CIA ALERT

Slider Archives - Page 42 of 475 - CIA Live

July 17, 2024
august-holidya.png
1min211

આજકાલ દરેક વ્યક્તિ બેંકમાં જાય છે અને રોજબરોજના અનેક બેંક સંબંધિત કામ કરવા માટે આપણને બેંક જવું જ પડે છે. ડિજિટલ ઈન્ડિયાના જમાનામાં અનેક કામ એવા પણ હોય છે કે જે ઘરે બેઠા ઓનલાઈન જ થઈ જાય છે તો કેટલાક કામ એવા પણ હોય છે કે જેના માટે ફરજિયાત બેંક જવું જ પડે એમ હોય છે.

જુલાઈ મહિનો અડધો પૂરો થઈ ગયો છે અને થોડા જ દિવસોમાં ઓગસ્ટ મહિનો શરૂ થઈ જશે. જો તમે પણ ઓગસ્ટ મહિનામાં બેંક સંબંધિત કામ પતાવવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. ઓગસ્ટ મહિનામાં આવી રહેલાં બેન્ક હોલીડે (Bank Holiday In August)ની યાદી વાંચી લો, જેથી તમારે ધક્કો ના ખાવો પડે-

  • આ દિવસે બેંકોમાં હશે રજા (Bank Holiday)
  • ચોથી ઓગસ્ટના રવિવારની રજાને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
  • 10મી ઓગસ્ટના મહિનાનો બીજો શનિવાર હોવાથી દેશભરમાં બેંકોમાં રજા રહેશે
  • 11મી ઓગસ્ટના રવિવારની રજાને કારણે બેંકો બંધ રહેશે
  • 15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ હોવાથી દેશભરની બેંકોમાં રજા આપવામાં આવી છે
  • 18મી ઓગસ્ટના પણ રવિવારની રજા નિમિત્તે બેંકો બંધ રહેશે
  • 19મી ઓગસ્ટના રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ઉત્તરાખંડ, દમણ, દીવ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, ગુજરાત, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં બેંક હોલીડે રહેશે
  • 24મી ઓગસ્ટના ચોછો શનિવાર હોવાથી દેશભરમાં બેંકોમાં રજા રહેશે
  • 25મી ઓગસ્ટના રવિવારની રજાને કારણે બેંકો બંધ રહેશે
  • 26મી ઓગસ્ટના જન્માષ્ટમી હોવાને કારણે આંદામાન અને નિકોબાર, પંજાબ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, બિહાર, હરિયાણાસ હિમાચલ પ્રદેશ, તેલંગણા, ઉત્તર પ્રદેશ, દમણ અને દીવ, નાગાલેન્ડ, ચંદીગઢ, તમિલનાડુ, ઉત્તરાખંડ, ઓડિશા, સિક્કીમ, ગુજરાત, મેઘાલય, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ અને ત્રિપુરાની બેંકો બંધ રહેશે.
July 17, 2024
air-india-kalina-airport.png
1min287

એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ દ્વારા આયોજિત વોક-ઈન ઈન્ટરવ્યુ માટે મુંબઈના કાલીનામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિ કાબૂ બહાર જવાથી, અરજદારોને તેમના બાયોડેટા સબમિટ કરવા અને જવા માટે કહેવામાં આવ્યું હતું.

મંગળવારે મુંબઈના કાલીનામાં હજારો નોકરી શોધનારાઓ એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ દ્વારા આયોજિત વોક-ઈન ઈન્ટરવ્યુ માટે આવ્યા હતા. આ પદો માટેની લઘુત્તમ લાયકાત SSC પાસ અને વધુમાં વધુ 23 વર્ષની હતી. પગાર રૂ. 22,530 પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યો હતો. આ પદ 3 વર્ષના ફિક્સ્ડ-ટર્મ કોન્ટ્રાક્ટના આધારે હતું. વિવિધ સમારકામ અને જાળવણી કાર્યો કરવા માટે હેન્ડીમેન અને યુટિલિટી એજન્ટની પોસ્ટ માટે 1,800 જગ્યાઓ માટે લગભગ પચાસ હજારથી વધુ લોકો આવ્યા હતા. લિમિટેડ વેકેન્સી હોવા છતાં ભરતી કચેરીની બહાર ભારે ભીડ ઉમટી પડતા નાસભાગની સ્થિતિ સર્જાઇ હતી.

