CIA ALERT

વુમન્સ વર્લ્ડ Archives - Page 17 of 21 - CIA Live

November 20, 2018
worldwomen.jpg
1min5280

રેફરીઓના વિવાદિત ચુકાદાને કારણે વિવાદ થયો હોવા છતાં દિલ્હીમાં ચાલતી વિમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં ભારતની આઠ બૉક્સર ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી છે.

તા.19મી નવેમ્બર 2018ના રોજ સોનિયા ચહલ (૫૭ કિલોગ્રામ), પિન્કી રાની (૫૧ કિલોગ્રામ) અને સિમરનજિત કૌર (૬૪ કિલોગ્રામ) પોતપોતાની કૅટેગરીમાં પ્રિ-ક્વૉર્ટર ફાઇનલ મુકાબલો જીતી હતી. ગઈ કાલે કે. ડી. જાધવ સ્ટેડિયમમાં સ્વીટી બુરા (૭૫ કિલોગ્રામ) એકમાત્ર ભારતીય બૉક્સર પોતાની મૅચ હારી હતી.

મૅરી કૉમ (૪૮ કિલોગ્રામ), મનીષા મૌન (૫૪ કિલોગ્રામ), લોવલિના બોરગોહેઇન (૬૯ કિલોગ્રામ) અને કચરી ભાગ્યબતી (૮૧ કિલોગ્રામ) ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ચૂકી છે. સીમા પુનિયા સીધી જ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી છે.

November 18, 2018
trupti_desai.jpg
1min5540
  • કોચી ઍરપોર્ટ પર ભારે વિરોધને કારણે મુંબઈ પરત પહોંચેલા મહિલા સામાજિક ચળવળકાર તૃપ્તિ દેસાઈ સામે ભારે દેખાવો થયા
  • પોલીસે ગુપચુપ બીજા દરવાજેથી કાઢીને પુણે મોકલાવી દીધી
  • પૂણે ખાતે પણ તેમના ઘર સામે થયું આંદોલન
  • ભાજપ અને RSS ભાડેથી માણસોને લાવીને વિરોધ કરાવી રહ્યાં હોવાનો તેનો ગંભીર આરોપ
  • જાનનું જોખમ હોવાથી પોલીસ-પ્રોટેક્શનની માગણી કરશે

trupti desai

સુપ્રીમ ર્કોટે કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પરથી પ્રતિબંધ હટાવી લીધો હોવા છતાં મહિલાઓને દર્શન માટે પ્રવેશ મળતો ન હોવાથી મહિલાઓના અધિકાર માટે સતત લડતી અને ભૂમાતા બ્રિગેડની અધ્યક્ષ તૃપ્તિ દેસાઈ સબરીમાલામાં દર્શન માટે સાતેક મહિલાઓ સાથે મહારાષ્ટ્રથી કેરળ ગયા હતા. જોકે કોચી ઍરપોર્ટ પર જ નહીં મુંબઈ ઍરપોર્ટ અને પુણે ખાતે આવેલા તેના ઘર સામે પણ સખત વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં.

ભૂમાતા બ્રિગેડની અધ્યક્ષ પર ક્યારે પણ હુમલો કે પછી જીવ લઈ લેવામાં આવશે એવી શક્યતા હોવાનું લાગતાં તે પોલીસ-પ્રોટેકશનની માગણી કરવામાં આવશે છે. જોકે આટલા સખત વિરોધ બાદ પણ ગુપચુપ રીતે ફરી સબરીમાલા દર્શન માટે ભૂમાતા બ્રિગેડની ટીમ જશે એવો પણ મક્કમ નિર્ણય તૃપ્તિ દેસાઇએ કર્યો છે.

