CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 21 of 59 - CIA Live

May 7, 2021
guj_corona.jpg
1min361
Image

ગુજરાતમાં કોરોનાના વધતા કહેર વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા અંગે રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ થવા માટે RT-PCR રિપોર્ટની જરૂર નહીં રહે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી હોસ્પિટલમાં દાખલ થવા માટે RT-PCR ટેસ્ટનો પોઝિટિવ રિપોર્ટ ફરજિયાત હતો, પરંતુ આ નિર્ણયથી કોરોનાના દર્દીઓ અને તેમના પરિવારને વધુ રાહત મળશે.

કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની સરકારની નવી પોલીસી મુજબ 108 કે ખાનગી વાહનો એમ ગમે તે વાહનમાં આવતા દર્દીઓને પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. ઉપરાંત હવેથી RT-PCR રિપોર્ટ વિના પણ કોઈ દર્દીમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળશે તો તેને પણ દાખલ કરીને સારવાર આપવામાં આવશે. મહત્વનું છે કે, ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

May 5, 2021
guj_corona.jpg
1min477

રાજ્યના અમદાવાદ સહિતનાં ૨૯ શહેરોમાં કરફ્યૂની મર્યાદા પૂર્ણ થઇ રહી છે. રાજ્યના વધુ સાત શહેરો એવા ડીસા, અંકલેશ્ર્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગરમાં રાત્રિ કરફ્યૂ લાદ્યો છે. આમ ૩૬ શહેરોમાં ૬થી ૧૨ મે સુધી રાત્રિ કરફ્યૂ રહેશે. આ ઉપરાંત આ તમામ નગરોમાં દિવસે પણ મિનિ લૉકડાઉન જેવા નિયંત્રણો પણ લાદવામાં આવ્યાં છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં કોરોનાના વાઈરસના સંક્રમણની સ્થિતિની ઉચ્ચ અધિકારીઓ અને સિનિયર પ્રધાનોની ઉપસ્થિતિમાં સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અઠવાડિયા પહેલાં રાજ્ય સરકારે ગુજરાતનાં વધુ ૯ શહેરમાં રાત્રિ કરફ્યૂ અમલી બનાવ્યો હતો. ત્યાર બાદ હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આમ, ગુજરાતનાં કુલ ૨૯ શહેરમાં રાત્રિના ૮થી સવારના ૬ વાગ્યા સુધીનો આ કરફ્યૂ લાદવામાં આવ્યો હતો.

કોર કમિટીની આ બેઠકમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે અન્ય જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે મુજબ આ ૩૬ શહેરોમાં તા.૬ મે-ર૦ર૧ થી તા. ૧ર મે-ર૦ર૧ સુધીના સમયગાળા દરમિયાન આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ જ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે. કોવિડ ૧૯ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડિકલ,

પેરામેડિકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઑક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે.

આ ૩૬ શહેરોમાં ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડિલિવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટિફિન સર્વિસીસ અને હૉટેલ / રેસ્ટારન્ટની ટેક અવે આપતી સેવાઓ ચાલુ રહેશે.

મુખ્યમંત્રીએ રાજયમાં કોરોના સંક્રમણનો વધતો વ્યાપ અટકાવવા એવો પણ નિર્ણય કર્યો છે કે સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બૅંક, ફાઇનાન્સ સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બૅંકોના ક્લિયરિંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ. રિપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઑફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્ર્ચિત કરવાની રહેશે.

May 3, 2021
guj_corona.jpg
1min377

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 12,978 કેસો નોંધાયા છે અને સામે 11,146 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે કુલ 1,27,009 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં કુલ 98,73,963 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 25,57,405 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂરું થયું છે. આમ કુલ 1,24,31,368 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. રાજ્યમાં સાજા થવાનો દર 74.05 ટકા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 153 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 7508 પર પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 440276 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે કુલ એક્ટિવ કેસો 146818 છે જેમાં 722 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 146096 દર્દીઓ સ્ટેબલ છે.

જો ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 4683, સુરતમાં 1494, મહેસાણામાં 565, વડોદરામાં 523, ભાવનગરમાં 436, રાજકોટમાં 401, જામનગરમાં 398 નવા કેસો નોંધાયા છે. જ્યારે અન્ય શહેરોમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો બનાસકાંઠામાં 226, ખેડામાં 174, પાટણમાં 173, કચ્છમાં 169, મહીસાગરમાં 169, આણંદમાં 161, ગાંધીનગરમાં 153, જુનાગઢમાં 146, સાબરકાંઠામાં 142, નર્મદામાં 121, અમરેલીમાં 119, વલસાડમાં 117, પંચમહાલમાં 109, ગીર સોમનાથમાં 104, છોટા ઉદેપુર અને નવસારીમાં 97, સુરેન્દ્રનગરમાં 92, મોરબીમાં 90, તાપીમાં 89, અરવલ્લીમાં 80, દાહોદમાં 67, પોરબંદરમાં 53 નવા કેસો નોંધાયા છે. જ્યારે ડિસ્ચાર્જ થયેલા કેસોની સ્થિતિ આ મુજબ છે.

April 30, 2021
guj_corona.jpg
1min532

ગુજરાતમાં બુધવારે મોડી સાંજે પાંચ વાગ્યા સુધીમાં પાછલા ચોવિસ કલાકના ૧૪,૧૨૦ નવા કોરોના કેસ નોંધાયા હતા આ સાથે રાજ્યમાં કુલ કોરોનાનો આંકડો ૫.૩૮ લાખ થઈ ગયો હતો. જોકે છેલ્લા ૨૭ દિવસમાં પહેલીવાર કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. ભલે તે ઘટાડો ખૂબ સામાન્ય ૧.૬ ટકા જેટલો હોય પરંતુ ઘટાડો થયો તે મહત્ત્વની વાત છે. તો સામે પક્ષે આ જ ૨૪ કલાકના સમય દરમિયાન ૮૫૯૫ લોકો સ્વસ્થ થઈને પરત ફર્યા છે. જે સાથે રાજ્યનો રિકવરી રેટ ૬૧ ટકાએ પહોંચ્યો છે. જે પાંચ દિવસ પહેલા ૨૩ એપ્રિલના રોજ ૪૧ ટકા હતો. એબ્સોલ્યુટ ટર્મમાં વાત કરીએ તો દૈનિક ડિસ્ચાર્જ એટલે કે રિકવરી થવાનો આંકડો ૫૬૧૮ અંક વધ્યો છે જે ૫૩ ટકા જેટલો વધારો છે. બીજી તરફ વધુ એક રાહતના સમાચાર એ પણ છે કે અમદાવાદમાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ માટે રાહ જોવી પડતી હતી તેમાં હાઈ કોર્ટની ઝાટકણી પછી કોર્પોરેશને બુધવારે જાહેર કર્યું હતું કે કોઈપણ વાહનમાં પહોંચેલા દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે પરંતુ તે માટે દર્દી તરફથી કોઈએ હોસ્પિટલના ગેટ પર મળતા ફોર્મ ભરી તેની સાથે આરટીપીસીઆર રિપોર્ટની નકલ જોડવાની રહેશે જે બાદ હોસ્પિટલમાં જે પ્રમાણે બેડ ખાલી થશે તે મુજબ તંત્ર તરફથી દર્દીનો સંપર્ક સાધીને તેમને દાખલ કરવામાં આવશે.

April 27, 2021
guj_corona.jpg
1min638

સૌરાષ્ટ્રમાં તબીબી સુવિધાના અભાવે કોરોનાના ગંભીર દર્દીઓનો લોડ હવે સુરત પર વધી રહ્યો છે. સુરતમાં અગાઉથી કોરોના બેકાબૂ બન્યો છે. શહેરીજનોને બેડની સુવિધા મળી રહી નથી તેમજ પાડોશી મહારાષ્ટ્ર અને મઘ્યપ્રદેશના ગંભીર દર્દીઓ સારવાર કરાવી રહ્યા છે. એવામાં હવે સૌરાષ્ટ્રના ગામડાંઓથી સુરત આવતા ગંભીર દર્દીઓનો ધસારો પાછલા એક સપ્તાહમાં વધ્યો છે.’

પાટીદાર સમાજની સેવા સંસ્થા અને અન્ય સામાજિક સંસ્થાઓના 13થી વધુ આઇસોલેશન સેન્ટરમાં વીસ ટકા બેડ સૌરાષ્ટ્રના દર્દીઓથી ઉભરાયા છે. સૌરાષ્ટ્રના ગામડાંઓથી સુરત વચ્ચેનું અંતર દસ થી બાર કલાકનું છે. કોરોના ટ્રીટમેન્ટ માટે સૌરાષ્ટ્રથી’ સુરત એમ્બ્યુલન્સ મારફત આવતા કેટલાક દર્દીઓના મોત ઓક્સિજનના અભાવે થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.’
સમાજના આગેવાનો કહી રહ્યા છે કે સૌરાષ્ટ્રના ગામડાંઓમાં કોરોનાને નિયંત્રણમાં લેવા માટે સરકાર કોઇ કડક પગલાં નહીં લે તો સ્થિતિ હાલ કરતાં પણ વધુ ખરાબ રીતે વણસી શકે છે. સૌરાષ્ટ્રમાં તબીબી સુવિધા ખાડે ગઇ હોવાથી લોકો પોતાની સારવાર કરાવવા માટે સુરત આવી રહ્યા છે. ખાનગી એમ્બ્યુલન્સ અને વાહનોમાં દર્દીઓ સાથે આવતા પરિજનો ઓક્સિજનના બાટલા ભેગા લઇને આવે છે. પરંતુ રસ્તામાં અધવચ્ચે જ ઓક્સિજન બાટલો ખાલી થઇ જવાને કારણે દર્દી ગંભીર કટોકટીમાં મૂકાઇ જાય છે. તેમજ તેના કારણે કેટલાક દર્દીઓએ રસ્તામાં જ દમ તોડી દીધો હોવાના અહેવાલો છે.

સામાજિક આગેવાન અને સેવા સમિતિ આઇસોલેશન સેન્ટરના મહેશભાઇ સવાણી કહે છે કે, આગામી દિવસોમાં વધુ આઇસોલેશન સેન્ટર શરૂ કરાશે. હાલ તો ગામડાઓમાંથી આવતા દર્દીઓનો ભારે ધસારો છે. 20 ટકાથી વધુ બેડ સૌરાષ્ટ્રના દર્દીઓથી ભરાઇ ગયા છે.’
તેમણે ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્રથી સુરત વચ્ચેનું અંતર વધુ હોવાથી અનેક ગંભીર દર્દીઓને સમયસર સારવાર મળતી નથી જેના કારણે કેસ બગડી જાય છે. સૌરાષ્ટ્રથી આવતા ખાનગી વાહનો અને એમ્બ્યુલન્સોમાં ઓક્સિજનનો જથ્થો પૂરતો ન હોવાના કારણે ઓક્સિજનના વાંકે દર્દીની હાલત ગંભીર બની રહે છે. અમે એકાદ દિવસમાં તારાપૂર ચોકડી કે તેની આજુબાજુના વિસ્તારમાં આઇસોલશન સેન્ટર કે પછી ઓક્સિજનના બાટલા એક્સચેન્જ માટેની કોઇ વ્યવસ્થા ઉભી કરવાનું વિચારી રહ્યા છીએ જેથી દર્દીઓની મુશ્કેલી ઓછી થાય.’

