CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 68 of 139 - CIA Live

July 21, 2020
corona_india.jpg
1min4320

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,148 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કુલ કેસની સંખ્યા 11,55,191 થઈ ગઈ છે. જેમાંથી 4,02,529 એક્ટિવ કેસ છે એટલે હાલ સારવાર હેઠળ છે. 

દેશમાં 24 કલાકમાં કોરોનાને કારણે 587 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને મૃતકોની સંખ્યા વધીને 28,084 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી કુલ 7,24,578 દર્દી કોરોનાને માત આપી ચૂક્યા છે. 

બિહારમાં ગુરુવારથી ફરીથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ રોકવા માટે અનેક પ્રતિબંધ લગાવ્યા છે. ધાર્મિક સ્થળ પણ બંધ રહેશે. બજારથી લઈને પાર્ક સુધીના જાહેર સ્થળો પણ બંધ રહેશે. બસ સેવાને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી છે. 

July 20, 2020
bodyscanner.jpg
1min4510

એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઇ)એ ૬૩ ભારતીય એરપોર્ટને ૧૯૮ બોડી સ્કેનર ફાળવવાનું નક્કી કર્યું છે. હાલના પ્રવાસીઓ પાસેની ધાતુની વસ્તુઓ શોધી કાઢવા માટે વપરાતા ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર અને હેન્ડ-હેલ્ડ સ્કેનરના બદલે આ

બોડી સ્કેનરનો ઉપયોગ કરવામાં આવશે, એમ અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું.

૧૯૮ સ્કેનરમાં પુણે એરપોર્ટ માટે ૧૨, ચેન્નઇ એરપોર્ટ માટે ૧૯, કોલકતા એરપોર્ટ માટે ૧૭ સ્કેનર ફાળવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. આ સિવાય અમૃતસર, વારાણસી, કેલિકટ, કોઇમ્બતુર, ત્રિચી, ગયા, ઔરંગાબાદ અને ભોપાલ એરપોર્ટ પર ચાર-ચાર બોડી સ્કેનર ગોઠવવામાં આવશે.

‘શ્રીનગર એરપોર્ટ પર સાત બોડી સ્કેનર, વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર છ, તિરુપતિ, બગદોરા, ભુવનેશ્ર્વર, ગોવા અને ઇમ્ફાલ એરપોર્ટ પર પાંચ-પાંચ સ્કેનર ગોઠવવામાં આવશે’, એમ તેમણે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે દેશના ૧૦૦થી વધુ એરપોર્ટની માલિકી અને સંચાલન એએઆઇ સંભાળે છે.

‘બોડી સ્કેનર ફાળવવાની પ્રક્રિયા ચાલુ વર્ષના શરૂઆતમાં કોરોના મહામારી પહેલા થઇ હતી.

વહેલામાં વહેલી તકે ભારતના દરેક એરપોર્ટને બોડી સ્કેનર ફાળવવામાં આવશે, કારણ કે મહામારીને કારણે સિક્યોરિટી કર્મચારીઓ દ્વારા પ્રવાસીઓની જડતી લેવાનું પ્રમાણ ઓછું થયું છે’, એમ એએઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું. ૬૩ એરપોર્ટ માટે ૧૯૮ બોડી સ્કેનર મેળવવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અને ત્રણ કંપનીએ બીડ કરી છે.

July 20, 2020
corona_india.jpg
1min4090

ભારતમાં દૈનિક સરેરાશમાં પહેલી વખત 40,000 કરતા વધારે નવા કેસ સોમવારે સવારે 8 વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં નોંધાયા છે, ભારતમાં પાછલા અઠવાડિયામાં સૌથી વધારે 2.38 લાખ કેસ નોંધાયા છે, જે કુલ કેસનો 21% ભાગ છે.

રવિવારે વધુ 673 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. જ્યારે અઠવાડિયા દરમિયાન 4,285 લોકોએ જીવ ગુમાવ્યો છે જે કુલ કેસના 16% થાય છે. આ અઠવાડિયા દરમિયાન એક્ટિવ કેસના આંકડામાં પણ ઘણો મોટો વધારો નોંધાયો છે, જેમાં વધુ 88,000 કેસ વધ્યા છે. હાલ એક્ટિવ કેસનો આંકડો 3.9 લાખ થઈ ગયો છે. જ્યારે સાજા થયેલા દર્દીઓનો આંકડો 1.45 લાખ થયો છે. રિકવરી રેટમાં સામાન્ય ઘટાડા સાથે ટકાવારી 62.5% નોંધાઈ છે.

