CIA ALERT

ઇ-કૉમર્સ કંપનીઓ પર અનેક નિયંત્રણ લાદતી સરકાર

Share On :

સરકારે ફ્લિપકાર્ટ અને ઍમેઝોન જેવી ઇ-કૉમર્સ કંપનીઓને લગતા નિયમો કડક બનાવવાના હેતુથી બુધવારે અનેક પગલાં લીધા હતા અને આ બે કંપનીઓ જે કંપનીઓમાં ઇક્વિટી હિસ્સો ધરાવતી હોય એના ઉત્પાદનો વેચવાની એમને મનાઈ કરી હતી.

  • જે કંપનીઓમાં ઇક્વિટી હિસ્સો ધરાવતી હોય એના ઉત્પાદનો વેચવાની મનાઈ
  • ઇ-કૉમર્સ કંપનીઓને ઉત્પાદનોના વિશિષ્ટ વેચાણ માટે કરાર કરવાની પણ મનાઈ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઇ-કૉમર્સ કંપનીઓને ઉત્પાદનોના વિશિષ્ટ વેચાણ માટે કરાર કરવાની પણ મનાઈ કરી હતી.

મંત્રાલયે જણાવ્યું હતું કે ‘જે કંપનીમાં ઇ-કૉમર્સ માર્કેટપ્લેસ કંપની કે એના ગ્રુપની કંપનીઓનો હિસ્સો હોય અથવા તો એના ઉત્પાદનો પર ઇ-કૉમર્સ માર્કેટપ્લેસ કંપની કે એના ગ્રુપની કંપનીઓનો અંકુશ હોય એવી કંપની આવી માર્કેટપ્લેસ કંપની દ્વારા ચાલતા મંચ પર પોતાની પ્રૉડક્ટો નહીં વેચી શકે.’

એ ઉપરાંત, મંત્રાલયના નૉટિફિકેશન મુજબ ઑનલાઇન રીટેલ કંપનીઓમાંના સીધા વિદેશી રોકાણ પરની સુધારિત નીતિમાં જણાવાયું છે કે જે કંપનીમાં ઇ-રીટેલ કંપનીનું સીધું કે આડકતરું ઇક્વિટી રોકાણ હોય કે એવી કંપનીઓ દ્વારા સર્વિસ પૂરી પાડવાની રહેશે. માર્કેટપ્લેસ કંપનીની ગ્રુપ કંપનીઓ દ્વારા ખરીદદારોને પૂરી પડાતી કૅશ-બૅકની સુવિધા વ્યવહારું અને ભેદભાવ-વિનાનું હોવું જોઈશે.’

એમાં એવું પણ જણાવાયું છે કે આ કંપનીઓએ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)ને અધિકૃત ઑડિટરના રિપોર્ટ સાથેનું સર્ટિફિકેટ પણ નોંધાવવું પડશે. આ સર્ટિફિકેટ મારફત કંપનીએ દરેક વર્ષની 30મી સપ્ટેમ્બર સુધીમાં આગલા નાણાકીય વર્ષને લગતી માર્ગદર્શિકાઓનું પાલન થયું હોવાને પુષ્ટિ પણ અપાઈ હોવી જોઈશે.આ ફેરફારો આવતા વર્ષની 1લી ફેબ્રુઆરીથી અમલી બનશે.ઇ-કૉમર્સ કંપનીઓ દ્વારા વપરાશકારોને ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા હોવાની સ્થાનિક વેપારીઓએ અનેક ફરિયાદો કરી એને પગલે સરકાર તરફથી આ નિર્ણય આવી રહ્યો છે.વર્તમાન નીતિ મુજબ માર્કેટપ્લેસ ઇ-કૉમર્સ પ્રવૃત્તિઓમાં 100 ટકા ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ) એટલે કે સીધું વિદેશી રોકાણની છૂટ છે. જોકે, માલસામાન પર આધારિત પ્રવૃત્તિઓમાં એ પ્રતિબંધિત છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :