આજે (તા.01-11-19)થી તમારી આસપાસ શું-શું બદલાયું? : વાંચો અહીં
ગુજરાતમાં આજથી ટ્રાફિકના નવા નિયમોનો અમલ, બે વખત મૌકૂફ રહી ચૂક્યા છે નિયમો
દેશભરમાં નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે, ગુજરાત સરકારે લોકોને સુવિધા મળે અને તકલીફ ન પડે તે માટે ૩૧મી ઓક્ટોબર સુધી હેલ્મેટ, પીયૂસી અને એચએસઆરપી નંબર પ્લેટમાં છૂટછાટ આપી હતી.
સરકારે આપેલી છૂટ પૂરી થતાં આજરોજ તા.1લી નવેમ્બર 2019 ને લાભપાચમથી ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતભરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવશે.
સુરત શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. શહેરમાં ૬૦ પોઇન્ટ પર એન્ફોર્સમેન્ટ ટીમ મુકાશે. આ ટીમ લાઇસન્સ, પીયૂસી, ઇન્સ્યોરન્સ સહિતના ડોક્યુમેન્ટ, હેલ્મેટ, એચએસઆરપી નંબર પ્લેટ નહીં હોય તેવા વાહન ચાલકોને નવા નિયમ મુજબ દંડ કરશે, આ સાથે જ નંબર પ્લેટ માં ફેરફાર કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
SBI (State Bank of India) બચત ખાતા પર વ્યાજદરમાં ઘટાડો : ક્રમશ બધી બેંકો આવું કરશે
SBIએ 9મી ઓક્ટોબરના રોજ કરેલી જાહેરાત પ્રમાણે એક લાખ રૂપિયા સુધી ડિપોઝિટ પર વ્યાજદર 0.25 ટકા ઘટીને 3.25 ટકા કરી દેવામાં આવ્યો છે. દેશની સૌથી મોટી બેંક SBI (State Bank of India)એ આજથી ડિપોઝિટ પર વ્યાજદર ઘટાડ્યા છે. બેંકના આ નિયમને કારણે 42 કરોડ ગ્રાહકો પર સીધી અસર પડશે. એક લાખથી વધારે ડિપોઝિટ પર વ્યાજ દર (Deposit Interest Rate)ને રેપો રેટ સાથે જોડી દેવામાં આવ્યો છે.
ડિજિટલ પેમેન્ટ લેવું અનિવાર્ય
દેશના લાખો વેપારીઓ માટે તા.1લી નવેમ્બર 2019થી પેમેન્ટના નિયમોમાં મહત્વના ફેરફાર કરાયા છે. નાણા મંત્રાલય પહેલી નવેમ્બર 2019થી પેમેન્ટ લેવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. જે અંતર્ગત વેપારીઓએ હવેથી ડિજિટલ પેમેન્ટ (Digital Payment) લેવું અનિવાર્ય છે. આ ઉપરાંત ગ્રાહક કે પરચૂરણ વેપારીઓ પાસેથી ડિજિટલ પેમેન્ટ માટે કોઈ ચાર્જ કે MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) વસૂલી શકાશે નહીં.
મહારાષ્ટ્રમાં બધી બેંકોનો સમય એક સમાન, સવારે 9થી 4 સુધી કાર્યરત રહેશે મહારાષ્ટ્રની બેંકો
આજરોજ તા.1લી નવેમ્બર 2019થી મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી તમામેતમામ બેંકો માટે નવું ટાઇમ ટેબલ લાગૂ કરવામાં આવ્યું છે. આજથી મહારાષ્ટ્રમાં બેંકો એક જ નિર્ધારિત સમયે ખુલશે અને બંધ થશે. નવા ટાઇમ ટેબલ પ્રમાણે મહારાષ્ટ્રમાં બેંકો સવારે નવ વાગ્યે ખુલશે અને સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રહેશે. કેટલીક બેંકોનો સમય સવારે નવ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો રહેશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