ગુજરાતમાં 9 જુલાઈના રોજ આવી જ નાસભાગ જેવી સ્થિતિ જોવા મળી હતી. અંકલેશ્વર ખાતે 40 જગ્યાઓ માટે એક પેઢી દ્વારા લેવામાં આવેલા વોક-ઈન ઈન્ટરવ્યુ માટે લગભગ 1,000 લોકો આવ્યા હતા. ભીડ એટલી વધી ગઇ હતી કે તેને કાબૂમાં રાખવું મુશ્કેલ બની ગયું હતું. ત્યાર બાદ બેકાબૂ યુવાનોનું ટોળું હોટલની બહારની રેલિંગ પર ચઢી ગયું હતું. જેના કારણે રેલિંગ તૂટી ગઈ હતી અને અનેક યુવકો નીચે પડી ગયા હતા. ઉપરાંત રેલીંગની સામે પાર્ક કરાયેલા વાહનોને પણ નુકસાન થયું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

July 16, 2024
virat-kohli.jpg
1min218

૨૬ જુલાઈથી શરૂ થનાર પૅરિસ ઑલિમ્પિક્સ માટે વિરાટ કોહલીએ લગભગ એક મિનિટનો વિડિયો શૅર કરીને ભારતીય ખેલાડીઓને મોટિવેટ કર્યા છે. તેણે ભારતના રમતપ્રેમીઓને ૧૧૮ સભ્યોની ભારતીય ઑલિમ્પિક્સ ટીમને સમર્થન આપવાની હાકલ કરી છે, કારણ કે તેઓ ટોક્યો ઑલિમ્પિક્સના તેમના શ્રેષ્ઠ પ્રદર્શન (સાત મેડલ) કરતાં વધુ સારું પ્રદર્શન કરવા જઈ રહ્યા છે.

કિંગ કોહલીએ કહ્યું હતું કે ‘એક સમય હતો જ્યારે દુનિયા ભારતને સાપ અને હાથીઓના દેશ તરીકે જાણતી હતી, પરંતુ હવે એવું નથી. હવે આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને ડેટા ટેક્નૉલૉજીનું કેન્દ્ર છીએ. અમે ક્રિકેટ અને બૉલીવુડ, સ્ટાર્ટઅપ યુનિકૉર્ન અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા માટે જાણીતા છીએ. હવે આ મહાન દેશ માટે આગળ શું થશે? મહત્તમ ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ. આપણાં ભાઈ-બહેનો મેડલ જીતવા પૅરિસ જઈ રહ્યાં છે. જ્યારે તેઓ ટ્રૅક ઍન્ડ ફીલ્ડ, કોર્ટ અથવા રિંગમાં ઊતરશે ત્યારે એક અબજથી વધુ ભારતીયો તેમને ઉત્સાહથી જોતા હશે. મારી સાથે તમે પણ એવા લોકોના ચહેરા યાદ કરજો જેઓ ગર્વથી તિરંગો ધ્વજ લહેરાવવાના દૃઢ નિશ્ચય સાથે પોડિયમની નજીક જશે. જય હિન્દ અને ભારતીય ટીમને શુભેચ્છાઓ.’

July 12, 2024
cypto.jpg
1min266

– ચાઇનીઝ ગેંગ સાથે મળીને છેતરપિંડીના નાણાંની હેરફેર કરતી ગેંગ ઝડપાઇ

– વિદેશી ગેંગ સાથે સંકળાયેલા મુખ્ય આરોપીઓ સહિત ૧૩ લોકોની ધરપકડ કરીને મોટા પ્રમાણમાં વિવિધ બેંકોની ચેકબુક સહિતના દસ્તાવેજો જપ્ત કરાયા

