CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 30 of 139 - CIA Live

August 25, 2021
backtoschool.png
1min494

શિક્ષણમંત્રીએ આજે તા.25મી ઓગસ્ટ 2021ના રોજ જાહેરાત કરી છે કે આગામી ગુરુવાર તા.2 સપ્ટેમ્બરથી રાજ્યભરની શાળામાં ધોરણ 6થી 8ના વર્ગો પણ શરુ થઈ જશે. હાલ 9થી 12ના વર્ગો ચાલુ જ છે, જેમાં 50 ટકા જેટલી હાજરી જોવા મળી રહી છે.

આજે થયેલી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, શાળામાં હાજર રહેનારા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે માસ્ક ફરજિયાત રહેશે, તેમજ 50 ટકા હાજરી સાથે ક્લાસ ચલાવાશે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવું પણ જાળવવાનું રહેશે. ધોરણ છથી આઠમાં 32 લાખ જેટલા વિદ્યાર્થીઓ આગામી ગુરુવારથી સ્કૂલે આવવાનું શરુ કરશે. જોકે, શાળાએ આવવું વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નથી, અને ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલુ જ રહેશે.

સ્કૂલે જવું ફરજિયાત નહીં, ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલુ જ રહેશે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત

August 25, 2021
Gujarat-map.jpg
1min436

રાજ્યમાં લોકો જન્માષ્ટમી અને ગણેશોત્સવના તહેવારોની ઉજવણી કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. જન્માષ્ટમી તારીખ 30 ઓગસ્ટ સોમવારે રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય તે માટે જે 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તે મહાનગરોમાં 30 ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કર્ફ્યૂ રાત્રિના 1 વાગ્યાથી અમલી કરાશે.

રાજ્યના 8 મહાનગરોમાં ગણેશોત્સવ દરમિયાન રાત્રે 11 વાગ્યા સુધી લોકો દર્શન કરી શકે તે માટે આ દિવસો એટલે કે તારીખ 9મી સપ્ટેમ્બરથી તારીખ 19મી સપ્ટેમ્બર દરમિયાન આ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ રાત્રે 12 વાગ્યાથી કરાશે.

ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવારોના લોકમેળા યોજવાની પરવાનગી આપવામાં આવશે નહીં. મટકી ફોડ ઉત્સવને પરવાનગી આપવામાં આવશે નહીં. સાર્વજનિક ગણેશોત્સવમાં 4 ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં 2 ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે. સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનું પાલન, ફરજિયાત માસ્ક સાથે લોકો ગણેશ દર્શન કરી શકશે. સાર્વજનિક ગણેશોત્સવ સ્થળોએ માત્ર પૂજા-આરતી અને પ્રસાદ વિતરણની ધાર્મિક વિધિની જ છૂટ આપવામાં આવી છે અન્ય કોઇ જ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં.

ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકોની મર્યાદામાં એક વાહન દ્વારા સ્થાપન-વિર્સજનની મંજૂરી આપવામાં આવશે. રાજ્યમાં જન્માષ્ટમી પર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તે માટે 200 લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ ઉપર યાત્રાની છૂટ અપાશે.

August 15, 2021
lalkilaa.jpg
1min397
Independence Day 2021: Is India Celebrating 74th or 75th Independence Day  This Year?

દેશની આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણીના પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે પહેલી વખત ભારતીય હવાઇદળના બે મી-૧૭ ૧વી હૅલિકોપ્ટર ત્યાં ફૂલવર્ષા કરી હતી. સમગ્ર વિશ્વમાં ભારતીયો અને ભારતમાં કરોડો નાગરીકો 75મો સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસભેર ઉજવી કરી રહ્યા છે.

ભારત આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે કરી રહ્યું છે અને એ હેઠળ દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું હોવાની માહિતી મંત્રાલયે જાહેર કરી હતી. 

