ઝડપભેર અપગ્રેડ થઇ રહ્યુ છે ભારતનું બિઝનેસ સિટી SURAT : આજે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયેલ SURATમાં
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
કેન્દ્રના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયેલ આજે તા.17મી સપ્ટેમ્બર, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને સુરત આવી રહ્યા છે. અનેક વ્યાપારીક સંગઠનો, ઔદ્યોગિક સંસ્થાનો સાથે તેઓ મળવાના છે. દેશના વાણિજ્ય મંત્રી જ્યારે કોઇ શહેરની મુલાકાત લેતા હોય, વ્યાપારીક, ઔદ્યોગિક સંગઠનનોને મળતા હોય ત્યારે એ વાત નિશ્ચિત મનાય છે કે એ શહેરના પ્રોજેક્ટ, પ્રશ્નો અને ભાવિ આયોજન વિશે મહત્વના નિર્ણયો લેવાશે. પિયુષ ગોયલની સુરતની મુલાકાતથી બેશક સુરતને ફાયદો મળવાનો જ છે. હજુ ગયા સપ્તાહાંતે જ દેશના ટેક્ષટાઇલ સેક્રેટરી ઉપેન્દ્રસિંઘે સુરતની બે દિવસની સ્ટડી ટૂર કરી અને મોસ્ટ પ્રોબેબ્લી ચાલુ મહિનાના અંતે સુરતને મેગા ટેક્ષટાઇલ પાર્ક મિત્રાની સોગાદ મળશે.
સુરતમાં થઇ રહેલા આ બધા ડેવલપમેન્ટ પાછળ જો કોઇ હોય તો એ સુરતના સાંસદ દર્શના જરદોષ છે. જ્યારથી કેન્દ્રીય પ્રધાનમંડળમાં સુરતના સાંસદ દર્શના જરદોષ ટેક્ષટાઇલ અને રેલ્વે રાજ્યમંત્રી બન્યા છે ત્યારથી ભારતના આ બિઝનેસ સિટીની મુવમેન્ટમાં અનેક ડેવલપમેન્ટ થતાં જોવા મળ્યા છે અને સતત દેખાઇ રહ્યું છે કે દર્શના જરદોષ અત્યંત ઝડપભેર અને પરીણામદાયી કામગીરી કરી રહ્યા છે.
ટેક્ષટાઇલ હોય કે રેલ્વે હોય દર્શનાબેન જરદોષે દિલ્હીથી કરાવેલા એક પછી એક નિર્ણયોથી ભારતનું બિઝનેસ સિટી એક નવા અપગ્રેડેડ સ્ટેજમાં જઇ રહ્યાની અનુભૂતિ એક સક્રિય કોમર્સ કોરસપોન્ડન્ટ તરીકે લેખક કરી રહ્યા છે.

- ટેક્ષટાઇલ ઉદ્યોગ ઘરેડની બહાર નીકળીને હાઇસ્પીડ ટેક્નોલોજી સાથે વિકસી રહ્યો છે
- ડાયમંડ ઉદ્યોગની વ્યાપારીક ક્ષિતિજો હવે ડબલ ડિજિટ જેટલા દેશોની જગ્યાએ ત્રિપલ ડિજિટમાં આવતા દેશો સુધી વિસ્તરી ચૂકી છે
- રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આખા ગુજરાતમાં સૌથી હાઇએસ્ટ ભાવો અને ભાડાં સુરતમાં છે એ સૂચવે છે કે શહેરમાં સપ્લાય અને ડિમાન્ડ બેલેન્સિંગ સાથે આગળ વધી રહ્યા છે.
- સુરત એરપોર્ટ પર ચાર વર્ષ અગાઉ એક એક ફ્લાઇટ માટે રડવું પડતું હતું આજે દર ચાળીસ મિનિટે એક ફ્લાઇટની આવનજાવન થઇ રહી છે આ બાબત સૂચક છે કે સુરત હવે શીફ્ટ થઇને અપગ્રેડ થઇ રહ્યું છે.
- કૃષિ પેદાશોથી લઇને જ્વેલરી, ઓર્ગેન્ઝા અને જેકાર્ડ ફેબ્રિકથી લઇને રેડીમેડ પેક્ડ ઢોસા સુધીની ચીજવસ્તુઓ સુરતમાં બને છે અને એક્ષપોર્ટ થઇ રહી છે
- ગુજરાતમાં સૌથી વધુ રોજગારી અને અર્થોપાર્જન કરવામાં સુરત શહેર અમદાવાદની નજીક પહોંચી ચૂક્યું છે. સુરત કરતા અમદાવાદની વસતિ 50 લાખ જેટલી વધુ હોવા છતાં સુરત અમદાવાદ જેટલી જ નોકરીની તકો ઉભી કરતું થઇ ગયું છે.
- નાના મોટા અનેક વેપાર, રોજગાર છે જેની ક્ષિતિજો વિસ્તરી રહી છે.
વેપાર-વણજ ક્ષેત્રના વાચકોના જો કોઇ જાહેર હિતના પ્રશ્નો હોય તો 98253 44944 પર અમને જાણ કરો, અમે આપના વતી કોમર્સ મિનિસ્ટરને એ સવાલ પૂછીને જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
