CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 25 of 49 - CIA Live

August 13, 2020
1min5680

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેને મંગળવારના રોજ ભારતીય મૂળના કેલિફોર્નિયા સીનેટર કમલા હૈરિસને ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઈડેને ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. 

જો બાઈડેને પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, આ અંગે જણાવતા મને ખૂબ ગર્વ થઈ રહ્યો છે કે કમલા હૈરિસની મેં પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. બાઈડેને કમલાને એક બહાદુર યોદ્ધા અને અમેરિકાના સૌથી શ્રેષ્ઠ અમલદારશાહીમાંથી એક ગણાવ્યા છે. 

તેમણે વધુ એક ટ્વીટ કરીને કહ્યું કે, જ્યારે કમલા હૈરિસ કેલિફોર્નિયાના અટોર્ની જનરલ હતા ત્યારથી હું તેમને કામ કરતો જોઈ રહ્યો છું. મેં જોયું છે કે કેવી રીતે તેઓએ મોટી-મોટી બેંકોને પડકારી છે, કામ કરનારા લોકોની મદદ કરી અને મહિલાઓ અને બાળકોને શોષણમાંથી બચાવ્યા છે. હું ત્યારે પણ ગર્વ અનુભવતો હતો અને આજે પણ ગર્વ અનુભવું છું જ્યારે તેઓ આ અભિયાનમાં મારા સહયોગી રહેશે. 

ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર તરીકે તેમની પસંદગી કરવા પર કમલા હૈરિસે ટ્વીટ કરીને બાઈડેનનો આભાર વ્યક્ત કર્યો. હેરિસે પોતાના ટ્વીટમાં કહ્યું કે, બાઈડેન અમેરિકી લોકોને એક કરી શકે છે કારણ કે તેમણે અમારા જેવા લોકો માટે લડતા-લડતા પોતાનું પૂરું જીવન ખર્ચી નાખ્યું છે. રાષ્ટ્રપતિ તરીકે તેઓ એક એવું અમેરિકા બનાવશે કે જે અમારા આદર્શો પર ખરું ઉતરશે. તેમને પોતાના કમાન્ડર ઈન ચીફ બનાવવા માટે મારે જે પણ કરવું પડશે તે હું કરીશ.

August 11, 2020
sputnikv.jpg
1min8490

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.11મી ઓગસ્ટ 2020ના રોજ રશીયાના વડાપ્રધાન વાલ્દીમીર પુટીને વિશ્વની પહેલી કોરોના વેક્સિન રજિસ્ટર્ડ થયાના સમાચાર દુનિયાને આપ્યા. રશીયાની કોરોના વેક્સિન રસીના સમાચારો વિશ્વમાં વાયુવેગે પ્રસર્યા. પહેલી કોરોના રસીના આ સમાચારોમાં એક મહત્વની વાત એ પણ ઢંકાઇ ગઇ કે રશીયાએ વિશ્વની પહેલી રજિસ્ટર્ડ કોરોના વેક્સિનનું નામ પણ આપ્યું છે.

સ્પુટનિક-5 નામથી ઓળખાય છે રશીયાની રજિસ્ટર્ડ કોરોના વેક્સિન. કોરોના વેક્સિનને સ્પુટનિક-5 નામ આપવા પાછળ રશીયાએ પોતાની સ્પેશ સિદ્ધીનું અનુસંધાન ટાંક્યું છે. હકીકતમાં વિશ્વમાં સૌથી પહેલી વખત અંતરીક્ષમાં સેટેલાઇટ લોંચ કરવાનું શ્રેય પણ રશીયાના શિરે લખાયેલું છે. વિશ્વના પહેલા સેટેલાઇટનું નામ સ્પુટનિક રાખવામાં આવ્યું હતું. એ સિદ્ધિ વિશ્વના પહેલા સેટેલાઇટને લોંચ કરવાની હતી અને એ જ રીતે આજે દુનિયાભરના દેશોને કનડી રહેલા કોરોનાની પહેલી રજિસ્ટર્ડ વેક્સિનનું નામ પણ રશીયાએ સ્પુટનિક-5 રાખ્યું છે.

ક્લિનિકલ ટ્રાયલમાં 100% સફળતાનો દાવો

આ અગાઉ રશિયાએ કહ્યું હતું કે, તેની કોરોના વાયરસની વેક્સીન ક્લિનિકલ ટ્રાયલમાં 100% સફળ છે. આ વેક્સીનને રશિયન સંરક્ષણ મંત્રાલય અને ગમલેયા રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવી છે. રશિયાએ કહ્યું કે ક્લિનિકલ ટ્રાયલમાં આ કોરોના વેક્સીન મેળવનારા તમામ લોકોને SARS-CoV-2ની પ્રતિરોધક ક્ષમતા હોવાનું જણાયું છે.

આ ટ્રાયલ 42 દિવસ પહેલા શરૂ થયો હતો. તે સમયે, વોલેન્ટિયર્સનો મોસ્કોની બર્ડેન્કો લશ્કરી હોસ્પિટલમાં કોરોના વેક્સીન દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. આ લોકો સોમવારે ફરીથી હોસ્પિટલમાં આવ્યા હતા અને સઘન તપાસ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન જાણવા મળ્યું કે બધા લોકોમાં કોરોના વાયરસ સામે પ્રતિરોધક ક્ષમતા ઉભી થઈ છે. આ તપાસના પરિણામ બાદ સરકારે રશિયન વેક્સીનની પ્રશંસા કરી છે.

રશિયા બુધવારે તા.11 ઓગસ્ટ 2020ના રોજ પોતાની કોરોના વેક્સીન લોન્ચ કરી છે. સ્પુટનિક-5 દુનિયાની પહેલી રજિસ્ટર્ડ કોરોના વેક્સીન બની છે, પરંતુ, રશિયાના આ દાવા પર WHO સહિત સમગ્ર દુનિયાના ઘણા જાણકારોને શંકા કરી રહ્યા છે

વેક્સીન બનવામાં સામાન્ય રીતે વર્ષો કે દાયકાઓ લાગતા હોય છે. પરંતુ, દુનિયાભરમાં કોરોનાની ભયાનક મહામારીના કારણે તબીબી જગત ઉતાવળમાં છે, પરંતુ રશિયા આટલી જલદી લોન્ચ કરવાની સ્થિતિમાં આવી ગયું એ વાત ગળે ઉતરતી નથી.

આ વેક્સીનની ક્લિનિકલ ટ્રાયલ પૂરી થયાનો દાવો કરનારી ઈન્સ્ટિટ્યૂટે હજુ સુધી બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલના આંકડા જાહેર કર્યા નથી. આ બંને ફેઝ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે કે વેક્સીન કેટલી સુરક્ષિત અને સફળ છે. ડબલ્યુએચઓએ પણ કહ્યું કે, તેની પાસે રશિયાની વેક્સીનના માત્ર ફેઝ વનના આંકડા છે. ડબલ્યુએચઓએ રશિયાને આગ્રહ કર્યો છે કે તે બધા માપદંડોનું પાલન કરે.

August 8, 2020
vacrus.jpg
1min5080
FILE PHOTO: A small bottle labeled with a “Vaccine” sticker is held near a medical syringe in front of displayed “Coronavirus COVID-19” words in this illustration taken April 10, 2020. REUTERS/Dado Ruvic/Illustration/File Photo

કોરોના મહામારીને તાબે થઇ ચૂકેલી દુનિયા લાંબા સમયથી કોરોના વેક્સીનની આશા બાંધી બેઠી છે, જે હવે પૂરી થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. રશિયા આગામી અઠવાડિયે વિશ્વની પહેલી કોરોના વેક્સીનની નોંધણી કરવાની તૈયારી કરી રહ્યુ હોવાના અહેવાલ છે. આ અંગે માહિતી આપતા રશિયાના ઉપ-સ્વાસ્થમંત્રી આલેગ ગ્રિડનેવે જણાવ્યુ કે કોરોના વેક્સીન ટ્રાયલ તેના ત્રીજા અને અંતિમ તબક્કામાં છે અને 12 ઓગસ્ટે રશિયા કોરોના વિરુદ્ધ તેની પહેલી વેક્સીન રજિસ્ટર કરાવશે.  

