ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પિતા-પુત્ર બન્ને ‘ફાઉલ પ્લે’ માં ઝડપાયા
મોદીને સારુ લગાડવા ભાજપા પ્રમુખ વાઘાણી સમેતના નેતાઓનો બેફામ વાણી વિલાસ
ભાજપાના સુપ્રીમો નરેન્દ્ર મોદીને સારુ લગાડવા માટે ભાજપાના નેતાઓ કંઇપણ હદે ઉતરી શકે છે. છેલ્લા સપ્તાહથી જે રીતે ગુજરાતમાં રાજકીય નેતાઓ ખાસ કરીને ભાજપી નેતાઓ એવું નથી કે તેમની જીભ લપસી જાય છે પરંતુ, ઇરાદાપૂર્વક કેટલાક શબ્દ પ્રયોગ કરીને રાહુલ ગાંધી કે કોંગ્રેસને ભાંડી રહ્યા છે, બેફામ વાણી-વિલાસને મિડીયા ચગાવે છે અને એ રીતે મોદીની નજરમાં આવી શકાય, એ રૂએ ભાજપીઓ બેફામ વાણી વિસાલ કરી રહ્યા છે. તાજેતરમાં પ્રદેશ ભાજપાના પ્રમુખ જીતુ વાઘાણીએ સુરત ખાતે કોંગ્રેસીઓને હરામજાદા કરીને સંબોધ્યા હતા.
થોડા દિવસો પહેલા જીતુ વાઘાણીના દિકરાને કોલેજે પરીક્ષામાંથી ચોરી કરતા પકડ્યો હતો, હવે ચૂંટણી પંચે જીતુ વાઘાણીને પકડ્યા છે ચૂંટણીના નિયમ ભંગ માટે
એવું નથી કે ફક્ત ભાજપીઓ જ બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે પરંતુ, જાહેરસભામાં કોંગ્રેસીઓ પણ ભાજપીઓને અનેક ખરીખોટી ખરાબ ભાષામાં સંભળાવી પ્રજા સામે અશોભનીય શબ્દોનો પણ પ્રયોગ કરી રહ્યા છે. કોંગ્રેસી નેતાઓ પોતાનું અસ્તિત્વ બતાવવા માટે આવું કરી રહ્યા છે જ્યારે ભાજપીઓ મોદીની નજરમાં આવવા માટે બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ માટે આવા અશોભનીય શબ્દોનો પ્રયાગ કર્યો હતો, જેની ચૂંટણી પંચે ગંભીર નોંધ લઇ સુઓમોટો ફરિયાદ દાખલ કરી છે. ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પાસે તેમણે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાબતે ચૂંટણી પંચ દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો છે. સુઓમોટો એટલે કોઇ ફરિયાદી વગર ચૂંટણી પંચે જાતે જ ઘટનાની નોંધ લઇને ફરીયાદ દાખલ કરી છે.
જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, રાષ્ટ્રમાં રહીને રાષ્ટ્રનો દ્રોહ કરનારાઓને ભાજપ ક્યારેય સાંખી નહીં લે. પછી તે કોઇપણ ધર્મસંપ્રદાયનો હોય. તેમણે એમ પણ કહ્યું કે, કોંગ્રેસના મંત્રી મોહમ્મદ સુરતી, જે દેશદ્રોહીની ગાડીમાંથી હથિયારો પકડાયા હોય તેની પાર્ટીને મત હોય ખરા? તેમણે કહ્યું કે કોંગ્રેસ અલગ રીતે લઇને વોટ બેંકની રાજનીતિ કરીને ભડકાવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી વિશે એવું કહ્યું હતું કે, રાહુલ જ્યારે નાના હતા અને દૂધ પીતા હતા ત્યારે પણ તેમના રક્ષણ માટે કમાન્ડો રહેતા હતા ત્યાર બાદ તેમણે માફી પણ માગી હતી. ઉપરાંત તેઓએ ફરીથી તાજેતરમાં એવું કહ્યું કે, રાજીવ ગાંધી જુઠા હતા. તેમનો પુત્ર પણ જુઠો છે અને પુત્રી પણ જુઠી છે. જેને લઇને પણ ભારે હોબાળો મચ્યો હતો. હવે ફરીથી સુરતની જાહેરમાં કોંગ્રેસની આલોચના કરતા તેઓએ કોંગ્રેસને હરામજાદા જેવા શબ્દથી નવાજ્યા હતા.
કોંગ્રેસીઓ પણ પોતાનું વજુદ બતાવવા ભાજપીઓને
શરમાવે તેવા નિવેદનો કરી રહ્યા છે
કોંગી ધારાસભ્ય ગેનીબેન, નેતા મોઢવાડિયાની અભદ્ર ટિપ્પણી
કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન અને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ બેફામ કરેલા નિવેદનોએ ભાજપીઓને વધુ ઉશ્કેર્યા છે.
થરાદ ખાતે કોંગ્રેસ કાર્યાલયના આરંભ પ્રસંગે વાવના ધારાસભ્ય ગેનીબેને વડાપ્રધાન મોદીનું નામ લીધા વિના આકરા પ્રહારો કરતા કહ્યું કે, કાળું નાણું 5 વર્ષમાં તમારા રાજમાં આવ્યું નથી પરંતુ મારે એમને સીધુ પૂછવું છે કે કાળું નાણું બહારથી લાવવા કોણે, એના બાપાએ ના પાડી હતી કે ના લાવતા. આમ ગેનીબેન અભદ્ર શબ્દો બોલીને વડાપ્રધાનની ગરીમા જાળવી ન હતી. અગાઉ પણ ગેનીબેન પોતાના વિવાદિત વિધાનોના કારણે અનેક વખત ચર્ચામાં રહેલા છે.
એવી જ રીતે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ડીસા ખાતે સભાને સંબોધતા કહ્યું કે, એના ભક્તો રોજ કહે છે, અમારા સાહેબની છાતી 56 ઇંચની, અમારા સાહેબની છાતી 100 ઇંચની. કોઇ મજબૂત માણસ હોય અમારા બળદેવજી જેવા તો એની છાતી કેટલા ઇંચની હોય 36 ઇંચની, ઠઠના પહેલવાન હોય એની છાતી 42 ઇંચની હોય અને 56 ઇંચની છાતી કોની હોય? ગધેડાની અને 100 ઇંચની છાતી પાડાની હોય.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