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રસંગે ઑલિમ્પિકમાં મેડલ મેળવનાર ૩૨ ખેલાડી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (સાઇ)ના બે અધિકારીઓ આજે લાલ કિલ્લા પર ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય સ્થળ સામે આવેલા જ્ઞાન પથ પર હાજરી આપવા માટે ૨૪૦ ઑલિમ્પિક ખેલાડીઓ , સપોર્ટ સ્ટાફ અને સાઇ તથા સ્પોર્ટ ફેડરેશનના અધિકારીઓને હાજર રહ્યા હતા.

મંત્રાલયે જણાવ્યું હતું કે કોરોનાના રોગચાળા દરમિયાન ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ સ્વાસ્થ્ય કર્મચારીઓને બિરદાવવા માટે લાલ કિલ્લા પર ડાબી બાજુએ અલગથી બ્લોક બનાવવામાં આવ્યો હતો.

ગાર્ડ ઑફ ઑનરનું નિરીક્ષણ કર્યા બાદ વડા પ્રધાન લાલ કિલ્લા પર બાંધવામાં આવેલા સ્ટેજ પર જશે, અહીં સંરક્ષણ પ્રધાન, સર્વોચ્ચ સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત, આર્મીના વડા જનરલ એમ. એમ. નરવણે, નૌસેના અધ્યક્ષ એડમિરલ કરમબીરસિંહ અને વાયુસેના અધ્યક્ષ એર માર્શલ આર. કે. એસ. ભદોરિયા એમનું સ્વાગત કર્યું હતું. 

August 14, 2021
vaccine-1.jpg
1min408

 રસીકરણની ઝડપ વધે અને વધુને વધુ લોકોને ઓછા સમયમાં રસી આપી શકાય તે માટે હવે તે માટે ચોવીસે કલાક 24×7 આ પ્રક્રિયા ચાલુ રાખવાની જાહેરાત મધ્ય પ્રદેશ રાજ્યના આરોગ્ય ખાતાએ શુક્રવારે Dt.13/08/2021 કરી હતી. 

અગાઉ રાજધાની ભોપાલમાં કાત્જુ હૉસ્પિટલ અને રશિદિયા સ્કૂલમાં- બે જગ્યાએ આવી સુવિધા હતી. હવે રાજ્યના શિક્ષણ મંત્રી વિશ્ર્વાસ સારંગે ભોપાલ જિલ્લાના નરેલા વિસ્તારની સરદાર પટેલ સ્કૂલમાં પણ આ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે અહીં કોઇ પણ પ્રકારના ડૉઝ લેવાની સગવડતા હશે. આ માટે  સેન્ટર પર અથવા તો ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ થઇ શકશે. 

લોકોનું જલદીમાં જલદી રસીકરણ થાય એ માટે રાજ્ય સરકાર સખત મહેનત કરી રહી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.  સત્તાવાર અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં મધ્ય પ્રદેશમાં ૩ કરોડ ૬૬ લાખ ૮૬ હજાર ચારસો એક લોકોને રસી આપવામાં આવી છે. 

August 11, 2021
jammu-kashmir.jpg
1min397

કેન્દ્રે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરને અગાઉ બંધારણમાં અપાયેલો ખાસ દરજ્જો રદ કરાયો તે પછી એટલે કે ૨૦૧૯ના ઑગસ્ટ બાદ (જમ્મુ અને કાશ્મીરની) બહારની  એટલે કે દેશના અન્ય રાજ્યની માત્ર બે વ્યક્તિએ  અત્યાર સુધીમાં ત્યાં બે પ્રૉપર્ટી ખરીદી હતી.

કેન્દ્રના ગૃહ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન નિત્યાનંદ રાયે લોકસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.

તેમને લોકસભામાં પુછાયું હતું કે જમ્મુ અને કાશ્મીરને અગાઉ બંધારણમાં અપાયેલો ખાસ દરજ્જો રદ કરાયો તે પછી દેશના અન્ય રાજ્યના કેટલા લોકોએ ત્યાં પ્રૉપર્ટી ખરીદી હતી?
નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના વહીવટીતંત્રે આપેલી માહિતી મુજબ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં ૨૦૧૯ ઑગસ્ટ બાદ અન્ય રાજ્યની માત્ર બે જ વ્યક્તિએ બે પ્રૉપર્ટી ખરીદી હતી.

