CIA ALERT

બોલીવુડ Archives - Page 9 of 14 - CIA Live

October 20, 2019
shera_shivsena.jpg
1min6010

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના 36 કલાક અગાઉ તા.19મીની રાત્રે મુંબઇ ખાતે સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ શિવસેનામાં સત્તાવાર રીતે જોઇન થવાની વિધી પૂરી કરી હતી. શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેએ ઔપચારિક રીતે શેરા ને શિવસેનામાં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે શેરાને તલવાર અને ભગવા રંગની શાલ ઓઢાડીને શિવસેનામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

સલમાન ખાનનો બોડી ગાર્ડ હોવા છતાં શેરા એક સેલિબ્રીટી મનાય છે અને શેરાએ શિવસેના જોઇન કર્યાના સમાચારો વિશ્વભરમાં ચમક્યા હતા.

એક ફાઇલ તસ્વીરમાં શિવસેનાના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરે સાથે શેરા દ્રશ્યમાન છે. અત્યાર સુધી શેરા શિવસેનાના શુભેચ્છક હતા હવે સત્તાવાર રીતે કાર્યકર અને નેતા બન્યા છે.

October 20, 2019
modimetfilmstar.jpg
1min9070

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ વર્ષને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કળા અન સિનેમા જગતની દિગ્ગજ હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. પીએમ આવાસ પર યોજાયેલા આ કાર્યક્રમમાં અભિનેતા આમીર ખાન, શાહરુખ ખાન સહિત બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓ સામેલ થઇ હતી. 


પીએમ મોદીના ઘરે આમિર, શાહરુખ, કંગના સહિત ફિલ્મી હસ્તીઓનો જમાવડો, ગાંધી વિચારો પર ચર્ચા

આ કાર્યક્રમમાં ખાસ મહેમાનોને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે, ગાંધીના વિચાર સાદગીના પર્યાય છે. તેમના વિચાર વ્યાપક છે. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ફિલ્મ જગતની હસ્તીઓને દાંડીમાં નિર્માણ પામેલા ગાંધી મ્યૂઝિયમની મૂલાકાત લેવા અપીલ કરી હતી. આ સાથે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે અપીલ કરી હતી. કાર્યક્રમ સાથે જોડાયેલી તમામ માહિતી પીએમઓના ટ્વિટર પર શેર કરવામાં આવી હતી.  

કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે મહાત્મા ગાંધીના વિચારોનો પ્રચાર કરવા માટે ફિલ્મ અને ટેલિવિઝન જગતના તમામ શાનદાર કામ કરી રહ્યા છે. 


પીએમ મોદીના ઘરે આમિર, શાહરુખ, કંગના સહિત ફિલ્મી હસ્તીઓનો જમાવડો, ગાંધી વિચારો પર ચર્ચા

ફિલ્મ એક્ટર આમિર ખાને જણાવ્યું કે બાપુના વિચોરોનો પ્રચાર કરવા માટે પીએમ મોદીના પ્રયત્નોની હું કદર કરું છું. ક્રિએટીવ લોકો તરીકે આપણ ઘણુ બધુ કરી શકીએ છીએ. હું પીએમ મોદીને ભરોસો અપાવું છું કે, અમે આ દિશામાં પ્રયત્ન કરીશું.

શાહરુખ ખાને આ ખાસ કાર્યક્રમ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, મહાત્મા ગાંધીના વિચારોને લઇને અમને બધાને એક મંચ પર લાવવા માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરું છું. મારુ માનવું છે કે આપણે ગાંધીના વિચારોને ફરી એકવાર વિશ્વ અને દેશને પરિચિત કરાવવા જોઇએ.

આ સિવાય પીએમઓએ તેના ટ્વિટર એકાઉન્ટ પર બંને દિગ્ગજ અભિનેતાઓનો એક વિડીયો શેર કર્યો હતો જેમાં બંને અભિનેતાઓ પીએમ મોદીની પહેલની પ્રશંસા કરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાના પરદાની દિગ્ગજ હસ્તી એક્તા કપૂર અને અભિનેત્રી કંગના રનૌતે પણ વિડીયો દ્વારા પીએમ મોદીની પહેલની પ્રશંસા કરી હતી. કંગનાએ જણાવ્યું કે આવા પહેલા પીએમ છે, જેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આ પ્રકારનું મહત્વ આપ્યું છે. 

આ કાર્યક્રમમાં દિગ્ગજ ડિરેક્ટર આનંદ એલ રાય, રાજકુમાર હિરાણી સહિત વિખ્યાત હસ્તીઓએ ભાગ લીધો હતો.

October 10, 2019
warmovie.jpg
1min5490

રિતિક રોશન અને ટાઇગર શ્રોફ અભિનિત ફિલ્મ વોર બોક્સ ઓફિસ પર નવા નવા રેકોર્ડ સર્જી રહી છે. ફિલ્મે દશેરાના દિવસે સફળતાના નવા રેકોર્ડ સર્જી દીધા હતા. આ ફિલ્મે દશેરાના દિવસે 27 કરોડની કમાણી કરી લીધી હતી. જો કે મંગળવારના દિવસે આટલી જંગી કમાણીનો આ એક રેકોર્ડ છે. દરેક દિવસની કમાણીના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ફિલ્મે હજુ સુધી 20 કરોડની કમાણી કરી દીધી છે. જે પહેલા સોમવારના દિવસે પણ રહી હતી.

બોક્સ ઓફિસ પર રીપોર્ટની વાત કરવામાં આવે તો ફિલ્મે પ્રથમ મંગળવારના દિવસે આશરે 27 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે આ ફિલ્મની કમાણી 200 કરોડથી ઉપર પહોંચી ચૂકી છે. આવી રીતે ફિલ્મે પ્રથમ સપ્તાહમાં જ 206 કરોડ રૂપિયાની જંગી કમાણી કરી લીધી છે. આ રીતે પ્રથમ સપ્તાહમાં 200 કરોડથી વધુની કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં તે સૌથી ઉપર રહી છે. તે પહેલા બાહુબલી, સુલ્તાન ફિલ્મે 200 કરોડની કમાણી કરી હતી. એક સપ્તાહમાં 200 કરોડની કમાણી રણબીર કપૂરની સંજુ પણ કરી ગઈ હતી.

વર્ષ 2019માં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોની વાત કરવામાં આવે તો આ ફિલ્મ સૌથી વધારે કમાણી કરી ગઈ છે. વર્ષ 2019માં કબીર સિંહ અને ઉરી સૌથી મોટી હિટ ફિલ્મ તરીકે રહી છે. એવી આશા છે કે બાકીની ફિલ્મોના આંકડાને આ ફિલ્મ પાર કરીને તમામ રેકોર્ડ તોડી નાંખશે.

એક્શનથી ભરપૂર ફિલ્મની વાત કરવામાં આવે તો આ ફિલ્મ 200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. ફિલ્મમાં રિતિક રોશન અને ટાઇગરે હજુ સુધીનો સૌથી જોરદાર દેખાવ એક્શનના મામલે કર્યો છે. વાર્તા એક સિક્રેટ સોલ્જરની છે. જે રિતિક રોશન છે. જે દેશભક્તિના માર્ગે ટાઇગર શ્રોફની મદદ કરે છે. એક્શન ફિલ્મોના રસિયા લોકો માટે આ એક ધમાકેદાર ફિલ્મ છે. ફિલ્મમાં વાણી કપૂર પણ કામ કરી રહી છે. ફિલ્મ રજૂ કરવામાં આવી ત્યારથી લઇને હજુ સુધી આ ફિલ્મને લઇને ભારે ચર્ચા છે, કારણ કે ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સર્જી નાંખશે તેમ તો પહેલાથી જ માનવામાં આવી રહ્યું હતું.

હજુ ફિલ્મની કમાણી 300 કરોડના આંકડાને પાર કરી શકે છે. રિતિક રોશનની હાલમાં એક પછી એક ફિલ્મ સફળતા હાંસલ કરી રહી છે. તે પહેલા તેની સુપર 30 પણ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઈ હતી. હવે વોર ફિલ્મ રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે. રિતિક ફરી એકવાર એક્શન ફિલ્મના મામલે તમામને ચોંકાવે તેવી સ્થિતિમાં આવી ગયો છે. વિતેલાં વર્ષોમાં પણ તે સુપરહિટ’ ફિલ્મો આપતો રહ્યો છે. વોર ફિલ્મમાં ગ્લેમર સ્ટાર તરીકે વાણી કપૂરને લેવામાં આવી છે. તેમની કેમિસ્ટ્રી જોરદાર રીતે જોવા મળી રહી છે. રિતિક રોશન સુપરસ્ટાર પૈકી એક તરીકે છે. હાલમાં અક્ષય કુમાર અને અજય દેવગનને પણ મોટા સ્ટાર તરીકે એક્શનમાં ગણવામાં આવે છે.’

September 22, 2019
gullyboy-1280x720.jpg
1min11150

ડિરેક્ટર ઝોયા અખ્તરની રણવીર સિંહ અને આલિયા ભટ્ટને ચમકાવતી ‘ગલી બોય’ને ઑસ્કર ઍવૉર્ડમાં ભારત તરફથી સત્તાવાર રીતે ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરીમાં એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે, એવી ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ શનિવારે જાહેરાત કરી હતી.

આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં દેશભરમાં આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ ઉપરાંત વિજય રાઝ, કલ્કી કોચલિન, સિદ્ધાંત ચતુર્વેદી, વિજય વર્મા અને અમૃતા સુભાષે અભિનય કર્યો હતો.

આ વર્ષના ઑસ્કરની ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરીમાં ભારતની સત્તાવાર ફિલ્મ તરીકે ‘ગલી બોય’ની પસંદગી કરવામાં આવી છે. આ વર્ષે ઑસ્કર ઍવૉર્ડમાં મોકલવા માટે ૨૭ ફિલ્મમાંથી ‘ગલી બોય’ની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી.

પ્રખ્યાત અભિનેત્રી- ફિલ્મ નિર્માતા અપર્ણા સેન આ વખતે પસંદગી સમિતિની જ્યૂરીના વડા હતા. ‘ગલી બોય’નું નિર્માણ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરે કર્યું હતું. ફિલ્મમાં રણવીર સિંહ એક રેપરની ભૂમિકામાં છે જે મુંબઇની શેરીઓમાં પોતાના જીવન વિશેના રેપ (એક પ્રકારની કવિતા) દ્વારા પોતાનું સપનું હાંસલ કરવા નીકળે છે.

‘ગલી બોય’ ૨૦૧૯ની વિવેચકોએ સૌથી વધુ વખાણેલી ફિલ્મ હતી.

August 14, 2019
sunny.jpg
1min18410
ગુગલ એનાલિટીક્સએ જાહેર કરેલા આંકડાઓ મુજબ ભારતીયો ગુગલ સર્ચ એન્જિન પર સૌથી વધુ જો કોઇને સર્ચ કરતા હોય તો એ એક વખતની પોર્ન સ્ટાર અને બાદમાં બોલિવુડની એક્ટ્રેસ બનેલી સન્ની લિયોની છે. સન્ની લિયોનીએ ગુગલ સર્ચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સલમાન ખાનને પણ પાછળ પાડી દીધા છે.

ગુગલ એનાલિટીક્સએ જારી કરેલા રસપ્રદ આંકડાઓ મુજબ ગુગલ સર્ચ પર ભારતીયો જો સૌથી વધુ સર્ચ કોઇને કરતા હોય તો એ છેલ્લા એક વર્ષમાં સન્ની લિયોની છે. સન્ની લિયોની અને તેના વિડીયો માટે ભારતીયોએ કરોડો વખત ગુગલ સર્ચ કર્યું છે.

ગૂગલ ટ્રેડ એનાલિટિક્સ અનુસાર સન્ની સાથે જોડાયેલા મોટાભાગના સર્ચ વીડિયો સંબંધના છે. આ ઉપરાંત તેની બાયોપિક સિરિઝ પણ લોકો શોધી રહયા છે. સન્ની વિશે વધુ સર્ચ પૂર્વોત્તરના રાજય મણિપુર અને આસામમાંથી થાય છે. ટોચ પર બની રહેવા પર સન્ની લિયોનીએ કહયું હું આ સફળતાનો શ્રેય મારા ચાહકોને આપું છું. ગયા વર્ષ સૌથી વધુ સર્ચ થનારી હસ્તીઓની સૂચિમાં સન્ની લિયોની ન હતી. જયારે 2017માં મોસ્ટ સચર્ડ પર્સન હતી.

આશ્ચર્યની વાત એ છે કે ગુગલ સર્ચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બીજા નંબરે આવે છે અને સલમાન ખાન ત્રીજા નંબરે છે ભારતીયોના સર્ચ લિસ્ટ પર.

ઓગસ્ટ 2019માં પૂરા થતા ચાલુ કેલેન્ડર વર્ષના અત્યાર સુધીના સમયગાળામાં ઇન્ડીયન સર્ચમાં પ્રથમ પાંચમાં ત્રણ સ્થાનો પર બોલીવુડની એક્ટ્રેસ છે, ટોપ ફાઇવમાં બીજા ક્રમે નરેન્દ્ર મોદી અને ત્રીજા ક્રમે સલમાન ખાન છે.

