CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 69 of 139 - CIA Live

July 15, 2020
CIA_Live_Logo_New2.jpg
4min6510

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોવીડ-19 પેન્ડેમિક શિક્ષણ ક્ષેત્રમાં એક ગુડ ન્યુઝ આવ્યા છે. આ ગુડ ન્યુઝ એ છે કે અમદાવાદ સમેત દેશમાં કાર્યાન્વિત પાંચેય નેશનલ ઇન્સ્ટીટ્યુટ્સ ઓફ ડિઝાઇન (NID)ના ડિગ્રીધારી વિદ્યાર્થીઓ હવે સીધા જ જર્મનીમાં વર્ક પરમિટ મેળવવા માટે લાયક બન્યા છે. ભારતના વાણિજ્ય મંત્રાલયે આપેલી માહિતી અનુસાર જર્મનીના ડેટાબેઝ અનાબિનમાં ભારતની પાંચેય એન.આઇ.ડી. કેમ્પસને સામેલ કરવામાં આવ્યા છે. અનાબિન ડેટાબેઝ જર્મની માટે એવો ડેટાબેઝ છે કે જે નોકરીદાતાઓ અને નોકરીયાતો વચ્ચે બ્રિજ બનાવે છે. અનાબિનના ડેટા બેઝમાં કોઇક ફોરેન કેમ્પસનો સમાવેશ થાય એ જે તે દેશ માટે ગૌરવવંતી બાબત ગણાય છે.

જર્મનીના ડેટાબેઝ અનાબિનમાં ભારતની સંસ્થા નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇનને સામેલ કરવામાં આવતા હવે અહીંની ડિગ્રી ધરાવતા યુવાનોને જર્મનીમાં રોજગાર માટે વર્ક પરમિટ, વીઝા, જોબ, બ્લ્યુ કાર્ડ વગેરે મેળવવામાં ખૂબ સરળતા પડશે.

ભારતમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇનનું મુખ્ય કેમ્પસ ગુજરાતના અમદાવાદ ખાતે આવેલું છે એ સિવાય અન્ય ચાર સ્થળોએ એન.આઇ.ડી. કેમ્પસ સ્થાપિત કરવામાં આવ્યા છે. એન.આઇ.ડી.ને ભારતમાં નેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો આપવામાં આવ્યો છે.

ભારતમાં અમદાવાદ, બેંગલુરુ, અસમ, હરીયાણા, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશમાં એન.આઇ.ડી.ના કેમ્પસની સ્થાપના કરવામાં આવી છે.

ધો.12 પછી એન.આઇ.ડી.માં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવાય છે, ડિઝાઇનિંગના 6 જેટલા અલગ અલગ કોર્સ અહીં ભણાવાય છે

News in English

Students of National Institutes of Design (NID) will be able to apply easily for work permits in Germany. now as its centres have been included in the European country’s Anabin database, the commerce and industry ministry said on Wednesday, 15 July 2020.

It said Germany has opened a Central Office for Foreign Education (ZAB) which acts as the sole authority for the evaluation of foreign qualifications there. As part of their service, they maintain a database called Anabin that lists foreign degrees and higher education qualifications in relation to German diplomas and degrees.

What is Anabin Database ? anabin is a database you can use to find out how your certificate will be evaluated in Germany.

Recognition of foreign university-level qualifications in Germany is often an essential prerequisite for securing a German Work Visa, Job Seekers Visa or German Blue Card.

It said often the success of visa application is dependent on the proof that the university-level qualification acquired outside Germany is considered on par with equivalent German qualification.

Students of National Institutes of Design will be able to apply easily for work permits in Germany now as its centres have been included in the European country’s Anabin database, the commerce and industry ministry said.

“NID Ahmedabad was included in the Anabin list in 2015 and the other new NIDs have also been incorporated in this database recently. Now that all NIDs are a part of this list, its students will be able to easily apply for work permits in Germany for working in the fields relevant to their education,” it said.

The Department for Promotion of Industry and Internal Trade (DPIIT), under the ministry, has established five National Institutes of Design (NID) in India for imparting world-class design education.

