All domestic and international air travel of passengers except for security purposes
All passenger movement by trains, except for security purposes
Buses for public transport
Metro rail services
Inter-district and inter-state movement of individuals except for medical reasons or for permitted activities
All educational, training, coaching institutions etc. shall remain closed
All industrial and commercial activities other than those permitted
Hospitality services other than those specifically permitted
Taxis (including auto rickshaws and cycle rickshaws) and services of cab aggregators
All cinema halls, malls, shopping complexes, gymnasiums, sports complexes, swimming pools, entertainment parks, theatres, bars and auditoriums, assembly halls etc.
All social/ political/ sports/ entertainment/ academic cultural/ religious functions/ other gatherings
All religious places/ places of worship shall be closed for public. Religious congregations are strictly prohibited
In case of funerals, congregation of more than twenty persons will not be permitted
દેશના વિવિધ વિસ્તારોમાં રવી પાકની લણણી સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. આગામી સમયમાં ઘઉં, ચણા સહિતના અન્ય પાકની મોટાપાયે આવક શરૂ થશે પરંતુ લોકડાઉનના કારણે ખાનગી વાહન વ્યવહાર બંધ હોવાની સાથોસાથ ટ્રાન્સપોર્ટેશન પણ સ્થગિત થઇ ગયું છે.
વિવિધ માલને લોડ/અનલોડ કરવા માટે મજૂરો પણ ઉપલબ્ધ ન હોવાના કારણે પ્રતિકૂળ સંયોગો ઉભા થયેલા છે. અત્રે એ ઉલ્લેેખનીય રહેશે કે આ વરસે ચોમાસુ સારૂ રહેતા તમામ સ્તરે પાકમાં વધારો થવાના ગણિત મંડાયેલા છે.
હાલની પ્રતિકૂળ સ્થિતિમાં પાકને ખેતરથી બજાર સુધી લાવવો એ ખૂબ અઘરી બાબત છે. આ સંજોગોમાં વિવિધ રાજ્યોના ખેડૂત સંગઠનો અને કૃષિ મંડળીઓ દ્વારા જે તે રાજ્ય સરકાર સમક્ષ કૃષિ પાકના વહન માટે લોકડાઉનની અમલમાં રાહત આપવા રજૂઆત કરાઇ છે.
મધ્ય પ્રદેશના ખેડૂત સંગઠનો દ્વારા વિવિધ જણસોના ભાવમાં થયેલ ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરાઇ હતી. મધ્ય પ્રદેશના ખેડૂતોના જણાવ્યા મુજબ લોકડાઉનના કારણે અહીંના બજારો બંધ થયા તે પહેલા જ મધ્ય પ્રદેશમાં ચણા અને મસ્ટર્ડ (રાઇ)ના ભાવ ટેકાના ભાવથી ૨૦ થી ૩૦ ટકા નીચા ચાલતા હતા.
આમ પણ નવા પાકની આવકો બજારમાં મોટાપાયે ઠલવાય તે સાથે જે તે જણસના ભાવ પણ ઘટતા હોય છે. તેથી આ મુદ્દાને લઇને મધ્ય પ્રદેશના ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા છે. આ સઘળી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ક્ધસોર્ટીયમ ઓફ ઇન્ડિયન ફાર્મર્સ એસોસીએશને લણણીની આ સિઝનને ધ્યાનમાં રાખી લોકડાઉનમાં છૂટછાટ આપવા રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત, પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રોસરી ચેઇન્સ, ઇ-કોમર્સ કંપનીઓ તેમજ વેપારીઓને સીધા ખેતરમાંથી જ ખરીદી કરવા છૂટ આપવા રજૂઆત કરાઇ છે.
કોરોના વાઇરસને નાથવા માટે ભારતમાં સૅનિટાઇઝીંગ માટે ખાસ પ્રકારના ડ્રોન, આઇસોલેશન વૉર્ડ માટે દવાનો છંટકાવ કરવા અને ખોરાક તથા દવાઓ પહોંચાડવા માટે ખાસ રોબોટ્સ, ઓછી કિંમતના વૅન્ટિલેટર, દૂરથી દર્દીની તપાસ કરી શકાય એવા ખાસ પ્રકારના સ્ટેથૉસ્કોપ, ચલણી નૉટ, કરિયાણું અને અન્ય દરેક વસ્તુને સૅનિટાઇઝ કરવા માટે યુવી ટેક્નોલોજીયુક્ત ખાસ પ્રકારની પેટી વગેરે જેવી નવતર વસ્તુઓનો આવિષ્કાર કરવા જેવા કેટલાક સારા કામો પણ થઇ રહ્યા છે.
દેશમાં કોરોના વાઇરસ ફેલાવા સાથે લોકોએ પોતાની સર્જનાત્મકતાને દોડતી કરી છે. અન્ય જે નવતર વસ્તુઓની શોધ થઇ છે, એમાં હૉસ્પિટલમાં વાપરી શકાય એવું ખાસ ચેપ ન લાગે એવું ખાસ કાપડ, સસ્તા દરની કોરોના વાઇરસ કિટ, કોરોના વાઇરસગ્રસ્ત દર્દીને અલગ રાખવા માટે આઇસોલેશન પોડ, પરંપરાગત ઑક્સિજન માસ્કને બદલે વાપરી શકાય એવા બબલ હેલ્મેટ અને સામાજિક અંતર ઘટતા આપોઆપ ઍલાર્મ વાગે એવું પેન્ડન્ટનો સમાવેશ થાય છે.
આઇઆઇટી અને આઇઆઇએસસીએ ‘ગો કોરોના ગો’ અને કોન્ટેક્ટ શોધી કાઢવા માટે ‘સંપર્ક-ઓ-મીટર’ ઍપ્સ, કોરોના વાઇરસગ્રસ્ત રોગી સાથે સંપર્કમાં આવ્યા બાદ ભયની સ્થિતિની સમીક્ષા અને કોઇ વ્યક્તિએ ક્વોરન્ટાઇનમાં ગયા બાદ એ નિયમનો ભંગ કર્યો હોય તો એને પ્રશાસન શોધી શકે એ માટેની ઍપ અને અન્ય કામ લાગે એવી મોબાઇલ ઍપ્સ તૈયાર કરી છે.
કોરોના વાઇરસની રસી વિકસાવવા માટે દેશની વીસથી વધુ ટેક્નિકલ અને સાયન્ટિફિક સંસ્થાઓ મથી રહી છે.
દેશની પ્રખ્યાત આઇઆઇટીઓમાં આ મહારોગનો સામનો કરવા માટે નવતર શોધ કરી શકાય એ માટે કોવિડ-૧૯ માટેના ખાસ રિસર્ચ સેન્ટર શરૂ કરાયા છે.
આઇઆઇટી, ગુવાહાટીએ કોરોના વાઇરસનો સામનો કરવા માટે વિવિધ પ્રકારના ડ્રોન બનાવવામાં આગેવાની કરી છે. અહીંના એક જૂથે મોટા વિસ્તારને આવરીને ત્યાં દવાનો છંટકાવ થઇ શકે એવા ડ્રોન બનાવ્યા છે, તો બીજા જૂથે ઇન્ફ્રારેડ કૅમેરા ફિટ કરેલા ડ્રોન બનાવ્યા છે, જે દ્વારા મોટા પ્રમાણમાં લોકોના જૂથની માનવ સહાયતા વગર સ્ક્રીનિંગ થઇ શકે છે અને એમાંથી કોરોના-૧૯ની શંકાસ્પદ વ્યક્તિને અલગ તારવી શકાય છે. સુરક્ષા કર્મચારી દ્વારા લોકોના જૂથને ચોક્કસ નિર્દેશ આપી શકાય એ માટે આ ડ્રોનમાં લાઉડસ્પીકર પણ ગોઠવવામાં આવ્યું છે.
અન્ય એક જૂથે એવા રોબોટ્સ બનાવ્યા છે કે જેનો ઉપયોગ કોરોનાગ્રસ્ત દર્દીને દવાઓ અને ખોરાક આપવામાં તથા ત્યાંથી જંતુયુક્ત કચરો સાફ કરવામાં કરી શકાય એમ છે.
ભારતમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા વધીને 10000 ને પાર થઇ ચૂકી છે. ભારતમાં ખાસ કરીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં સોમવાર તા.13મી એપ્રિલે કોરોના પોઝિટિવ હોય એવા મોટી સંખ્યામા કેસો મળી આવ્યા હતા. દિલ્હીમાં એક દિવસમાં 356 નવા કેસ આવ્યા છે. મહારાષ્ટ્રમાં 352 નવા કેસ એક દિવસમાં આવ્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. કોરોના દિવસે દિવસે નવા કેસની વૃદ્ધીમાં રેકોર્ડ બનાવી રહ્યો છે. આ બંને રાજ્યોના કેસ જોઈએ તો સમગ્ર દેશના કુલ કોવિડ19 કેસના 37 ટકા છે.
દિલ્હીમાં કોરોનાના સંક્રમણ મામલે ઘણી હદ સુધી કંટ્રોલ કરવામાં આવ્યો હતો પરંતુ
તબલીગી જમાતના કારણે વાત હાથમાંથી જતી રહી. દિલ્હીમાં કુલ કોરોના કેસ પૈકી 79 ટકા કેસ તો કોઈને કોઈ રીતે નિજામુદ્દીન મરકજ સાથે જોડાયેલા છે. રવિવાર તા.12મી
એપ્રિલે ભારતમાં એક દિવસમાં કુલ 763 કેસ આવ્યા હતા જેની સામે સોમવારે 67%ની વૃદ્ધીદર સાથે કુલ 1276 કેસ સામે આવ્યા હતા.
ભારતમાં કોવિડ-19થી મૃત્યુ પામનારની કુલ સંખ્યા 358 થઈ ગઈ છે. જ્યારે હાલ દેશમાં કોરોનાના કુલ 10,450 કેસ છે. ઉત્તર પ્રદેશમાં પણ રેકોર્ડબ્રેક એક
જ દિવસમાં 112 કેસ સામે આવ્યા છે અને અહીં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 589 થઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં સોમવાર તા.13મી એપ્રિલે કોવિડ-19 સંક્રમણના 352 નવા કેસ સામે આવ્યા છે. જે બાદ મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2334 થઈ ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 160 પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં સામે આવેલ 352 નવા કેસ પૈકી 242 જેટલા નવા કેસ ફક્ત મુંબઈમાંથી સામે આવ્યા છે.
ICMRના વરિષ્ઠ વૈજ્ઞાનિક રમણ આર ગંગાખેડકરે કહ્યું
કે, અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણની
તપાસ માટે કુલ 2,06,212 પરીક્ષણ કરવામાં આવ્યા છે. પાછલા 24 કલાકમાં 156 સરકારી લેબોરેટરીમાં આ પરિક્ષણ થયા છે.
જ્યારે પ્રાઈવેટ 69 લેબોરેટરીમાં કુલ 14855 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રેપીડ ટેસ્ટ અંગે ચીનથી મળનાર કિટના સવાલના જવાબમાં
તેમણે કહ્યું કે આ કિટની પહેલો લોટ 15 એપ્રિલને દેશમાં પહોંચશે તેવી શક્યતા છે.