પત્રકારો સાથે વાત કરતા ભૂમાતા બ્રિગેડની અધ્યક્ષ તૃપ્તિ દેસાઈએ જણાવ્યું હતું કે ‘અમે સબરીમાલા દર્શને જઈ રહ્યાં હોવાનું જાહેર થતાં બધે વિરોધ-પ્રદર્શન કરવાનું શરૂ થઈ ગયું હતું. એથી અમે મુંબઈથી કોચી ઍરપોર્ટ શુક્રવારે પહોંચ્યાં ત્યારે કોચી ઍરપોર્ટની બહાર મોટી સંખ્યામાં વિરોધ-પ્રદર્શન કરનારાઓ પહોંચી ગયા હતા. સુરક્ષાનો કડક બંદોબસ્ત પોલીસે ક્ર્યો હતો, પરંતુ પોલીસે અમને સમજાવ્યું કે અમે તમને સુરક્ષા આપીને લઈ પણ જઈશું તો અહીં હિંસાનું વાતાવરણ ઊભું થઈ શકે છે અને તમારા પર હુમલો થઈ શકે એમ છે. અમે ૨-૩ ટૅક્સી બુક કરાવી હતી, પણ વિરોધ કરનારાઓએ તેમને ડરાવીને ધમકાવ્યા હતા કે આ લોકો અંદર બેસશે તો તેમની ટૅક્સી પર હુમલો કરીને તોડી નાખવામાં આવશે અને અંદર બેસેલી મહિલાઓ પર પણ હુમલો કરવામાં આવશે એટલું જ નહીં, અમે હોટેલમાં રોકાવા માટે હોટેલવાળાઓને ફોન કરતાં તેમણે પણ અમને કહ્યું કે વિરોધ કરનારાઓએ અમને ચીમકી આપી છે કે અહીં તમને રોકાવા આપીશું તો હોટેલમાં તોડફોડ કરવામાં આવશે. અમે ઍરપોર્ટની બહાર નીકળવાની કોશિશ કરી તો લોકોએ હંગામો શરૂ કરી દીધો હતો. ભાજપ અને RSSએ મોકલેલા ભાડાના લોકો ઝંડા લઈને એમાં દેખાઈ રહ્યા હતા. કેરળમાં ગ્થ્ભ્ને સત્તા જોઈતી હોવાથી આ વિરોધ કરાવીને એને વોટબૅન્કમાં રૂપાંતર કરવામાં આવી રહ્યું છે.’

ટૂંકમાં તૃપ્તિ દેસાઇએ કહ્યું અમે ગુપચુપ રીતે સબરીમાલા દર્શન કરવા પહોંચી જવાનાં છીએ, પણ આ વખતે અમે ક્યારે અને કેવી રીતે જઈશું એ જાહેર કરવાનાં નથી.

November 11, 2018
ap.jpg
1min6490

આંધ્ર પ્રદેશના એક ગામમાં દિવસે નાઇટી પહેરનાર મહિલાને રૂ.2000નો દંડ કરાતો હોવાની વાત જાણવા મળી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર આંધ્ર પ્રદેશના પશ્ર્ચિમ ગોદાવરી જિલ્લાના ટોકાપલ્લી ગામના નવ વડીલોની કમિટીએ એવો ફતવો કાઢયો છે કે જે મહિલા સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા વચ્ચે નાઇટી પહેરીને ફરતી દેખાશે એને રૂ. 2000નો દંડ ફટકારવામાં આવશે. આટલું ઓછું હોય એમ, જે કોઇ મહિલા દિવસે નાઇટી પહેરીને ફરતી મહિલાની માહિતી આપે એને રૂ. 1000નું ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

આ ફતવો આમ તો નવ મહિના પહેલા કાઢવામાં આવ્યો હતો, પણ કોઇ કામે એ ગામમાં ગયેલા જકાત અધિકારીઓને ગત ગુરુવારે જ જાણવા મળી હતી. આ વાત બહાર ગઇ તો વાત કરનાર ગામની મહિલાનો જાહેર બહિષ્કાર કરવાની ધમકી આપવામાં આવી હતી. આ સિવાય આ વાત ગુપ્ત રાખવાની અને સરકારી અધિકારીઓને ન જણાવવાની ચેતવણી ગામના અન્ય લોકોને અપાઇ હતી.

