CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 56 of 139 - CIA Live

October 13, 2020
voting.jpg
1min5140

ગુજરાતમાં 6 મહાનગરપાલિકા, 231 તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયત અને 55 નગરપાલિકામાં નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જે તે સ્થાનિક સ્વરાજ્યની મુદત પૂરી થયા બાદ વહીવટદારની નિમણૂક હાથ ધરવામાં આવશે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને 3 માસ માટે મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે આ ચૂંટણીઓ આગામી સમયમાં સ્થિતિની સમીક્ષા કરીને યોજવાની પ્રક્રિયા હાથ ધરાશે.

રાજ્ય ચૂંટણી પંચે આજે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે,’ રાજ્યની 6 મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની મુદત નવેમ્બરમાં સમાપ્ત થતી હોવાનાં કારણે ચૂંટણી યોજાવાની હતી જો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો વ્યાપ અને કોવિડ 19 મહામારીનાં કારણે પરિસ્થિતિની સમીક્ષા કરતા રાજ્ય ચૂંટણી પંચે આ ચૂંટણીઓ આગામી 3 માસ સુધી મોકૂફ રાખવાનો નિર્ણય કરીને જાહેરનામું બહાર પાડયું છે. સાથે સાથે 3 મહિના બાદ પરિસ્થિતિની સમીક્ષા કરાશે અને ત્યારબાદ ચૂંટણી અંગેનો નિર્ણય લેવામાં આવશે.

રાજ્ય ચૂંટણી પંચને આ અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મોકૂફ રાખવા માટે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ગુજરાત રાજ્ય પ્રથામિક શિક્ષકસંઘ, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત માધ્યમિક શિક્ષણક સંઘ મહામંડળ અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ, ગુજરાત આરોગ્ય કર્મચારી મહામંડળ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રીય શૈશિક મહામસંઘ, જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘ, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક’ શિક્ષક સંઘ, જિલ્લા પંચાયત પ્રમુખ પાટણ, મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ, કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ, ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ, વેલ્ફેર પાર્ટી ઓફ ઇન્ડિયા સહિતના સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને કહ્યું હતું કે, આંધ્રપ્રદેશ અને ગોવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મોકૂફ રખાઈ છે તો ગુજરાતમાં પણ મોકૂફ કરવામાં આવે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 6 મહાનરગપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં કુલ 144 વોર્ડમાંથી વોર્ડ દીઠ 4 સભ્યો લેખે 576 સભ્યોની ચૂંટણી કરવા માટે 11,581 જેટલાં મતદાન મથક ઉપર મતદાન લેવાનું થાય છે. આ 6 મહાનગરપાલિકામાં કુલ 1.11 કરોડ મતદાતાઓ નોંધાયેલા છે. એ જ રીતે 55 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ 517 વોર્ડમાંથી વોર્ડ દીઠ 4 સભ્ય લેખે 2,068 સભ્યોની ચૂંટણી કરવા માટે 4,498 જેટલા મતદાન મથક ઉપર મતદાન લેવાનું થાય છે અને ત્યાં પણ 42.79 લાખ મતદાતાઓ નોંધાયેલા છે. એ જ રીતે 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોનો સામાન્ય ચૂંટણી એક સાથે યોજાય છે. 1 મતદારે 2 મત આપવાના હોય છે જેનું મતદાન 31,345 મતદાન મથક ઉપર થાય છે. જેના ઉપર આશરે 2.50 કરોડ મતદાતાઓ નોંધાયેલા છે. 31 જિલ્લા પંચાયતમાં 980 મતદાર મંડળમાંથી 980 સભ્યોની ચૂંટણી યોજાતી હોય છે. એજ રીતે 231 તાલુકા પંચાયતોમાં 4,778 મતદાર મંડળોમાંથી 4,778 સભ્યોની ચૂંટણી કરવાની હોય છે. આમ નવેમ્બર-2020માં યોજાનાર સામાન્ય ચૂંટણીમાં કુલ 6419 વોર્ડ માંથી 8402 સભ્યો માટે 47,400 મતદાન મથકો ઉપર મતદાન લેવાનું થતું હોય છે. જે માટે 4.04 કરોડ મતદાતાઓએ મતદાન કરવાનું હોયછે.

