CIA ALERT

વાયરલ Archives - Page 64 of 80 - CIA Live

April 19, 2020
unlogo.jpg
1min6140

કોરોના મહામારી વિરુદ્ધ વિશ્વવ્યાપી જંગમાં અગ્રણી ભૂમિકા ભજવવા બદલ સંયુક્ત રાષ્ટ્રએ ભારતની પ્રશંસા કરી છે. યૂએન ચીફે જણાવ્યુ કે, વૈશ્વિક સંકટના સમયે સક્ષમ દેશોએ અન્ય દેશોની મદદ કરવી જોઇએ. 

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે કોરોના વિરુદ્ધ લડાઇમાં અસરકારક દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન(HCQ)ને ભારચ વિશ્વના 55 દેશોને આપવાની પ્રક્રિયા કરી રહ્યુ છે. HCQને અમેરિકાની એફડીએ, દવા નિયામક સંસ્થાએ કોવિડ-19ની સારવારમાં ઉપયોગી દવા તરીકે દર્શાવી છે. આ દવાનો ન્યૂયોર્કમાં 1500થી વધારે કોરોના દર્દીઓ પર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ભારતમાં આ દવાનો ઉપયોગ મલેરિયાની સારવારમાં કરવામાં આવે છે. 

આ સંકટની ઘડીમાં ભારત અમેરિકા સહિત અનેક દેશોને HCQ દવા પૂરી પાડી રહ્યો છે. વૈશ્વિક કોરોના મહામારીમાં ભારત દ્વારા અન્ય દેશોને મોકલવામાં આવી રહેલી દવાઓ અને અન્ય સામગ્રીઓ માટે પણ ગુટરેસે ભારતની પ્રશંસા કરી હતી.

દુનિયાભરમાં કોરોના વાયરસના ફેલાવા પછી આ દવાની માંગ વધી છે. આ પહેલા ભારત આ દવાની નિકાસ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય પર વિચાર કરી રહ્યુ હતું, પરંતુ વિશ્વસ્તરે કોરોના કેસો વધતા તેની વધતી જરુરિયાતને ધ્યાનમાં રાખી ભારતે પ્રતિબંધ હટાવી લીધો હતો.  

અમેરિકા, મોરેશીયસ, સેશેલ્સ જેવા દેશોને ભારત આ દવાનો પહેલો જથ્થો મોકલી ચૂક્યુ છે. જ્યારે અન્ય દેશો સુધી પણ આગામી દિવસોમાં દવા પહોંચી જશે. ભારત તેના પડોસી દેશો અફઘાન, ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, માલદીવ, શ્રીલંકા અને મ્યાનમાર જેવા દેશોને આ દવા મોકલવાની પ્રક્રિયા કરી રહ્યુ છે. 

April 18, 2020
coronaguj-1280x875.jpg
11min19310

ગુજરાતમાં મળી રહેલા કેસોમાં લક્ષણો દેખાતા નથી, ટેસ્ટીંગમાં કેસો મળ્યા : આરોગ્ય સચિવ

ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવી એ તા.19મી એપ્રિલના રોજ ડેઇલી બ્રિફીંગમાં આપેલી માહિતી મુજબ ગુજરાતમાં મળી રહેલા પોઝીટીવ કેસો પૈકી 80 ટકા કેસોમાં કોઇ લક્ષણો નહી હોય તેવા દર્દીઓ મળી આવ્યા છે. ગુજરાતમાં તા.19મી એપ્રિલે સવારે 10 વાગ્યે નવા વધુ 228 કેસો મળ્યા હતા. જેમાંથી 189 કેસ એકલા અમદાવાદના હોવાનું જાણવા મળે છે.

તા.19મી એપ્રિલે નવા કેસોની સ્થિતિ

તા.19મી એપ્રિલ સુધીમાં ગુજરાતના શહેરોની સ્થિતિ

સૂરતમાં પાલનપુર પાટીયા, લિંબાયત, સલાબતપુરા, પાંડેસરા, માન દરવાજા, વરાછા, સરથાણા, ઉમરવાડા ખાતે કેસો મળી આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતમાં કોરોના બેકાબુ બનીને બહાર આવી રહ્યો છે. એકલા અમદાવાદના મધ્યઝોન અને દક્ષિણ ઝોનમાં કોરોનાના દર્દીઓ વધતા જ જઈ રહ્યાં છે. અનેક વિસ્તારમાં કર્ફ્યૂ હોવા છતાં પણ શનિવારે રાત્રે 8 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં માત્ર અમદાવાદમાં જ 96 દર્દીઓ સાથે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 800 પાર થઈ હતી. ઉપરાંત કોરોનાનો પ્રકોપ વધતાં શનિવાર તા.18મી એપ્રિલે ગુજરાતમાં વધુ પાંચના મોત નિપજ્યા હતા. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 53 થયો છે. તા.18મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1376 નોંધાઇ હતી.

રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિના જણાવ્યાનુસાર અત્યાર સુધીમાં કુલ 1376 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 1220 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 10 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત 16925 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. આ સિવાય ગુજરાતના કુલ 33 જિલ્લામાંથી હવે 25 જિલ્લામાં કોરોનાએ પોતાનો પગપેસારો કર્યો છે.

શહેરી વિસ્તારમાં ઉદ્યોગોને કાર્યરત કરવા માટે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે, આ અંગેનો નિર્ણય પરિસ્થિતિના સતત નિરીક્ષણ બાદ કરવામાં આવશે તેવું આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

શહેરી વિસ્તારમાં બાંધકામ સાઇટ અંગે

શહેરી વિસ્તારમાં જ્યાં-જ્યાં બાંધકામ પ્રોજેક્ટ્સનું કામ ચાલે છે ત્યાં પણ કામદારો અને શ્રમિકોને પ્રોજેક્ટ ચાલુ હોય તે સ્થળે જ રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે તો જ ચાલુ રાખી શકાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સાથે જ રોજગાર આપનાર માલિકે કામદારો માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સાથે સરકારની ગાઈડ લાઈન મુજબ જાહેરનામામાં દર્શાવ્યા મુજબની વ્યવસ્થાઓ પણ કરવાની રહેશે.

ગુજરાતમાં પ્લાઝમા ટ્રાન્સમિશનની મંજૂરી મળી

ગુજરાત સરકારે કોરોનાના દર્દીઓની પ્લાઝમા ટ્રાન્સમિશન દ્વારા સારવાર કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી માગી હતી. કેન્દ્ર દ્વારા આ અંગેની મંજૂરી આપી દેવાઈ હોવાનું જણાવતા આરોગ્ય ખાતાના અગ્રસચિવે જણાવ્યું હતું કે સિવિલ અને એસવીપી હોસ્પિટલમાં આજની ટ્રીટમેન્ટની શરુઆત કરી દેવામાં આવી છે. શનિવારે કોરોનામાંથી રિકવર થઇ ગયેલી એક મહિલા દર્દીનું બ્લેડ મેળવાયું હતું.

દર્દી મંજૂરી આપશે તો આયુર્વેદિક ટ્રીટમેન્ટ પણ અપાશે

હાલ કોરોનાના દર્દીઓની એલોપથીથી સારવાર કરાય છે. જો દર્દી મંજૂરી આપશે તો તેની આયુર્વેદિક સારવાર પણ કરાશે તેવી માહિતી આપતા જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગોવા, કેરળ અને હરિયાણામાં આ અંગે પ્રયાસો શરુ કરાયા છે. ગુજરાત સરકારે પણ આ દિશામાં કામ કરવાનું શરુ કર્યું છે. જામનગર આયુર્વેદ યુનિ.ને સાથે રાખી તેનો પ્રોટોકોલ તૈયાર કરાઈ રહ્યો છે, અને જો દર્દી સહમતિ આપે તો આયુર્વેદિક પદ્ધતિથી તેનો ઉપચાર કરાશે.

સોમવારથી ગુજરાતમાં ક્યાં ઔદ્યોગિક પ્રવૃતિઓ શરૂ થઇ શકશે

મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ ગુજરાત રાજ્યમાં તારીખ 20 એપ્રિલ એટલે કે આગામી સોમવારથી નગરપાલિકા તથા મહાનગરપાલિકાના હદ વિસ્તાર સિવાયના તમામ વિસ્તારમાં ઔધોગિક એકમો શરૂ કરી શકાશે. આ સાથે જ એવી સૂચના પણ આપવામાં આવી છે કે, બને ત્યાં સુધી ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કારીગરોની રહેવાની વ્યવસ્થા ફેક્ટરીના પ્રીમાઈસિસમાં જ કરવી અને બને તેટલી ઓછી અવરજવર કરવી તેની તકેદારી પણ રાખવાની રહેશે.

ગુજરાતમાં ૨૦મીથી સરકારી કચેરીઓ ખૂલશે

ગુજરાતમાં કોરોના વાઈરસના વ્યાપક સંક્રમણ વચ્ચે પણ હવે કોરોનાગ્રસ્ત વિસ્તારો સિવાયમાં સરકારી કેટલાક નિયમો સાથે ૨૦મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તા ર૦ એપ્રિલથી તા. ૩ મે સુધી સરકારની કચેરીઓ સીમિત સ્ટાફ સાથે ચાલુ રાખવા અંગે ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકારની કચેરીઓ પણ ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે, પરંતુ જે વિસ્તારમાં કોરોના વાયરસનું વ્યાપક સંક્રમણ થયું હોય તેવા જે વિસ્તારો હોટસ્પોટ અને ક્ધટેનમેન્ટ ઝોન જાહેર થયા છે તે વિસ્તારોમાં આવેલી કચેરીઓ ચાલુ કરાશે નહીં. કોરોનાગ્રસ્ત હોટસ્પોટ અને બફર ઝોન વિસ્તારોમાં વસ્તા કર્મચારી-અધિકારીઓને ફરજ પર આવવામાંથી મુકિત આપવામાં આવી છે. એ સિવાય રાજ્ય સરકારના તમામ વહિવટી વિભાગો-ખાતાના વડાઓ-કચેરીઓ નિયંત્રીત સીમિત સ્ટાફ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ નોર્મ્સ જાળવીને ચાલુ રાખવાની સૂચનાઓ મુખ્ય પ્રધાને આપી છે.

વર્ગ-૧-રના અધિકારીઓએ કામની જરૂરિયાતના આધારે તેમના ખાતા-વિભાગ કે કચેરીના વડાની સૂચના મુજબ કચેરીમાં ઉપસ્થિત રહેવાનું થશે અને વર્ગ-૩ અને તેથી નીચેના કર્મચારીઓના સંબંધમાં ૩૩ ટકા સુધીનો સ્ટાફ ઉપસ્થિત રહે તે મુજબ વ્યવસ્થા કરવાની રહેશે તથા અન્ય અધિકારી-કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે.