સૌરાષ્ટ્ર સેવા સમાજના પ્રમુખ અને આગેવાન કાનજીભાઇ ભાલાળા કહે છે કે, સરકારે તાત્કાલિક સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તબીબી સુવિધાઓ બહેતર બનાવવી જરૂરી છે. ગામડાંઓના દર્દીઓને ત્યાં જ સુવિધા મળી રહે તે અત્યંત આવશ્યક છે. તારાપુર ચોકડી પાસે ઓક્સિજન બોટલ એક્સચેન્જની વ્યવસ્થા ઉભી કરાવવા માટે અમે તંત્રને રજૂઆત કરીશું જેથી કોઇને કોઇ ઉકેલ આવે.’

April 26, 2021
weather-forecast.jpg
1min373

રવિવાર તા.૨૫મી એપ્રિલ ૨૦૨૧ના રોજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કેટલાક સ્થળે કમોસમી વરસાદ વરસ્યો હતો. જામનગરના જામજોધપુર, કાલાવડ અને ગ્રામ્ય પંથકમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. આ માવઠાથી તલ, મગ, અડદ, કેરી જેવા ઉનાળું પાકોને નુકસાન થવાની ભીંતી પ્રવર્તી રહી છે.

ખાંભા પંથકમાં સતત બીજા દિવસે તડકામાંથી વાતાવરણ બદલાઈને વાદળછાયું થઈ ગયુ હતું. તેમજ ખાંભા તેમજ ગ્રામ્ય પંથકમાં માવઠું વરસ્યું હતુ. ખાંભાના ઈંગોરાલા, ભાડ, કોટડા, અનીડા, નાના વિસાવદર સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડયો હતો. અહીંયા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ઉનાળામાં માવઠું પડતા તલ, બાજરી તેમજ કેરીના પાકને નુકસાન જવાની ભીતિ ઉભી થઈ છે.

રાજકોટ શહેરમાં બપોર પછી ધાબળછાયું વાતાવરણ થઈ ગયું હતું. સાંજે પાંચ વાગ્યાના સુમારે આકાશમાંથી ગાજવીજ શરૂ થઈ હતી. અચાનક ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો અને શહેરમાં કેટલાક સ્થળે હળવા વરસાદી છાંટા પડયા હતા.

ગોંડલમાં સાંજે આકાશ વાદળોથી ગોરંભાયા બાદ ગાજવીજ સાથે વરસાદ થતા રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ઉનાળામાં ચોમાસા જેવા વાતાવરણ વચ્ચે ડબલ ઋતુથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તાલુકાના નવા ગામમાં’ અડધા ઈંચ જેટલો કમોસમી વરસાદ પડયો હતો.

જામજોધપુર પંથકમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો હતો. જસદણમાં સાંજે પાંચ વાગ્યે વાતાવરણ પલટાયા બાદ વરસાદી છાંટા પડયા હતા.

જામનગર:’ જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનમાં આજે સાંજે આકાશમાંથી કરા વરસ્યા હતા. આ ઉપરાંત જામજોધપુર ગ્રામ્ય વિસ્તારમાં પણ આવું વાતાવરણ જોવા મળ્યું હતું. જેને લઇને ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જામજોધપુર ઉપરાંત કાલાવડ પંથકના અનેક ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.

કાલાવડ તાલુકાના ખાનકોટડામાં સૌ પ્રથમ કરા પડયા હતા. ત્યાર પછી કાલાવડ તાલુકાના ખંઢેરા, રણુજા, બેરાજા, મોટી માટલી, ભંગડા, બાંગા સહિતના અનેક ગામોમાં કરા સાથે વરસાદ પડયો હતો. આ ઉપરાંત જામનગર તાલુકાના મતવા, ધુતારપર, સુમરી વગેરે ગામોમાં પણ વરસાદી ઝાપટા અને ક્યાંક કરા પડયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જેને લઇને ખેડૂતોના ઉભા પાકને નુકસાની થઇ છે.

જેતપુર: જેતપુર તાલુકાના વિરપુર, થોરાળા, સેલુકા, મેવાસા, રબારીકા, પ્રેમગઢ, કેરાળી, જાંબુડી, હરિપર, મોટાભાદરા, લુણાગરા, નાનાભાદરા, દુધીવદર જેવા અનેક ગામોમાં આજે સાંજે અડધાથી એક ઇંચ કમોસમી વરસાદ કરા સાથે વરસ્યો હતો. જ્યારે આકાશમાં વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો.