ગ્રિડનેવના જણાવ્યા મુજબ કોરોના વેક્સીનની અસરનુ મુલ્યાંકન ત્યારે જ લઇ શકાશે જ્યારે મોટાભાગની વસતી રોગપ્રતિકારક શક્તિ વિકસિત કરી ચૂકી હશે. રશિયામાં ગામાલેયા રિસર્ચ સેન્ટર અને રશિયા રક્ષા મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે કોરોનાની વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે. 

જોકે વિશ્વ સ્વાસ્થ સંગઠને રશિયાની કોરોના વેક્સીનને લઇને ચેતવણી જાહેર કરી છે કારણ કે સંગઠનનુ કહેવુ છે કે રશિયા દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોરોના વેક્સીનને લઇને તેની પાસે કોઇ સત્તાવાર જાણકારી નથી. જ્યારે રશિયન સરકાર હવે ટીકાકરણની તૈયારીઓમાં લાગી ગઇ છે. 

August 6, 2020
beirut-lebanon-explosions-1227910278.jpg
1min5840

લેબનાના પાટનગર બેરુતમાં મંગળવારે થયેલા ભીષણ વિસ્ફોટમાં લગભગ 78 લોકોના મોત થયા છે અને 3,700થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. લેબનાનની હેલ્થ મિનિસ્ટ્રીએ લગભગ 78 લોકોના મોતની પુષ્ટિ કરી છે. સ્વાસ્થ્ય મંત્રી હમદ હસે આ ભીષણ દુર્ઘટનાને દેશ માટે ઈમરજન્સી જાહેર કરી છ અને ચેતવણી આપી છે કે મૃત્યુઆંક વધી શકે છે. 

TOPSHOT – EDITORS NOTE: Graphic content / This picture taken on August 4, 2020 shows a general view of the scene of an explosion at the port of Lebanon’s capital Beirut. – Two huge explosion rocked the Lebanese capital Beirut, wounding dozens of people, shaking buildings and sending huge plumes of smoke billowing into the sky. Lebanese media carried images of people trapped under rubble, some bloodied, after the massive explosions, the cause of which was not immediately known. (Photo by STR / AFP) (Photo by STR/AFP via Getty Images)

સ્વાસ્થ્ય મંત્રી હસને જણાવ્યું છે કે, બેરુત પોર્ટના એક વેર હાઉસમાં થયેલા વિસ્ફોટમાં એટલા વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે કે હોસ્પિટલમાં હવે જગ્યા નથી. આ વિસ્ફોટમાં જે લોકો માર્યા ગયા છે તેમાં તેમની પાર્ટીના મહાસચિવ નિજાર નજરિયાન પણ સામેલ છે. ધ નેશનલ કાઉન્સિલ ફોર સાયન્ટિફિટ રિસર્ચે જણાવ્યું છે કે, આ ભીષણ વિસ્ફોટ એમોનિયમ નાઈટ્રેટને કારણ થયું છે જે એક વેર હાઉસમાં રાખવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, વિસ્ફોટનો અવાજ સમગ્ર દેશમાં સાંભળવા મળ્યો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે, વેર હાઉસની અંદર 6 વર્ષથી 2,750 ટન એમોનિયમ નાઈટ્રેટ રાખેલું હતું. તેનો ઉપયોગ ખાતર બનાવવા માટે કરવામાં આવતો હતો. લેબનાનના રાષ્ટ્રપતિ માઈકલ આઉને ટ્વીટ કરીને જણાવ્યું છે કે, સુરક્ષાની વ્યવસ્થા વગર 2,750 ટન એમોનિયમ નાઈટ્રેટ રાખનારા લોકોની સામે કડક કાર્યવાહી કરાશે. 