શું જમ્મુ અને કાશ્મીરમાં દેશના અન્ય રાજ્યની વ્યક્તિને હવે પ્રૉપર્ટી ખરીદતી વખતે કોઇ મુશ્કેલી પડે છે? એવા સવાલનો જવાબ નિત્યાનંદ રાયે નકારમાં આપ્યો હતો.

August 9, 2021
icmr.jpg
1min416

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ એક નિવેદનમાં કહ્યું કે કોવેક્સિન અને કોવિશિલ્ડ કોરોના રસીના મિશ્રિત ડોઝ વધારે કારગર સાબિત થઈ શકે છે.

કોરોના મહામારી સામે લડવા સમગ્ર દુનિયા સંપૂર્ણ રીતે પ્રયાસો કરી રહી છે. દેશ-વિદેશના વૈજ્ઞાનિકો આ મામલે કોઈ કસર નથી છોડી રહ્યા, કોરોનાની રસીને લઈ પણ કેટ કેટલી મથામણો કરવામાં આવી રહી છે. કોરોના રસીનો પ્રથમ અને બીજા ડોઝ માટે અલગ-અલગ વેક્સિનના વપરાશને લઈને વિશ્વભરમાં ઘણા ટ્રાયલ ચાલી રહ્યા છે. આ વચ્ચે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ એક સારી માહિતી જાહેર કરી છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ એક નિવેદનમાં કહ્યું કે કોવેક્સિન અને કોવિશિલ્ડ કોરોના રસીના મિશ્રિત ડોઝ વધારે કારગર સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું કે બંને વેકિસનના ડોઝ અપાયેલાના અભ્યાસમાં પોઝિટીવ રિઝલ્ટ સામે આવ્યું છે. 

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ દાવો કર્યો છે કે કોવેક્સીન અને કોવિશિલ્ડના કોકટેલ પરના અભ્યાસમાં વધુ સારા પરિણામો જોવા મળ્યા છે.  આ ઉપરાંત અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રસી માત્ર સુપરક્ષિત હોવાનુ જ નહીં, પરંતુ એડેનોવાયરસ વેક્ટર પ્લેટફોર્મ આધારિત રસીના મિશ્રણ વધુ સારી રોગપ્રતિકારક શક્તિ  વધારવામાં પણ કારગર નીવડે છે. 

ભારતની ડ્રગ રેગ્યુલેટર DCGIની નિષ્ણાત પેનલે કોવિશિલ્ડ અને કોવેક્સિન કોરોના રસીના મિશ્રિત ડોઝ પર અભ્યાસ કરવા માટે ભલામણ કરી હતી. વેલ્લોરમાં ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ (સીએમસી) દ્વારા આ રીતના અભ્યાસ માટેની પરવાનગી માંગવામાં આવી હતી અને પછી આ ભલામણ સામે આવી છે. 

આ અંગે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ જણાવ્યું કે આ અધ્યયનનો ઉદેશ્ય એ જાણવાનો છે કે એક જ વ્યક્તિને બે અલગ અલગ રસી ડોઝ આપી શકાય છે કે નહીં, તે માટે રસીકરણનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવ્યો. જો કોઈને કોવિશિલ્ડનો એક ડોઝ અને કોવોક્સિનનો એક ડોઝ આપવામાં આવે તો શું થાય અને તેની કેવી અસર થાય ?  તે અંગે અભ્યાસ કરવામાં આવ્યો. જો કે, અભ્યાસમાં જાહેર થયેલા પરિણામોથી સાબિત થયુ છે કે કોવિશિલ્ડ-કોવેક્સિનના મિશ્ર ડોઝ અસરકારક નીવડે છે.

જુલાઈમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ચીફ વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને ચેતવણી આપી હતી કે કોઈએ પણ રસીને મિક્સ કરીને ડોઝ ના લેવા, જેના કારણે જોખમ ઉભુ થઈ શકે છે. 

August 9, 2021
India-pm.jpg
1min340

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અગાઉ કેન્દ્ર સરકારે રાજ્યોને લોકો પ્લાસ્ટિકના તિરંગાનો વપરાશ ન કરે એનું ધ્યાન રાખવાનો આદેશ આપ્યો છે.

આ પાછળનું કારણ એ છે કે નોન-બાયોડિગ્રેડેબલ વસ્તુઓને નષ્ટ કરવામાં ઘણી તકલીફ પડતી હોય છે અને એ પર્યાવરણ માટે હાનિકારક પણ છે. 

કેન્દ્રના ગૃહ મંત્રાલયે બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલાવેલા સંદેશમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રધ્વજ દેશના લોકોની આશા અને આકાંક્ષાનું પ્રતીક છે અને માટે એને ગૌરવભર્યું સ્થાન મળવું જોઇએ.

રાષ્ટ્રધ્વજ માટે બધાના મનમાં આદર, સન્માન અને લાગણીની ભાવના હોય છે, પણ એવી બાબત ધ્યાનમાં આવી છે કે મોટેભાગે લોકો, સરકારી કે અન્ય સંસ્થાઓ રાષ્ટ્રધ્વજ ફરકાવવા બાબતના કાયદા અને નિયમોથી અજાણ હોય છે. એવી વાત ધ્યાનમાં આવી છે કે રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમતગમતના મહત્ત્વના કાર્યક્રમો વખતે કાગળને બદલે પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવામાં આવે છે. 

પ્લાસ્ટિકના ધ્વજ કાગળના ધ્વજની જેમ બાયોડિગ્રેડેબલ ન હોવાથી એ સરળતાથી નષ્ટ નથી થતા અને પરિણામે રાષ્ટ્રધ્વજનું આડકતરી રીતે અપમાન થતું હોય છે. આ કારણસર તમને વિનંતી કરવામાં આવે છે કે કોઇપણ પ્રકારના કાર્યક્રમો દરમિયાન ફ્લૅગ કોડ ઑફ ઇન્ડિયા, ૨૦૦૨ પ્રમાણે લોકો ફક્ત કાગળના જ રાષ્ટ્રધ્વજ વાપરે અને આવા કાગળના રાષ્ટ્રધ્વજ રસ્તા પર કે ગમે ત્યાં ફેંકાવા ન જોઇએ એની તકેદારી રાખવી. આવા ધ્વજને યોગ્ય રીતે ખાનગીમાં ધ્વજનું અપમાન ન થાય એ રીતે નષ્ટ કરવા.

August 7, 2021
Neeraj-Chopra-july-afp_d.jpg
1min714
Neeraj Chopra, Shivpal Singh aim to set Indian javelin record straight at  Tokyo Olympics | Other News – India TV

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો

ભારતના સ્ટાર ભાલાફેંક એથ્લેટ નીરજ ચોપરાએ ઈતિહાસ રચી દીધો છે. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક્સમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ તેણે ટ્રેક એન્ડ ફિલ્ડમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો પ્રથમ એથ્લેટ બન્યો છે. જ્યારે ઓલિમ્પિક્સમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો બીજો એથ્લેટ છે. નીજર અગાઉ શૂટર અભિનવ બિન્દ્રાએ 2008 બેઈજિંગ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ફાઈનલમાં નીજર ચોપરાએ પ્રથમ પ્રયાસમાં જ 87.03 મીટર સાથે અદ્દભુત શરૂઆત કરી હતી. જ્યારે જર્મનીના સ્ટાર જોહાનીસ વેટ્ટરે 82.52 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. પ્રથમ પ્રયાસના અંતે ચોપરા પ્રથમ સ્થાને રહ્યો હતો. જ્યારે જર્મનીનો જૂલિયન વેબર 85.30 મીટર સાથે બીજા ક્રમે રહ્યો હતો. પાકિસ્તાનનો અર્શદ નદીમ 82.05 મીટર સાથે પાંચમાં ક્રમે રહ્યો હતો.

