CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 34 of 139 - CIA Live

June 6, 2021
delhi-unlock.jpg
1min420
Delhi LOCKDOWN News: Arvind Kejriwal says PARTIAL UNLOCK to begin from THIS  date; Check what's being relaxed | Zee Business

મુખ્ય પ્રધાન કેજરીવાલે કહ્યું કે મેટ્રો સર્વિસ ૫૦ ટકા ક્ષમતા સાથે દોડાવાશે, ઑડ અને ઇવનના આધારે બજારો અને મૉલ્સ શરૂ કરાશે , ઓફિસોમાં ૫૦ ટકા સ્ટાફને મંજૂરી

દેશની રાજધાની દિલ્હીમાં બજારો ફરી ખૂલશે તેમ જ અમુક શરતોને આધીન મેટ્રો સર્વિસીસ પણ આવતી કાલથી ફરીથી શરૂ કરવામાં આવશે, એવી જાહેરાત દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગઈ કાલે કરી હતી. પત્રકારોને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે ‘અન્ય પ્રવૃત્તિઓમાં હળવી છુટછાટ સાથે લૉકડાઉન ચાલુ રહેશે, જેમ કે બજારની દુકાનો અને મૉલ ઑડ-ઇવનના આધારે ચાલુ રખાશે. દુકાનો સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી ચાલુ રહેશે,

જ્યારે કે ઑફિસને ૫૦ ટકા કર્મચારીઓ સાથે ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવશે. 
સરકારી ઑફિસોમાં ગ્રુપ ‘એ’ના સ્ટાફને ૧૦૦ ટકા હાજરી સાથે જ્યારે કે ગ્રુપ ‘બી’ના કર્મચારીઓને ૫૦ ટકા હાજરી સાથે કામ કરવાની પરવાનગી આપવનામાં આવશે. દિલ્હી મેટ્રો પણ ૫૦ ટકા ક્ષમતાએ દોડાવાશે. 
દવાઓની માગણી પર દેખરેખ રાખવા માટે ડૉક્ટર્સ અને નિષ્ણાતોની ટુકડીનું ગઠન કરવામાં આવ્યું છે. 

June 5, 2021
vaccine-1.jpg
1min416

ઑલ ઈન્ડિયા ઈનસ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)એ તાજેતરમાં કરેલા એક સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષના એપ્રિલ-મે મહિનામાં વૅક્સિન લીધા બાદ કોરોના સંક્રમિત થયેલા વ્યક્તિઓનું મૃત્યુ નથી થયું. એટલે કે, વૅક્સિનનો બીજો ડોઝ લીધો હોય તેવા વ્યક્તિઓ કોરોના સંક્રમિત થાય છે પણ મૃત્યુ નથી પામતા.

આ અભ્યાસ અનુસાર, દિલ્હીના કોરોના સંક્રમિત દર્દીઓમાં જીનોમ સિક્વન્સીંગ, ઓવરલેપિંગ અને મિરરિંગ પદ્ધતિની મદદથી વેક્સિનના બ્રેકથ્રૂ ઈન્ફેક્શનની તપાસ કરવામાં આવી હતી, જેમાં B.1.617.2, B.1.1.7 વેરિયન્ટ મોટાભાગના કેસમાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રસીના બન્ને ડોઝ લીધા પછી જો કોઈ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય તો તેને બ્રેક થ્રૂ ઈન્ફેક્શન કહેવામાં આવે છે.

બ્રેકથ્રૂ ઈન્ફેક્શનના ઘણાં કેસ નોંધાયા હતા, પરંતુ આ દર્દીઓના લક્ષણો સાધારણ હતા. બીમારીની સારવાર દરમિયાન પણ દર્દીની સ્થિતિ ખરાબ નથી થતી અને પાછલા તારણોની સરખામણી વર્તમાન અભ્યાસ સાથે કરવામાં આવે તો રસી લીધેલા કોરોના સંક્રમિત દર્દીઓમાં મૃત્યુદર પણ શૂન્ય જોવા મળ્યો હતો. એઈમ્સ દ્વારા કુલ 63 બ્રેકથ્રૂ ઈન્ફેક્શનના કેસનો જીનો સિક્વન્સિંગની મદદથી અભ્યાસ કરવામાં આવ્યો. તેમાંથી 36 દર્દીઓ રસીનો ડોઝ લઈ ચુક્યા હતા જ્યારે 27થી ઓછા દર્દીઓએ એક જ ડોઝ લીધો હતો. 10 દર્દીઓએ કોવી-શીલ્ડ લીધી હતી જ્યારે 53 દર્દીઓએ કોવેક્સિન લીધી હતી. આમાંથી એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું.

AIIMSએ કરેલ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિને રસી લીધા બાદ કોરોનાનું સંક્રમણ થાય તો તેને સફળ સંક્રમણ માનવામાં આવે છે. ઈન્ડિયા ટૂડેના સમાચાર પ્રમાણે, AIIMSના અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, અધિક સંક્રમણના ફેલાવા છતાં વૅક્સિન લેનાર વ્યક્તિમાંથી કોઈપણનું બીમારીથી મૃત્યુ થયું નથી. ૬૩ ટકા સફળ સંક્રમણમમાંથી ૩૬ દર્દીઓને બંન્ને ડૉઝ આપવામાં આવ્યા છે. જ્યારે ૨૭ લોકોને વૅક્સિનનો એક ડોઝ આપવામાં આવ્યો હતો. ૧૦ દર્દીઓને કોવિશીલ્ડનો ડોઝ લીધો હતો જ્યારે ૫૩ લોકોને કોવૅક્સિન આપવામાં આવી હતી.

June 5, 2021
petrol-diesel-1.jpg
1min632

દેશના 13પ જિલ્લામાં પેટ્રોલનો ભાવ લિટરના રૂ.100ને કૂદાવી ગયો છે. ડીઝલના ભાવ પણ સદી નોંધાવવાની મક્કમ ગતિએ આગળ વધી રહ્યા છે.

ચાલુ કેલેન્ડર વર્ષમાં ઇંધણના ભાવોમાં 42 વખત વધારો થયો અને 4 વખત ઘટાડો થયો

સાભાર બિઝનેસ ટુડે

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નાગરિકોને દઝાડી રહ્યા છે. પ રાજ્યની ચૂંટણી વખતે ડામ દેવાનું મોકૂફ રખાયું હતું અને હવે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો દૌર શરૂ થયો છે. વધુ એક વધારા સાથે અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે.’

બે દિવસના વિરામ બાદ 4 જૂને પેટ્રોલમાં લિટરે ર6-ર7 પૈસા અને ડિઝલમાં ર6 થી 30 પૈસાનો વધારો કરાયો છે. દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલ રૂ.94.76 પ્રતિ લિટર, મુંબઈમાં 100.98, કોલકત્તામાં 94.76, ચેન્નાઈમાં 96.ર3ના ભાવે વેંચાયું હતું. કોલકત્તામાં ડિઝલનો ભાવ રૂ.88.પ1 અને ચેન્નાઈમાં રૂ.90.38ને આંબી ગયો હતો.

કટકે કટકે અપાઈ રહેલો ભાવ વધારાનો ડામ અસહ્ય બની ગયો છે. વર્ષ ર0ર1માં અત્યાર સુધીમાં પેટ્રોલમાં લિટરે રૂ.11.0પ વધી ચૂકયા છે. 1 જાન્યુઆરીએ પેટ્રોલનો ભાવ 83.71 હતો જે આજે 94.76 થયો છે. તે જ રીતે ચાલુ વર્ષ ડિઝલ લિટરે રૂ.11.79 મોંઘુ થઈ ચૂકયુ છે. 1 જાન્યુઆરીએ દિલ્હીમાં ડિઝલનો ભાવ 73.87 હતો જે આજે 8પ.66 છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં દેશમાં સૌથી મોંઘુ રૂ.10પ.80 ના ભાવે પેટ્રોલ વેંચાઈ રહ્યું છે. જે રીતે ભાવ વધી રહ્યા છે તે જોતા ડિઝલ પણ ટૂંક સમયમાં 100ની સપાટીએ પહોંચી જાય તેવી સંભાવના છે. મુંબઈમાં પેટ્રોલ 101 ની નજીક અને ડિઝલ 93ની નજીકના ભાવે વેંચાઈ રહ્યું છે.’

June 4, 2021
juhi.jpg
1min454

બોલીવુડ અભિનેત્રી જૂહી ચાવલાને મોટો ફટકો પડ્યો છે. જૂહી ચાવલાએ 5G મામલે દિલ્હી હાઈકોર્ટેમાં અરજી કરી હતી. 5G નેટવર્કથી રેડિયેશનથી થનારા નુકસાનને લઈને જૂહી ચાવલાની આ અરજી પર સુનાવણી પણ થઈ હતી. જોકે, હવે કોર્ટે આ મામલે અભિનેત્રીનો જ ઉધડો લીધો છે. એટલું જ નહીં કોર્ટે તેના પર 20 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

શુક્રવારે તા.4 જુન 2021ના રોજ કોર્ટે કહ્યું હતું કે અભિનેત્રીએ કોર્ટની કાર્યવાહીનો દુરઉપયોગ કર્યો છે તેથી તેના પર દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે જૂહી ચાવલાનો ઉધડો લેતા કહ્યું હતું કે, એવું લાગી રહ્યું છે કે આ પબ્લિસિટી મેળવવા માટે કરવામાં આવ્યું છે કેમ અરજીકર્તાને પોતાને જ ખબર નથી કે તેમની અરજી તથ્યો પર આધારીત નથી પરંતુ સંપૂર્ણ રીતે કાયદાકિય સલાહ પર આધારીત હતી. આ દંડ તેના પર પબ્લિસિટી માટે કોર્ટના સમયનો દુરઉપયોગ માટે લગાવવામાં આવ્યો છે.

જૂહી ચાવલાની અરજી ફગાવી દેતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, પબ્લિસિટી માટે અરજી કરવામાં આવી છે અને કોર્ટની વિડીયો લિંક શેર કરી છે. આ સાથે જ કોર્ટે તે પણ કહ્યું છે કે અરજીકર્તાએ કોર્ટની સમગ્ર ફી પણ જમા નથી કરાવી જે દોઢ લાખથી ઉપર છે. જૂહી ચાવલાને એક સપ્તાહની અંદર આ રકમ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

કોર્ટે કહ્યું છે કે અરજી કાયદાકિય સલાહ પર આધારિત હતી જેમાં કોઈ તથ્ય નથી. અરજીકર્તાને પોતાને ખબર ન હતી કે તથ્યોને લઈને અરજી દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર રીતે કાયદાકિય સલાહ પર આધારીત હતી જે પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવી હતી.

June 4, 2021
Free-vaccinee-1280x720.jpg
1min518

ગુજરાતનાં 33 જિલ્લામાં 1200 કેન્દ્રો ઉપર 18થી 44 વયજૂથના લોકોને વેક્સિન અપાશે: દરરોજ સવા બે લાખનાં રસીકરણનું લક્ષ્ય

ગુજરાતમાં 4/6/21થી રાજ્યના તમામ જિલ્લામાં 18થી 44ની વય જૂથના લોકોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરી દેવામાં આવશે. કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ગુજરાતમાં રસીકરણને વેગવંતુ બનાવવા દરરોજ સવા બે લાખ ડોઝ આપવાનો નિર્ણય મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા લેવામાં આવ્યો છે.

મુખ્યપ્રધાનના જણાવ્યા અનુસાર, ગુજરાત સરકારે જે ત્રણ કરોડ ડોઝની વ્યવસ્થા કરી હતી તે અંતર્ગત રાજ્યના તમામ 33 જિલ્લાના 1200 કેન્દ્રો પર રસીકરણ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ફક્ત 10 જિલ્લામાં જ 18 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવતી હતી.’

ગુજરાત સરકારના અંદાજ મુજબ રાજ્યમાં 18થી 45 વર્ષની વયજૂથના 3.25 કરોડ નાગરિકો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 1 મે થી 18 વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 76 લાખ 39 હજાર 673 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 1 કરોડ 34 લાખને 9 હજાર 392ને પહેલો ડોઝ જ્યારે 42 લાખ 30 હજાર 281ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ વસતિ 6 કરોડ 94 લાખ વસતિમાંથી માત્ર 6 ટકાનું સંપૂર્ણ વેક્સિનેશન થયું છે. જ્યારે 25 ટકા વસતિને એક ડોઝ આપી દેવાયો છે.’ હર્ડ ઈમ્યૂનિટી માટે 70 ટકા વસતિને બન્ને ડોઝ લાગી જવા જરૂરી છે. જો દરરોજ 2 લાખ લોકોને વેક્સિન આપવામાં આવે તો અડધી વસતિ એટલે કે 3 કરોડ 50 લાખને વેક્સિન આપવામાં પણ હજુ ત્રણ મહિના લાગી જાય તેમ છે. આમાં પણ 75 ટકા જેટલા લોકોને માત્ર પહેલો ડોઝ જ મળ્યો હશે.

ગુજરાત સરકારના અંદાજ મુજબ રાજ્યમાં 18થી 45 વર્ષની વયજૂથના 3.25 કરોડ નાગરિકો છે. ગુજરાત સરકાર દરેક નાગરિકને રસી લેવા માટે કહે છે, પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાનના જણાવ્યા અનુસાર 70 ટકા વસ્તી રસી લે તો હર્ડ ઇમ્યુનિટી આવે અને કોરોના કાબૂમાં આવી શકે છે. જો કે આ વયજૂથના લોકો રાજિંદી જીવનશૈલીમાં સૌથી વધુ સક્રિય હોવાથી તેઓમાં 85 ટકા જેટલાં લોકો ઓછામાં ઓછા રસી લઇ લે તે અપેક્ષિત રહેશે.

June 3, 2021
model-tenancy-act.jpg
1min424

કેન્દ્રના કેબિનેટે મૉડલ ટેનન્સી ઍક્ટને બુધવારે મંજૂરી આપી હતી.દેશભરમાંના ભાડાંનાં ઘરને લગતા કાયેદસર માળખામાં સુધારા કરવાની આ કાયદામાં જોગવાઇ છે.

સરકારે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે મૉડલ ટેનન્સી ઍક્ટ આ ક્ષેત્રે ખાનગી ભાગીદારીમાં વધારો કરે અને દેશમાં રહેઠાણની તંગી દૂર કરવામાં સહાયરૂપ થવાની આશા રખાય છે.

નિવેદનમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રના કેબિનેટની બેઠકમાં પસાર કરાયેલા મૉડલ ટેનન્સી ઍક્ટને બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને હાલના સંબંધિત કાયદામાં જરૂરી સુધારા-વધારા કરવા માટે મોકલવામાં આવ્યો છે.

નિવેદનમાં જણાવ્યું હતું કે મૉડલ ટેનન્સી ઍક્ટ ભાડાંનાં ઘરની સંખ્યામાં વધારો કરશે અને બેઘર લોકો સહિતના આવકના દરેક ગ્રૂપના લોકોની રહેઠાણની સમસ્યા ઉકેલવામાં સહાયરૂપ થશે.

ખાલી ઘરો ભાડેથી આપવાનો માર્ગ મૉડલ ટેનન્સી ઍક્ટના અમલથી સરળ બને એવી આશા રખાય છે. 

June 3, 2021
rain_forecast.png
1min561

કેરળમાં ગુરુવારથી ચોમાસુ શરૂ થવાના સંયોગો સર્જાયા હોવાની આગાહી હવામાન વિભાગે બુધવારે કરી હતી.

એમણે વધુમાં જણાવ્યું હતું કે ઉપગ્રહે મોકલાવેલી તસવીરો પ્રમાણે કેરળ પર વરસાદના વાદળો વધ્યા છે અને અરબી સમુદ્ર પર પશ્ર્ચિમી હવાનું દબાણ વધ્યુ છે. ગુરુવારે કેરળમાં વરસાદની ઋતુ શરૂ થવા માટે જોઇતા હવામાનમાં સુધારો થશે. આ કારણસર કેરળમાં ગુરુવારથી ચોમાસુ શરૂ થશે.કેરળમાં સામાન્ય રીતે ૧લી જૂનથી ચોમાસુ શરૂ થતું હોય છે. અગાઉ હવામાન વિભાગે ૩૧મી મેના દિવસે કેરળમાં ચોમાસાની શરૂઆતની આગાહી કરી હતી. જોકે, એમાં ચાર દિવસ આગળપાછળ થવાની શક્યતા હોય છે, પણ ૩૦મી મેના દિવસે એમણે ફરી આગાહી કરી હતી કે હજુ સમય નથી આવ્યો અને એકાદ દિવસ પછી મોસમની શરૂઆત થશે. આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાનો અંદાજ જાહેર કરાયો છે.

June 3, 2021
guj_corona.jpg
1min397

ગુજરાતમાં બેથી અઢી મહિના સુધી કોરોનાએ આતંક મચાવ્યા બાદ હવે નવા કેસો ઘટવા લાગતા સરકારે અમદાવાદ સહિત ૩૬ નગરોમાં સવારના છ થી બપોરના ત્રણ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાના નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપીને સવારના નવથી સાંજના છ વાગ્યા સુધી દુકાનો અને વેપાર-ધંધા ખૂલ્લા રાખવાની મંજૂરી આપી છે. જો કે ૩૬ નગરોમાં રાતના નવથી સવારના છ વાગ્યા સુધીનો નાઇટ કરફ્યૂ યથાવત્ રાખવામાં આવ્યો છે.

ગુજરાતમાં એક તબક્કે રોજના ૧૪૦૦૦થી વધુ કેસો નોંધાઈ રહ્યા હતા, જે હવે ઉત્તરોતર ઘટીને દરરોજ ૧૬૦૦ જેટલા કેસો સામે આવી રહ્યા છે. કોરોના કાબૂમાં આવવા લાગતા સરકારે દુકાનદારો અને લારી-ગલ્લા ધારકોને સવારના ૯થી સાંજના ૬ વાગ્યા સુધી ધંધા-રોજગાર ખુલ્લા રાખવાની છૂટ આપી છે, જ્યારે રાત્રિ કર્ફ્યૂ વધુ એક અઠવાડીયું લંબાવ્યો છે અને તેમાં કોઈ છૂટ આપી નથી.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના ૩૬ શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લાં, શોપિંગ કોમ્પ્લેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા. ૪ જૂનથી સવારે ૯ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. કોર કમિટીમાં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે ૧૦ વાગ્યા સુધી થઈ શકશે.

રાજ્યમાં હાલ ૩૬ શહેરોમાં જે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્ય પ્રધાને જાહેરાત કરી છે. એટલે કે આ ૩૬ શહેરોમાં ૪થી જૂનથી ૧૧મી જૂન સુધીના દિવસો દરમ્યાન રાતે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી આ રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવાનો રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ચિંતાજનક હદે વધી જતાં સરકારે લગાવેલા આંશિક લૉકડાઉનમાં કેસ ઘટતાં આંશિક અનલોકની શરૂઆત કરવામાં આવી છે. ૩૬ શહેરના તમામ પ્રકારની દુકાનો, શોપિંગ કોમ્પ્લેક્સ, લારી-ગલ્લાંને સવારે ૯થી બપોરે ૩ વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની મંજૂરી અપાઇ હતી પણ હવે ત્રણ કલાકની વધુ રાહત અપાઇ છે.

May 29, 2021
monsoon.jpg
1min387

કેરળમાં ૩૧ મેએ ચોમાસાનું આગમન થાય એવી શક્યતા હોવાનું દેશના હવામાન ખાતાએ કહ્યું હતું.

બંગાળના વાયવ્ય અને પૂર્વમધ્ય અખાતના માલ્દિવ્સ-કોમોરિનના અમુક વિસ્તાર, બંગાળના દક્ષિણપૂર્વ અખાતના મોટાભાગના વિસ્તાર અને બંગાળના પશ્ર્ચિમમધ્ય અખાતના અમુક વિસ્તારમાં ગુરુવારે ચોમાસું આગળ વધ્યું હતું.

કેરળમાં સામાન્ય રીતે પહેલી જૂને ચોમાસાનું આગમન થતું હોય છે, પરંતુ ‘યાસ’ વાવાઝોડાંએ ચોમાસાના આગમનની બીજા તબક્કાની આગાહી ૩૧ મેએ જાહેર કરવામાં આવશે, એમ હવામાન ખાતાએ કહ્યું હતું.

વાવાઝોડું ‘યાસ’ ગુરુવારે સવારે બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશ વિસ્તારમાં નબળું પડીને હવાના હળવાં દબાણનાં પટ્ટામાં

પરિવર્તિત થયું હતુ અને તે ઝારખંડની ઉત્તરે રાંચી (ઝારખંડ)થી ૧૦૦ કિ.મી.ને અંતરે અને પટણાની દક્ષિણે ૧૫૦ કિ.મી.ને અંતરે સ્થિર થયું હતું.

વાવાઝોડાંનાં પ્રભાવને કારણે શુક્રવારે બિહારમાં છૂટાછવાયાથી લઈને અતિભારે તેમ જ ઓડિશા અને છત્તીસગઢમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે, હવામાન ખાતાએ કહ્યું હતું.

May 28, 2021
Free-vaccinee-1280x720.jpg
1min354

નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ કે. પૉલે માહિતી આપી હતી કે ભારત સરકાર વૅક્સિનનું ઉત્પાદન વધારવા માટે પ્રયાસ કરી રહી છે. વૅક્સિનના કુલ ઉત્પાદનના ૨૫ ટકા રાજ્યોને આપવામાં આવે છે. એટલું જ નહીં, ચાર નવી વૅક્સિન ભારતમાં આવી રહી છે. ડૉ. પોલે કહ્યું હતું કે રાજ્યો જાણે છે કે ભારતમાં કેટલી રસીનું ઉત્પાદન થાય છે. રસીના કુલ ઉત્પાદનના ૫૦ ટકા કેન્દ્ર લઈ લે છે જે રાજ્યોને ૪૫થી વધુ ઉંમરના લોકો માટે મફતમાં વૅક્સિન આપવા માટે આપે છે. બાકીના ૫૦ ટકા રાજ્યો અને પ્રાઇવેટ હૉસ્પિટલો ખરીદે છે.વૅક્સિનનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે એ વાતને ખોટી ગણાવતાં ડૉ. પૉલે કહ્યું હતું કે ‘કઈ ઉંમરના લોકોને વૅક્સિન આપવી એ નક્કી કરવાનું કામ રાજ્યોને સોંપવામાં આવ્યું છે. સરકારે દરરોજ ૧ કરોડ લોકોને વૅક્સિન આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જે થોડા દિવસોમાં પૂરો પણ થશે. હાલમાં ૪૩ લાખ લોકોને દરરોજ વૅક્સિન આપીએ છીએ.

‘કેન્દ્ર સરકાર બાળકોના રસીકરણ માટે કોઈ પગલાં નથી લઈ રહી’ આવી વાતો પર સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું હતું કે ‘હાલમાં વિશ્વનો કોઈ પણ દેશ બાળકોને રસી આપી નથી રહ્યો તેમ જ ડબ્લ્યુએચઓએ પણ બાળકોને રસી આપવાની ભલામણ નથી કરી. જોકે અભ્યાસ પરથી જણાયું છે કે બાળકોને વૅક્સિન આપવા પર અભ્યાસ હાથ ધરાયો છે, જેના પરિણામ ખૂબ જ પ્રોત્સાહક રહ્યાં છે.’ ભારતમાં થોડા જ દિવસોમાં બાળકો પર પરીક્ષણ કરવામાં આવશે , પરંતુ બાળકોને રસી આપવાનો નિર્ણય વૉટ્સઍપ પર ફેલાવવામાં આવેલા ગભરાટને કારણે અને કેટલાક રાજકીય પક્ષો આ બાબત પર રાજકારણ કરવા માગતા હોવાથી ન લેવો જોઈએ.