August 4, 2020
donald_trump.jpg
1min5900

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ડોનાલ્ડ ટ્રમ્પે આજરોજ તા.4 ઓગસ્ટ 2020ના રોજ એક જ ટ્વીટ કરીને દુનિયાભરના લોકોની નારાજગી વહોરી લીધી છે. વિશ્વમાં જ્યાં સૌથી વધુ કોરોના કેસો છે, વિશ્વમાં જ્યાં સૌથી વધુ મૃત્યુ કોરોનાને કારણે થયા છે એ અમેરીકામાં સ્કુલો શરૂ કરવા માટે અમેરીકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યુ છે.

જ્યાં સૌથી વધુ કોરોના કેસ, જ્યાં સૌથી વધુ કોરોના મૃત્યુ છે એ અમેરીકામાં હવે ટ્રમ્પે સ્કુલો શરૂ કરાવવી છે

ડોનાલ્ડ ટ્રમ્પના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પરથી કરાયેલા ટ્વીટમાં ફક્ત ત્રણ શબ્દો પોસ્ટ કરવામાં આવ્યા છે. અને એ OPEN THE SCHOOLS !!! છે. ભારતીય સમય પ્રમાણે સવારે 8.52 કલાકે ડોનાલ્ડ ટ્ર્મ્પની ટ્વીટ પોસ્ટ થઇ અને જોતજોતામાં દુનિયાભરના લોકોએ તેના પર કમેન્ટ્સ કરીને અનેક ખરી ખોટી સંભળાવી. ઘણાંએ તો લખ્યું કે સપનાઓ જોયા કરો.

August 3, 2020
vaccine.jpg
1min4650

દુનિયાભરમાં હાહાકાર મચાવતી કોરોના મહામારીનો એકમાત્ર ઉકેલ તેની દવા કે રસી છે. અભૂતપૂર્વ ઝડપે દુનિયાનાં સંખ્યાબંધ દેશો તેની રસી શોધી રહ્યા છે અને તેમાંથી કેટલીક સંભવિત રસીઓ પરીક્ષણનાં અંતિમ તબક્કામાં છે ત્યારે ઘણાં દેશો રસી મળી જાય પછી તેને કેવી રીતે વિતરિત કરવી તેનાં આયોજનો પણ કરવા લાગ્યા છે. આ બધા વચ્ચે સૌથી મોટી ચિંતાજનક બાબત સામે આવી રહી છે ગરીબ દેશો માટે આ રસીની ઉપલબ્ધતા. કારણ કે રસીને હજી ભલે મંજૂરી નથી મળી પણ વિકસિત અને ધનવાન દેશોએ તેનાં ઉપર કબજો કરવાની શરૂઆત કરી દીધી છે. અત્યાર સુધીમાં આ સમૃદ્ધ દેશોએ આશરે એક અબજથી વધુ ડોઝનાં સોદા કરી લીધા છે. હજી તો સંભવિત રસીને મંજૂરી મળવાની કોઈ ખાતરી નથી ત્યાં એક અબજ રસીનાં સોદા થઈ જાય તો ગરીબ દેશોને આ રસી મળશે કે કેમ અથવા તો મળશે તો ક્યારે મળશે તે સૌથી ચિંતાજનક મુદ્દો બની જાય છે.

આંતરરાષ્ટ્રીય સમૂહો અને અનેક દેશ એવો વાયદો કરી રહ્યા છે કે રસી સસ્તી રહેશે અને સહુને ઉપલબ્ધ બનશે પણ દુનિયાની 7.8 અબજની આબાદીની જરૂરિયાતને પહોંચી વળવું ભગિરથ કાર્ય બની રહેવાનું છે. તેથી જ અમીર દેશો રસીનાં પુરવઠા ઉપર કબજો કરી લેશે તો 2009માં સ્વાઈન ફ્લુ મહામારી વખતે થયું હતું તેવું ફરીથી થવાની ભીતિ સેવાઈ રહી છે.