જામકંડોરણા: જામકંડોરણા સાંજના 7-30 કલાકે ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. આ કમોસમી વરસાદથી ઉનાળુ ખેતીના પાકો તલ, મગ, અડદને નુકસાનીની ખેડૂતોમાં ભીતી સેવાઇ રહી છે.

વિરપુર (જલારામ): વિરપુર પંથકમાં બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વિરપુર તેમજ પંથકના આજુબાજુ વિસ્તારમાં ભારે પવન તેમજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી પડયો હતો.

ભેસાણ પંથકમાં માવઠું થતા ઉનાળુ પાકને નુકસાન: સર્વે કરવા કોંગ્રેસની માગણી
ભેસાણ : ભેસાણ પંથકમાં અઠવાડીયા અગાઉ ભારે પવન સાથે વરસાદ પડતા આઠથી દસ ગામમાં ઉનાળુ તલના પાકને નુકસાન પહોંચ્યું છે, જેનો સર્વે કરીને વળતર ચૂકવવા માંગ ઉઠી છે.

ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજુભાઇ મોવલીયાએ મુખ્ય મંત્રીને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે ભેસાણ પંથકમાં પડેલ કમોસમી વરસાદને લીધે માંડવા, બામણગઢ, ખંભાળીયા, રાણપુર, ખારચીયા, સુખપુર, ભાટગામ અને વિશળ હડમતીયા, મેંદપરા સહીતના ગામોમાં ખેડૂતોના તલના પાકને ભારે નુકસાન થયું છે, જેનો સર્વે કરીને વળતર ચુકવવા માગણી કરી છે.

April 26, 2021
Free-vaccinee-1280x720.jpg
1min331

૧૮-૪૫ વર્ષના વય જૂથના તમામને નિ:શુલ્ક કોરોના રસી આપવાનું રવિવારે ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડીશા અને રાજસ્થાને જાહેર કર્યું હતું. ગુજરાત સરકારે કહ્યું હતું કે, ૧.૫ કરોડ ડોઝનો (૧ કરોડ ડોઝ – કોવિશીલ્ડ, ૫૦ લાખ ડોઝ કોવૅક્સિન) ઓર્ડર આપવામાં આવ્યો છે. આ અગાઉ ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશે પણ તમામને કોવિડ-૧૯ વિરોધી રસી નિ:શુલ્ક આપવામાં આવશે, તેવું જાહેર કર્યું હતું. દરમિયાન દેશમાં એક જ દિવસમાં કોરોનાના ૨,૧૭,૧૧૩ દરદી સાજા થયા હોવાનું રવિવારે સવારે બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીના આરંભથી અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના ૧,૪૦,૮૫,૧૧૦ દરદી સાજા થયા હોવાનું પણ બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

દેશમાં કોરોનાવાઇરસ સામેની રસી લેવા ૧૮થી ૪૫ વર્ષના વયજૂથના લોકોની નોંધણી (રજિસ્ટ્રેશન) કોવિન વૅબ પૉર્ટલ અથવા આરોગ્ય સેતુ ઍપ પર કરાવવી જરૂરી છે. આ નોંધણી ૨૮ એપ્રિલથી શરૂ થવાની છે. ૧૮થી ૪૫ વર્ષના વયજૂથના લોકોના રસીકરણની પ્રક્રિયા અને નોંધણી માટે જરૂરી દસ્તાવેજો (આધાર કાર્ડ કે અન્ય સરકાર માન્ય ઓળખપત્ર) અગાઉની જેવા જ રહેશે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે રસીની ઘણી માગ છે અને તેથી આ વયજૂથના લોકો માટે રસી લેવા અપૉઇન્ટમેન્ટ જરૂરી છે. રસીકરણ કેન્દ્ર ખાતે ગિરદી ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. શરૂઆતમાં રસીકરણ માટે વૉક-ઇનની પરવાનગી નહિ અપાય.

