CIA ALERT

સરકારી નોકરીઓ માટે NRA-CET (કોમન એલિજિબિલિટી ટેસ્ટ)

Share On :

કેન્દ્રીય કેબિનેટે બુધવારે કેન્દ્ર સરકારમાં નોકરી માટે લેવાતી વિવિધ પરીક્ષાઓને એક છત્ર હેઠળ લાવવા માટે નેશનલ રીક્રૂટમેન્ટ એજન્સી (NRA)ના ગઠન માટે મંજૂરી આપી દીધી છે. મોદી કેબિનેટના આ સીમાચિહ્ન નિર્ણયથી કેન્દ્ર સરકારમાં રોજગારી માટેની પ્રક્રિયામાં ધરખમ ફેરફાર થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષામાં મળેલી કેબિનેટ બેઠક અંગે પત્રાકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે આ ઐતિહાસિક નિર્ણય છે અને આનાથી નોકરી વાંછુઓને વિવિધ પરીક્ષા આપવામાંછી મુક્તિ મળશે તેમજ તેમનો ખર્ચ પણ ઘટશે.
યુવાઓ વર્ષોથી આ પ્રકારની વ્યવસ્થાની માંગ કરી રહ્યા હતા અને તેને આખરે સ્વીકારવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કેબિનેટના આ નિર્ણયને દેશના ઈતિહાસમાં પરિવર્તનકારી તેમજ સીમાચિહ્ન ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારમાં વિવિધ નોકરીઓ માટે એક પરીક્ષા એજન્સીને પગલે પસંદગી, જોબ પ્લેસમેન્ટ અને ઈઝ ઓફ લિવિંગમાં સરળતા આવશે ખાસ કરીને સમાજના એવા વર્ગ માટે જે લાભોથી વંચિત રહે છે. 

નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી કોમન એલિજિબિલિટી ટેસ્ટ (CET) યોજી શકશે અને તેના દ્વારા ગ્રુપ બી તેમજ ગ્રુપ સી (બિન ટેક્નિકલ) પદો માટે ઉમેદવારોની પસંદગી કરી તેમને શોર્ટલિસ્ટ કરાશે. આ એજન્સીમાં રેલવે મંત્રાલય, નાણા મંત્રાલય/ નાણા સેવા વિભાગ, સ્ટાફ સીલેક્શન કમિશન, રેલવે રીક્રૂટમેન્ટ બોર્ડ અને ઈન્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનલ સીલેક્શનના પ્રતિનિધિઓને સ્થાન અપાશે. કેન્દ્ર સરકારે જણાવ્યા મુજબ એનઆરએ વિશેષજ્ઞોને સમાવતી સંસ્થા હશે જે અદ્યતન ટેક્નોલોજીની મદદથી કેન્દ્ર સરકારની ભરતી પ્રક્રિયામાં શ્રેષ્ઠ ઉમેદવારોની પસંદગી કરવામાં મદદરૂપ થશે. પ્રવર્તમાન સમયે કોમન ટેસ્ટના સ્કોર ત્રણ મુખ્ય રિક્રૂટમેન્ટ એજન્સીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે પરંતુ આગામી સમયમાં વધુ એજન્સીઓનો સમાવેશ કરાશે.  

આગામી સમયમાં સીઈટીનો સ્કોર કેન્દ્ર સરકાર, રાજ્ય તેમજ કેન્દ્રશાસિત સરકાર, જાહેર ક્ષેત્રના સાહસ અને ખાનગી ક્ષેત્ર સહિત અન્ય રિક્રૂટિંગ એજન્સીઓને પણ આપવામાં આવશે. આમ કરવાથી ખર્ચ અને સમય બન્ને બચી શકશે.

કેન્દ્ર સરકારે એનઆરએની રચના માટે 1,517.57 કરોડ મંજૂર કર્યા છે. એનઆરએનું વડુમથક દિલ્હીમાં સ્થપાશે. આ સંસ્થાના વડા તરીકે સિચવ કક્ષાના વ્યક્તિની ચેરમેન પદે નિમણૂક કરાશે. વર્તમાન સમયે ઉમેદવારો વિવિધ પદ માટે લાયકાત ધરાવતા હોવા છતા જુદી જુદી એજન્સી દ્વારા યોજાતી પરીક્ષામાં એકથી વધુ પરીક્ષા આપવી પડે છે તેમજ ફી પણ ભરવી પડે છે. વિદ્યાર્થીઓને જુદા જુદા સ્થળે પરીક્ષા આપવા જવું પડે છે જેમાં ઘણો સમય પણ લાગે છે.  એનઆરએ દ્વારા દેશમાં કોમન ટેસ્ટ માટે પ્રારંભિક ધોરણે 1,000 જેટલા પરીક્ષા કેન્દ્રો સ્થાપવાની યોજના છે. દરેક જિલ્લામાં એક કેન્દ્ર રહેશે જેથી કોઈ ઉમેદવારને જિલ્લા બહાર મુસાફરી ના કરવી પડે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :