બળાત્કારની પોસ્ટ ફેસબુક પર શૅર કરનાર 12ની ધરપકડ

ફેસબુક પર બ્રિટિશ પ્રવાસી પર કથિત રીતે થયેલા બળાત્કારની પોસ્ટ શૅર કરનાર 12 વ્યક્તિની થાઇલૅન્ડમાં ધરપકડ કરાયા બાદ એમને જામીન પર મુક્ત કરાયા હતા.
મંગળવારથી દેશભરમાંથી બાર વ્યક્તિની આ બાબતની પોસ્ટ શૅર કરવા બદલ ધરપકડ કરાઇ હતી.
કાહ તાઓ ટાપુ પર ફરવા આવેલી 19 વર્ષની યુકેની યુવતીએ બ્રિટન પાછા ફર્યા બાદ બ્રિટિશ મીડિયા સમક્ષ એવો દાવો કર્યો હતો, ટાપુ પર કોઇએ ઘેનની દવા પીવડાવીને એના પર બળાત્કાર કર્યો હતો.
જોકે, કોહ તાઓ પોલીસે આ દાવાને નકારતા જણાવ્યું હતું કે આ મામલે બળાત્કારની કોઇ ફરિયાદ નોંધાવાઇ નથી. આ મામલે બાર વ્યક્તિ પર થાઇલૅન્ડના કમ્પ્યુટર ક્રાઇમ્સ એક્ટ હેઠળ સાથે મળીને ખોટી માહિતીનો પ્રચાર, પ્રસારણ અને અન્યોને મોકલવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
એ બધાને ગુરુવારે 60,000 બાહટ (1830 ડૉલર)ના બોન્ડ પર જામીન પર છોડવામાં આવ્યા હતા.
કાયદા પ્રમાણે જો તેઓ દોષી ઠેરવાશે તો એમને પાંચ વર્ષ સુધીની કેદની સજા થવાની શક્યતા છે.
બે પબ્લિક ફેસબુક પેજના એડમિનિસ્ટ્રેટર સામે અરેસ્ટ વૉરન્ટ પણ બહાર પાડવામાં આવ્યા છે, પણ તેઓ બંને વિદેશના હોવાથી હજુ એમની ધરપકડ થઇ શકી નથી.
થાઇલૅન્ડના કમ્પ્યુટર ક્રાઇમ્સ એક્ટ હેઠળ ઑનલાઇન ખોટ્ટી માહિતી અપલોડ કરવા પર પ્રતિબંધ છે.
ટીકાકારોના જણાવ્યા અનુસાર કાયદાનો ઉપયોગ વિરોધ અને વાણી સ્વાતંત્ર્યને ડામવા માટે કરવામાં આવ્યો છે.

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