હૅલ્થકૅર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને ૪૫ વર્ષથી મોટી વયના લોકોને રસીકરણના સરકારી કેન્દ્રો ખાતે મફતમાં રસી મળવાનું ચાલુ રહેશે.

આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે સ્પષ્ટતા કરી હતી કે સરકારે રસીને લગતી નીતિ છૂટછાટભરી બનાવી હોવાનો અર્થ એવો નથી થતો કે રસી દવાની દુકાનોમાં પણ મળવા લાગશે.

રસીના ઉત્પાદકોએ સેન્ટ્રલ ડ્રગ્સ લેબૉરેટરીને કેન્દ્રનો પચાસ ટકા જથો આપવો પડશે, જ્યારે બાકીનો તે રાજ્ય સરકારોને આપી શકે છે.

કોવિન પ્લેટફૉર્મ પર રસીના જથા અને ભાવને લગતી દરેક જાણકારી અપાશે.

April 23, 2021
gujarat-police.jpg
1min589

ગુજરાત સરકારની તા.૨૨મી એપ્રિલ ૨૦૨૧ના રોજ મળેલી કેબિનેટ બેઠક બાદ મુખ્યપ્રધાન શ્રી વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે હવેથી રાજ્યમાં ફરતા વાહનચાલકો પાસેથી’ પોલીસ દ્વારા માસ્ક સિવાય અન્ય આર.ટી.ઓ.નો દંડ વસૂલી શકશે નહીં.

બેઠકમાં કેટલાક પ્રધાનોએ જ રજૂઆત કરી હતી કે, માસ્ક સિવાય ટુ વ્હીલરમાં 3થી 4 હજાર અને ફોર વ્હીલરમાં 8થી 10 હજારનો દંડ વસૂલવામાં આવે છે. વ્હિકલ ડિટેઇન કરાય તો છોડાવવામાં 1 અઠવાડિયા જેટલો સમય લાગે છે. વાહન ડિટેઇન થતા કોરોનામાં લોકોને હોસ્પિટલ જવા – અવવામાં ખૂબ તકલીફ થાય છે. પ્રધાનોની ફરિયાદથી મુખ્યપ્રધાને વાહન વ્યવહાર પ્રધાન ફળદુને અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપાસિંહને આ અંગે સૂચના આપી હતી અને જણાવ્યું હતું કે, હાલ પૂરતો માત્ર માસ્કનો દંડ જ ઉઘરાવવામાં આવે. બીજો કોઈ દંડ વાહન ચાલક પાસેથી ઉઘરાવવો નહીં.

April 22, 2021
CIA_Live_Logo_New2.jpg
1min342
Symbolic photo

રાજ્ય સરકારે કોરોનાની સારવાર માટેના પ્રોટોકોલમાં બે નવી દવા ફેવીપિરાવીર કે જેને સામાન્ય રીતે ફેબી ફ્લૂ તરીકે ઓળખાય છે તે અને આઈવરમેક્ટિનને સામેલ કરી છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ આ માહિતી આપી હતી.

રાજ્ય સરકારની કોરોના સામે લડવા માટે બનાવેયાલી તજજ્ઞ ડોક્ટરોની ટાસ્ક ફોર્સના સીનિયર સભ્યોએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું કે, દેશભરમાં જે પરિસ્થિતિ છે, તે મુજબ ગુજરાતમાં સતત કેસ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે, નિષ્ણાંતોનું માર્ગદર્શન લઈને ગાઈડલાઈનમાં ફેરફારો અને સુધારાઓ કરવામાં આવ્યા છે.