ભારત અપડેટ તા.19મી એપ્રિલ 2020

  • Cases : 15,707
  • Deaths : 488
  • Recovered : 2,015
  • Active Cases : 13,204

ભારત સ્ટેટવાઇઝ કેસીસ તા.19 એપ્રિલ સવારે 10 વાગ્યે

StateCaseDeathRecover
MH3651211365
DL18934272
MP140770127
GJ13765393
TN137215365
RJ135111183
UP9691486
TG80918186
AP6031542
KL4003257
KA38414104
JK341551
WB3101262
HR225343
PB2021327
BR86237
OR61124
UK4209
HP39116
CG36024
AS35112
JH3420
CH23010
Leh18014
AN14011
ML1110
PY703
GA706
MN201
TR201
MZ100
AR100
NL000

અમદાવાદમાં હવે સવારના ચાર કલાક જ બહાર નીકળી શકાશે

ગુજરાતભરમાં પ્રતિ દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં સામે આવી રહ્યાં છે. જેથી અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ લોકોમાં વધુ ચેપ ના ફેલાય તે હેતુથી જીવનજરૂરી ચીજવસ્તુની ખરીદી માટે સવારે ૮થી ૧૨ વાગ્યા સુધીની છૂટછાટ આપી છે. આ સમય બાદ કોઈ વ્યક્તિ સોસાયટી, સોસાયટીના કોમન પ્લોટ કે મકાનના ધાબા ઉપર પણ ડ્રોન કે સીસીટીવીમાં ફરતી દેખાશે તો તેની ધરપકડ કરવામાં આવશે તેવા આદેશ પણ આપવામાં આવ્યા છે.

શહેરમાં એક જ દિવસમાં ૧૦૦થી વધુ કોરોના પોઝિટિવના કેસ આવતા તંત્રએ કેટલાક કડક આદેશો લોકોની સુરક્ષા માટે કર્યા હતા. જેના ભાગરૂપે સમગ્ર અમદાવાદ શહેરમાં લોકો સવારે ચાક કલાક સુધી ખરીદી માટે બહાર જઈ શકશે. દવા લેવા કે ટ્રીટમેન્ટ માટે ૨૪ કલાકમાં કોઈ પ્રતિબંધ નથી. પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, લોકોની સુરક્ષા માટે આ નિર્ણય લેવાયો છે. મહામારીમાં કોઈને ચેપ ના લાગે અને કેસની સંખ્યા ઘટે તે અમારો મુખ્ય હેતુ છે. અમદાવાદમાં એક જ દિવસમાં ૧૪૩ કેસ નોંધાતા પોલીસે નિયમો થોડા વધારે કડક કર્યા છે.

Reported on 18 April 2020

1000 પ્લસ કેસો ધરાવતું ભારતનું છઠ્ઠુ રાજ્ય બન્યું ગુજરાત : ગુજરાતમાં પહેલો કેસ 18 માર્ચે આવ્યો હતો એક મહિનામાં આંકડો 1272

કોરોના પોઝીટીવ કેસોની 1000 કરતા વધુ દર્દીઓ ધરાવતા ભારતના રાજ્યોમાં ગુજરાત 6ઠ્ઠુ રાજ્ય બન્યું છે. ભારતમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 1000 પ્લસ કેસો નોંધાઇ ચૂક્યા છે હવે ગુજરાત પણ 1000 પ્લસ કોરોના કેસો ધરાવતા ભારતના રાજ્યોમાં છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે.

ગુજરાતમાં ૧૮મી માર્ચથી એક કેસ સાથે શરૂ થયેલા કોરોના વાઈરસનું સંક્રમણ ૧૭મી એપ્રિલે ૧૦૦૦ કેસની ઉપર પહોંચી ગયું છે તેમ જ ૩૮ દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં શરૂઆતમાં રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર જિલ્લાઓ પુરતો સીમિત રહેલો કોવિડ-૧૯ ૨૫ જિલ્લા સુધી પ્રસરી ગયો છે.

18 એપ્રિલે સવારે 10 વાગ્યે નવા કેસોની વિગત

ગુજરાતમાં તા.17મી એ રાત્રે 8 વાગ્યાથી તા.18મી એ એટલે કે આજે શનિવારે સવાર સુધીમાં કોરોનાના નવા કેસમાં અત્યારસુધીનો સૌથી મોટો ઉછાળો વર્તાયો છે. છેલ્લા 12 કલાકમાં જ રાજ્યમાં કુલ 176 નવા કેસ સામે આવ્યા છે અને એકલા માં જ 143 નવા કેસો મળી આવ્યા છે. અમદાવાદ સિવાય વડોદરા અને સુરતમાં 13-13, રાજકોટમાં 2, ભાવનગરમાં 2, આણંદમાં 1, ભરુચમાં 1, પંચમહાલમાં 1 કેસ પોઝિટિવ આવ્યા છે.

આ જ સમયગાળામાં ગુજરાતમાં વધુ 7 દર્દીઓના મરણ નોધાયા છે.

રાજ્યમા નોંધાયેલા આ સૌથી મોટા ઉછાળાથી કોરોનાના કુલ કેસનો આંકડો પણ સીધો 1200ને પાર થઈ ગયો છે. આરોગ્ય ખાતાના અગ્રસચિવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં કુલ 1272 દર્દી નોંધાયા છે. જેમાંથી હાલ 7 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 1129 સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધી 88 લોકોને ડિસ્ચાર્જ અપાયો છે, જ્યારે 48 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં કોરોનાએ ધીમે ધીમે તેની પકડ વધારે મજબૂત કરી છે. એક અઠવાડિયા પહેલાની સ્થિતિને વર્તમાન સ્થિતિ સાથે સરખાવવામાં આવે તો કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ ગણી વધી છે. એટલું જ નહીં એક અઠવાડિયામાં મોતની સંખ્યા પણ બે ગણી થઈ છે.

18 એપ્રિલ સુધીમાં ગુજરાતના શહેરોની કુલ કેસોની સ્થિતિ

તા.17મી એપ્રિલ 2020ના રોજ રાત્રે 8 કલાકની સ્થિતિએ રાજ્યના આઠ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ૭૪ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યના ૩૩માંથી કુલ ૨૫ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે.

૧૦મી એપ્રિલ બાદ ગુજરાતના વધુ છ જિલ્લામાં કોરોના વાઈરસ ફેલાયો છે. જ્યારે કુલ આઠ જિલ્લામાં કોરોના વાયરસનો કોઈ જ કેસ નોંધાયો નથી. આ જિલ્લામાં નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, જૂનાગઢ, તાપી, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.

કોરોનાથી થયેલા મોતના આંકડા પર નજર નાખીએ તો અમદાવાદ જિલ્લામાં કોરોનાને કારણે સૌથી ૧૮ મોત નોંધાયા છે. જ્યારે સુરતમાં પાંચ, વડોદરામાં છ, ગાંધીનગરમાં એક, ભાવનગરમાં ત્રણ, કચ્છમાં એક, પંચમહાલમાં એક, પાટણમાં એક, જામનગરમાં એક અને બોટાદમાં એકનું મોત થઇ ચૂક્યાં છે.

ગુજરાતમાં પણ કોરોનાનો પ્રકોપ વધતાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 1099એ પહોંચી છે. જ્યારે ગુજરાતમાં તા.17મી એપ્રિલે 3 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 41એ પહોંચ્યો છે.

તા.17મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે અમદાવાદમાં 32 અને સુરતમાં 38 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરાના નાગરવાડા જે હોટસ્પોટ તરીકે સામે આવ્યું છે. તેમાં પણ પાંચ કેસ તથા બનાસકાંઠામાં 3 નવા કેસ મળીને કુલ 78 કેસ નવા સામે આવ્યાં હતાં.

અત્યાર સુધીમાં કુલ 1099 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 963 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 9 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતના કુલ 33 જિલ્લામાંથી હવે 25 જિલ્લામાં કોરોનાએ પોતાનો પગપેસારો કર્યો છે.

ગુજરાતમાં રાજ્યમાં કુલ 13689 લોકો હોમ ક્વોરન્ટીનમાં છે. જ્યારે 2054 લોકો સરકારી ફેસિલીટીમાં ક્વોરન્ટીનમાં છે. આ ઉપરાંત 171 પ્રાઈવેટ ક્વોરન્ટીનમાં છે. જેથી કુલ 15914 લોકો ક્વોરન્ટીનમાં છે.

સુરતમાં એક દર્દીથી ૨૪ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો: માનદરવાજા હોટસ્પોટ બન્યું

કોરોનાના દર્દીનું હોટ સ્પોટ બની ગયેલા માન દરવાજા ટેનામેન્ટમાં એક પછી એક પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં માનદરવાજા ટેનામેન્ટમાં જ ૧૯ પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. જેમાં એક વ્યક્તિના સંપર્કમાં આવતા ૨૪ જેટલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે શહેરમાં શુક્રવારે તા.18મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે સુધીમાં નવાં 25 કેસ નોંધાતા હવે કોરોના પોઝિટિવ કેસનો આંકડો 125ને પર પહોંચ્યો હતો.

શહેરમાં કોરોના સંક્રમણની ભયાવહ તસ્વીર સામે આવી રહી છે. કોરોના પોઝિટિવ દર્દીના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી સેમ્પલ લેવામાં આવતા ૨૪ લોકોને કોરોના પોઝિટિવ નીકળ્યો હતો. માનદરવાજામાં રહેતા રમેશ રાણા (ઉં.વ.૫૪)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ એ જેટલા લોકોના સંપર્કમાં આવ્યા હતા એ બધા જ કોન્ટેક્ટ ટ્રેસ કરી સેમ્પલો લેવામાં આવતા ૨૪ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોરોના સંક્રમણની સુરતની અત્યાર સુધીની સહુથી લાંબી ચેઈન સામે આવી છે. રમેશચંદ્ર રાણા દ્વારા ટેનામેન્ટ ઉપરાંત બહારના મળી કુલ ૨૪ લોકોને સંક્રમણ થયું છે. આ ઉપરાંત પણ નિર્મલાબેન રાણા નામની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે માન દરવાજા ટેનામેન્ટમાં જ રહે છે અને સ્કૂલમાં બનાવાયેલા રાહત કેન્દ્રમાં રોજ ભોજન માટે જતી હતી. મહિલાના કોન્ટેક્ટ પણ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત રાંદેરના મૃતક પોઝિટિવ અહેસાન ખાનના સંપર્કમાં આવેલા છ જેટલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં હૉસ્પિટલના ચાર જેટલા કર્મીઓનો પણ સમાવેશ થાય છે. અહેસાન ખાનને એમ્બ્યુલન્સમાં લોખાત હોસ્પિટલ લઈ જનાર, અહેસાન ખાનની સોસાયટીના વોચમેનને ચેપ લાગ્યો હતો. ત્યારબાદ એમ્બ્યુલન્સના રૂમ પાર્ટનર અને હૉસ્પિટલના ત્રણ કર્મચારીને ચેપ લાગ્યો હતો.

ભારત સ્ટેટવાઇઝ 18 એપ્રિલ સવારે 10 વાગ્યે

  • Cases : 14,378
  • Deaths : 480
  • Recovered : 1,992
  • Active Cases : 11,906
STATECaseDeathRecover
MH3323201331
DL17074272
TN132315283
MP13106969
RJ122911183
GJ10994186
UP8491482
TG76618186
AP5721436
KL3963255
KA3591389
JK328542
WB2871055
HR225343
PB2021327
BR83237
OR60119
UK4009
CG36024
HP36116
AS3515
JH3320
CH2109
Leh18014
AN12011
ML910
PY701
GA706
MN201
TR201
MZ100
AR100
NL000
April 18, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5730

167 વર્ષે પહેલી વાર બન્યું : સ્થાપના દિને એકેય ટ્રેન દોડાવી શક્યું નહીં રેલવે

ગઇ તા.16મી એપ્રિલ વિશ્વના સૌથી મોટા રેલવે તંત્ર ગણાતા ભારતીય રેલવેનો સ્થાપના દિન હતો. 167 વર્ષનો ઇતિહાસ ધરાવતા ભારતીય રેલવે તંત્રના સ્થાપના દિવસે કમનસીબે હાલ ચાલી રહેલા લૉકડાઉનને કારણે એક પણ ટ્રેન દોડાવી શક્યું નહીં કે પોતાનો સ્થાપના દિન ઉજવી શક્યું નહી. દૈનિક કરોડો લોકોને પોતાના મુકામ પર પહોંચાડતા ભારતીય રેલનું નેટવર્ક વિશ્વમાં સૌથી મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માનવામાં આવે છે.

