CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 64 of 139 - CIA Live

August 11, 2020
corona-gujarat.jpg
1min6010

ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની ભાળ મળ્યા પછી ગુજરાતે માર્ચ મહિનાના આરંભથી ચેપગ્રસ્ત શંકાસ્પદોને શોધવા માટે શરૂ કરેલા ટેસ્ટનો આંક તા.10મી ઓગસ્ટ 2020ના રોજ ૧૦ લાખને પાર થયો છે.

ગુજરાતના પડોશી રાજ્યોએ આ આંક દોઢ મહિના પહેલા પાર કરી દીધો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૨૯,૬૦૪ ટેસ્ટ કરાયા અને એમાંથી વધુ ૧૦૫૬ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. આ સાથે કુલ ટેસ્ટનો આંક ૧૦,૧૭,૨૩૪ થયો છે જ્યારે કેસનો આંક ૭૨૧૨૦ સુધી પહોંચ્યો છે.

કોરોનાની સારવાર લઇને અત્યાર સુધીમાં નવા ૧૧૩૮ દર્દીઓ મળી કુલ ૫૫૨૭૬ ડિસ્ચાર્જ થયા છે એના પગલે રાજ્યનો રિવકરી રેટ ૭૬.૬૪ ટકા થયો છે. અલબત્ત, વધુ ૨૦ દર્દીઓના સારવાર દરમિયાન પાછલા ચોવીસ કલાકમાં મૃત્યુ થયા છે એનો કુલ આંક પણ ૨૬૭૪ સુધી પહોંચ્યો છે જે ૩.૯૬ ટકા સાથે સમગ્ર દેશમાં સૌથી વધારે છે.

તા.10મી ઓગસ્ટનો રિપોર્ટ

10મી ઓગસ્ટના ચોવીસ કલાકમાં સૌથી વધારે કેસ સુરતમાંથી નોંધાયા છે મહાનગરમાંથી ૧૭૬ અને ગ્રામ્યમાંથી નવા ૬૦ કેસ ઉમેરાતા કુલ ૨૩૬ કેસ થયા છે જ્યારે ૪-૪ દર્દીઓના મૃત્યુ પણ નોંધાયા છે. અમદાવાદમાં ૧૩૩ કેસ અને ગ્રામ્યમાંથી ૧૧ નવા કેસ મળી કુલ ૧૪૪ કેસ નોંધાયા છે જ્યારે વધુ ચાર દર્દીના કોવિડ સંક્રમણને લીધે મૃત્યુ થયાં છે. વડોદરા મહાનગરમાંથી નવા ૯૩ કેસ અને ગ્રામ્યમાંથી વધુ પંદર કેસ મળી ૧૦૮ કેસ થયા છે. મહાનગરના બે દર્દીઓના મૃત્યુ થયાનું સરકારે જાહેર કર્યું છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા ૮ અને ગ્રામ્યમાંથી ૧૮ કેસ નવા ઉમેરાયા છે.

સૌરાષ્ટ્રના મહાનગરો અને એના જિલ્લામાં જોઇએ તો સૌથી વધુ રાજકોટમાંથી ૬૧ કેસ અને ગ્રામ્યમાંથી ૩૫ કેસ મળી કુલ ૯૬ કેસ થવા જાય છે. ગ્રામ્યના એક દર્દીનું મૃત્યુ થયું છે. આ જ રીત ભાવનગર શહેરમાંથી નવા ૩૦ દર્દી નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. ગ્રામ્યમાંથી વધુ ૧૮ કેસ ઉમેરાયા છે. જામનગર શહેરમાંથી નવા ૩૦ કેસ અને ગ્રામ્યમાંથી એક જ કેસ ઉમેરાયો છે. જૂનાગઢ શહેરમાંથી ૨ અને ગ્રામ્યમાંથી ૧૬ મળી ૧૮ કેસ નવા નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં અન્ય જિલ્લાઓમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાંથી ૪૨ કેસ વધુ ઉમેરાયા છે એટલું જ નહીં એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ગીર સોમનાથમાંથી નવા ૨૯ કેસ, મોરબી અને પોરબંદરમાંથી નવા ૨૫-૨૫ કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધુ ૨૦ કેસ, દેવભૂમિ દ્વારકામાંથી ૫ અને બોટાદમાંથી ૩ નવા કેસ નોંધાયા છે. પોરબંદરના એક દર્દીનું કોવિડના લીધે મૃત્યુ થયું છે. કચ્છ જિલ્લામાંથી સતત નવા કેસ આવી રહ્યા છે અહીં વધુ ૩૨ કેસ ઉમેરાયા છે.

ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ મહેસાણા જિલ્લામાંથી ૧૯ કેસ નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. પડોશી પાટણ જિલ્લામાંથી વધુ ૧૩, બનાસકાંઠા અને સાબરકાંઠામાંથી ૮-૮ કેસ, અરવલ્લીમાંથી એક જ કેસ નવો ઉમેરાયો છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી ભરૂચ ૨૦, પંચમહાલ અને વલસાડમાંથી ૧૮-૧૮, ખેડા ૧૫, દાહોદ ૧૪, નર્મદા ૧૧, મહીસાગર અને નવસારીમાંથી ૯, છોટાઉદેપુર ૨, તાપી ૧ કેસ નોંધાયો છે.

આમ, હાલ રાજ્યમાં ૧૪૧૭૦ એક્ટિવ કેસ છે એમાંથી ૭૬ વેન્ટીલેટર ઉપર છે અને બાકીના ૧૪૦૯૪ સ્ટેબલ છે

August 11, 2020
mukhyamantri-kisan-sahay-yojana.jpg
1min6290

ગુજરાતમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ખેડૂતો પાસેથી કરોડો રૂપિયાનું પાક વીમા પ્રીમિયમ ઉઘરાવ્યા બાદ નુકસાન થવા છતાં ખાનગી વીમા કંપનીઓ પૂરતું વળતર ચૂકવતી નહીં હોવાથી ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળતો હતો જેને પગલે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને ફરજિયાત ને બદલે મરજિયાત બનાવવી પડી હતી, પરંતુ હવે ખુદ ભાજપની ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની સમાંતરે મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના શરૂ કરી છે.

જોકે મુખ્ય પ્રધાન રૂપાણીએ આ યોજનામાં સરકાર પોતે જ કિસાને નુકસાન વળતરની સહાય ચૂકવશે. જોકે સરકાર કઇ ખાનગી વીમા કપની પાસેથી આ અંગે વીમો લેશે તેની કોઇ સચોટ ખુલાશો કરવામાં આવ્યો નથી. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સોમવારે વર્તમાન સીઝન માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને બંધ કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના અમલની ઘોષણા કરી છે. પોતાના જ પક્ષના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોએ પાક વીમા માટે પ્રીમિયમ ભરી પાક વીમો મળે એવી યોજના શરૂ કરી હતી. એને બદલે રૂપાણીએ સરકારી તિજોરીમાંથી જ તમામ પ્રીમિયમની રકમ ભરવાનું નક્કી કર્યું છે.

દરમિયાન રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાંદડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય લીધો છે. પાકવીમા પદ્ધતિમાં ઘણી મુશ્કેલીઓનો સામનો ખેડૂતોએ કરવો પડતો હતો. ૫૬ લાખથી વધુ ખેડૂત ખાતેદારોને આ યોજનાનો સીધો લાભ મળશે.

August 11, 2020
undersea_cable.jpg
1min6190

વડા પ્રધાન મોદીએ સોમવારે ચેન્નઈ અને પોર્ટ બ્લેયરને જોડનારી અંડરસી ઓપ્ટિકલ ફાઈબર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું જેની લંબાઈ ૨,૩૧૨ કિમી છે અને તેનો ખર્ચ ૧૨૨૪ કરોડ રૂપિયા આવ્યો છે. ૨૦૧૮માં તેનો પાયો પીએમ મોદીએ રાખ્યો હતો, જેના દ્વારા ભારતીય દ્વીપ વચ્ચે સારી ઈન્ટરનેટ કનેક્ટિવિટી થઈ શકે.

આ કેબલથી પોર્ટ બ્લેયરને સ્વરાજ દ્વીપ, લિટલ આંદામાન, કાર નિકોબાર, કમોર્તા, ગ્રેટ નિકોબાર, લોન્ગ આઈલેન્ડ અને રંગત સાથે પણ જોડી શકાશે.

‘ભારતની આઝાદીનું તપોસ્થળ, સંકલ્પ સ્થળ આંદામાન નિકોબારની ભૂમિ અને ત્યાંના રહેવાસીને મારા નમસ્કાર. આજનો દિવસે આંદામાન નિકોબારના લાખો લોકો સાથે આખા દેશ માટે મહત્ત્વનો દિવસ છે. નેતાજી સુભાષચંદ્ર બોઝને નમન કરતા લગભગ દોઢ વર્ષ પહેલા સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ યોજનાના શુભારંભની તક મળી હતી. ખુશી છે કે આજે તેના લોકાર્પણની પણ તક મળી’, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.

સ્વતંત્રતા દિવસ પહેલા આને હું આંદામાનના લોકોને પ્રેમથી આપવામાં આવેલી ભેટ તરીકે જોઉં છું. સમુદ્રની અંદર લગભગ ૨૩૦૦ કિમી કેબલ લગાવવાનું કામ સમય પહેલા પૂરું કરવું પ્રશંસનીય છે. ઊંડા સમુદ્રમાં સર્વે કેબલની ક્વોલિટી મેઈન્ટેન કરવી અને વિશેષ જહાજો દ્વારા કેબલ લગાવવો સરળ નહોતું. જેટલો મોટો આ પ્રોજેક્ટ હતો એટલા જ મોટા પડકારો હતા. આ પણ એક કારણ હતું કે વર્ષોથી આની પર કામ નહોતું થઈ શકતું, પણ ખુશી છે કે તમામ અવરોધો છતા આ કામને પાર પાડવામાં આવ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

દેશના દરેક વ્યક્તિ, વિસ્તાર સુધી આધુનિક સુવિધાઓ પહોંચે અને દરેક નાગરિકનું જીવન સરળ બને એ અમારો ધ્યેય

છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા બોર્ડર વિસ્તાર અને સમુદ્રના સરહદ વિસ્તાર પર આવેલા વિસ્તારોનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. આંદામાન નિકોબારના બાકીના દેશ અને દુનિયાને જોડનારા આ પ્રોજેક્ટ ‘ઈઝ ઓફ લિવિંગ’ પ્રત્યે અમારી કટિબદ્ધતાનું પ્રતીક છે. હવે અહીંયાના લોકોને મોબાઈલ કનેક્ટિવિટી અને ઝડપી ઈન્ટરનેટની સસ્તી અને સારી સુવિધાઓ મળી શકશે’, એમ તેમણે વધુમાં કહ્યું હતું. આંદામાનને જે સુવિધા મળી છે, તેનો મોટો લાભ ત્યાં જનારા પર્યટકોને પણ મળશે. સારી ઈન્ટરનેટ ક્નેક્ટિવિટી કોઈ પણ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનની પહેલી પ્રાથમિકતા હોય છે. મને પુરો વિશ્વાસ છે કે પર્યટક ત્યાં જાય છે તો લાંબા સમય સુધી રોકાવાનું પસંદ કરે છે. લોકો વધારે રોકાશે તો તેનો પ્રભાવ રોજગાર પર પણ પડશે. હિન્દ મહાસાગર હજારો વર્ષોથી ભારતના વેપાર અને સામરિક સામર્થ્યનું કેન્દ્ર રહ્યું છે, એમ મોદીએ જણાવ્યું હતું.

આંદામાનના ૧૨ આઈલેન્ડ્સમાં હાઈએન્ડ પ્રોજેક્ટનો વિસ્તાર કરાઈ રહ્યો છે. ઉત્તર અને મધ્ય આંદામનની રોડ ક્નેક્ટિવિટીને મજબૂત કરવા માટે બે મોટા બ્રિજ પર ઝડપથી કામ થઈ રહ્યું છે. પોર્ટ બ્લેયર એરપોર્ટમાં એક સાથે ૧૨૦૦ યાત્રિઓને હેન્ડલ કરવાની ક્ષમતા થોડા મહિનામાં તૈયાર કરાશે. સ્વરાજ દ્વીપ, શહીદ દ્વીપ અને લોન્ગ આઈલેન્ડમાં વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ થોડા સમયમાં બનીને તૈયાર થઈ જશે. આનાથી આઈલેન્ડ્સ વચ્ચે ક્નેક્ટિવિટી સારી થઈ જશે. કોચ્ચિ શિપયાર્ડમાં જે ચાર જહાજ બનાવવામાં આવી રહ્યા છે તેની ડિલેવરી પણ ઝડપથી થઈ જશે.

આવા અનેક પ્રયાસના કારણે દેશના પોર્ટ નેટવર્કની કેપેસિટી અને કેપેબિલિટીનો વિસ્તાર થઈ રહ્યો છે. ગ્રેટ નિકોબારમાં લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચના પોર્ટનો પ્રસ્તાવ છે. આ પોર્ટ-બંદર બનીને તૈયાર થઈ જશે તો સમુદ્ર વેપારમાં ભારતની ભાગીદારી વધશે, યુવાનોને નવી તક મળશે, એમ તેમણે કહ્યું હતું.

August 9, 2020
corona-gujarat.jpg
1min4190

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક છ દિવસ સુધી ૧૧૦૦થી નીચે રહ્યા પછી ફરીથી ૧૧૦૧ થયો છે એ સાથે કુલ કેસનો આંક ૭૦,૦૦૦ની નજીક એટલે કે ૬૯૯૮૬ સુધી પહોંચી ગયો છે. બીજી તરફ રાજ્યમાં વધુ ૨૩ દર્દીઓના કોવિડ-૧૯ સંક્રમણથી મૃત્યુ થયા છે. એમાં સૌથી વધારે સુરત શહેર અને ગ્રામ્ય મળી ૧૦, અમદાવાદ શહેરમાં ૫, વડોદરા શહેરના ૨, જૂનાગઢ અને કચ્છ જિલ્લાના ૨-૨, ગાંધીનગર, અમરેલીના એક એક દર્દીનો સમાવેશ થાય છે.

ચોવીસ કલાકમાં સૌથી વધારે સુરત શહેરમાંથી ૧૮૨ કેસ નવા મળ્યા છે જ્યારે જિલ્લામાં તબક્કાવાર ઘટી રહ્યા છે છતાં નવા ૪૪ કેસ આવ્યા છે બીજી તરફ અનુક્રમે ૬ અને ૪ દર્દીના મૃત્યુ નોંધાયા છે. અમદાવાદમાં ૧૩૯ કેસ નવા ઉમેરાયા છે જ્યારે જિલ્લામાંથી ૧૯ કેસ નવા નોંધાયા છે. શહેરના પાંચ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. આ જ રીતે વડોદરામાંથી ફરીથી ૯૦થી વધારે એટલે કે ૯૨ કેસ નવા નોંધાયા છે અને બે દર્દીના મૃત્યુ થયા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી નવા ૨૧ કેસ ઉમેરાયા છે. ગાંધીનગર શહેરમાંથી નવા ૧૦ કેસ નોંધાયા છે જ્યારે વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. ગ્રામ્યમાંથી ૨૦ કેસ નોંધાયા છે.

 રાજકોટ શહેરમાં વધુ ૬૮ કેસ મળી કુલ ૯૩ કેસ નવા નોંધાયા છે. જ્યારે જૂનાગઢ શહેરમાંથી નવા ૧૭ કેસ અને ગ્રામ્યના પંદર કેસ નોંધાયા છે. ગ્રામ્યના વધુ બે દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જામનગરમાંથી ફરીથી ૪૧ કેસ સાથે કુલ ૫૪ કેસ નોંધાયા છે જ્યારે ભાવનગરમાંથી નવા ૨૮ કેસ અને ગ્રામ્યના ૧૯ કેસ નોંધાયા છે. આ બન્ને શહેરોમાં આજે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી હેલ્થ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત લઇ સમીક્ષા કરી હતી. હવે આ બન્ને નેતાઓ વિવિધ જિલ્લાઓનો પણ દર સપ્તાહે પ્રવાસ ખેડનાર છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં સૌથી વધારે અમરેલીમાંથી ૩૩ કેસ નવા ઉમેરાયા છે. આ પછી પંચમહાલ જિલ્લામાંથી ૩૧ કેસ, મહેસાણામાંથી ૩૦ કેસ નવા નોંધાયા છે. દાહોદ જિલ્લામાંથી નવા ૨૭ કેસ, ગીર સોમનાથના ૨૬, કચ્છમાંથી ૨૨ કેસ, સુરેન્દ્રનગર ૨૧, મોરબીમાંથી ૨૦ નવા કેસ ઉમેરાયા છે. જ્યારે પાટણ જિલ્લાના ૧૯, વલસાડમાંથી ૧૭, ભરૂચ, નર્મદામાંથી ૧૧-૧૧, ખેડામાંથી ૧૦ કેસ નોંધાયા છે. આમંદ, બોટાદ અને મહીસાગર જિલ્લામાંથી ૯-૯, છોટાઉદેપુર, સાબરકાંઠામાંથી ૮-૮, નવસારીમાંથી ૭, બનાસકાંઠા અને પોરબંદરમાંથી ૫-૫ કેસ, દ્વારકામાં ૪, અરવલ્લી ૩, તાપીમાંથી ૨ અને ડાંગથી એક કેસ નવો ઉમેરાયો છે.

નવા ૨૬૨૭૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે એનો ગુણાંક પ્રતિ મિલિયન વસતિએ ૪૦૪.૧૮ ટેસ્ટ થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૧૩૫ દર્દીઓ આઇસીએમઆરની ગાઇડલાઇન્સથી ડિસ્ચાર્જ થતાં કુલ સંખ્યા ૫૨,૮૨૭ થઇ છે આ સાથે કુલ રિકવરી રેટ ૭૫.૪૮ ટકા થયો છે. અત્યાર સુધીમાં ૨૬૨૯ દર્દીના મૃત્યુ નોંધાયા છે જ્યારે હાલ ૧૪૫૩૦ એક્ટિવ કેસ છે એમાંથી ૮૨ વેન્ટીલેટર ઉપર અને બાકીના સ્ટેબલ છે

August 9, 2020
corona_india.jpg
1min4240

ભારતમાં દૈનિક સ્તરે સામે આવી રહેલા કોરોના સંક્રમણના નવા કેસોનો આંકડો હવે વિશ્વસ્તરે પણ રેકોર્ડ તોડી રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ સંગઠનની એક રિપોર્ટ મુજબ વિતેલા ચાર દિવસ 4થી 7 ઓગસ્ટ દરમિયાન સંક્રમણના સૌથી વધુ કેસ સામે આવ્યા છે.  

WHOએ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વિશ્વસ્તરે સામે આવેલા કોરોના સંક્રમણના નવા કેસો પર રિપોર્ટ જાહેર કર્યો હતો જે મુજબ 1લી ઓગસ્ટે અમેરિકામાં કોરોના સંક્રમણના 67,823 નવા કેસ, બ્રાઝિલમાં 57,837 નવા કેસ અને ભારતમાં 57,118 નવા કેસ સામે આવ્યા હતા. બે ઓગસ્ટના રોજ આંકડાઓ અનુક્રમે 67,499, 52,383 અને 54,735 જ્યારે 3જી ઓગસ્ટે 58,388, 45,392 અને 52,972 નવા કેસ સામે આવ્યા હતા.

પરંતુ 4 ઓગસ્ટથી ભારત (52,050 નવા કેસ)ની સરખામણીએ અમેરિકા (47,183) અને બ્રાઝિલ (25,800) નવા કેસ સામે આવ્યા હતા. 5 ઓગસ્ટે અમેરિકામાં 49,151 નવા કેસ, બ્રાઝિલમાં 16,641 નવા કેસ જ્યારે ભારતમાં 52,509 નવા કેસ સાથે સંક્રમણનું પ્રમાણ વિતેલા દિવસો સમાન રહ્યુ હતું. આ દરમિયાન 7 ઓગસ્ટે અમેરિકામાં 53,373 નવા કેસ, બ્રાઝિલમાં 57,152 નવા કેસ જ્યારે ભારતમાં રેકોર્ડ બ્રેક 62,538 નવા કેસ સામે આવ્યા હતા. 

જોકે ભારતીય સ્વાસ્થ વિભાગ દ્વારા શનિવારે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ દેશમાં કોરોના દર્દીઓનો કુલ આંકડો 20,88,611 થયો હતો. વિતેલા 24 કલાકમાં સંક્રમણના 61 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા, જે દરમિયાન 933 દર્દીઓના મોત થયા હતા. 

August 8, 2020
corona-gujarat.jpg
1min5150

ગુજરાતમાં શુક્રવારે પણ નવા 1074 કેસ નોંધાયા દર્દીઓની સંખ્યા વધીને 68,885 પર પહોંચી ગઈ છે. તો વધુ 22 મોત સાથે મરણાંક પણ વધીને 2606 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 1370 દર્દી વાયરસ મુક્ત થતાં સાજા થયેલા દર્દીઓનો આંક 51,692 થઈ ગયો છે. આમ, રિકવરી રેટ પણ વધીને 75.04 ટકા થઈ ગયો છે.’

સુરત શહેરમાં 183, ગ્રામ્યમાં 48 મળીને 231, અમદાવાદ શહેરમાં 142,’ ગ્રામ્ય 11 મળીને 153, વડોદરામાં 110, રાજકોટમાં 90, જામનગરમાં 53, ભાવનગરમાં 37, જૂનાગઢમાં 46, ગાંધીનગરમાં 27, મહેસાણામાં 43,’ કચ્છમાં 24,’ કેસ નોંધાયા છે.

સુરતમાં 10, અમદાવાદમાં 3 મોરબી અને વડોદરામાં 2-2 જ્યારે અમરેલી, આણંદ, જામનગર, રાજકોટ અને વલસાડમાં 1-1 મોત થયાં છે.” રાજ્યમાં કુલ 26591 સહિત કુલ્લ 9,30,373 લેબોરેટરી ટેસ્ટ થયા છે. રાજ્યમાં હાલ 14587 એકટિવ કેસ છે’ જેમાં 86 વેન્ટિલેટર પર છે.

ગુજરાતના તમામ જિલ્લાઓમાં થઇને કુલ 4,84,571 વ્યક્તિઓને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

August 8, 2020
2018_5large_gujarat_map.jpg
1min5700

કોરોના સંક્રમણના વ્યાપને અટકાવવા માટે રાજ્યમાં ગણેશ મહોત્સવ સહિત ઓગસ્ટ માસમાં આવતા હિન્દુ અને મુસ્લિમોના તમામ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ આજે વડોદરાના નજીક કંડારી ખાતે 71માં વન મહોત્સવ કાર્યક્રમમાં આવેલા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપાસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આ અંગે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે તેમ વધુમાં ઉમેર્યું હતું.

ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણના વ્યાપને અટકાવવા માટે એક માત્ર માર્ગ સોશિયલ ડિસ્ટન્સિંગ છે. સમગ્ર ગુજરાતના ગણેશ મંડળો, પદયાત્રા મંડળો, મુસ્લિમ સંગઠનો દ્વારા કોરોનાની મહામારીમાં આગામી દિવસોમાં આવી રહેલા ગણેશ મહોત્સવ, તાજિયા સહિત ઓગસ્ટ માસના તમામ નાના-મોટા તહેવારો ઉજવવામાં ન આવે તેવી સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. આ સાથે રાજ્ય સરકારને પણ લાગ્યું કે, તહેવારોમાં લોકો ભેગા થશે તો કોરોના સંક્રમણ વધશે. જેથી ગણેશોત્સવ સહિત ઓગસ્ટ માસમાં આવતા હિન્દુ-મુસ્લિમ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે મંડળો, પરિવારને ગણપતિ બેસાડવા હોય તેઓ પોતાના ઘરમાં બેસાડે અને તેનું વિસર્જન પણ પોતાના ઘરમાં કરે. કોઇ પણ પ્રકારની શોભાયાત્રા કાઢી શકાશે નહીં. તેજ રીતે તાજિયાના પણ જુલૂસ કાઢી શકાશે નહીં. આ ઉપરાંત તરણેરનો મેળો, રામાપીરનો મેળો જેવા કોઇપણ જાહેર તહેવારો સામૂહિક રીતે ઉજવી શકાશે નહીં. જે અંગેનું જાહેરનામું આગામી ટૂંક દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ભાદરવી પૂનમ અંબાજીના મેળા સંદર્ભે પણ પગપાળા સંઘો તરફથી પદયાત્રા નહીં યોજવા માટે રજૂઆતો મળી છે જેને ધ્યાનમાં રાખી કોરોના કાળમાં પગપાળા સંઘ નહીં કાઢવા અને સેવા કેન્દ્રો ન ખોલવા સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે.

August 8, 2020
corona_india.jpg
1min7360

દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં  છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 62,538 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 20,27,075 સુધી પહોંચી ગઈ છે. 

દેશમાં અત્યાર સુધી કુલ 13,78,106 દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે. ભારતમાં કોરોનાનો મૃત્યુઆંક 41,585 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 

બ્રાઝીલમાં ગુરુવારે 51,603 નવા કેસની સાથે કોરોના વાયરસના કેસની સંખ્યા 28 લાખને પાર પહોંચી ગઈ હતી. બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો સતત કોરોના વાયરસને એક સામાન્ય ફ્લૂ ગણાવતા રહ્યા છે જેને કારણે તેમને આકરી પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો છે. 

August 8, 2020
airindiaplanecrash.jpg
1min4970

વંદે ભારત મિશન અંતર્ગત દુબઈથી આજે રાતે પોણા બસોથી વધુ ઉતારુઓને લઈ કેરળના કોઝિકોડ આવી રહેલા એર ઈન્ડિયા એક્ષપ્રેસ વિમાન કોઝિકોડના એરપોર્ટ પર ઉતરાણ વેળા રન-વે પરથી લપસી ગયા બાદ ખીણમાં જઈ પડતા વિમાનના બે કટકા થઈ ગયાની કાળજું કંપાવતી’ દુર્ઘટના બની હતી. અત્યાર સુધીમાં સત્તાવાર ધોરણે 14 મૃત્યુ અને 123ને ઈજાની પુષ્ટિ મળી છે. 15ની હાલત ગંભીર છે. જોકે, હજુ સંખ્યાબંધ લાપતા અને અનેક ઈજાગ્રસ્ત હોવાથી મૃત્યુઆંક વધવાની ભીતિ છે.’ આ દુર્ઘટનાને પગલે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ પ્રગટ કરીને કેરળના મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને તમામ સહાયની ધરપત આપી હતી.

કરીપુર તરીકે ય ઓળખાતા એરપોર્ટ પર રાતે સવા 8 કલાકે ભારે વરસાદ વચ્ચે ઉતરાણ કરનાર વિમાન રનવે ઓવરશોટ કરી જઈને-ચૂકાવી ગયા- બાદ દિવાલ સાથે અફળાઈને 30 ફીટ ઉંડી ઘાટીમાં પડતા બે ફાડિયા થઈ જવા સાથે વિમાન ગોઝારા અકસ્માતનો શિકાર બન્યુ હતું. પ્રાથમિક અહેવાલ મુજબ પાયલટ સહિત 14ના મૃત્યુ થયા છે અને કેટલાક ઉતારુઓને ઈજા થઈ છે. મૃતકોમાં બન્ને પાયલોટનો સમાવેશ થાય છે. 123 ઈજાગ્રસ્તોમાં 15ની હાલત ગંભીર છે અને તેમને માલાપ્પુરમની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જયારે તમામ ક્રુ મેમ્બર સલામત છે અને અનેક ઉતારુઓને ઉગારી પણ લેવાયા છે. સદભાગ્યે વિમાન આગનો ભોગ બન્યુ નથી એવું પૂર્વ કેન્દ્રિય મંત્રી કેજે આલ્ફોન્સે ટવીટ કર્યુ હતું. દુર્ઘટના બન્યા સાથે અગ્નિશમન દળના બંબા અને એમ્બ્યુલન્સીસ દુર્ઘટનાસ્થળે ધસી ગયા હતા.

વિમાનમાં 174 ઉતારુઓ, દસ બાળકો, બે પાયલટ અને પાંચ કેબિન ક્રુ સભ્યો હતા. વિદેશોમાં ફસાઈ પડેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાની કેન્દ્ર સરકારની વંદે ભારત પહેલના ભાગરૂપે આવેલી આ ફલાઈટ હતી. દરમિયાન કોઝિકોડ એરપોર્ટ વિસ્તારમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. મુખ્ય મંત્રી પિનારાયી’ વિજયને દુર્ઘટના અનુસંધાને પોલીસ અને અગ્નિશમન દળને તાકીદના પગલાં માટેની સૂચના આપી હતી, તેમ જ બચાવ અને મેડિકલ સપોર્ટ માટેની ઘટતી તજવીજ કરવા અધિકારીઓને દોરવણી આપી હતી. ઉતરાણ બાદ વિમાન રન-વેના છેડા સુધી પહોંચી ગયા બાદ ઘાટીમાં નીચે પડતાં તેના બે ફાડિયા થઈ ગયા હતા. ભારે વરસાદને કારણે રનવે પર પાણી ભરાયા હતા. તેથી વિમાન રનવેથી આગળ ગયું હતું.

August 7, 2020
corona-gujarat.jpg
1min5380

અનલોક-3ના છઠ્ઠા દિવસે ગુજરાતના 33 જિલ્લામાં કોરોનાના સંક્રમિતના 1034 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 67 હજારને પાર કરીને 67811 થયો છે. આજે ગુજરાતમાં 8 શહેરોમાં 555 અને ગ્રામ્ય વિસ્તારમાં 479 કેસ નોંધાવવા પામ્યા છે. વિતેલા 24 કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના વધુ 27 દર્દીના મૃત્યુ નિપજવા પામ્યા છે. જેને લઈને ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીનો આંક 2584 થયો છે. બીજીબાજુ વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 917 દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થતા ડિસ્ચાર્જ દર્દીનો આંક 50 હજારને પાર કરીને 50322 થયો છે આને લઈને ગુજરાતમાં ડિસ્ચાર્જ દર્દીનો આંક વધીને 74.21% થયો છે. રાજ્યમાં હાલ 14905 એક્ટિવ કેસ છે. જેમાં 82 વેન્ટિલેટર પર છે.

વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં નોંધાયેલા 1034 કોરોના સંક્રમિત કેસમાં આજે પણ સુરત પ્રથમ સ્થાને છે. સુરત શહેરમાં 184 અને ગ્રામ્યમાં 54 મળીને કુલ 283, અમદાવાદ શહેરમાં 137′ અને ગ્રામ્યના 14 મળીને કુલ 151, વડોદરામાં 118, રાજકોટમાં 90, જૂનાગઢ અને ભાવનગરમાં 44-44, ગાંધીનગરમાં 32, મહેસાણામાં 34, જામનગરમાં 28, કચ્છમાં 27, ખેડામાં 21, અમરેલી અને પંચમહાલમાં 20-20, ભરૂચમાં 19, સુરેન્દ્રનગરમાં 18, વલસાડમાં 16, ગીર સોમનાથમાં 15, મોરબી અને સાબરકાંઠામાં 14-14, બોટાદમાં 12, દાહોદ અને મહીસાગરમાં 11-11, નવસારીમાં 9, પાટણમાં 7, આણંદ અને નર્મદામાં 6-6, બનાસકાંઠા અને તાપીમાં 2-2 જ્યારે અરવલ્લી, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાવા પામ્યા છે.
વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કુલ 27 કોરોના દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા છે. તેમાં સૌથી વધુ સુરતમાં 9, અમદાવાદ અને રાજકોટમાં 5-5, વડોદરામાં 3, કચ્છમાં 2 જ્યારે મહેસાણા, વલસાડ અને જામનગરમાં 1-1 વ્યક્તિના મૃત્યુ નોંધાવા પામ્યા છે. જેને લઈને ગુજરાતમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંક 2584 થયો છે.

વિતેલા 24 કલાક દરમિયાન રાજ્યમાં કુલ 24569 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 9,03,782 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલની સ્થિતિએ કુલ 14905 એક્ટિવ કેસ છે. જેમાં 82 વેન્ટિલેટર પર અને 14823 સ્ટેબલ છે.