Cases : 10,363
Deaths : 339
Recovered : 1,036
Active Cases : 8,988
STATE
Case
Death
Recover
MH
2334
160
217
DL
1510
28
30
TN
1173
11
58
RJ
873
3
21
MP
604
43
44
TG
562
16
100
UP
558
5
49
GJ
539
26
54
AP
432
7
11
KL
379
3
198
JK
270
4
16
KA
247
6
59
WB
190
7
36
HR
185
3
29
PB
167
11
14
BR
65
1
26
OR
54
1
12
UK
35
0
5
HP
32
1
13
CG
31
0
10
AS
31
1
0
JH
24
2
0
CH
21
0
7
LADAKH
15
0
10
AN
11
0
10
PY
7
0
1
GA
7
0
5
MN
2
0
1
TR
2
0
0
NL
1
0
0
MZ
1
0
0
AR
1
0
0
Update on 12 April 11 Am
Confirmed Cases : 8,356
Total Deaths : 273
Total Recovered : 716
Active Cases : 7,367
STATE
Cases
Death
MAHARASHTRA
1761
127
DELHI
1069
19
TAMIL NADU
969
10
RAJASTHAN
700
3
M.P.
532
36
TELANGANA
504
9
U.P.
452
5
GUJARAT
495
22
A.P.
381
6
KERALA
364
2
KARNATAKA
214
6
J.K.
207
4
HARYANA
177
3
PUNJAB
151
11
WEST BENGAL
134
5
BIHAR
63
1
ODISHA
50
1
UTTARAKHAND
35
0
HIMACHAL
32
1
ASSAM
29
1
CHANDIGARH
19
0
CHHATTISGARH
18
0
JHARKHAND
17
1
LADAKH
15
0
ANDAMAN
11
0
GOA
7
0
PUDUCHERRY
7
0
MANIPUR
2
0
TRIPURA
2
0
MIZORAM
1
0
ARUNACHAL
1
0
સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર બન્યું કોરોનાનું હૉટસ્પૉટ
મધ્ય પ્રદેશનું ઇન્દોર શહેર એક સમયે વ્યાપારી તેમ જ સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી ધમધમતું હતું અને સૌથી સ્વચ્છ શહેર તરીકે ગણાતું હતું, પરંતુ અત્યારે આ શહેર કોરોના વાઇરસના ચેપની ચપેટમાં આવી ગયું છે અને કોવિડ-૧૯ના હૉટસ્પૉટ બની ગયું છે.
ગયા વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા સતત ત્રીજી વખત દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઘોષિત ઇન્દોર પખવાડિયાથી કર્ફ્યુ હેઠળ છે. ઇન્દોરની મહાનગર પાલિકાએ છેલ્લા ચાર વર્ષ દરમિયાન શહેરભરમાંથી કચરો નાબૂદ કર્યો છે અને દરેક ઘર દ્વારા સૂકો તથા લીલો, એમ અલગ કચરો જમા કરવામાં આવે એવી યોજનાને ૧૦૦ ટકા સફળ બનાવી છે. ઇન્દોરમાં કોવિડ-૧૯ના ૧૭૩ કેસ નોંધાયા છે અને ૧૬ જણના મૃત્યુ નીપજ્યા છે. કોવિડ-૧૯ની મહામારી સામે લડવામાં શરૂઆતના તબક્કાઓમાં જે વ્યૂહરચનાઓ અપનાવવામાં આવી હતી એ બદલ ઇન્દોરના સ્થાનિક વહીવટીતંત્રની ટીકા થઈ રહી છે.
આરોગ્ય ક્ષેત્રના કાર્યકર અમૂલ્ય નિધિએ જણાવ્યું હતું કે ‘ઇન્દોર કમર્શિયલ શહેર છે અને હજારો લોકો રેલવે તથા રોડ માર્ગે શહેરમાં આવતા તથા જતા હોય છે. જોકે, આવા બધા જ મુલાકાતીઓનું શરૂઆતમાં સ્ક્રીનિંગ નહોતું થયું એ વહીવટીતંત્રની મોટી ભૂલ હતી.’ ૩૦ લાખ લોકોની વસતિ ધરાવતા ઇન્દોરમાં જિલ્લા વહીવટીતંત્રએ ૨૩મી માર્ચે શહેરમાં લૉકડાઉન જાહેર કર્યું હતું.
દેશમાં સંખ્યા વધીને છ હજારને આંબી ગઈ
ભારતમાં કોરોના ચેપના દરદીઓની સંખ્યા વધીને છ હજારની નજીક પહોંચી ગઇ છે અને તેમાં સૌથી વધુ માઠી અસર મહારાષ્ટ્રમાં જ થઇ છે તેમ જ ગુજરાતમાં પણ આવા દરદીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.
દેશમાં ગુરુવારે કોરોના વાઇરસના રોગચાળામાં ઓછામાં ઓછા ૧૮ જણ મૃત્યુ પામ્યા હતા અને તેમાં મહારાષ્ટ્રમાંના ૯, ગુજરાતના ૩, જમ્મુ અને કાશ્મીરના બે, પંજાબ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને તમિળનાડુના એક-એક દરદીનો સમાવેશ થતો હતો.
ઓડિશાએ લોકડાઉનને મહિનાના અંત સુધી ચાલુ રાખવાની જાહેરાત કરી હતી અને દેશના અનેક રાજ્ય પણ આવું પગલું ભરે એવી શક્યતા છે.
વિશ્ર્વભરમાં આ રોગચાળો ૧૯૨ દેશમાં ફેલાઇ ગયો છે અને અત્યાર સુધીમાં અંદાજે ૮૭,૩૨૦ લોકો મૃત્યુ પામ્યા છે.
ચીન ઉપરાંત અમેરિકા, ઇટલી, સ્પેન, બ્રિટન, દક્ષિણ કોરિયા સહિતના અનેક દેશમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે રોગચાળાને વિશ્ર્વભરમાં મંદી આવવાનો અને તેને લીધે દુનિયાના અંદાજે લાખો લોકો ગરીબ થઇ જવાનો ભય વ્યક્ત કર્યો હતો.
ચીનના વુહાન શહેરમાંથી વિશ્ર્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસના રોગચાળાનો ચેપ લાખો લોકોને લાગ્યો છે અને મરણાંકમાં સતત વધારો થઇ રહ્યો છે. વિવિધ સરકાર લૉકડાઉન સહિત આરોગ્ય સુવિધા વધારવા પગલાં લઇ રહી છે.
આજે લૉકડાઉન અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે : PM મોદી અને રાજ્યોના CM વચ્ચે વિડીયો મીટ : ગુજરાતે પોતાની રણનીતિ કેન્દ્રને મોકલી
ગુજરાત અપડેટ
ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 432 એ પહોંચી છે. કુલ 34 વ્યક્તિઓ રિકવર થઇ ચૂક્યા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ ખાતે કુલ 228 નોંધાયા છે. એ પછી વડોદરામાંથી કુલ 77 કેસો મળ્યા છે. જ્યારે સૂરતમાં આજે તા.11 એપ્રિલે સવારે વધુ એક કેસ મળતા કુલ આંકડો 28 પર પહોંચ્યો છે. જેમાં સૂરત શહેર વિસ્તારમાંથી 26 તથા જિલ્લા વિસ્તારમાંથી 2 કેસ મળ્યા છે. ભાવનગરમાં કુલ કેસ સંખ્યા 23ની થઇ છે.
રાજ્યમાં તા.11 એપ્રિલે સવારે 10 વાગ્યે
નવા 54 કોરોના + ve કેસ
રાજ્યમાં કુલ કોરોના + ve – 432
કોરોનાથી કુલ મોત – 19
રિકવરી – 34
અમદાવાદ 228 ( 7 )
વડોદરા 77 ( 2 )
સુરત 28 ( 4 )
ભાવનગર 23 ( 2
રાજકોટ 18
ગાંધીનગર 14 ( 1 )
પાટણ 14
પોરબંદર 3
ગીર સોમનાથ 2
ભરૂચ 7
કચ્છ 4
મહેસાણા 2 ( 1 )
સાબરકાંઠા 1
આણંદ 5
મોરબી 1
છોટાઉદેપુર 2
પંચમહાલ 1 ( 1 )
જામનગર 3 ( 1 )
ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ અને
વડોદરામાં કોરોનાનું સંકટ ઘેરું દિનપ્રતિદિન ઘેરું બની રહ્યું છે. વડોદરામાં તા.10મી
એપ્રિલને શુક્રવાર બ્લેક ફ્રાઇડે બની ગયો હતો. કોરોનાના વધુ 20 કેસ નોંધાતા વડોદરામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા કુલ 59એ પહોંચી ગઇ હતી.
વડોદરાના ક્લસ્ટર ઝોન જાહેર કરાયેલા
વિસ્તાર નાગરવાડા અને સૈયદપુરામાંથી વધુ 20 કેસ સામે આવ્યા હતાં. જેમાંથી 11 પુરુષ અને 9 સ્ત્રીનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે વડોદરામાં લોકલ
ટ્રાન્સમિશનથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેના કારણે નાગરવાડા અને
સૈયદપુરાને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.
અમદાવાદમાં 540 ટેસ્ટમાંથી 44 પોઝિટિવ મળ્યાં છે. જેમાં 36 જેટલા પુરુષ અને 8 મહિલાઓ છે. આ સાથે જ શુક્રવારે દિવસ
દરમિયાન ભરૂચમાં 3, સુરતમાં 3
મળીને રાજ્યભરમાંથી 70 નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેથી
કુલ આંકડો 378એ પહોંચી ગયો હતો.
કોરોનાના વધતા કહેરની સાથે જ આજે
ગાંધીનગર, વડોદરા અને અમદાવાદ એમ વધુ 3 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આ સાથે જ
દર એક લાખે 102 ટેસ્ટ થઈ રહ્યાં છે. આ સાથે જ આરોગ્ય સચિવ જયંતિ રવિએ એ પણ
જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 16000
ટેસ્ટ કરવામાં
આવ્યાં છે. જેમાંથી ગુજરાતે 1540
ટેસ્ટ કર્યાં છે.
પીએમ મોદી ગઇ તા.2જી એપ્રિલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મિટીંગ કરી ચૂક્યા છે : આજે 11 એપ્રિલે પુન વિડીયો મીટીંગ
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી
આજરોજ તા.11મી એપ્રિલને શનિવારે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી લૉકડાઉન તેમજ
કોરોના વિરુદ્ધના યુદ્ધની રણનીતિના અગત્યના મુદ્દા પર દેશના તમામ રાજ્યોના
મુખ્યમંત્રીઓ સાથે વિચાર વિમર્શ કરશે. અગાઉ ગઇ તા.2જી એપ્રિલે પણ વડાપ્રધાન
મુખ્યમંત્રીઓની સાથે વિડીયો મીટિંગ કરી ચૂકયા છે. ગઇ તા.8મી એપ્રિલે વડાપ્રધાન
શ્રી મોદીએ સંસદ અને રાજ્યસભાના તમામ પક્ષોના પ્રતિનિધિઓની સાથે મીટિંગ કરી હતી. આ
મિટીંગમાં શ્રી મોદીએ હિંટ આપીને કહ્યું હતું કે તેઓ દેશભરમાં લાગૂ લોકડાઉનની
સમયમર્યાદામાં ફેરફાર કરવાનો નિર્ણય કરતાં પહેલાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે
વિચાર વિમર્શ કરશે.
અગાઉ ભાજપાના સ્થાપના દિવસે પણ વડાપ્રધાન
એ વાતનો સંકેત આપી ચૂક્યા છે કે આવનાર 14મી એપ્રિલના રોજ લોકડાઉન સંપૂર્ણપણે હટાવવું
મુશ્કેલ છે. શ્રી મોદીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારની પ્રાથમિકતા દરેક જીવની
સુરક્ષા છે. લોકડાઉનના વિસ્તારના મુદ્દા પર તેમણે કેટલાંય જિલ્લાના જિલ્લાધિકારીઓ
સાથે વાત કરી અને તમામને એકમત થઇ લોકડાઉનની સમય મર્યાદાને આગળ વધારવા પર સહમતિ
વ્યકત કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આખા દેશમાં એક સાથે લોકડાઉન હટાવું શકય
નથી.
ઓરિસ્સા બાદ પંજાબમાં પણ લોકડાઉનની અવધિ વધી
પંજાબના મુખ્યમંત્રીએ પણ રાજ્યમાં
કોરોનાના મળી રહેલા કેસોને પગલે લૉકડાઉન પિરીયડ લંબાવવાની જાહેરાત કરી દીધી છે.
અગાઉ નવીન પટનાયક સરકારે રાજ્યમાં લોકડાઉનને 30મી એપ્રિલ સુધી વધારવાની જાહેરાત કરી ચૂક્યા
છે. જે બાદ તા.10મી એપ્રિલે પંજાબ સરકારે પણ રાજ્યમાં લોકડાઉન આગળ વધારીને 30 એપ્રિલ અંતિમ તારીખ જાહેર કરી છે.
ગુજરાત સરકારે લૉકડાઉન સંભવિત રણનીતિનો રિપોર્ટ કેન્દ્રને મોકલ્યો
કોરોના વાયરસ સામે લડવા માટે પ્રધાનમંત્રી મોદીએ
જાહેર કરેલી 21 દિવસના
ડેડલાઇન પૂરી થઇ રહી છે ત્યારે ગુજરાત સરકારે લૉકડાઉન લિફ્ટીંગ અંગે ગુજરાતની
સંભવિત રણનીતિનો એક રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્ય
સરકારો સાથે ચર્ચા કરીને 14મી
એપ્રિલ બાદ લોકડાઉનને કેવી રીતે ખોલી શકાય તે બાબતે મંતવ્યો મગાવ્યા હતા. જેમાં
ગુજરાત સરકારે આ ભલામણો મોકલી હતી.
આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગુજરાત
સરકાર લૉકડાઉન ઉઠવવા અંગે તબક્કાવાર કાર્યવાહી હાથ ધરશે.
ગુજરાત સરકરારે કેન્દ્રને લોકડાઉનમાં તબક્કાવાર
ઢીલ આપવા વિશે એક રિપોર્ટ હાઇલેવલના અધિકારીઓ પાસે તૈયાર કરાવ્યો છે અને એ
હાઈ-લેવલ કમિટીએ કોવિડ-19ના
કેસો અને ક્વોરન્ટાઈન કરાયેલા લોકોની સંખ્યાને આધારે રાજ્યને ત્રણ- ગ્રીન, યેલો
અને રેડ ઝોનમાં દઇને લૉકડાઉન ઉઠાવવા અંગેની રણનીતિ તૈયાર કરી છે.
રાજ્ય સરકારે તેવા પણ સૂચનો કર્યા છે કે પહેલા
ફેઝમાં જરૂરી સુવિધાએ માટે ઈન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ એકમોને છૂટ આપવામાં આવે.
અન્ય કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ગાઈડલાઈન્સ મુજબ સુરક્ષા અને સાવધાની
સાથે બીજા અને ત્રીજા ફેઝમાં શરૂ થઈ શકે છે. રિપોર્ટમાં તેવો પણ ઉલ્લેખ છે કે
સ્કૂલ, કોલેજ
અને એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યૂટ લોકડાઉન બાદના બીજા અને ત્રીજા ફેઝમાં શરૂ થઈ શકે છે.
લોકડાઉન સંપૂર્ણ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી દરેક માટે માસ્ક ફરજિયાત
દરેક પ્રકારનું સામૂહિક પરિવહન લોકડાઉન રહે ત્યાં સુધી સંપૂર્ણ બંધ
ધાર્મિક, રાજકીય અને સામાજિક રીતે મિટીંગ મેળાવડા પર પ્રતિબંધ
બધી સરકારી ઓફિસ 50 ટકા સ્ટાફ સાથે વૈકલ્પિક દિવસોમાં ચાલુ રહેશે
રેસ્ટોરન્ટ પહેલા ફેઝમાં પાર્સલ સર્વિસ જારી રાખશે અને બાદમાં પોતાના પ્રિમાઈસીસમાં લોકડાઉન સુધી સર્વ કરી શકશે.
India Update 11 April 2020 @ 10 am
Confirmed Cases : 7,447
Total Deaths : 239
Total Recovered : 643
Active Cases : 6,565
STATE
Cases
Death
MAHARASHTRA
1574
110
TAMIL NADU
911
8
DELHI
903
13
RAJASTHAN
553
3
TELANGANA
473
7
M.P.
435
33
U.P.
431
4
KERALA
364
2
A.K.
363
6
GUJARAT
308
19
KARNATAKA
207
6
J.K.
207
4
HARYANA
177
3
PUNJAB
132
11
WEST BENGAL
116
5
BIHAR
60
1
ODISHA
48
1
UTTARAKHAND
35
0
ASSAM
29
1
HIMACHAL
28
1
CHHATTISGARH
18
0
CHANDIGARH
18
0
LADAKH
15
0
JHARKHAND
14
1
ANDAMAN
11
0
GOA
7
0
PUDUCHERRY
5
0
MANIPUR
2
0
MIZORAM
1
0
TRIPURA
1
0
ARUNACHAL
1
0
Reported on 10 April 2020
શુક્રવાર સવારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લો કે જ્યાં અત્યાર સુધી કોરોનાનો એક પણ કેસ મળ્યો ન હતો ત્યાં એક સાથે ચાર કોરોના પોઝીટીવ દર્દીઓ મળી આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામમાં 4 પોઝિટિવ કેસને સત્તાવાર સમર્થન મળ્યું છે.
ભરૂચમાં મળેલા ચારેય દર્દીઓનું દિલ્હી સ્થિત નિઝામુદ્દીન જમાત સાથે કનેકશન ધરાવતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. બહુધા લઘુમતી વસતિવાળા આ જિલ્લાના ગામોમાં તબલિગીની આવનજાવનના સંકેતોને પગલે શરૂ થયેલા સર્વેલન્સમાં આ કેસ મળ્યા છે.
ચારેય જમાતીઓ તામિલનાડુથી ટ્રેન મારફતે અંકલેશ્વર આવ્યા બાદ બાય રોડ ભરૂચ આવી ને તા. 12 થી 17 માર્ચ એક મસ્જિદ માં રોકાયા હતા. તા 17 માર્ચે ભરૂચથી ઇખર રવાના થયા હતા અને તા. 22 માર્ચ સુધી ઇખરની એક મસ્જિદમાં રોકાયા હતા. તા 23 માર્ચે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામને આઇડેન્ટિફાઇડ કરી ઇખર ખાતે એક ખાલી મકાનમાં ક્વોરન્ટાઇન કરાયા હતા.
ગુજરાતમાં કોરોનાના 76 નવા કેસ: કુલ આંકડો 262 પર પહોંચ્યો, બે-ચાર દિવસ હજુ કેસ વધશે
ગુરુવારે સવારે ગુજરાતમાં કોરોનાના 55 નવા કેસ સામે આવ્યા બાદ ગુરુવારે સાંજ સુધીમાં વધુ 21 નવા કેસ કન્ફર્મ થયા છે. આરોગ્ય ખાતાના સચિવ જયંતિ રવિના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હોટસ્પોટ વિસ્તારોને સીલ કરી મોટી સંખ્યામાં ટેસ્ટ કરવામાં રહ્યા છે, જેથી કન્ફર્મ કેસનો આંકડો વધે તેવી શક્યતા છે. આ વિસ્તારોમાંથી કોરોનાનો ચેપ બહાર ના જાય તે માટે મોટાપાયે કામગીરી કરાઈ રહી છે.
ગુજરાત અપડેટ તા.10 એપ્રિલ સવારે 10 વાગ્યે
અમદાવાદ- 153
વડોદરા 39
સુરત- 24
રાજકોટ- 18
ગાંધીનગર-14
ભાવનગર- 22
પાટણ-14 (એક જ પરિવારના સંપર્કથી)
ભરૂચ 4
કચ્છ 2
મહેસાણ 2
ગીરસોમનાથ 2
પોરબંદર- 3
પંચમહાલ-1
છોટાઉદેપુર-2
સાબરકાંઠા 1
મોરબી 1
દાહોદ 1
સાબરકાંઠામાં 1
આણંદ -2
વડોદરાના રેડ ઝોન નાગરવાડા વિસ્તારમાં વધુ 17 પોઝિટીવ કેસ મળતા ખળભળાટ
વડોદરામાં રેડ ઝોન જાહેર થયેલા નાગરવાડા વિસ્તારમાંથી માસ સેમ્પલ લઇને ચકાસણી કરવાના પ્રક્રિયા દરમિયાન ૧૭ વ્યક્તિઓમાં કોરોનો પોઝિટીવ આવ્યો હતો. આ જ વિસ્તારમાંથી આજે સવારે ત્રણ કેસ પોઝિટીવ આવ્યા હતા. આમ વડોદરાના કોરોના પોઝિટીવની સંખ્યા ૩૯ પર પહોચી ગઇ હતી. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલના જણાવ્યા પ્રમાણે જેના સેમ્પલ ચકાસણી હેઠળ હતા એ પૈકી ૧૭ નવા કોરોના પોઝિટીવ કેસો જણાયા છે.
રાજકોટના જંગલેશ્વરમાંથી વધુ પાંચ પોઝિટિવ
કોરોના વાયરસનું સંક્રમણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધી રહ્યું હોવાનું જણાય છે. રાજકોટના કોરોના વાયરસ માટેના હોટ સ્પોટ જંગલેશ્વરના એક જ વિસ્તારમાંથી ત્રણ દિવસ અગાઉ એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગુરુવારે એ જ વિસ્તારમાંથી 65 સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી બે મહિલાઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ સમગ્ર ક્લસ્ટરને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યું છે.
ગુરુવારથી 16 સેમ્પલ જંગલેશ્વરમાંથી લેવાયા જેમાં વધુ 5 લોકોના સેમ્પલ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. આ પાંચ દર્દીઓ ત્રણ દિવસ પેહલા આવેલ યુવાનનાં પરિવારજનો અને સંપર્કમાં આવેલ હોવાથી લોકસ ટ્રાન્સમિશન થયું હોવાનું હાલ જણાય રહ્યું છે. રાજકોટમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 18 થયો છે. અમદાવાદ બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરનાનો ક્લસ્ટર બોમ્બ વિસ્ફોટ થવાની ભીતિ સેવાઈ રહી છે.
આજ સાંજ સુધીની સ્થિતિ અનુસાર, રાજ્યમાં કુલ 215 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં 212 દર્દીઓ સ્ટેબલ તેમજ ત્રણ વેન્ટિલેટર પર છે અને ICUમાં તેમની સારવાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં 1975 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 358ના રિપોર્ટ આવવાના હજુ બાકી છે.
ગુજરાતમાં એકસાથે મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યાં છે તેનું કારણ હોટસ્પોટ અને ક્લસ્ટર કરવામાં આવેલા વિસ્તારોમાં સઘન ચેકિંગ અને ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી તે છે. ટેસ્ટિંગ વધારી દેવાથી આ વિસ્તારોમાં પોઝિટિવ કેસો વધી રહ્યાં છે અને આગામી કેટલાક દિવસોમાં પણ વધારે કેસો બહાર આવી શકે છે.
જુદા જુદા વિસ્તારોમાંથી જેમ જેમ કોરોનાના ટેસ્ટ વધારવામાં આવ્યા છે, તેમ તેમ લોકલ ટ્રાન્સમિશનના કેસોમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કુલ ૨૪૧ પોઝિટિવ કેસ છે. જેમાંથી ૩૩ વિદેશી અને ૩૨ આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. જ્યારે ૧૭૬ દર્દીઓ લોકલ ટ્રાન્સમિશનના છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૮૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ૬૨ પોઝિટિવ, જ્યારે ૧૬૨૪ નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. હજી ૧૦૨ ટેસ્ટ પેન્ડિંગ છે. તેમજ અત્યાર સુધીમાં કુલ ૫૭૬૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૪૧ પોઝિટિવ અને ૫૪૧૭ નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. રાજ્યમાં કુલ ૧૨૩૫૨ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૧૦૧૫ હોમ ક્વોરન્ટીન, ૧૧૭૦ સરકારી અને ૧૬૭ ખાનગી ફેસેલિટીમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.
રાજ્યમાં કોવિડ-૧૯નું સંકટ હવે ગંભીર સ્વરૂપ પકડી રહ્યું છે. બુધવારની સવારથી ગુરૂવારની સવાર સુધીના ૨૪ કલાકમાં એક સાથે ૬૨ કેસનો ચિંતાજનક વધારો થયો છે. ગુરુવારે સાંજે વડોદરાથી પણ ગંભીર સમાચાર આવ્યા હતા. વડોદરામાં એક સાથે 11 નવા કેસ અને પાટણમાં એક જ પરિવારમાં 9 કેસ મળી આવ્યા હતા.
એ પૂર્વે બુધવારની સાંજથી ગુરુવારે સવાર સુધીમાં ૫૫ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા, પરંતુ બપોરે વડોદરામાં વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાના કુલ ૨૪૫ દર્દીઓ થયા છે. જ્યારે અમદાવાદમાં વધુ એક દર્દીનું મોત થતાં હવે રાજ્યમાં કોરોનાનો મોતનો આંકજો ૧૭ પર પહોંચી ચૂક્યો છે. અમદાવાદમાં આજે ૫૦ નવા કેસ સામે આવતા શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યાં ૧૩૩ ઉપર પહોંચી ચૂકી છે.
લૉકડાઉનને સફળ બનાવવા માટે ઇન્ટરનેટ સ્પીડ સૌથી નિર્ણાયક પરીબળો પૈકીની એક
કોરોનાનો વધતો વ્યાપ વિસ્તાર ઘટાડવા આખે-આખી દુનિયાના અબજો લોકો ચાર દિવાલોની વચ્ચે આવી ગયા છે. પોતાના ઘરમાં જ સમય પસાર કરવા માટે અબજો લોકોનો સમય પસાર કરવાનો સહારો ઈન્ટરનેટ બન્યું છે. અબજો લોકો દિવસ રાત, વણથંભી રીતે ઇન્ટરનેટ પર સતત કંઈક ને કંઈક સર્ચ કરી જ રહ્યા છે.
લૉકડાઉનને કારણે ભારત સમેત વિશ્વભરમાં ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ પર સ્લો ઇન્ટરનેટની ફરીયાદોનું એઠલું દબાણ વધી રહ્યું છે કે કેટલીક કંપનીઓએ સ્ટીરીયોટાઇપ જવાબો આપવા માંડ્યા છે તકલીફ તો રહેવાની જ.
ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીની જેટલી ક્ષમતા છે તેટલી ક્ષમતા અનુસાર યુઝર્સ નેટનો રાઉન્ડ ધક્લોક ઉપયોગ કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે બધાની સ્લો નેટની ફરીયાદ હોય જ.
જો તમે કોઇ પણ પ્રકારે સ્લો નેટની ફરીયાદથી પીડીત હોવ તો કંપનીને ફરીયાદ કરવા પહેલા પોતાના કાબૂ હેઠળની કેટલીક પરિસ્થિતિને ક્રોસ વેરીફાય કરી લેવી. આટલું કરવાથી સંભવ છે કે તમારા ઘરે નેટની સ્પીડ સ્લો છે એ તેની કાર્યક્ષમતા અનુસાર કામ કરી શકે.
યુકેની સરકારે એવું નિવેદન આપ્યું છે કે કોરોના સામે બાથ ભીડવી હશે તો સ્પીડવાળી ઈન્ટરનેટ સેવા તેમાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવશે અને એટલે જ ત્યાંના નિષ્ણાતોએ ઘરે બેઠાં બેઠાં કામ કરનારા લોકો માટે જો ઈન્ટરનેટની સ્પીડ સ્લો હોય તો તેને બહેતર બનાવવા માટે કેટલીક ટિપ્સ આપી છે જે તમારી ઈન્ટરનેટની સ્પીડ બહુ વધુ તો નહીં પણ થોડી ઘણી સુધારવામાં ચોક્કસ મદદરૂપ થઈ શકે.
ફ્લોરિંગ, દીવાલ કે અન્ય ઉપકરણો જેવી બાબતો વાઈફાઈના સિગ્નલમાં અવરોધો ઊભા કરી શકે છે એટલે હંમેશાં તમારું રાઉટર એવી જગ્યાએ રાખો કે જ્યાં આવા કોઈ અવરોધો ના હોય. ટેબલ કે પછી શેલ્ફ એ રાઉટર મૂકવા માટેની એકદમ પરફેક્ટ જગ્યા છે.
કોર્ડલેસ ફોન, હેલોજન લાઈટ્સ, લાઈટનો પ્રકાશ ઓછો-વધુ કરવા માટેની ડીમર સ્વિચ, મ્યુઝિક સિસ્ટમ કે પછી કોમ્પ્યુટર સ્પીકર્સ, ટીવી અને મોનિટર જેવાં ઉપકરણો પણ રાઉટરને સિગ્નલ મેળવવામાં અવરોધરૂપ થાય છે એટલે આ બધી વસ્તુઓથી રાઉટરને હંમેશાં દૂર રાખો જેથી સિગ્નલ બરાબર મળે અને તમારી સ્પીડ જળવાઈ રહે.
રાઉટરને વારંવાર ચાલુ-બંધ કરવાને કારણે પણ ઈન્ટરનેટની સ્પીડ પર અસર જોવા મળે છે, એટલે રાઉટરને વારંવાર ચાલુ-બંધ કરવાનું ટાળો.
જો તમે ઘરેથી કામ કરી રહ્યા હોવ અને સતત વિડિયો કોલ કે કોન્ફરન્સ ચાલી રહી હોય એવા સમયે જો વિડિયોની જરૂર ના હોય તો વિડિયો ઓફ કરીને માત્ર ઓડિયો જ ચાલુ રાખો. આને કારણે ઓછી સ્પીડમાં પણ તમારી વાત-ચીત ખૂબ જ સારી રીતે થશે.
બેસ્ટ ક્વૉલિટીની બ્રોડ બેન્ડની સ્પીડ માટે તમારા કોમ્પ્યુટરને રાઉટર કનેક્ટ કરવાને બદલે વાઈ-ફાઈને બદલે અર્થનેટ કેબલનો ઉપયોગ કરો.
શક્ય હોય ત્યારે ટેલિફોન એક્સ્ટેન્શન કોર્ડનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે આ કોર્ડના અવરોધને કારણે ઈન્ટરનેટની સ્પીડ ઘટી જાય છે.
માઈક્રોવેવ ઓવનના ઉપયોગને કારણે પણ વાઈફાઈની સ્પીડ ઘટી જાય છે, પરિણામે વિડિયો કોલ કરતી વખતે કે પછી હાઈ ડેફિનેશન વિડિયો જોવા હોય ત્યારે કે પછી ઓફિસનું મહત્ત્વનું કામ ઓનલાઈન કરતી વખતે માઈક્રોવેવ ઓવનનો ઉપયોગ કરવાનું ટાળો.
તમને જે ફિલ્મો જોવી હોય, વિડિયો જોવા હોય તે પહેલાંથી જ શક્ય હોય તો ડાઉનલોડ કરીને રાખો, જેથી તમે જ્યારે ફિલ્મ જોઈ રહ્યા હોવ ત્યારે કે કોઈ મહત્ત્વનું કામ કરી રહ્યા હોવ એ સમયે કોઈ પણ પ્રકારનો અવરોધ ઊભો ના થાય.
મોબાઈલ નેટવર્કની માગણીમાં સતત વધારો થઈ રહ્યો છે એવા સમયે જો શક્ય હોય અને ઘરમાં લેન્ડલાઈનની વ્યવસ્થા હોય તો લેન્ડલાઈનનો વધુમાં વધુ ઉપયોગ કરવાનું રાખો.
ફોન કરવા માટે વાઈ-ફાઈ કોલિંગ સુવિધાનો ઉપયોગ કરો અને વોટ્સએપ કોલ, ફેસ ટાઈમ, સ્કાઈપ સહિત અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સના માધ્યમથી પણ ઓડિયો કોલ કરી શકાય છે એટલે આને કારણે મોબાઈલ નેટવર્ક પર પડનારો દબાણમાં ઘટાડો થશે.
કોઈ એક ચોક્કસ સ્થળે એક જ સમયે એક સાથે કેટલા લોકો ઈન્ટરનેટ વાપરી રહ્યા છે તેના પર પણ સ્પીડનો આધાર રહેલો છે એટલે જે ડિવાઈસની જરૂર ના હોય તો એ ડિવાઈસને વાઈફાઈથી ડિસકનેક્ટ કરી નાખો.
ઘણી વખત ટેબ્લેટ, સ્માર્ટફોનની સ્ક્રીન બંધ હોય તો પણ બેકગ્રાઉન્ડમાં એપ્સ ચાલુ જ હોય છે. એટલે જ્યારે પણ તમે ઓનલાઈન કોઈ મહત્ત્વનું કામ કરી રહ્યા હોવ ત્યારે આ મોબાઈલ, ટેબ્લેટમાંથી વાઈફાઈ ડિસકનેક્ટ કરી નાખો જેથી તમારા લેપટોપ કે ડેસ્કટોપ પર ઈન્ટરનેટની સારી સ્પીડ મળશે.
લોકડાઉનના સમયગાળા દરમિયાન અનેક કંપનીઓને ઈન્ટરનેટની સ્પીડ ઓછી થઈ જાય અને તેને કારણે નાગરિકોને ત્રાસ ન થાય એ માટે અલગ અલગ પ્રયાસો અને ઉપાય યોજનાઓ શરૂ કરી છે. ઈન્ટરનેટ સેવા પૂરી પાડનારી કંપનીઓ પરનું દબાણ ઓછું થાય એ માટે નેટફ્લિક્સ, ફેસબુક, યુટ્યુબ જેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મેને પણ વિડિયોની ક્વોલિટી ઓછી કરી નાખી છે. એટલે આ પ્લેટફોર્મ પર તમને એચડીને બદલે એસડી ક્વૉલિટીના વિડિયો જોવા મળશે. જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો એક સાથે વિડિયો જોવા લાગે છે ત્યારે વિડિયોની ગુણવત્તાને થોડી નબળી કરીને ઈન્ટરનેટની સ્પીડ ચોક્કસપણે જ વધારી શકાય એમ છે.
દેશમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા વધીને ૪,૯૧૯ થઇ ગઇ છે અને તેમાં સતત વધારો થઇ રહ્યો છે.
દેશમાં કોરોના વાઇરસના રોગચાળામાં મરનારા દરદીઓની સંખ્યા મંગળવાર સવારના આંકડા મુજબ ૧૧૪ થઇ હતી અને તેમાં મહારાષ્ટ્રમાં ૪૫ અને ગુજરાતમાં ૧૨ દરદીના મૃત્યુનો સમાવેશ થતો હતો. દેશમાં આ રોગમાંથી ૩૨૫ લોકો સાજા થયા છે. દેશમાં જ ૬૬ વિદેશી દરદી છે. કોરોના વાઇરસને લીધે મધ્ય પ્રદેશમાં ૯, તેલંગણમાં ૭, દિલ્હીમાં ૭, પંજાબમાં ૬ અને તમિળનાડુમાં પાંચ દરદી મૃત્યુ પામ્યા હતા.
કર્ણાટકમાં ચાર, પશ્ર્ચિમ બંગાળમાં ત્રણ, ઉત્તર પ્રદેશમાં ત્રણ, આંધ્ર પ્રદેશમાં ત્રણ અને રાજસ્થાનમાં ત્રણ દરદી મૃત્યુ પામ્યા હતા. દેશમાં કોરોના વાઇરસના દરદીઓના સવારના આંકડા મુજબ સંખ્યા મહારાષ્ટ્રમાં સૌથી વધુ છે. કોરોના વાઇરસના રોગચાળાને નાથવા સરકાર અનેક પગલાં લઇ રહી છે અને લોકોને શારીરિક સંપર્ક ટાળવા અપીલ કરાઇ રહી છે.
લૉકડાઉન ઉઠાવવાની અનેક રાજ્યની અનિચ્છા
દેશના અનેક રાજ્યે લૉકડાઉન ૧૫મી એપ્રિલે સંપૂર્ણ ઉઠાવી લેવાની અનિચ્છા કેન્દ્ર સમક્ષ વ્યક્ત કરી હોવાથી કેન્દ્ર લૉકડાઉનને એપ્રિલના અંત સુધી લંબાવવા વિચારણા કરી રહ્યું હોવાનું કહેવાય છે.
મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, આસામ, તેલંગણ, છત્તીસગઢ સહિતના અનેક રાજ્ય ૧૫મી એપ્રિલે લૉકડાઉન સંપૂર્ણ ઉઠાવી લેવાના પક્ષમાં નહિ હોવાનું મનાય છે.
ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે લૉકડાઉન ૧૫મી એપ્રિલે સંપૂર્ણ ખોલવાને બદલે તેને તબક્કાવાર ઉઠાવી લેવું જ યોગ્ય ગણાશે. ઉત્તર પ્રદેશના મુખ્ય ગૃહ સચિવ અવનીશ અવસ્થીએ જણાવ્યું હતું કે રાજ્યમાં લૉકડાઉન સંપૂર્ણ ખોલવામાં કદાચ થોડો વધુ સમય લાગશે. રાજ્યમાં કોરોના વાઇરસના દરદીઓ હોય ત્યારે લૉકડાઉન સંપૂર્ણ ઉઠાવી લેવાથી પરિસ્થિતિ વણસી શકે છે.
તિલંગાણા
તેલંગણના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે લૉકડાઉન ૧૫મી એપ્રિલે એકસાથે ઉઠાવી લેવાશે તો રાજ્યમાં દરદીઓની સંખ્યા અનેક ગણી વધી શકે છે.
છત્તીસગઢની માગણી
છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે દેશમાં લોકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રવેશવાની એકસાથે છૂટ મળી જશે તો પરિસ્થિતિ અનિયંત્રિત બની શકે છે.
મધ્યપ્રદેશની તૈયારી
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે અમે નાણાંને બદલે લોકોના જાનને વધુ મહત્ત્વ આપી રહ્યા છીએ. લૉકડાઉન લાંબુ ચલાવી લેવાય, પરંતુ લોકો રોગચાળામાં મરવા લાગે તે ન ચાલે.
આસામની પ્રતિક્રિયા
આસામ સરકારે પણ જણાવ્યું હતું કે લૉકડાઉન એકસાથે ઉઠાવી લેવાય તો રાજ્યમાં દરરોજ અંદાજે પચાસ હજાર લોકો આવે અને તેઓ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની જાય. અમે તેથી આસામમાં પ્રવેશવા ઇચ્છનારાઓ માટે પરમિટ આપવાનું શરૂ કરવાની વિચારણા કરી રહ્યા છીએ અને તેના માટે વૅબસાઇટ શરૂ કરીને વૅબસાઇટ પરથી રાજ્યમાં પ્રવેશવાની પરમિટ આવવાનું વિચારીએ છીએ.
મહારાષ્ટ્રનો અભિગમ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અગાઉ જણાવ્યું હતું કે રાજ્યમાં લૉકડાઉન ઉઠાવવાનો અંતિમ નિર્ણય લોકો દ્વારા સરકારી આદેશના કરાતા પાલન પર આધારિત છે.
ઉદ્ધવ ઠાકરેએ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે મહારાષ્ટ્રમાં રાજકીય, ધાર્મિક કે ખેલકૂદના કાર્યક્રમોને આગામી સૂચના નહિ મળે ત્યાં સુધી યોજવા નહિ દેવાય.
મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈમાં લૉકડાઉન ૧૫મી એપ્રિલે એકસાથે ઉઠાવી લેવાય તો ટ્રેન અને બસ જેવી જાહેર પરિવહન સેવામાંના ધસારાને કારણે રોગચાળો વધુ ફેલાવાનો ભય રહે છે. અનેક રાજ્ય સરકાર ઉપરાંત અનેક સૂક્ષ્મજીવશાસ્ત્રીઓ, ડૉક્ટરો અને અન્ય નિષ્ણાતો લૉકડાઉનને ૧૫મી એપ્રિલે એકસાથે સંપૂર્ણ ઉઠાવી નહિ લેવાની સલાહ આપી રહ્યા છે.
દુનિયાના ૧૮૩ દેશમાં કોરોના વાઇરસના દરદીઓ ફેલાયેલા છે અને દરદીઓની સંખ્યામાં તેમ જ મરણાંકમાં કૂદકે ને ભૂસકે વધારો થતો જાય છે.
India update 7 April 2020 1 pm
Confirmed Cases : 4,421
Total Deaths : 114
Total Recovered : 326
Active Cases : 3,981
STATE
Cases
Death
MAHARASHTRA
748
45
TAMIL NADU
621
5
DELHI
523
7
KERALA
327
2
TELANGANA
321
7
U.P.
305
3
RAJASTHAN
288
3
A.P.
266
3
M.P.
165
9
KARNATAKA
151
4
GUJARAT
165
12
J. K.
109
2
WEST BENGAL
91
3
HARYANA
90
1
PUNJAB
76
6
BIHAR
32
1
UTTARAKHAND
31
0
ASSAM
26
0
ODISHA
21
0
CHANDIGARH
18
0
LADAKH
14
0
HIMACHAL
13
1
ANDAMAN
10
0
CHHATTISGARH
10
0
GOA
7
0
PUDUCHERRY
5
0
JHARKHAND
4
0
MANIPUR
2
0
MIZORAM
1
0
Mumbai : વોકહાર્ટ હોસ્પિટલને ત્રણ ડોક્ટર અને ૨૬ નર્સ પોઝિટિવ
મુંબઇ મહાનગરપાલિકાએ મુંબઈ સેન્ટ્રલની વોકહાર્ટ હોસ્પિટલને એક અઠવાડિયામાં તેના ત્રણ ડોક્ટર અને ૨૬ નર્સ કોરોના પોઝિટિવ જણાયા બાદ ક્ધટેન્મેન્ટ ઝોનમાં ફેરવી છે. આ દરેકના રિપોર્ટ બે વખત નેગેટિવ નહીં આવે ત્યાં સુધી કોઇને પણ હોસ્પિટલમાં દાખલ થવા અથવા તેમાંથી બહાર આવવાની પરવાનગી આપવામાં નહીં આવે.
હોસ્પિટલના ૨૭૦થી વધુ સ્ટાફ અને દર્દીઓની ટેસ્ટ કરવામાં આવી છે. પોઝિટિવ આવેલી નર્સીસને હોસ્પિટલના વિલેપાર્લાના ક્વોર્ટર્સમાં મોકલી દેવામાં આવી છે. હોસ્પિટલની કેન્ટિન ચાલુ રહેશે અને ખાદ્યસામગ્રી પૂરી પાડશે. પોલીસ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. હોસ્પિટલમાં વધુ કેસ નોંધાયા હોવા અંગે મેનેજમેન્ટે કંઇ નિવેદન કર્યું નહોતું. ‘ઓપીડી અને ઇમર્જન્સી સર્વિસ બંધ કરી દેવામાં આવી છે’, એમ હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું. વોકહાર્ટના સ્ટાફે આક્ષેપ કર્યો હતો કે કોરોનાગ્રસ્ત નર્સીસના સહકર્મચારીઓ અને રૂમ પાર્ટનર્સને ક્વોરન્ટાઇન કરવામાં ન આવ્યા હોવાને કારણે ઇન્ફેકશન ઝડપથી ફેલાયું હતું.
તબલીઘી જમાતની ઇવેન્ટ સાથે જોડાયેલા ૧,૪૪૫ કેસ
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે સોમવારે આપેલા આંકડા અનુસાર ભારતમાં કોરોના વાઇરસને લગતા જે કુલ ૪,૦૬૭ કેસ નોંધાયા છે એમાંથી ઓછામાં ઓછા ૧,૪૪૫ કેસ દિલ્હીમાં તાજેતરમાં યોજાઈ ગયેલા તબલીઘી જમાતના મેળાવડા સાથે સંબંધિત છે.
ભારતમાં છેલ્લા થોડા દિવસ દરમિયાન સામાન્ય રીતે સરેરાશ ૭.૪ દિવસમાં કોવિડ-૧૯ના કેસની સંખ્યા બમણી થતી હતી, પરંતુ ગયા મહિનાની નિઝામુદ્દીન ખાતેની જમાતની ઇવેન્ટને લીધે એ સરેરાશ વધીને ૪.૧ દિવસની થઈ ગઈ હતી. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે સોમવારે જણાવ્યું હતું કે રવિવારથી દેશમાં કોવિડ-૧૯ના નવા ૬૯૩ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક ૧૦૯ થઈ ગયો છે. જોકે, વિવિધ રાજ્યોમાંથી મળતા આંકડાને આધારે પીટીઆઇએ દર્શાવેલી સ્થિતિ મુજબ દેશમાં કોવિડ-૧૯ને લીધે મૃત્યુ પામેલાઓની સંખ્યા ૧૨૬ ઉપર પહોંચી ચૂકી છે, જ્યારે ૪,૧૧૧ લોકોને આ વાઇરસનો ચેપ લાગી ચૂક્યો છે. જોકે, એમાંથી ૩૧૫ લોકોને પૂર્ણપણે સારું થઈ ગયું છે અને તેમને હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે.
આર્થિક ફટકા સામે સજ્જ થવાની મોદીની હાકલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રધાનમંડળની સોમવારે મળેલી બેઠકમાં પ્રધાનોને કોરોના વાઇરસના રોગચાળાથી દેશના અર્થતંત્ર પર થનારી માઠી અસર ઘટાડવા માટેની આર્થિક યોજના યુદ્ધના ધોરણે તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો અને વિદેશો પરની નિર્ભરતામાં ઘટાડો થવાની તેમ જ મૅક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળવાની આશા વ્યક્ત કરી હતી.
મોદીએ ટેલિકૉન્ફરન્સિંગથી પ્રધાનમંડળની બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે કોરોના વાઇરસના રોગચાળાને લગતી હાલની કટોકટીથી મૅક ઇન ઇન્ડિયાને વેગ આપવાની અને વિદેશો પરની નિર્ભરતા ઘટાડવાની તક મળી છે.
તેમણે પ્રધાનોને કોરોના વાઇરસના રોગચાળાથી અસરગ્રસ્ત ન હોય એવા વિસ્તારોમાંના ડિપાર્ટમેન્ટ્સ (વિભાગો) ૧૫મી એપ્રિલ પછી શરૂ કરવાની તબક્કાવાર યોજના ઘડી કાઢવાની સૂચના પણ આપી હતી.
