
એ આર રહેમાનની પ્રતિભા લોકો સામે આવતા પહેલા તેમના જીવનમાં એક સમય એવો પણ હતો કે જ્યારે તેઓ પોતાની જાતને અસફળ માનવા લાગ્યા હતા અને લગભગ દરરોજ આત્મહત્યા કરવાનું વિચારતા હતા.

ઑસ્કાર એવોર્ડ વિજેતા અને પ્રસિદ્ધ સંગીતકારે જણાવ્યું હતું કે ‘પચીસ વર્ષનો થયો ત્યાં સુધી હું આત્મહત્યા કરવાનું વિચારતો હતો. મારા પિતાનું નિધન થતા હું નિરાશ થઇ ગયો હતો. જીવનમાં ઘણી વસ્તુઓ થઇ રહી હતી. જોકે, આ બધી વસ્તુઓએ જ મને વધુ નિડર બનાવી દીધો. મૃત્યુ નિશ્ર્ચિત છે. જે પણ વસ્તુ બની છે તેની એક્સ્પાઇરી ડેટ નક્કી જ હોય છે. તો પછી કોઇ વસ્તુથી કેમ ડરવું?.
સંગીતકારે ‘નોટ્સ ઑફ અ ડ્રીમ: ધ ઑથોરાઈઝડ બાયોગ્રાફી ઑફ એ આર રહેમાન’માં તેના જીવનના કઠીન દિવસો અને અન્ય ઘટનાઓની વાત કરી છે. આ પુસ્તકને કૃષ્ણ ત્રિલોકે લખ્યું છે, જેનું વિમોચન તાજેતરમાં કરવામાં આવ્યું હતું.

લોકો જે ફિલ્મની ખૂબ જ ઉત્કંઠાથી રાહ જોઈ રહ્યા છે એ ફિલ્મ ‘૨.૦’ને બનાવવા પાછળ લગભગ ૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તા.3 નવેમ્બર 2018ના રોજ આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ૨૦૧૦માં આવેલી ડિરેક્ટર શંકરની ‘રોબોટ’ની સીક્વલ છે. ‘૨.૦’ ૨૯ નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ વિશે રજનીકાન્તે કહ્યું હતું કે ‘મારી વાત યાદ રાખજો આ ફિલ્મ સુપરહિટ થવાની છે. હું ઍડ્વાન્સમાં શંકરને અને પ્રોડક્શન-હાઉસને શુભેચ્છા આપું છુ. લગભગ ૬૦૦ કરોડ રૂપિયા આ ફિલ્મ બનાવવામાં લાગ્યા છે. પ્રોડક્શન-હાઉસના સર્પોટ વગર આ ફિલ્મ બનવી શક્ય નહોતી. આ માત્ર રજનીકાન્તની ફિલ્મ નથી. આ પૈસા શંકર પાછળ ખર્ચવામાં આવ્યા છે, જે હંમેશાં લોકોને એન્ટરટેઇન કરવામાં સફળ રહ્યા છે. આ શંકરનું વિઝન છે અને પ્રોડક્શન-હાઉસે એની પાછળ જે રકમ ખર્ચી છે એના માટે હું તેમનો આભારી છું.’
રજનીકાન્ત, અક્ષયકુમાર અને ‘૨.૦’ના ડિરેક્ટર શંકરે ગઈ કાલે ચેન્નઈમાં ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કર્યું હતું. આ ફિલ્મમાં મોબાઇલનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિ ખતરનાક હોય છે એવું કહેવામાં આવ્યું છે. ટંૂકમાં મોબાઇલ આ ફિલ્મમાં મહkવનો ભાગ ભજવી રહ્યો છે અને એથી જ તેઓ લૉન્ચમાં પણ મોબાઇલ સાથે જોવા મYયા હતા.

પહેલી ગુજરાતી SCI-FI ફિલ્મ ‘શોર્ટ સર્કિટ’નું ટીઝર પોસ્ટર રીલીઝ થઈ ચૂક્યુ છે. ફિલ્મના પોસ્ટરમાં ફક્ત એક વ્યક્તિનો હાથ દર્શાવાયો છે. આ હાથના કાંડા પર ઘડિયાળ બાંધેલી છે. અને ઘડિયાળની અંદર સમયની સાથે સાથે ફરી એનો એ જ હાથ દેખાયા કરે છે. પોસ્ટર જોયા બાદ ફિલ્મ ટાઈમ ટ્રાવેલ પર હોય તેવું લાગી રહ્યું છે. તો એક શક્યતા ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાની ગુજરાતી રિમેક હોવાની પણ છે.
આ ફિલ્મમાં RJ ધ્વનિત લીડ રોલમાં છે. તો ધ્વનિતની સાથે કિંજલ રાજપ્રિયા અને સ્મિત પંડ્યા છે. તો ઉત્કર્ષ મઝુમદાર, રાગી જાની અને અર્ચન ત્રિવેદી જેવા દમદાર એક્ટર્સની હાજરી પણ છે. ફિલ્મને ફૈઝલ હાશ્મી, ભાર્ગવની સાથે મોહસીને લખી છે. ફૈઝલ હાશ્મીએ જ ફિલ્મ ડિરેક્ટ કરી છે. ટ્વાઈલાઈટ પ્રોડક્શનના બેનર હેઠળ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.

જો કે ફિલ્મના ડિરેક્ટર ફૈઝલ હાશ્મીના કહેવા પ્રમાણે,’શોર્ટ સર્કિટ’ કોઈ ફિલ્મની રિમેક કે કૉપી નથી. આ એક ઓરિજિનલ સ્ટોરી છે. ફિલ્મ એક કમ્પ્યુટર એન્જિનિયરની સ્ટોરી છે. ફિલ્મનો હીરો કોઈ ટ્રેપમાં ફસાય છે પછી તેમાંથી કેવી રીતે બહાર નીકળે છે, પોતાની સમસ્યાઓ સામે લડતા સામાન્ય વ્યક્તિની આ સ્ટોરી છે. ફિલ્મ આ સંઘર્ષની વાત કરે છે.’ જો કે આ બધામાં ટેક્નોલોજી કેવી રીતે મદદ કરે છે, ફિલ્મમાં શું થાય છે તે જાણવા માટે ફિલ્મ જ જોવી પડશે.
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ધીમેધીમે પીક પકડી રહી છે. મસાલા અને કોમેડી ફિલ્મ્સની સાથે સાથે હવે ઈન્ડસ્ટ્રીમાં નવા એક્સપેરિમેન્ટ પણ થઈ રહ્યા છે. ‘ઢ’ અને ‘રેવા’ જેવી ડિફરન્ટ ટાઈપ્સની ફિલ્મો પણ દર્શકોને પસંદ પડી છે. ત્યારે હવે ટૂંક સમયમાં સિલ્વર સ્ક્રીન પર આવશે પહેલી ગુજરાતી સાયન્સ ફિક્શન ફિલ્મ.
કર્ણાટકના હિન્દુ સંઘ, કર્ણાટક રક્ષણા વેડિકેના સભ્યોએ સોમવારે તા.8મી ઓક્ટોબર 2018ના રોજ કર્ણાટકમાં બોલીવુડની એક્ટ્રેસ સની લિયોનીના પોસ્ટર્સ સળગાવ્યા હતા. વિરોધીઓ સની લિયોનીની વિરમાદેવી ફિલ્મ માંથી કાઢી નાંખવા માટે વિરોધ કરી રહ્યા છે. કર્ણાટક રક્ષણા વેડિકેના સભ્ય હરિશે મીડિયાને જણાવ્યું હતું કે, અમારો સંઘ સની લિયોનીને વિરમાદેવી ફિલ્મમાં કાસ્ટ કરવા સામે વિરોધ કરી રહ્યો છે કેમકે આ એક ઐતિહાસિક ફિલ્મ છે.

વિરમાદેવી ફિલ્મ એક મોટા બજેટની ફિલ્મ છે જેને પ્રોડ્યુસ પોન્સે સ્ટીફન કરી છે વિરમાદેવી ફિલ્મ સ્ટીફન બેનર હેઠળ બની છે. આ ફિલ્મ માટે સનીએ તલવાર બાજી અને ઘોડે સવારીની ખાસ ટ્રેનિંગ લીધી હતી.
આયુષ શર્મા લવરાત્રી ફિલ્મનું પ્રમોશન કરવા વડોદરામાં આવ્યો હતો. બોલીવૂડ સ્ટાર સલમાન ખાનના બનેવી આયુષ શર્માની પહેલી ફિલ્મ લવરાત્રી ખૂબ જ જલદી રિલીઝ થવાની છે. ફિલ્મ રિલીઝ પહેલાં લવરાત્રીના બંને લીડ એક્ટર આયુષ અને વરીના હુસેન વડોદરા શહેરમાં પહેલી વાર પ્રમોશન માટે પહોંચ્યાં, પરંતુ આ પ્રમોશન તેમના પર ત્યારે ભારે પડ્યું જ્યારે તા.13મી ઓગસ્ટ 2018ની રાત્રે પોલીસ તેમની હોટલ સુધી પહોંચી ગઇ હતી.

આયુષ શર્મા અને કો-સ્ટાર વરીના હુસેન ફિલ્મના પ્રમોશન માટે વડોદરા આવ્યાં હતાં અને હેલ્મેટ પહેર્યા વગર સ્કૂટી ચલાવી રહ્યાં હતાં. આયુષ અને વરીનાએ લગભગ પાંચ વાગ્યે હરણી ઍરપોર્ટથી લઇને સુરસાગર લેકની વચ્ચે હેલ્મેટ વગર સ્કૂટી ચલાવ્યું. આ બંને સ્ટારે તેમના ચાહકો સાથે વાતો પણ કરી. હેલ્મેટ પહેર્યા વગર સ્કૂટી ચલાવીને આ બંનેએ ટ્રાફિકનો નિયમ તોડ્યો અને આ બંનેની હેલ્મેટ વગરની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગઇ. આયુષ અને વરીનાની તસવીર વાઇરલ થતાં જ પોલીસ પણ એકશનમાં આવી અને સોમવારે રાત્રે એ હોટલમાં પહોંચી ગઇ, જ્યાં આયુષ શર્મા અને વરીના રોકાયાં હતાં. ત્યારબાદ પોલીસે તેમનું ચલણ ફાડ્યું અને બંને સ્ટારને 100-100 રૂપિયાનો દંડ ફટકાર્યો.
સુશાંત સિંહ રાજપુત પહેલી વાર અનોખો અને અલગ પ્રયાસ કરવા જઇ રહ્યો છે. ફિલ્મી કાનાફૂસી દ્વારા જાણવા મળ્યું છે કે સુશાંત તેના આગામી પ્રોજેક્ટમાં એક સાથે 12 પાત્રો ભજવવા જઇ રહ્યો છે. તમને પણ આ સાંભળીને નવાઇ લાગી ને! જી હા, સુશાંત તેની એક વેબ સિરીઝમાં 540 બીસી થી 2015 સુધીના કાળમાં ભારત દેશમાં જેટલા મહાન વ્યક્તિઓની ગાથાને વણી લેવામાં આવશે.

ખાસ વાત એ છે કે સુશાંત તેના એક મિત્ર સાથે મળીને નિર્માણ આ વેબ સિરીઝનું નિર્માણ કરવા જઇ રહ્યો છે. અભિનયની સાથે હવે સુશાંત નિર્માણ ક્ષેત્રે પણ થોડું ધ્યાન આપવા માગે છે. આ સિરીઝમાં ડૉ. એ.પી. જે. અબ્દુલ કલામ, ચાણક્ય અને રવિન્દ્રનાથ ટાગોર જેવી મહાન ઐતિહાસિક હસ્તીઓના પાત્રમાં સુશાંત અભિનય કરતો જોવા મળશે. સુશાંત ઇન્ડસ્ટ્રીના વર્સટાઇલ ઍક્ટર છે. તેણે ભારતીય ક્રિકેટર એમ. એસ. ધોનીના જીવન પર બનેલી ‘એમ. એસ. ધોની: ધ અન્ટોલ્ડ સ્ટોરી’માં ધોનીનું પાત્ર ભજવીને સમીક્ષકોની ખૂબ જ વાહવાહી લૂંટી હતી.
હવે તે અભિષેક કપૂર દિગ્દર્શિત ‘કેદારનાથ’માં સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન સાથે જોવા મળશે. આ ઉપરાંત તેને અક્ષય કુમારે નકારેલી ફિલ્મ ‘મુગલ’ માટે પહેલા આમિર ખાનનું નામ અખબારોમાં ચમકતું હતું, ત્યારબાદ સુશાંતને પણ આ ફિલ્મ ઓફર કરવામાં આવી એવી ખબરોએ જોર પકડ્યું હતું.
જોકે, આ બધી ફક્ત અફવાઓ જ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મમાં રણબીર કપૂરનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે. 2019ની નાતાલમાં રિલીઝ થવા જઇ રહેલી ‘મુગલ’ ગુલશન કુમારના જીવન પર આધારિત ફિલ્મ હશે. હવે જોવું એ રહ્યું કે ‘સંજુ’ કર્યા બાદ હજુ એક બાયોપિકમાં રણબીર જોવા મળશે કે નહીં!
રૂ. 34 કરોડની જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેકસ)ની કથિત છેતરપિંડી આચરવા પ્રકરણે ફિલ્મ ડિરેક્ટર વિજય ગુટ્ટેની ધરપકડ કરવામાં આવી હતી, એમ જીએસટી ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું.

આગામી ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ના ડિરેક્ટર ગુટ્ટેની ગુરુવારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ઇન્ટેલિજન્સ (ડીજીજીએસટીઆઇ) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગુટ્ટેને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને 14 ઓગસ્ટ સુધીની અદાલતી કસ્ટડી ફટકારાઇ હતી.
ગુટ્ટે સામે ગુડ્સ એન્ડ સર્વિસીસના કોઇ પણ પુરવઠા વિના બિલ અને ઇન્વોઇસીસનો ઉપયોગ કરીને ઇનપુટ ટેક્સનો ખોટી રીતે લાભ લેવા સંબંધી કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. ગુટ્ટેની કંપની વીઆરજી ડિજિટલ કોર્પ પ્રા. લિ.એ અન્ય કંપની હોરાયઝન આઉટસોર્સ સોલ્યુશન્સ પ્રા.લિ. પાસેથી પ્રાપ્ત એનિમેશન અને મેનપાવર સર્વિસીસ માટે રૂ. 34.37 કરોડની જીએસટીને સાંકળતા 149 બનાવટી ઇન્વોઇસીસ પ્રાપ્ત કર્યાં હતાં. મે, 2018માં ડીજીજીએસટીઆઈએ જીએસટી છેતરપિંડી સંદર્ભે હોરાયઝન આઉટસોર્સ સોલ્યુશન્સના ડિરેક્ટરની ધરપકડ કરી હતી. આ કેસની તપાસમાં જાણવા મળ્યું હતું કે ગુટ્ટેની કંપની હોરાયઝન આઉટસોર્સના ટોચના ક્લાયન્ટ્સમાંથી એક હતી અને તેણે સેવાઓના વાસ્તવિક પુરવઠા વિના રૂ. 34.37 કરોડના જીએસટી ઇમ્પ્લિકેશન સાથે આશરે રૂ. 266 કરોડની સેવાઓ પ્રાપ્ત કરી હોવાનું બતાવ્યું હતું, એમ અધિકારીએ કહ્યું હતું.
નિયમ અનુસાર કરચોરી કરવામાં આવી હોય કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે મેળવાયું હોય કે ઉપયોગ કરાયું હોય અથવા રિફંડ ખોટી રીતે મેળવાયું હોય તેમાં રૂ. પાંચ કરોડથી વધુ રકમ સંકળાયેલી હોય તો આરોપીને દંડ થઇ શકે અને પાંચ વર્ષ સુધીની સજા થઇ શકે.
એજન્સીનો દાવો છે કે ગુટ્ટેની કંપનીએ જુલાઇ, 2017થી આ બનાવટી ઇન્વોઇસીસ માટે પ્રાપ્ત સેન્ટ્રલ વેલ્યુ એડેડ ટેક્સ (સીઇએનવીએટી) ક્રેડિટ સામે સરકાર પાસેથી રૂ. 28 કરોડના રોકડ રિફંડનો ખોટી રીતે દાવો કર્યો હતો. ગુટ્ટેએ ખોટી રીતે બિન-અસ્તિત્વની ઇનપુટ ટેક્ટ ક્રેડિટ મેળવી હતી અને બનાવટી ઇન્વોઇસીસને આધારે જીએસટી વિભાગ પાસેથી આઇટીસીના રિફંડનો છેતરપિંડીથી દાવો પણ કર્યો હતો. આવું કરીને ગુટ્ટે અને તેની કંપનીએ કથિત છેતરપિંડી કરી હતી અને સરકારી તિજોરીને નુકસાન કર્યું હતું.
ગુટ્ટેએ ત્રણ ફિલ્મ ‘ઇમોશનલ અત્યાચાર’, ‘ટાઇમ બારા વૈત’ અને ‘બદમાશિયાં’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. તેણે ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ બનાવી છે, જે 21 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ વડા પ્રધાન મનમોહન સિંહ વિશે એ જ નામના પુસ્તક પર આધારિત છે, જેમાં મુખ્ય ભૂમિકા અનુપમ ખેરની છે.
સંજય દત્તની બાયોપિક ‘સંજુ’એ ૨૯ જૂને રિલીઝ થયા બાદ બૉક્સ-ઑફિસ પર ધૂમ મચાવીને માત્ર ૧૬ દિવસમાં ૩૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ૩૦૦ કરોડની ક્લબમાં સામેલ થનારી બૉલીવુડની આ સાતમી ફિલ્મ છે. ‘સંજુ’એ દસમા દિવસે ૨૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, પણ એ પછી ૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરતાં એને છ દિવસ લાગ્યા છે. ભારતમાં આ ફિલ્મ ૪૦૦૦ સ્ક્રીન પર રજૂ થઈ છે. બીજી તરફ આ ફિલ્મને ૬૫ દેશોમાં પણ ૧૩૦૦ સ્ક્રીન પર રજૂ કરવામાં આવી છે અને એનું વર્લ્ડવાઇડ બૉક્સ-ઑફિસ કલેક્શન ૫૦૦ કરોડ રૂપિયા જેટલું થયું છે.
વળી આ ફિલ્મ સૌથી વધારે બિઝનેસ કરનારી છઠ્ઠા નંબરની હિન્દી ફિલ્મ બની છે. હિન્દી ‘બાહુબલી ૨’એ બૉક્સ-ઑફિસ પર સૌથી વધારે ૫૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ત્યાર બાદ બીજા નંબરે આમિર ખાનની ‘દંગલ’ અને ત્રીજા નંબરે ‘ક્ટk’ છે. ચોથા અને પાંચમા નંબર પર સલમાન ખાનની ‘ટાઇગર ઝિંદા હૈ’ અને ‘બજરંગી ભાઈજાન’ છે. હવે એવું લાગે છે કે ‘સંજુ’ ટૂંક સમયમાં ‘બજરંગી ભાઈજાન’ને પાછળ છોડીને પાંચમા ક્રમાંકનું સ્થાન મેળવી લેશે.
સૌથી નવાઈની વાત એ છે કે આ ફિલ્મ કોઈ તહેવાર અથવા તો પબ્લિક હૉલિડે પર રિલીઝ નથી થઈ. વરસાદ ખૂબ જ પડી રહ્યો હોવા છતાં આ ફિલ્મે ખૂબ જ સારો બિઝનેસ કર્યો છે. આ અઠવાડિયામાં ‘સૂરમા’ અને ‘ઍન્ટ-મૅન ઍન્ડ ધ વાસ્પ’ રિલીઝ થઈ છે. ‘સૂરમા’એ શુક્રવારે ૩.૨૦ કરોડ અને શનિવારે ૫.૦૫ કરોડનો બિઝનેસ કર્યો હતો. ‘ઍન્ટ-મૅન ઍન્ડ ધ વાસ્પ’ ફિલ્મે શુક્રવારે ૫.૫૦ કરોડ અને શનિવારે ૭ કરોડનો બિઝનેસ કર્યો હતો. એની સામે ‘સંજુ’એ ૬.૭૫ કરોડનો બિઝનેસ કર્યો છે.

આમિર ખાન હાલમાં ઓશોની બાયોપિક માટે લુક-ટેસ્ટ કરી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મને ‘કપૂર ઍન્ડ સન્સ’નો ડિરેક્ટર શકુન બત્રા ડિરેક્ટ કરશે. આ ફિલ્મ માટે આમિર હા પાડે એ પહેલાં તે લુક-ટેસ્ટ કરવા માગે છે. જો તે લુકમાં આચાર્ય રજનીશ જેવો દેખાયો તો જ તે આ ફિલ્મ માટે હા પાડશે. આ લુક માટે તે હાલમાં પ્રોસ્થેટિક એક્સપર્ટને મળી રહ્યો છે. આમિરને સ્ક્રિપ્ટ પસંદ પડી છે, પરંતુ તે લુકને લઈને થોડો ચિંતિત છે. આ ફિલ્મમાં આમિરે ચાર લુક કરવા પડશે અને એથી જ તે ફિલ્મ માટે હા પાડે એ પહેલાં દરેક લુકને ટેસ્ટ કરવા માગે છે. આ ફિલ્મ માટે આમિર માથાના આગળના ભાગમાં વાળ વગરના લુકમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં ઓશોની શરૂથી લઈને અંત સુધીની તમામ વાતો કરવામાં આવશે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ માટે બનાવવામાં આવેલી ‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’માં જે નહોતું દેખાડવામાં આવ્યું એ પણ આ બાયોપિકમાં દેખાડવામાં આવશે.’
આ ફિલ્મમાં મા આનંદશીલાનું પાત્ર આલિયા ભટ્ટ ભજવશે એવી ચર્ચા છે.
ઇન્સ્ટાગ્રામ પર બોલીવુડ અને હોલીવુડમાં હીટ થઇ રહેલી ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરાના સૌથી વધુ ૨.૫ કરોડ ફૉલોઅર્સ થઇ ચૂક્યા છે. તેના ઇન્સ્ટાગ્રામ પર પચીસ મિલ્યન એટલે કે ૨.૫૦ કરોડ ફૉલોઅર્સ થયા છે. તેણે દીપિકા પાદુકોણને પણ પાછળ છોડી દીધી છે. દીપિકાના ફૉલોઅર્સ વધુ હતા, પરંતુ હવે પ્રિયંકાએ બાજી મારી લીધી છે. પ્રિયંકા તેની અમેરિકન ટીવી-સિરિયલ ‘ક્વૉન્ટિકો’ અને હવે તેના અમેરિકન બૉયફ્રેન્ડ નિક જોનાસને લઈને સોશ્યલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે. તે પહેલી સેલિબ્રિટી છે જેના ઇન્સ્ટાગ્રામ પર આટલા ફૉલોઅર્સ છે. પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર ૨૫ મિલ્યન ફૉલોઅર્સ થતાં પોતાની પ્રોફાઇલને શૅર કરતાં લખ્યું હતું કે ‘૨૫ મિલ્યન સ્ટ્રૉન્ગ ફૉલોઅર્સ. તમારા પ્રેમ બદલ આભાર. હું પણ તમને એટલો જ પ્રેમ કરું છું.’