કોરોના વાઈરસની મહામારીને કારણે રેલવેએ ૨૫ માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી એક પણ ટ્રેન નહીં દોડાવવાનો નિર્ણય લીધો હતો. બાદમાં લૉકડાઉન 2.0 ને પગલે હવે તા.3જી મે સુધી તમામ ટ્રેન રદ કરી દેવામાં આવી છે. રેલવે દૈનિક ધોરણે ૧૫,૫૨૩ ટ્રેન દોડાવે છે, જેમાં ૩૦૦૦ મેલ-એક્સ્પ્રેસ તથા ૯૦૦૦ જેટલી પેસેન્જર ટ્રેન તથા અન્ય ટ્રેનોનો સમાવેશ થાય છે.

કોરોના વાઈરસના વધતા ચેપને કારણે કેન્દ્ર સરકારે લૉકડાઉન 2.0ની ઘોષણા કરતા વધુ ૨૧ દિવસ એટલે કે તા.3જી મે સુધી તમામ ટ્રેનો રેલવે દ્વારા રદ કરી દેવાની ઘોષણા કરવામાં આવી છે. લૉકડાઉન 2.0માં ગત ગુરુવારે (૧૬ એપ્રિલના) ભારતીય રેલવેનો જનમદિવસ હતો, પરંતુ ૧૬૭ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એક પણ પેસેન્જર ટ્રેન દોડાવાઈ નહોતી. ૧૬ એપ્રિલ ૧૮૫૩ના રોજ મુંબઈ(એ જમાનામાં બોરીબંદરથી તાના વચ્ચે)થી થાણે વચ્ચે સૌથી પહેલી ટ્રેન દોડાવાઈ હતી, એવું અધિકારીએ જણાવ્યું હતું.

રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું. ગુરુવારે ભારતીય રેલવેમાં સૌથી પહેલી ટ્રેન દોડાવવામાં આવી એના જન્મદિવસ નિમિત્તે રેલવે શુભેચ્છા તો વ્યક્ત કરી હતી, પરંતુ અફસોસ વ્યક્ત કરતા પણ જણાવ્યું હતું કે ભારતીય રેલવેના ૧૬૭ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત એક પણ ટ્રેન દોડાવી શક્યા નથી. એ પણ લોકોના હિત અને રક્ષણ માટે, તેથી સૌને ઘરમાં સુરક્ષિત રહેવાની પણ અપીલ કરી હતી

April 18, 2020
coronaworld-1280x1023.jpg
7min10540

કોરોના મહાસંકટ વચ્ચે ઈટાલીથી 44 લાખ લોકો કામ પર પરત ફર્યા

યુરોપમાં કોરોના વાયરસનો ગઢ ઈટાલીમાંથી સારા સમાચાર સામે આવ્યા છે. ઈટાલીમાં કોરોના વાયરલ લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપ્યા બાદ 44 લાખ લોકો કામ પર પરત ફર્યા છે. ઇટાલીની હવે મુસાફરો માટે કેટલાક એરપોર્ટ પણ ખોલવાની યોજના છે. ઈટાલીમાં મૃત્યની સંખ્યામાં નોધપાત્ર ઘટાડો થતા લોકડાઉનમાં રાહત આપવામાં આવી છે.

સ્પેનમાં હવે સલૂન જેવા નાના ઉદ્યોગો ખુલી રહ્યા છે. કોરોના વાયરસના પાયમાલથી ખૂબ પ્રભાવિત સ્પેનમાં મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સોમવારે સૌથી ઓછા 164 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ રોગચાળાથી સ્પેનમાં 25 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. જર્મનીમાં, વિસ્તૃત પરીક્ષણને કારણે કોરોના વાયરસ મોટા પ્રમાણમાં નિયંત્રણમાં રહે છે. જર્મનીમાં હવે કેટલીક શાળાઓ ખુલી છે.

Reported on 2 May

ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં મૃતકોની સંખ્યા ઘટી

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સોમવારના દિવસે કોરોના વાયરસના કારણે કુલ 337 લોકોના મોત થયા. કોરોના વાયરસના કારણે ન્યૂયોર્કમાં જે રીતે મોતની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો હતો તે પ્રમાણે સોમવારના દિવસે જે કેસ નોંધાયા તેની સંખ્યા ઓછી હતી. જ્યારે અમેરિકાના ન્યૂજર્સી શહેરમાં સોમવારના દિવસે કોરોના વાયરસના કારણે કુલ 106 લોકોના મોત થયા છે. આ બંને શહેરોના ગવર્નરે આ આંકડા જાહેર કર્યા છે.

અમેરિકામાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ 1,010,507 કેસ નોંધાયા છે અને કુલ 56,803 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ન્યૂયોર્ક અને ન્યૂજર્સી શહેરમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે કે જ્યાં સૌથી વધારે પ્રમાણમાં ગુજરાતીઓ રહે છે. ન્યૂયોર્કમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 298,004 કેસ નોંધાયા છે અને 22,623 લોકોના મોત થયા છે. જ્યારે, ન્યૂજર્સીમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 111,188 કેસ નોંધાયા છે અને 6,044 લોકોના મોત થયા છે.

World મૃત્યુઆંક 1,66,000 : USA માં જ 41 હજારથી વધુ મોત 

વિશ્વસ્તરે કોરોના વાયરસ 1,66,794 લોકોનો ભોગ લઇ ચૂક્યો છે. આ આંકડો સોમવરા સાંજ સુધીનો છે. જ્યારે કુલ કેસોનો આંકડો  
24,32,092થી વધુ નોંધાયો છે. આ પૈકી 6,36,929 દર્દીઓ સારવાર દરમિયાન ઠીક થયા છે. 

જોકે આંકડાઓને લઇને માનવામાં આવી રહ્યુ છે કે રાષ્ટ્રીય એજન્સીઓ અને વિશ્વ સ્વાસ્થ સંગઠન તરફથી જાહેર કરાયેલા વાસ્તવિક આંકડાનો એક ભાગ છે, કારણ કે કેટલાક દેશો માત્ર ગંભીર કેસોની સારવાર કે તપાસ કરી રહ્યા છે.  

વિશ્વસ્તરે કોરોનાથી પ્રભાવિત દેશોમાં અમેરિકા સૌથી આગળ છે જ્યાં કોવિડ-19ને કારણે મરનારાની સંખ્યા 40 હજારને પાર થઇ ચૂકી છે. અહીં કુલ કેસોની સંખ્યા 7,60,570એ પહોંચી છે. જેમાં પ્રતિ દિવસ વધારો જોવા મળી રહ્યો છે. બીજા સ્થાને ઇટાલી છે જ્યાં મૃત્યુઆંક 23660 છે અને કુલ કેસો 178,000થી વધારે સામે આવ્યા ચૂક્યા છે. 

સ્પેનમાં પણ કુલ કેસોનો આંકડો 2 લાખને પાર નીકળી ગયો છે, જેમાંથી 20852 લોકોના મોત થયા છે. ફ્રાન્સમાં પણ 19744 લોકો જીવ ગુમાવી બેઠા છે અહીં કુલ 1,54,098 કેસ સામે આવી ચૂક્યા છે. બ્રિટનમાં અત્યાર સુધી 1,25,850 કેસ થયા છે જેમાંથી 16544 લોકોના મોત થયા છે. 

સમગ્ર યુરોપમાંથી કુલ 11,83,307 લોકો કોરોનાગ્રસ્ત છે જે પૈકી 1,04,028 લોકો દમ તોડી ચૂક્યા છે. અમેરિકા અને કેનેડામાં કોરોના કુલ 7,93,169કેસ સામે આવ્યા છે. ત્યાં મૃત્યુઆંક 42 હજારથી વધુ છે. પૂર્વ અને દક્ષિણ એશિયામાંથી કુલ 1,66,453કેસ સામે આવ્યા છે અહીં મૃત્યુઆંક 7 હજારથી વધુ છે. પશ્ચિમ એશિયામાંથી કુલ 1,26,793 કેસ સામે આવ્યા છે જેમાંથી 5664 લોકોના મોત થયા છે. આફ્રિકામાં પણ કોરોનાના કુલ 21 હજારથી વધુ કેસ સામે આવ્યા છે જે પૈકી 1124 લોકોના મોત થયા છે. 

World Nation wise data

OtherCasesDeaths
World2,250,790154,266
USA710,02137,158
Spain190,83920,002
Italy172,43422,745
France147,96918,681
Germany141,3974,352
UK108,69214,576
China82,7194,632
Iran79,4944,958
Turkey78,5461,769
Belgium36,1385,163
Brazil34,2212,171
Russia32,008273
Canada31,9271,310
Netherlands30,4493,459
Switzerland27,0781,327
Portugal19,022657
Austria14,595431
India14,352486
Ireland13,980530
Peru13,489300
Sweden13,2161,400
Israel12,982151
S. Korea10,653232
Japan9,787190
Chile9,252116
Ecuador8,450421
Poland8,379332
Romania8,067411
Saudi Arabia7,14287
Denmark7,073336
Pakistan7,025135

યુકેમાં માસ્ક ફરજિયાત બનાવો: લંડનના મેયર

બ્રિટનની રાજધાનીના મેયર સાદિક ખાને કોરોના વાઇરસ (કોવિડ-૧૯)નો રોગચાળો ફેલાતો અટકાવવા માટે ફેસ માસ્ક ફરજિયાત બનાવવાની યુકેની સરકારને શુક્રવારે વિનંતિ કરી હતી.

દરમિયાન, યુકેમાં કોવિડ-૧૯ના રોગચાળાને લીધે લદાયેલો લોકડાઉન વધુ ત્રણ અઠવાડિયાં એટલે કે ૭ મે સુધી લંબાવાયો છે.

લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના રોગચાળાને ફેલાતો અટકાવવાના પગલાંના ભાગરૂપે ન્યૂ યોર્ક સહિતના દુનિયાના અનેક શહેરમાં ફેસ માસ્ક પહેરવો ફરજિયાત બનાવાયો છે અને તે અસરકારક સાબિત થઇ રહ્યો હોવાથી આપણે ત્યાં પણ, ખાસ કરીને જાહેર પરિવહનમાં મુસાફરી કરનારા લોકો માટે ફેસ માસ્ક પહેરવો ફરજિયાત બનાવવો જોઇએ.

બ્રિટનના વિપક્ષ મજૂર પક્ષના નેતા સાદિક ખાને જણાવ્યું હતું કે મેડિકલ માસ્ક આરોગ્ય સેવા માટે કામ કરી રહેલા ડોક્ટરો, નર્સો સહિતના મેડિકલ સ્ટાફ માટે રાખવા જોઇએ, પરંતુ સામાન્ય જનતા જો ફરીથી વાપરી શકાય એવા ફેસ માસ્ક પહેરે તો તેનાથી કોવિડ-૧૯ના રોગચાળાને ફેલાતો રોકવામાં મદદ મળી શકે છે.