While NID Ahmedabad (with campuses in Ahmedabad, Gandhinagar and Bengaluru) commenced its activities in 1961, four new NID’s in Andhra Pradesh, Haryana, Assam, and Madhya Pradesh came up in the last few years.

These NIDs are declared as Institutions of National Importance by virtue of the act of Parliament and are internationally acclaimed premier design institutes.

July 15, 2020
rainingujarat-1.jpg
1min4560

મુંબઈમાં વરસાદે ભારે અફરાતફરી મચાવી દીધી છે. નિંચાણવાળા વિસ્તારોમાં જલભરાવ તેમજ હજુ પણ બુધવારની રાત્રે અને ગુરુવારની સવારે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

File Photo

દરમિયાન તા.15મી જુલાઇના રોજ બપોરે 2 વાગ્યા બાદ મુંબઈ સહિત ઉપનગરમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી ૪૮ કલાકમાં મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવાની સાથે ઑરેન્જ અલર્ટ જારી કરી છે. રત્નાગિરિ, સિંધુદુર્ગ, રાયગડ જેવા કોકણના કિનારાના વિસ્તારોમાં રેડ અલર્ટ જાહેર કરાઈ છે. ૧૨ કલાકમાં પરાવિસ્તારમાં ચાર ઇંચ અને તળમુંબઈમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો.

મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં ગઈ કાલે સવારે છૂટાછવાયા વરસાદની શરૂઆત થયા પછી બપોરે મુશળધાર વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. લોઅર પરેલ, વરલી, દાદર, માટુંગા, કિંગ્સ સર્કલ જેવા તળ મુંબઈમાં તો અંધેરી, મલાડ, કાંદિવલી, બોરીવલી વગેરે પરા વિસ્તારોમાં ભારે વરસાદને લીધે નીચાણવાળા ભાગમાં પાણી ભરાઈ ગયાં હતાં.

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ મહારાષ્ટ્રથી કેરળના દરિયાકિનારે હવાનું દબાણ નિર્માણ થયું હોવાથી આ વિસ્તારમાં વરસાદ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થયું છે. આથી કેટલાંક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

July 15, 2020
googleforindia.jpg
1min5810

ગૂગલ આગામી પાંચથી સાત વર્ષમાં ભારતમાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે. ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે જેની ડિજિટલ ઇકોસિસ્ટમમાં ગૂગલ પોતાની હાજરી મજબૂત બનાવવા માંગે છે. ટોચની ઇન્ટરનેટ કંપનીઓ ભારતમાં પ્રભુત્વ જમાવવા માટે ટક્કરમાં ઊતરી રહી છે.

આલ્ફાબેટની માલિકીની ગૂગલે ભારત માટે યોજના તૈયાર કરી છે. તેની હરીફ કંપની ફેસબૂકે રિલાયન્સ જિયોમાં માર્ચમાં 5.7અબજ ડોલરનું રોકાણ કર્યું હતું અને ગૂગલ તેનાથી બમણું રોકાણ કરવા માંગે છે. તેમાં નાણાં અને પાર્ટનરશિપનું મિશ્રણ હશે તેમ ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદર પિચાઈએ સોમવારે ઇટીને આપેલી એક્સ્ક્લુઝિવ મુલાકાતમાં જણાવ્યું હતું.

તેમણે વિડિયો ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ભારત જે સ્થિતિમાં છે તેમાં આ એક વિશિષ્ટ તક છે. અમે ભારતમાં તમામ કદના બિઝનેસ સાથે કામ કરવાની તક જોઈ રહ્યા છીએ.

જિયો પ્લેટફોર્મમાં ગૂગલને રસ છે કે નહીં, અથવા તે વોડાફોન આઇડિયામાં હિસ્સો ખરીદશે કે નહીં તે વાતનો પિચાઈએ સ્વીકાર પણ નહોતો કર્યો અને નકારી પણ ન હતી. તેમણે કહ્યું કે ફંડની સાઇઝ જોતાં તે મોટું રોકાણ કરવા માટેની સીધી તક આપશે.

ગૂગલ અત્યારે ભારતમાં સર્ચ, વિડિયો, મેપ અને ઇ-મેઇલ ક્ષેત્રે અગ્રેસર છે. દેશમાં વેચાતા 90 ટકા સ્માર્ટફોનમાં ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે.

ભારતમાં ઇ-કોમર્સ અને સોફ્ટવેર ટ્રાન્ઝેક્શન પર છ ટકા જેટલો ટેક્સ લાગે છે જેને કથિત ‘ગૂગલ ટેક્સ’ પણ કહેવામાં આવે છે. તેના પર ટિપ્પણી કરતાં પિચાઈએ કહ્યું કે વિદેશી ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ઓઇસીડી (ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ)ના ફ્રેમવર્કને લાગુ કરવાની તેઓ હિમાયત કરે છે. તેમણે કહ્યું કે, “કોઈ પણ દેશમાં સીધું રોકાણ કરવું એ લાંબા ગાળે સમસ્યાના ઉકેલમાં વધારે ઉપયોગી બને છે.”

પિચાઈ એ અમેરિકામાં સૌથી વધારે સફળ ભારતીય ઇમિગ્રન્ટ પૈકી એક છે. તેમણે એચ-1બી વિઝા રદ કરવાના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પગલાંની ટીકા કરી છે. 2019માં ગૂગલે સૌથી વધારે એચ-1બી વિઝા મેળવ્યા હતા તેમ યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસના આંકડા દર્શાવે છે.

તેમણે કહ્યું કે, “વિચારો અને લોકોના મુક્ત પ્રવાહથી અમેરિકાને ચોક્કસ ફાયદો થયો છે. લાંબા ગાળે તેનાથી દેશો વધારે નજીક આવશે.” તેમણે કહ્યું કે, “ટેલેન્ટ બંને દિશામાં જાય છે. તેનાથી લાંબા ગાળે દેશો અને અર્થતંત્રોને મદદ મળે છે.”

ગૂગલ એવી કંપનીઓની શોધમાં છે જે ભારતમાં તમામ ભાષાઓમાં અત્યંત ઝડપથી સ્કેલ વધારી શકે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ક્ષમતા ધરાવતી કંપનીઓમાં ગૂગલને ભારે રસ છે.

July 15, 2020
corona-gujarat.jpg
1min5250

ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં 915 કેસ સામે આવતા હવે કોરોનાનો કુલ આંકડો 43723એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,78,367 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે રાજ્યમાં રાહતની વાત એ છે કે, 24 કલાકમાં વધુ 749 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના સંક્રમણથી કુલ સ્વસ્થ દર્દીઓની સંખ્યા પણ 30555 થઈ છે.

ગુજરાતમાં સુરત અને અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 291 કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં નવા 167 કેસ નોંધાયા છે. જો ડિસ્ચાર્જ કેસની વાત કરીએ તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 247 દર્દીઓ કોરોના વાયરસને હરાવીને ઘરે પરત ફર્યા છે જ્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કુલ 180 દર્દીઓ કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે કુલ 5 દર્દીઓના મોત થયા છે જ્યારે અમદાવાદમાં 3 દર્દીઓના મોત થયા છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 11097 છે. જેમાંથી 71 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 11026ની સ્થિતિ સ્ટેબલ છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 3,39,412 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી 3,36,843 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને 2569 ફેસિલિટી ક્વોરન્ટીનમાં છે.

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાં 3-3, બનાસકાંઠા અને ભાવનગરમાં 1-1, વડોદરા કોર્પોરેશનમાં 3, સુરતમાં 2 અને ગાંધીનગર કોર્પોરેશનમાં 1 એમ વધુ 14 દુઃખદ મૃત્યુ નોંધાયા છે. જેથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 2071 થયો છે.

July 15, 2020
corona_india.jpg
1min4520

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સૌથી વધુ 29,429 નવા કેસ સામે આવ્યા છે આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 9,36,181 થઈ ગઈ છે. જેમાંથી 3,19,840 એક્ટિવ કેસ છે. 