ચૂંટણી પંચનું એવું માનવું છે કે, તાજેતરમાં જે રીતે કોરોના મહામારી ચાલી રહી છે અને માર્ચ, 2020 પછી ગુજરાતમાં કોરોના કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. જો નવેમ્બર માસમાં ચૂંટણી યોજાય તો રાજકીય પક્ષો દ્વારા રેલી સહિત સભાનું આયોજન થાય, જેને લઇને મોટા પ્રમાણમાં લોકો’ એકઠા થાય. આમ, કોરોનાની આવી પરિસ્થિતિમાં મોટી મેદની એકત્રિત થાય તો કોરોના સંક્રમિતના કેસોમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને હાલ પૂરતું રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 3 માસ માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

October 12, 2020
mumbai.jpeg
1min4810

મુંબઇમાં ઇલેક્ટ્રીસિટી સપ્લાયનો ઇજારો ધરાવતી કંપની, બેસ્ટ ઇલેક્ટ્રિસિટીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે, ટાટા ઇનકમિંગની વીજળી સપ્લાઈ અવરોધાવાને કારણે વીજળી શહેરને નથી મળી રહી

ગ્રીડ ફેલ થવાને કારણે મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં સપ્તાહના પ્રથમ દિવસ સોમવાર, તા.12મી ઓક્ટોબરે સવારથી જ ઇલેક્ટ્રીસિટી સપ્લાય ઠપ થઈ ગયો છે. એરપોર્ટ પર ફ્લાઇટ શિડ્યુલ નોર્મલ છે પરંતુ, ટ્રેન વ્યવહારને ખાસ્સી અસર પહોંચી છે.

mumbai power cut no electricity across mumbai due to grid failure adani power latest news updates

સમગ્ર મુંબઈમાં પ્રત્યેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ જતા ભારે અફરાતફરી મચી ગઇ છે. મુંબઇ ઉપરાંત થાણેમાં પણ પાવર કટનો મેજર પ્રોબ્લેમ ઉપસ્થિત થયો છે. ક્યાં સુધીમાં વીજળી આવશે તેના વિશે હાલમાં કંઈ ચોક્કસ કહેવામાં નથી આવી રહ્યું. આ મામલે બેસ્ટ ઇલેક્ટ્રિસિટીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે, ટાટા ઇનકમિંગની વીજળી સપ્લાઈ અવરોધાવાને કારણે વીજળી શહેરને નથી મળી રહી.

ઇલેક્ટ્રીસિટી સપ્લાય ખોરવાય જવાને કારણે મહારાષ્ટ્રના ત્રણ જિલ્લા મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થઇ ચૂક્યું છે. કચેરીઓમાં કામકાજ થંભી ગયા છે.

અચાનક વીજળી જવાથી મુંબઈમાં અફરાતફરીની સ્થિતિ ઉભી થઈ છે. જાણકારી અનુસાર મુંબઈના ટ્રાફિક સિગ્નલ કામ નથી કરી રહ્યા. લોકલ રેલ્વે સેવાના તમામ સિગ્નલ પણ બંધ પડ્યા છે. જે ટ્રેન જ્યાં હતી ત્યાં જ ઉભી છે. પ્રવાસીઓને યોગ્ય જાણકારી ન મળવાને કારણે પરેશાન થઈ રહ્યા છે. પાવર બેકઅપ વગરની હોસ્પિટલમાં પણ સ્થિતિ ચિંતાજનક થઈ ગઈ છે.

ઠાણે નજીક કલવાથી પડધે સુધી પાવર સપ્લાઈમાં થયેલ મલ્ટિપલ ટ્રીપિંગને કારણે મુંબઈ મેટ્રોપોલિટન રીઝનમાં વીજળી નથી. 380 મેગાવોટ પાવર અવરોધાઈ છે. વીજળી પૂરી રીતે આવતા હજુ બેથી અઢી કલાક સુધીનો સમય લાગી શકે છે.

October 12, 2020
gujrat-012.jpg
1min4710

ગુજરાત રાજ્યમાં કુલ ૭૭ જાહેર સાહસો છે, જે પૈકી ૧૧ જાહેર સાહસો માત્ર ઉર્જાક્ષેત્રમાં કાર્યરત છે. જયારે બાકીના જાહેર સાહસો અન્ય ક્ષેત્રમાં પ્રવૃતમય છે.

કેગના રિપોર્ટમાં જાહેર થયુ છેકે, ૧૫ જાહેર સાહસોએ રૂ.૨૫૬૯.૮૪ કરોડની ખોટ કરી છે, જયારે ૪૪ જાહેર સાહસોએ ૨૪૮૭.૨૮ કરોડનો નફો કર્યો છે.

ગુજરાતમાં કાર્યરત ૭૭ જાહેર સાહસોમાં રૂ.૧૪૨૮૮૦.૭૯ કરોડનુુ રોકાણ છે. આ જાહેર સાહસાનીે અંદાજીત સહાય રૂ.૮૧૫૦,૭૯ કરોડ અને રૂ.૯૯૫૩.૮૩ કરોડ હતી.

કેગના રિપોર્ટમાં ટિપ્પણી થઇ છેકે, આ કુલ જાહેર સાહસો પૈકી ૧૫ જાહેર ઉપક્રમોએ રૂ.૨૫૬૯.૬૪ કરોડની ખોટ કરી હતી જયારે ૧૫ જાહેર સાહસો રૂ.૨૫૬૯.૮૪ કરોડની ખોટમાં રહ્યાં હતાં. કાર્યરત ૬૧ જાહેર ઉપક્રમો પૈકી ૩૯ જાહેર ઉપક્રમોએ તો પાછલા નાણાંકીય હિસાબો રજૂ કર્યા ન હતાં. આ જાહેર ઉપક્રમોના એકથી માંડીના ચાર વર્ષ સુધીના નાણાંકીય હિસાબો બાકી રહ્યાં હતાં.

કેગના અહેવાલમાં એવી ય નોંધ કરાઇ હતી કે, ૫૭ જાહેર ઉપક્રમોમાંથી ૪૭ ઉપક્રમોએ ઓડિટ કરેલા હિસાબો રજૂ કર્યા હતાં. બાકીના ૨૧ ઉપક્રમોએ હિસાબી ધોરણોનુુંય પાલન કર્યુ નહોતું. આમ, ગુજરાતના જાહેરસાહસોની ય આર્થિક સ્થિતિ ડામાડોળ બની રહી છે.

October 12, 2020
trains.jpg
1min4620

રેલવેએ તેની સુપરફાસ્ટ ટ્રેનોને એપગ્રેડ કરતાં 130 કિમી પ્રતિ કલાક કે તેનાથી વધુ ઝડપે જતી ટ્રેનોમાં સ્લીપર કોચ નહીં રાખવાનો નિર્ણય લીધો છે. આ સુપરફાસ્ટ ટ્રેનોમાં હવે માત્ર એસી કોચ લાગશે. આ કોચ ઇકોનોમિકલ અને વધારે અનુકૂળ કોચ હશે. 

રવિવારે આ અંગેની જાહેરાત કરતા રેલવે વિભાગે જણાવ્યુ કે આ નિર્ણય માત્ર સુપરફાસ્ટ ટ્રેનો માટે લેવામાં આવ્યો છે અને 110 કિમી પ્રતિ કલાકની ઝડપે જતી તમામ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં સ્લીપર કોચ રહેશે. 

રેલવેનું કહેવુ છે કે જ્યાં પણ ટ્રેનોની ઝડપ 130 કિમી પ્રતિ કલાકથી વધુ છે ત્યાં એસી કોચ ટેકનીક જરુરી નીવડે છે. રેલવે એના નેટવર્કને હાઇ સ્પીડમાં અપગ્રેડ કરવાના મોટા પ્રોજક્ટ પર કાર્યરત છે. સ્વર્ણિમ ચતુર્ભુજ એને કર્ણ રેખા પર ટ્રેકને 130 કિમીથી 160 કિમી પ્રતિ કલાકની ઝડપ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. 

વર્તમાન મેલ અને એક્સપ્રેસ ટ્રેનો જેવી કે શતાબ્દી, દુરંતો જેવી ટ્રેનો 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે, આ ટ્રેનોનો રૈક 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા સક્ષમ છે. 

નવા કોચને કપૂરથલા સ્થિત રેલવે કોચ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં 72ની જગ્યાએ હવે 83 સીટો હશે. 

October 11, 2020
govt_jobs.jpg
1min5290

 દેશના ર3 રાજયો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો (યૂટી) માં સરકારી નોકરીઓમાં ભરતી માટે ઈન્ટરવ્યૂ પ્રથા બંધ કરી દેવાઈ છે. સરકારી નોકરીમાં પસંદગીનો આધાર લેખિત પરીક્ષાને બનાવવામાં આવ્યો છે. કાર્મિક બાબતોના કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે શનિવારે કહ્યું ર016 બાદથી કેન્દ્ર સરકારમાં ગ્રુપ-બી (નોન ગેઝેટેડ) તથા ગ્રુપ-સી પદો માટે ઈન્ટરવ્યૂ બંધ કરી દેવામાં આવ્યા છે.

વર્ષ 2015 સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી નોકરીઓમાં ઈન્ટરવ્યૂ પ્રથા બંધ કરવા સૂચન કરી લેખિત પરીક્ષાને આધારે પસંદગી કરવા પર ભાર મૂકયો હતો. જેને ધ્યાને લઈ પર્સોનેલ અને ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટે વ્યાપક કવાયત હાથ ધરી ત્રણ મહિનામાં 1 જાન્યુઆરી, 2016 થી કેન્દ્ર સરકારમાં ભરતી માટે ઈન્ટરવ્યૂ પ્રથાને બંધ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હતી.

જીતેન્દ્રસિંહે ઉમેર્યુ કે આ મામલે મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજયો નિયમને લાગુ કરવા તત્પર હતા તો કેટલાક રાજયો ઈચ્છુક ન હતા.રાજય સરકારો સાથે સમજાવટ અને વારંવાર રિમાઈન્ડરને પગલે જમ્મુ કાશ્મીર અને લદાખ સહિત ભારતના તમામ કેન્દ્ર શાસિત પ્રદેશો અને દેશના ર8માંથી ર3 રાજયોમાં સરકારી ભરતીમાં ઈન્ટરવ્યૂ પ્રજા બંધ કરાઈ છે. ભરતીમાં લેખિત પરીક્ષાને આધાર બનાવવાથી દરેક ઉમેદવારને સમાન તકો ઉપલબ્ધ થાય છે. પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા વધતાં સરકારી તિજોરીને આર્થિક લાભ થયાનું અનેક રાજયોએ કહ્યું છે.

October 11, 2020
coronatest.jpeg
1min5530

ભારત અને ઈઝરાયેલે સાથે મળીને કોરોના વાયરસનો ક્ષણભરમાં ટેસ્ટ કરી શકાય તે માટે ગેમચેન્જર ટેકનોલોજી વિકસિત કરવાની નજીક પહોંચ્યા છે. આ ટેક્નોલોજી હેઠળ માત્ર એક ફૂંક મારીને વ્યક્તિ પોતે કોરોના પોઝિટિવ છે કે કેમ તે જાણી શકશે. આ રેપિડ ટેસ્ટિંગ રિસર્ચ હવે ફાઈનલ સ્ટેજમાં છે અને કેટલાક દિવસોમાં આ ટેકનોલોજી સંપૂર્ણ રીતે વિકસિત થઈ જશે. આ ટેકનોલોજીથી એક મિનિટથી ઓછા સમયમાં ટેસ્ટના રિઝલ્ટ સામે આવી જશે. ભારતમાં ઈઝરાયેલના રાજદૂત રોન માલ્કોએ જણાવ્યું કે આવનારા સમયમાં ભારત અને ઈઝરાયેલની વચ્ચે તાલમેલ માટે હેલ્થકેર એક મહત્વનું ક્ષેત્ર સાબિત થઈ શકે છે.

ભારત અને ઈઝરાયેલની તરફથી એક સાથે મળીને તૈયાર કરાયેલી આ રેપિડ ટેસ્ટ ટેકનોલોજી ફક્ત એક મિનિટમાં જણાવી દેશે કે વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે કે નહીં. આ માટે ટેસ્ટ કરાવનાર વ્યક્તિએ એક ટ્યૂબમાં મોંથી બસ હવા મારવાની જરુરત રહેશે. ભારતમાં ઈઝરાયેલના રાજદૂત રોન માલ્કોએ કહ્યું કે આનાથી 30 થી 50 સેકન્ડમાં પરિણામ ઉપલબ્ધ થઈ જશે. માલ્કોએ કહ્યું કે આના પર ખર્ચ પણ ખૂબ ઓછો આવશે, કારણ કે રિઝલ્ટ માટે સેમ્પલને લેબમાં મોકલવાની જરુરત રહેશે નહીં. ત્યાં જ ક્ષણભરમાં કોરોના ટેસ્ટના રિઝલ્ટ આવી જશે.

October 9, 2020
corona_testing1.jpg
1min4670

રાજ્યમાં યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને કોવિડ-૧૯ માટેનો રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે મંજૂરી આપવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ માટે જે-તે જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને મંજૂરી આપવા માટે અધિકૃત કરાયા છે, એન્ટિબોડી ટેસ્ટ દર્દી લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવે તો રૂપિયા ૪૫૦ અને દર્દીના ઘરે કે હોસ્પિટલમા જઈ સેમ્પલ કલેકટ કરે તો રૂપિયા ૫૫૦નો ખર્ચ થશે.

રાજ્યના આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયા મુજબ, રાજ્યમાં હાલના તબક્કે વિવિધ લેબોરેટરીઓને આરટી-પીસીઆર ટેસ્ટ માટે રાજ્યકક્ષાએથી માન્યતા આપવામાં આવેલી છે. વિવિધ ખાનગી લેબોરેટરીઓ તરફથી રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે રાજ્ય સરકાર પાસે મંજૂરી માગવામાં આવી હતી, જે અન્વયે રાજ્યમાં વિવિધ શરતોને આધીન યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને કોવિડ-૧૯ માટેનો રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આમાં જે-તે લેબોરેટરીમાં એમ.ડી. પેથોલોજિસ્ટ કે એમ. ડી. માઈક્રોબાયોલોજિસ્ટ ફરજિયાત ઉપલબ્ધ હોવા જોઈએ, જે-તે લેબોરેટરી પાસે જરૂરી માનવસંસાધન તેમજ સાધનો પણ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ હોવાં જોઈએ, લેબોરેટરીએ રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે જે-તે જિલ્લા/કોર્પોરેશનના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કે આરોગ્ય અધિકારી, મહાનગરપાલિકા પાસે મંજૂરી મેળવવાની રહેશે. મંજૂરી મેળવ્યા બાદ જ જે-તે લેબોરેટરી રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરી શકશે.

October 8, 2020
government_gujarat_gandhinagar.jpg
1min4930

ગુજરાતમાં મગફળી ઉપરાંત ડાંગર, મકાઈ, બાજરી, મગ, અડદ અને સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી થશે. કૃષિ મંત્રી આર.સી. ફળદુએ આ અંગે જાહેરાત કરી હતી.

ફળદુએ  જણાવ્યું હતું કે મગફળીની 13,66,000 મેટ્રિક ટન ખરીદવા માટે દરખાસ્ત કરાઈ હતી. મગફળીની ખરીદી રૂ. 1055માં થશે. ડાંગરની ટેકાના ભાવે ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂ. 1868/-ના ભાવે, મકાઇ રૂ.1850/-ના ભાવે, બાજરી રૂ.2150/-ના ભાવે, મગ રૂ. 7196/-ના ભાવે, અડદ રૂ.6000/- અને સોયાબીનની રૂ. 3880/- પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવામાં આવશે.

આગામી દિવસોમાં આ ખરીદી માટે નાફેડના સંકલનમાં રહીને ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ ઘડી કાઢીને ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે. તેમણે ઉમેર્યું કે, વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એ માટે રૂ. 3700/- કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે અને સહાય ચૂકવવાનું શરૂ કરી દેવાયું છે. અન્ન નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ કહ્યું કે, રાજ્યમાં ડાંગર માટે 92, મકાઈ માટે 61, બાજરી માટે 57, મગ માટે 71, અડદ માટે 80 અને સોયાબીન માટે 60 કેન્દ્ર કાર્યરત કરીને ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે.

રાદડિયાએ ઉમેર્યું કે ડાંગર, મકાઇ અને બાજરી માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તારીખ 1લી ઓક્ટોબર 2020થી શરૂ કરી દેવામાં આવી છે. 29મી ઓક્ટોબર-2020 સુધી ચાલશે. ખરીદી 16મી ઓક્ટોબરથી 31મી ડિસેમ્બર સુધી ચાલશે જ્યારે મગ, અડદ અને સોયાબીન માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તા. 12મીથી શરૂ થશે. ખરીદી 2જી નવેમ્બરથી 30 જાન્યુઆરી – 2021 સુધી ચાલશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.80 લાખ જેટલા ખેડૂતોએ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવી દીધું છે.

October 7, 2020
gujarat_map-1280x1023.png
1min4240

ગુજરાત રાજ્યમાં આવેલા 2700 જેટલા ગામડાઓની પંચાયત કચેરીઓમાં હવેથી સોગંદનામું, દાખલા અને સર્ટિફિકેટ જેવી વિવિધ ૨૨ જેટલી સેવાઓ ઉપલબ્ધ બનશે. ગુજરાત સરકાર આવતીકાલ તા.૮મી ઓક્ટોબરથી 2700 ગ્રામ પંચાયતોમાં આ સેવાઓનો આરંભ કરાવી રહી છે. રાજ્યના ગામડાઓને ઓપ્ટીક ફાઇબર કેબલથી કનેક્ટ કરી દેવાયા હોઇ, હવે આ ગામડાઓમાં ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ બનાવી શકાશે.

પ્રાથમિક તબક્કે ડિજિટલ સેવાસેતુમાં આવરી લઇ બે હજાર ગ્રામ પંચાયતમાં આ સેવાઓ શરૂ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ સેવાનો ૮ ઓક્ટોબરે શુભારંભ કરાવશે. ગ્રામીણ નાગરિકોને રોજ-બરોજની સેવાઓ કે સર્ટિફિકેટ, દાખલાઓ માટે તાલુકા-જિલ્લામથકે ધક્કા ન ખાવા પડે, સમય અને આવવા-જવાના વાહન ભાડાના ખર્ચનો બચાવ થશે.

સરકારે લીધેલા નિર્ણયથી ગ્રામ પંચાયતના સેવા કેન્દ્ર-ગ્રામ પંચાયત કચેરીએથી જ હવે, રેશનકાર્ડની સેવાઓમાં નામ દાખલ કરવું, નામ કઢાવવું કે સુધારો કરવો અથવા ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવું જેવી સેવાઓ, આવકનો દાખલો, સિનિયર સિટિઝનનો દાખલો, ક્રિમિલીયર સિર્ટિફિકેટ, જાતિના પ્રમાણપત્રો જેવી સેવાઓ ડિજિટલ સેવા સેતુ માધ્યમથી માત્ર ૨૦ રૂપિયાની નજીવી ફીથી મળશે.

મુખ્યમંત્રીએ આ ડિજિટલ સેવાસેતુનો વ્યાપ વધુ વિસ્તરે તેમજ ગ્રામીણ નાગરિકો લોકોને આવા દાખલાઓ માટે કરવાની થતી એફિડેવિટ-સોગંદનામા માટે તાલુકા કક્ષાએ કે નગરમાં જિલ્લામાં નોટરી પાસે જવું જ ન પડે તેવો પણ ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. ઓથ એક્ટ ૧૯૬૯ની કલમ-૩ની જોગવાઇઓ મુજબ કરવાના સોગંદનામા એફિડેવિટ કરવા માટે ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને સત્તાઓ આપવામાં આવશે.

October 4, 2020
guj.jpg
1min4480

ગુજરાત હાઇ કોર્ટના ચુકાદા અને ઓર્ડરની કોપી હવે ગુજરાતી ભાષામાં પણ હાઇ કોર્ટની વેબસાઈટ પર મૂકવામાં આવશે. ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને આર્ટિફિસરી ઇન્ટેલિજન્સ કમિટીએ લોકોની સરળતા અને લાભ માટે હાઇ કોર્ટના ચુકાદા અને ઓર્ડરને ગુજરાતી ભાષામાં હાઇ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવા દિશાનિર્દેશ આપ્યા છે.

ગાંધીજ્યંતીના દિવસે આ સુવિધા શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. વેબસાઈટ પર ઓફિશિયલ અંગ્રેજી ભાષામાં ચુકાદા અને ઓર્ડર મૂકવામાં આવશે. હાઇ કોર્ટની વેબસાઈટ પર ગુજરાતી ભાષામાં ઓર્ડર અને ચુકાદા જોવા મળશે.

ગુજરાતીમાં ભાષાંતરિત કરેલા ચુકાદા અને આર્ડર માત્ર લોકોની સમજ પૂરતા રહેશે, જ્યારે હાઈ કોર્ટના દરેક ચુકાદા અને ઓર્ડર અંગ્રેજી ભાષામાં જ અધિકારીક રીતે માન્ય રહેશે.