Gujarat : ૬૪ દિવસમાં કોરોનાના 13,000 Plus Cases : ૮૦૦ Deaths

Share On :

ગુજરાતમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ ૬૪માં દિવસે કુલ પોઝિટિવ કેસનો આંકડો ૧૩ હજારને પાર અને મોતનો આંકડો ૮૦૦ને પાર થયો છે. શુક્રવારે સાંજે રાજ્યમાં ૩૬૩ નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા ૧૩૨૬૮ થઈ હતી જ્યારે વધુ ૨૯નાં મોત સાથે કુલ મોતનો આંકડો ૮૦૨ થયો હતો. જ્યારે અમદાવાદમાં ૩૨૮ સહિત રાજ્યમાં કુલ ૩૯૨ દર્દીઓને રજા અપાઈ હતી.

આરોગ્ય વિભાગે જાહેર કરેલાં આંકડામાં શુક્રવારે સાંજે પાંચ વાગ્યે પૂરાં થતાં ચોવીસ કલાકમાં ગુજરાતમાં કુલ ૩૯૨ દર્દીઓને રજા અપાઇ જ્યારે આ આંકડો અમદાવાદ એકલામાં જ ૨૭૫નો રહ્યો હતો. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ૫,૮૮૦ દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો હતો. શુક્રવારે નોંધાયેલાં ૨૯ મૃત્યુના કેસ પૈકી ૧૧ના મોત માત્ર કોવિડના સંક્રમણને કારણે જ્યારે ૧૮નાં મોત અન્ય બીમારીઓ ઉપરાંત કોરોના સંક્રમણથી થયાં હતા. હાલ સારવાર હેઠળના કુલ પોઝિટિવ ૬,૫૯૧ એક્ટિવ દર્દીઓ પૈકી ૬૩ની હાલત નાજુક હોઇ વેન્ટિલેટર પર હતા તથા ૬,૫૨૮ સ્ટેબલ હતા. ગત ૨૪ કલાકમાં કુલ ટેસ્ટની સંખ્યા ૬,૪૧૦ રહી છે અને આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧,૭૨,૫૬૨ સેમ્પલ ટેસ્ટ થયાં હતા.

Reported on 22 May ગુજરાત કોરોના : ૧૦ દિવસમાં ૨૫૬ મોત

ગુજરાતમાં દરરોજ કોરોનાથી થતા મોતના આકડામાં હજુ ઘટાડો થવાને બદલે ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. બુધવાર સુધીના છેલ્લા ૧૦ દિવસમાં રાજ્યમાં કોરોનાથી કુલ ૨૫૬ લોકોનાં મોત નિપજ્યાં હતાં. દરરોજ સરેરાશ ૨૫થી ૩૦ લોકોનાં મોત નિપજે છે.

રાજ્યમાં અત્યાર સુધી કુલ ૭૪૯ મોત નોંધાઈ ચૂક્યા છે, જેમાં સૌથી વધુ ૬૦૨ મૃત્યુ એકલા અમદાવાદમાં નોંધાયા છે. બુધવારે રાજ્યમાં કુલ ૩૯૭ નવા કેસ નોંધાયા હતા જ્યારે કુલ ૩૦ મોત નોંધાયા હતા. એકલા અમદાવાદમાં નવા ૨૭૧ કેસ અને ૨૬ મૃત્યુ થયાં હતાં. બુધવારે સાંજ સુધીના ૨૪ કલાકમાં કુલ ૬,૦૯૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બુધવારે રાજ્યમાં ૧૭૬ દર્દીઓને રજા આપવામાં આવી હતી.

છેલ્લા ૧૦ દિવસમાં એક જ દિવસમાં સૌથી વધુ ૩૫ મોત ૧૮ મેના રોજ નોંધાયા હતા. બુધવારે રાજ્યમાં કુલ ૩૯૮ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયાની બીજી ઘટના છે. આ પહેલા ૫ મી મેના રોજ ૨૪ કલાકમાં સૌથી વધુ ૪૪૧ પોઝિટિવ કેસ નોંધાયા હતા. સાથે જ છેલ્લા ૧૦ દિવસમાં ગુજરાતમાં દરરોજ ૩૦૦થી વધારે કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં દરરોજ ૨૫૦થી વધારે કેસ નોંધાયા છે.

છેલ્લા ૧૦ દિવસમાં ગુજરાતમાં નોંધાયેલા કેસ પર નજર નાંખીએ તો ૨૦મી મેએ ૩૯૮, ૧૯મીએ ૩૫, ૧૮મીએ ૩૬૬, ૧૭મીએ ૩૯૧, ૧૬મીએ ૧૦૫૭, ૧૫મીએ ૩૪૦, ૧૪મીએ ૩૨૪, ૧૩મીએ ૩૬૪, ૧૨મીએ ૩૬૨ અને ૧૧મીએ ૩૪૭ કેસ નોંધાયા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :