લૉકડાઉનમાં ઇન્ટરનેટ સ્લો, ફરીયાદ કરવા પહેલા જાતે આટલું કરી જોવું
લૉકડાઉનને સફળ બનાવવા માટે ઇન્ટરનેટ સ્પીડ સૌથી નિર્ણાયક પરીબળો પૈકીની એક
કોરોનાનો વધતો વ્યાપ વિસ્તાર ઘટાડવા આખે-આખી દુનિયાના અબજો લોકો ચાર દિવાલોની વચ્ચે આવી ગયા છે. પોતાના ઘરમાં જ સમય પસાર કરવા માટે અબજો લોકોનો સમય પસાર કરવાનો સહારો ઈન્ટરનેટ બન્યું છે. અબજો લોકો દિવસ રાત, વણથંભી રીતે ઇન્ટરનેટ પર સતત કંઈક ને કંઈક સર્ચ કરી જ રહ્યા છે.
લૉકડાઉનને કારણે ભારત સમેત વિશ્વભરમાં ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ પર સ્લો ઇન્ટરનેટની ફરીયાદોનું એઠલું દબાણ વધી રહ્યું છે કે કેટલીક કંપનીઓએ સ્ટીરીયોટાઇપ જવાબો આપવા માંડ્યા છે તકલીફ તો રહેવાની જ.
ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીની જેટલી ક્ષમતા છે તેટલી ક્ષમતા અનુસાર યુઝર્સ નેટનો રાઉન્ડ ધક્લોક ઉપયોગ કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે બધાની સ્લો નેટની ફરીયાદ હોય જ.
જો તમે કોઇ પણ પ્રકારે સ્લો નેટની ફરીયાદથી પીડીત હોવ તો કંપનીને ફરીયાદ કરવા પહેલા પોતાના કાબૂ હેઠળની કેટલીક પરિસ્થિતિને ક્રોસ વેરીફાય કરી લેવી. આટલું કરવાથી સંભવ છે કે તમારા ઘરે નેટની સ્પીડ સ્લો છે એ તેની કાર્યક્ષમતા અનુસાર કામ કરી શકે.

યુકેની સરકારે એવું નિવેદન આપ્યું છે કે કોરોના સામે બાથ ભીડવી હશે તો સ્પીડવાળી ઈન્ટરનેટ સેવા તેમાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવશે અને એટલે જ ત્યાંના નિષ્ણાતોએ ઘરે બેઠાં બેઠાં કામ કરનારા લોકો માટે જો ઈન્ટરનેટની સ્પીડ સ્લો હોય તો તેને બહેતર બનાવવા માટે કેટલીક ટિપ્સ આપી છે જે તમારી ઈન્ટરનેટની સ્પીડ બહુ વધુ તો નહીં પણ થોડી ઘણી સુધારવામાં ચોક્કસ મદદરૂપ થઈ શકે.
- ફ્લોરિંગ, દીવાલ કે અન્ય ઉપકરણો જેવી બાબતો વાઈફાઈના સિગ્નલમાં અવરોધો ઊભા કરી શકે છે એટલે હંમેશાં તમારું રાઉટર એવી જગ્યાએ રાખો કે જ્યાં આવા કોઈ અવરોધો ના હોય. ટેબલ કે પછી શેલ્ફ એ રાઉટર મૂકવા માટેની એકદમ પરફેક્ટ જગ્યા છે.
- કોર્ડલેસ ફોન, હેલોજન લાઈટ્સ, લાઈટનો પ્રકાશ ઓછો-વધુ કરવા માટેની ડીમર સ્વિચ, મ્યુઝિક સિસ્ટમ કે પછી કોમ્પ્યુટર સ્પીકર્સ, ટીવી અને મોનિટર જેવાં ઉપકરણો પણ રાઉટરને સિગ્નલ મેળવવામાં અવરોધરૂપ થાય છે એટલે આ બધી વસ્તુઓથી રાઉટરને હંમેશાં દૂર રાખો જેથી સિગ્નલ બરાબર મળે અને તમારી સ્પીડ જળવાઈ રહે.
- રાઉટરને વારંવાર ચાલુ-બંધ કરવાને કારણે પણ ઈન્ટરનેટની સ્પીડ પર અસર જોવા મળે છે, એટલે રાઉટરને વારંવાર ચાલુ-બંધ કરવાનું ટાળો.
- જો તમે ઘરેથી કામ કરી રહ્યા હોવ અને સતત વિડિયો કોલ કે કોન્ફરન્સ ચાલી રહી હોય એવા સમયે જો વિડિયોની જરૂર ના હોય તો વિડિયો ઓફ કરીને માત્ર ઓડિયો જ ચાલુ રાખો. આને કારણે ઓછી સ્પીડમાં પણ તમારી વાત-ચીત ખૂબ જ સારી રીતે થશે.
- બેસ્ટ ક્વૉલિટીની બ્રોડ બેન્ડની સ્પીડ માટે તમારા કોમ્પ્યુટરને રાઉટર કનેક્ટ કરવાને બદલે વાઈ-ફાઈને બદલે અર્થનેટ કેબલનો ઉપયોગ કરો.
- શક્ય હોય ત્યારે ટેલિફોન એક્સ્ટેન્શન કોર્ડનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે આ કોર્ડના અવરોધને કારણે ઈન્ટરનેટની સ્પીડ ઘટી જાય છે.
- માઈક્રોવેવ ઓવનના ઉપયોગને કારણે પણ વાઈફાઈની સ્પીડ ઘટી જાય છે, પરિણામે વિડિયો કોલ કરતી વખતે કે પછી હાઈ ડેફિનેશન વિડિયો જોવા હોય ત્યારે કે પછી ઓફિસનું મહત્ત્વનું કામ ઓનલાઈન કરતી વખતે માઈક્રોવેવ ઓવનનો ઉપયોગ કરવાનું ટાળો.
- તમને જે ફિલ્મો જોવી હોય, વિડિયો જોવા હોય તે પહેલાંથી જ શક્ય હોય તો ડાઉનલોડ કરીને રાખો, જેથી તમે જ્યારે ફિલ્મ જોઈ રહ્યા હોવ ત્યારે કે કોઈ મહત્ત્વનું કામ કરી રહ્યા હોવ એ સમયે કોઈ પણ પ્રકારનો અવરોધ ઊભો ના થાય.
- મોબાઈલ નેટવર્કની માગણીમાં સતત વધારો થઈ રહ્યો છે એવા સમયે જો શક્ય હોય અને ઘરમાં લેન્ડલાઈનની વ્યવસ્થા હોય તો લેન્ડલાઈનનો વધુમાં વધુ ઉપયોગ કરવાનું રાખો.
- ફોન કરવા માટે વાઈ-ફાઈ કોલિંગ સુવિધાનો ઉપયોગ કરો અને વોટ્સએપ કોલ, ફેસ ટાઈમ, સ્કાઈપ સહિત અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સના માધ્યમથી પણ ઓડિયો કોલ કરી શકાય છે એટલે આને કારણે મોબાઈલ નેટવર્ક પર પડનારો દબાણમાં ઘટાડો થશે.
- કોઈ એક ચોક્કસ સ્થળે એક જ સમયે એક સાથે કેટલા લોકો ઈન્ટરનેટ વાપરી રહ્યા છે તેના પર પણ સ્પીડનો આધાર રહેલો છે એટલે જે ડિવાઈસની જરૂર ના હોય તો એ ડિવાઈસને વાઈફાઈથી ડિસકનેક્ટ કરી નાખો.
- ઘણી વખત ટેબ્લેટ, સ્માર્ટફોનની સ્ક્રીન બંધ હોય તો પણ બેકગ્રાઉન્ડમાં એપ્સ ચાલુ જ હોય છે. એટલે જ્યારે પણ તમે ઓનલાઈન કોઈ મહત્ત્વનું કામ કરી રહ્યા હોવ ત્યારે આ મોબાઈલ, ટેબ્લેટમાંથી વાઈફાઈ ડિસકનેક્ટ કરી નાખો જેથી તમારા લેપટોપ કે ડેસ્કટોપ પર ઈન્ટરનેટની સારી સ્પીડ મળશે.
લોકડાઉનના સમયગાળા દરમિયાન અનેક કંપનીઓને ઈન્ટરનેટની સ્પીડ ઓછી થઈ જાય અને તેને કારણે નાગરિકોને ત્રાસ ન થાય એ માટે અલગ અલગ પ્રયાસો અને ઉપાય યોજનાઓ શરૂ કરી છે. ઈન્ટરનેટ સેવા પૂરી પાડનારી કંપનીઓ પરનું દબાણ ઓછું થાય એ માટે નેટફ્લિક્સ, ફેસબુક, યુટ્યુબ જેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મેને પણ વિડિયોની ક્વોલિટી ઓછી કરી નાખી છે. એટલે આ પ્લેટફોર્મ પર તમને એચડીને બદલે એસડી ક્વૉલિટીના વિડિયો જોવા મળશે. જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો એક સાથે વિડિયો જોવા લાગે છે ત્યારે વિડિયોની ગુણવત્તાને થોડી નબળી કરીને ઈન્ટરનેટની સ્પીડ ચોક્કસપણે જ વધારી શકાય એમ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
