
ઓકટોબર મહિનામાં થયેલાં પાછોતરા વરસાદ તથા ઇંધણના ભાવમાં થયેલા વધારાના કારણે કેટલાંક દિવસોથી શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. છૂટક બજારમાં અમુક શાકભાજીના ભાવ પ્રતિ કિલો ૧૦૦ રૂપિયાને વટાવી જતાં મધ્યમ વર્ગના નાગરિકોનું મહિનાનું બજેટ ખોરવાઇ ગયુ છે.
પાછોતરા વરસાદના કારણે શાકભાજીની ખેતીના ઉત્પાદનને બહું મોટો ફટકો પડયો હતો અને ઉત્પાદન ઓછું થયું હતું. આના કારણે બજારમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે, જેથી તેના ભાવ આસમાને પહોંચી ગયા છે, એમ થાણેના છૂટક બજારના વેપારીએ જણાવ્યું હતું.
ઇંધણના ભાવમાં થયેલા ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં પણ વધારો થયો છે. જેના કારણે જીવનાવશ્યક જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થયો છે. શાકભાજીના ભાવ ૧૦૦ રૂપિયાને વટાવી ગયા છે.
કોબી માગ ઓછી હોવાના કારણે છૂટક બજારમાં તેનો ભાવ ૬૦ રૂપિયા પ્રતિકિલો છે. જ્યારે સિમલા મિરચા અને ગવાર છૂટક બજારમાં ૧૨૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.
Surat કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં દરરોજ શાકભાજીની ૬૦૦થી ૭૦૦ ગાડીઓની આવક રહેતી હતી. પરંતુ છેલ્લા કેટલાંક દિવસોથી ગાડીઓની આવકમાં ધટાડો થયો છે એમ, સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
શાકભાજીના ભાવ ( રૂપિયા પ્રતિ કિલો)શાકભાજી હોલસેલ બજાર ભાવ છૂટક બજાર ભાવ
- ભીંડા ૫૦ ૧૦૦
- ફણસી ૫૦ ૮૦
- રીંગણ ૩૦ ૧૦૦
- ફલાવર ૨૫ ૮૦
- ગવાર ૬૦ ૧૨૦
- સિમલા મિરચ ૫૦ ૧૨૦
- કારેલા ૩૦ ૬૦
- કોબી ૧૬ ૬૦
- પરવળ ૪૦ ૮૦
- સુરણ ૧૬ ૬૦
- ટામેટા ૩૫ ૬૦થી૮૦











