આગામી તા.4થી ઓક્ટોબરે યોજાઇ રહેલી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે યોજાનારી ચૂંટણીમાં ઘણાં વર્ષો પછી કોઇ વ્યાવસાયિક (પ્રોફેશનલ) વ્યક્તિને પુનઃ લિડરશીપ મળે એવા હેતુ સાથે અનેક ખ્યાતિપ્રાપ્ત વેપારી મહાજન, પ્રોફેશ્નલ્સ જાણિતી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મિતીશ મોદીને સપોર્ટ કરી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં વિકાસ પામેલા અનેક ઉધોગ, ધંધાઓ, રોજગાર માટે મિતીશ મોદી સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવાના મિશન અને વિઝન સાથે ચૂંટણી લડી રહ્યા છે.

મિતીશ મોદીની ઉમેદવારીને સુરત શહેર જિલ્લાના સમગ્ર વિસ્તારોમાં વિકસીત નાના મોટા ઉદ્યોગ ધંધાઓના પ્રમોર્ટસ દ્વારા સાર્વત્રિક આવકાર મળી રહ્યો છે. ખાસ કરીને અત્યાર સુધીના કાર્યકાળ દરમિયાન મિતીશ મોદીએ સહકારી ક્ષેત્ર માટે કેન્દ્ર સરકાર સુધી કરેલી ધારદાર અને પરીણામદાયી રજૂઆતો સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી પ્રચારમાં તેમના માટે જમા પાસું લેખાય રહ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના અનેક માજી પ્રમુખો, મેનેજિંગ કમિટી સભ્યો સમેત અસંખ્ય સભ્યો દ્વારા તેમને ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.
આ વિઝન સાથે ચૂંટણી લડી રહ્યા છે મિતીશ મોદી
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ચૂંટણી લડી રહેલા સી.એ. મિતીશ મોદી હાલ પ્રત્યક્ષ (વન ટુ વન મિટ, ગ્રુપ મિટીંગ) તેમજ પરોક્ષ (સોશ્યલ મિડીયા) મારફતે ધૂંઆધાર પ્રચાર કરી રહ્યા છે. પોતાની ઉમેદવારી તેમજ વિઝન અંગે સી.એ. મિતીશ મોદીએ જણાવ્યું હતું કે એસ.જી.સી.સી.આઇ.ની જુદી જુદી પ્રવૃતિઓ જેવીકે એક્ઝીબિશન, વેબીનાર્સ, સેમિનાર્સ, બાયર્સ એન્ડ સેલર્સ મીટ, ઉદ્યોગ-ધંધાઓને સ્પર્શતા પ્રશ્નો, ટેક્સ સંબંધિત પડતર પ્રશ્નો, સબસિડી, સ્કીમ્સ, તમામ ટ્રેડ, ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નોનું સંકલન સાધીને તેનો પરીણામદાયી નિકાલ કરવો એ મારી પ્રાથમિકતા રહેશે.
માઇક્રોલેવલ પ્લાનિંગ સાથે ચૂંટણી વ્યૂહરચના
મિતીશ મોદી અને તેમની ટીમ આ વખતની ચેમ્બર વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં કોઇ જ ચાન્સ લેવા માગતી નથી એટલા માટે જ તેઓ માઇક્રોલેવલ પ્લાનિંગ સાથે ચૂંટણી લડી રહ્યા છે. મતદારોને વન ટુ વન સંપર્ક સાથે તેમની ભાવિ સ્ટ્રેટેજી અંગે પણ માર્ગદર્શિત કરીને તેમને વોટીંગ માટે સંમત કરવામાં આવી રહ્યા છે.


