વિવિધ કેસ કરવાની ધમકી આપીને લોકો સાથે લાખો કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલી સ્થાનિક ગેંગના ૧૩ લોકોને અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ઝડપીને મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ લોકોને કમિશનની લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલીને તેમાં છેતરપિંડીના નાણાં જમા કરાવતા હતા. જ્યારે તે નાણાંનો ઉપયોગ ક્રિપ્ટો કરન્સીથી ચીનમાં મોકલવામાં આવતા હતા. ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર પી એચ મકવાણા અને તેમના સ્ટાફને માહિતી મળી હતી કે  કૃષ્ણનગર વિજય પાર્ક ચાર રસ્તા પાસે મારૂતિ પ્લાઝામાં  કેટલાંક લોકો ઓફિસ ખોલીને ચાઇનીઝ ગેંગ સાથે મળીને અનેક લોકોને લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલાવીને ઓનલાઇન છેતરપિંડીના નાણાંની મોટાપ્રમાણમાં હેરફેર કરે છે.જે બાતમીને આધારે પોલીસે ગુરૂવારે દરોડો પાડયો હતો. જેમાં મારૂતિ પ્લાઝામાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી  ક્રિશવ એન્ટરપ્રાઇઝ અને  ત્રીજા માળે આવેલી ઓફિસમાં દરોડા દરમિયાન નાસભાગ મચી ગઇ હતી.  જેમાં પોલીસે  કેટલાંક લોકોને ઝડપીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે  દિલીપ જાગાણી (રહે. હરીકૃપા સોસાયટી, નિકોલ) અને દિપક રાદડિયા (રહે. ધનલક્ષ્મી સોસાયટી, હીરાવાડી, સૈજપુર) નામના શખ્સો અનેક લોકોને લાલચ આપીને તેમના બેંક એકાઉન્ટ ખોલાવીને તેની માહિતી દુબઇ પહોંચતી કરતા હતા. તેમજ આ એકાઉન્ટમાં જમા થતા લાખો રૂપિયા સેલ્ફ ચેકથી ઉપાડીને કેતન પટેલ (રહે. શ્યામ શુકન સોસાયટી, પીડીપીયુ રોડ, ગાંધીનગર)ને આપતા હતા.

જેના આધારે તે નાણાંને હવાલાથી ચુકવીને ક્રિપ્ટો કરન્સીથી ચાઇનીઝ ગેંગને નાણાં ટ્રાન્સફર કરતા હતા. જેના બદલામાં દિપક અને દિલીપને ત્રણ-ત્રણ ટકા કમિશન મળતુ હતું. પોલીસે  દિપક અને દિલીપ સાથે પગાર પર નોકરી કરતા આઠ જેટલા અન્ય લોકોની પણ ધરપકડ કરી હતી. જે બેંકમાંથી રોકડ ઉપાડીને ઓફિસમાં જમા કરાવતા હતા. આમ, છેલ્લાં બે મહિનાથી કરોડો રૂપિયાની હેરફેરનું કૌભાંડ સામે આવતા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. આ અંગે સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડિયાએ જણાવ્યું કે પોલીસે અલગ અલગ બકોની ૩૦ પાસબુક, ૩૯ ચેકબુક, ૫૯ એટીએમ કાર્ડ, બેંક એકાઉન્ટ ખોલવાના ફોર્મ, હિસાબના કાગળો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દિલીપ જાગાણી અને દિપક રાદડિયાએ ખુબ મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલીને સમગ્ર છેતરપિંડી આચરી હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.

July 12, 2024
rain-1280x720.jpg
1min306

સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થવાથી 13 July to 17 July આગામી 5 દિવસ રાજ્યના દક્ષિણ ભાગોના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડશે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા સહિત આણંદ, ભરુચ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જૂનાગઢ, બોટાદ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદી નોંધાયો હતો. જેમાં વલસાડના ઉમરગામ અને સુરતના કામરેજમાં સાડા 3 ઈંચ સહિત સુરતના અન્ય વિસ્તારોમાં સવા 3 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે વાપીમાં 3 ઈંચ, વલસાડ તાલુકામાં અઢી ઈંચ, રાજકોટના ઉપલેટા અને નવસારીના જલાલપોરમાં સવા 2 ઈંચ, અમરેલીના ખાંભા, વલસાડના કપરાડા, સાબરકાંઠાના પોશીના વલસાડના પારડી અને અમદાવાદના ધંધુકામાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. તેવામાં નવસારીના ખેરગામમાં પોણા 2 ઈંચ, વડોદરાના ડભોઈ, નવસારી તાલુકામાં, અમરેલી તાલુકામાં, ભરૂચના હાંસોટમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હોવાના આંકડા સામે આવ્યાં છે.  

July 12, 2024
james-anderson.png
1min213
England Swab win by an innings Day: Goodbye James Anderson

ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોચના પાંચ બોલર

(1) મુરલીધરન: 800 વિકેટ
(2) શેન વૉર્ન: 708 વિકેટ
(3) જેમ્સ ઍન્ડરસન: 704 વિકેટ
(4) અનિલ કુંબલે: 619 વિકેટ
(5) સ્ટુઅર્ટ બ્રૉડ: 604 વિકેટ

ઇંગ્લૅન્ડે 11-7-24 આજે વેસ્ટ ઇન્ડિઝને ત્રણ મૅચવાળી ટેસ્ટ-સિરીઝના પ્રથમ મુકાબલામાં ત્રીજા દિવસે લંચ-બ્રેક પહેલાં જ બીજા દાવમાં 136 રનના સ્કોર પર ઑલઆઉટ કરીને એક ઇનિંગ્સથી વિજય મેળવ્યો હતો. પેસ-લેજન્ડ જેમ્સ ઍન્ડરસન (16-7-32-3)ની કરીઅરની આ અંતિમ આંતરરાષ્ટ્રીય મૅચ હતી અને તેણે કારકિર્દીના અંતિમ દાવમાં બોલિંગના તરખાટ સાથે અને વિજય સાથે ખેલાડી તરીકે ક્રિકેટ ગ્રાઉન્ડને ગુડબાય કરી છે.

તેને મૅચના અંતે લૉર્ડ્સના હજારો પ્રેક્ષકોએ ઊભા થઈને માનપૂર્વક વિદાય આપી હતી. ફાસ્ટ બોલર તરીકે 188 ટેસ્ટના 350 દાવ રમીને 40,000થી પણ વધુ બૉલ ફેંકનાર મહાન બ્રિટિશ ખેલાડી જેમ્સ ઍન્ડરસન (James Anderson)ની ઇન્ટરનૅશનલ કરીઅર પર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.

રાઇટ-આર્મ ફાસ્ટ બોલર ઍન્ડરસને 21 વર્ષની કરીઅરને આ રીતે ગુડબાય કરી છે: 188 ટેસ્ટ, 350 ઇનિંગ્સ, 40,000થી વધુ બૉલ ફેંક્યા, થર્ડ-હાઇએસ્ટ 704 વિકેટ, 26.45ની બોલિંગ-ઍવરેજ, 32 વખત દાવમાં પાંચ વિકેટ અને ત્રણ વખત ટેસ્ટમાં 10 કે વધુ વિકેટ.

વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ દાવમાં 121 રન બનાવ્યા બાદ ઇંગ્લૅન્ડે 371 રન બનાવીને 250 રનની સરસાઈ લીધી હતી. જોકે બીજા દાવમાં ક્રેગ બ્રેથવેઇટની ટીમ માત્ર 136 રન બનાવી શકી અને ઇંગ્લૅન્ડનો એક દાવ અને 114 રનથી વિજય થયો હતો. 26 વર્ષના નવા પેસ બોલર ગસ ઍટ્કિન્સને 61 રનમાં પાંચ વિકેટ લીધી હતી. પ્રથમ દાવની સાત વિકેટ ઉમેરતાં તેણે મૅચમાં કુલ 12 વિકેટ લઈને કરીઅરની પહેલી ટેસ્ટમાં જ તરખાટ મચાવ્યો છે.