ટોકલપલ્લીના સરપંચ ફેન્ટાસીયા મહાલક્ષ્મીએ જણાવ્યું હતું કે નાઇટી પહેરીને જાહેરમાં કપડાં ધોવા, કરિયાણાની દુકાને જવું અને મીટિંગમાં હાજરી આપવી યોગ્ય વાત ન ગણાય.

જોકે, એમણે મહિલાઓને સામાજિક બહિષ્કારની ધમકી આપી હોવાની અને આવો કોઇ ફતવો કાઢયો હોવાની વાતનો ઇનકાર કર્યો હતો.

November 10, 2018
dadi.jpg
1min7860

જે ઉંમરે લોકો આરામ કરવાનું પસંદ કરે છે, તે ઉંમરે એક મહિલા રોજ 35 કિલોમીટર સાઈકલ ચલાવે છે. આમ તો વાત વિશ્વાસ ન થાય તેવી છે પરંતુ 85 વર્ષના વિજયલક્ષ્મી અરોરા છેલ્લા 50 વર્ષથી આ કામ કરતા આવે છે. એટલું જ નહીં તેમની દિનચર્યામાં ચાલવાનું પણ સામેલ છે.

છત્તીસગઢના બસ્તર સંભાગના હાટકચોરા વિસ્તારમાં રહેતા વિજયાલક્ષ્મીના લગ્ન 1952માં આયુર્વેદિક ડોક્ટર સુદર્શનપાલ અરોરા સાથે થયા હતા. સુદર્શન બૈલાડીલામાં પ્રેક્ટિસ કરતા હતા. 1968માં જ્યારે વિજયલક્ષ્મી બીમાર પડ્યા તો સુદર્શન તેમને ગોરખપુર સ્થિત આરોગ્યધામમાં લઈ ગયા. અહીં ડોક્ટર કે કે મોદીએ તેમને નિયમિત કસરત કરવાની સલાહ આપી.  બસ તે દિવસ અને આજની ઘડી સાઈકલને જ તેમણે સલેહી બનાવી લીધી. ત્યારથી શરૂ થયેલી સાઈકલ યાત્રા આજે 85 વર્ષની ઉંમરે પણ ચાલુ છે.

સાઈકવાલી દાદી વિજયલક્ષ્મી સવારે 4 વાગે ઉઠે છે. સવારે 5થી 7નો સમય તેમણે ચાલવા માટે રાખ્યો છે. પછી નાસ્તો અને એક કલાકનો આરામ. પછી ફરી નીકળી પડે છે સાઈકલ લઈ. બપોરે ઘરે આવીને ભોજન કરે છે. સાંજ સુધી આરામ અને ફરી ચાલવાનું શરૂ.  આ રીત સવાર સાંજ વૉકિંગ અને 35 કિલોમીટરની સાઈકલ જ તેમની તંદુર્સીતનો મંત્ર છે.

35 વર્ષની ઉંમરે એક વખત બીમાર શું પડ્યા, કે તંદુરસ્તીની કિંમત સમજાઈ ગઈ. અને વિજયલક્ષ્મી અરોરા એ દિવસ પછી ક્યારેય બીમાર નથી પડ્યા. આ ઉંમરે પણ તમામ દાંત સલામત છે. શરૂઆતમાં તો તેમને આ ઉંમરે સાઈકલ ચલાવતા પૌત્ર-પૌત્રી, પાડોશી, વહુ તમામ લોકોએ ના પાડી. તેમની હાંસી કરી, પરંતુ વિજયાલક્ષ્મી ન માન્યા. આજે તે આખા ગામના રોલ મોડેલ છે. બાળકો તેમને સાઈકલવાળી દાદીના નામથી ઓળખે છે.