બીજા થ્રોમાં તો નીરજે વધારે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે 87.58 મીટરનો થ્રો કરીને પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું હતું. જ્યારે જર્મન સ્ટાર વેટ્ટર બીજા પ્રયાસમાં ફાઉલ થયો હતો. તે મેદાન પર પડી ગયો હતો અને તેને પીડા પણ થઈ રહી હતી. બીજા રાઉન્ડના અંતે પણ નીરજ ટોચ પર રહ્યો હતો. વેબર બીજા અને ચેક રિપબ્લિકનો જાકુબ વેડલેચ 83.98 મીટર સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો.

ત્રીજા પ્રયાસમાં નીરજ 80 મીટરનો આંક પણ પાર કરી શક્યો ન હતો. ત્રીજા પ્રયાસમાં તેણે 76.79 મીટર થ્રો કર્યો હતો. જોકે, પોતાના શ્રેષ્ઠ 87.58 મીટરના થ્રો સાથે તેણે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું હતું. જોકે, ચેક રિપબ્લિકનો વેસેલી વિટેઝસ્લાવ ત્રીજા પ્રયાસમાં 85.44 મીટરના થ્રો સાથે બીજા ક્રમે આવી ગયો હતો. નીરજનો ચોથો અને પાંચમો પ્રયાસ ફાઉલ રહ્યો હતો તેમ છતાં તે ટોચના સ્થાને રહ્યો હતો.

July 29, 2021
india-hocky.jpg
1min443

ભારતીય સમય પ્રમાણે આજે સવારે 6 વાગ્યે શરું થયેલી પૂલ એની ભારત આર્જેન્ટીના વચ્ચેની પુરુષ હોકી મેચમાં ભારતીય ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને 3-1થી હરાવ્યું. આર્જેન્ટિનાની ટીમ ભારતીય ટીમના શાનદાર પ્રદર્શન આગળ પોતાને લાચાર અનુભવી રહી હતી.

ભારતીય પુરુષ હોકી ટીમ (Indian Hockey Team)એ ઓલમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ટીમે પોતાની ચોથી મેચમાં 2016 રિયો ઓલમ્પિકની ગોલ્ડ મેડલિસ્ટ આર્જેન્ટિના (India Beat Argentina)ની ટીમને 3-1થી મ્હાત આપી.

ટીમની આ ચાર મેચોમાંથી ત્રીજી જીત છે. ટીમને ન્યૂઝીલેન્ડ, સ્પેન અને આર્જેર્ન્ટિનાની વિરુદ્ધ જીત મળી છે. ભારતને માત્ર ઓસ્ટ્રેલિયાથી હાર મળી. ટીમ ગ્રુપ-એની પોતાની અંતિમ મેચમાં 30 જુલાઈએ મેજબાન જાપાન સામે ટકરાશે.

ભારત તરફથી વરુણકુમાર, વિવેક સાગર પ્રસાદ અને હરમનપ્રીત સિંહે ગોલ કર્યો. ભારતીય ટીમની આ ઓલિમ્પિકમાં આ ત્રીજી જીત છે. આ અગાઉ ટીમ ઈન્ડિયાએ સ્પેન અને ન્યૂઝીલેન્ડને હરાવ્યા હતા. ભારતે છેલ્લે 43મી મિનિટે ગોલ કરીને બરાબરીના મેચમાં સરસાઈ મેળવી હતી. ટીમે ખૂબ જ શાનદાર રીતે રેફરલ લીધા હતા. જેનો ફાયદો ટીમને મળ્યો હતો. વરુણ કુમારે ખૂબ જ સફળતાપૂર્વક ગોલ કર્યો હતો. આર્જેન્ટિના તરફથી મેચની 47મી મિનિટમાં એક ગોલ થયો હતો. જે Maico Casella એ પેનલ્ટી કોર્નરમાં ગોલ કર્યો હતો. જ્યારે ભારત તરફથી પહેલો ગોલ વરુણકુમારે કર્યો હતો જે પેનલ્ટી કોર્નર દ્વારા થયો હતો.

