- ગુજરાતી સાહિત્યકૃતિ આધારિત ફિલ્મોનું નિર્માણ થાય તો સરકાર વધુ 25 ટકા સબસિડી આપશે
- કોઈ ફિલ્મ 100માંથી 21 માર્કસ મેળવશે તો પણ રૂ.5 લાખ સબસિડી પેટે મળશે

ગુજરાત સરકારે રાજ્યમાં ફિલ્મ નીતિ કેટલાક ફેરફારો કરીને ગુજરાતી ફિલ્મો બનાવનારા નિર્માતાઓને વધુમાં વધુ રાહત અને સહાય આપવાની જાહેરાત કરી છે. હવેથી ગુજરાતમાં એ ગ્રેડ મેળવનારી ગુજરાતી ફિલ્મોને સૌથી વધુ રૂ.50 લાખ મળતાં હતાં, આ કેટેગરીની ઉપર હવે એ પ્લસ ગ્રેડનો ઉમેરો કરીને સબસિડીની રકમ રૂ.50 લાખમાંથી વધારીને રૂ.75 લાખ આપવાની જોગવાઇ કરવામાં આવી છે.
- હાલની પોલિસી મુજબ કોઇ ફિલ્મ 100માંથી ઓછામાં ઓછા 41 માર્કસ મેળવે તો જ રૂ.5 લાખ મળતાં હતાં, નવી જોગવાઇ મુજબ કોઈ ગુજરાતી ફિલ્મ 21 માર્કસ મેળવશે તો પણ તેને રૂ.5 લાખની સબસિડી મળશે
ફિલ્મો માટે ઓછામાં ઓછી સબસિડીની રકમ રૂ.5 લાખ હતી અને નવી પોલિસીમાં પણ રૂ.5 લાખ છે પરંતુ પ્રથમ 100માંથી ઓછામાં ઓછા 41 માર્કસ મેળવે તો રૂ.5 લાખ મળતાં હતાં હવે કોઈ ફિલ્મ 21 માર્કસ મેળવશે તો પણ તેને રૂ.5 લાખની સબસિડી મળશે. નવી પોલિસીમાં જે બીજો મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે તેમાં સાહિત્યકૃતિ આધારિત કોઈ ફિલ્મનું નિર્માણ કરશે તો તે મળવાપાત્ર સબસિડીની રકમ કરતા રૂ.25 ટકા રકમ વધુ મળશે. આ ઉપરાંત ગુજરાત સરકાર તરફથી જાહેર થતી શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક બન્નેને 2.5 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર મળશે.
- સાહિત્યકૃતિ આધારિત કોઈ ફિલ્મનું નિર્માણ કરશે તો તે મળવાપાત્ર સબસિડીની રકમ કરતા રૂ.25 ટકા રકમ વધુ આપવાની જોગવાઇ
- ટિકીટ વેચાણના કુલ 20 માર્કસ મેળવવાની જોગવાઇમાં અગાઉ 10 હજાર ટિકીટના વેચાણ પર એક માર્ક મળતો હતો હવે 2500 ટિકીટના વેચાણ પર 1 માર્ક મળે તેવી જોગવાઇ
સરકારે એક મહત્વનો ફેરફાર ટિકિટ વેચાણ પરથી મળતા માર્કસ પર પણ કર્યો છે સબસિડી માટે 100 માર્કસમાંથી 20 માર્કસ ટિકિટ વેચાણ પરથી આપવામાં આવશે અગાઉ બે લાખ ટિકિટ વેંચાય તો 20 માર્કસ મળતાં હતાં જે હવે 50 હજાર ટિકિટનો વેચાણ પર પણ મળશે. અગાઉ 100માંથી 20 માર્કસ ટિકિટ વેચાણ પર મેળવવાના રહેતા હતાં જે હજુ પણ એમ જ છે એટલે કે, 20 માકર્સ ટિકિટ વેચાણના તો છે પણ પહેલા 10 હજાર ટિકિટે 1 માકર્સ ગણવામાં આવતો હતો હવે 2500 ટિકિટે એક માર્ક ગણવામાં આવશે. વધુમાં 21 જેટલી ગુજરાતી ફિલ્મોને જૂની નીતિ મુજબ આર્થિક સહાય મળી નથી તેઓને રૂ.5 લાખની ઉચ્ચક રકમ ચૂકવવામાં આવશે. આમ જૂની નીતિની નડતરરૂપ જોગવાઈઓને રદ્દ કરવામાં આવી છે.
ગુજરાતી ફિલ્મોને ગ્રેડ વાઇઝ સબસિડી કેટલી મળશે
કેટેગરી 2019 2016
એ પ્લસ ગ્રેડ 75 લાખ નવો ગ્રેડ ઉભો કરાયો
એ ગ્રેડ 50 લાખ 50 લાખ
બી ગ્રેડ 40 લાખ 25 લાખ
સી ગ્રેડ 30 લાખ 10 લાખ
ડી ગ્રેડ 20 લાખ 5 લાખ
ઈ ગ્રેડ 10 લાખ નવો ગ્રેડ
એફ ગ્રેડ 5 લાખ નવો ગ્રેડ






