મોદીએ પ્રધાનોને રાજ્ય, જિલ્લા વહીવટી તંત્રના સતત સંપર્કમાં રહીને રોગચાળાને સંબંધિત સમસ્યા તાત્કાલિક ઉકેલવા માટે તૈયાર રહેવા અનુરોધ કર્યો હતો. કેન્દ્રના પ્રધાનમંડળની બેઠકે સાંસદોના વેતન અને પેન્શનમાં કાપ મૂકવાની જોગવાઇ ધરાવતા વટહુકમને બહાલી આપી હતી.
વાહન પ્રતિબંધ પરીણામદાયી : ગુજરાતમાં નવા 16 કેસ : અમદાવાદના 11, વડોદરામાં 2 અને સુરત, પાટણ અને મહેસાણામાં 1-1 નવા કેસ
વાહન પ્રતિબંધ પરીણામદાયી
અમદાવાદ બાદ સૂરત શહેરમાં રવિવારે રાત્રે 12 વાગ્યાથી પ્રાઇવેટ વાહનોની અવરજવર પર સંપૂર્ણ પણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધની ખાસ્સી અસર સૂરત શહેરના માર્ગો પર જોવા મળી હતી. આ વાહન પ્રતિબંધ સૂરત માટે પરીણામદાયી રહ્યો છે. સૂરતના માર્ગો પર હવે એકલદોકલ વાહનો જોવા મળી રહ્યા છે.
સૂરતમાં એક કેસ ઉમેરાયો
સૂરતમાં સોમવારે સવારે મળેલી માહિતી મુજબ રાંદેરના અલમિન એપાર્ટમેન્ટમાં રહેતા 52 વર્ષિય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. મેયર ડો.જગદીશ પટેલએ પોતાના ફેસબુક પેજ પર આ માહિતી શેર કરતા જણાવ્યું હતું કે સૂરત શહેરમાં હવે કુલ 15 કોરોના પોઝીટીવ કેસ થયા છે જ્યારે સૂરત ગ્રામ્ય વિસ્તારમાં 2 કેસ થયા છે. સૂરતમાં અત્યાર સુધી કુલ 205 સેમ્પલ્સ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 188 નેગેટિવ આવ્યા છે. જ્યારે 2 કેસમાં રિપોર્ટની રાહ જોવાય રહી છે.
સોમવારે સવારે મહાનગરપાલિકાની સત્તાવાર માહિતી મુજબ નવા 5 દર્દીઓને શંકાસ્પદ કોરોના લક્ષણો જોવા મળતા તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે. આ પાંચ દર્દીઓમાં નવા ગામ ડીંડોલી વિસ્તારના એક વર્ષના બાળકનો પણ સમાવેશ થતો હતો. પરંતુ, સદનસીબે એ બાળકનો ટેસ્ટ નેગેટીવ આવતા તમામને રાહત થઇ હતી.
સૂરત અપડેટ્સ.
કુલ સેમ્પલ્સ 205
પોઝીટીવ કેસ સિટી 15 (એક્ટીવ કેસ 09)
પોઝીટીવ કેસ ગ્રામ્ય 02
નેગેટીવ 188
મૃત્યુ 02
રિકવર 04
રિપોટર્ વેઇટિંગ 07
ગુજરાતમાં રવિથી સોમવારે સવાર સુધીમાં નવા 16 કેસ મળ્યા
ગુજરાતમાં નવા મળેલા 16 કેસોમાં 11 અમદાવાદના, વડોદરાના 2, મહેસાણા, સુરત અને પાટણના 1-1 કેસો હોવાનું જણાવાયું હતું.
રવિવારે રાત્રે 9
કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 20
નવા કેસ નોંધાયા છે,
અને આ સાથે જ રાજ્યમાં કન્ફર્મ કેસનો આંકડો 128ને આંબી ગયો છે.
આરોગ્ય ખાતાના અગ્રસચિવ જયંતિ રવિના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે 10 વાગ્યા સુધીમાં 14ના રિપોર્ટ
પોઝિટિવ આવ્યા બાદ સાંજે 7.30 કલાક સુધીમાં વધુ છ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આજે ચાર
દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
રવિવાર તા.5મી
એપ્રિલે જામનગરમાં 14 મહિનાના બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ બાળકને હાલ
વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત,
અમદાવાદમાં એક વૃદ્ધ પણ હાલ વેન્ટિલેટર પર છે, જ્યારે બાકીના 94 દર્દીઓ સ્ટેબલ છે
અને 21 દર્દીઓને રજા આપી
દેવામાં આવી છે. ગુજરાતમાં અત્યારસુધી આ વાયરસને કારણે 11 લોકોએ પોતાનો જીવ
ગુમાવ્યો છે. જોકે, આજે એકપણ દર્દીનું મોત નથી થયું.
રવિવારે
ગુજરાતમાં કોરોના વાયરસના 20
નવા દર્દીઓ સામે આવ્યા, જે
એક દિવસમાં સામે આવેલા કોવિડ-19ના
દર્દીનો સૌથી મોટી સંખ્યા છે. ગુજરાતમાં કોરોનાના હોટસ્પોટ તરીકે જાહેર થયેલા
અમદાવાદમાં કોરોનાના નવા 8
સેમ્પલ્સ પોઝીટીવ આવતા રાજ્યમાં કોરોના દર્દીની
સંખ્યા વધીને 128 થઈ પર પહોંચી ગઇ હતી.
મોતના મામલે દેશમાં ગુજરાત મહારાષ્ટ્ર પછી બીજા નંબરે
એથી
વિશેષ ગુજરાતમાં કોરોનાથી કુલ 11 લોકોના
મોત થઇ ચૂક્યા છે સમગ્ર દેશમાં મૃત્યુના મામલે મહારાષ્ટ્ર
બાદ ગુજરાત બીજા નંબરે છે.
ગુજરાતમાં તબલીગી મરકઝના કનેકશનમાં કોરોનાના કેસો મળી આવ્યા
રાજ્યના
સ્વાસ્થ્ય વિભાગ મુજબ,
રવિવારે સામે આવેલા 20 કેસોમાંથી
9 જેટલા
કેસોનું કનેક્શન તબલીગી જમાત સાથે જોડાયેલું છે. ડીજીપી શિવાનંદ ઝાએ કન્ફર્મ
કર્યું હતું કે, 6 દર્દીઓની દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી રહી છે.
ગુજરાત પોલીસે એવા 126
લોકોની ઓળખ કરી છે જેઓ મરકજમાં ગયા હતા.
India Update
Confirmed Cases 4,067
Total Deaths 109
Total Recovered 292
Active Cases 3,666
STATE/UT
Case
Death
MAHARASHTRA
690
45
TAMIL NADU
571
5
DELHI
503
7
TELANGANA
321
7
KERALA
314
2
RAJASTHAN
253
0
U.P.
227
2
A.P.
226
3
M.P.
165
9
KARNATAKA
151
4
GUJARAT
128
11
JAMMU
106
2
HARYANA
84
1
WEST BENGAL
80
3
PUNJAB
68
6
BIHAR
30
1
ASSAM
26
0
UTTARAKHAND
26
0
ODISHA
21
0
CHANDIGARH
18
0
LADAKH
14
0
HIMACHAL
13
1
ANDAMAN
10
0
CHHATTISGARH
9
0
GOA
7
0
PUDUCHERRY
5
0
JHARKHAND
3
0
MANIPUR
2
0
ભારતમાં
કોરોના વાયરસના સંક્રમણથી પીડીત દર્દીઓનો આંકડો કૂદકેને ભૂસકે વધી રહ્યો છે.
તા.1લી એપ્રિલે 2000 કેસો હતા જે તા.5મી એપ્રિલની રાત્રે વધીને 4200 પ્લસ થઇ ગયા
છે. રવિવારના 24 કલાકમાં ભારતમાં કોરોનાથી પીડીત 27 દર્દીઓનાં મોત થયા બાદ વાયરસના કારણે મૃત્યુ પામનારા
લોકોની સંખ્યા 100ને પાર થઈ ગઈ છે. રવિવારે ઓછામાં ઓછા 12 લોકોના
મોત થયા હોવાની વાતને સમર્થન આપવામાં આવ્યું છે. દેશમાં કોરોના વાયરસના પીડિતોની
સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.
Reported on 5 April
Surat Update સૂરતમાં Saturday 3 નવા કેસો મળતા એલર્ટ
સૂરત શહેરમાં રવિવાર તા.5મી એપ્રિલે સવારે નવા બે પેશન્ટના કોવીડ-19 રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. શનિવારે એક મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેનું શનિવારે મોડીરાત્રે નિધન થયું હતું. રવિવારની સવારે વધુ 2 નવા કેસો મળી આવતા સૂરત શહેર માટે આગામી દિવસો ચિંતાજનક સ્થિતિના હોવાનું જણાય આવે છે.
સૂરતના નવા કેસોમાં પાંડેસરા સ્થિત ડીમાર્ટના સેલ્સમેનની માતાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે ઝાંપાબજાર હાથી ફળિયામાં રહેતા રમેશચંત્ર રાણાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનું જાણવા મળે છે.
એક્ટીવ પોઝીટીવ કેસ સિટી વિસ્તાર 09
એક્ટીવ પોઝીટીવ કેસ ગ્રામ્ય વિસ્તાર 02
2 ના મોત
3 પેશન્ટ રિકવર
રિપોર્ટ પેન્ડીંગ 05
Gujarat Update ગુજરાતમાં 123 કેસો થઇ ગયા
રાજ્યમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા રવિવારે સવારે 10 વાગ્યે 110 પર પહોંચી ગઇ હતી. શનિવારે 13 અને રવિવારે સૂરતમાં નવા 2 કેસો મળીને કુલ 15 કેસ છેલ્લા 24 કલાકમાં મળ્યા હતા.
રાજ્યમાં કોરોનાના પોઝીટીવ હોય એવા દર્દીઓની સંખ્યા 108 પર પહોંચી ગઇ છે. શનિવારે રાત્રે 12 કલાકે વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના પોઝીટીવ હોય એવા કુલ 13 નવા કેસ સામે આવ્યા છે. શનિવારે જે નવા પોઝીટીવ કેસોમાં અમદાવાદના 7 દર્દીઓનો, ભાવનગરના 2, ગાંધીનગરના 2, પાટણ અને સુરતના 1-1 દર્દી હોવાનું જાણવા મળ્યું છે.
શનિવારના નવા 14 કન્ફર્મ
કેસમાંથી એક જ કેસમાં દર્દી ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે, જ્યારે
બાકીના બધા લોકલ ટ્રાન્સમિશનના છે. પાટણ જિલ્લામાં પણ આજે સૌપ્રથમ કેસ સામે આવ્યો
છે.
અમદાવાદ તેમજ સુરત જેવા શહેરોના ગીચ વિસ્તારમાં પ્રસરી રહ્યો છે
ત્યારે આ વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોને આઈસોલેટ કરાઈ રહ્યા
છે, અને લોકોના ઘરની
બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
ગુજરાતમાં નોંધાયેલા 108 કેસમાંથી 64 લોકલ ટ્રાન્સમિશનના છે, જ્યારે ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 34 કેસ છે. 10 દર્દીઓ ઈન્ટર સ્ટેટ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. 10 મૃતકોમાંથી લોકલ ટ્રાન્સમિશનથી આ વાયરસનો ભોગ બનેલા લોકોની સંખ્યા 6 થાય છે, અને 2-2 મૃતકો ઈન્ટર સ્ટેટ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે
છે. રાજ્યમાં અત્યારસુધી 13 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યો છે.