અમેરિકા, બ્રિટન, જાપાન અને યુરોપિયન દેશોએ અત્યાર સુધીમાં 1.3 અબજ ડોઝ પોતાનાં ગજવે કરી લીધા છે. જો તેમનાં બાકીનાં સોદા પણ પાર પડે તો 1.પ અબજ ડોઝ તેમનાં માટે અનામત થઈ જશે એટલે કે ઉત્પાદન શરૂ થવા સાથે જ તેમને આ પુરવઠો મળવા લાગશે. આ સંજોગોમાં બાકી દેશોનાં હાથમાં રસીનાં ડોઝ ક્યારે લાગે તે કળવું મુશ્કેલ બની જાય છે.
અત્યારે અંતિમ ચરણમાં પહેંચેલી ઉમેદવાર રસીઓમાં ઓક્સફોર્ડ-અત્રાજેનેકો અને ફાઈઝર-બાયોએનટેક સહિત મોડર્નાની રસી સૌથી આગળ ગણાય છે અને આ સંભવિત રસીનાં જ કરોડો ડોઝ ધનવાન દેશો માટે આરક્ષિત થઈ ગયા છે.’ આ તમામ રસીને હજી અંતિમ તબક્કાનાં પરીક્ષણોમાં ખરા ઉતરવાનું છે અને પછી પણ તેનું ઉત્પાદન વધારવાનો પડકાર રહેલો છે.

એક અંદાજ અનુસાર 2022નાં પ્રથમ ત્રિમાસિક ગાળા સુધી 1 અબજ ડોઝનો વૈશ્વિક પુરવઠો હાંસલ કરવો કઠિન બની રહેવાનો છે અને આટલા ડોઝ તો ધનવાન દેશો પોતાનાં નામે અંકે કરીને બેઠા છે. આ સંજોગોમાં ગરીબ દેશોનાં હાથમાં રસી ક્યારે આવશે તે સૌથી મોટો વૈશ્વિક સવાલ બની જાય છે. તેનાં કારણે દુનિયાનાં અનેક દેશો વચ્ચે તનાવ પણ પેદા થઈ શકે છે અને મહામારી પછી વિશ્વ સામે બીજું મોટું સંકટ પણ ઉભું થઈ શકે છે.

જૂનમાં અત્રાજેનેકાએ ગાવીનાં પ્રોગ્રામમાં 30 કરોડ ડોઝ આપવા સહમતી દેખાડી હતી. ફાઈઝર અને બાયોએનટેક દ્વારા કોવેક્સને ડોઝ પુરવઠો પૂરો પાડવા માટે રુચિ દેખાડી હતી. અમેરિકી સરકારે સનોફી અને ગ્લાક્સો પાસેથી 2.1 અબજ ડોલરમાં 10 કરોડ ડોલર બૂક કરી લીધા છે. અમેરિકા પાસે લાંબી અવધિ માટે વધુ પ0 કરોડ ડોલર મેળવવાનો વિકલ્પ પણ ખુલ્લો રહેશે. યુરોપિયન યુનિયને પણ આ બન્ને કંપનીઓ પાસેથી 30 કરોડ ડોઝનો સોદો શરૂ કરી દીધો છે. અમેરિકાએ ફાઈઝર અને બાયોએનટેક સાથે પણ 1.9પ અબજ ડોલરનો સોદો કરેલો છે. નોવાવેક્સ સાથે પણ 1.6 અબજ ડોલરનો સોદો થઈ ગયો છે. આવી જ રીતે અત્રાજેનેકા સાથે પણ અમેરિકાએ 1.2 અબજ ડોલરની ડીલ કરી લીધી છે. બ્રિટન, સ્પેન, ઈઝરાયલ સહિત અનેક ધનવાન દેશોએ પણ રસી ઉત્પાદકો સાથે આવી જ રીતે તોતિંગ સોદા કરી રાખેલા છે.

July 23, 2020
alaska_quake.jpg
1min5050

અલાસ્કા પેનિનસ્યુલા (Earthquake in Alaska)માં બુધવારે રિક્ટર સ્કેલ પર 7.8 તીવ્રતાનો ભીષણ ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ બાદ તેના એપિસેન્ટરની આસપાસ 300 કિલોમીટર સુધી સુનામી (Tsunami)ની ચેતવણી આપવામાં આવી છે. યૂએસ જિયોલોજિકલ સર્વે મુજબ આ ભૂકંપનું એપિસેન્ટર પેરિવિલેથી 60 માઇલ દૂર હતું જ્યારે એન્કોરેન્જથી 500 માઇલ દૂર હોવાનું કહેવાય છે.

મીડીયા રિપોર્ટ્સમાં હજુ સુધી જાનમાલના નુકસાન વિશે વિગતો જાહેર નથી થઇ. ભૂકંપના આંચકા બાદ દરિયાકાંઠા વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરી દેવાઇ છે. સુનામીની ચેતવણી દક્ષિણ અલાસ્કા અને અલાસ્કા પેનિનસ્યૂલા માટે છે. USGS અનુસાર, જો ભૂકંપની તીવ્રતા વધુ હોય તો સામાન્ય રીતે સુનામીનું જોખમ તોળાય છે.  7.6થી 7.8 તીવ્રતાના ભૂકંપ બાદ એક ખતરનાક સુનામી આવવાની આશંકા રહે છે. સુનામી સેન્ટરે નિવેદનમાં કહ્યું છે કે, સુનામીની ચેતવણી પ્રારંભિક જાણકારીના આધારે આપવામાં આવી રહી છે. શક્ય છે કે બાદમાં તેમાં ફેરબદલ આવે. લોકોને દરિયાકાંઠાના વિસ્તારોથી અનેક માઇલ દૂર રહેવાની સૂચના અપાઇ ગઇ છે, કારણ કે સુનામીના કારણે ઊંચે ઉઠતા મોંજો થોડીક સેકન્ડોમાં અનેક કિલોમીટરનું અંતર કાપી શકે છે.સેન્ટરે કહ્યું કે યુએસ અને કેનેડાના અન્ય પેસિફિક કિનારાઓ જે ઉત્તર અમેરિકામાં છે ત્યાં સુનામીનું જોખમ નથી.

July 16, 2020
twitter-hacked.jpg
1min4350

હેકર્સે દુનિયાના દિગ્ગજ નેતાઓ, જાણીતી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને કંપનીઓના ટ્વિટર હેન્ડલ હેક કરી લીધા છે. હેકર્સે જે લોકોના ટ્વિટર એકાઉન્ટ્સ હેક કર્યાં છે તેમાં માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ, એમેઝોનના કો ફાઉન્ડર જેફ બેજોસટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક, અમેરિકાના રેપર કાન્યે વેસ્ટ, અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ, વોરેન બફેટ, એપલ, બિઝનેસમેન એલન મસ્ક, અમેરિકી નેતા જો બિડનનો સમાવેશ થાય છે. 

આ દિગ્ગજો અને કંપનીઓના એકાઉન્ટ્સ હેક કરીને તેના પર એક ખાસ પ્રકારનો મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો છે. આ તમામ એકાઉન્ટ્સ પરથી બિટકોઈનના પ્રમોશનને લગતો એક મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ મેસેજમાં હેકરે એક લિન્ક પણ મુકી હતી જેના પરથી બિટકોઈનની લેણદેણ કરી શકાય છે. જોકે, આ મેસેજીસને તાત્કાલિક ધોરણે ડિલિટ પણ કરી દેવામાં આવ્યા હતા. 

July 15, 2020
study_usa.png
1min5170

અમેરિકામાં એક કોર્ટમાં 14 જુલાઇ 2020ને મંગળવારે જણાવ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય રદ કરવા માટે માની ગયા છે, જેમાં વિદેશી વિદ્યાર્થીઓને દેશમાં રહેવા પર અસ્થાયી રોક લગાવી દેવામાં આવી હતી. આ આદેશની વિરુદ્ધમાં દેશભરમાં આક્રોશ અને મોટી સંખ્યામાં શિક્ષણ સંસ્થાનો દ્વારા કેસ દાખલ કરાયા બાદ ટ્રમ્પ સરકાર દ્વારા પોતાનો નિર્ણય પરત ખેંચવો પડ્યો છે.