વિજયલક્ષ્મીના પત્ની તો સ્વર્ગવાસી થઈ ચૂક્યા હતા. તેમના 65 વર્ષના પુત્રનું પણ એકાદ વર્ષ પહેલા નિધન થયું હતું. શરૂઆતમાં તેમની પુત્રવધુ અને બાળકો સાઈકલ ચલાવવાની ના પાડી આરામ કરવાનું કહેતા હતા. પરંતુ વિજયલક્ષ્મીની જીદ સામે કોઈ ન ટક્યા. આજે તે પોતાના પરિવારની સાથે આખા વિસ્તારના રોલમોડેલ બની ચૂક્યા છે.

November 2, 2018
BHURI.jpg
1min11360

સુરત પોલીસે વરાછા રોડ પર શસ્ત્રો સાથે ધસી જઇને બબાલો કરતી યુવતિ નામે અસ્મિતા ગોહિલ ઉર્ફે ભૂરીની પાસા હેઠળ ધરપકડ કરીને વડોદરા જેલમાં ધકેલી દેવામાં આવી

સુરતના વરાછા વિસ્તારમાં ખુલ્લી તલવાર સાથે આતંક મચાવનારી માથાભારે લેડી ડૉન ભૂરી ઉર્ફે અસ્મિતા ગોહિલની પાસા હેઠળ ધરપકડ કરાઈ છે. પોલીસે અસ્મિતા ગોહિલ ઉર્ફે ભૂરીની પાસા હેઠળ ધરપકડ કરીને વડોદરા જેલમાં ધકેલવામાં આવી છે.

વરાછા વિસ્તારમાં જાહેરમાં તલવાર સહિતના ઘાતક હથિયારો સાથે ડરનો માહોલ પેદા કરનારી ભૂરીએ ઘણી વખત મારામારી કરી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. ભૂરીના આતંકથી કેટલાએ લોકો પરેશાન હતા. તેના માર-પીટ, ધાક-ધમકીના વીડિયોને લઈ ખૂબ ચર્ચામાં રહેતી હતી. આખરે પોલીસે ભૂરીની ધરપકડ કરી જેલના હવાલે કરી દીધી હતી.

પોલીસે ભૂરીની ધરપકડ કરીને ત્રણ ગુનાઓ નોંધ્યાં હતાં.

 

October 24, 2018
DRBch.jpg
1min9980

  • હવે પછીના ઓલમ્પિકમાં પ્રોબેબલ્સ પ્લેયર્સની યાદીમાં સુરતની કલ્યાણી સક્સેનાનું નામ સામેલ છે
  • ગુજરાત સરકારે સુરતના કાંઠા વિભાગ નવનિર્માણ મંડળ સંચાલિત સાયન્સ કોલેજની વિદ્યાર્થિની કલ્યાણી સક્સેનાને ટોપ મોસ્ટ એ કેટગરીના પ્લેયર્સની યાદીમાં મૂકી
  • શક્તિદૂત યોજના અન્વયે કલ્યાણી સક્સેનાને રૂ.5 લાખનું ઇનામ અપાયું

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતના વીઆઇપી લોકોની હંમેશા વાતો મોટા ઉપાડે થતી હોય છે. મોટા ભાગે વીઆઇપી લોકો એટલે ધનવાન લોકો જ ગણાય. પણ સીઆઇએ સુરત વાસીઓને અસ્સલ સુરતી VIP સાથે હંમેશા ભેટો કરાવે છે અને આજે પણ અમે એવા જ એક સુરતી ગર્લની મુલાકાત કરાવી રહ્યા છે જે ખરેખર સુરત માટે જ નહીં પણ ભારત માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન બની ચૂકી છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પણ આ સુરતી યુવતિને સ્પેશલ સ્ટેટસ આપ્યુ છે. આવો જાણીએ આ ખરી સુરતી ગર્લ અને ખરા અર્થમાં VIP ને…..