ત્રીજી જીતની સાથે ભારતીય હોકી ટીમ ગ્રુપ-એમાં 9 પોઇન્ટની સાથે બીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયાએ તમામ 4 મેચ જીતી છે અને 12 પોઇન્ટની સાથે ટીમ ટોપ પર છે. સ્પેન, ન્યૂઝીલેન્ડ અને આર્જેન્ટિનાને ત્રણેય ટીમ 4-4 મેચ બાદ 4-4 પોઇન્ટ છે. પરંતુ ગોલ સરેરાશના આધાર પર સ્પેન ત્રીજા નંબરે, ન્યૂઝીલેન્ડ ચોથા અને આર્જેન્ટિનાની ટીમ પાંચમા સ્થાન પર છે. મેજબાન જાપાનના 4 મેચમાં 1 પોઇન્ટ છે. ટીમે હજુ સુધી કોઈ મેચ જીતી નથી.

બીજી તરફ સિંધુ પણ ગેમમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે અને તેણે હજુ સુધી એક પણ ગેમ હારી નથી. સિંધુએ પહેલી ગેમ 21-15થી જીતી હતી જ્યારે બીજી ગેમ તેણે 21-13થી જીત છે. આ સાથે સિંધુ મેડલની વધુ નજીક આવી છે. પીવી સિંધુએ મુકાબલામાં મિયા બ્લિચફેલ્ટની વિરુદ્ધ સારી શરૂઆત કરી. પહેલી ગેમમાં તે એક સમયે 11-6થી આગળ હતી. ત્યારબાદ સ્કોર 13-11 થઈ ગયો. બાદમાં 16-12 સ્કોર પર ડેનમાર્કની મિયા બ્લિચફેલટે વાપસી કરી અને સ્કોર 16-15 થઈ ગયો. જોકે ત્યારબાદ સિંધુએ વાપસી કરી અને પહેલી ગેમ 21-15થી જીતી લીધી. આ ગેમ 22 મિનિટ સુધી ચાલી. આ ગેમની સરેરાશ રૈલી 14 શોટની રહી. સિંધુને ઓલમ્પિકમાં છઠ્ઠો રેન્ક મળી ગયો છે.

July 29, 2021
night_curfew.jpg
1min360

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર સમી જતાં હવે રાજ્ય સરકાર દ્વારા અગાઉ લાદવામાં આવેલા નિયંત્રણોને તબક્કાવાર ઉઠાવી લેવામાં આવી રહ્યાં છે જેમાં હવે રાત્રી કફર્યૂમાં વિશેષ એક કલાકની રાહત તેમજ લગ્નસમારોહમાં 200ને બદલે 400 વ્યક્તિઓની મંજૂરી સાથે સમગ્ર રાજ્યમાં 4 ફૂટની પ્રતિમા સાથે સાર્વજનિક ગણેશોત્સવની પણ છૂટ આપવામાં આવી છે.

મુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈ થી 1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરો માં રાત્રિ કર્ફ્યૂનો અમલ હાલ’ રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધી નો’ છે તે’ 31 જૂલાઈથી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.’

આ 8 મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત’ રાજ્યમાં હાલ જાહેર સમારંભો’ ખુલ્લી જગ્યામાં યોજવામાં જે 200 વ્યક્તિઓની’ મર્યાદા છે તે’ તારીખ 31′ જૂલાઈથી’ વધારીને 400′ વ્યક્તિઓની કરવામાં આવી છે’ આવા’ કાર્યક્રમોનું’ જો બંધ હોલમાં’ આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવાના રહેશે.

સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવ માં સાર્વજાનિક ગણેશોત્સવમાં’ વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો’ નિર્ણય’ પણ આજે મળેલી કોર કમિટીમાં લેવામાં આવ્યો છે.