ક્રિકેટનો મહાકુંભ કહેવાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની ફાઈનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પંજાબ અને બેંગલૂરુ વચ્ચે સાંજે 7.30 કલાકથી મુકાબલો શરૂ થશે. આઈપીએલ ફાઈનલમાં પણ વરસાદનું વિધ્ન નડી શકે છે. અમદાવાદમાં રમાયેલી ક્વોલિફાયર-2માં પણ વરસાદ પડ્યો હતો અને મેચ વિલંબથી શરૂ થઈ હતી. આ સ્થિતિમાં જો આઈપીએલ 2025 ફાઈનલમાં વરસાદ પડે કે કોઈ અન્ય કારણોસર મુકાબલો ન રમાય તો ચેમ્પિયનનો નિર્ણય કેવી રીતે થશે તે જાણવું જરૂરી છે.
જો વરસાદ કે અન્ય કારણોસર 3 જૂને 5-5 ઓવરની રમત શક્ય ન બને તો મેચ રિઝર્વ ડે (4 જૂને) રમાશે. પરિણામ એક જ દિવસે આવે તે માટે બીસીસીઆઈએ વધારાનો 120 મિનિટનો સમય રાખ્યો છે. તેમ છતાં રિઝલ્ટ ન આવે તો મેચ રિઝર્વ ડે પર રમાશે. રિઝર્વ ડે પર મેચ જ્યાં અટકી હતી ત્યાંથી જ શરૂ થશે. વરસાદ રિઝર્વ ડેના દિવસે પણ આવે અને 5-5 ઓવરની રમત શક્ય ન બને તો ઈન્ડિયન પ્રીમિયર લીગના વિજેતાનો નિર્ણય સુપર ઓવરથી થઈ શકે છે.
જો સુપર ઓવર પણ ન થાય તો પોઈન્ટ ટેબલના આધારે વિજેતાનો નિર્ણય થશે. વર્તમાન સિઝનમાં પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર છે. જ્યારે આરસીબી બીજા ક્રમે છે. આ સ્થિતિમાં પંજાબ કિંગ્સને વિજેતા જાહેર કરવામાં આવી શકે છે.
રવિવારે (1 જૂન, 2025) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના ક્વોલિફાયર-2 મુકાબલામાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવ્યું હતું. પંજાબ કિંગ્સે 11 વર્ષ પછી IPL ની ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે 3 જૂને પંજાબ અને બેંગ્લોર વચ્ચે ફાઇનલ રમાશે.
રવિવારની મેચમાં પંજાબે ટોસી જીતીને મુંબઈને પહેલા બેટિંગ આપી હતી. જેમાં મુંબઇએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબે 19 ઓવરમાં 204 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. કેપ્ટન શ્રેયસે છગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. તેણે 41 બોલમાં 87 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે.
ભારત સરકાર દ્વારા હવે પાસપોર્ટ સિસ્ટમને વધુ આધુનિક બનાવવાની દિશામાં ઝડપથી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ માટે ઈ-પાસપોર્ટ, સિક્યોરિટી ફીચર્સ અને એપ્લિકેશન પ્રોસેસમાં બદલાવ જેવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે અને આ જ અનુસંધાનમાં પાસપોર્ટમાં કેટલાક મહત્ત્વના ફેરફાર થવા જઈ રહ્યા છે.
ભારત સરકાર દ્વારા ઈ-પાસપોર્ટની શરૂઆત કરવામાં આવી છે, જેમાં આરએફઆઈડી ચિપ લગાવવામાં આવે છે. આને કારણે તમારો બાયોમેટ્રિક અને પર્સનલ ડેટા સુરક્ષિત રહે છે. ડિજિટલ ટેક્નિકથી આઈડેન્ટિટી ચોરી અને છેતરપિંડી થવાનું જોખમ પણ ઘટી જાય છે. આ ઈ-પાસપોર્ટની શરૂઆત ગોવા અને રાંચી જેવા શહેરોમાં તો આની શરૂઆત કરી દેવામાં આવી છે.
અત્યાર સુધી પાસપોર્ટ એડ્રેસ પ્રૂફ તરીકે પણ ચાલતું હતું, કારણ કે તેના પર તમારું રેસિડેન્શિયલ એડ્રેસ છાપવામાં આવતું હતું, પરંતુ હવે પાસપોર્ટમાંથી એડ્રેસ ગાયબ થશે અને તેની જગ્યાએ બારકોડ જોવા મળશે. બારકોડથી ઓફિશિયલ ઈમિગ્રેશન ઓફિસર તમારા એડ્રસની માહિતી જાણી શકશે. જેને કારણે પ્રાઈવસી અને ડેટા સિક્યોરિટીને પ્રોત્સાહન મળશે.
નવી સિસ્ટમ પ્રમાણે હવે પાસપોર્ટમાં માતા-પિતાના નામ નહીં જોવા મળે. આ બદલાવ એવા લોકો માટે ખૂબ જ કામનું સાબિત થશે, જેમની પારિવારિક સંરચના પારંપારિક નથી, જેમ કે સિંગલ પેરેન્ટ્સ, ડિવોર્સ કે બીજા કોઈ પરિસ્થિતિ. આ પગલું અરજી કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે લેવામાં આવ્યું છે.
ઓક્ટોબર, 2023 બાદ જન્મેલા લોકો માટે બર્થ સર્ટિફિકેટ ફરજિયાત જી હા, પહેલી ઓક્ટોબર, 2023 બાદ જન્મેલા લોકો માટે પાસપોર્ટ એપ્લાય કરવા માટે બર્થ સર્ટિફિકેટ ફરજિયાત રહેશે. અધિકૃત રજિસ્ટ્રાર દ્વારા જારી કરવામાં આવેલું બર્થ સર્ટિફિકેટ વેલિડ ગણાશે. આ પહેલાં જન્મેલા લોકો માટે બીજા વૈકલ્પિક ડોક્યુમેન્ટ્સ જેવા કે આધાર, પેન અને સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ પણ માન્ય ગણાશે.
ભારત સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું છે કે 2030 સુધી દેશભરમાં પાસપોર્ટ સેવા કેન્દ્રની સંખ્યામાં વૃદ્ધિ કરવામાં આવશે. જેથી વધુમાં વધુ લોકોને નજીકના કેન્દ્રમાં પાસપોર્ટ સંબંધિત સુવિધાઓ મળી શકે. આ પગલું દેશભરમાં પાસપોર્ટ સુવિધાની પહોંચ અને દક્ષતાને વધારવાની દિશામાં લેવામાં આવ્યું છે.
દેશભરના કરોડો ઈન્કમ ટેક્સ ભરનારા કરદાતાઓ માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ રિટર્ન ભરવાની તારીખ વધારવાનો નિર્ણય કર્યો છે, જે કરદાતા માટે મોટી રાહતસમાન છે.
સીબીટીડીના અહેવાલ અનુસાર નાણાકીય વર્ષ 2024-25 માટે આઈટીઆર (ઈન્કમ ટેક્સ રિટર્ન) ભરનારા માટે અંતિમ તારીખ 31 જુલાઈ, 2025થી લંબાવીને 15 સપ્ટેમ્બર કરવામાં આવી છે. આઈટીઆર ફોર્મ, સિસ્ટમ ડેવલપમેન્ટની જરુરિયાત અને ટીડીએક ક્રેડિટ રિફ્લેક્શનમાં મહત્ત્વપૂર્ણ સંશોધનની કામગીરીને કારણે તારીખ લંબાવી છે.
ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મારફત કરદાતાઓને જાણકારી આપવામાં આવી છે. પોસ્ટમાં લખ્યું છે સીબીડીટીએ આઈટીઆર ફોર્મ ભરવાની તારીખ લંબાવી છે. હવે 31 જુલાઈના બદલે 15 સપ્ટેમ્બર 2025 સુધી તારીખ લંબાવી છે. સરકારે નવી તારીખ લંબાવવા પાછળનો આશય ખાસ કરીને આઈટીઆર ફોર્મ, સિસ્ટમ ડેવલપમેન્ટની જરુરિયાત અને ટીડીએસ રિફ્લેક્શનમાં મહત્ત્વપૂર્ણ સંશોધનનો સમાવેશ થાય છે.
31 જુલાઈ, 2025 સુધીમાં આઈટીઆર ફાઈલિંગની ડેડલાઈન લાગુ પડતી હોય છે, જેમાં મોટા ભાગના સરકારી કર્મચારીઓ અને તમામ પ્રકારના કરદાતાનો પણ સમાવેશ થાય છે, જેમના ખાતાનું ઓડિટ કરવાનું જરુરી હોતું નથી. હવે કર્મચારીઓને તેમનું ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં વધુ 46 દિવસ મળશે. જો અંતિમ તારીખ સુધીમાં આઈટીઆર ફાઈલ નહીં કરો તો 5,000 રુપિયા સુધીનો દંડ થશે.
કેરળમાં આ વખતે 24 મેના રોજ ચોમાસાના સત્તાવાર આગમનની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે સામાન્ય રીતે 1 જૂન સુધીમાં ભારતમાં પ્રવેશતું ચોમાસું નક્કી તારીખથી 8 દિવસ વહેલું કેરળ પહોંચી ગયું હતું. જોકે હવે હવામાન વિભાગના અહેવાલ અનુસાર ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ ચોમાસાની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત થઇ ચૂકી છે.
મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે કહ્યું કે તટીય કોંકણમાં છેલ્લા બે દિવસથી ભારે પ્રિ મોનસૂન વરસાદ વરસી રહ્યો હતો. મુંબઈમાં હાલમાં આઠ વિસ્તારોને રેડ એલર્ટ પર રખાયા છે. જેમાં બોરિવલી, સાંતાક્રૂજ, પવઈ, મુલુન્ડ, વર્લી, ચેમ્બુર, કોલાબા અને અલીબાગનો સમાવેશ થાય છે. જ્યારે મુંબઈ, થાણે અને કલ્યાણ સહિત વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પર છે.
મહારાષ્ટ્રના ઈતિહાસની વાત કરીએ તો રાજ્યમાં 35 વર્ષમાં પહેલીવાર મોનસૂનનું આટલું વહેલું આગમન થયું છે. આમ તો દક્ષિણ પશ્ચિમ મોનસૂન સામાન્ય રીતે સાત જૂન આજુબાજુ મહારાષ્ટ્ર અને 11 જૂને મુંબઈ પહોંચે છે. હવામાન વિભાગે કોંકણ અને પ.મહારાષ્ટ્રના અમુક ભાગોમાં આગામી થોડા દિવસે માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
તમિલનાડુ સરકારની માલિકીની દારૂનું રીટેલ વેચાણ કરતી કંપની તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોઓપરેશનના રૂ. ૧,૦૦૦ કરોડના કથિત દારૂ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની તપાસ અને દરોડા અસ્થાયી રીતે અટકાવી દેતા સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમે કહ્યું કે, ઈડી તમામ હદો પાર કરી રહી છે. તપાસ એજન્સી સંઘીય માળખાનો ભંગ કરી રહી છે. સુપ્રીમે સવાલ કર્યો હતો કે, તપાસ એજન્સી કોર્પોરેશન વિરુદ્ધ ગૂનો નોંધી કેસ કેવી રીતે શકે?
તમિલનાડુની સરકારી દારૂ કંપની તસમાક (તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન) વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની તપાસ અને દરોડા પર સુપ્રીમ કોર્ટે અસ્થાયી રીતે સ્ટે મૂકી દીધો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ કેન્દ્રીય એજન્સીની આકરી ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું કે, ઈડીની કાર્યવાહી અસંગત અને સંભવતઃ ગેરબંધારણીય છે, કારણ કે કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે. સુપ્રીમે એવો પણ સવાલ કર્યો હતો કે, સરકારી એજન્સી રાજ્ય સરકારના એકમ પર દરોડો કેવી રીતે પાડી શકે?
મુખ્ય ન્યાયાધીશ ગવઈએ કહ્યું કે, ઈડીએ રાજ્ય સરકારના નિગમને નિશાન બનાવીને બધી જ હદો પાર કરી દીધી છે અને સંઘીય માળખાનો ભંગ કર્યો છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકાર દ્વારા મંગળવારે મદ્રાસ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમમાં કરેલી અરજી પછી આ આદેશ આપ્યો છે.
તમિલનાડુ સરકારની માલિકીની દારૂનું રીટેલ વેચાણ કરતી કંપની તસમાકના કથિત રૂ. ૧,૦૦૦ કરોડના દારૂ કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ માટે મદ્રાસ હાઈકોર્ટે ઈડીને મંજૂરી આપી હતી. ઈડીએ તમિલનાડુમાં રૂ. ૧,૦૦૦ કરોડના દારૂ કૌભાંડમાં ડિસ્ટિલરીએ દારૂના પૂરવઠાનો ઓર્ડર મેળવવા માટે અસાધારણ રોકડ આપી હોવાનો દાવો કર્યો છે. જોકે, તમિલનાડુ તરફથી કપીલ સિબલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, રાજ્ય સરકાર અને તસમાકે રાજ્યમાં દારૂની દુકાનોને લાઈસન્સ આપવામાં કથિત ગેરરીતિઓ સામે ફોજદારી કાર્યવાહી કરતાં પગલાં લીધા છે. વર્ષ ૨૦૧૪થી દારૂની દુકાનના લાઈસન્સની ફાળવણી સંબંધિત ભ્રષ્ટાચારના કેસોમાં રાજ્ય સરકારે ૪૧ એફઆઈઆર નોંધી છે અને હવે આ કેસમાં ઈડી કૂદી પડી અને તસમાક પર દરોડા પાડયા હતા.
તમિલનાડુ સરકારે તાસમેક પર ઈડીના દરોડા સંબંધે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને કહ્યું કે, તે કેન્દ્રીય એજન્સીની શક્તિઓનું અતિક્રમણ અને બંધારણનો ભંગ છે. તમિલનાડુએ ઈડી પર રાજકીય બદલો લેવાનો પણ આરોપ મૂક્યો હતો અને ઈડીના દરોડાને ગેરકાયદે ગણાવ્યા હતા. તમિલનાડુ સરકાર અને તસમાકે દલીલ કરી કે ઈડી તેના અધિકાર ક્ષેત્રની બહાર જઈ રહી છે. મહિલા કર્મચારીઓ સહિત તસમાકના અધિકારીઓ અને કર્મચારીઓએ પજવણીનો સામનો કરવો પડયો. તલાશી સમયે લાંબા સમય સુધી તેમની અટકાયત કરાયેલી હતી. તેમના ફોન અને પર્સનલ ડિવાઈસ જપ્ત કરી લેવાયા હતા.
ઈડી દોષ સાબિત કરી શકતી નથી, આરોપીઓને ક્યાં સુધી જેલમાં ગોંધી રાખી શકાય : સુપ્રીમનો સવાલ
દેશમાં ધારાસભ્યો, સાંસદો અને નેતાઓને દોષિત ઠેરવી સજા કરાવવાની બાબતમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)નો કન્વિક્શન રેટ એટલે કે આરોપીઓને દોષિત ઠેરવી સજા કરાવવાનો દર માત્ર એક ટકા છે તેમ કેન્દ્ર સરકારે જ સંસદને જણાવ્યું હતું. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે પણ સવાલ કર્યો હતો કે ઈડી આરોપીઓને દોષિત સાબિત કરી શકતી નથી તો તેમને કેટલો લાંબો સમય સુધી જેલમાં ગોંધી રાખી શકાય ?
દેશમાં મની લોન્ડરિંગના કેસોની તપાસ કરતી તપાસ એજન્સી ઈડી સરકારનો રાજકીય હાથો હોવાનો વિપક્ષ વારંવાર આક્ષેપ કરતો હોય છે ત્યારે ભ્રષ્ટાચાર અથવા મની લોન્ડરિંગના આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવેલા લોકોને દોષિત ઠેરવવાની સફળતાનો ઈડીનો દર માત્ર એક ટકા છે. વર્ષ ૨૦૧૫થી ૨૦૨૫ વચ્ચેના ૧૦ વર્ષમાં ઈડીએ નેતાઓ, સાંસદો, વિધાનસભ્યો વિરુદ્ધ ૧૯૩ કેસ નોંધ્યા છે, જેમાંથી માત્ર બે કેસમાં ઈડી આરોપીઓને સજા અપાવી શકી છે. આ ૧૯૩ કેસોમાંથી ૭૦ ટકા એટલે કે ૧૩૮ કેસ છેલ્લા પાંચ વર્ષમાં જ નોંધાયા છે. આ માહિતી કેન્દ્ર સરકારે પોતે જ આ વર્ષે માર્ચ મહિનામાં સંસદમાં આપી હતી. ઈડીના અત્યંત ખરાબ કન્વિક્શન રેટ અંગે સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમે ઈડીને ગુણવત્તાપૂર્ણ કાર્યવાહીની સલાહ આપી હતી. વધુમાં ઈડી દ્વારા મની લોન્ડરિંગના આરોપો હેઠળ ધરપકડ આવતા આરોપીઓને ટ્રાયલ વિના જ લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવતા હોય છે ત્યારે ગયા વર્ષે નવેમ્બરમાં પશ્ચિમ બંગાળના પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થા ચેટરજીની જામીન અરજીની સુનાવણી સમયે પણ સુપ્રીમ કોર્ટે ઈડીને ખખડાવી હતી. સુપ્રીમે ટ્રાયલ વિના લાંબા સમય સુધી આરોપીઓને જેલમાં રાખવા મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું કે, ઈડી આરોપીઓ સામેના દોષ સાબિત કરી શકતી નથી તો તેમને ટ્રાયલ વિના ક્યાં સુધી જેલમાં ગોંધી રાખી શકાય?