કોઇકે બહું જ સરસ લખ્યું છે કે જે લોકો શાંતિપૂર્વક પુરુષાર્થ કરતા હોય છે તેમની સફળતા ભારે શોર મચાવી મૂકે છે. સુરતના ભરથાણા વિસ્તારમાં આવેલા કાંઠા વિભાગ કેળવણી મંડળ સંચાલિત જે.એન.એમ. પટેલ સાયન્સ કોલેજની વિદ્યાર્થિની કલ્યાણી સક્સેના માનવના રૂપમાં ફિશ ( માછલી) હોય એ રીતે સ્વીમીંગ કરે છે અને રાજ્યથી લઇને રાષ્ટ્ર કક્ષા સુધીની સ્વીમીંગ કોમ્પિટિશનમાં સુરતની કલ્યાણીનું પરફોર્મન્સ જોઇને કેન્દ્ર સરકારની કમિટીએ કલ્યાણીને ઓલમ્પિક પ્રોબેબલ્સ (સંભવિત ખેલાડી)ની યાદીમાં મૂકી દીધી છે.

(કલ્યાણી સક્સેનાને શુભેચ્છા આપતા કાંઠા વિભાગ કેળવણી મંડળના મંત્રી શ્રી વિજયભાઇ પટેલ અને ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઇ પટેલ)

ગુજરાત સરકાર પણ સુરતની આ સ્વીમર યુવતિને પ્રોત્સાહિત કરી રહી છે. તાજેતરમાં ગુજરાત સરકારે કલ્યાણી સક્સેનાને ગુજરાતના ઓલમ્પિક ગેમ્સ માટે સિલેક્ટ થઇ શકે તેવા ક્ષમતાવાન ખેલાડીઓની ટોપ મોસ્ટ એ ગ્રેડ કેટેગરીની યાદીમાં મૂકી દીધી છે. ગુજરાત સરકારે શક્તિદૂત યોજના અન્વયે ખેલ પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવતું રૂ.5 લાખનું ઇનામ પણ સુરતની આ સ્વીમર કલ્યાણી સક્સેનાને એનાયત કર્યું છે.

હાઇપ્રોફાઇલ સ્વીમર અને જબરદસ્ત પ્રતિભા ધરાવતી ભરથાણા સ્થિત કાંઠા વિભાગ કેળવણી મંડળની જે.એન.એમ. પટેલ સાયન્સ કોલેજની વિદ્યાર્થિની કલ્યાણી સક્સેનાને સંચાલક મંડળ વતી પ્રમુખ શ્રી સુનિલભાઇ પટેલ, મંત્રી શ્રી વિજયભાઇ પટેલ (ભાણા), ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઇ પટેલ (માજી મંત્રી) સમેત વહીવટીતંત્રએ શુભેચ્છાઓ પાઠવીને એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કલ્યાણી સક્સેના જરૂર ઓલમ્પિક ગેમ્સ રમશે અને ભારત માટે મેડલ પ્રાપ્ત કરશે.

(કલ્યાણી સક્સેનાને તાજેતરમાં વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત સરકારે એ ગ્રેડ ટોપમોસ્ટ પ્લેયરની યાદીમાં મૂકી હતી અને રૂ.5 લાખનો ચેક આપીને સન્માનિત કરી હતી એ વેળાની તસ્વીર)