આમ છતાં, લંડનના મેયરની આગામી ચૂંટણીમાંના ખાનના હરીફ રૂઢિચુસ્ત પક્ષના નેતા શોન બેલીએ આક્ષેપ કર્યો હતો કે શહેરના મેયર દ્વારા ટ્રાન્સપોર્ટ ફોર

લંડનના કર્મચારીઓને ફેસ માસ્ક અને અન્ય પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પૂરા પાડવા માટે પૂરતા પગલાં નથી લેવાયા.

કોરોનાના વિષાણુ ચકાસવા સચોટ ટેસ્ટની શોધ

વિજ્ઞાનીઓએ એવા નવા પ્રકારના ટેસ્ટ (તબીબી પરીક્ષણ)ની શોધ કરી છે જેમાં શરીરમાં નોવેલ કોરોના વાઇરસ જો હશે તો એ વધુ ચોકસાઇપૂર્વક અને વધુ ઝડપથી શોધી શકાશે. હાલમાં કોવિડ-૧૯ની મહામારી સામેની લડતમાં પોલીમરેઝ ચેઇન રિએક્શન (પીસીઆર) આધારિત ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ નવા પ્રકારના ટેસ્ટની શોધ સાથે હવે વર્તમાન ટેસ્ટ પરનું દબાણ દૂર થશે. ૨૦૧૯ના ડિસેમ્બર મહિનામાં ચીનમાં કોરોના વાઇરસનો ‘આતંક’ શરૂ થયો ત્યાર પછી લાખો લોકોના ટેસ્ટ પીસીઆરની કિટને આધારે કરાયા હતા.

પીસીઆર સંવેદનશીલ પદ્ધતિ છે જેમાં સાર્સ-સીઓવી ટૂ આરએનએ પ્રકારના આ રોગમાં દર્દીના ગળામાંથી સ્ત્રાવનો નમૂનો લેવામાં આવે છે જેથી એમાં સૂક્ષ્મ વિષાણુ હોય તો એ શોધી શકાય. જોકે, કોવિડ-૧૯ મહામારી જેમ-જેમ આગળ વધતી જાય છે એમ લેબોરેટરીના સ્ટાફ પર નવી અને નક્કર શોધ કરવાનું દબાણ વધતું જાય છે. જોકે, સ્વિટ્ઝરલૅન્ડમાં ઝુરિક ખાતેની ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ, ઇટીએચ નામની સંસ્થાના સંશોધકોએ વધુ સચોટ કહી શકાય એવી ટેસ્ટની પદ્ધતિ શોધી છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે નવી ટેસ્ટ કોવિડ-૧૯ને કાબૂમાં રાખવા માટે મહત્ત્વની પુરવાર થઈ શકશે. હાલમાં અમુક દેશોમાં કમ્પ્યૂટેડ ટોમોગ્રાફી (સીટી) સ્કેનિંગ તથા કલ્ચરિંગ નામની પદ્ધતિઓ પણ છે, પરંતુ એમાં પરિણામો વર્તમાન સંજોગો જોતાં ઝડપથી નથી મળી શક્તા.

April 17, 2020
coronaindia-1-1280x1044.jpg
25min5240

ભારતમાં કોરોના વાઇરસના પાછલા ૨૪ કલાકમાં ૩૨૭૭ નવા કેસ નોંધાવા સાથે કુલ કેસ વધીને ૬૨,૯૩૯ અને ૧૨૮ દર્દીના મૃત્યુ સાથે કુલ આંક વધીને ૨૧૦૯ પર પહોંચ્યો હોવાની માહિતી સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે આપી હતી. હાલ સક્રિય કેસોની સંખ્યા વધીને ૪૧,૪૭૨ થઇ છે અને પાછલા ૨૪ કલાકમાં ૧૫૧૧ મળીને કુલ ૧૯,૩૫૭ વ્યક્તિ સાજી થઇ હતી. આ સાથે સાજા થનારા દર્દીની ટકાવારી વધીને ૩૦.૭૬ ટકા નોંધાઇ હતી. કુલ નોંધાયેલા કેસમાં ૧૧૧ વિદેશી નાગરિકનો સમાવેશ થાય છે. શનિવાર સવારથી મરણ પામેલા ૧૨૮ દર્દીમાંથી ૪૮ મહારાષ્ટ્રના, ૨૩ ગુજરાતના, ૧૫ મધ્ય પ્રદેશના, ૧૧ પશ્ર્ચિમ બંગાળના, ઉત્તર પ્રદેશના ૦૮ જણ, રાજસ્થાન અને દિલ્હીના ૦૫, તમિળનાડુના ૦૪, આંધ્ર પ્રદેશના ૦૩, પંજાબના ૦૨, ચંડીગઢ, આસામ, તેલંગણા અને હરિયાણાના ૦૧ જણનો સમાવેશ થાય છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આ સિવાય અન્ય રાજ્યોમાં પણ કેસમાં વધારો નોંધાયો છે.

4 May 1 દિવસમાં કુલ 2900 કેસ

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ ગંભીર રૂપ લઈ રહ્યું છે. સતત ચોથા દિવસે કોરોના વાયરસના કેસમાં રેકોર્ડ વધારે નોંધાયો છે. સોમવારે દેશભરમાં કોરોનાના 2900 મામલા સામે આવ્યા. જે અત્યાર સુધી આ વાયરસના એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે જ દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 45,356 સુધી પહોંચી ગઈ છે.

છેલ્લા 4 દિવસોમાં દેશમાં કોરોનાના 10,462 કેસ સામે આવ્યા છે. આ અત્યાર સુધીના એક્ટિવ કેસોના 34 ટકા છે. સોમવારે દેશમાં કોરોનાના કારણે 99 લોકોના મોત થયા. શનિવારે પણ આટલા જ દર્દીઓના મોત થયા હતા. ભારતમાં કોરોના સંક્રમિત મૃતકોનો કુલ આંકડો 1490 થઈ ગયો છે. જ્યારે 12 હજાર 763 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે.

Reported on 30 April શુક્રવારે રેકોર્ડબ્રેક 2,333 નવા કેસ, કુલ 37,200

શુક્રવારે દેશમાં કોરોનાના નવા કેસોએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ગઈકાલે 2,333 કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રના છે. આખા દેશમાં સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં ગઈકાલે 1,003 કેસ નોંધાયા હતા જેમાંથી 731 માત્ર મુંબઈના છે.

મંગળવારે એક જ દિવસમાં સૌથી વધુ 1,840 કેસો નોંધાયા હતા. જોકે, શુક્રવારનો આંકડો તેના કરતાં પણ 27 ટકા વધારે છે. ગઈકાલના ભારે ઉછાળા બાદ દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 37,200ને આંબી ગઈ છે. જુદા-જુદા રાજ્યોમાં આ મહામારીને કારણે 1,222 લોકોના મોત થયા છે જેમાં 68 માત્ર શુક્રવારે જ મોતને ભેટ્યા હતા.

શુક્રવારે સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર (1,003), ગુજરાત (326), દિલ્હી (223) અને તમિલનાડુ (203)માં નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં ગઈકાલે કોવિડ-19માં વધુ 26નાં મોત થયા હતા. રાજ્યનો કુલ મૃત્યુઆંક હાલ 485 પર પહોંચ્યો છે. આ સિવાય ગુજરાત (22), મધ્ય પ્રદેશ (8), રાજસ્થાન (4) અને યુપી તેમજ આંધ્રપ્રદેશમાં 2-2 મોત થયા છે. તમિલનાડુ અને બિહારમાં પણ 1-1 વ્યક્તિના ગઈકાલે મોત થયા હતા.

Update on 29 April 2020

દેશમાં 31,317 કેસ : મૃત્યુઆંક 1,000ને પાર

કોરોનાના કેસોએ દેશમાં એક હજારથી વધુ લોકોનો ભોગ લીધો છે. વિતેલા 24 કલાકમાં 1,840 નવા કેસ સાથે કુલ દર્દીઓની સંખ્યા 31,317 પર પહોંચી ગઈ છે. મંગળવારે દેશમાં 69 લોકોના મોત થયા હતા, જે કોરોનાને કારણે એક જ દિવસમાં થયેલા સૌથી વધુ મોત છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 31, ગુજરાતમાં 19, એમપીમાં 10, યુપીમાં ત્રણ લોકોના મોત થયા હતા.

અમદાવાદમાં અત્યારસુધીનો સૌથી વધુ એક દિવસનો મૃત્યુઆંક મંગળવારે નોંધાયો છે, જ્યારે મુંબઈમાં પણ એક જ દિવસમાં 25 લોકોના મોત થયા હતા. ગઈકાલે પણ મહારાષ્ટ્રમાં જ સૌથી વધુ નવા 729 કેસ નોંધાયા હતા. તમિલનાડુમાં પણ 121 નવા કેસ સામે આવ્યા છે. ગુજરાત અને દિલ્હીમાં પણ નવા કેસનો આંકડો અનુક્રમે 226 અને 206 જેટલો ઉંચો રહ્યો છે.

  • Cases : 29,974
  • Deaths : 937
  • Recovered : 7,027
  • Cases : 22,010
StateCaseDeathRecover
MH85903691282
GJ3548162394
DL310854877
MP2368113361
RJ226246669
UP204331400
TN1937241101
AP125931258
TG100426321
WB69720109
JK5467164
KA52020198
KL4824355
BR346257
PB3131871
HR2963183
OR118137
JH103317
UK51033
CH40017
HP40122
AS38127
CG37032
AN33011
Leh22016
ML1210
PY803
GA707
MN202
TR202
MZ100
AR101

Reported on 24 April

  • Cases : 23,077
  • Deaths : 718
  • Recovered : 4,749
  • Active Cases : 17,610
StateCaseDeathRecover
MH6430283840
GJ2624112258
DL237650808
RJ196427230
MP169983203
TN168320752
UP151024206
TG96024197
AP89527141
WB51415103
KL4473324
KA44517145
JK427592
PB2771665
HR2723156
BR153246
OR90133
JH5338
UK47024
HP40118
CG36028
AS36119
CH27014
AN22011
Leh18014
ML1210
PY703
GA707
MN202
TR201
MZ100
AR101

India Update on 20 April 2020 at 10am

  • Cases : 17,265
  • Deaths : 543
  • Recovered : 2,547
  • Active Cases : 14,175

India Statwise cases 20 April at 10 am

StateCaseDeathRecover
MH4203223507
DL20034572
GJ174363105
RJ147814183
TN147715411
MP140770127
UP108417108
TG84418186
AP6461542
KL4023270
KA39016111
JK350556
WB3391266
HR233387
PB2191631
BR93242
OR68124
UK44011
JH4220
HP39116
CG36025
AS35117
CH26013
Leh18014
AN15011
ML1110
PY703
GA707
MN201
TR201
MZ100
AR100
NL000

Reported on 19 April 2020

  • Cases : 15,707
  • Deaths : 488
  • Recovered : 2,015
  • Active Cases : 13,204

India State wise on 19 April 2020

StateCaseDeathRecover
MH3651211365
DL18934272
MP140770127
GJ13765393
TN137215365
RJ135111183
UP9691486
TG80918186
AP6031542
KL4003257
KA38414104
JK341551
WB3101262
HR225343
PB2021327
BR86237
OR61124
UK4209
HP39116
CG36024
AS35112
JH3420
CH23010
Leh18014
AN14011
ML1110
PY703
GA706
MN201
TR201
MZ100
AR100
NL000