યુવાનો ભોગ બની રહ્યા છે કોરોના વાઇરસનો ભારતમાં 42 ટકા દર્દીઓ 21થી 40 વર્ષના
કોરોના વાયરસ વિશે માનવામાં આવી રહ્યું છે કે, તે વૃદ્ધોને સરળતા પકડમાં લઈ રહ્યો છે, પરંતુ ભારતમાં આંકડા ચોંકાવનારા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં કોરોના સંક્રમણના સૌથી વધુ 42 ટકા કેસ 21-40 વર્ષની ઉંમરના છે. 33 ટકા મામલા 41-60 વર્ષની ઉંમરના અને 17 ટકા મામલા 60 વર્ષથી વધુ ઉંમરના છે. 9 ટકા મામલા 0-10 વર્ષની ઉંમરના ગ્રુપના છે.
લૉકડાઉનમાંથી કેવી રીતે બહાર નીકળવું પીએમ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસે ઇનપૂટ્સ મંગાવ્યા
જેમ જેમ તા.14મી એપ્રિલ નજીક આવી રહી છે તેમ તેમ દેશના લોકોમાં લૉકડાઉન
સમાપ્તિ અંગેની તાલાવેલી અને અધિરાઇ સ્પષ્ટ કરતી ઘટનાઓ આકાર પામી રહી છે.
કેન્દ્રની ઉચ્ચસ્તરીય ટીમ લૉકડાઉન સમાપ્તિ અંગે હાલ રોજેરોજ મનોમંથન કરી રહી છે.
દરમિયાન ગઇ તા.3 એપ્રિલના રોજ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલે પૂરા થનારા ‘કોરોના લોકડાઉન’માંથી તબક્કાવાર ધોરણે બહાર નીકળવાનાં સૂચન
મંગાવ્યા હતા. રાજ્યોના મુખ્યમંત્રીઓને કોમન સ્ટ્રેટેજી તેમજ એક્ઝીટ પ્લાન અંગે
ઇનપૂટ્સ આપવા જણાવાયું હતું. વડાપ્રધાન કાર્યાલય (PMO)ની યાદી અનુસાર શુક્રવારે સવારે રાષ્ટ્રને
સંબોધન પહેલાં મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની
વાતચીતમાં કોમન ‘એક્ઝિટ સ્ટ્રેટેજી’ સૂચવવા સૂચવ્યું હતું.
સમગ્ર ચર્ચાનો હેતુ એ હતો કે લોકડાઉન પૂરું થયા પછી બધા
લોકો એકસાથે રસ્તા પર ઊતરી ન પડે. આપણે શૂન્યમાંથી 100 ટકા પ્રવૃત્તિ શરૂ કરી ન
શકીએ. આપણે લોકડાઉન ધીમેધીમે ખોલવું પડશે.”
ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાની
આગેવાનીમાં અધિકારીઓનું સત્તાધારી જૂથ અન્ય દેશોના અનુભવને આધારે વ્યૂહરચના
ઘડવાનું કામ કરી રહ્યું છે.
સરકાર કોરોના હોટસ્પોટને બંધ રાખી કેટલાક વિસ્તારોને
ખોલવાની યોજના ઘડી શકે. ઉપરાંત, સિનિયર સિટિઝન પરનો અંકુશ
લાંબો સમય ચાલુ રાખવાનો નિર્ણય પણ લેવાઈ શકે.
વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે આ મુદ્દાઓ પર વિચાર આદાન પ્રદાન કર્યા હતા.
વડાપ્રધાને રાજ્યોને કોવિડ-19 સામેની લડતમાં
સક્રિય સંખ્યાબંધ હેલ્થ વર્કર્સની સંખ્યામાં વધારો કરવાના વિકલ્પો
સહાયની રકમ તબક્કાવાર ધોરણે ચૂકવવા
બેન્કોમાં ભીડને ટાળી શકાય
તબીબોની ઉપલબ્ધતા વધારવા
રાજ્યોને AYUSHના ડોક્ટર્સનો ઉપયોગ કરવા
ઓનલાઇન ટ્રેનિંગ ગોઠવવા
પેરામેડિકલ સ્ટાફ, NCC અને NSSના સ્વયંસેવકોનો કાર્યક્ષમ ઉપયોગ
મોદીના જણાવ્યા અનુસાર આગામી કેટલાંક સપ્તાહમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ, આઇસોલેશન અને ક્વોરન્ટાઇન પર ધ્યાન આપવાનો
નિર્દેશ અપાયો હતો.
દેશના કુલ કોરોના કેસીસમાં 1023 કેસોનું દિલ્હી તબલીગી મરકઝ સાથે કનેકશન
કોરોના વાયરસના મામલામાં છેલ્લા કેટલાક દિવસોમાં દેખાઈ
રહેલો ઉછાળો ઘણી હદ સુધી તબલીગી જમાતની બેજવાબદારી જવાબદાર છે. સ્વાસ્થ્ય
મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં સામે આવેલા કુલ મામલામાં 30 ટકા તો માત્ર ‘એક ખાસ સ્થાન’ સાથે જોડાયેલા છે. આ સ્થાન બીજું કોઈ નહીં પરંતુ જમાતની હેડ
ઓફિસ નિઝામુદ્દીન મરકઝ છે, જ્યાં ગત મહિને થયેલા જલસામાં સામેલ થયેલા લોકો મોટી
સંખ્યામાં કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. અત્યાર સુધીમાં 1023થી વધુ તબલીગી સભ્યોમાં કોરોનાની પુષ્ટિ કરવામાં આવી ચૂકી
છે.
આરોગ્ય ખાતાના પ્રવક્તા લવ અગ્રવાલે કહ્યું અન્ય દેશોની સંરખામણીમાં વાઇરસ ફેલાવાનો દર ભારતમાં ઓછા સ્તરે
કોરોના વાયરસના મામલામાં ઉછાળો તો આવ્યો છે, પરંતુ સરકારે આશ્વાસન આપ્યું છે કે, ડરવાની જરૂર નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય
મંત્રાલયે પોતાની ડેલી પ્રેસ બ્રીફિંગમાં શનિવારે જણાવ્યું કે, દેશમાં આ વાયરસના ફેલાવાનો દર ઘણા અન્ય
દેશોની સરખામણીમાં ઓછો છે અને 30 ટકા મામલા માત્ર ‘એક ખાસ સ્થાન’ સાથે જોડાયેલા છે.
આયુષ્યમાન ભારત હેઠળ ખાનગી હોસ્પિટલોમાં મફત થશે કોરોના ટેસ્ટ અને સારવાર
નેશનલ હેલ્થ ઓથોરિટી (એનએચએ)એ શનિવારે એક
મહત્વની અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારતના લાભાર્થીઓને ટૂંક
સમયમાં જ કોરોના વાયરસના ટેસ્ટ અને સારવાર મફતમાં ઉપલબ્ધ કરાવવા અંગેના આદેશો જારી
કરી દેવામાં આવ્યા છે. નેશનલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમને અમલી બનાવનાર એનએચએનું
કહેવું છે કે આનાથી કોરોના વાયરસ સામે લડવામાં દેશની તાકાતમાં વધારો થશે.
લાભાર્થીઓને આ યોજના સાથે જોડાયેલી લેબોરેટરી અને હોસ્પટિલોમાં મફત ટેસ્ટ અને
સારવાર મળી શકશે.
એનએચએ દ્વારા જારી એક યાદીમાં કહેવામાં
આવ્યું છે કે હાલમાં જાહેર સુવિધાઓમાં કોવિડ-19નો ટેસ્ટ અને સારવાર મફતમાં ઉપલબ્ધ છે.
હવે 50 કરોડ નાગરિકો આ હેલ્થ એસ્યોરન્સ સ્કીમ અંતર્ગત ખાનગી લેબમાં કોવિડ-19નો મફતમાં ટેસ્ટ કરાવી શકશે અને તેની સાથે જોડાયેલી હોસ્પિટલોમાં
મફત સારવાર કરાવી શકશે.
આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય
યોજના (એબી-પીએમજેએવાય) સાથે જોડાયેલી હોસ્પિટલો તેમની સત્તાવાર ટેસ્ટિંગ
સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે, તેમ એનએચએ દ્વારા જારી કરવામાં આવેલી
યાદીમાં કહેવામાં આવ્યું છે.
ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ
(આઈસીએમઆર) દ્વારા બનાવવામાં આવેલા પ્રોટોકોલ મુજબ જ ખાનગી લેબ અથવા તો તેની સાથે
રેજિસ્ટર્ડ થયેલી લેબમાં કોરોનાનો ટેસ્ટ કરવામાં આવશે. ખાનગી હોસ્પિટલોમાં કરવામાં
આવતી કોવિડ-19ની સારવાર એબી-પીએમજેએવાય યોજના હેઠળ આવરી લેવામાં આવશે.
Reported Earlier on 4 April 2020
ગુજરાતમાં હવે કોમ્યુનિટી ઇન્ફેકશનનો તબક્કો શરૂ, છેલ્લી ફ્લાઇટ 22મી માર્ચે આવી હતી તેના પણ 14 દિવસ પૂર્ણ થશે
Gujarat Update 4 April 2020
ગુજરાત કુલ કેસ 105, મૃત્યુ 10, રિકવરી 12
અમદાવાદમાં 43
સુરતમાં 12
ગાંધીનગરમાં 13
રાજકોટમાં 10
વડોદરામાં 9
ભાવનગરમાં 9
પોરબંદરમાં 3
ગીર સોમનાથમાં 2
કચ્છ 1
મહેસાણા 1
પંચમહાલમાં 1 કેસ
પાટણ 1
World Update in Single Frame
India Update 4 April
Confirmed Cases : 3,112, Total Deaths : 90, Total Recovered : 184, Active Cases : 2,838
સુરતમાં છેલ્લા બે દિવસથી કોરોનાની રાહત: બે દિવસમાં તમામ ૧૦ દર્દીના રિપોર્ટ નેગેટિવ
સૂરત અપડેટ 4 એપ્રિલ 2020
શહેર એક્ટીવ કેસ 06
જિલ્લા એક્ટીવ કેસ 02
નેગેટીવ સેમ્પલ્સ કુલ 152
રીકવર 03
મૃત્યુ 01
19 સેમ્પલ્સના ટેસ્ટ રિપોર્ટની જોવાતી રાહ
સુરત શહેરમાં બે દિવસમાં વધુ ૧૬ શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. જેમાં છ વ્યક્તિ વિદેશ અથવા આંતરરાજ્ય પ્રવાસ કરી સુરત આવ્યા હતા. જ્યારે અન્ય ૧૦ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હતી. આ તમામ ૧૬નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે શંકાસ્પદ દર્દીઓ પૈકીની એક મહિલા દર્દીનું ટુકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ શંકાસ્પદ દર્દીઓની સંખ્યા ૧૫૩ થઈ ગઈ છે. જેમાંથી ૧૨ કેસ પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે ૧૩૬ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
India State Wise Cases on 4 April
STATE/UT
Cases
DEATHS
MAHARASHTRA
490
26
TAMIL NADU
411
1
DELHI
386
6
KERALA
295
2
RAJASTHAN
179
0
UP
174
2
AP
161
1
TELANGANA
158
7
KARNATAKA
128
3
MP
104
6
GUJARAT
105
10
J KASHMIR
75
2
WEST BENGAL
63
3
PUNJAB
53
5
HARYANA
49
0
BIHAR
29
1
ASSAM
24
0
CHANDIGARH
18
0
UTTARAKHAND
16
0
LADAKH
14
0
ANDAMAN
10
0
CHHATTISGARH
9
0
GOA
6
0
HIMACHAL
6
1
ODISHA
5
0
PUDUCHERRY
5
0
MANIPUR
2
0
JHARKHAND
2
0
ગુજરાતમાં કોમ્યુનિટી સંક્રમણનો તબક્કો શરૂ
રાજ્યમાં સૌપ્રથમ કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ ગત ૧૮મી માર્ચના રોજ નોંધાયાં બાદ આજે ૧૬ દિવસ પુરા થઇ ચૂક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૯૫ જેટલા પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યાં છે. વિદેશ અને આંતર રાજ્યના પ્રવાસેથી રાજ્યમાં આવેલા લોકોથી સંક્રમિત થયેલા કોરોના વાયરસનો તબક્કો પૂરો થઇ રહ્યો છે ત્યારે હવે કોમ્યુનિટી સંક્રમણનો તબક્કો શરૂ થઇ ચૂક્યો છે.
