
Arijit Singh Retirement News 2026 | પ્લેબેક સિંગિંગમાંથી અચાનક નિવૃત્તિનું એલાન હિન્દી સિનેમાના મધુર અવાજ અને કરોડો લોકોના ફેવરિટ સિંગર અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગ (ફિલ્મો માટે ગાવાનું) માંથી સંન્યાસ લેવાની સત્તાવાર જાહેરાત કરી છે. અરિજિતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે તે હવે પ્લેબેક વોકલિસ્ટ તરીકે કોઈ નવા પ્રોજેક્ટ્સ સાઇન કરશે નહીં.
નિવૃત્તિ પાછળના મુખ્ય કારણો પોતાના આ ચોંકાવનારા નિર્ણય પાછળ અરિજિતે બે મુખ્ય કારણો આપ્યા છે:
- કંટાળો (Boredom): અરિજિતે જણાવ્યું કે તે ખૂબ જ ઝડપથી કંટાળી જાય છે. તે સ્ટેજ પર પણ એકના એક ગીતો અલગ અરેન્જમેન્ટ સાથે ગાય છે કારણ કે તેને નવું કરવાની ભૂખ છે. તેણે કહ્યું, “મારે જીવવા માટે કંઈક અલગ મ્યુઝિક કરવાની જરૂર છે.”
- નવા સિંગર્સ માટે તક: અરિજિત ઈચ્છે છે કે હવે કોઈ નવો અવાજ અને નવો સિંગર ઉભરે, જે તેના માટે સાચું મોટિવેશન બની શકે.
મ્યુઝિક બનાવવાનું ચાલુ રાખશે
ચાહકો માટે રાહતના સમાચાર એ છે કે અરિજિતે સ્પષ્ટ કર્યું છે કે તે સંગીત બનાવવાનું (Music Production) છોડી રહ્યો નથી. તે સ્વતંત્ર મ્યુઝિક પ્રોડક્શન, લાઈવ શો અને કોન્સર્ટમાં પરફોર્મ કરવાનું ચાલુ રાખશે. તેણે લખ્યું કે, “ભગવાનની મારા પર મહેરબાની રહી છે, હું ભવિષ્યમાં સંગીત વિશે વધુ શીખીશ અને એક નાના કલાકાર તરીકે કંઈક વધુ નવું કરીશ.”
છેલ્લું ગીત અને બાકી પ્રોજેક્ટ્સ
સલમાન ખાનની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું ગીત ‘માતૃભૂમિ’ અરિજિત સિંહના પ્લેબેક કરિયરનું છેલ્લું ગીત બની રહ્યું છે. હાલમાં તેની પાસે જે પણ જૂના કમિટમેન્ટ્સ છે, તે તેને પૂરા કરશે. તેથી આ વર્ષે તેના જૂના રેકોર્ડ કરેલા કેટલાક ગીતો રિલીઝ થઈ શકે છે, પરંતુ તે હવે કોઈ નવી ફિલ્મો સાઇન કરશે નહીં.