Reported on 18 April 2020

  • Cases : 14,378
  • Deaths : 480
  • Recovered : 1,992
  • Active Cases : 11,906
STATECaseDeathRecover
MH3323201331
DL17074272
TN132315283
MP13106969
RJ122911183
GJ10994186
UP8491482
TG76618186
AP5721436
KL3963255
KA3591389
JK328542
WB2871055
HR225343
PB2021327
BR83237
OR60119
UK4009
CG36024
HP36116
AS3515
JH3320
CH2109
Leh18014
AN12011
ML910
PY701
GA706
MN201
TR201
MZ100
AR100
NL000

17/4/20 @ 12pm : Cases : 13,387, Deaths : 437, Recovered : 1,749, Active Cases : 11,201

  • Cases : 13,387
  • Deaths : 437
  • Recovered : 1,749
  • Active Cases : 11,201

દેશમાં ૩૨૫ જિલ્લા કોરોના મુક્ત: સરકાર

ભારતના ૩૨૫ જિલ્લામાં કોવિડ-૧૯ના કોઈ કેસ નથી તેવું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું. ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૯૪૧ નવા કેસ અને ૩૭ દર્દીના મોત નોંધાયા હતા. ગુુરુવારની સાંજ સુધીમાં દેશમાં કુલ ૧૨૯૩૫ કેસ નોંધાયા હતા અને ૪૩૬ના મોત થયા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પોલિયો સર્વિલન્સ નેટવર્કની મદદથી સર્વિલન્સ પ્રોગ્રામને સુદૃઢ બનાવવા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ના ઓપડેમિલિોજિ અને કમ્યુનિકેબલ ડીઝીઝના વડા આર. ગંગાખેડેકરે કહ્યું હતું. દરમિયાન ગૃહ મંત્રાલયે ગુરુવારે ભારપૂર્વક કહ્યું હતું કે માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું અને પાંચથી વધુ લોકો ભેગા ન થવા જોઈએ તેવા નિયમોનું કડક પાલન થવું જોઈએ. લોકોએ જાહેર સ્થળો પર થુંકવું ન જોઈએ. ગૃહ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી પુન્યસલિલા શ્રીવાસ્તવે કહ્યું કે શરાબ, ગુટકા અને તંબાકુના વેચાણ પર પ્રતિબંધ હોવો જોઈએ.દરમિયાન વિશ્ર્વમાં કોરોના વાઇરસને લીધે ગુરુવારે સવારે ૧૧ વાગ્યા સુધીમાં કુલ મૃત્યુઆંક વધીને ૧,૩૭,૫૦૦ થયો હોવાની માહિતી જાણવા મળી હતી. ચીનમાં ડિસેમ્બરમાં આ મહારોગ ફેલાવાની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં ૧૯૩ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને ૨,૦૮૩,૮૨૦ પર પહોંચી હતી. અમેરિકામાં કોરોનાગ્રસ્ત દર્દીની સંખ્યા વધીને ૬,૩૮,૬૬૪ અને મૃત્યુઆંક વધીને ૩૦,૯૮૫ થયો હતો.

૩ મે સુધીની વિમાની ટિકિટનું પૂરું રિફંડ મળશે

નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે ૨૫ માર્ચ-૧૪ એપ્રિલના લૉકડાઉનના પ્રથમ તબક્કા દરમિયાન ત્રીજી મે સુધીની ફ્લાઇટ-ટિકિટો બુક કરાવનારા મુસાફરોને પૂરું રિફંડ મળી શકશે. મંત્રાલયે કહ્યું હતું કે આ પેસેન્જરોને કંઈ પણ કૅન્સલેશન ચાર્જીસ વગર ફુલ રિફંડ મળશે.ડોમેસ્ટિક ઍરલાઇનોએ લૉકડાઉનને લીધે રદ કરવામાં આવેલી ફ્લાઇટો માટેના રિફંડ રોકડામાં નહીં આપવાનો તેમ જ એના બદલામાં ભવિષ્યના પ્રવાસ માટે ક્રેડિટ આપવાનો નિર્ણય લીધો હોવાની ફરિયાદો સોશિયલ મીડિયા પર કેટલાક મુસાફરો દ્વારા થવાને પગલે મંત્રાલયે આ ખુલાસો ગુરુવારે બહાર પાડ્યો હતો. સરક્યૂલરમાં જણાવાયું હતું કે ફુલ રિફંડને લગતી આ સૂચના ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ ઍર ટ્રાવેલને લાગુ પડશે.

૨૦મી એપ્રિલથી મોબાઇલ, ટીવી, ફ્રીજ ઑનલાઇન વેચવાની છૂટ

લૉકડાઉનના ગાળામાં ૨૦મી એપ્રિલથી મોબાઇલ, ટીવી, ફ્રીજ, લૅપટોપ જેવા ઇલેક્ટ્રિક સાધનો અને સ્ટેશનરીના સાધનો માટે ઑનલાઇન વેચવાની છૂટ આપવામાં આવશે. લૉકડાઉનને ૩જી મે સુધી લંબાવવાના નિર્ણય બાદ કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ આ ગાળા માટેની ગાઉડલાઇન્સ જાહેર કર્યા બાદ ગૃહ મંત્રાલય દ્વારા ઉપર જણાવ્યા અનુસાર સ્પષ્ટતા કરવામાં આવી હતી.

જોકે, ઇ કોમર્સ પ્લેટફોર્મ ધરાવતી કંપનીઓએ પ્રશાસન પાસેથી પોતાના વાહનોને રસ્તા પર ચલાવવા માટે સત્તાવાર પરવાનગી લેવી પડશે. બુધવારની ગાઇડલાઇન્સ પ્રમાણે કમર્શિયલ અને ખાનગી સંસ્થાઓને લંબાવાયેલા લૉકડાઉન દરમિયાન કામ કરવાની છૂટ આપવામાં આવી છે.

આ અગાઉની ગાઇડલાઇન્સમાં ઇ કોમર્સના ઑપરેટરોને ફક્ત ખાદ્ય પદાર્થો, દવાઓ અને મેડિકલ સાધનો જેવી જીવનજરૂરિયાતની વસ્તુઓ વેચવાની જ પરવાનગી આપવામાં આવી હતી. સરકારના નિર્ણયને ૨૫મી માર્ચથી લૉકડાઉનને કારણે બંધ થઇ ગયેલા ઉદ્યોગધંધાઓને ફરી ધીરેધીરે શરૂ કરવાનું પગલું ગણાવાઇ રહ્યું છે.

કોવિડ-૧૯ સામેની લડતમાં નિયમિત કસરત લાભદાયક હોવાનો દાવો

અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટીના સંશોધનકારોએ એક અભ્યાસના આધારે દાવો કર્યો હતો કે કોરોના વાઇરસ (કોવિડ-૧૯)ના દરદીઓના મૃત્યુના મુખ્ય કારણોમાંના એક એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમનું જોખમ નિયમિત કસરતથી ઘટાડી શકાય છે. એક જર્નલમાં પ્રસિદ્ધ થયેલા આ અભ્યાસની સમીક્ષામાં જણાવાયું હતું કે કોવિડ-૧૯ના બધા દરદીઓમાંના ૩ ટકાથી લઇને ૧૭ ટકા દરદીઓમાં એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ જોવા મળે છે, પણ નિયમિત કસરત કરવાથી તેને ટાળી શકાય છે અથવા તેની અસર ઘટાડી શકાય છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીસ ક્ધટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અંદાજ મુજબ હોસ્પિટલમાં દાખલ કરાયેલા કોવિડ-૧૯ના કુલ દરદીઓમાંના આશરે ૨૦ ટકાથી ૪૨ ટકા દરદીઓમાં એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ થઇ શકે છે. ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઇસીયુ)માં દાખલ કરાયેલા કોવિડ-૧૯ના દરદીઓમાં આ ટકાવારી અંદાજે ૬૭ ટકાથી ૮૫ ટકા રહેવાનો અંદાજ છે.

સંશોધનકારોએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯નો રોગચાળો વિશ્વભરમાં ફેલાયો તે પહેલાંના એક અભ્યાસ મુજબ સિવર એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમના દરદીઓમાંના ૪૫ ટકા દરદીઓનું મૃત્યુ થવાની સંભાવના રહે છે.

રમઝાનમાં લૉકડાઉનનો કડક અમલ કરાવજો: નકવીની વકફ બોર્ડને સૂચના

લઘુમતી વર્ગોની બાબતોને લગતા પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ ગુરુવારે તમામ સ્ટેટ વકફ બોર્ડને આવતા અઠવાડિયે કોરોના વાઇરસની મહમારી વચ્ચે શરૂ થનારા પવિત્ર રમઝાનના મહિના દરમિયાન લૉકડાઉનના નિયમોનો તેમ જ સોશિયલ ડિસ્ટન્સીંગને લગતી માર્ગરેખાઓનો કડક અમલ થાય એની ખાસ તકેદારી રાખવાનો આદેશ આપ્યો હતો.નકવીએ બધા સ્ટેટ વકફ બોર્ડના અધિકારીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ મારફત મીટિંગ રાખી હતી જેમાં નકવીએ તેમને જણાવ્યું હતું કે ૨૪ કે ૨૫મી એપ્રિલે શરૂ થતા રમઝાનના મહિના દરમિયાન નમાઝ પઢવાની અને ઇફ્તાર જેવી ધાર્મિક ક્રિયાઓ પોતપોતાના ઘરમાં બેસીને જ કરવા વિશે લોકોને જાગૃત કરશો.દેશભરમાં સ્ટેટ વકફ બોર્ડો હેઠળ સાત લાખથી વધુ રજિસ્ટર્ડ મસ્જિદો, ઇદગાહો, ઇમામવાડાઓ, દરગાહો અને અન્ય ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓ છે.

ઉત્તરાખંડ કેબિનેટનો નિર્ણય, સામાન્ય જનતાને ચારધામના દર્શનની મંજૂરી નહીં

ઉત્તરાખંડ કેબિનેટે નક્કી કર્યું છે કે, ચારધામોના કપાટ ખુલતી વખતે સામાન્ય જનતાને ચારેય ધામના દર્શનની અનુમતિ નહીં મળે. અત્યારે સામાન્ય જનતાને લૉકડાઉન સુધના સમયગાળા માટે ધાર્મિક સ્થળો પર પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. કેબિનેટે એ પણ નક્કી કર્યું છે કે, ઉત્તરાખંડમાં 17 એપ્રિલથી સચિવાલય અને વિધાનસભા ખુલશે.

કેબિનેટના નિર્ણય અનુસાર, 17 એપ્રિલથી જ મંત્રી પણ વિધાનસભામાં બેસી શકશે. અનુસચિવથી ઉપરના કર્મચારી સચિવાલય અને વિધાનસભામાં ઉપસ્થિત રહેશે. 20 એપ્રિલ બાદ રાજ્યમાં ઉદ્યોગ ચલાવવા માટે છૂટ આપવામાં આવી શકે છે પણ આના માટે સરકારની પરવાનગી લેવી પડશે. ઉદ્યોગ શરૂ કરવા માટે જે-તે જિલ્લાના કલેક્ટરની પરવાનગીની જરૂર રહેશે.

કેબિનેટે એ પણ નક્કી કર્યું કે, લગ્ન કરવા તથા અંત્યેષ્ટિ કરવાની છૂટ મળશે પણ આના માટે તંત્રની પરવાનગી જરૂરી રહેશે. 5 લોકોની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે લગ્નને પરવાનગી મળશે જ્યારે અંત્યેષ્ટિમાં 20 લોકોને મંજૂરી હશે.

કેબિનેટે એ પણ નિર્ણય લીધો છે કે, લૉકડાઉનમાં 5થી વધુ વ્યક્તિઓથી વધુ કોઈપણ સાર્વજનિક સ્થળે પાબંદી રહેશે. સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવું જરૂરી રહેશે. કેબિનેટે એ નિર્ણય પણ લીધો કે, આ લૉકડાઉન દરમિયાન રાજ્યમાં રોડ, રેલવે અને હવાઈ એમ તમામ પ્રકારનાો વાહન વ્યવહાર બંધ રહેશે.

સોનામાં જબરદસ્ત ઉછાળોઃ પહેલીવાર 47 હજારને પાર પહોંચ્યો 10 ગ્રામનો ભાવ

સોનાનો ભારત વિશ્વનો સૌથી મોટો બીજો આયાતકાર દેશ છે. હાલ પ્રવર્તમાન કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલા લોકડાઉનના લીધે સોનાની માગમાં ઘટાડો થયો છે આમ છતાં ભારતમાં સોનાના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. ગુરુવાર તા.16મી એપ્રિલે 10 ગ્રામ સોનાનો ભાવ 47,250 રૂપિયાની ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો હતો. ભારતમાં સોનાનો આ ભાવ ઓલ ટાઈમ હાઈ બન્યો છે. આગામી દિવસોમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 50 હજારની સપાટીને પણ વળોટી જાય તેવી શક્યતાઓ જોવાય રહી છે.

ભારતમાં દેશવ્યાપી લોકડાઉનના કારણે ફિઝિકલ માર્કેટમાં સોનાનો વેપાર બંધ છે. પરંતુ કોમોડિટી ફ્યુચર્સ એક્સચેન્જ પર કામકાજ સોદાઓ થઇ રહ્યા છે.

  • જાણકારોનું કહેવું છે કે ગ્લોબલ લિક્વિડિટી, આર્થિક અનિશ્ચિતતા અને રૂપિયાના અવમૂલ્યન સહિતાના પરિબળોના કારણે ભાવમાં 30થી 35 ટકાનો વધારો થઈ શકે છે. 2019ના જુલાઈ મહિનાને સોનામાં હાલની તેજીની શરૂઆત તરીકે લઈ શકાય છે, જ્યારે કિંમત આશરે 32,200 રૂપિયા હતી. હવે, 10 મહિના કરતાં પણ ઓછા સમયમાં ભાવમાં 46 ટકાનો વધારો થયો છે. તેમાં હજુ 35 ટકાનો વધારો થતાં સોનાનો ભાવ 64 હજાર રૂપિયાના સ્તરે પહોંચી શકે છે.

કોરોનાની અસર મુદ્દે RBI સતર્ક છે

આ સિવાય બેંકોના કર્મચારીઓ અને RBIના 150 અધિકારીઓના સ્ટાફને આભાર વયક્ત કરૂં છું: દાસ

2020 વૈશ્વિક અર્થતંત્ર માટે સૌથી ખરાબ રહેશે

IMFએ વૈશ્વિક GDPનો અંદાજ ઘટાડ્યો છે

જોકે G20માં ભારત સૌથી ઝડપથી વધશે:દાસ

નીચા WPIથી અમે ખુશ નથી

લોકડાઉનને પગલે મોંઘવારી દર ઘટ્યો છે

સિસ્ટમમાં લિક્વિડિટી માટે અમે કાર્યરત, TLTROનો બહોળો ઉપયોગ કરી રહ્યાં છીએ આજે વધુ 25,000ના લાંબાગાળાના બોન્ડ ખરીદાશે

TLTRO 2.0ની જાહેરાત,વધુ 50,000 કરોડના બોન્ડનું ઓક્શન કરશે RBI

SIDBI સહિતની રાષ્ટ્રીય ફાઇનાન્સ કંપનીઓ માટે રિફાઈનાન્સિંગની જાહેરાત

50,000  કરોડ NABARD, SIDBI અને NHBને આપશે RBI

NABARD રીફાઈનાન્સ આપશે 25,000 કરોડની સહાય, સહકારી બેંકો અને સંસ્થાને મળશે રાહત

SIDBIને પણ 15,000 કરોડની સહાય, શિડ્યુઅલ બેંક અને અન્ય ફાઈનાન્સ કંપનીઓ માટે સહાય

દેશની રિયલ્ટી કંપનીઓને રાહત આપવા NHB આપશે 15,000 કરોડની રિફાઈનાન્સ સુવિધા

રાજ્યો માટે WMA લિમિટ વધારીને 60% કરી

30મી સપ્ટેમ્બર, 2020 સુધી આ મર્યાદા વધશે

શિડ્યુલ બેંકો ડિવિડન્ડ નહિ આપી શકે 

બેંકોએ લોન માટે 10% વધારાનું પ્રોવિઝન કરવું પડશે

India statewise cases on 17 April 12 pm

StateCaseDeathRecover
MH3205194300
DL16403851
TN126715180
RJ11313164
MP11205364
GJ9303673
UP8051374
TG70018186
AP5341420
KL3953245
KA3151382
JK314438
WB2551051
HR205343
PB1861327
BR80137
OR60119
UK3709
AS3515
HP35116
CG33023
JH2820
CH2109
Leh18014
AN11010
PY701
ML710
GA706
MN201
TR201
MZ100
AR100
NL000
April 17, 2020
rbi.jpeg
1min4370

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શ્રી રવિકાંત દાસએ આજે તા.17મી એપ્રિલના રોજ મિડીયા બ્રિફિંગમાં ભારતના અર્થતંત્ર પર કોવીડ 19ની અસરો ઓછી વર્તાય એ માટે શ્રેણીબદ્ધ પગલાઓની જાહેરાત કરી હતી. જે મુદ્દાસર નીચે મુજબ છે.

શિડ્યુલ બેંકો ડિવિડન્ડ નહિ આપી શકે 

બેંકોએ લોન માટે 10% વધારાનું પ્રોવિઝન કરવું પડશે

રાજ્યો માટે WMA લિમિટ વધારીને 60% કરી 30મી સપ્ટેમ્બર, 2020 સુધી આ મર્યાદા વધશે

2020 વૈશ્વિક અર્થતંત્ર માટે સૌથી ખરાબ રહેશે

IMFએ વૈશ્વિક GDPનો અંદાજ ઘટાડ્યો છે

જોકે G20માં ભારત સૌથી ઝડપથી વધશે : દાસ

નીચા WPIથી અમે ખુશ નથી

લોકડાઉનને પગલે મોંઘવારી દર ઘટ્યો છે

સિસ્ટમમાં લિક્વિડિટી માટે અમે કાર્યરત, TLTROનો બહોળો ઉપયોગ કરી રહ્યાં છીએ આજે વધુ 25,000ના લાંબાગાળાના બોન્ડ ખરીદાશે

TLTRO 2.0ની જાહેરાત,વધુ 50,000 કરોડના બોન્ડનું ઓક્શન કરશે RBI

SIDBI સહિતની રાષ્ટ્રીય ફાઇનાન્સ કંપનીઓ માટે રિફાઈનાન્સિંગની જાહેરાત

50,000  કરોડ NABARD, SIDBI અને NHBને આપશે RBI

NABARD રીફાઈનાન્સ આપશે 25,000 કરોડની સહાય, સહકારી બેંકો અને સંસ્થાને મળશે રાહત

SIDBIને પણ 15,000 કરોડની સહાય, શિડ્યુઅલ બેંક અને અન્ય ફાઈનાન્સ કંપનીઓ માટે સહાય

દેશની રિયલ્ટી કંપનીઓને રાહત આપવા NHB આપશે 15,000 કરોડની રિફાઈનાન્સ સુવિધા

April 17, 2020
coronaguj-1280x875.jpg
7min11390

1000 પ્લસ કેસો ધરાવતું ભારતનું છઠ્ઠુ રાજ્ય બન્યું ગુજરાત ગુજરાતમાં પહેલો કેસ 18 માર્ચે આવ્યો હતો એક મહિનામાં આંકડો 1127

કોરોના પોઝીટીવ કેસોની 1000 કરતા વધુ દર્દીઓ ધરાવતા ભારતના રાજ્યોમાં ગુજરાત 6ઠ્ઠુ રાજ્ય બન્યું છે. ભારતમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 1000 પ્લસ કેસો નોંધાઇ ચૂક્યા છે હવે ગુજરાત પણ 1000 પ્લસ કોરોના કેસો ધરાવતા ભારતના રાજ્યોમાં છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે.

ગુજરાતમાં ૧૮મી માર્ચથી એક કેસ સાથે શરૂ થયેલા કોરોના વાઈરસનું સંક્રમણ ૧૭મી એપ્રિલે ૧૦૦૦ કેસની ઉપર પહોંચી ગયું છે તેમ જ ૩૮ દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં શરૂઆતમાં રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર જિલ્લાઓ પુરતો સીમિત રહેલો કોવિડ-૧૯ ૨૫ જિલ્લા સુધી પ્રસરી ગયો છે.

ગુજરાતમાં કોરોનાએ ધીમે ધીમે તેની પકડ વધારે મજબૂત કરી છે. એક અઠવાડિયા પહેલાની સ્થિતિને વર્તમાન સ્થિતિ સાથે સરખાવવામાં આવે તો કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ ગણી વધી છે. એટલું જ નહીં એક અઠવાડિયામાં મોતની સંખ્યા પણ બે ગણી થઈ છે.

તા.17મી એપ્રિલ 2020ના રોજ રાત્રે 8 કલાકની સ્થિતિએ રાજ્યના આઠ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ૭૪ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યના ૩૩માંથી કુલ ૨૫ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે.

૧૦મી એપ્રિલ બાદ ગુજરાતના વધુ છ જિલ્લામાં કોરોના વાઈરસ ફેલાયો છે. જ્યારે કુલ આઠ જિલ્લામાં કોરોના વાયરસનો કોઈ જ કેસ નોંધાયો નથી. આ જિલ્લામાં નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, જૂનાગઢ, તાપી, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.

કોરોનાથી થયેલા મોતના આંકડા પર નજર નાખીએ તો અમદાવાદ જિલ્લામાં કોરોનાને કારણે સૌથી ૧૮ મોત નોંધાયા છે. જ્યારે સુરતમાં પાંચ, વડોદરામાં છ, ગાંધીનગરમાં એક, ભાવનગરમાં ત્રણ, કચ્છમાં એક, પંચમહાલમાં એક, પાટણમાં એક, જામનગરમાં એક અને બોટાદમાં એકનું મોત થઇ ચૂક્યાં છે.

ગુજરાતમાં પણ કોરોનાનો પ્રકોપ વધતાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 1099એ પહોંચી છે. જ્યારે ગુજરાતમાં તા.17મી એપ્રિલે 3 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 41એ પહોંચ્યો છે.

તા.17મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે અમદાવાદમાં 32 અને સુરતમાં 38 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરાના નાગરવાડા જે હોટસ્પોટ તરીકે સામે આવ્યું છે. તેમાં પણ પાંચ કેસ તથા બનાસકાંઠામાં 3 નવા કેસ મળીને કુલ 78 કેસ નવા સામે આવ્યાં હતાં.

અત્યાર સુધીમાં કુલ 1099 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 963 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 9 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતના કુલ 33 જિલ્લામાંથી હવે 25 જિલ્લામાં કોરોનાએ પોતાનો પગપેસારો કર્યો છે.

ગુજરાતમાં રાજ્યમાં કુલ 13689 લોકો હોમ ક્વોરન્ટીનમાં છે. જ્યારે 2054 લોકો સરકારી ફેસિલીટીમાં ક્વોરન્ટીનમાં છે. આ ઉપરાંત 171 પ્રાઈવેટ ક્વોરન્ટીનમાં છે. જેથી કુલ 15914 લોકો ક્વોરન્ટીનમાં છે.

સુરતમાં એક દર્દીથી ૨૪ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો: માનદરવાજા હોટસ્પોટ બન્યું

કોરોનાના દર્દીનું હોટ સ્પોટ બની ગયેલા માન દરવાજા ટેનામેન્ટમાં એક પછી એક પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં માનદરવાજા ટેનામેન્ટમાં જ ૧૯ પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. જેમાં એક વ્યક્તિના સંપર્કમાં આવતા ૨૪ જેટલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે શહેરમાં શુક્રવારે તા.18મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે સુધીમાં નવાં 25 કેસ નોંધાતા હવે કોરોના પોઝિટિવ કેસનો આંકડો 125ને પર પહોંચ્યો હતો.

શહેરમાં કોરોના સંક્રમણની ભયાવહ તસ્વીર સામે આવી રહી છે. કોરોના પોઝિટિવ દર્દીના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી સેમ્પલ લેવામાં આવતા ૨૪ લોકોને કોરોના પોઝિટિવ નીકળ્યો હતો. માનદરવાજામાં રહેતા રમેશ રાણા (ઉં.વ.૫૪)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ એ જેટલા લોકોના સંપર્કમાં આવ્યા હતા એ બધા જ કોન્ટેક્ટ ટ્રેસ કરી સેમ્પલો લેવામાં આવતા ૨૪ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોરોના સંક્રમણની સુરતની અત્યાર સુધીની સહુથી લાંબી ચેઈન સામે આવી છે. રમેશચંદ્ર રાણા દ્વારા ટેનામેન્ટ ઉપરાંત બહારના મળી કુલ ૨૪ લોકોને સંક્રમણ થયું છે. આ ઉપરાંત પણ નિર્મલાબેન રાણા નામની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે માન દરવાજા ટેનામેન્ટમાં જ રહે છે અને સ્કૂલમાં બનાવાયેલા રાહત કેન્દ્રમાં રોજ ભોજન માટે જતી હતી. મહિલાના કોન્ટેક્ટ પણ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત રાંદેરના મૃતક પોઝિટિવ અહેસાન ખાનના સંપર્કમાં આવેલા છ જેટલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં હૉસ્પિટલના ચાર જેટલા કર્મીઓનો પણ સમાવેશ થાય છે. અહેસાન ખાનને એમ્બ્યુલન્સમાં લોખાત હોસ્પિટલ લઈ જનાર, અહેસાન ખાનની સોસાયટીના વોચમેનને ચેપ લાગ્યો હતો. ત્યારબાદ એમ્બ્યુલન્સના રૂમ પાર્ટનર અને હૉસ્પિટલના ત્રણ કર્મચારીને ચેપ લાગ્યો હતો.

ભારત સ્ટેટવાઇઝ 18 એપ્રિલ સવારે 10 વાગ્યે

  • Cases : 14,378
  • Deaths : 480
  • Recovered : 1,992
  • Active Cases : 11,906
STATECaseDeathRecover
MH3323201331
DL17074272
TN132315283
MP13106969
RJ122911183
GJ10994186
UP8491482
TG76618186
AP5721436
KL3963255
KA3591389
JK328542
WB2871055
HR225343
PB2021327
BR83237
OR60119
UK4009
CG36024
HP36116
AS3515
JH3320
CH2109
Leh18014
AN12011
ML910
PY701
GA706
MN201
TR201
MZ100
AR100
NL000

Reported on 17 April 2020

અમદાવાદમાં દર 24 મિનિટે એક કેસ : સૂરતમાં કેસોની સદી : સ્વયંશિસ્તનો અભાવ કરફ્યુ તરફ દોરી રહ્યો છે : શાકભાજી અને ફ્રૂટવાળા એટલા વધી ગયા છે કે લૉકડાઉન જેવું જણાતું નથી

તા.17મી એપ્રિલે સવારે ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 1000 ને પાર થઇને 1021 પર પહોંચી હતી. સૌથી વધુ કેસ અમદાવાદ ખાતે 590, બીજાક્રમે વડોદરા ખાતેથી 137 અને ત્રીજા ક્રમે સૂરતમાં 102 કેસો થયા છે.

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1,021 પર પહોંચી ગઈ છે. છેલ્લા 12 કલાકમાં સમગ્ર રાજ્યમાં 92 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદના 45, સુરતના 14, વડોદરાના 9, આણંદના 1, ભરુચના 8, બોટાદના 3, છોટા ઉદેપુરના 1, દાહોદના 1, ખેડા 1, મહિસાગર 1, નર્મદા 5, પંચમહાલ જિલ્લાના 2 અને પાટણ જિલ્લાના 1 કેસનો સમાવેશ થાય છે.

રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં બે દર્દીઓના મોત થયા છે, જેમાં એક વડોદરા અને બીજા અમદાવાદના રહેવાસી હતા. આ બંને દર્દ હાયપર ટેન્શનની બીમારી પણ ધરાવતા હતા. હાલ જુદી-જુદી હોસ્પિટલોમાં કુલ 901 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે વેન્ટીલેટર સપોર્ટ પર હોય તેવા દર્દીઓની સંખ્યા 8 છે. રાજ્યમાં અત્યારસુધી 74 દર્દીઓ સાજા થઈ ઘરે ગયા છે, જ્યારે 38ના મોત થયા છે.

સૂરત શહેરમાં 17મી એપ્રિલે સવારે સૂરત મ્યુનિ. કોર્પોરેશને આપેલી સત્તાવાર ડિટેઇલ

સૂરતમાં શાકભાજી ફ્રૂટવાળા એટલા વધી ગયા છે કે લૉકડાઉન જેવું જણાતું નથી

સૂરત શહેરની વાત કરીએ તો શાકભાજી અને ફ્રુટવાળા એટલા વધી ગયા છે કે લૉકડાઉન જેવું જણાતું નથી. લોકો ગમે ત્યારે શાકભાજી, ફ્રૂટ લેવા રસ્તા પર નીકળી પડતા જોવા મળે છે. જે લોકો ખાણીપીણીના ધંધામાં હતા, એ બંધ થતા હવે એવા તમામે, તેમજ બેરોજગાર થયેલા મજૂરો, લેબર તમામે મોટા ભાગે શાકભાજી અને ફ્રુટ્સના ધંધા શરૂ કરી દીધા છે. શહેરના મુખ્યમાર્ગોથી લઇને સોસાયટીઓ અને એપાર્ટમેન્ટોની બહાર, દરેક નાના મોટા ચાર રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં શાકભાજી, ફ્રુટવાળાઓની રેકડીઓ, લારીઓ, સાઇકલ લારીઓ, ફૂટપાથો પર ઢગલા જોવા મળે છે. આ લોકોને કારણે લોકો ગમે ત્યારે લૉકડાઉન છે એવી સ્વયંશિસ્ત જાળવ્યા વગર ખરીદી કરવા માટે નીકળી રહ્યા છે.

Gujart update on 17 April 11 am

અમદાવાદમાં છેલ્લા 5 દિવસમાં દર 24 મિનિટે એક કેસ મળ્યો

અમદાવાદની સ્થિતિ વિકટ હોવાનું જણાવતા મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ શ્રી વિજય નેહરાએ જમાવ્યું હતું કે અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં 302 નવા કેસો નોંધાયા હતા. પાંચ દિવસ પૂર્વે અમદાવાદમાં 242 કેસો હતા. જેમાં 302 ઉમેરાયા. અમદાવાદમાં દરરોજ 60.4 કેસો મળ્યા છે. બીજી રીતે કહીએ તો અમદાવાદ ખાતે દર 24 મિનિટે કોરોનાનો એક પોઝીટીવ કેસ મળી રહ્યો છે જે ચિંતાજનક બાબત છે. અમદાવાદમાં આગામી દિવસોમાં દૈનિક 100 કેસો પણ મળવા સંભવ છે કેમકે અમદાવાદ ખાતે ટેસ્ટીંગ ઘનિષ્ઠ કરવામાં આવ્યું છે. કરફ્યુ મૂકાયો હોવા છતાં અમદાવાદના વિસ્તારોમાં લોકો બેરોકટોક બહાર નીકળી રહ્યા છે.

ગુરુવારે ગુજરાતમાં 163 કેસો મળી આવતા ચિંતાનું મોજું

ગુજરાત રાજ્યમાં સતત કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ગુરુવારે રાત્રે 8 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 163 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને તે સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 929એ પહોંચી ગયો છે. ગુરુવારે દિવસ દરમિયાન રાજ્યમાં નવા 58 કેસ નોંધાયા હતા, તેમાંથી 53 તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. અમદાવાદમાં થલતેજ, નવરંગપુરા, નરોડા, સારંગપુર, કાળુપુર, બહેરામપુરા, જમાલપુર, સરસપુર, ગોમતીપુર, દાણીલીમડા, નિકોલ અને વટવા વિસ્તારમાં આ કેસો નોંધાયા છે.

ગુરુવારે રાત્રે 8 વાગ્યે સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જે નવા 58 કેસ નોંધાયા છે, તેમાંથી એકલા અમદાવાદના જ 53 કેસ છે. આ ઉપરાંત સુરતમાં 2 જ્યારે વડોદરા, રાજકોટ અને અરવલ્લીમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં જે 58 નવા કેસો નોંધાયા છે, તેમાં 34 પુરુષો અને 24 મહિલાઓ છે. સાથે જ તેમણે જણાવ્યું કે, 9 લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. તે સાથે રાજ્યમાં ડિસ્ચાર્જ કરાયેલા લોકોની સંખ્યા 73એ પહોંચી ગઈ છે.

ગુજરાતમાં ધંધા-રોજગારોને 20મીથી છૂટછાટ

કોરોનાના સંદર્ભમાં ભારત સરકારે લોકડાઉનનો સમયગાળો ૩ મે સુધી લંબાવ્યો છે તેમજ ૨૦મી પછી હોટસ્પોટ અને કોરોના રેડ ઝોન સિવાયના જિલ્લાઓમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં પણ કેન્દ્ર સરકારની આ જાહેરાત મુજબ ઉદ્યોગ અને વાણિજ્યીક સેક્ટરોને શરતી છૂટછાટ આપવાનું નકકી કર્યું છે.

