CIA ALERT

કોરોના World અપડેટ 5 May

Share On :

કોરોના મહાસંકટ વચ્ચે ઈટાલીથી 44 લાખ લોકો કામ પર પરત ફર્યા

યુરોપમાં કોરોના વાયરસનો ગઢ ઈટાલીમાંથી સારા સમાચાર સામે આવ્યા છે. ઈટાલીમાં કોરોના વાયરલ લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપ્યા બાદ 44 લાખ લોકો કામ પર પરત ફર્યા છે. ઇટાલીની હવે મુસાફરો માટે કેટલાક એરપોર્ટ પણ ખોલવાની યોજના છે. ઈટાલીમાં મૃત્યની સંખ્યામાં નોધપાત્ર ઘટાડો થતા લોકડાઉનમાં રાહત આપવામાં આવી છે.

સ્પેનમાં હવે સલૂન જેવા નાના ઉદ્યોગો ખુલી રહ્યા છે. કોરોના વાયરસના પાયમાલથી ખૂબ પ્રભાવિત સ્પેનમાં મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સોમવારે સૌથી ઓછા 164 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ રોગચાળાથી સ્પેનમાં 25 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. જર્મનીમાં, વિસ્તૃત પરીક્ષણને કારણે કોરોના વાયરસ મોટા પ્રમાણમાં નિયંત્રણમાં રહે છે. જર્મનીમાં હવે કેટલીક શાળાઓ ખુલી છે.

Reported on 2 May

ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં મૃતકોની સંખ્યા ઘટી

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સોમવારના દિવસે કોરોના વાયરસના કારણે કુલ 337 લોકોના મોત થયા. કોરોના વાયરસના કારણે ન્યૂયોર્કમાં જે રીતે મોતની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો હતો તે પ્રમાણે સોમવારના દિવસે જે કેસ નોંધાયા તેની સંખ્યા ઓછી હતી. જ્યારે અમેરિકાના ન્યૂજર્સી શહેરમાં સોમવારના દિવસે કોરોના વાયરસના કારણે કુલ 106 લોકોના મોત થયા છે. આ બંને શહેરોના ગવર્નરે આ આંકડા જાહેર કર્યા છે.

અમેરિકામાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ 1,010,507 કેસ નોંધાયા છે અને કુલ 56,803 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ન્યૂયોર્ક અને ન્યૂજર્સી શહેરમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે કે જ્યાં સૌથી વધારે પ્રમાણમાં ગુજરાતીઓ રહે છે. ન્યૂયોર્કમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 298,004 કેસ નોંધાયા છે અને 22,623 લોકોના મોત થયા છે. જ્યારે, ન્યૂજર્સીમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 111,188 કેસ નોંધાયા છે અને 6,044 લોકોના મોત થયા છે.

World મૃત્યુઆંક 1,66,000 : USA માં જ 41 હજારથી વધુ મોત 

વિશ્વસ્તરે કોરોના વાયરસ 1,66,794 લોકોનો ભોગ લઇ ચૂક્યો છે. આ આંકડો સોમવરા સાંજ સુધીનો છે. જ્યારે કુલ કેસોનો આંકડો  
24,32,092થી વધુ નોંધાયો છે. આ પૈકી 6,36,929 દર્દીઓ સારવાર દરમિયાન ઠીક થયા છે. 

જોકે આંકડાઓને લઇને માનવામાં આવી રહ્યુ છે કે રાષ્ટ્રીય એજન્સીઓ અને વિશ્વ સ્વાસ્થ સંગઠન તરફથી જાહેર કરાયેલા વાસ્તવિક આંકડાનો એક ભાગ છે, કારણ કે કેટલાક દેશો માત્ર ગંભીર કેસોની સારવાર કે તપાસ કરી રહ્યા છે.  

વિશ્વસ્તરે કોરોનાથી પ્રભાવિત દેશોમાં અમેરિકા સૌથી આગળ છે જ્યાં કોવિડ-19ને કારણે મરનારાની સંખ્યા 40 હજારને પાર થઇ ચૂકી છે. અહીં કુલ કેસોની સંખ્યા 7,60,570એ પહોંચી છે. જેમાં પ્રતિ દિવસ વધારો જોવા મળી રહ્યો છે. બીજા સ્થાને ઇટાલી છે જ્યાં મૃત્યુઆંક 23660 છે અને કુલ કેસો 178,000થી વધારે સામે આવ્યા ચૂક્યા છે. 

સ્પેનમાં પણ કુલ કેસોનો આંકડો 2 લાખને પાર નીકળી ગયો છે, જેમાંથી 20852 લોકોના મોત થયા છે. ફ્રાન્સમાં પણ 19744 લોકો જીવ ગુમાવી બેઠા છે અહીં કુલ 1,54,098 કેસ સામે આવી ચૂક્યા છે. બ્રિટનમાં અત્યાર સુધી 1,25,850 કેસ થયા છે જેમાંથી 16544 લોકોના મોત થયા છે. 

સમગ્ર યુરોપમાંથી કુલ 11,83,307 લોકો કોરોનાગ્રસ્ત છે જે પૈકી 1,04,028 લોકો દમ તોડી ચૂક્યા છે. અમેરિકા અને કેનેડામાં કોરોના કુલ 7,93,169કેસ સામે આવ્યા છે. ત્યાં મૃત્યુઆંક 42 હજારથી વધુ છે. પૂર્વ અને દક્ષિણ એશિયામાંથી કુલ 1,66,453કેસ સામે આવ્યા છે અહીં મૃત્યુઆંક 7 હજારથી વધુ છે. પશ્ચિમ એશિયામાંથી કુલ 1,26,793 કેસ સામે આવ્યા છે જેમાંથી 5664 લોકોના મોત થયા છે. આફ્રિકામાં પણ કોરોનાના કુલ 21 હજારથી વધુ કેસ સામે આવ્યા છે જે પૈકી 1124 લોકોના મોત થયા છે. 

World Nation wise data

OtherCasesDeaths
World2,250,790154,266
USA710,02137,158
Spain190,83920,002
Italy172,43422,745
France147,96918,681
Germany141,3974,352
UK108,69214,576
China82,7194,632
Iran79,4944,958
Turkey78,5461,769
Belgium36,1385,163
Brazil34,2212,171
Russia32,008273
Canada31,9271,310
Netherlands30,4493,459
Switzerland27,0781,327
Portugal19,022657
Austria14,595431
India14,352486
Ireland13,980530
Peru13,489300
Sweden13,2161,400
Israel12,982151
S. Korea10,653232
Japan9,787190
Chile9,252116
Ecuador8,450421
Poland8,379332
Romania8,067411
Saudi Arabia7,14287
Denmark7,073336
Pakistan7,025135

યુકેમાં માસ્ક ફરજિયાત બનાવો: લંડનના મેયર

બ્રિટનની રાજધાનીના મેયર સાદિક ખાને કોરોના વાઇરસ (કોવિડ-૧૯)નો રોગચાળો ફેલાતો અટકાવવા માટે ફેસ માસ્ક ફરજિયાત બનાવવાની યુકેની સરકારને શુક્રવારે વિનંતિ કરી હતી.

દરમિયાન, યુકેમાં કોવિડ-૧૯ના રોગચાળાને લીધે લદાયેલો લોકડાઉન વધુ ત્રણ અઠવાડિયાં એટલે કે ૭ મે સુધી લંબાવાયો છે.

લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના રોગચાળાને ફેલાતો અટકાવવાના પગલાંના ભાગરૂપે ન્યૂ યોર્ક સહિતના દુનિયાના અનેક શહેરમાં ફેસ માસ્ક પહેરવો ફરજિયાત બનાવાયો છે અને તે અસરકારક સાબિત થઇ રહ્યો હોવાથી આપણે ત્યાં પણ, ખાસ કરીને જાહેર પરિવહનમાં મુસાફરી કરનારા લોકો માટે ફેસ માસ્ક પહેરવો ફરજિયાત બનાવવો જોઇએ.

બ્રિટનના વિપક્ષ મજૂર પક્ષના નેતા સાદિક ખાને જણાવ્યું હતું કે મેડિકલ માસ્ક આરોગ્ય સેવા માટે કામ કરી રહેલા ડોક્ટરો, નર્સો સહિતના મેડિકલ સ્ટાફ માટે રાખવા જોઇએ, પરંતુ સામાન્ય જનતા જો ફરીથી વાપરી શકાય એવા ફેસ માસ્ક પહેરે તો તેનાથી કોવિડ-૧૯ના રોગચાળાને ફેલાતો રોકવામાં મદદ મળી શકે છે.

આમ છતાં, લંડનના મેયરની આગામી ચૂંટણીમાંના ખાનના હરીફ રૂઢિચુસ્ત પક્ષના નેતા શોન બેલીએ આક્ષેપ કર્યો હતો કે શહેરના મેયર દ્વારા ટ્રાન્સપોર્ટ ફોર

લંડનના કર્મચારીઓને ફેસ માસ્ક અને અન્ય પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પૂરા પાડવા માટે પૂરતા પગલાં નથી લેવાયા.

કોરોનાના વિષાણુ ચકાસવા સચોટ ટેસ્ટની શોધ

વિજ્ઞાનીઓએ એવા નવા પ્રકારના ટેસ્ટ (તબીબી પરીક્ષણ)ની શોધ કરી છે જેમાં શરીરમાં નોવેલ કોરોના વાઇરસ જો હશે તો એ વધુ ચોકસાઇપૂર્વક અને વધુ ઝડપથી શોધી શકાશે. હાલમાં કોવિડ-૧૯ની મહામારી સામેની લડતમાં પોલીમરેઝ ચેઇન રિએક્શન (પીસીઆર) આધારિત ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ નવા પ્રકારના ટેસ્ટની શોધ સાથે હવે વર્તમાન ટેસ્ટ પરનું દબાણ દૂર થશે. ૨૦૧૯ના ડિસેમ્બર મહિનામાં ચીનમાં કોરોના વાઇરસનો ‘આતંક’ શરૂ થયો ત્યાર પછી લાખો લોકોના ટેસ્ટ પીસીઆરની કિટને આધારે કરાયા હતા.

પીસીઆર સંવેદનશીલ પદ્ધતિ છે જેમાં સાર્સ-સીઓવી ટૂ આરએનએ પ્રકારના આ રોગમાં દર્દીના ગળામાંથી સ્ત્રાવનો નમૂનો લેવામાં આવે છે જેથી એમાં સૂક્ષ્મ વિષાણુ હોય તો એ શોધી શકાય. જોકે, કોવિડ-૧૯ મહામારી જેમ-જેમ આગળ વધતી જાય છે એમ લેબોરેટરીના સ્ટાફ પર નવી અને નક્કર શોધ કરવાનું દબાણ વધતું જાય છે. જોકે, સ્વિટ્ઝરલૅન્ડમાં ઝુરિક ખાતેની ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ, ઇટીએચ નામની સંસ્થાના સંશોધકોએ વધુ સચોટ કહી શકાય એવી ટેસ્ટની પદ્ધતિ શોધી છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે નવી ટેસ્ટ કોવિડ-૧૯ને કાબૂમાં રાખવા માટે મહત્ત્વની પુરવાર થઈ શકશે. હાલમાં અમુક દેશોમાં કમ્પ્યૂટેડ ટોમોગ્રાફી (સીટી) સ્કેનિંગ તથા કલ્ચરિંગ નામની પદ્ધતિઓ પણ છે, પરંતુ એમાં પરિણામો વર્તમાન સંજોગો જોતાં ઝડપથી નથી મળી શક્તા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :