CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 23 of 49 - CIA Live

November 5, 2020
joe_biden-1280x720.jpg
1min5380

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં હવે ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન પોતાની જીતને લઈ ઘણા આશ્વસ્ત જોવા મળી રહ્યા છે. જો બાઇડને ટ્વીટમાં લખ્યું કે, પ્રક્રિયા અને એક-બીજા પર વિશ્વાસ કાયમ રાખો. એક સાથે, આપણે તેને જીતીશું. નોંધનીય છે કે હવે જો બાઇડન જીતની ખૂબ જ નજીક પહોંચી ગયા છે. તેમને અત્યાર સુધી 264 ઇલેક્ટોરલ વોટ મળી ચૂક્યા છે. તેઓ હવે જીતથી માત્ર 6 વોટથી દૂર છે.

જ્યારે ટ્રમ્પ માટે ચઢાણ કઠિન જોવા મળી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ નોર્થ કેરોલિના અને જ્યોર્જિયામાં પાતળા માર્જિનથી બાઈડેનથી આગળ ચાલી રહ્યા છે જ્યારે બીજીતરફ તેમને આકરી ટક્કર આપી રહેલા ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડેન નેવાડા, મિશિગન અને વિન્સકોન્સિનમાં જીત મેળવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના આ પાંચ રાજ્યો નક્કી કરશે કે યુએસ રાષ્ટ્રપ્રમુખની રેસમાં કોણ વિજેતા બનશે. જેમાં હાલની સ્થિતિ જોતા બાઈડેન ‘વિન વિન’ સિચ્યુએશનમાં છે. બાઈડેન 264 ઈલેક્ટોરલ મત મેળવી ચૂક્યા છે. જ્યારે ટ્રમ્પ 214 મત મેળવી શક્યા છે. બાઈડન હવે મેજિક ફિગર 270થી ફક્ત છ મતથી દૂર છે.

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીમાં મતગણતરી હજુ ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડનમાંથી કોઈને પણ સ્પષ્ટ બહુમતી નથી મળી. ફ્લોરિડા અને લોવામાં લીડ મેળવનાર ટ્રમ્પને બાઈડન ત્રણ સ્ટેટ્સ વિસ્કોન્સિન, મિશિગન અને પેનસિલ્વેનિયામાં જોરદાર ટક્કર આપી રહ્યાં છે. આ રાજ્યોના પરિણામ જ ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. જેમાં બાઈડન વિસ્કોન્સિનમાં જીતી ગયા છે. વાસ્તવમાં, બાઈડેન હવે ટ્રમ્પ અને બહુમતીની વચ્ચે ઊભા રહી ગયા છે.

રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીની પરિણામો આવવામાં થઈ રહેલા વિલંબ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ કેમ્પેને કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. મતોની ગણતરી અટકાવવા માટે મિશિગનમાં તથા જ્યોર્જિયામાં પણ કેસ દાખલ કરાયો છે. ટ્રમ્પ સતત મતોની ગણતરીમાં ગરબડ હોવાનો આરોપ લગાવી રહ્યા છે. કાઉન્ટિંગ દરમિયાન જ તેમણે ટ્વીટ કરીને પેન્સિલ્વેનિયામાં પાંચ લાખ વોટ ગાયબ હોવાનો દાવો કર્યો હતો

November 4, 2020
banks-1280x592.jpg
2min600

98253 44944

વિદેશમાં ફરવા જનારાઓ, વિદેશમાં અભ્યાસાર્થે જનારાઓ, વિદેશમાં બિઝનેસ અર્થે જનારાઓની સંખ્યા વધતી જાય છે. વિદેશ જનારાઓએ એક વાતની ખાસ તકેદારી રાખવી પડે છે કે તેઓ જો રૂપિયાનું આયોજન નહીં કરે તો વિદેશમાં અટવાય શકે છે. એક સામટી કેશ લઇને વિદેશ જવામાં પણ જોખમ હોય છે. આવી સ્થિતિમાં જો ભારતીય બેંકો જ વિદેશમાં ઉપલબ્ધ બની શકે તો તેનાથી સારી સુવિધા શું હોઇ શકે.

અહીં ભારતીય બેંકોની વિદેશોમાં કયાં ક્યાં બ્રાન્ચીસ આવી છે તેની વિગતો રજૂ કરી છે. આ માહિતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે.

October 31, 2020
Turkey-quake-thumbnail-1.jpg
1min5310

તુર્કી અને ગ્રીસમાં શુક્રવારે આવેલા ભૂકંપ અને સુનામીએ બન્ને દુશ્મન દેશોમાં ભારે તબાહી મચાવી છે.  તુર્કીમાં ભૂકંપ બાદ 196 જેટલા આફ્ટરશોક્સ આવ્યા હતા અને 22 લોકોના મોત તેમજ 200થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તુર્કી અને ગ્રીસની વચ્ચે સ્થિત એજિયન સાગરમાં ૧૬.૫ કિલોમીટર નીચે હતું. જમીનમાં તે ઓછી ઊંડાઇએ ભૂકંપનું કેન્દ્ર હોવાને કારણે તેના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ કારણે જ મોટાભાગની ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. અનેક ઇમારતો ધરાશાયી થઇ છે. યૂરોપીય-ભૂમધ્યસાગર ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રે કહ્યું છે કે શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા ૬.૯ હતી અને તેનું કેન્દ્ર યુનાનના ઉત્તર-પૂર્વમાં સામોસ દ્વીપમાં હતું.

તુર્કીની મીડિયામાં મધ્ય ઇઝમિરમાં બહુમાળી ઇમારતનો કાટમાળ મળી આવ્યો છે. આ વિસ્તારમાં અનેક સ્થળોએથી ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાઇ રહ્યા છે. ઇજમિરના ગવર્નરે કહ્યું છે કે અત્યારસુધી ચાર લોકોના મોતના અહેવાલ છે, જ્યારે મોટી સંખ્યામાં લોકોને ઇજા પહોંચી છે.

પરંતુ ગ્રીસમાં કોઇના મોતના અહેવાલ નથી. જોકે બન્ને દેશોમાં તબાહીની સ્થિતિને જોતાં તેમાં ઉમેરો થાય તેવી પૂરેપૂરી સંભાવના છે કેમ કે અનેક ઇમારતોના કાટમાળમાં અનેક લોકો દબાયાની આશંકા છે. બન્ને દેશોમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ અનેક વીડિયોમાં અનેક ઇમારતો પડી જતી હોવાનું દેખાય છે.

આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાત આંકવામાં આવી છે. તુર્કી અને ગ્રીસના ભૂમધ્ય સાગરના તેલ અને ગેસના ભંડાર ધરાવતાં વિસ્તારોમાં કબ્જાને લઇને વિવાદ ચરમસીમાએ છે. બન્ને દેશોની સેના ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં મહિનાઓ અગાઉથી જ પેટ્રોલિંગ કરી રહી છે.

October 30, 2020
france.jpg
1min4730

નાઇસના મેયર ક્રિસ્ટિયન એટ્રોસી પ્રમાણે, આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે હુમલાખોર આતંકવાદીનો સહયોગી છે.

ફ્રાન્સમાં આતંકવાદી હુમલો: નાઇસ શહેરમાં ચપ્પુ મારી ત્રણની હત્યા
ફ્રાન્સમાં આતંકવાદી હુમલો: નાઇસ શહેરમાં ચપ્પુ મારી ત્રણની હત્યા

ફ્રાન્સ (France)માં 15 દિવસમાં બીજીવાર આતંકવાદી હુમલો (Terror Attack) થયો છે. એક માથાફરેલે ચપ્પુથી કેટલાક લોકો પર હુમલો કરી દીધો છે. ઘટનામાં બેના નિધન થયા છે. એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. નાઇસના મેયર ક્રિસ્ટિયન એટ્રોસી પ્રમાણે, આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સ (Media Reports)માં દાવો કરવામાં આવ્યો છે કે હુમલાખોર આતંકવાદીનો સહયોગી છે.