October 19, 2018
30-woman-wrestler-headshaved_01.jpg
1min5480

કુશ્તી મેચ દરમિયાન રાઉન્ડ વચ્ચે 30 સેકન્ડના બ્રેકમાં વાળ સરખા કરવામાં જ સમય વેડફાઇ જતો હોવાથી કોચએ આપેલી સલાહને અનુસરીને મહિલા પહેલવાનો જાતે જ માથાના વાળ પૂરેપૂરા મૂંડાવી રહી છે

ajab-gajab

આમિર ખાનની ‘દંગલ’ ફિલ્મમાં દીકરી પહેલવાનીમાં બરાબર ધ્યાન આપી શકે એ માટે પિતા મહાવીરસિંહ ફોગાટ દીકરીઓ ગીતા અને બબીતાની મરજી વિના વાળ ટૂંકાં કરાવી દે છે, પરંતુ હરિયાણામાં મહિલા પહેલવાનો જાતે જ માથાના વાળ પૂરેપૂરા મૂંડાવી રહી છે. વાત એમ છે કે હરિયાણામાં રેસલિંગનો ફીવર છોકરીઓમાં એટલો છવાયો છે કે તેઓ કુશ્તીમાં અવ્વલ આવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. મહિલા પહેલવાનોનું કહેવું છે કે કુશ્તી દરમ્યાન બે રાઉન્ડની વચ્ચે તેમને માત્ર ૩૦ સેકન્ડનો સમય મળતો હાયે છે. એવા સમયે આ સમય માથાના વાળ ઠીક કરવામાં જ નીકળી જાય છે. એને કારણે કોચ દ્વારા જે ટિપ્સ અપાઈ રહી હોય છે એમાંથી ધ્યાન ભટકી જાય છે. મહિલા પહેલવાનોના કોચ રાજેશકુમારનું કહેવું છે કે ‘હવાસિંહ અખાડામાં ઘણી છોકરીઓ રેસલિંગની તાલીમ લઈ રહી છે. વાળને કારણે તેમની ગેમ પર અસર ન થાય એ માટે બધી છોકરીઓએ માથું મુંડન કરાવી લેવાનો નર્ણિય જાતે જ લીધો છે. એનાથી તેમનો પર્ફોમન્સ પણ સુધરશે.’

October 11, 2018
a_k_chauhn.jpg
1min7890

સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચમાં સામાન્ય રીતે એવી પરંપરા છે કે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. તરીકે પુરુષ અધિકારીની જ નિમણૂંક થતી આવી છે. ક્રાઇમ બ્રાન્ચ અસ્તિત્વમાં આવી ત્યારથી પુરુષ પી.આઇ.ની જ પરંપરા જળવાયેલી રહી છે. પરંતુ, હાલના પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ તા.10મી ઓક્ટોબર 2018ના રોજ પ્રથમ નોરતે જ સુરત ક્રાઇમ બ્રાન્ચ જેવી હાઇપ્રોફાઇલ પોસ્ટ પર એક બાહોશ મહિલા પોલીસ ઇન્સપેક્ટર  શ્રીમતી એ.કે. ચૌહાણની નિયુક્તિ કરી છે.

સુરત પોલીસ કમિશ્નર સતીષ કુમાર શર્માએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં  શ્રીમતી અંજનાબેન કુલદીપસિંહ ચૌહાણની પી.આઇ તરીકે  નિમણું કરી છે. કમિશ્નરે કહ્યું હતુ કે ક્રાઇમ બ્રાન્ચમાં કોઇ મહિલાની નિમણુંક થઇ હોય તેવી આ પહેલી ઘટના છે.

ક્રાઇમ બ્રાન્ચમાં એક મહિલાને  નિમણુંક આપવા પાછળનું કારણ એ માનવામાં આવે છે કે સોશિયલ મિડીયમાં મહિલાઓ સાથે પરેશાનીના બનાવો વધી રહ્યા છે ઉપરાતં મહિલાઓની સતામણી અને છેડતી જેવા બનાવો રોકવા એક મહિલા પોલીસની જરૂર હતી.

October 10, 2018
workingwomen.jpg
1min5780

ઓટોમેશન અને નવી ટેક્નોલોજીનો એરુ વૈશ્વિક સ્તરે આભડી જતાં ૧૮ કરોડ મહિલાની રોજગારી સામે જોખમ ઊભું થયું છે, તા.9મી ઓક્ટોબર 2018ના રોજ આંતરરાષ્ટ્રીય નિધિ ભંડોળ (આઈએમએફ)એ એવી ચેતવણી ઉચ્ચારી છે.