ગુજરાતમાં પણ તા. ૩જી મે સુધી લોકડાઉન અમલમાં રહેવાનું છે ત્યારે આ છૂટછાટ ક્ધટેનમેન્ટ ઝોન સિવાય લાગુ કરવામાં આવશે. હોટસ્પોટ અને ક્ધટેનમેન્ટ ઝોન એ આરોગ્ય વિભાગ અને સ્થાનિક પ્રશાસન સાથે મળીને કરશે. વાણિજ્યીક અને ઉદ્યોગ સંબંધિત છૂટછાટોના અમલ માટે જિલ્લા કલેકટરોના અધ્યક્ષસ્થાને ૭ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે જેમાં જી.આઇ.ડી.સી.ના સ્થાનિક વડા, શ્રમ અને રોજગાર વિભાગના અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ફેકટરી ઇન્સ્પેકટર, મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં નાયબ મ્યુનિ. કમિશનર તેમજ સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વડોદરાના ડભોઈમાં પાન મસાલા ચોરનારને કોરોના પોઝિટિવ, ઝબ્બે કરનાર પોલીસ પણ સંક્રમણનો શિકાર

વડોદરાના ડભોઇ ખાતે તાજેતરમાં લૉકડાઉન દરમિયાન કરીયાણાની દુકાનમાં લૂંટ કરનાર બે લોકોને પોલીસ કોન્સ્ટેબલે ઝડપી પાડ્યા હતા આ લૂંટ કરનારા બે પૈકી એકનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો જેને પગલે તેને પકડનાર પોલીસનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પોલીસ જવાનનો પણ કેસ પોઝીટીવ આવતા પોલીસ બેડામાં નિરાશા ફરી વળી હતી.

હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિંહ ઝાલાએ કરિયાણાની દુકાનમાંથી 4,625 રૂપિયાની કિંમતના પાન-મસાલાની ચોરી કરનાર આયુબ તાઈ અને તેના સાથી કુલદીપ શર્માની ધરપકડ કર્યાના એક દિવસ બાદ એટલે ગુરુવારે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આયુબ તાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે શર્માનો રિપોર્ટ નેગેટિવ.

દેશમાં ૩૨૫ જિલ્લા કોરોના મુક્ત: સરકાર

ભારતના ૩૨૫ જિલ્લામાં કોવિડ-૧૯ના કોઈ કેસ નથી તેવું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું. ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૯૪૧ નવા કેસ અને ૩૭ દર્દીના મોત નોંધાયા હતા. ગુુરુવારની સાંજ સુધીમાં દેશમાં કુલ ૧૨૯૩૫ કેસ નોંધાયા હતા અને ૪૩૬ના મોત થયા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પોલિયો સર્વિલન્સ નેટવર્કની મદદથી સર્વિલન્સ પ્રોગ્રામને સુદૃઢ બનાવવા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ના ઓપડેમિલિોજિ અને કમ્યુનિકેબલ ડીઝીઝના વડા આર. ગંગાખેડેકરે કહ્યું હતું. દરમિયાન ગૃહ મંત્રાલયે ગુરુવારે ભારપૂર્વક કહ્યું હતું કે માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું અને પાંચથી વધુ લોકો ભેગા ન થવા જોઈએ તેવા નિયમોનું કડક પાલન થવું જોઈએ. લોકોએ જાહેર સ્થળો પર થુંકવું ન જોઈએ. ગૃહ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી પુન્યસલિલા શ્રીવાસ્તવે કહ્યું કે શરાબ, ગુટકા અને તંબાકુના વેચાણ પર પ્રતિબંધ હોવો જોઈએ.

16 April : દેશમાં કોરોનાના ૧૨૩૮૦ દર્દીઓ, છેલા ૨૪ કલાકમાં ૯૪૧ નવા કેસ 

દેશમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધીને ૧૨૩૮૦ થઇ ગઈ છે. આ મહામારીથી અત્યાર સુધી ૪૧૪ લોકોના મોત થઇ ચુક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૪૧ કેસ સામે આવ્યા છે અને ૩૭ લોકોના મોત નીપજ્ય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવઅગ્રવાલે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.

અગ્રવાલે જણાવ્યું હતું કે, ૩૨૫ જીલ્લામાંથી એક પણ કોરોના પોઝીટીવ દર્દી સામે આવ્યો નથી. દેશમાં ૧૦,૪૭૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ૧૪૮૯ લોકો અત્યાર સુધી રીકવર થયા છે. હેલ્થ કેરમાં ખાસ મેડ ઇન ઇન્ડિયા પર વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સ્વચ્છ પેયજળને લઈને પણ એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.

World update

દરમિયાન વિશ્ર્વમાં કોરોના વાઇરસને લીધે ગુરુવારે સવારે ૧૧ વાગ્યા સુધીમાં કુલ મૃત્યુઆંક વધીને ૧,૩૭,૫૦૦ થયો હોવાની માહિતી જાણવા મળી હતી. ચીનમાં ડિસેમ્બરમાં આ મહારોગ ફેલાવાની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં ૧૯૩ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને ૨,૦૮૩,૮૨૦ પર પહોંચી હતી. અમેરિકામાં કોરોનાગ્રસ્ત દર્દીની સંખ્યા વધીને ૬,૩૮,૬૬૪ અને મૃત્યુઆંક વધીને ૩૦,૯૮૫ થયો હતો.

April 15, 2020
closed.png
2min4860
  • All domestic and international air travel of passengers except for security purposes
  • All passenger movement by trains, except for security purposes
  • Buses for public transport
  • Metro rail services
  • Inter-district and inter-state movement of individuals except for medical reasons or for permitted activities
  • All educational, training, coaching institutions etc. shall remain closed
  • All industrial and commercial activities other than those permitted
  • Hospitality services other than those specifically permitted
  • Taxis (including auto rickshaws and cycle rickshaws) and services of cab aggregators
  • All cinema halls, malls, shopping complexes, gymnasiums, sports complexes, swimming pools, entertainment parks, theatres, bars and auditoriums, assembly halls etc.
  • All social/ political/ sports/ entertainment/ academic cultural/ religious functions/ other gatherings
  • All religious places/ places of worship shall be closed for public. Religious congregations are strictly prohibited
  • In case of funerals, congregation of more than twenty persons will not be permitted
April 15, 2020
jaanjahaan.jpg
3min15820

હોટસ્પોટ એરીયામાં લૉકડાઉન છૂટછાટો લાગૂ પડશે નહીં

કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે આજે તા.15મી એપ્રિલે 20મી એપ્રિલથી લૉકડાઉન દરમિયાન કેટલીક પ્રવૃતિઓને ચુસ્ત નીતિ નિયમોના પાલન કરવાની શરત સાથે છુટછાટ આપવાની જાહેરાત કરી છે. અહીં અમે તેનું ગુજરાતી તેમજ અંગ્રેજી અનુવાદ લખી રહ્યા છે. અમારું ઇન્ટરપ્રિટેશન અને સરકારના નોટિફિકેશન વચ્ચે ભેદ હોઇ શકે. અહીં ફક્ત અછડતો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાચકોને સરકારના નોટીફિકેશનનો રેફરન્સ જ ઉપયોગમાં લેવા જણાવવામાં આવે છે.

તદુપરાંત હોટસ્પોટ, ક્લસ્ટર કોરન્ટાઇન વિસ્તારમાં કોઇપણ પ્રકારની છૂટછાટો આપવામાં આવનાર નથી. નોટીફિકેશન ગાઇડલાઇન્સ હોટસ્પોટ એરીયાને લાગૂ પડતી નથી.

Activities permitted April 20 onwards

Specific activities have been allowed April 20 onwards which will be operationalized by states, UTs and district administrations while adhering to social distancing measures.

However, exemptions given from April 20 will not be applicable in Covid-19 hotspots or containment zones and industries operating in rural areas will be able to operate only after April 30:

આટલી કામગીરીને આંશિક રીતે છૂટછાટ મળશે

  • ખેતી, હોર્ટિકલ્ચર, ફાર્મિંગ, ખેત પેદાશો હેરફેર, લે-વેચ, લેવડ-દેવડ
  • મત્સ્યોદ્યોગ, એકવા કલ્ચર, ઝીંઘા ફાર્મ તેમજ તેના ઉછેર અંગેની પ્રવૃતિઓ
  • આયુષ સમેતની તમામ પ્રકારની મેડીકલ સર્વિસીઝ
  • ફાર્મ મશીનરી, સ્પેરપાર્ટસ, સપ્લાય ચેન, રિપેરિંગ, મશીનરી સંબંધિત કસ્ટમ હાયરિંગ સેન્ટર
  • દવાઓ, ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ, મેડીકલ ડીવાઇસ, મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સ્ટ્રકશન કામગીરી
  • રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેમજ તેના દ્વારા સંચાલિત નાણાકીય બજારો અને આનુષંગિક પ્રવૃતિઓ
  • હાઇવે ધાબા, ટ્રક રિપેરિંગ શોપ્સ, સરકારી પ્રવૃતિઓ માટેના કોલ સેન્ટર્સ
  • બાળકો, દિવ્યાંગો, માનસિક વિકલાંગો માટેની પ્રવૃતિઓ કરતી સંસ્થાઓ
  • સોશ્યલ ડિસ્ટન્સીંગનો કડક અમલ સાથે મનરેગા યોજનાઓ
  • ઓઇલ, ગેસ, પેટ્રોલિયમ તેમજ પોસ્ટલ સર્વિસીઝ, વીજ ઉત્પાદન એકમો વગેરે પબ્લિક યુટિલિટીઝ યુનિટ્સ,
  • મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ કે જે સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન્સ, એક્સપોર્ટ ઓરીએન્ટેડ યુનિટ્સ, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ, ટાઉનશીપ્સ

What allowed

  • Agricultural, horticultural, farming, procurement of agri products, ‘mandis’
  • Fishery, aquaculture and plantation activities
  • All health services (including AYUSH)
  • Shops of farm machinery, its spare parts, supply chain, repairs, ‘Custom Hiring Centres’ related to machinery
  • Manufacturing units of pharmaceuticals, medical devices, construction of medical infrastructure
  • Reserve Bank of India & RBI-regulated financial markets and entities
  • Highway ‘dhabas’, truck repairing shops, call centres for govt activities
  • Operation of homes for children/ disabled/ mentally challenged/ senior
  • MNREGA works will be allowed with strict implementation of social distancing
  • Public utilities like operations of oil and gas sector, postal services, power generation etc.
  • Manufacturing, industrial units with access control in SEZs, Export Oriented Units, industrial estates, townships
April 15, 2020
khedawala.jpg
1min5690

ખાડિયા જમાલપૂર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મંગળવારે સવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ગુજરાત પોલીસ વડા DGP શિવાનંદ ઝા સાથે મુલાકાત કરી હતી.

ઇમરાન ખેડાવાલાને ત્રણ દિવસની કોરોનાના લક્ષણ દેખાતા હોવાથી તેમણે ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ અમદાવાદ ખાતે આવેલી SVP હોસ્પિટલમાં દાખલ થશે.

ઈમરાન ખેડાવાલાની સાથે કૉંગ્રેસના અન્ય બે ધારાસભ્યો શૈલેષ પરમાર અને ગ્યાસુદીન શેખ પણ હતા. આ ઉપરાંત ઇમરાન ખેડાવાલા ઘણા લોકો અને અધિકારીઓને પણ મળ્યા હતા. બીજી ચોંકાવનારી બાબત છે કે, આ મુલાકાત બાદ આ તમામ ધારાસભ્યોએ પત્રકારો સાથે પણ મુલાકાત કરી હતી અને તેમની સાથે ચર્ચા કરી હતી. જેથી પત્રકારોમાં પણ હાલ ફફડાટ વ્યાપ્યો છે.