થોડાંક દિવસ પહેલા ફ્રાન્સમાં પેગંબર સાહેબનું કાર્ટૂન ક્લાસમાં બતાવનારા એક હિસ્ટ્રી ટીચરની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ ફ્રાન્સ સરકાર ઇસ્લામિક સંગઠનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. વિશ્વના અનેક દેશોમાં ફ્રાન્સની ટીકા કરવામાં આવી રહી છે અને આ વિરુદ્ધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નાઇસ શહેરમાં ચપ્પુથી હુમલાની ઘટના ગુરુવારે થઈ। એક માણસે નોટ્રે ડેમ બેસિલિયા વિસ્તારમાં કેટલાક લોકો પર એકાએક ચપ્પુથી હુમલો કરી દીધો. આ વિસ્તાર શહેરની વચ્ચે છે. મેયર ક્રિસ્ટિયને આને સ્પષ્ટ રીતે આતંકી ઘટના જણાવી છે. ગૃહમંત્રીએ ગેરાલ્ડ લોકોને કહ્યું કે તે હાલ, આ વિસ્તારમાં જવાનું ટાળે.

October 23, 2020
indianvisa.jpg
1min5270
Indian visa services to be enhanced at new venue for Bangladeshis

કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક, ટુરિસ્ટ અને મેડિકલ કૅટેગરી સિવાયના બધા વર્તમાન વિઝાને પૂર્વવત્ સ્થિતિમાં લાવવાનો ગુરુવારે નિર્ણય લીધો હતો. કોવિડ-૧૯ની મહામારીને કારણે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગુ કરાયું એને પગલે લગભગ આઠ મહિના સુધી તમામ વિઝા પર સસ્પેન્શન લાગુ કરાયું હતું.

મિનિસ્ટ્રી ઑફ હોમ અફેર્સ (એમએચએ)એ એવી પણ જાહેરાત કરાઈ હતી કે તમામ ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા (ઓસીઆઇ) અને પર્સન ઑફ ઇન્ડિયન

ઑરિજિન (પીઆઇઓ) કાર્ડધારકો તથા તમામ અન્ય વિદેશી નાગરિકોને (ટુરિસ્ટ વિઝા સિવાય) કોઈ પણ હેતુસર ભારતનો પ્રવાસ કરવાની પરવાનગી અપાશે. સરકારના આ નિર્ણયથી વિદેશી નાગરિકો ધંધા-વેપાર ઉપરાંત મિટિંગ-કૉન્ફરન્સ, રોજગાર, અભ્યાસ અને સંશોધન માટે ભારત આવી શકશે.

ગૃહ ખાતાએ નિવેદનમાં જણાવ્યું હતું કે ‘કોવિડ-૧૯ની મહામારીને લક્ષમાં રાખીને સરકારે ફેબ્રુઆરી, ૨૦૨૦થી વિદેશી મુસાફરોના ભારત આવવા તથા જવા પર નિયંત્રણ મૂકવા સહિતના શ્રેણીબદ્ધ પગલાં ભર્યા હતા. જોકે, હવે સરકારે વિઝા ફાળવવા સંદર્ભમાં ગ્રેડ પ્રમાણે છૂટછાટ મૂકી છે. જે પ્રકારના વિઝાની છૂટ અપાઈ છે એની કાયદેસરતા પૂરી થઈ ગઈ હશે તો ભારતીય મિશનમાંથી કે સંબંધિત વિભાગમાંથી નવેસરથી વિઝા મેળવી શકાશે.

તબીબી સારવાર માટે ભારત આવવા માગતા વિદેશી નાગરિકો મેડિકલ વિઝા માટે નવેસરથી અરજી કરી શકશે.

‘વંદે ભારત’ મિશન હેઠળ અમુક કૅટેગરીના ઓસીઆઇ તથા પીઆઇઓ કાર્ડધારકોની કૅટેગરી માટે ઍર ઇન્ડિયાની ફ્લાઇટ કાર્યરત્ છે.

October 22, 2020
google.jpg
1min4760

અમેરિકાના ન્યાય વિભાગે ગૂગલ સામે ઑનલાઇન સર્ચ અને જાહેરાત મામલે વિશ્ર્વાસભંગનો કેસ દાખલ કર્યો હતો.

આ તો ફક્ત શરૂઆત છે અને ન્યાય વિભાગ તથા ફેડરલ ટ્રેડ કમિશન દ્વારા ઍપલ, ઍમેઝોન અને ફેસબુક જેવી મોટી ટૅક કંપનીઓની તપાસ પણ ચાલી રહી છે. યુએસના નાયબ ઍટર્ની જનરલ જેફ રોસેને પત્રકારોને જણાવ્યું હતું કે ગૂગલ ઇન્ટરનેટનું અને જાહેરાત શોધવા માટેનું પ્રવેશદ્વાર છે. એણે પોતાની ઇજારાશાહી જાળવી રાખવા માટે અયોગ્ય માર્ગ અપનાવ્યો જે સ્પર્ધાત્મકતા માટે હાનિકારક છે.

ગૂગલની ઑનલાઇન સર્ચ અને જાહેરાત વિશેની ઇજારાશાહી બદલ સાંસદો અને ગ્રાહકોના વકીલો લાંબા સમયથી આક્ષેપ કરી રહ્યા છે.

વોશિંગ્ટન ડી. સી.ની ફેડરલ અદાલતમાં દાખલ કરવામાં આવેલા કેસમાં એવો આરોપ કરવામાં આવ્યો છે કે જાહેરાત કરનારા પાસેથી મેળવેલા અબજો ડૉલરની રકમ ગૂગલ ફોન ઉત્પાદકોને આપીને એમનાં ફોનમાં બ્રાઉઝર પર ગૂગલ જ ડિફોલ્ટ સર્ચ એન્જિન હોય એવી વ્યવસ્થા કરાવે છે.

આ બાબત નાને પાયે શરૂ કરનારા અને નવી શોધ કરનારા પ્રતિસ્પર્ધીઓ માટે મુશ્કેલી ઊભી કરે છે તથા સર્ચની ગુણવત્તા ઘટાડે છે, પ્રાઇવેસીની સુરક્ષાને અને વૈકલ્પિક સર્ચના પર્યાયને સીમિત બનાવે છે જે ગ્રાહકોને નુકસાન પહોંચાડે છે.

તાજેતરના કાળમાં યુરોપના નિયામકોએ ગૂગલ પર લાદેલા અબજો ડૉલરના દંડ અને ગૂગલની કામ કરવાની પદ્ધતિમાં કરાવેલા ફેરફાર પર્યાપ્ત નથી અને ગૂગલે પોતાની કાર્યપ્રણાલીમાં સ્ટ્રક્ચરલ ફેરફાર કરવાની જરૂર છે. 

October 19, 2020
italy.jpg
1min4540

ડેઈલી મેલના અહેવાલ પ્રમાણે ઈટાલીમાં પ્રોફેશન અને અમેચ્યોર એમ તમામ પ્રકારની ફૂટબોલ મેચો બંધ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત અત્યંત જરૂરી હોય તેવી મુસાફરીને જ મંજૂરી આપવામાં આવી શકે છે. જો, દેશમાં સ્થાનિક કેસમાં વધારો જોવા મળશે તો સરકાર હજી વધારે પ્રતિબંધો લાગુ કરી શકે છે.

યુરોપમાં ફરીથી કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ઈટાલીમાં કોરોના વાયરસના કેસમાં આવેલા ઉછાળાના કારણે હવે દેશમાં રાત્રે 10 વાગ્યાનો કર્ફ્યુ લાદવામાં આવી શકે છે. આ ઉપરાંત તમામ હાઈસ્કૂલ બંધ કરવામાં આવી શકે છે. શુક્રવારે ઈટાલીમાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાયા હતા. ઈટાલીમાં એક જ દિવસમાં 10,000થી વધુ લોકોને કોવિડ-19નો ચેપ લાગ્યો છે જેના કારણે સરકાર દ્વારા કર્ફ્યુ લાદવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. રવિવારે સત્તાવાળાઓએ બેઠક કરી હતી અને કોરોનાને ફેલાતો અટકાવવા માટે કયા પગલા લેવા જોઈએ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કેફે, સિનેમાઘરો અને રેસ્ટોરન્ટ્સ બંધ કરવા ઉપરાંત લોકડાઉન લગાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

October 18, 2020
jacinda-ardern-1280x853.jpg
1min5460
Jacinda Ardern's Labour Party sweeps New Zealand election | South China  Morning Post

કોરોના મહામારી સામેની લડાઇમાં સફળ નેતૃત્વ કરી વિશ્વ સામે ઉદાહરણ બનનાર ન્યૂઝીલેન્ડની વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને ચૂંટણીમાં ભારે બહુમતીથી વિજય મેળવ્યો છે. આ ચૂંટણી પહેલા 19 સપ્ટેમ્બરે યોજાનાર હતો, પરંતુ કોરોના મહામારીની ગંભીરતાને લીધે લંબાવવામાં આવી હતી. 

ન્યૂઝીલેન્ડના ઇતિહાસમાં કોઇપણ રાજકીય પાર્ટીએ આટલી મોટી વિશાળ જીત ક્યારેય મેળવી નથી. દેશવાસીઓના દિલ જીતનાર જેસિન્ડા એર્ડર્ન ફરી એકવાર દેશનું નેતૃત્વ સંભાળી રહ્યા છે.

એર્ડર્નની સેન્ટર-લેફ્ટ લેબર પાર્ટીએ 87 ટકા વોટમાંથી 48.9 ટકા વોટ મેળવી જીત હાંસલ કરી હતી. જીત પર જેસિન્ડાનું કહેવુ હતું કે દેશવાસીઓએ લેબર પાર્ટીને 50 વર્ષમાં સૌથી વધારે સમર્થન આપ્યુ છે. તેમણે કહ્યુ હતું કે દેશ સામે મુશ્કેલીનો સમય આવનારો છે પરંતુ પાર્ટી દરેક દેશવાસી માટે કામ કરશે. મુખ્ય વિપક્ષી દળ નેશનલ પાર્ટીને માત્ર 27 ટકા વોટ મળ્યા હતા. જે 2002 પછીનું તેનુ સૌથી ખરાબ પ્રદર્શન રહ્યુ હતું. સૌથી રોચક બાબત એ છે કે ન્યૂઝીલેન્ડમાં કોઇપણ પાર્ટીએ એકતરફી બહુમતી ક્યારેય મેળવી નથી, જે જેસિન્ડાની પાર્ટીએ મેળવી છે. 

જેસિન્ડા પોતાના કાર્યકાળમાં વિશ્વસ્તરે ચર્ચાનો વિષય બની રહ્યા હતા અને અન્ય દેશોના નેતાઓને તેમની પાસેથી શીખ લેવા સલાહ અપાતી હતી. ન્યૂઝીલેન્ડમાં તેમના કાર્યકાળમાં આતંકી હુમલાથી માંડીને કુદરતી આપત્તિ જેવા પ્રતિકૂળ પરિબળોએ પડકાર ફેંક્યો હતો અને અંતમાં કોરોના મહામારી જેવો જટિલ પડકાર પણ જેસિન્ડા સરકારે પાર પાડ્યો.  

October 16, 2020
coronavirus.jpg
1min5190

નિયાભરના દેશોમાં ફેલાઇ ચૂકેલી કોરોના મહામારી હવે તેનું ભયાનક રુપ બતાવી રહી છે. જે આખી દુનિયા માટે ભારે ચિંતા ઉભી કરશે, કારણ કે કોરોના મહામારી સામે હથિયાર મૂકી દીધેલા યુરોપના કેટલાક દેશોમાં કોરોના વાયરસની સેકન્ડ વેવ શરુ થઇ હોવાના સંકેત મળ્યા છે. જે પહેલા કરતા પણ ભયાનક હોવાની આશંકા છે. આ જ કારણથી યુરોપના કેટલાક દેશોમાં લોકડાઉન લાગૂ કરાયુ છે અને ફ્રાન્સમાં કરફ્યુની સ્થિતિ ઉભી થઇ છે. જોકે લોકડાઉન બાદ ભારત હવે અનલોક થઇ રહ્યુ છે, પરંતુ અહીં પણ દૈનિક સ્તરે સંક્રમણના કેસોમાં ઉછાળો નોંધાયો છે.
 
