જગવિખ્યાત ઑસ્કર અવૉર્ડ્સના ૯૨ વર્ષના ઈતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે નૉન-ઇંગ્લિશ ફિલ્મને (લૅન્ગવેજ ફિલ્મને) બેસ્ટ ફિલ્મના પુરસ્કારથી નવાજમાં આવી છે અને એ ગૌરવ સાઉથ કોરિયાની ‘પૅરેસાઈટ’ ફિલ્મને મળ્યું છે.
રવિવારે અહીં ૯૨મા ઍકેડેમી અવૉર્ડ્સના સમારંભમાં ‘પેરેસાઈટ’ને સર્વશ્રેષ્ઠ ઑસ્કર ફિલ્મ તરીકે ઘોષિત કરવામાં આવી હતી. આ સર્વોત્તમ પુરસ્કાર મેળવવા માટેની રેસમાં ‘પૅરેસાઈટ’ ફિલ્મે ‘વન્સ અપોન અ ટાઈમ… ઈન હૉલીવૂડ’ ‘જોકર’ તથા ‘ધ આઈરિશમૅન’ જેવી ફિલ્મોની હરીફાઈનો સામનો કરવો પડયો હતો. જોકે છેવટે સાઉથ કોરિયાના ડિરેકટર બૉન્ગ જૂન હોએ વિજેતા બનવામાં સફળતા મેળવી હતી. ખુદ બૉન્ગ જૂન હોને બેસ્ટ ડિરેકટરનો અવૉર્ડ પણ મળ્યો હતો. બેસ્ટ ઍકટરનો ઑસ્કર અવૉર્ડ જૉકિન ફિનિક્સને ફિલ્મ ‘જોકર’માંના અભિનય બદલ અને બેસ્ટ ઍક્ટ્રેસનો પુરસ્કાર રેની ઝેલવેગરને ‘જુડી’ ફિલ્મના અભિનય માટે આપવામાં આવ્યો હતો.
થ્રીઇડિયટ્સ ફિલ્મ જેમની પ્રેરણા લઇને બનાવવામાં આવી હતી એ વૈજ્ઞાનિક,એન્જિનિયર અને શિક્ષણવિદ્ સોનમ વાંગચૂકે તાજેતરમાં જ મુંબઇની એક શિક્ષણ સંસ્થામાં વિદ્યાર્થીઓને જે સંબોધન કર્યું હતું એ માત્ર શાળાકીય જ નહીં પૂર્ણ જીવન દરમ્યાન ઉપયોગી અને પ્રેરણાદાયી બની રહે એટલું ઉત્કૃષ્ટ હતું.
મેગ્સેસાય એવૉર્ડ વિજેતા વાંગચૂકે કહ્યું હતું કે કોઇ પણ રાજ્યમાં ભણતા બાળકનું શરૂઆતનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઇએ. પોતાનો જ અનુભવ વર્ણવતા વાંગચૂકે કહ્યું હતું કે મેં પોતે જ બાળપણમાં માતૃભાષામાં શિક્ષણ લીધું હતું અને પછી બીજી નવ ભાષા શીખ્યો હતો. જો તમે બીજા રાજ્યમાંથી વધુ અભ્યાસ માટે ધારો કે મહારાષ્ટ્ર આવ્યા હોવ તો મરાઠી પણ શીખવું જોઇએ.
છોકરાઓને ખુલ્લામાં શિક્ષણ આપવાના પણ તેઓ હિમાયતી છે. મુંબઇ જેવા શહેરના શિક્ષણની વાત કરતા તેઓ કહે છે કે દરેક શાળાના પોતાના કિચન ગાર્ડન હોવા જોઇએ તેમાં તેમને શાકભાજી ઉગાડતા શીખવી શકાય. સિલાઇ મશીન પર પોતાના કપડાં સીવતા પણ કેમ ન શીખવાડી શકાય. આ બધી મૂળભૂત વિદ્યાઓ છે જે જીવન ટકાવવા માટે જરૂરી છે. શહેરમાં આસપાસ ઘણી ફેક્ટરી કે કારખાના હોય તેનો મતલબ એ નથી કે આ વિદ્યાઓ ન શીખી શકાય.
વાંગચૂક સિમ્પલ લિવિંગ એન્ડ હાઇ થિંકિંગમાં માને છે, તેમણે શહેરના વિદ્યાર્થીઓને પણ સાદાઇના પાઠ ભણાવ્યા હતાં. તેમણે હાલમાં જ ‘ આઇ લીવ સિમ્પલી’ નામની ચળવળ પણ શરૂ કરી છે. વાતાવરણ પ્રદૂષિત થતું જાય છે, કલાઇમેટ ચેન્જ થતું જાય છે ત્યારે ભોગવાદમાં સંયમ જાળવી જેટલી સાદાઇથી જીવી શકાય એટલું જીવવું જોઇએ. વધુ પડતા ઉપભોગથી જ પર્યાવરણની સમતુલા બગડતી જાય છે. તેઓ લોકોને ભેગા કરીને આ રીતનું માર્ગદર્શન આપે છે ત્યારે પૈસા ભેગા નથી કરતા પણ લોકોને પોતાનું આચરણ બદલવાની પ્રતિજ્ઞા લેવડાવે છે. તેઓ કહે છે કે શહેરવાસીઓ ઉપભોક્તાવાદથી દૂર રહે તો દૂર ગામડાઓ અને પર્વતીય પ્રદેશોમાં રહેતા લોકો પણ સાદાઇથી જીવી શકે.
લદાખમાં રહેતા આ પ્રેરણા પુરુષ વાંગચૂકના જીવન પર આધારિત આમીરખાન અભિનીત ૩ ઇડિયટ્સ ફિલ્મ બની હતી, જે ખૂબ જ લોકપ્રિય નીવડી હતી.
અનુભવસિંહાની તાપસી પન્નુને લીડ રોલમાં ચમકાવતી નવી ફિલ્મ ‘થપ્પડ’ 28 ફેબ્રુઆરી 2020ના રિલીઝ થશે તેવું આજે જાહેર થયું છે. અનુભવસિંહાની પાછલી ફિલ્મ’ ‘આર્ટિકલ-15’ આ વર્ષે જ રિલીઝ થઇ હતી અને હિટ રહી હતી. આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના પોલીસ અધિકારીના પાત્રમાં હતો. વિવેચકોએ પણ આર્ટિકલ-15ની ભારોભાર પ્રશંસા કરી હતી. અનુભવસિંહા હવે ‘થપ્પડ’ લઇને આવી રહ્યાં છે. જેમાં તાપસી પન્નુ ઉપરાંત રત્ના પાઠક શાહ, માનવ કૌલ, દિયા મિર્ઝા, તન્વી આઝમી અને રામ કપૂર છે. ફિલ્મને ટી સિરીઝવાળા ભૂષણ કુમારે પ્રોડયુસ કરી છે.
ફિલ્મ પાનીપતને લઇને વિવાદ સતત વધી રહ્યો છે. રાજસ્થાનના જાટ સમુદાયે ફિલ્મના એક સીનને લઇને વાંધો ઉઠાવ્યો છે. ત્યારબાદ ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ થઇ રહી છે. સ્થાનિક લોકોએ નિર્દેશક આશુતોષ ગોવારિકરના પુતળા ફૂંક્યા હતા. જયપુર અને અન્ય કેટલીક જગ્યાઓ ઉપર સિનેમા હોલમાં તોડફોડ કરવામાં આવી હતી.
રાજસ્થાનના પ્રવાસમંત્રી વિશ્વેદ્રાસિંહ દ્વારા ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર ભારતના જાટ સમુદાયના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેમણે કહ્યું છે કે, આ ખુબ જ દુખદાયક બાબત છે કે, ઐતિહાસિક તથ્યો સાથે’ છેડછાડ કરીને ભરતપુરના મહારાજા સુરજમલ જાટ જેવા પુરુષના ચિત્રણને પાનીપત ફિલ્મમાં ખુબ ખરાબ રીતે ચિત્રિત કરવામાં આવ્યું છે.
સાજીદ નડિયાદવાલાની છીછોરેમાં અભિનય કરીને પ્રશંસા મેળવી જનારો અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ત્યાર બાદ બ્રેક લઇને યુરોપ ફરવા ગયો હતો. આ પ્રવાસમાં તેના બકેટલિસ્ટમાંની પચાસ બાબતો કરવાની ઇચ્છા પૂરી કરવાની હતી. તે પેરીસના ડિઝનીલેન્ડમાં પણ ગયો હતો. જોકે, ત્યાંથી આવ્યા બાદ સુશાંતની તબિયત થોડી બગડી હતી અને બધા ટેસ્ટ કરાવતા તેને ડેન્ગ્યુ હોવાની જાણ થઈ હતી.
શારીરિક નબળાઈ આવી જવાને કારણે ડૉકટરે સુશાંતને આરામ કરવાની સલાહ આપી છે. આથી તેણે આ સપ્તાહે અબુ ધાબી જવાના કાર્યક્રમને પણ રદ કરવો પડયો છે.’ નોંધનીય છે કે ગયા વર્ષે શ્રદ્ધા કપૂર પણ મચ્છરોથી થતી આ બીમારીનો ભોગ બની હતી. જ્યારે ગયે મહિને ધર્મેન્દ્રને ડેન્ગ્યુ થયો હતો. હવે સુશાંત દિલ બેચારા ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ હૉલીવૂડની ફિલ્મ ધ પોલ્ટ ઇન અવર સ્ટાર પરથી બનશે જે જોન ગ્રીન્સની આ જ નામની બેસ્ટ સેલર પરથી બની હતી.’
યશરાજ બેનર હેઠળ યુવા ગુજ્જુ ફિલ્મ ડિરેક્ટર દિવ્યાંગ ઠક્કરની ગુજ્જુ વેપારી પર આધારિત ફિલ્મ જયેશભાઇ જોરદાર માટેની તૈયારીઓ ફિલ્મ સ્ટાર રણવીરસિંહે શરૂ કરી દીધી છે. આજરોજ તા.4 ડિસેમ્બર 2019ને બુધવારે સવારે રણવીર સિંહે પોતાની આ બોલીવુડની ગુજ્જુ ફિલ્મ જયેશભાઇ જોરદારનો ફર્સ્ટ લૂક જાહેર કર્યો હતો.
દિવ્યાંગ ઠક્કર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ‘કેવી રીતે જઇશ’,‘બે યાર’ અને ‘ચાસણી’ જેની હિટ ફિલ્મો આપી રહ્યો છે અને હવે પહેલીવાર ડિરેક્ટર તરીકે બોલીવુડની ફિલ્મ કરી રહ્યો છે અને તે પણ યશ રાજના બેનર હેઠળ. રણવીર સિંહ આ ફિલ્મમાં ગુજરાતી બિઝનસમેનની ભુમિકા ભજવી રહ્યો છે.
તા.4 ડિસેમ્બર 2019ના રોજ રણવીર સિંહએ પોતાની ફિલ્મ જયેશભાઇ જોરદારનો ફર્સ્ટ લૂક જાહેર કર્યો હતો.
બોલીવુડનો ચોકલેટી બોય રણવીર સિંહ કોઇને કોઇ કારણોથી ચર્ચામાં રહે છે. ત્યારે ફરી તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફોટો શેર કરીને ફરી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. રણવીર સિંહએ હાલમાં જ તાજેતરમાં જ 1983ના વર્લ્ડ કપ પર બનેલી એક ફિલ્મનું શુટીંગ પુરૂ કર્યું છે.
રણવીરસિંહના નજીકના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ હવે તે ગુજ્જુ વેપારી ભૂમિકા સાથે આવી રહ્યો છે. ગુજ્જુ વેપારી જેનું નામ જયેશભાઇ છે એના પરથી જયેશભાઇ જોરદાર ફિલ્મનું નામ છે અને આ ફિલ્મનું નિર્દેશન પણ ગુજ્જુ ડાયરેક્ટર દિવ્યાંગ ઠક્કર કરશે. અઢી વર્ષ અગાઉ એ વાત નિશ્ચિત કરી દેવામાં આવી હતી કે જયેશભાઇ જોરદાર મૂવીનું શૂટિંગ રણવીરસિંહે શરૂ કરી દીધું છે.
ખુદ રણવીરસિંહ પણ આ ફિલ્મ ‘જયેશભાઇ જોરદાર’ ના શુટીંગ શરૂ કરી દીધું છે. હાલમાં તે ગુજ્જુ રહેણી-કહેણી, બોલી વગેરે પર ધ્યાન આપી રહ્યો છે. જયેશભાઇ જોરદાર એક કોમેડી મૂવી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહી છે.
બોક્સ ઓફિસ ઉપર દિવાળીના તહેવારે ત્રણ મોટી ફિલ્મ હાઉસફૂલ 4, મેડ ઈન ચાઈના અને સાંડ કી આંખ રિલીઝ થઈ છે. ઘણા વર્ષો બાદ બોક્સ ઓફિસ ઉપર નોંધપાત્ર ઘસારો જોવા મળી રહ્યો છે. જેમાં હાઉસફૂલ 4ની વાત કરવામાં આવે તો તેને દર્શકો અને ક્રિટિક્સ તરફથી મિશ્ર પ્રતિક્રિયા મળી છે. પરંતુ કમાણીના મામલે ફિલ્મ સારૂ પ્રદર્શન કરી રહી છે. હાઉસફૂલ 4એ પહેલા દિવસે લગભગ 20 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી છે. ફિલ્મને શુક્રવારે ધનતેરસનો ફાયદો મળ્યો હતો. પહેલા દિવસની ઓપનિંગની વાત કરવામાં આવે તો હાઉસફૂલ સિરિઝની તમામ ફિલ્મમાંથી હાઉસફૂલ 4નું ઓપનિંગ સૌથી સારૂ છે. અક્ષય કુમારની મલ્ટી સ્ટારર ફિલ્મમાં રિતેશ દેશમુખ, બોબી દેઓલ, કૃતિ સેનન, કૃતિ ખરબંદા, પૂજા હેગડે, ચંકી પાંડે અને જોની લિવર છે.’
અભિનેતા સલમાન ખાન અને ફિલ્મમેકર સાજીદ નડિયાદવાલાની જોડીએ છ હિટ ફિલ્મો આપી છે અને ફરી તે કિકની સિકવલ માટે સાથે કામ કરી રહ્યા છે. કિક-2નું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે. જોકે, તે અગાઉ પણ આ બંને જોડાયા છે. સાજીદની ફિલ્મ હાઉસફૂલ-4 રજૂ થઈ રહી છે અને તેમાં સલમાનની ડિસેમ્બર મહિનામાં રજૂ થનારી ફિલ્મ દબંગ-3નું ટ્રેલર દેખાડવામાં આવશે. હાઉસફૂલ-4માં અક્ષય કુમાર સાથે બોબી દેઓલ, રિતેશ દેશમુખ જેવા કલાકારો છે.’
નોંધનયી છે કે સાજીદ સલમાન અને અક્ષય બંને સાથે સારી મિત્રતા ધરાવે છે. અક્ષય અને તે એક જ સ્કૂલમાં ભણ્યા હતા તથા એક જ બસમાં સાથે જતા હતા. જયારે 1990ના દાયકામાં સાજીદ અને સલમાનના લગ્ન એક જ તારીખે નક્કી થયા હતા.’ બાદમાં સલમાનના લગ્ન રદ્ થયા હતા અને તે સાજીદના લગ્નમાં હાજર રહ્યો હતો. સલમાન અને અક્ષયે અત્યાર સુધી બે ફિલ્મો મુજ સે શાદી કરોગી અને જાને મનમાં સાથે અભિનય કર્યો છે. સાજીદે કહ્યું કે, આ બંનેને સાથે જોવા એક લહાવો છે. અત્યારે તો બંને પોતપોતાની ફિલ્મોમાં વ્યસ્ત છે. પરંતુ જો મારી પાસે એવી પટકથા આવી તો હું સલમાન અને અક્ષયને સાથે લઇશ.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના 36 કલાક અગાઉ તા.19મીની રાત્રે મુંબઇ ખાતે સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ શિવસેનામાં સત્તાવાર રીતે જોઇન થવાની વિધી પૂરી કરી હતી. શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેએ ઔપચારિક રીતે શેરા ને શિવસેનામાં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે શેરાને તલવાર અને ભગવા રંગની શાલ ઓઢાડીને શિવસેનામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
સલમાન ખાનનો બોડી ગાર્ડ હોવા છતાં શેરા એક સેલિબ્રીટી મનાય છે અને શેરાએ શિવસેના જોઇન કર્યાના સમાચારો વિશ્વભરમાં ચમક્યા હતા.
એક ફાઇલ તસ્વીરમાં શિવસેનાના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરે સાથે શેરા દ્રશ્યમાન છે. અત્યાર સુધી શેરા શિવસેનાના શુભેચ્છક હતા હવે સત્તાવાર રીતે કાર્યકર અને નેતા બન્યા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.