ગુજરાતમાં તમામ ચીજો પર 1લી ઓક્ટોબરથી ઇ-વે બિલ સિસ્ટમ, ધંધોધાપો વધુ ખોરંભાશે
રાજ્ય સરકારે તાજેતરમાં એક નોટિફિકેશન દ્વારા જોબવર્કના હેતુસર રાજ્યમાં આંતરિક ટ્રાન્સપોર્ટ થતા હેન્ક, યાર્ન, ફેબ્રિક્સ તથા ગાર્મેન્ટ સિવાયની તમામ આઇટમો માટે ૧ ઓક્ટોબરથી ઇ-વે બિલ ફરજિયાત બનાવ્યું છે. જોગવાઈ મુજબ ₹50,000થી વધારે કિંમતના તમામ માલ માટે ઇ-વે બિલ ફરજિયાત બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ, રેવન્યુ લિકેજ રોકવા માટે ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલ ફરજિયાત બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં 1 ઓક્ટોબરથી ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલનો અમલ કરવાની જાહેરાત કરવામાં આવી છે તેનો વેપાર-ઉદ્યોગ જગત, ટ્રાન્સપોર્ટરો અને નિષ્ણાતો વિરોધ કરી રહ્યા છે.
રાજ્યમાં 19 આઇટમો માટે એપ્રિલ મહિનાથી ઇ-વે બિલ અમલી છે અને અન્ય પ્રોડક્ટ્સમાં કોઈ મોટી કરચોરી ઝડપાઈ નથી ત્યારે સરકારે તમામ આઇટમો માટે ઇ-વે બિલ ફરજિયાત બનાવ્યું છે તેના કારણે ઇન્સ્પેક્ટર રાજ આવશે અને વેપારીઓની હેરાનગતિ વધશે એમ નિષ્ણાતો જણાવે છે. ઉપરાંત શહેરોમાં માત્ર મ્યુનિસિપલ લિમિટમાં ઇ-વે બિલમાંથી મુક્તિ આપવામાં આવી છે તે વિસ્તારવી જોઈએ એવી માંગ થઈ રહી છે.
કરચોરીની મહત્તમ સંભાવના ધરાવતી 19 આઇટમોમાં 15 એપ્રિલથી જ ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલ ફરજિયાત છે અને તેના સિવાયની આઇટમોમાં મોટા પાયે કરચોરી થઈ હોવાના કોઈ કિસ્સા પ્રકાશમાં આવ્યા નથી ત્યારે અચાનક રાજ્ય સરકારે શા માટે ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલ ફરજિયાત બનાવ્યું છે તે અસ્પષ્ટ છે. આ પગલાંથી ઇન્સ્પેક્ટર રાજ ફરી આવશે અને વેપારીઓની હેરાનગતિ વધશે. એવું નિષ્ણાંતો પણ માની રહ્યા છે. મોટા ભાગનાં રાજ્યોએ ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલમાંથી મુક્તિ આપી છે કારણ કે તે માટે જરૂરી સ્ટાફ પણ નથી.
ટ્રાન્સપોર્ટર્સની નોંધણી વગર ઇ-વે બિલ સિસ્ટમ કામ કેવી રીતે કરશે
એવી પણ માગ ઉઠી છે કે તામિલનાડુ, પંજાબ, કર્ણાટક સિહતનાં રાજ્યોમાં ₹1 લાખના માલ સુધી ઇ-વે બિલ જરૂરી નથી તેવું ગુજરાતમાં કરવું જોઈએ. ઇ-વે બિલમાં એક સ્થળેથી બીજા સ્થળે માલ પહોંચાડવા માટે જે મુદત આપવામાં આવી છે તે અયોગ્ય છે કારણ કે રજાઓના દિવસોમાં અથવા તો પૂરતા બૂકિંગના અભાવે માલ મોડો પહોંચે તેવી સંભાવના રહેતી હોય છે. રાજ્યમાં લગભગ 1.50 લાખ જેટલા ટ્રાન્સપોર્ટરો છે અને મોટા ભાગનાએ એનરોલમેન્ટ પણ કરાવ્યું નથી ત્યારે 1 ઓક્ટોબરથી કઈ રીતે તેઓ ઇ-વે બિલ બનાવી શકશે તે મોટો પ્રશ્ન છે. તમામ આઇટમો માટે ફરજિયાત ઇ-વે બિલથી નાના વેપારીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. જેમના એક ટ્રક ચાલતા હોય તેમને ઘણી તકલીફ થશે. અનેક નાના વેપારીઓનો માલ એક જ ટ્રકમાં જતો હોય ત્યારે વ્યક્તિગત માલ ₹50,000થી ઓછો હોય પરંતુ કુલ માલ ₹50,000થી વધારે થતો હોય ત્યારે ઇ-વે બિલ કેવી રીતે જનરેટ થશે તે સમસ્યા છે. રાજ્ય સરકારે આ મર્યાદા વધારીને ₹1 લાખની કરવી જોઈએ.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