ઇન્ડિયા ગૂગલ સર્ચમાં આ વર્ષે ઓગસ્ટના પહેલા સપ્તાહ સુધી સૌથી વધુ સર્ચ થનાર જાણીતી હસ્તીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાનને પાછળ રાખીને બોલ્ડ હિરોઇન સન્ની લિયોની ટોચ સ્થાને છે.

August 9, 2019
national_film_awards_logo-1280x1024.png
2min5950
નેશનલ ફિલ્મ એવોર્ડના નિર્ણાયકોની પેનલએ આજરોજ ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મિનિસ્ટર શ્રી જાવડેકરને મળીને તેમને નેશનલ ફિલ્મ એવોર્ડસના વિજેતાઓની યાદી અર્પણ કરી હતી.

નેશનલ ફિલ્મ અવૉર્ડ્સ Winners

  • બેસ્ટ ફિલ્મઃ અંધાધુન
  • બેસ્ટ એક્ટરઃ આયુષ્માન ખુરાના અને વિકી કૌશલ(સંયુક્ત રીતે)
  • બેસ્ટ એક્ટ્રેસઃ કીર્તિ સુરેશ

Over All Performance

  • બેસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટઃ ઉત્તરાખંડ
  • બેસ્ટ કૉરિયોગ્રાફરઃ જ્યોતિ(ઘૂમર, પદ્માવત)
  • બેસ્ટ શૉર્ટ ફીચર ફિલ્મઃ ખરવસ
  • બેસ્ટ સ્પોર્ટ્સ ફિલ્મઃ સ્વિમિંગ થ્રૂ ધ ડાર્કનેસ
  • બેસ્ટ ફિલ્મ ક્રિટિક(હિન્દી): અનંત વિજય

Regional Movies

  • બેસ્ટ મરાઠી ફિલ્મઃ ભોંગા
  • બેસ્ટ રાજસ્થાની ફિલ્મઃ ટર્ટલ
  • બેસ્ટ તમિલ ફિલ્મઃ બરામ
  • બેસ્ટ ઉર્દુ ફિલ્મઃ હામિદ
  • બેસ્ટ બેંગાલી ફિલ્મઃ એક જે છીલો રાજા
  • બેસ્ટ મલયાલમ ફિલ્મઃ સુદાની ફ્રોમ નાઈજીરિયા
  • બેસ્ટ તેલુગુ ફિલ્મઃ મહંતી
  • બેસ્ટ કન્નડ ફિલ્મઃ નથીચરામી
  • બેસ્ટ કોંકણી ફિલ્મઃઅમોરી
  • બેસ્ટ પંજાબી ફિલ્મઃ હરજીતા
  • બેસ્ટ ગુજરાતી ફિલ્મઃ રેવા
  • બેસ્ટ આસામી ફિલ્મઃ બુલબુલ કેન સિંગ

Bollywood

  • બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરઃ પદ્માવત
  • બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શનઃ સંજય લીલા ભણસાલી, પદ્માવત માટે
  • બેસ્ટ મ્યુઝિકઃ ઉરી
  • બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટઃ રંજીત ફોર એવ
  • બેસ્ટ એક્શનઃ કેજીએફ
  • બેસ્ટ સ્પેશિયલ ઈફેક્ટઃ કેજીએફ અને એવ
  • બેસ્ટ સાઉન્ટ ડિઝાઈનઃ ઉરી
  • બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લેઃ અંધાધુન
  • બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગરઃબિંદુ મણિ
  • બેસ્ટ મેલ પ્લેબેક સિંગરઃ અરિજીત, પદ્માવતના બિન્તે દિલ માટે
  • બેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ ઈસ્યુઃ પેડ મેન
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ સુરેખા સીક્રી, બધાઈ હો માટે
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ સ્વાનંદ કીરકીર, ચુંબક માટે

