YASS વાવાઝોડું 26/5એ Odisha & West Bengal પર ત્રાટકશે

Share On :
Cyclonic Storm YAAS Latest Update: बंगाल की खाड़ी में उठा चक्रवाती तूफान  'यास' ला सकता है बड़ी तबाही, हाई अलर्ट जारी - Cyclonic storm yaas latest update  cyclone may hit today high

બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું ‘યાસ’ 1ર કલાકમાં વિકરાળ બની તા.ર6મી મેના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળના કિનારા પર ત્રાટકશે અને વાવાઝોડું પસાર થતી વખતે 1પપ-16પ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી ચેતવણી હવામાન વિભાગે
આપી છે.

વાવાઝોડાના ખતરાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે રાજ્યો, કેન્દ્રિય મંત્રાલયો-એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી રાહત-બચાવ, કિનારાના વિસ્તારોમાંથી ઝડપી સ્થળાંતર અંગે નિર્દેશ આપ્યા હતા. સંભવિત ખતરાને ધ્યાને લઈ નેવી અને એનડીઆરએફની કુલ 46 ટીમ તૈનાત કરાઈ છે. રાહત બચાવ કામગીરી માટે નેવીના જહાજ, હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા છે. અન્ય પ જહાજ અને 13 ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યુ કે બંગાળની ખાડીનું લો પ્રેશર ર4 મે સુધીમાં અતિ ભયંકર વાવાઝોડામાં બદલાઈ જશે.

1ર કલાકમાં તે ડિપ્રેશનમાં કેન્દ્રિત થઈ વિકરાળ વાવાઝોડુ બની ઉત્તર, ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે. વાવાઝોડાને પગલે ઓડિશા, પ.બંગાળ, ઝારખંડ, સિક્કિમમાં તા.રપ અને ર6 મે દરમિયાન ઝડપી પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :