યુટ્યુબ પર રમકડાંનો રિવ્યુ કરીને આ ૬ વર્ષનો ટાબરિયો રૂ.૭૫ કરોડ રૂપિયા
કમાઈ ચૂક્યો છે હવે વૉલમાર્ટે સાથે બિઝનેસ-ડીલ કરી જંગી આવક રળશે
કહેવાય છે ને કે રૂપિયા કમાવાએ મુખ્ય ધ્યેય ન હોવો જોઇએ, રૂપિયા તો બાયપ્રોડક્ટ છે. આપણી અંદર રહેલી પ્રતિભા ઉજાગર થઇને બહાર આવે એટલે પ્રતિભાની પાછળ પૈસા દોડતા આવે છે. અહીં જે ઉદાહરણ રજૂ કરી રહ્યા છીએ એ ફક્ત એક 6 વર્ષના ટાબરીયા રે્યાનની છે.
આજના જમાનામાં તમારી અંદર કંઇ પણ સેલેબલ વસ્તુ હોય તેને એક્સપોઝર મળતા વાર નથી લાગતી. ફેસબુક, યુ ટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ જેવા સોશ્યલ મિડીયા પર એક્સપોઝર મેળવીને આજે લોકો પોતાની પ્રોડક્ટ, સેવાથી લઇને કંઇપણ વેચે છે અને કરોડોની કમાણી કરી રહ્યા છે.
છ વર્ષના ટાબરીયા રે્યાન પણ કંઇક આવું જ કરી રહ્યો છે. એ કોઇ મોટી ધાડ નથી મારી રહ્યો પણ હા, તેને મનગમતા રમકડાનો રિવ્યુ વિડીયો થકી યુટ્યુબ પર શેર કરે છે અને તેના બદલામાં રૂપિયા કમાય છે.
રે્યાન ટૉય્ઝ રિવ્યુ નામની ફેમસ યુટ્યુબ ચૅનલ દ્વારા કરોડો રૂપિયા કમાતો છ વર્ષનો રે્યાન એટલો સુપરહિટ થઈ ગયો છે કે રીટેલ કંપની વૉલમાર્ટે તેની સાથે ડીલ સાઇન કરી છે. વૉલમાર્ટના ૨૫૦૦ સ્ટોર્સમાં રાયનના નામે રમકડાં વેચાશે. કંપનીએ આ બાળકના નામે બનાવેલી બ્રાન્ડનું નામ છે રે્યાન વર્લ્ડ. ગયા વર્ષે રે્યાન યુટ્યુબની તેની ચૅનલ દ્વારા ૧૧ મિલિયન ડૉલર એટલે કે ૭૫ કરોડ રૂપિયા કમાયો હતો. એને કારણે ફોર્બ્સની યાદીમાં સૌથી વધુ કમાતા યુટ્યુબર્સની યાદીમાં રાયનનો આઠમો નંબર હતો. રાયન નાનો હોવાથી તેના પેરન્ટ્સે બાળકનું નામ અને રાષ્ટ્રીયતા છુપાવી છે. રે્યાનનો પહેલો વીડિયો ૨૦૧૫માં આવેલો અને એ વખતે તે માત્ર ત્રણ વર્ષનો હતો. એમાં તે માટીના રમકડાંથી રમતો હતો. હાલમાં રે્યાનની યુટ્યુબ ચૅનલના એક કરોડ સબસ્ક્રાઇબર્સ છે.









