300 કરોડની લોનના બદલામાં 64 કરોડની લાંચ લીધી : ICICI Bank ભૂતપૂર્વ CEO ચંદા કોચર દોષિત

એપેલેટ ટ્રિબ્યુનલે આઈસીઆઈસીઆઈ બેંકના ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચરને વિડીયોકોન ગુ્રપને રૂ.૩૦૦ કરોડની લોન મંજૂર કરવાના બદલામાં રૂ.૬૪ કરોડની લાંચ લેવા બદલ દોષિત ઠેરવ્યા છે. ૩, જુલાઈના રોજ આપેલા વિગતવાર આદેશમાં, ટ્રિબ્યુનલે ચૂકાદો આપ્યો હતો કે, ચૂકવણી કોચરના પતિ દીપક દ્વારા વિડીયોકોન સાથે સંકળાયેલી કંપની દ્વારા કરવામાં આવેલી ‘ક્વિડ પ્રો ક્વો’નો સ્પષ્ટ કેસ હતો.
અપીલકર્તાઓ (ઈડી) દ્વારા આપવામાં આવેલ ઈતિહાસનું વર્ણન અને સમર્થન પીએમએલએ કાયદાની કલમ ૫૦ હેઠળના નિવેદનોના સંદર્ભના પ્રકાશમાં પુરાવા દ્વારા કરવામાં આવ્યું છે, જે સ્વીકાર્ય છે અને જેના પર વિશ્વાસ કરી શકાય છે, એમ ટ્રિબ્યુનલે (એપેલેટ ટ્રિબ્યુનલ અન્ડર સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનીપ્યુલેટર્સ (ફોરફેચર ઓફ પ્રોપર્ટી) એક્ટ (એસએએફઆઈએમએ) જણાવ્યું હતું. ટ્રિબ્યુનલે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)ના કેસને સમર્થન આપ્યું છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે, કોચરે તેમના હિતોના સંઘર્ષનો ખુલાસો કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને લોન મંજૂરી આઈસીઆઈસીઆઈ બેંકની આંતરિક નીતિઓનું ઉલ્લંઘન કરે છે. ટ્રિબ્યુનલે કોચરને અગાઉ રૂ.૭૮ કરોડની સંપત્તિ જાહેર કરીને રાહત આપવા બદલ એડ્જ્યુડિકેટીંગ ઓથોરિટીની ટીકા કરી હતી.
ટ્રિબ્યુનલના જણાવ્યા મુજબ, આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા રૂ.૩૦૦ કરોડની લોન વિતરિત થયાના એક દિવસ પછી, રૂ.૬૪ કરોડની ચૂકવણી વિડીયોકોનની એન્ટિટી એસઈપીએલમાંથી નુપાવર રિન્યુએબલ્સ પ્રાઈવેટ લિમિટેડ (એનઆરપીએલ)ને રૂટ કરવામાં આવી હતી, જે કંપની દિપક કોચર દ્વારા અસરકારકરીતે નિયંત્રિત હતી. જ્યારે એનઆરપીએલ કાગળ પર વિડીયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂતની માલિકીની હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, ત્યારે ટ્રિબ્યુનલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કંપનીનું વાસ્તવિક નિયંત્રણ દિપક પાસે હતું, જેઓ તેના મેનેજિંગ ડિરેકટર તરીકે પણ સેવા આપી હતી.
આ આરોપો પુરાવા અને પીએમએલએ કાયદાની કલમ ૫૦ હેઠળ નોંધાયેલા નિવેદનો દ્વારા પુષ્ટિ મળે છે. ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે, નાણાના ટ્રેલને ક્વિડ પ્રો ક્વોનો સીધો પુરાવો જાહેર કર્યો હતો. ટ્રિબ્યુનલે ઉમેર્યું હતું કે, લોન મંજૂરી સમિતિના ભાગરૂપે સેવા આપતી વખતે, ચંદા કોચરે બેંકના હિતોના સંઘર્ષના નિયમોનું ઉલ્લંઘન કરીને, ઉધાર લેનાર સાથેના તેમના પતિના વ્યવસાયિક સંબંધો જાહેર કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
એક કડક ટિપ્પણીમાં, અપીલ ટ્રિબ્યુનલે એડજ્યુડિકેટિંગ ઓથોરિટીના નવેમ્બર ૨૦૨૦ના નિર્ણયની ટીકા કરી છે, જેણે કોચર અને તેમના સહયોગીઓની ટાંચમાં લેવાયેલી સંપત્તિઓને મુક્ત કરવાની મંજૂરી આપી હતી. ન્યાયિક સત્તાવાળાએ મહત્વપૂર્ણ ભૌતિક તથ્યોને અવગણ્યા અને એવા તારણો કાઢ્યા જે રેકોર્ડનો વિરોધાભાસ કરે છે. જેથી અમે તેના તારણોને સમર્થન આપી શકતા નથી, એમ ટ્રિબ્યુનલે જણાવ્યું છે. ઈડીના વલણને સમર્થન આપતા, ટ્રિબ્યુનલે ઉમેર્યું કે, એજન્સીએ મજબૂત દસ્તાવેજી પુરાવા અને ઘટનાઓની સ્પષ્ટ સમયરેખાના આધારે સંપત્તિઓ વાજબી રીતે જપ્ત કરી હતી. જે તારણ કાઢે છે કે, સમગ્ર વ્યવહાર-લોન મંજૂર કરવી, ભંડોળનું ટ્રાન્સફર કરવું અને કોચરના પતિ દ્વારા નિયંત્રિત પેઢીમાં નાણાનું રૂટિંગ-સત્તાનો ગંભીર દુરૂપયોગ અને નૈતિક આચરણનો ભંગ દર્શાવે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
