અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ગોઝારો અકસ્માત, કાર ટ્રેલરમાં ઘૂસી જતા 2ના મોત
રવિવાર તા.15મી ઓક્ટોબર 2018ના રોજ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આણંદ અને નડિયાદ વચ્ચેથી પૂરપાટ સ્પીડથી પસાર થઇ રહેલી એક કાર ટ્રેલર નીચે ઘુસી જતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે બે વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેમને નડિયાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ખોટી સાઇડથી ઓવર ટેઇક કરવાની લ્હાયમાં આ ઘટના બની હોવાનું અકસ્માત સ્થળેથી જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે એક્સપ્રેસ વે પર ખાસ્સો ટ્રાફિક જામ રહ્યો હતો, તંત્રવાહકોએ ટ્રાફિક ક્લીયર કરવામાં ભારે પરિશ્રમ કરવો પડ્યો હતો.

અમદાવાદ-વડોદરા નેશનલ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચ પાર્સિંગની મારુતિ સિઆઝ કાર (GJ 16 CB 6537) અને ટ્રેલરનો (GJ 5 AT 3354) આણંદ અને નડિયાદ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ટ્રેલરના વચ્ચેના ભાગે ઘુસી ગઈ હતી. ટ્રેલરની વચ્ચે ફસાઈ ગયેલી કાર થોડે દૂર સુધી ઢસડાઈ પણ હતી. ગોઝારા અકસ્માતમાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બે ઘાયલ વ્યક્તિઓને નડિયાદની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડાયા હતા. મૃતકો અને ઘાયલોની ઓળખ પોલીસ કરી રહી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


