આબરુના ધજાગરા ઉડ્યા પછી સરકારે CBI ઉથલપાથલ કરી, બન્ને લડતા IPS રજા પર ઉતારી દેવાયા
CBI ભારતની સર્વોચ્ચ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં છેલ્લા 10 દિવસ દરમિયાન સર્જાયેલા ઘટનાક્રમે સમગ્ર વિશ્વમાં ભારતની આબરુના ધજાગરા ઉડાડ્યા છે. ખુદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સવાલો ઉઠ્યા કે તેમના પ્રિય અધિકારી રાકેશ અસ્થાના ભ્રષ્ટ રીતરસમોમાં રચ્યા પચ્યા રહ્યા અને આમ છતાં તેમને સીબીઆઇમાં સ્પેશ્યલ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ આપી દીધી. સીબીઆઇના ડાયરેક્ટર આલોક વર્માએ મોદીના ફેવરીટ અધિકારી રાકેશ અસ્થાનાની સિફતપૂર્વક એવી ગેમ કરી દીધી કે ભારતના ઇતિહાસમાં સીબીઆઇ જેટલી હાલમાં બદનામ થઇ એટલી ક્યારેય નથી થઇ.
- સીબીઆઇ ચીફ આલોક વર્મા અને સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને તમામ જવાબદારીઓમાંથી દૂર
- સીબીઆઈના વડા આલોક વર્માએ તેમને રજા પર ઉતારવાના કેન્દ્રના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
- સુપ્રીમ કોર્ટ આલોક વર્માની અરજી પર 26 ઓક્ટોબરને શુક્રવારના વધુ સુનાવણી હાથ ધરશે
- વર્માના સ્થાને એમ.નાગેશ્વર રાવને કાર્યકારી ડાયરેક્ટર
- પ્રથમ વખત સીબીઆઇની ઓફિસ સીલ કરવામાં આવી
(ડાબેથી સીબીઆઇ ચીફ આલોક વર્મા જેમને ફરજિયાત રજા પર ઉતારી દેવાયા, વચ્ચે ઇન્ચાર્જ સીબીઆઇ ચીફ બનાવાયા એ એમ. નાગેશ્વર રાવ અને છેલ્લે જમણી બાજુએ રાકેશ અસ્થાના જેમની સામે ભ્રષ્ટાચારના આરોપો મૂકાયા છે)
સીબીઆઇમાં બે અધિકારીઓ વચ્ચેના વૉરમાં જેટલું નુકસાન થવાનું હતું એ થઇ ગયા પછી હવે કેન્દ્ર સરકારને ડહાપણ આવ્યું અને તેમણે તાત્કાલિક પગલાં રૂપે સીબીઆઇ ચીફ આલોક વર્મા અને સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને તમામ જવાબદારીઓમાંથી દૂર કરી દીધા છે. વર્માના સ્થાને એમ.નાગેશ્વર રાવને કાર્યકારી ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. આ સાથે પ્રથમ વખત સીબીઆઇની ઓફિસ સીલ કરવામાં આવી છે. અને અધિકારીઓને તેમજ કર્મચારીઓને અંદર પ્રવેશ માટે મનાઇ કરાતા પરત મોકલવામાં આવી રહ્યા છે. રાવ હાલ સીબીઆઈમાં જોઈન્ટ ડાયરેક્ટર પદે હતા. 1986ની બેચના ઓડિશા કેડરના આઈપીએસ અધિકારી રાવ તેલંગાણાના વારાંગલ જીલ્લાના રહેવાસી છે. દરમિયાન સીબીઆઈના વડા આલોક વર્માએ તેમને રજા પર ઉતારવાના કેન્દ્રના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટ આલોક વર્માની અરજી પર 26 ઓક્ટોબરને શુક્રવારના વધુ સુનાવણી હાથ ધરશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