ડો. રાઘવેન્દ્ર દિક્ષીતે કહ્યું કે, ‘આપણે એક વર્ષ કરતા વધુ સમયથી કોરોના સામે ઝઝુમી રહ્યાં છીએ. અનુભવના આધારે ક્લીનિકલ પ્રોટોકોલમાં સુધારો આવે છે. મહારાષ્ટ્ર અને કેરળમાં કેસ વધારે છે. એ રાજ્યોની ગાઇડલાઇન અને પદ્ધતિનો અભ્યાસ કર્યો છે. ફેબી ફ્લૂ દવાને પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવી છે. આ સાથે અન્ય એક દવાને પણ ક્લીનિકલ પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવી છે.’

April 22, 2021
bitcoinamrely.jpeg
1min428

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાસે સસ્તા બિટકોઇન આપવાની લાલચ આપી યુવાનને મારમારી ત્રણ શખસ દ્વારા રૂ.40 લાખની લૂંટ ચલાવી નાસી છૂટયાની ફરિયાદ લીંબડી પોલીસ મથકે નોંધાઈ છે.

રાજકોટના ચેતન નામના શખસે ફેસબુક ઉપર ઓનલાઇન ક્રિપ્ટો કરન્સી બનાવી ગૂગલ પર વળતર આપવા અંગેની એક જાહેરાત ગુગલ મારફત મૂકી હતી જેમાં મહેસાણાના ચંદ્રોદય’ સોસાયટીમાં રહેતા વિશાલ જગદીશભાઈ રાવલે અમદાવાદ બોડક દેવમાં શ્યામ વિહાર એપાર્ટમેન્ટના ફ્લેટ નં.જી-5 જજીસ બંગલો રોડ પર રહેતા વિકાસ વિજયેન્દ્ર જૈનને આ અંગે વાત કરી હતી.

રાજકોટના ચેતને વિકાસ જૈનના વોજીર એક્સ વોલેટમાં 14મી એપ્રિલે રૂ.25 હજારના બિટકોઇન ટ્રાન્સફર કર્યા જેનું પેમેન્ટ ચેતનનો માણસ દહેગામનો મનોજ દેસાઈ લઈ ગયો હતો. ત્યારબાદ તા.16મી એપ્રિલે ચેતને વિકાસ જૈનને ફોન કરી પોતાની પાસે 3 બિટકોઇન હોવાનું અને તેને રૂ.40 લાખમાં આપવા માટેની લાલચ આપી હતી અને બાદમાં વિકાસને સાયલા બોલાવ્યો હતો.

વિકાસ તેના મિત્ર વિશાલને લઈ સાયલા પહોંચ્યો હતો. સાયલા સર્કલ પાસે ચેતનના 3′ માણસ લીંબડીનો ઉદય સેલાભાઈ ચિહલા, જગદીશ વિરાભાઈ જોગરાણા અને ચુડાના મોરવાડનો ગોકળ રાજુભાઈ ગમારા નંબર વગરની કાર લઈને આવ્યા હતા પહેલા પૈસા દેખાડો પછી બિટકોઇન આપીએ તેમ કહ્યું હતું.

વિકાસે નાણાં આંગડિયા પેઢીમાં હોવાનું જણાવ્યું હતું. આ ત્રણેય શખસે નાણાં રોકડા આપવાની વાત કરતા અંતે આ સોદો ફેલ થયો હતો.

બાદમાં ફરી એક વખત તા.17 એપ્રિલના રોજ ચેતને ફોન કરીને વિશાલને બોલાવ્યો હતો. સસ્તા બિટકોઇનની લાલચમાં વિકાસ અને વિશાલ રૂ.40 લાખ રોકડા લઈ લીંબડી આવ્યા હતા ત્યારે ઉદય મિહલા, જગદીશ જોગરાણા, ગોકળ ગમારાએ વિકાસને કારમાં બેસાડી નજીકની સોસાયટીમાં લઈ ગયા પૈસા માગ્યા હતા ત્યાં વિકાસનાં મોં પર મુક્કો મારી રૂ.40 લાખની લૂંટ કરી 3 શખસ ફરાર થઈ ગયા આ બાબતે ફરિયાદ’ થતા પીએસઆઇ વી.એન. ચૌહાણે વધુ તપાસ હાથ ધરી છે.