August 6, 2019
tapsi.jpg
1min7580

આજકાલ બૉલીવૂડમાં બાયોપિક ફિલ્મોનો દોર છે. આમાં હવે મહિલા સેલિબ્રિટીઝનો પણ સમાવેશ થાય છે. આથી અભિનેત્રીઓને પણ બાયોપિકમાં કામ કરવાની તક મળે છે. સ્વતંત્રતા દિને રજૂ થનારી ફિલ્મ મંગલ મિશનમાં જોવા મળનારી અભિનેત્રી તાપસી પન્નુ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજના જીવન પરની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે. જોકે, હવે અભિનેત્રીનો સંપર્ક હોર્સ જોકી રુપા સિંહના પાત્ર માટે કરવામાં આવ્યો છે. તાપસીને ફિલ્મની કથા ગમી છે અને તે ઘોડેસવારી કરવા ઉત્સુક છે. પરંતુ તેની પાસે તારીખોની સમસ્યા છે. નોંધનીય છે કે મંગલ મિશન બાદ તાપસી સાંડ કી આંખ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે વૃદ્ધાનું પાત્ર ભજવે છે અને તેની સાથે ભૂમિ પેડણેકર છે.

August 2, 2019
mani_ais.jpeg
1min7420

પૂર્વ વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય બચ્ચને તેના તમામ પાત્રથી દર્શકોના દિલ જીત્યા છે. ઐશ્વર્યા રાય હવે તેના પ્રિય દિગ્દર્શક મણિરત્નમની નવી ફિલ્મમાં નેગેટિવ રોલ કરવા માટે તૈયાર થઇ છે.’ આ ફિલ્મ તમિળ ભાષાની હશે અને હિન્દીમાં પણ ડબિંગ કરી રીલિઝ થશે. ફિલ્મનું નામ પોનીયમ સેલવન છે. આ ફિલ્મમાં ઐશ્વર્યાનું પાત્ર કયા પ્રકારનું નેગેટિવ હશે તે બહાર આવ્યું નથી. કદાચ રાજકીય નકારાત્મક પાત્ર હોય શકે છે. એવા પણ રિપોર્ટ છે કે ઐશ્વર્યા રાય બચ્ચની હવે પછીની હિન્દી ફિલ્મ સંજય લીલા ભણશાલીની હશે. તે બન્નેની તાજેતરમાં ચેન્નાઇમાં મુલાકાત થઇ હતી.

July 5, 2019
salman.jpg
1min4840

કાળિયારના શિકાર માટેના કેસની સુનાવણી વખતે ફરીથી ગેરહાજરીથી ચિડાઇને અદાલતે કોર્ટમાં સલમાન ખાનને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો આગામી સુનાવણી વખતે એ કોર્ટમાં હાજર નહીં થાય તો એના જામીન રદ કરવામાં આવશે.

1998માં કથિત રીતે બે કાળિયારનો શિકાર કરવા બદલ સલમાનને એપ્રિલ 2018માં પાંચ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી અને એણે સજા રદ કરાવવા માટે જિલ્લા અને સેસન્સ અદાલતમાં અપીલ કરી હતી.

આ મામલાની સુનાવણી વખતે ગુરુવારે એ ફરીથી ગેરહાજર રહ્યો ત્યારે જજ ચન્દ્રકુમાર સોન્ગારાએ ખાનના વકીલને ઉપરોક્ત ચેતવણી આપી હતી.

અગાઉ ટ્રાયલ કોર્ટમાં સલમાનની અપીલ મામલે ચર્ચા વખતે કોર્ટે એને હાજર ન રહેવાની પરવાનગી આપી હતી, પણ આ મામલે છેલ્લી સુનાવણીમાં ગુરુવારે એને હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, સલમાને ગુરુવારે ફરીથી કોર્ટમાં હાજર ન રહેવાની માગતી અપીલ દાખલ કરી હતી. એના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે ફિલ્મના શુટિંગને લીધે એ કોર્ટમાં હાજર રહી શકે એમ નથી.

સલમાનના વકીલે જણાવ્યું હતું કે હવે જ્યારે કોર્ટે સલમાનને હાજર રહેવાનો આદેશ આપ્યો છે, તો આગામી સુનાવણી વખતે એ હાજર રહેશે. આ કેસની આગામી સુનાવણી 27મી સપ્ટેમ્બરે થવાની છે.

June 14, 2019
nana.jpg
1min5970

ભારતમાં મી ટૂ ઝુંબેશ હેઠળ નોંધાવવામાં આવેલો પહેલો કેસ ઊંધા માથે પછડાયો છે અને આ કેસની તપાસ કરી રહેલી પોલીસે ફરિયાદ ખોટી હોવાનો અહેવાલ રજૂ કરતાં હવે આ આખા પ્રકરણે નવો વળાંક લીધો છે. એકટ્રેસ તનુશ્રી દત્તા દ્વારા મીટૂ ઝુંબેશ હેઠળ નાના પાટેકર સામે જાતીય સતામણીની ફરિયાદ કરવામાં આવી હતી અને પછી પોલીસ સ્ટેશનમાં રીતસરની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ગુરુવારે ઓશિવારા પોલીસ સ્ટેશન દ્વારા અંધેરી કોર્ટમાં ‘બી-સમરી’ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી સામે કોઈપણ પુરાવા મળ્યા ન હોવાને પગલે આ અહેવાલ દાખલ કરવામાં આવ્યો હતો.

જોકે, આવો અહેવાલ દાખલ કરવામાં આવ્યાના બાદ તનુશ્રીના વકીલ નીતિન સાતપુતેએ કહ્યું હતું કે ‘પોલીસે કોર્ટમાં બી-સમરી રિપોર્ટ રજૂ કર્યો છે કે સી-સમરી રિપોર્ટ રજૂ કર્યો છે તે અંગેની સ્પષ્ટતા હજી સુધી થઈ

નથી. અમારી પાસે ટૂંક સમયમાં આ અહેવાલની નકલ આવશે અને પછી મુંબઈ હાઈ કોર્ટમાં આ અહેવાલને પડકારતી રિટ પિટિશન દાખલ કરવામાં આવશે.’

તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે ‘પોલીસ આરોપીને બચાવવાના પ્રયાસો કરી રહી છે. તનુશ્રી દત્તા તરફથી જે 10 સાક્ષીના નામ આપવામાં આવ્યા હતાં એમાંથી એકેયને પૂછપરછ પણ કરવામાં આવી નથી તો ક્યા આધારે આ અહેવાલ દાખલ કરવામાં આવ્યો છે? અમે અંધેરી કોર્ટમાં પહેલાં અમારો જવાબ નોંધાવીશું અને જો અદાલતને અમારી રજૂઆત યોગ્ય લાગશે તો તેઓ પોલીસને ફરી તપાસનો આદેશ આપી શકશે.’

સાતપુતેએ કહ્યું હતું કે ‘આ કેસમાં તપાસ યોગ્ય રીતે ન થઈ હોવાની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવશે અને અન્ય કોઈ તપાસ એજન્સીને તપાસ સોંપવાની માગણી કરવામાં આવશે.’

બીજી તરફ નાના પાટેકરના વકીલ અનિકેત નિકમે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા અહેવાલનું સમર્થન કરતાં જણાવવામાં આવ્યું હતું કે ‘આ કેસ દાખલ કરવામાં આવ્યો ત્યારથી અમે કહેતા હતા કે ફરિયાદ ખોટી છે. આખરે સત્ય બહાર આવ્યું છે. મારો અસીલ (નાના પાટેકર) નિર્દોષ છે અને ન્યાય મળશે.’

શું બન્યું હતું?

2008માં ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ’ના શૂટિંગ દરમ્યાન નાના પાટેકરે અણછાજતું વર્તન કર્યું હોવાની ફરિયાદ એકટ્રેસ તનુશ્રી દત્તાએ ઑક્ટોબર-2018માં સોશ્યલ મીડિયા પર મીટૂ ઝૂંબેશ હેઠળ કરી હતી. આ ફરિયાદ બાદ ખળભળાટ ફેલાયો હતો અને નાના પાટેકરને કેટલીક ફિલ્મોમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા.

શું છે ‘બી-સમરી’ રિપોર્ટ?

જ્યારે કોર્ટમાં ખાનગી ફોજદારી કેસ દાખલ કરવામાં આવે ત્યારે અદાલત પોલીસને કેસની તપાસ સોંપે છે અને આવા કેસમાં પોલીસ દ્વારા જે અહેવાલ સોંપવામાં આવે તેની ત્રણ શ્રેણી છે જેને એ, બી અને સીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એ-સમરી રિપોર્ટનો અર્થ એવો થાય છે કે ફરિયાદમાં તથ્ય છે અને કેસ ચલાવવામાં આવે. બી-સમરી રિપોર્ટનો અર્થ એવો થાય છે કે ફરિયાદ ખોટી છે અને કેસ ચલાવવા યોગ્ય નથી. અને સી-સમરી રિપોર્ટનો અર્થ એવો થાય છે કે પોલીસને આ કેસમાં હજી સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી અને અદાલતે નિર્ણય લેવો કે કેસ ચલાવવો કે નહીં.