વૈશ્વિક નાણાકીય સંસ્થાએ વિશ્વના નેતૃત્વને આવશ્યક કૌશલ્યથી સંપન્ન કરવી, સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદ મીટાવવા, ડિજિટલ ભેદરેખા મીટાવવી તેમ જ કર્મચારીઓ માટે નવી ચીજો સરળતાથી શીખાય તેવી જોગવાઈ કરી આપવાનું જણાવ્યું છે.

(Symbolic Photo)

બાલીમાં વિશ્ર્વ બેન્કની અને વાર્ષિક આઇએમએફની મીટિંગ દરમિયાન બહાર પાડેલી નોંધમાં આઇએમએફે કહ્યું હતું કે ૩૦ દેશના અંદાજને આધારે મહિલાઓ નોકરી ખોઈ બેસે એવી શક્યતાઓ છે. આ ૩૦ દેશમાં ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોપરેશન એન્ડ ડેવલપમેન્ટ (ઓઇસીડી) દેશો, સાયપ્રસ તેમ જ સિંગાપોરનો સમાવેશ થાય છે.

નવી ટેક્નોલોજીને લીધે મહિલાઓ દ્વારા સામાન્ય પણે કરાતી કામગીરીની માગ ઘટે તેમ જ શ્રમ બજારની સહભાગીતા ઘટે તેવી શક્યતા છે. મહિલા કાર્યકારી દળનો મોટો હિસ્સો નોકરી ખોવાનું જોખમ પુરુષો કરતાં વધારે ધરાવે છે. (૧૧ ટકા વિરુદ્ધ ૯ ટકા). ઉક્ત દેશોમાં ૨.૬ કરોડ મહિલાઓની નોકરી સામે ભારે જોખમ ઊભું થયું છે.

October 9, 2018
surat_police.jpg
1min22070

For Any news, events, reporting please contact on 98253 44944

તા.10મી ઓક્ટોબરથી તા.18મી ઓક્ટોબર સુધી ચાલનારા નવરાત્રિ પર્વને અનુલક્ષીને કોઇપણ નાગરિક ખાસ કરીને મહિલાઓ, યુવતિઓ સાથે કોઇ અનહોની ન સર્જાય, અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત પોલીસ દ્વારા એડવાઇઝરી (માર્ગદર્શક સૂચનાઓ) જારી કરવામાં આવી છે. સુરત પોલીસે પોતાના સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર પણ આ એડવાઇઝરી પોસ્ટ કરીને નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ ખાસ કરીને મહિલાઓ અને યુવતિઓએ શું શું તકેદારી રાખવી અે અંગે જાગૃતિ ફેલાવતી પોસ્ટસ રજૂ કરી છે. સુરત પોલીસની આ ગાઇડલાઇન્સનું ચુસ્ત પણે પાલન કરવામાં આવે તો અનેક નાની મોટી મુશ્કેલીથી સ્વયંને બચાવી શકાશે.

સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ સુરત પોલીસની આ અવેરનેસ અભિયાનને બિરદાવે છે અને જનહિતાર્થે પુનઃ આ અવેરનેસ અભિયાનને પ્રકાશિત કરવામાં આવે છે.

સુરત પોલીસના ફેસબુક, ટ્વીટર તેમજ અન્ય પેજીસ પર આ મુજબની એડવાઇઝરી અવેરનેસ માટે રજૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોથી સુરત પોલીસે ખેલૈયાઓ માટે ટીપ્સ પણ જાહેર કરી છે જે વન બાય વન અા મુજબ છે.

Tip No.1

Tip No.2

Tip No.3

Tip No.4

 

Tip No.5

Tip No.6