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 63% થયો છે તો ભારતમાં 10 લાખની વસ્તીએ 17.2 મોત અને 657 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 28,498 નવા કેસ સામે આવ્યા છે અને 553 લોકોના મોત થયાં છે. ભારતના કુલ કેસના 86% કોરોના કેસ માત્ર 10 રાજ્યો સુધી જ સીમિત છે. જેમાં મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં દેશના અડધા કેસ નોંધાયા છે.

દેશમાં 24 કલાકમાં કોરોનાને કારણે 582 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ સાથે જ મૃત્યુઆંક વધીને 24,309 પર પહોંચી ગયો છે. દેશમાં અત્યાર સુધી 5,92,032 દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે. 

આગામી દિવસોમાં બેંગલુરુ અને પૂણે સહિત અનેક શહેરો ફરીથી લોકડાઉનની તૈયારીઓ ચાલી રહી છે. આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને બિહાર જેવા રાજ્યોએ લોકાડઉનની જાહેરાત કરી છે. 

July 14, 2020
corona_india.jpg
1min4490

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે મંગળવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 906752 સુધી પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 28498 નવા કેસ નોંધાયા છે. 

જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ 63.02 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 17989 લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને 571460 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં 553 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 23727 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે મંગળવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 311565 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 260924 કેસ નોંધાયા છે જ્યારે 10482 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 142798 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 2032 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 113740 કેસ નોંધાયા છે જ્યારે 3371 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં 42810 લોકો સંક્રમણમાં આવ્યા છે 2057 લોકોના મોત થયા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 13099088 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 572981 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 7246649 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 5279458 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.

July 13, 2020
breaking_CIA-1280x831.jpg
3min10620

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેના સત્તાવાર ફેસબુક પેજ માય સુરત પર રજૂ કરવામાં આવેલી એક પોસ્ટમાં જણાવાયું છે કે કોવીડ-19ના ક્રિટીકલ પેશન્ટસ માટે જીવનરક્ષક સમા ટોસીલીઝુમેબ ઇન્જેક્શન તેમજ રેમડેસીવીરની સીપ્લા પ્રોડક્ટ જેનરક દવાઓ હવે સીપ્લા ફાર્માસ્યુટિકલ્સ કંપની દ્વારા સીધી જ જે તે હોસ્પિટલમાં દાખલ દર્દીને મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આવી જાહેરાત ખુદ સીપ્લા કંપનીએ એક પોસ્ટર બનાવીને કરી છે. સીપ્લા કંપનીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર તેમજ ફેસબુક પર પણ આ જ સંદર્ભની જાહેરાતો મોટા ઉપાડે કરી છે કે ટોસીલીઝુમેબ ઇન્જેક્શન અને રેમડીસીવીરની જેનરીક વર્ઝનની દવાઓનું ડિસ્ટ્રીબ્યુશન હોસ્પિટલ ચેનલ્સ મારફતે કરવામાં આવી રહ્યું છે. સીપ્લાએ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત સમેત આખા દેશની હોસ્પિટલ્સનું લિસ્ટ જારી કર્યું છે જ્યાં આ દવાઓ મળી રહેશે એવી જાહેરાત કરવામાં આવી છે.

ખુદ સુરત મહાનગરપાલિકા કહી શકતી નથી કે દવાઓ સુરતમાં મળી રહી છે કે નહીં

પરંતુ, સી.આઇ.એ. લાઇવ દ્વારા આ અંગેની ખરાઇ કરવામાં આવતા સીપ્લાની જાહેરાત અને રિયાલિટી બન્ને વચ્ચે જમીન આસમાનનો ફરક છે. સુરત મહાનગરપાલિકાએ પણ પોતાના ફેસબુક પેજ પર સીપ્લા કંપનીનું પોસ્ટર પોસ્ટ કરી દીધું છે. પરંતુ, ખુદ સુરત મહાનગરપાલિકાના અધિકારીને પણ એ વાતની જાણ નથી કે ખરેખર સીપ્લાની જેનરીક દવાઓ સુરતમાં સીધી હોસ્પિટલને મળે છે કે નહીં.

સીપ્લાની વેબસાઇટ પર સુરતમાં ઉપલબ્ધિ સ્થાન કિરણ હોસ્પટલ દર્શાવાયું છે, કિરણ હોસ્પિટલ કહે છે અમને ખબર જ નથી

હકીકતમાં કિરણ હોસ્પટલના મેનેજમેન્ટને પણ એ વાતની ખબર નથી કે સીપ્લાની દવાઓ માટે તેમની હોસ્પિટલનું નામ સીપ્લા કંપનીએ વેબસાઇટ પર ચઢાવી દીધું છે.

સુરતની કિરણ હોસ્પિટલ મેનેજમેન્ટ બોર્ડના ચેરમેન મથુરભાઇ સવાણીએ સીઆઇએ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે અમને ખબર જ નથી કે સીપ્લા કંપનીએ અમારુ નામ વેબસાઇટ પર મૂક્યું છે. અમારા દર્દીઓને જરૂરીયાત પ્રમાણે અમે સીપ્લા કંપનીમાંથી દવા મગાવી લઇએ છીએ. પણ વિતરણ સ્થાન તરીકે કિરણ હોસ્પિટલ છે એવું અમને પણ ખબર નથી એમ મથુરભાઇ સવાણીએ જણાવ્યું હતું.

સીપ્લા ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા ટોસીલીઝુમેબ ઇન્જેકશન તેમજ રેમડીસીવીર દવાની જરૂરીયાત માટે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે તેમજ ઇમેલ મારફતે પણ હોસ્પિટલ કે દર્દીઓના સગા દવાઓ માટે ઓર્ડર પ્લેસ કરી શકે છે.

સીપ્લા કંપનીનો હેલ્પલાઇન નંબર 86573 11088

સીપ્લા ફાર્માસ્યુટીકલ્સ કંપની એ એક દવા બનાવતી કંપની છે. જેમણે કોવીડ-19 માટે હાલમાં અસરકારક દવાઓનું જેનેરીક વર્ઝન તૈયાર કર્યું છે. રેમડેસીવીરનું જનરીક નામ સ્પીલાએ સીપ્રેમી રાખ્યું છે જ્યારે ટોસીલીઝુમેબ ઇન્જેકશનનું નામ એક્ટેમ્રા રાખવામાં આવ્યું છે.

ગુજરાતમાં આ હોસ્પિટલ્સમાંથી મળશે એવી માહિતી સીપ્લા કંપનીની વેબસાઇટ પર રજૂ કરવામાં આવી છે

Apollo Hospital, AhmedabadGujarat
CIMS Hospital, AhmedabadGujarat
HCG Hospital AhmedabadGujarat
Kiran Hospital, SuratGujarat
Narayana Health AhmedabadGujarat
Sterling Hospital AhmedabadGujarat
Sterling Hospital Baroda, VadodaraGujarat
GMSCL (Gujarat Medical Service Corporation Ltd)Gujarat

સુરત મહાનગરપાલિકાએ તેના ફેસબુક પેજ પર આ સ્ટેટસ અપડેટ કરીને માહિતી આપી છે

Looking at the increasing demands of Remdesivir & Tocilizumab two essential drugs to fight against the COVID, from now…

My Surat यांनी वर पोस्ट केले सोमवार, १३ जुलै, २०२०
July 11, 2020
corona-gujarat.jpg
2min4020

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વમાં જ નહીં ભારતમાં પણ કોરોના આઉટબ્રેકના આરંભથી જ કેસોની સંખ્યાની જાહેરાતમાં તમામ કેસોનો સરવાળો જાહેર કરવામાં આવે છે. જેમાં રિકવર્ડ થઇ ગયેલા વ્યક્તિઓ, મૃત્યુ પામેલા વ્યક્તિઓ તેમજ એક્ટીવ કેસ એમ ત્રણેયનો સરવાળો કરીને કુલ કેસો જ જાહેર કરવામાં આવે છે.

કેસોની સંખ્યા વધુ દેખાવા માંડતા, હવે એક્ટીવ કેસોનો નિર્દેશ શરૂ કરાયો

પરંતુ, હવે ભારતમાં દૈનિક 25000 પ્લસ કેસો આવવાનું શરૂ થતાં કેસોનો આંકડો મોટો દેખાવા માંડ્યો અને સામાન્ય લોકોમાં કોરોના વકરી રહ્યાનો ભય ફેલાવાનો શરૂ થતાં હવે સરકારે એક્ટીવ કેસોની સંખ્યા પ્રદર્શિત કરવાનું શરૂ કર્યું છે.

આજરોજ તા.11મી જુલાઇ 2020ના રોજ કેન્દ્રના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ સવારે જે આંકડા જાહેર કર્યા તેમાં એક્ટીવ કેસોની સંખ્યાની પણ એક પ્લેટ ટ્વીટર હેન્ડલ પર મૂકવામાં આવી છે.

ભારતમાં હવે એક્ટીવ કેસોની સંખ્યા કુલ કેસોના 34.52 ટકા થઇ

ભારતમાં રાજ્યવાર કોરોનાના એક્ટીવ કેસોની સંખ્યા

કુલ કેસોમાં ગુજરાત 4થા ક્રમે અને એક્ટીવ કેસોની સંખ્યામાં ગુજરાત દેશમાં 8 ક્રમે

જે રીતે સમગ્ર વિશ્વમાં ગાઇડલાઇન કહો કે પરંપરા કોરોનાના કેસોની જાહેરાતમાં ત્રણેય સંખ્યા (1) એક્ટીવ કેસ (2) મૃત્યુ સંખ્યા અને (3) રિકવર્ડ દર્દીઓની સંખ્યા સામેલ કરવામાં આવે છે. એ જોતા ગુજરાત હાલમાં ભારતમાં કુલ કેસોની સરખામણીમાં ચોથા ક્રમે આવે છે.

કુલ કેસો = એક્ટીવ, મૃત અને રિકવર્ડ દર્દીઓની સંખ્યા સાથે રાજ્યવાર સ્થિતિ

પરંતુ, જો એક્ટીવ કેસોની વાત કરવામાં આવે તો ગુજરાતનો ક્રમ દેશમાં 8માં ક્રમે આવે છે. એક્ટીવ કેસોમાં સૌથી વધુ એક્ટીવ કેસ

એક્ટીવ કેસોની રાજ્યવાર સ્થિતિ

ગુજરાતમાં હાલ કુલ કેસોની સામે એક્ટીવ કેસોની સંખ્યા 9900

ગુજરાતમાં હાલ કુલ કેસોની સંખ્યા 40,069 કેસો તા.11મી જુલાઇને સવારે 8 વાગ્યા સુધી નોંધાયા છે. આ જ સમયગાળા સુધીમાં ગુજરાતમાં કુલ એક્ટીવ કેસોની સંખ્યા 9900 છે.

July 11, 2020
corona-gujarat.jpg
1min4220

ગુજરાતનું ચિત્ર

ગુજરાતમાં પણ સતત બીજા દિવસે 800થી વધુ કેસ નોંધાતા કુલ આંકડો 40200 થયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓનું મોત થતાં કુલ મૃત્યુઆંક પણ 2024 થયો છે.

રાજ્યમાં 875 દર્દીઓ કોરોના વાયરસ સંક્રમણની ઝપેટમાં આવ્યાં છે તો પોઝિટિવ કેસના આશરે 50%થી વધુ એટલે કે 441 દર્દીઓ સ્વસ્થ થયાં છે. જેથી હવે રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણથી કુલ 28183 દર્દી સ્વસ્થ થયાં છે. જ્યારે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 3,04,048 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી 3,01,077 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જ્યારે 2,971 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,49,349 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે કુલ એક્ટિવ કેસ 9948 માંથી 68 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 9880ની હાલત સ્થિર છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે જામનગર અને જુનાગઢ કોર્પોરેશનમાં 1-1, અમદાવાદ કોર્પોરેશનમાં 5, મહેસાણા અને સુરતમાં 1-1, સુરત કોર્પોરેશનમાં 3, અરવલ્લી અને ગાંધીનગરમાં 1-1 એમ કુલ 14 મૃત્યુ નોંધાતા કુલ મૃત્યુઆંક પણ 2024 થયો છે.

સુરતની સ્થિતિ

સુરતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તા.10મી જુલાઇના દિવસ દરમિયાન સુરતમાં કોરોનાના 202 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં દૈનિક સરેરાશ દોઢસો જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. 75 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરત જિલ્લામાં 67 કેસ નોંધાયા છે અને 43 દર્દી સાજા થયા છે. સુરતમાં કોરોનાથી ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા છે જ્યારે સુરત જિલ્લામાં એક વ્યક્તિએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે.

અમદાવાદની સ્થિતિ

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 153 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 149 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ અમદાવાદમાં દર્દીઓની સાજા થવાની સંખ્યા નવા નોંધાતા કેસની આસપાસ જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લામાં 12 નવા કેસ નોંધાયા છે જ્યારે 12 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. અમદાવાદમાં પાંચ લોકોના કોવિડ-19થી મૃત્યુ થયા છે.

July 11, 2020
corona_india.jpg
1min4210

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા આઠ લાખને પાર થઈ ગઈ છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે શુક્રવારે સવારે આઠ વાગ્યાથી શનિવારે સવારે આઠ વાગ્યા સુધીમાં 22,752 નવા કેસ નોંધાયા છે અને 519 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 8,20,916 કેસ નોંધાયા છે. જેમાંથી 2,83,407 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 5,15,385 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 22,123 લોકો મૃત્યુ પામ્યા છે.

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા આઠ લાખને પાર થઈ ગઈ છે. ફક્ત ચાર જ દિવસમાં સંક્રમિતોની સંખ્યા સાત લાખથી વધીને આઠ લાખ થઈ ગઈ છે. હવે દર દસ લાખની વસતિએ 578 પોઝિટિવ કેસ નોંધાય છે અને 16 દર્દીના મોત થઈ રહ્યા છે. જોકે, આપણા દેશમાં લોકોના સ્વસ્થ થવાનો આંકડો પણ સારો છે. અત્યારસુધી પાંચ લાખથી વધુ દર્દી સાજા થયા છે. એટલે કે, 62 ટકાથી વધુ લોકો સ્વસ્થ થયા છે અને આ ટકાવારીમાં સતત વધારો થઈ રહ્યો છે.

દેશમાં 30 જાન્યુઆરીએ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. તેના 110 દિવસ બાદ 10મેના સંખ્યા વધીને એક લાખ થઈ ત્યારબાદ સંક્રમણની ગતિ એટલી વધી કે માત્ર 15 દિવસમાં જ આંકડો બે લાખને પાર થઈ ગયો હતો. ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા બેથી વધીને ત્રણ લાખ થવામા માત્ર દસ દિવસ લાગ્યા હતા. જ્યારે ત્રણ લાખથીચાર લાખ થવામાં આઠ દિવસ અને ચારથી પાંચ લાખ થવામા માત્ર છ દિવસ લાગ્યા હતા. પાંચથી છ લાખ અને છ લાખથી સાત લાખ કેસ થવામા માત્ર પાંચ-પાંચ દિવસ લાગ્યા હતા. પરંતુ આ વખતે સાતથી આઠ લાખ કેસ થવામા માત્ર ચાર દિવસનો સમય લાગ્યો હતો. એટલે કે, દર બે દિવસમાં સરેરાશ 50,000 કેસ નોંધાઈ રહ્યાં છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 7,862 નવા કેસ નોંધાયા છે અને 226 લોકોના મોત થયા છે. જ્યારે 5,366 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 2,38,461 થઈ ગયો છે. તેમાંથી 95,943 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 9,893 લોકો મૃત્યુ પામ્યા છે અને 1,32,625 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 875 નવા કેસ નોંધાયા હતા અને 14 લોકોના મોત થયા હતા. જ્યારે 429 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 40,069 થઈ ગયો છે. જેમાંથી 9,900 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,022 લોકોના મોત થયા છે અને 28,147 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના આંકડાઓ પ્રમાણે , દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 1,13,07,002 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 2,82,511 ટેસ્ટ કરાયા હતા.