10 રાજ્યોમાં તેમના એક દિવસમાં નોંધાયેલા કેસમાં નવો ઉછાળો નોંધાયો છે, જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 9,518 કેસ રવિવારે નોંધાયા છે, આ પહેલા 16 જુલાઈના રોજ 8,641 કેસ નોંધાયા હતા. આંધ્રપ્રદેશમાં 5,041 કેસ નોધાયા, મહારાષ્ટ્ર પછી આંધ્રપ્રદેશ એક માત્ર રાજ્ય છે જ્યાં 5000 કરતા વધુ કેસ નોંધાયા છે.

અન્ય રાજ્યની વાત કરીએ તો તામિલનાડુમાં એક દિવસમાં 4,979, પશ્ચિમ બંગાળમાં 2,278, ઉત્તરપ્રદેશમાં 2,250, ગુજરાતમાં 965, રાજસ્થાનમાં 934, મધ્યપ્રદેશમાં 837, કેરળમાં 821 અને ઉત્તરાખંડમાં 239 નવા કેસ નોંધાયા છે.

સરકારી આંકડા પ્રમાણે ભારતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 11 લાખને પાર થઈ ગયો છે, પાછલા ત્રણ દિવસમાં 1 લાખ જેટલા કેસો વધ્યા છે. રવિવારે નવા નોંધાયેલા કેસનો આંકડો 40363 છે, આ પહેલા સૌથી વધુ નોંધાયેલા કેસનો આંકડો 38,141 હતો.

રાજ્યમાં એક દિવસમાં 673 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે, આ પહેલા 16 જુલાઈના રોજ સૌથી વધુ 684 કેસ નોંધાયા હતા. દિલ્હીની સ્થિતિમાં સુધારો જણાઈ રહ્યો છે, અહીં 1,211 નવા કેસ નોંધાયા છે. મુંબઈમાં કુલ કેસનો આંકડો 2 લાખની નજીક પહોંચ્યો છે.

July 20, 2020
corona-gujarat.jpg
1min4280

કોરોના સંક્રમણથી પ્રભાવિત ગુજરાતના ૩૩ પૈકી આઠ મહાનગરો સહિત કુલ ૩૨ જિલ્લાઓમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૯૬૫ પોઝિટિવ કેસ મળી આવ્યા છે બીજી તરફ સારવાર હેઠળ રહેલા વધુ ૨૦ દર્દીઓના કોવિડ-૧૯ના કારણે મૃત્યુ થયા હોવાનું હેલ્થ બુલેટિનમાં જાહેર કરાયું છે.

આ કેસને રોકેટ ગતિ આપનાર સુરત મહાનગરમાં નવા ૨૦૬ કેસ અને ૬ દર્દી તેમજ જિલ્લામાંથી નવા ૭૯ કેસ તથા ૩ દર્દી મળી કુલ ૨૮૫ કેસ નવા ઉમેરાયા છે જ્યારે કુલ ૯ દર્દીઓએ સંક્રમણને લીધે દમ તોડ્યો છે. અમદાવાદમાં પણ એક પખવાડિયા સુધી સંક્રમિત દર્દીઓનો આંક બસ્સોની નીચે રહ્યા પછી રવિવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વધુ ૨૧૨ કેસ ઉમેરાયા છે એમાં મહાનગરના ૧૮૬ છે જ્યારે શહેરના જ વધુ છ દર્દીઓના મૃત્યુ જાહેર કરાયા છે.

અન્ય મહાનગરોમાં જોઇએ તો વડોદરામાં કોરોનાના સંક્રમિત દર્દીઓનો આંક શહેર અને જિલ્લાના કેસોના ઉતારચડાવ વચ્ચે ૭૦-૮૦ કેસની વચ્ચે લાંબા સમયથી સ્થિર છે. વડોદરાના જુદા જુદા વિસ્તારમાંથી નવા ૬૭ કેસ મળ્યા છે જ્યારે જિલ્લામાંથી નવા ૧૨ કેસ ઉમેરાયા છે. રાજકોટ શહેરના ૩૮ કેસ મળી કુલ ૪૯ કેસ આજે ઉમેરાયા છે. ભાવનગર શહેરમાં નવા ૨૫ કેસ નોંધાયા છે તો એક દર્દીનું મૃત્યુ જાહેર કરાયું છે. ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૦ નવા કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાં એકાએક રફતાર ઘટીને ૧૫ કેસની રહી છે. બીજી તરફ જામનગર સિટીના ૭ મળી કુલ ૧૦ કેસ નોંધાયા છે એમાં જિલ્લામાંથી એક દર્દીનું મૃત્યુ થયું છે. સૌરાષ્ટ્રના અન્ય એક ગીર સોમનાથમાં નવા બે કેસ મળ્યા છે, પરંતુ એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

ગાંધીનગર જિલ્લામાંથી નવા ૨૪ મળી કુલ ૩૦ કેસ ઉમેરાયા છે. આ કેસ ગાંધીનગર તાલુકાના ગામડાઓ, દહેગામ, માણસા અને કલોલ તાલુકામાંથી ઉમેરાયા છે.

July 17, 2020
corona_india.jpg
1min4600

દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક સતત વધી રહ્યો છે તેવી જ રીતે હવે કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શુક્રવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો દસ લાખને ઓળંગી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 34956 કેસ નોંધાતા કુલ કેસ 1003832 થઈ ગયા છે.

જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ 63.34 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 22942 લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને 635757 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં 687 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 25602 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શુક્રવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 342473 એક્ટિવ કેસ છે.

દેશમાં કોરોના વાયરસના સૌથી વધારે 284281 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યારે 11194 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 156369 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 2236 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 118645 કેસ નોંધાયા છે જ્યારે 3545 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતને પાછળ છોડીને કર્ણાટક આ યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં 51422 કેસ નોંધાયા છે જ્યારે 1032 લોકોના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં 45569 લોકો સંક્રમણમાં આવ્યા છે ત્માંથી 2091 લોકો મોતને ભેટી ચૂક્યા છે.

July 17, 2020
corona-gujarat.jpg
1min4280

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૯૧૯ નવા પોઝિટિવ કેસ મળી આવ્યા છે બીજી તરફ ૮૨૮ દર્દીઓને આઇસીએમઆરની ગાઇડલાઇન્સ મુજબ ડિસ્ચાર્જ કરાયા છે. આ સમયગાળામાં અમદાવાદ અને સુરતમાં પાંચ પાંચ મળી કુલ ૧૦ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. આ બન્ને શહેર-જિલ્લામાં અનુક્રમે નવા ૧૮૧ તથા ૨૬૫ કેસ નવા ઉમેરાયા છે. આ સિવાયના શહેર-જિલ્લામાં કેસ વધ્યા છે, પરંતુ કોવિડ-૧૯થી એકપણ દર્દીના મૃત્યુની આજે આરોગ્ય વિભાગના બુલેટિનમાં જાહેરાત કરવામાં આવી નથી.

જોકે, છેલ્લા પંદર દિવસથી સતત ૮૦૦-૯૦૦ કેસની રફતારના લીધે કુલ પોઝિટિવ કેસનો આંક રોકેટ ગતિએ વધીને ૪૫૦૦૦ને પાર થઇ ૪૫૫૬૭ સુધી પહોંચ્યો છે. જ્યારે ડિસ્ચાર્જની સંખ્યા પણ વધીને કુલ ૩૨૧૭૪ થઇ ગઇ છે. અલબત્ત, મૃત્યુ આંક છેલ્લા વીસેક દિવસથી નવી ગાઇડલાઇન્સના લીધે રોજેરોજ વધતો ઘટ્યો છે. કુલ ૨૦૯૧ દર્દીના મૃત્યુ થયા છે જે સમગ્ર દેશમાં કેસની સંખ્યાના પ્રમાણમાં સૌથી વધારે છે.

July 16, 2020
covid_test.jpg
1min4620

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે તા.16મી જુલાઇના રોજ પત્રકારોને જણાવ્યું હતું કે અમે હવે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ માટેના નિયમો સુધારી દીધાં છે.

નવા નિયમો મુજબ હવે ગુજરાત રાજ્યમાં હવે કોઇ પણ વ્યક્તિ માત્ર એમબીબીએસ તબીબના પ્રિસ્ક્રિપ્શનને આધારે ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ કરાવી શકશે.

અમદાવાદ મેડિકલ એસોસિએશને કરેલી વિનંતીને પગલે ગુજરાત સરકારે તા.14મી જુલાઇએ મંગળવારે બહાર પાડેલાં નવા નિયમ મુજબ હવેથી સરકારી સમિતિની મંજૂરી લેવી જરૂરી રહેશે નહીં.

અગાઉના નિયમ મુજબ માત્ર એમડી ડોક્ટર અને તે પણ કોરોનાના લક્ષણ ધરાવતા દર્દી કે અત્યંત જરૂરી હોય તેવી સર્જરી, ડાયાલિસીસ કે અન્ય આરોગ્યલક્ષી સારવાર અને પ્રસૂતિના કેસમાં જે તે દર્દીના કોરોના ટેસ્ટને પ્રિસ્ક્રાઇબ કરી શકતા હતા. આ પ્રિસ્ક્રિપ્શન જિલ્લા સ્તરની કે શહેર સ્તરની સમિતિને મોકલવાનું રહેતું અને મંજૂરી પછી ટેસ્ટ થતો હતો. હવે આ નિયંત્રણો રહેશે નહીં.

July 16, 2020
corona-gujarat.jpg
1min4300

કોરોનાનું સંક્રમણ તો વધતું જ જઈ રહ્યું છે પરંતુ રાહત આપનારી વાત એ પણ છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 791 જેટલા દર્દીઓ કોરોનાના સંક્રમણને હરાવીને સ્વસ્થ થયાં છે. જેથી હવે રાજ્યમાં કોવિડ-19 વાયરસને હરાવીને કુલ 31346 જેટલા દર્દીઓ સ્વસ્થ થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 4,87,707 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 11221 થયાં છે. જેમાંથી 68 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 11153ની હાલત સ્ટેબલ છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 3,50,281 વ્યક્તિઓને ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. જે પૈકી 3,47,754 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે તો 2,527 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. જ્યારે રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 4, ભાવનગર કોર્પોરેશન અને સુરતમાં 1-1, તેમજ નવસારી અને ગાંધીનગરમાં પણ 1-1 દર્દીઓ મોતને ભેટતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 2081 થયો છે.

July 16, 2020
rajkot-earthquake.jpg
1min4860

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઘણાં ભાગોમાં સવારે 7.40 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ રાજકોટથી 22 કિલોમીટર દૂર હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 નોંધાઈ છે. સવારમાં આવેલા ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ગભરાહટનો માહોલ સર્જાઈ ગયો છે.

રાજકોટ સિવાય તેની આસપાસના અમરેલી, જેતપુર, સાવરકુંડલા, વડીયા કોટડાસાંગાણી, ગોંડલ વગેરે પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપના આંચકા અનુભવાતા ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સવારમાં ભૂંકપ આવ્યો હોવાથી શરુઆતમાં ઘણાં લોકોને ચક્કર આવતા હોવાનો પણ અહેસાસ થયો હતો. જોકે, એક ઘરના તમામ સભ્યોને આ પ્રકારના અનુભવ બાદ આ આંચકા ભૂકંપના હોવાનું માલુમ પડતા લોકો પોતાના ઘરની બહાર ખુલ્લામાં દોડી ગયા હતા.

ભોંયતળીયે રહેતા લોકો કરતા એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને ભૂકંપના આંચકાની અનુભૂતિ વધારે થઈ હતી. આ ભૂંકપના આંચકાનું કેન્દ્ર બિંદુ રાજકોટથી ગોંડલ તરફ જવાના માર્ગે 22 કિલોમીટર દૂર હતું.

July 16, 2020
corona_india.jpg
1min3920

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ગુરૂવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 968876 સુધી પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 32695 નવા કેસ નોંધાયા છે. 

જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ 63.25 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 20783 લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને 612815 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં 606 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 24915 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે ગુરૂવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 331146 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 275640 કેસ નોંધાયા છે જ્યારે 10928 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 151820 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 2167 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 116993 કેસ નોંધાયા છે જ્યારે 3487 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતને પાછળ છોડીને કર્ણાટક આ યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં 47253 કેસ નોંધાયા છે જ્યારે 928 લોકોના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં 44650 લોકો સંક્રમણમાં આવ્યા છે ત્માંથી 2081 લોકો મોતને ભેટી ચૂક્યા છે. 

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 13545388 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 583965 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 7551514 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 5409909 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.