ગાઈડલાઈન્સ મુજબ ૧૪ દિવસનો ઈન્ક્યુબેશન પીરિયડ હોય છે. એરપોર્ટ પર છેલ્લી ફ્લાઈટ ૨૨મીએ આવી હતી. જેમાં આવેલા લોકોના ઈન્ક્યુબેશન પીરિયડ પણ 1 દિવસમાં પૂરો થશે. પરંતુ શહેરમાં ૩૧ લોકો પોઝિટિવ આવ્યા છે. જેમના સંપર્કમાં આવેલા ૬૫૦ લોકોને પણ ક્વોરન્ટીનમાં મૂકી દેવામાં આવ્યા છે. જેથી તેમના ૧૪ દિવસનો સમય પૂરો થતાં ૨૦ એપ્રિલ સુધીનો સમય લાગી શકે તેમ છે. જેથી હજુ પણ અમદાવાદ શહેર માટે આગામી ૨૦થી ૨૫ દિવસ ખૂબ જ મહત્ત્વના છે. આ સમય દરમિયાન સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે તકેદારી રાખવી જરૂરી હોવાનું માનવામાં આવે છે.
હવે ઇન્ટર સ્ટેટ અને ઇન્ટરસિટીથી આવેલા લોકો માટે સચેત રહેવું પડશે
આ ઉપરાંત મુંબઈ, સુરત કે રાજ્ય બહારથી આવેલા લોકોનો હવે ઇન્ક્યુબેશન પિરિયડ શરૂ થશે. એટલે હવે ચિંતા ગામડાઓની કરવાની છે. ગામડાઓમાં પણ આંતરરાજ્ય પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા નાગરિકોને કડકપણે હોમ ક્વોરન્ટીન પાળવા આદેશ છે. ત્યા પણ શહેરોની જેમ ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટનો દોર શરૂ થશે. ગુજરાતમાં બહારથી આવેલા કોરોના વાઇરસને કારણે અમદાવાદ સહિતના ૬ મહાનગરો અને ૧૧ જિલ્લામાં લોકલ ટ્રાન્સમીશનને કારણે ૮૮ પૈકી ૪૭ કેસ છે. જેમાં ગાંધીનગર, ભાવનગરમાં સૌથી વધુ ગ્રામ્ય દર્દીઓ છે.
ગૃહ મંત્રાલયે બે નવી હેલ્પલાઇન શરૂ કરી
ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે તબલીગી જમાતના 960 વિદેશીઓના વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. તેને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમમાં અત્યાર સુધી 7 હેલ્પલાઈન નંબર હતા. હવે બીજી બે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ છે 1930 (ઓલ ઈન્ડિયા ટોલ ફ્રી નંબર) અને 1944 (નોર્થ ઈસ્ટ માટે ડેડિકેટેડ છે). હેલ્પલાઈન નંબર ગૃહ મંત્રાલયની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.
દવાની અછત નથી: સરકાર
કોરોના સામેની લડતમાં દેશભરમાં દવાના પુરવઠાની અછત ન હોવાનું સરકારે શુક્રવારે કહ્યું હતું. કોરાના સામેની લડતમાં તમામ જરૂરી દવાઓ તેમ જ અન્ય તબીબી સાધનસામગ્રીનો પુરવઠો સરળતાપૂર્વક ચાલુ રહે તેની સરકાર દ્વારા ખાતરી કરવામાં આવી રહી છે એમ જણાવતાં કેન્દ્રના રસાયણ અને ખાતર ખાતાના પ્રધાન વી. સદાનંદ ગોવડાએ કહ્યું હતું કે છેલ્લા પાંચ દિવસમાં જીવનજરૂરિયાતની દવાઓના ૧૫.૪ ટનના જથ્થા સાથે પાંચ વિમાન દેશભરમાં રવાના કરવામાં આવ્યા છે.
હૉસ્પિટલ માટે જરૂરી ઉપકરણો નએ જીવનાવશ્યત દવાઓનાં ઉત્પાદનની પ્રવૃત્તિઓ પર સરકાર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે અને તે માટે ૨૦૦ જેટલા એકમો કાર્યરત છે, એમ તેમણે કહ્યું હતું.
તબલીગી જમાત, 14 રાજ્યોમાં કોરોનાના 647 કેસ સામે આવ્યા
કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું છે કે અત્યાર સુધી દેશમાં 2301 કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે અને 56 લોકો આ જીવલેણ વાયરસનો ભોગ બન્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું છે કે છેલ્લા બે દિવસમાં તબલીગી જમાતના સભ્યોના કારણે 14 રાજ્યોમાં કોરોનાના 647 દર્દીઓ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત નીપજ્યા છે જેમાં ઘણા તબલીગી જમાત સાથે જોડાયેલા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કુલ 336 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં એક કાર્યક્રમના કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. આવી ઘટનાઓથી આપણા તમામ પ્રયાસો નિષ્ફળ થઈ જાય છે. દિલ્હીમાં કોરોનાના 141 નવા કેસ આવ્યા છે જેમાં 129 તબલીગી જમાત સાથે જોડાયેલા છે. લવ અગ્રવાલે કહ્યું છે કે આપણે સમજવું પડશે કે કોરોના વિરુદ્ધ લડાઈ ચાલી રહી છે. તેવામાં આપણી એક ભૂલના કારણે આપણે ઘણા પાછળ જતા રહીશું.
કોરોના વાઇરસના દર્દીઓના ઈલાજ માટે અમેરિકાએ મેલેરિયા ની દવા હાયડ્રોકિસ-ક્લોરોક્વિન પ્રાપ્ત કરવાનું શરૂ કરી દીધું છે કેમ કે ન્યૂ યોર્ક ના કોરોના ના અસરગ્રસ્ત દરદીઓની હાલ ચાલી રહેલી સારવારમાં આ દવા સારું પરિણામ આપી રહી છે.
અમેરિકાની એક પ્રતિષ્ઠત દવા કંપની સેન્ડઝે એ આ દવાના ત્રણ કરોડ ડોઝ સરકારને દાનમાં આપ્યા હોવાનું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.
બાયેર નામની દવા કંપનીએ પણ કલોરોકવીનના દસ લાખ ડોઝ સરકારને દાનમાં આપ્યા છે અને જલ્દી જ તેનું દેશના તમામ રાજ્યો અને આરોગ્ય અધિકારીઓમાં વિતરણ કરવામાં આવશે એમ તેમણે કહ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે આ દવા કોરોના વાઇરસ સામેની લડતમાં ચમત્કારિક પરિણામ આપે એવી શક્યતા છે અને તેને કારણે કોરોના વાઇરસના ચેપ નો ભોગ બનેલા ૧,૬૩,૦૦૦ કરતા પણ વધુ લોકોને લાભ થાય તેવી શક્યતા છે.
આ દવા કોરોના સારવારમાં મદદરૂપ થશે એવી આશા સાથે ગયા અઠવાડિયે ન્યૂ યોર્ક ના દર્દીઓ પર તેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો જેના સારા પરિણામ મળી રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર-શાસિત પ્રદેશોને ૨૧ દિવસના લૉકડાઉનના સમયગાળા દરમિયાન બૅન્કોના કામકાજ રાબેતામુજબ રહે અને તમામ ઑટોમેટેડ ટેલર મશીન (એટીએમ) સામાન્ય સ્થિતિમાં રહે એની તકેદારી રાખવાનો આદેશ મંગળવારે આપ્યો હતો.
કોરોના વાઇરસની મહામારીને પગલે દેશભરમાં લાગુ કરવામાં આવેલા ૨૧ દિવસના લૉકડાઉનમાંથી બૅન્કોને, એટીએમને, બૅન્કોના કામકાજ સંબંધિત આઇટી (ઇન્ફર્મેશન ટેક્નોલૉજી) વેન્ડર્સને, બૅન્ક કૉરસપૉન્ડ્ન્ટસને તેમ જ કૅશ મૅનેજમેન્ટ સેવાઓને મુક્તિ આપવામાં આવી છે.
પ્રાઇમ મિનિસ્ટર ગરીબ કલ્યાણ યોજના હેઠળ કુલ ૨૭,૫૦૦ કરોડ રૂપિયાના જે આર્થિક પૅકેજની જાહેરાત કરાઈ છે એ સંબંધિત વહેંચણી આવનારા દિવસોમાં થવાની હોવાથી બૅન્કો તથા બધા એટીએમને સામાન્ય સ્થિતિમાં લાવવાની કેન્દ્રએ રાજ્યોને સૂચના આપી છે.
વર્તમાન નાણાકીય વર્ષ (૨૦૧૯-’૨૦) નિર્ધારિત સમય મુજબ ગઈ કાલે (મંગળવારે) પૂરું થયું હતું. સામાન્ય રીતે ઘણી કંપનીઓ તેમ જ પેઢીઓ દ્વારા એમના કર્મચારીઓને મહિનાની શરૂઆતમાં પગાર-વેતનની ચૂકવણી થતી હોય છે અને એ બાબતમાં તેમ જ એટીએમમાંથી પૈસા ઉપાડવા સંદર્ભમાં સામાન્ય પ્રજાને ૨૧ દિવસના લૉકડાઉનના વર્તમાન સમયગાળામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એ હેતુથી પણ કેન્દ્ર સરકારે રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને બૅન્કો તથા એટીએમના સામાન્ય કામકાજ વિશેની સૂચના આપી છે.
કેન્દ્રિય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો તથા કેન્દ્ર-શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને મોકલેલા સંદેશામાં જણાવ્યું છે કે ‘ઘણી રાજ્ય સરકારોએ બૅન્કોના કામકાજના ઘટાડેલા કલાકો વિશે, મર્યાદિત સંખ્યામાં શાખાઓ કાર્યરત્ રાખવા સંબંધમાં, એટીએમમાં રોકડા ભરવા સંબંધિત કર્મચારીઓની અવરજવર પર નિયંત્રણ અંગે તેમ જ અન્ય કેટલાક કારણો બાબતમાં સૂચનાઓ બહાર પાડી છે.’
પ્રાઇમ મિનિસ્ટર ગરીબ કલ્યાણ યોજના હેઠળ જે ૨૭,૫૦૦ કરોડ રૂપિયાની આર્થિક યોજનાની જાહેરાત કરાઈ છે એ હેઠળ વહેંચણી આ અઠવાડિયા અને આવનારા અઠવાડિયાઓમાં બૅન્કો તથા એટીએમ અને બિઝનેસ કૉરસપૉન્ડન્ટ્સ (બીસીએસ) મારફત થવાની છે. આ સમગ્ર બાબતને લક્ષમાં રાખીને જ ગૃહ સચિવે રાજ્યો અને કેન્દ્ર-શાસિત પ્રદેશોને બૅન્કો તથા એટીએમના કામકાજ રાબેતામુજબના રહે એની તકેદારી રાખવાની સૂચના આપી છે.
તેમણે સોમવારે એક પત્રમાં જણાવ્યું હતું કે ‘પીએમ ગરીબ કલ્યાણ યોજના અન્વયે જે લોકોને આવરી લેવામાં આવ્યા છે તેમને રકમની થનારી વહેંચણી દરમિયાન બૅન્કો સાથે સંકલન જાળવવાની તૈયારી સ્થાનિક જિલ્લા/રાજ્ય/પોલીસ તંત્રએ બતાવી છે.’
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.