સેકન્ડ ઇનિંગ્સમાં ઍટ્કિન્સનની પાંચ અને ઍન્ડરસનની ત્રણ ઉપરાંત કૅપ્ટન બેન સ્ટૉક્સે બે વિકેટ લીધી હતી.
મૉટી-ક્ધહાઈ તરીકે ઓળખાતા 29 વર્ષના ઑલરાઉન્ડર ગુડાકેશ મૉટીના અણનમ 31 રન વેસ્ટ ઇન્ડિઝના બીજા દાવમાં આખી ટીમમાં હાઈએસ્ટ હતા. બીજો કોઈ બૅટર પચીસ રન પણ નહોતો બનાવી શક્યો. ઍલિક અથાન્ઝેના બાવીસ રન ટીમમાં બીજા નંબરે હતા.

July 12, 2024
anant-radhika-wedding.png
1min224

ભારતના ટોચના ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટનાં આજે 12/7/2024 મુંબઈના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ ખાતેના જિયો વર્લ્ડ સેન્ટરમાં આયોજિત કરવામાં આવેલાં લગ્ન માટે મહેમાનો માટે સુપર લક્ઝરી પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

મહેમાનોને આવવા અને જવા માટે ત્રણ ફાલ્કન ૨૦૦૦ જેટ અને ૧૦૦ જેટ પ્લેન ભાડા પર લીધાં હોવાનું જાણવા મળ્યું હતું. ચાર્ટર કંપની ક્લબ વન ઍરના ચીફ એક્ઝિક્યુટિવ ઑ​ફિસર (CEO) રાજન મહેરાના જણાવ્યા મુજબ અંબાણી પરિવારે અનંત અંબાણીનાં લગ્ન માટે ત્રણ ફાલ્કન ૨૦૦૦ જેટ વિમાન ભાડા પર લીધાં છે.

લગ્નમાં સામેલ થવા માટે મહેમાનો દેશભરમાંથી આવી રહ્યા છે એટલે આ વિમાનો અનેક જગ્યાએ ટ્રાવેલ કરશે. આ સિવાય VVIP મહેમાનો માટે ૧૦૦થી વધુ પ્રાઇવેટ જેટ પ્લેનનો ઉપયોગ પણ અંબાણી પરિવાર કરશે.

July 12, 2024
anant-marriage.png
1min228

આજે મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani)ના નાના દીકરા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના (Anant Ambani-Radhika Merchant)ના લગ્નની વિધિઓની શરુઆત થઈ ગઈ છે. મુંબઈના બીકેસી ખાતે આવેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં વીવીઆઈપી મહેમાનોનું આગમન શરુ થઈ ગયું છે અને આ બધા વચ્ચે જાન પણ વેન્યુ જવા માટે રવાના થઈ ગઈ છે.

Anant Ambani-Radhika Merchant Wedding: Groom Anant Ambani went out with the Ambani Family with dignity like a prince

અનંત અંબાણીની જાન એટલી ધામધૂમથી નીકળી હતી કે જોનારાઓની આંખો પહોળી થઈ ગઈ હતી. એન્ટિલિયાથી જેવી ફૂલોથી સજેલી કાર રવાના થઈ ત્યારે આ કાર અને વરરાજાની શાન જોઈને ઉપસ્થિત તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર અનંત અંબાણીની જાનના ફોટા અને ફૂલોથી સજાવવામાં આવેલી કારના ફોટા વાઈરલ થઈ રહ્યા છે. વરરાજા સાથે આખો અંબાણી પરિવાર વેડિંગ વેન્યુ જવા રવાના થયા હતા.

આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર નીતા અંબાણી (Nita Ambani Dance Video Viral) નો એક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ જાન નીકળતાં પહેલાં ઢોલના તાલે ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. આ સમયે નીતા અંબાણીના ચહેરા પર વહુ લાવવાની, દીકરાને પરણાવવાની ખુશી સ્પષ્ટપણે જોઈ શકાય છે.

અનંત અંબાણીના લગ્ન સમયે અંબાણી પરિવારે પરિવારના વડીલોને યાદ કર્યા છે અને એની સાબિતી મળે છે વેડિંગ વેન્યુ પર જોવા મળેલા બે ફોટો પરથી. મળી રહેલી માહિતી પ્રમાણે વેડિંગ વેન્યુ પર મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણી (Mukesh Ambani’s Father Dhirubhai Ambani) અને નીતા અંબાણીના પિતા રવિન્દ્રભાઈ દલાલ (Nita Ambani’s Father Ravindra Dalal)ના ફોટો લગાવવામાં આવ્યા છે. બંનેની ફોટોફ્રેમને સુંદર રીતે ફૂલોથી સજાવવામાં આવી છે.

July 12, 2024
immergency.png
1min239

કેન્દ્ર સરકારે 25 જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. જેમાં કેન્દ્રએ કહ્યું છે કે દેશમાં 25 જૂન 1975ના રોજ ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી, તેથી હવે ભારત સરકારે દર વર્ષે 25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ દિવસ 1975ની કટોકટીની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના અપાર યોગદાનને યાદ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ અંગે ટ્વીટ કર્યું છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટર પર આ માહિતી આપી હતી. તેમણે પોસ્ટ કર્યું હતું કે, “25 જૂન, 1975ના રોજ, તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશ પર ઈમરજન્સી લાદીને, એક સરમુખત્યારશાહી માનસિકતા દર્શાવીને આપણી લોકશાહીની આત્માનું ગળું દબાવી દીધું હતું.

લાખો લોકોને કોઈપણ ભૂલ વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. 1975ની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના મહાન યોગદાનને યાદ કરવા માટે ભારત સરકારે દર વર્ષે 25મી જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો ઉદ્દેશ્ય એવા લાખો લોકોના સંઘર્ષનું સન્માન કરવાનો છે, જેઓ સરમુખત્યારશાહી સરકારના અસંખ્ય ત્રાસ અને જુલમનો સામનો કરવા છતાં લોકશાહીને જીવિત રાખવા માટે પ્રયત્નશીલ રહ્યા અને તેને બચાવવાનો સંઘર્ષ કર્યો ‘સંવિધાન હત્યા દિવસ’ દરેક ભારતીયમાં વ્યક્તિગત સ્વતંત્રતાની અમર જ્યોતનું રક્ષણ કરવાનું કામ કરશે, જેથી ભવિષ્યમાં કોંગ્રેસ જેવી કોઈ સરમુખત્યારશાહી માનસિકતાનું પુનરાવર્તન ન કરી શકે.

July 11, 2024
wimbledon.png
1min204
Wimbledon quarter-final draw 2023: Predicted men's semi-final line-up and  when Djokovic and Alcaraz play

ટેનિસની સૌથી મોટી સ્પર્ધા વિમ્બલ્ડનમાં મેન્સ કૅટેગરીમાં શુક્રવાર, 12મી જુલાઈએ સેમિ ફાઇનલ મુકાબલા થશે.
પહેલી સેમિ ફાઇનલ ડૅનિલ મેડવેડેવ તથા ડિફેન્ડિંગ ચૅમ્પિયન કાર્લોસ અલ્કારાઝ વચ્ચે રમાશે.

બીજો સેમિ ફાઇનલ મુકાબલો વિશ્ર્વમાં સૌથી વધુ 24 ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલા નંબર-ટૂ નોવાક જૉકોવિચ અને લૉરેન્ઝો મુસેટી વચ્ચે થશે. લૉરેન્ઝો પહેલી જ વાર ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલમાં પહોંચ્યો છે.

ક્વૉર્ટર ફાઇનલમાં લૉરેન્ઝોએ ટેલર ફ્રિટ્ઝને 3-6, 7-5, 6-2, 3-6, 6-1થી વિજય મેળવ્યો હતો.
જૉકોવિચની આ 13મી વિમ્બલ્ડન સેમિ ફાઇનલ છે. એ સાથે તેણે રોજર ફેડરરની બરાબરી કરી છે.

મહિલા વર્ગમાં જાસ્મિન પાઓલિની સેમિ ફાઇનલમાં ડૉના વેકિચને 2-6, 6-4, 10-8થી હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. વિમ્બલ્ડનમાં મહિલાઓની આ બે કલાક અને 51 મિનિટની સૌથી લાંબી સેમિ ફાઇનલ હતી.