ટ્રમ્પ સરકારે પોતાનો નિર્ણય બદલ્યો છે જેના કારણે અમેરિકામાં રહીને અભ્યાસ કરતા વિદેશના વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. મહત્વનું છે કે, જે વિદ્યાર્થીઓ કોરોના વાયરસના કારણે ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે તેવા વિદશી વિદ્યાર્થીઓને પરત જેવું પડશે તેવો આદેશ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ઓનલાઈન શિક્ષણ મેળવવા માટે અમેરિકામાં રોકાવું જરુરી નથી. જેની સાથે વીઝા રદ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. જોકે, ભારે વિરોધ બાદ સરકારે પોતાનો નિર્ણય બદલવો પડ્યો છે.

સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયની સામે હાવર્ડ સહિતની મોટી યુનિવર્સિટીઓ દ્વારા અરજી દાખલ કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું કે, ટ્રમ્પ સરકારે 6 જુલાઈના રોજ લીધેલા નિર્ણયને પરત ખેંચવા માટે રાજી થઈ ગઈ છે. મહત્વનું છે કે, વિદ્યાર્થીઓના પક્ષમાં અમેરિકાની ગૂગલ, ફેસબૂક અને માઈક્રોસોફ્ટ જેવી મોટી આઈટી કંપનીઓ પણ આવી ગઈ હતી. ૉ

કોર્ટે આ અંગે જણાવ્યું કે, “પક્ષકારોએ જણાવ્યું છે કે તેઓએ જે નિર્ણય કર્યો છે, તેને દૂર કરશે.” આ બાબતથી વિદેશી વિદ્યાર્થીઓ માટે રાહત લાવી છે, જેમાં ભારતના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. એકેડેમિક વર્ષ 2018-19માં અમેરિકામાં 10 લાખ કરતા વધારે વિદેશી વિદ્યાર્થીઓ હતા. અમેરિકામાં ભારતના 1,94,556 વિદ્યાર્થીઓ હતા. નોંધનીય છે કે, ઘણાં સાંસદોએ પણ પાછલા અઠવાડિયે ટ્રમ્પ સરકારને પત્ર લખીને વિદેશી વિદ્યાર્થીઓ પર લેવાયો પોતાનો નિર્ણય પરત ખેંચવા માટે અનુરોધ કર્યો હતો.


July 11, 2020
coronausa.jpg
1min4520

કોરોના વાયરસની મહામારીએ અમેરિકામાં રૂદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. અહીં છેલ્લા 24 કલાક દરમિયાન 70000 નવા કેસ નોંધાયા છે. વિશ્વના કોઈ પણ દેશમાં મહામારી શરૂ થયા બાદ આ સૌથી મોટો ઉછાળો છે. જોન હોપકિંસ યૂનિવર્સિટીના આંકડા અનુસાર અમેરિકામાં અત્યાર સુધીમાં કુલ 3183856 લોકો કોરોનાની લપેટમાં આવી ચૂક્યા છે.

અમેરિકામાં છેલ્લા બે મહિનાની સરખામણીએ હવે દરરોજ કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી ગતીથી વધી રહી છે. જોકે, મૃત્યુઆંક લગભગ અડધો થઈ ગયો છે. છેલ્લા બે મહિના દરમિયાન સૌથી વધારે મૃત્યુ દરરોજ બ્રાઝીલમાં થઈ રહી છે.

વર્લ્ડોમીટર પ્રમાણે અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા શનિવાર સવાર સુધીમાં 33 લાખની નજીક પહોંચી ગઈ છે. જ્યારે કુલ 136652 લોકોના મોત નિપજ્યા છે. જોકે, 1454000 લોકો સ્વસ્થ્ય પણ થઈ ચૂક્યા છે જે કુલ સંક્રમિતોના 44 ટકા છે.

તેમજ હોસ્પિટલમાં હજી પણ 1699000 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જે કુલ સંક્રમિતોના 52 ટકા છે. અમેરિકામાં કુલ ચાર ટકા દર્દીઓ કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધારે 426016 કેસ નોંધાયા છે. ફક્ત ન્યૂયોર્કમાં જ 32375 લોકોના મોત નિપજ્યા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 12493451 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 560141 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 6874690 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 5058620 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.