કોરોના મહામારી ફેલાવાનો ક્રમ જોઇએ તો ચીન પછી સંક્રમણની શરુઆત યુરોપમાં જોવા મળી હતી, પરંતુ એ પછી અમેરિકામાં તબાહી મચાવી એશિયામાં દાખલ થયું. યુરોપના ફ્રાન્સ, ઇટાલી, જર્મની વધુ સંક્રમિત દેશોમાં સામેલ છે. આ દેશોએ કોરોના કાળના પ્રતિબંધો હચાવી દીધા હતા અને અનલોકમાં સામાન્ય જીવનની નવી શરુઆત કરી હતી. પરંતુ વિતેલા 10 દિવસમાં આ દેશોમાં કોરોના સંક્રમણના કેસોમાં અચાનક આવેલો ઉછાળો ચિંતાનો વિષય બની ગયો છે.

ફ્રાન્સમાં રાત્રિના નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનું કરફ્યુ લાગૂ કરતા દેશમાં મેડિકલ ઇમરજન્સી જાહેર કરી છે. જર્મની પણ આજ સ્થિતિનો સામનો કરી રહ્યુ છે. આ સિવાયે ઇંગ્લેન્ડ, ચેક રિપબ્લિક અને અન્ય દેશોમાં કેસોમાં વધારો નોંધાયો છે. WHO  મુજબ વિતેલા સાત દિવસથી યુરોપમાં દૈનિક એક લાખ સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. 

October 8, 2020
H-1B-visa.jpg
1min4750

ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે US H-1Bને લગતાં નવા નિયમો જાહેર કર્યાં છે અને આ નિયમ અનુસાર અમેરિકન કર્મચારીઓને રોજગારીના વધુ મોકા મળશે અને ઇમિગ્રેશન પર લગામ લગાડાશે. ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટીએ મંગળવારે US H-1Bને લઇન નવી જાહેરાત કરી છે.

દર વર્ષે યુએસએ 85000 H-1B વિઝા આપે છે અને આ વિઝાની મદદથી વિદેશના સ્કિલ્ડ વર્કર્સ અમેરિકા કામ કરવા પહોંચી શકે છે. એક ધારણા અનુસાર નવા નિયમોને પગલે ભારતીય ટેક પ્રોફેશનલ્સને મુશ્કેલી પડશે અને તેમને સૌથી વધુ નુકસાન થશે. 5 લાખ અમેરિકન્સ આ રોગચાળા દરમિયાન H-1B નોન ઇમિગ્રન્ટ્સ હોવાને કારણે બેરોજગાર થઇ ગયા છે.

અમેરિકન સરકારી ડેટા અનુસાર અમેરિકા દ્વારા જેટલા H-1B વિઝા જાહેર કરાય છે તેમાંથી 70 ટકા વિઝા ભારતીય પ્રોફેશનલ્સને જ અપાય છે અને નવા નિયમોના અમલીકરણ પછી આમાંથી એક તૃતિયાંશ ભારતીયો આ વિઝા મેળવવાની યાદીમાંથી છટણીનો ભોગ બનશે અને તેમને વિઝા નહીં મળે.

H-1B, આપણે જાણીએ છીએ તેમ વિશેષ કામ માટે અપાતો વિઝા છે અને તે ટુરિસ્ટ વિઝા નથી. અમેરિકી કંપનીઓ બીજા દેશનાં લોકોને તેમની આવડતને આધારે નિયુક્ત કરે છે અને ત્યારે તેમને આ વિઝા અપાય છે. દર વર્ષે અમેરિકાની આઇટી કંપનીઝમાં ભારત અને ચીન જેવા દેશોમાંથી લાખો કર્મચારીને આ વિઝા હેઠળ પોતાના દેશમાં કામ કરવા બોલાવે છે. જો કોઇ કંપની કર્મચારી સાથે પોતાનો કોન્ટ્રાક્ટ અટકાવી દે તો વિઝા સ્ટેટસ યથાવત્ રાખવા માટે કર્મચારીએ 60 દિવસોમાં જ નવી કંપનીમાં નોકરી શોધવી પડે છે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ અનુસાર H-1B વિઝાનો સૌથી વધુ લાભ ભારતીયોને મળે છે.