એશિયાટિક સિંહો માટેનું એકમાત્ર નિવાસ સ્થાન છે ગુજરાતનું ગીર. ગીર નેશનલ પાર્ક અને પાનિયા, મિતિયાળા અભયારણ્ય સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી લઈને જંગલ, ખેતર, ગામ, પાધરમાં સાવજો વિહરે છે. રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવે છે. તાજેતરમાં જ વન વિભાગ દ્વારા એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ-2025 10 મેથી 13મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવ્યો હતો. જેના આંકડા આજે જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સિંહોની સંખ્યા 891 નોંધાઈ છે.
આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લાના 58 તાલુકાના 35 હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવ્યો હતો. સરકારે ’16મી સિંહ વસ્તી ગણતરી – 2025’ના આંકડા જાહેર કર્યા હતા. ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીની કુલ સંખ્યા 891 થઈ છે, જેમાં 196 નર,330 માદા,140 પાઠડા,225 બચ્ચા નોંધાયા છે. છેલ્લે 2015માં થયેલી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 27%ના વધારા સાથે 523 નોંધાઈ હતી.
આ અંગે રેવતુભા રાયજાદાએ મુંબઇ સમાચાર સાથે વાત કરતાં કહ્યું હતું કે, “હું 1990થી આ વસ્તી ગણતરીમાં જોડાઉ છું. વર્ષ 1995 સુધી ભક્ષ્ય આપીને વસ્તી ગણતરી બંધ થઈ અને ત્યારબાદ બીટ વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી. બીટ એટલે જંગલનો ચોક્કસ વિસ્તાર. બીટ સેન્સસને શરૂઆતમાં અસફળ ગણવામાં આવતી હતી પરંતુ બાદમાં ટેક્નોલોજીના ઉપયોગથી આ પદ્ધતિ ઘણી સફળ રહી. મોટા ભાગે વાસ્તવિક સંખ્યા જેટલો જ અંદાજ મળી આવી છે.
સિંહની વસ્તી ગણતરી દરમિયાન ગણતરીકારે ઘણા કામ કરવાના રહે છે. તેમને 2-3 જાતના ફોર્મ ભરવાના રહે છે. તે ઉપરાંત સિંહનાં શરીર પર નિશાનને જોવામાં આવે છે. જીપીએસ લોકેશન આપવામાં આવે છે, એક લોકેશન પરથી સિંહની હલન-ચલન ગતિની પણ માહિતી રાખવામાં આવે છે. સિંહની વસ્તીગણતરીમાં ફોટો પાડીને સરળતાથી સિંહની ઓળખ કરવામાં આવે છે. તે ઉપરાંત જંગલના કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે તેનાથી સિંહના સમય, સ્થળ પર ધ્યાન રાખી શકાય છે. આ બધાના ઉપયોગથી સિંહને ડુપ્લિકેટ થતા હોય તો સિસ્ટમમાંથી કાઢી શકાય છે.
સિંહની વસ્તી ગણતરીમાં વન વિભાગના અધિકારી, ગણતરીકારો, સ્વયંમસેવકો હોય છે. આ બધા કાયરતા સ્થાનિક ગાર્ડ, ટ્રેકર વધુ અનુભવી હોય છે. સિંહ ઉદાર પ્રાણી છે અને તેનાથી અંતર રાખવાથી તે કો દિવસ ઇજાઓ પહોંચાડતો નથી. સિંહના વર્તનનો માલધારીઓ અને સ્થાનિક નિવાસીઓનો અભ્યાસ છે. મોટાભાગે સિંહને પજજવવામાં આવે તો જ હેરાન કરે છે.
સિંહની વસ્તીગણતરીમાં આવેલા આંકડાઓ અનુસાર અમેરેલી જિલ્લામાં વધુ સિંહો નોંધાયા છે. તે માટેના અવશ્ય પરિબળોમાં ખુલ્લી જમીન છે. તે ઉપરાંત અહી હરિયાળીને બદલે સૂકી જમીન છે, અહીનું ભૂપૃષ્ઠ સવાના પ્રકારનું છે. સૂકી જમીન અને પાણીના અભાવે અહી મોસમી ખેતી થાય છે. તે ઉપરાંત અહી મોટાભાગે ડુંગરાળ વિસ્તાર, કાંટાળા વન, વીડીઓ વધુ છે, જેને સિંહો પોતાની સલામતી માને છે. શેત્રુંજીની કોતર સિંહો માટે કોરિડોર બની ગયો છે. અહીથી જ સિંહો ભાવનગર સુધી ગયા છે. અમરેલી જિલ્લામાં જંગલ કરતાં રેવન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધુ છે. અહી સિંહો માટે વધુ ખોરાક ઉપલબ્ધ છે.
સિંહની વસ્તી વધવાથી હવે સિંહ બહાર ગયા છે. સિંહોના રક્ષણ માટે સિંહની જમીન પર પેશકદમી ન થવી જોઇએ. ગીર અને તેની આજુબાજીના જમીનોમાં દબાણ કરવામાં આવે છે અને જમીન દબાણ બાદ તેનો હિત ધરાવતા લોકો બચાવ કરે છે. સિંહોના રક્ષણ માટે લોકોની ભાગીદારી ખૂબ જ છે. સિંહોના સંવર્ધન માટે સ્થાનિક લોકોએ ઘણું સહન કર્યું છે અને તેનું લોકોને ગૌરવ પણ છે.
અમરેલી જિલ્લામાં સિંહો વધી રહ્યા છે પરંતુ તેની સાથે સાથે અમરેલી જિલ્લામાં સિંહોના અસ્તિત્વ સામે અનેક સમસ્યાઓ પણ છે. ખાસ કરીને રેલવે ટ્રેકમાં અડફેટે આવવાથી સિંહોના મોત. સત્તાવાર આંકડાઓ અનુસાર 2013-14 અને 2023-24 વચ્ચે ટ્રેનની અડફેટે 21 સિંહ મૃત્યુ પામ્યા છે. આવી ઘટનાઓને રોકવા માટે નવી “સુરક્ષા મિકેનિઝમ્સ” મૂકવામાં આવી છે અને 32 સિંહોને ટ્રેનથી દૂર કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ દ્રોપતિ મુર્મૂએ જસ્ટિસ ગવઈને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા.
જસ્ટિસ બીઆર ગવઈ આજે ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રોપતિ મુર્મૂએ જસ્ટિસ ગવઈને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ ગવઈ ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ બન્યા. તેમનું પૂરું નામ ભૂષણ રામકૃષ્ણ ગવઈ છે. તેઓ 23 નવેમ્બર, 2025 ના રોજ નિવૃત્તિ સુધી આ પદ પર રહેશે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિવૃત્તિ વય 65 વર્ષ છે.
જસ્ટિસ ગવઈ મહારાષ્ટ્રના અમરાવતીના રહેવાસી છે. તેઓ 16 માર્ચ, 1085ના રોજ બારમાં જોડાયા અને 1087 સુધી ભૂતપૂર્વ એડવોકેટ જનરલ અને બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ રાજા એસ ભોંસલે સાથે કામ કર્યું. 1990 પછી, તેમણે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં બંધારણીય અને વહીવટી કાયદામાં પ્રેક્ટિસ કરી. તેઓ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન, અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમરાવતી યુનિવર્સિટીના વકીલ પણ રહી ચૂક્યા છે.
જસ્ટિસ ગવઈને ઓગસ્ટ 1992 થી જુલાઈ 1993 સુધી બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં સહાયક સરકારી વકીલ અને વધારાના સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 17 જાન્યુઆરી, 2000 થી તેમને સરકારી વકીલ અને સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
14નવેમ્બર, 2003ના રોજ, જસ્ટિસ ગવઈને બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે બઢતી આપવામાં આવી અને 12 નવેમ્બર, 2005ના રોજ, તેઓ હાઈકોર્ટના કાયમી જજ બન્યા. તેમણે મુંબઈ ખાતે હાઈકોર્ટની મુખ્ય બેન્ચ અને નાગપુર, ઔરંગાબાદ અને પણજી ખાતેની બેન્ચમાં સેવા આપી હતી. 24 મે, 2019 ના રોજ તેમને સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે, જસ્ટિસ ગવઈ ઘણા ઐતિહાસિક નિર્ણયોનો ભાગ રહ્યા છે. તેઓ જાન્યુઆરી 2023 માં સુપ્રીમ કોર્ટના બહુમતી નિર્ણયનો ભાગ હતા જેણે કેન્દ્ર સરકારના 500 અને 1000 રૂપિયાની નોટોને બંધ કરવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું.
જસ્ટિસ ગવઈ એ પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચનો પણ ભાગ હતા જેણે ડિસેમ્બર 2023 માં જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ની જોગવાઈઓને રદ કરવાના કેન્દ્રના નિર્ણયને સમર્થન આપ્યું હતું. પાંચ ન્યાયાધીશોની બીજી બંધારણીય બેન્ચે રાજકીય ભંડોળ માટે ચૂંટણી બોન્ડ યોજનાને રદ કરી હતી. જસ્ટિસ ગવઈ પણ આ બેન્ચનો ભાગ હતા.
ન્યાયાધીશ ગવઈએ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે પેટા-વર્ગીકરણને મંજૂરી આપતા ચુકાદાને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે સાચી સમાનતા પ્રાપ્ત કરવા માટે આ સમુદાયોમાં પણ “ક્રીમી લેયર” ઓળખવું આવશ્યક છે.
નવેમ્બર 2024 માં જસ્ટિસ ગવઈની આગેવાની હેઠળની બે જજોની બેન્ચે ગુનેગારોની મિલકતોના બુલડોઝરની ટીકા કરી હતી અને કહ્યું હતું કે કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના મિલકતોનું તોડી પાડવું એ કાયદાની વિરુદ્ધ છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરાઇ હતી. જોકે, હવે બંને દેશો વચ્ચે સંઘર્ષવિરામ થતા BCCIએ IPL 2025નો નવો શેડ્યૂલ બહાર પાડ્યો છે. સરકાર અને સુરક્ષા એજન્સીઓ સાથે અને તમામ મુખ્ય હિસ્સેદારો સાથે ચર્ચા કર્યા બાદ બોર્ડે સિઝનની બાકીની મેચો 17 મે, 2025 થી ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
BCCIના નવા શેડ્યૂલ મુજબ IPL 2025ની તમામ મેચો 17 મે, 2025 થી શરૂ થશે અને 3 જૂન, 2025 ના રોજ સિઝનની ફાઇનલ મેચ રમાશે. સુધારેલા શેડ્યૂલ પ્રમાણે IPL 2025ની આગામી તમામ મેચો હવે બેંગલુરુ, દિલ્હી, જયપુર, મુંબઇ, અમદાવાદ અને લખનઉમાં રમાશે, આમ દેશના 6 સ્થળોએ કુલ 17 મેચો રમાશે. પ્લેઓફની મેચો 17 મેથી 27 મે દરમિયાન રમાશે જે પછી ક્વોલિફાયર 1 – 29 મે, એલિમિનેટર – 30 મે, ક્વોલિફાયર 2 – 1 જૂન, ફાઇનલ – 3 જૂનના રોજ રમાશે.
IPL 2025માં પોઇન્ટ ટેબલની વર્તમાન સ્થિતિ મુજબ, ગુજરાત ટાઇટન્સ (GT) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) 16-16 પોઇન્ટ સાથે અનુક્રમે પહેલા અને બીજા ક્રમે છે. પંજાબ કિંગ્સ (PBKS) 15 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે, મુંબઇ ઇન્ડિયન્સ (MI) 14 પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે. આ ચારેય ટીમો ક્વોલિફાયર્સમાં પ્રવેશવા માટે મજબૂત દાવેદાર છે. આ સિવાય દિલ્હી કેપિટલ્સ (DC), કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અનુક્રમે પાંચમા, છઠ્ઠા અને સાતમા ક્રમે છે. આ ત્રણેય ટીમો હજુ ક્વોલિફાયર્સની રેસમાં સામેલ છે.
જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH), રાજસ્થાન રોયલ્સ (RR) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) અનુક્રમે આઠમા, નવમા અને દસમા ક્રમે છે. આ ત્રણેય ટીમો પ્લેઓફમાંથી બહાર થઇ ગઇ છે. જો કે, આ ટીમો પ્લેઓફમાં તેમની બાકીની ઔપચારિક મેચો રમતા જોવા મળશે.
ભારતે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન અને પીઓકે પર હુમલો કર્યો છે. મંગળવારે મોડી રાત્રે આ હુમલો કરવામાં આવ્યો હતો. દેશની ત્રણેય સેનાઓએ સંયુક્ત કાર્યવાહીમાં 9 સ્થળોએ હુમલો કર્યો. આ અભિયાનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. ભારતના આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આખી રાત ઓપરેશન સિંદૂરનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે આવો જાણીએ ભારતના ઓપરેશન સિંદૂર અંગેની મિનિટ ટુ મિનિટની કાર્યવાહી
ભારતની કાર્યવાહીની માહિતી રાત્રે 1 વાગે પ્રકાશમાં આવી જેમાં ભારતની કાર્યવાહીની માહિતી રાત્રે 1 વાગ્યાની આસપાસ પ્રકાશમાં આવી હતી. ઘણા પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે મંગળવારે મધ્યરાત્રિ પછી મુઝફ્ફરાબાદ શહેરની આસપાસના પર્વતો પાસે ઘણા મોટા વિસ્ફોટો સંભળાયા હતા. આ વિસ્ફોટો પછી શહેરમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. તેના થોડા સમય પછી, પાકિસ્તાન સેના તરફથી એક નિવેદન આવ્યું. તેમણે કહ્યું કે તેઓ ભારતની કાર્યવાહીનો જવાબ આપશે.
એવા સમયે સત્તાવાર માહિતી આવી કે ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં હુમલો કર્યો છે. તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું. કુલ 9 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો. જેની મિનિટ ટુ મિનિટ વિગતો આ મુજબ છે.
-રાત્રે 1.45 વાગ્યે – પાકિસ્તાનના ન્યૂઝના અહેવાલ મુજબ, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતે કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદમાં મિસાઇલ હુમલા કર્યા છે.
13 વાગ્યે – હુમલામાં ત્રણેય દળો, ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમાં પ્રિસિઝન એટેક વેપન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
4.32 વાગ્યે: અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ સચિવ માર્કો રુબિયોએ ભારતીય હુમલા અંગે પાકિસ્તાની NSA અને ISIના વડા લેફ્ટનન્ટ જનરલ અસીમ મલિક સાથે વાત કરી.
4.35 : ભારતીય હુમલા બાદ પાકિસ્તાન જતી ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી.
5.04 વાગ્યે – હુમલો કરાયેલા નવ સ્થળોમાંથી ચાર પાકિસ્તાનમાં અને પાંચ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં છે. પાકિસ્તાનમાં આવેલા આતંકી કેમ્પોમાં બહાવલપુર, મુરીદકે અને સિયાલકોટનો સમાવેશ થાય છે.
-5.27 વાગ્યે: અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રુબિયોએ કહ્યું કે અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમેરિકાને આશા છે કે આ ટૂંક સમયમાં સમાપ્ત થશે.
-5.45 વાગ્યે: કતાર એરવેઝે પાકિસ્તાન જતી બધી ફ્લાઇટ્સ રદ કરી.
6.00 વાગ્યે- પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું છે અને પૂંછ-રાજૌરી સેક્ટરના ભીમ્બર ગલી વિસ્તારમાં તોપમારો કર્યો છે.
6.08 વાગ્યે- ઓપરેશન સિંદૂરમાં સામેલ તમામ ભારતીય પાઇલટ્સ અને ફાઇટર જેટ સુરક્ષિત રીતે બેઝ પર પાછા ફર્યા.
14 વાગ્યે- પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું.
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના ચોક્કસ ઠેકાણા પર હુમલો કર્યો છે. એ કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો છે જ્યાંથી પહલગામ હુમલાનું કાવતરું ઘડાયું હતું. આ ઓપરેશન લગભગ મોડી રાતે 1.30 વાગ્યાની આસપાસ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
સત્તાવારી રીતે મળતી માહિતી મુજબ કુલ 9 સ્થળો પર એકસાથે ભારતીય સેનાએ હુમલો કરી આતંકવાદી કેમ્પનો ખાત્મો બોલાવ્યો છે.
સરકારે જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને કોઈ પણ રીતે ટાર્ગેટ નથી કરાઈ.
મોડી રાતે પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના અડ્ડા પર એર સ્ટ્રાઈક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે મને આ કાર્યવાહીની ખબર પડી અને મને લાગતું જ હતું કે કંઈક તો થવાનું છે. ભારત-પાકિસ્તાન વર્ષોથી લડે છે તે આપણે જાણીએ છીએ, આ લડાઈનો જલ્દીથી અંત આવે તેવું હું ઈચ્છું છું
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. ત્યારે ભારતે જવાબી કાર્યવાહીની તૈયારીઓ શરુ કરી દીધી છે. પાકિસ્તાન સાથે યુદ્ધની આશંકાને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મોકડ્રીલના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે આ અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. જે અનુસાર, ગુજરાતના 18 જિલ્લાઓમાં આવતીકાલે (7 મે, 2025) સાંજે 4થી 8 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે. જ્યારે 7:30થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ થશે.
7/5/25 સાંજે 7:30થી 8 કલાક દરમિયાન બ્લેક આઉટ
સમગ્ર મોકડ્રિલને લઈ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ‘કેન્દ્ર સરકારની સૂચનાથી ગુજરાતે આવતીકાલે યોજાનાર મોક ડ્રીલની તૈયારીઓ કરી લીધી છે. ગુજરાત સરકારે 18 જિલ્લામાં મોક ડ્રીલનું આયોજન કર્યું છે. મોક ડ્રીલ અંતર્ગત 7 મેના રોજ એટલે કે આવતીકાલે સાંજે 7:30થી 8 કલાક દરમિયાન બ્લેક આઉટ મોકડ્રીલ યોજાશે. તમામ નાગરિકો યુદ્ધની સ્થિતિ સમજી શકે એ માટે કેન્દ્રનો આ પ્રયાસ કોઈએ ડરવાની બિલકુલ જરૂર નથી.
સાયરન અને બ્લેક આઉટ બાબતે લોકોને સજાગ, ઘરો અને ઑફિસની લાઇટો બંધ કરવાની રહેશે, બ્લેક આઉટના સમયે હરવા ફરવાનું ટાળવું જોઈએ, લિફ્ટનો ઉપયોગ લોકો ન કરવો, બધી જ કામગીરી ચાલુ રહેશે પણ લાઇટનો પ્રકાશ બહાર ન જાય તેનું ધ્યાન રાખવામાં આવશે. ગાઇડલાઇન મુજબ આ મોક ડ્રીલમાં હૉસ્પિટલ સામેલ નહીં થાય પરંતુ જે ક્રોસ લાઇન કે જે તે બાબત હૉસ્પિટલને પણ કરવાનું થાય તે અંગે સૂચનાઓ આપવામાં આવી છે. આવા બ્લેક આઉટ વખતે શું કરવું અને શું ના કરવું તેની માહિતી મળે એ માટે સિવિલ ડિફેન્સ દ્વારા આ પ્રયાસ હાથ ધરાયો છે. સંપૂર્ણ માર્ગદર્શિકા સિવિલ ડિફેન્સ અને મહેસુલ વિભાગ દ્વારા બનાવાઈ છે.
ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારમાં આ સંપૂર્ણ માહિતી આપી દેવામાં આવી છે. ઔદ્યોગિક વિસ્તારોમાં સ્વિચ બંધ કરવાથી ફેક્ટરી બંધ થઈ જાય એવું નથી થતું, પરંતુ ત્યાંથી પ્રકાશ બહાર ના જાય તેની તકેદારી રાખીને અંદર કામ ચાલુ રાખવાનું હોય છે.
ગુજરાતના આ શહેરોમાં યોજાશે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ!
ગુજરાતના 18 જિલ્લાના સુરત, વડોદરા, કાકરાપાર, અમદાવાદ, કચ્છ-ભુજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંક્લેશ્વર, ઓખા, વાડિનાર, ભરૂચ, ડાંગ, મહેસાણા, નર્મદા અને નવસારી સહિતના શહેરોમાં મોક ડ્રીલ યોજાશે. અંધારું થતાં જ ઔદ્યોગિક વિસ્તારો સહિત તમામ સ્થળે બ્લેક આઉટ કરાશે.
7/5/25 યોજાનાર મોકડ્રીલને લઈ 6/5/25 મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્ત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ, DGP, DG સિવિલ ડિફેન્સ સહિતના અધિકારીઓ અને નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. 20 જિલ્લાના કલેક્ટર અને અધિકારીઓ સાથે મોક ડ્રીલ સંદર્ભે વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચર્ચા કરી હતી.
1971 પછી પ્રથમવાર યોજાઈ રહી છે મોક ડ્રીલ
ગુજરાતમાં 7/5/25 યોજાનારી મોકડ્રીલમાં 13,000 નાગરિક સંરક્ષણ વોલન્ટિયર્સ અને 44,000 હોમગાર્ડ્સ ડ્રીલમાં ભાગ લેશે. આ પ્રકારની વિશાળ ડ્રીલ 1971 પછી પ્રથમવાર યોજાઈ રહી છે. મોકડ્રીલ દરમિયાન શાળાઓ અને કૉલેજોમાં વિદ્યાર્થીઓને બચાવ અને સુરક્ષા અંગે તાલીમ આપવામાં આવશે. તેમજ કટોકટીના સમયમાં જરૂરીયાત મુજબ લોકોને કેવી રીતે સુરક્ષિત સ્થળે ખસેડવા તે પણ બતાવવામા આવશે.
નાગરિકો માટે દિશાનિર્દેશ
મોક ડ્રીલ દરમિયાન હવાઈ હુમલાની ચેતવણી આપનારા સાયરન વાગી શકે છે. એ સમજવું જરુરી છે કે, આ એક અભ્યાસ છે, તેથી ગભરાવાની જરૂર નથી. સાયરન સાંભળતાં જ શાંત રહો અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો. જ્યારે સાયરન વાગે ત્યારે તરત જ ખુલ્લા વિસ્તારમાંથી બહાર નીકળો અને સુરક્ષિત મકાન, ઘર અથવા બંકરમાં જતાં રહો. જો તમે બહાર હોવ તો નજીકના મકાનમાં પ્રવેશ કરો અને સાયરન વાગ્યાના 5 10 મિનિટની અંદર સલામત સ્થળે પહોંચવાનો અભ્યાસ કરો. જો તમારા વિસ્તારમાં બંકર ઉપલબ્ધ હોય તો ત્યાં જતા રહો. મોક ડ્રીલ દરમિયાન ‘ક્રેશ બ્લેકઆઉટ’નો અભ્યાસ કરવામાં આવશે, જેમાં બધી લાઇટો બંધ કરવામાં આવશે, જેથી દુશ્મનને નિશાન લગાવવામાં મુશ્કેલ પડે. તમારા ઘરની બારીઓ, સ્કાયલાઇટ્સ અને દરવાજા કાળા કપડા અથવા અન્ય સામગ્રીથી ઢાંકી દો, જેથી પ્રકાશ બહાર ન જાય. રસ્તા પર વાહન ચલાવતી વખતે અધિકારીઓના નિર્દેશ મુજબ લાઇટ બંધ કરો અને વાહન રોકી દો. મોક ડ્રીલમાં નાગરિકો અને વિદ્યાર્થીઓને નાગરિક સંરક્ષણ તાલીમ આપવામાં આવશે. આમાં હુમલાની સ્થિતિમાં પોતાની જાતને બચાવવાની પદ્ધતિઓ શીખવવામાં આવશે. તાલીમમાં હાજરી આપો અને કટોકટીમાં શું કરવું જોઈએ તેની માહિતી મેળવો. આમાં બંકરોમાં છુપાઈને અભ્યાસ, પ્રાથમિક સારવાર અને સ્થળાંતર યોજનાઓનો સમાવેશ થશે. મોક ડ્રીલમાં સ્થળાંતર યોજનાઓનો અભ્યાસ કરાવવામાં આવશે. જેમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવશે. વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો અને સ્થળાંતર દરમિયાન શાંત રહો. તમારા પરિવાર સાથે સ્થળાંતર યોજનાની અગાઉથી ચર્ચા કરો અને તમારા નજીકના સ્થળાંતર માર્ગ અને સલામત સ્થળનની જાણકારી મેળવી રાખો. ટીવી, રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપો. મોક ડ્રીલ દરમિયાન વહીવટીતંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ સૂચનાઓ પ્રસાર કરવામાં આવશે. અફવાઓથી દૂર રહો અને ફક્ત અધિકૃત સ્ત્રોતો પાસેથી જ માહિતી મેળવો. મોક ડ્રીલ દરમિયાન ઇમરજન્સી કીટની ઉપયોગિતા સમજાવવામાં આવશે. જેમાં પાણી, સૂકો ખોરાક, પ્રાથમિક સારવાર કીટ, ફ્લેશલાઇટ, બેટરી, મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોની કોપી, વધારાના કપડાં અને ધાબળાનો સમાવેશ થવો જોઈએ. ખાતરી કરો કે આ કીટ સરળતાથી ઉપલબ્ધ છે. સ્થાનિક વહીવટીતંત્ર, નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો અને પોલીસ સાથે સહયોગ કરો. જો તમે સિવિલ ડિફેન્સ અથવા હોમગાર્ડ સાથે જોડાયેલા છો, તો તમારી જવાબદારીઓ સમજો અને અન્ય લોકોને મદદ કરો. દરેકને સુરક્ષિત રાખવા માટે પડોશીઓ અને સમુદાય સાથે મળીને કામ કરો. બાળકોને આ મોક ડ્રીલ વિશે અગાઉથી સમજાવો. જેથી તેઓ ગભરાઈ ન જાય. તેમને સાયરન અને બ્લેકઆઉટ પ્રક્રિયા વિશે માહિતીગાર કરો. વૃદ્ધો અને ખાસ જરૂરિયાતો ધરાવતાં લોકોને મદદ કરો જેથી તેઓ સુરક્ષિત સ્થળે પહોંચી શકે. સોશિયલ મીડિયા કે અન્ય સ્ત્રોતોમાંથી આવતા અપ્રમાણિત સમાચાર પર વિશ્વાસ ન કરો. માત્ર સરકારી ચેનલો અને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.