ચીને 1000 કિ.મી.ની ઝડપે દોડતી ટ્રેન લૉન્ચ કરી
ચીને નવી હાઇ સ્પીડ ટેક્નોલોજી ધરાવતી ટ્રેનનું મૉડેલ લૉન્ચ કર્યું છે. જે કલાકના 1000 કિલોમીટરની ઝડપે અંતર કાપશે. ચીની સૂત્રોના જણાવ્યા મુજબ 2025થી હાઇ સ્પીડ ટ્રેન શરૂ કરવામાં આવશે.

ચીનની નવી ટ્રેનના મૉડેલને સિચુઆનના ચેંગડુ ખાતે યોજાયેલા નેશનલ માસ ઈનોવેશન એન્ડ ઑન્થ્રેપ્રેન્યોરશિપ સપ્તાહમાં રજૂ કરવામાં આવ્યું હતું. ટ્રેન ઉત્પાદનનું કાર્ય ચીન એરોસ્પેસ સાયન્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવશે.
હાઇ સ્પીડ ટ્રેનને ધ ફલાઇટ નામ આપવામાં આવ્યું છે. ટ્રેનની કેબિન 29.2 મીટર લાંબી ત્રણ મીટર પહોળી હશે. ટ્રેન વેક્યુુમ સિસ્ટમ દ્વારા જમીનથી 100 મિ.મી. ઉપર ચાલશે. શાંઘાઈ યુનિવર્સિટીના રેલવે નિષ્ણાત સૂન જંગે જણાવ્યું હતું કે હાઇ સ્પીડ ટ્રેનની ટેક્નોલોજીએ ચીનને અમેરિકાની સમકક્ષ મૂકી દીધું છે. ટ્રેનમાં એરોસ્પેસ ટેક્નોલોજીમાં વપરાતી ઈલેક્ટ્રો મેગ્નેટિક પ્રપ્યુલઝનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ચીન દુનિયાનું સૌથી લાંબું 22000 કિ.મી.નું હાઇ સ્પીડ નેટવર્ક ધરાવે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


