CIA ALERT

Alert Archives - Page 411 of 512 - CIA Live

January 31, 2019
voterlist1-1280x720.jpg
1min9380

ગુજરાતમાં 26 બેઠકો માટે યોજાનાર લોકસભાની ચૂંટણીની નવી મતદાર યાદી જાહેર

ગુજરાતમાં 26 બેઠકો માટે યોજાનાર લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે રાજ્યની નવી મતદાર યાદી જાહેર થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણીમાં કુલ 4 કરોડને 47 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ પહેલાની યાદી કરતા આ વર્ષે અગાઉની યાદી કરતા અંદાજે નવા સાત લાખ મતદારોનો વધારો નોંધાયો છે.

2019ની ચૂંટણી પહેલાંની આખરી મતદાન યાદી પ્રસિદ્ધિ કરવામાં આવી છે. ત્યારે ચૂંટણીના ઉમેદવારી પત્ર ભરવાના 10 દિવસ પહેલા સુધી મતદાર યાદીમાં સુધારા કરી શકાશે. દરેક મતદારો પોતાની મતદાન યાદીમાં ઓનલાઇન પોતાનું નામ ચૅક કરી શકશે. વેબસાઈટ, ટોલ ફ્રી નંબર તેમજ મતદાર નોંધણી કચેરી ઉપર ચેક કરી શકાશે. ૧૯૫૦ ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેના પાર મતદાન યાદી ચકાસી શકાશે. મતદાર યાદીમાં નામ ન હોય તો 6 નંબર નું ફોર્મ ભરી નામ ઉમેરી શકાશે.

– મતદાન યાદીમાં કુલ 4 કરોડ 47 લાખ મતદારો
– કુલ મતદારો પૈકી 2 કરોડ 32 લાખ પુરુષ અને 2 કરોડ 14 લાખ મહિલાઓ સામેલ
– થર્ડ જેન્ડરના 1053 મતદારો નોંધાયા
– કુલ 51709 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે.
– 8 લાખ યુવા મતદારો પહેલીવાર પોતાના મતનો ઉપયોગ કરશે
– જે લોકો મૃત્યુ પામ્યા હોય અને શિફ્ટ થયા હોય એની સંખ્યા ૩૧ હજાર
-1૦૦ વર્ષથી વધુ ઉમરનાં લગભગ 1૦૦ જેટલા મતદારો.

ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં ચાલી રહેલા મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત 4 જાન્યુઆરીએ આખરી પ્રસિદ્ધિ કરવાની હતી. જોકે ચૂંટણી પંચ દ્વારા આ તારીખ 31મી જાન્યુઆરી સુધી આવી છે. જે મુજબ આજે યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ.એસ મુરલી ક્રિષ્નાના જણાવ્યા પ્રમાણે, લોકસભા ચૂંટણીની તૈયારીઓ સંપૂર્ણ રીતે ચાલી રહી છે અને આખરી તબક્કામાં પહોંચી છે. નવા મતદારોને ચૂંટણી કાર્ડ આપવાની કામગીરી ફેબ્રુઆરી મહિનામાં પૂરી કરી દેવામાં આવશે. ચૂંટણીપંચના જોઈન્ટ જયદીપ ત્રિવેદીએ જણાવ્યું કે, 4 જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં કુલ ચાર કરોડની 47 લાખ આંકડો છે. જેમાં પ્રથમવાર મતદાન કરનાર યુવાનોની સંખ્યામાં આઠ લાખ જેટલો વધારો નોંધાયો છે. પ્રથમવાર મતદાન કરનાર યુવાનોમાં પણ એક ઉત્સાહનો માહોલ છે. 2019 લોકસભાની ચૂંટણીમાં તેઓ પ્રથમવાર મતદાન કરતા હોવાથી દેશના વિકાસમાં પોતાનું પણ યોગદાન રહેશે એ પ્રકારના આશાવાદ સાથે એવો ઉત્સાહિત છે.

January 31, 2019
cable_tv.jpg
1min6550

ટેલિકૉમ રૅગ્યુલૅટરી ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ડીટીએચ ઑપરેટરોને ગ્રાહકોની ઇચ્છા હોય તો તેઓના લાંબાગાળાના પ્રીપૅડ કમિટમૅન્ટ ચાલુ રાખવાની સલાહ આપી હતી અને કેબલ સેવા માટેના નવા નિયમનો અમલ પહેલી ફેબ્રુઆરીથી જ થવાનો હોવાની સ્પષ્ટતા કરી હતી. પ્રસારણને લગતા નવા નિયમનો અમલ પહેલી ફેબ્રુઆરીથી થવાનો છે.

ટેલિકૉમ રૅગ્યુલૅટરી ઑથૉરિટી ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ આર. એસ. શર્માએ સ્પષ્ટતા કરી હતી કે પ્રસારણ અને કેબલ સેવા માટે નવા નિયમનો અમલ પહેલી ફેબ્રુઆરીથી જ કરાશે અને આ મહેતલમાં કોઇ ફેરફાર નથી કરાયો. શર્માએ આશા વ્યક્ત કરી હતી કે ડીટીએચ અને કેબલ સેવા માટેના નવા નિયમનો અમલ કરતી વખતે ગ્રાહકોને કોઇ તકલીફ નહિ પડે.

તેમણે જણાવ્યું હતું કે જો ગ્રાહકે ટૂંકા કે લાંબાગાળાના પૅક માટે નાણાં ચૂકવી દીધા હોય તો આ રકમ ભાવિ ચુકવણી સામે વાળવામાં (ઍડજસ્ટ કરવામાં) આવશે.શર્માએ જણાવ્યું હતું કે લાંબાગાળાનું પૅકૅજ પૂરું થાય ત્યાં સુધી ચાલુ રાખવું કે નવી યંત્રણા અપનાવી લેવી, એ નક્કી કરવાનો ગ્રાહકને અધિકાર રહેશે. ટૂંકાગાળાનું પૅકૅજ ધરાવતા ગ્રાહકો પણ રિચાર્જ વખતે પોતાની પસંદગી કરી શકશે.

January 30, 2019
modisurat-1280x796.jpeg
1min15010

સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં ફોરેન સ્ટાઇલમાં મોદીની સભા યોજાઇ, મોદીએ કહ્યું હું થાકતો નથી. જે લોકો સ્ટેડીયમમાં નથી આવી શક્યા તેમની માફી માગું છું. દેશનો નવ જવાન દેશનું ભવિષ્ય છે. આજરોજ તા.30મી જાન્યુઆરી 2019ના રોજ સુરતના શ્રોતાઓથી ખચાખચ ભરાયેલા ઇન્ડોર સ્ટેડીયમમાં સી.એ, વકીલો, તબીબો, વ્યાપારીઓ, વ્યવસાયિકો, કોલેજીયન્સ વગેરેની ઉપસ્થિતિમાં નરેન્દ્ર મોદીએ 2019ની ચૂંટણી માટે જબરદસ્ત માર્કેટિંગ કર્યું હતું. તેમણે યંગસ્ટર્સ અને નવા વોટર્સને નમો એપ ડાઉનલોડ કરીને તેમને ગમતી, સારી બાબતોને નેટ પર શેર કરવા માટે પણ આહવાન કર્યું હતું.

સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં મોડી સાંજે સુરતના બુદ્ધીજીવીઓ સાથે ભારતના નરેન્દ્ર મોદીનો વાર્તાલાપ યોજાયો હતો. જે અક્ષરશઃ અત્રે પ્રસ્તુત છે.

દેશ ઝડપી ગતિએ બદલાય રહ્યો છે. આશાઓ અને અપેક્ષા સાથે 2014માં તમે મને દેશની જવાબદારી સોંપી હતી. ગુજરાતના લોકો મને મારા કામને જાણતા હતા, પણ હિન્દુસ્તાન માટે હું નવો હતો, પણ દેશે મારા પર ભરોસો કર્યો, ગુજરાતીઓએ દેશને જણાવ્યું. આજે વિકાસના કામોની વાત ચર્ચાય રહી છે. દુનિયામાં ભારતનો નકશો બદલાવા અંગે છાપ પડી રહી છે. કારણ મોદી નથી, કારણ મતદારોનો એક મત છે. તમને હવે ખબર પડી રહી છે કે તમારા વોટની તાકાત શું છે. તમારા એક મતએ 5 વર્ષ મને કામ કરવાનું બળ આપ્યું, તમારા એક મતે મને દિવસ રાત જાગીને તમારા માટે કંઇક કરવાની પ્રેરણા આપે છે. સુરત વ્યાપારીઓની ભૂમી છે, તમને લાગતું હશે કે તમે 2014માં જે વાવ્યું હતું તેનું ફળ મળ્યું હશે અને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે મળ્યું હશે.

2014ના દિવસોમાં દેશમાં નિરાશા વ્યાપી હતી, દેશ નહીં બચે એવી ચર્ચાઓ ચાલતી હતી. આજે વાતાવરણ બદલાય જવા પામ્યું છે. દેશમાં આશાઓ વિશ્વાસમાં પલટાય અને આ વિશ્વાસ હિન્દુસ્તાનને બહું જ આગળ વધારવા માટે કાફી છે. કેટલાક લોકોનો સ્વભાવ છે રોયા કરવાનો, મારો રોવામાં વિશ્વાસ નથી કે રોવડાવવામાં વિશ્વાસ નથી, પણ મને આગળ ધપવામાં વિશ્વાસ છે. દેશ ચાલી નીકળ્યો છે, દરેક નવા સપનાઓ સાથે આગળ આવ્યા છે. લોકો મને પૂછે છે તમે કામો તો બહું જ કર્યા, દરેક ક્ષેત્રમાં કામ કર્યા પણ તમે લોકોમાં એટલી આશાઓ જગાડી, અપેક્ષાઓ જગાડી તેને તમે પૂરા નહીં કરી શકો. નિરાશાની જગ્યાએ આશા પેદા કરવાની વાત સારી છે. નવી આકાંક્ષા જોવી સારું છે કે ખરાબ છે. આપણને ગર્વ હોવો જોઇએ કે દેશમાં એવી સરકાર કામ કરી રહી છે જેનું કામ જોઇને લોકો કહી રહ્યા છે કે મોદીજી કંઇક કરી શકતા હોય તો બીજું કોઇપણ કરી શક્શે.

આ જ તાકાત છે જે દેશને આગળ વધારે છે. સ્વચ્છતાનો વિષય દેશે સ્વીકારી લીધો છે, પહેલાના ભારતની કલ્પના કરી છે, બે શબ્દો ભારતની ઓળખ બન્યા હતા, કોઇપણ કામ લઇને જાવ તો મારું શું અને બીજો શબ્દ મારે શું. આ બન્ને વૃત્તિઓ સામે લડાઇ લડી છે, જેનુ પરીણામ છે સબકા સાથ સબકા વિકાસ.

પ્રશ્ન નં. 1 ફેનિલ પરીખ

હું કમ્પ્યુટર એન્જિનિયર છું, પહેલા માનસિકતા હતી, આ દેશનું કશું નહીં થાય, પણ હવે દેખઆય રહ્યું છે કે બદલાવ થઇ રહ્યો છું. મારે જાણવું છે કે આ બદલાવ કેવી રીતે થયો

જવાબ

તમે બદલાવને અનુભવો છે એ માટે ધન્યવાદ. એ વાત સાચી છે કે સૌથી પહેલું જો કોઇ કામ કર્યું હોય અમે તો એ 2004થી 2014 કે જ્યારે રિમોટ વાળી સરકાર ચાલતી હતી એ સમયના હાલત એ હતી કે દરેકે માની લીધું હતું કે ખેલ ખતમ છે. અમે નકારાત્મક માનસિકતા ને જ ખતમ કરી દીધી છે. 2014 સુધીના અખબારો વાંચી જુઓ, પહેલા ગોટાળાઓ, કૌભાંડો જ દેખાતા, આજે 2014 પછી છાપાઓની હેડલાઇન બદલાય કે નહીં..એક નાનુ ઉદાહરણ એ છે કે 26 સપ્ટેમ્બરની ઘટના..મુંબઇમાં આતંકી હુમલો, પછી શું થયું…એ પછી અમારી સરકાર દરમિયાન ઉરી ઘટના બની, ઉરીની ઘટના પછી શું થયું એ તમે જાણો છો, મુંબઇમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા પણ સરકાર ઉંઘતી હતી, પણ ઉરની ઘટનાએ મને ઉંઘવા દીધો નહીં. જવાનોની શહાદત અમારા માટે પવિત્ર હતી. અને એમાંથી જ અંદરની આગ હતી કે જે આગ જવાનના દિલમાં હતી, એ જ આગ પ્રધાનમંત્રીના દિલમાં ભભૂકતી હતી. તેનું જ પરીણામ હતું , સર્જિકલ સ્ટ્રાઇક. બદલાવ આવી રીતે આવે છે. કોઇ કલ્પના કરી શકે કે કાળા નાણાં સામે કોઇ આટલી મોટી લડાઇ લડશે. બધાને હતું કે નેતા આવે છે અને પોતાનું સેટ કરી લે છે, પણ આ (હું) એવો નેતા છે જે સેટ તો થતો નથી પણ બીજાને અપસેટ કરી મૂકે છે. 3 લાખ બેનામી કંપનીઓને બંધ કરાવી દીધી, પાપમાં ડૂબેલા લોકોને ચૂં પણ બોલવા દીધી નથી. દેશ હિતમાં અંગત સ્વાર્થ ન હોય તો મોટા નિર્ણય થઇ શકે.

કલ્પના કોઇ કરી શકે છે કે હિન્દુસ્તાનમાં રોજ આંતકીઓને મારી રહ્યા છે. જવાનો શહીદ થાય છે પણ આતંકીઓ તેનાથી વધારે સફાયો થતો હતો. એ સમયે બોંબ ધડાકાઓ થતા હતા, મારા સાડાચાર વર્ષની સરકારમાં કશું થયું નથી. બધું કશ્મીરમાં સીમીત થઇ ગયું. બદલાયો કે નહીં જમાનો.

મુદ્રા યોજના હેઠળ બેકના દરવાજો ખટખટાવો એટલે જામીન વિના ધિરાણ મળે છે, આ દેશમાં બળાત્કાર પહેલા પણ થતો હતો, આજે ત્રણ દિવસમાં બળાત્કારીઓને તત્કાલ ફાંસી મળી જાય છે. બેટીઓને બચાવવા માટે મોટા નિર્ણયો લેવાય છે. ટીવી પર બળાત્કાર 7 દિવસ ચાલે પણ ફાંસીની સજાની ખબર ફટાફટ નીકળી જાય છે. ફાંસીની સજાની ખબર ફેલાવવી જોઇએ જેથી બીજા બળાત્કારની સજાથી ફફડીને આવું દૃષ્કૃત્ય ન કરે.

દેશ બદલાય રહ્યો છે, આપણો સ્વભાવ છે કે બસ, ટ્રેન, પ્લેનમાં બાજુની સીટ ખાલી પડે એટલે આપણે સામાન મૂકી દઇએ છીએ. પણ જ્યારે સીટવાળો આવે ત્યારે અમારે ચીજવસ્તુઓ પાછી લેવી પડે છે ત્યારે મોઢું પડી જાય છે. આપણી સીટ નથી હોતી છતાં ખરાબ લાગે છે, પણ કેટલાકને આ બદલાવ નથી ગમતો. દેશમાં બદલાવ આવ્યો છે, હકારાત્મક બદલાવ મળ્યો. રેલવેમાં સિનિયર સિટીઝન્સને મળતી રાહત સરન્ડર કરવાનો વિકલ્પ ઉમેરવા માટે વિકલ્પ અપાયો, ત્યારે દેશના 45 લાખ સિનિયર સિટીઝન્સે દેશ હિતમાં પોતાની રાહત આપી દેવાનો વિકલ્પ અપનાવ્યો. આ દર્શાવે છે કે દેશનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે. આશાઓ, અપેક્ષાઓને અનુકુળ સરકારની ગતિ, સરકારની મતિ નવી તાકાત આપે છે.

પહેલા એવી માન્યતા હતી કે બધું સરકાર કરે છે, અમે આવીને બદલી નાંખ્યું કે નહીં લોકો જ દેશમાં બધું કરે છે અને દેશ જાતે બધું કરી શકે છે. લોકોના ભરોસે સરકાર દેશને આગળ વધારી રહી છે. એક મોદી નથી, સવાસો કરોડ મોદી છે જે દેશ બદલે છે.

પ્રશ્ન નં.2 ડો. નિશિલ શાહ

ભારતના નાગરિક હોવાનો ગર્વ છે. 2019માં મહાગઠબંધન બનાવે છે ત્યારે કોંગ્રેસ મુક્ત ભારત વિશે શું કહેશો

જવાબ

તમે સાચું કહ્યું કે તમે સામાન્ય પરિવારમાંથી આવો છે, આટલી મોટી લડાઇ કેવી રીતે લડી રહ્યા છો, હું એટલે લડું છું કેમકે હું સામાન્ય પરિવારમાંથી આવ્યો છે. જો હું પણ અમીર પરિવારમાંથી આવ્યો હોત તો મને પણ ડર હોત કે મારા પણ રહસ્યો ખુલ્લા પડી ગયા હશે. પણ મને ડર નથી મારું જીવન ખુલ્લી કિતાબ જેવું છે.14 વર્ષ ગુજરાતમાં કામ કર્યું વિરોધીઓએ કોઇ આંગળી પણ ઉઠાવી શક્યા નથી. ક્યારેય ડર નથી લાગતો. દેશ સમસ્યાઓની જડમાં ભ્રષ્ટાચાર ઉધઇની જેમ ઘૂસીને બધી વ્યવસ્થાઓ ખોરવી નાંખી હતી. હવે કોઇએ તો શરૂઆત કરવી પડે કે નહીં. મારી આત્મા કહી રહી હતી કે ક્યાંકથી તો શરૂ કરવું પડશે, અને મારે ઉપરથી શરૂ કરવું પડ્યું. ઉપર (ધનિક વર્ગ) ઠીક થઇ જશે એટલે બાકી બધું ભમાભમ થવા માંડશે. તમે જોયું જેની ચાર-ચાર પેઢીઓ, જેમનું નામ લેતા જ દેશ ધ્રુજી ઉઠતો હતો, દેશને 18 મહિનો જેલખાનું બનાવી દીધો હતો. 4-4 પેઢી ભારત પર રાજ કરનારાઓને એક ચા વાળો ચૂનોતી આપી રહ્યો છે, લોકોને આ પ્રશ્ન થઇ રહ્યો છે. તમને ખબર છે ને, કોઇએ વિચાર્યું હશે કે તેમના સાગરિતો કોર્ટના ચક્કર કાપી રહ્યા છે, બધા જાણી લે કે તેમણે એક દિવસ જેલ જવું પડશે. દેશનું જેમણે લૂંટ્યું છે એમણે દેશને પાછું આપવુ જ પડશે. પહેલા પણ બેઇમાની કરીને લોકો દેશ છોડીને ભાગ્યા છે કે નહીં, ત્યારે શું થયું. શું કરીએ ભાગી ગયા એવી માનસિકતાથી વિપરીત અમે કાયદા બનાવ્યા, જે ભાગી ગયા છે તેની પાઇ પાઇ જપ્ત કરી લઇશું. જે ભાગી ગયા છે તેઓ પણ આઘાપાછા થઇ રહ્યા છે. 125 કરોડ લોકોના ઉજ્જળ ભવિષ્ય માટે કઠોર નિર્ણય લઇશ. 2019ની ચૂંટણીમાં શું લાગે છે એવા સવાલના જવાબમાં લોકોએ મોદી મોદીના નારા લગાડ્યા હતા. જુઓ જનતા જનાર્દન ઇશ્વરનું સ્વરૂપ હોય છે. 2019માં અમારી સામે કસોટી છે, એક દળ કે એક પક્ષના રૂપમાં કોંગ્રેસ હારી જાય એનાથી માની જવાનું નથી. કોંગ્રેસે જે પરિવારવાદ, જાતીવાદ, વંશવાદ, ભ્રષ્ટાચાર, મેરા-તેરાની બિમારીમાંથી દેશને બહાર કાઢવો જ પડશે. એટલે જ અમે મંત્ર લઇને આવ્યા છે સબકા સાથ સબકા વિકાસ.

પ્રશ્ન નંબર 3 શ્રીમતી ઉર્મિલા બારોટ,

હું પોલિટીક્સ ફોલો કરી રહી છું, 2014માં જે લોકો તમને હારતા જોવા માંગતા હતા, એ જ લોકો મિડીયા અને પ્રસાર માધ્યમો મારફતે નકારાત્મકતા ફેલાવીને ખોટા મેસેજ પાસ કરી રહ્યા છે, આપણો દેશ વિશ્વગુરુ બની રહ્યો છે, મહાસત્તા બની રહ્યો છે ત્યારે અરાજકતા બંધ થવી જોઇએ. નાગરીકો માટે તમારો શું સંદેશ છે

જવાબ

2013-14ના લોકસભાની ચૂંટણીના સમાચારો જોશો તો ખબર પડશે કે એક ટોળી હતી, ભોળી કે ભલી ટોળી નહીં પણ આ ટોળી એવો પ્રચાર કરી રહી હતી કે ભાજપા મોદીને પીએમ ઘોષિત કરી દેશે એટલે ભાજપા ખતમ. તેમણે એવો પ્રચાર શરૂ કર્યો કે મોદીને ગુજરાત સિવાય કોણ જાણે છે, ફરી એમણે શરૂ કર્યું કે બીજીપીને કુલ મતો જોઇને અંદાજ લગાડ્યો કે પૂર્ણ બહુમત નહીં મળે ભાજપાને. અનેક વાતો ફેલાવવામાં આવી. જનતાના ગળે એમની વાત નહીં પણ જનતાના ગળે મોદી ઉતર્યા.  2014માં જેમણે મોદીના નામનો વિરોધ કર્યો અને કશું હાથ ન લાગ્યું એવા લોકો અપમાન સહન કરતા હશે, એટલે એ લોકો મોદીને નીચા જોવડાવવાનો પ્રયાસ કરશે. આવી નકારાત્મકતાની ચિંતા કર્યા વગર તેનો ઉત્તમ ઉપાય સકારાત્મકતાનો અપનાવીને સાચી, સારી, ખરી વાતો સો વખત કરવી જોઇએ. સારી બાબતો ફેલાવવામાં તેમને કરતા વધુ પ્રયાસ કરવો પડશે. જેમને મારું મોઢું પસંદ નથી, જેમને મારું નામ પસંદ નથી. કેટલાક લોકો એવા છે કે જેને મેં જ પેદા કર્યા છે. એવા લોકો બોલશે કે મોદી બેકાર છે. પહેલા સસ્તા અનાજની દુકાનો હતી, તેમાં સરકાર 30-35 રૂપિયે ખરીદે અને ગરીબને 3-4 રૂપિયામાં આપે. પણ કેટલાક લોકો ગરીબોનું પણ ખાય જતા હતા. 6 કરોડ રેશન કાર્ડ એવા હતા જે લોકો પેદા જ થયા ન હતા, તેવા લોકોના નામ પર અનાજ પહોંચી જતું હતું. આવા 6 કરોડ લોકો જેઓ ભૂતિયા હતા, જેમનું અસ્તિત્વ ન હતું એવા વચેટાઓની દુકાન બંધ થઇ ગઇ. જેના ખિસ્સામાં દર વર્ષે 90 હજાર કરોડ રૂપિયા જતા હતા, મોદીએ તેના પર તાળાબંધી કરી દીધી તો એ લોકો મોદીને પસંદ કરશે ખરા, મોદી તેમને નહીં ગમે. દેશ માટે મારે આવા કામો કરવા જોઈએ કે નહી…મારે મારી ચિંતા છોડીને કોઇ કામ ન કરવા જોઇએ કે નહીં. એટલે જ મેં નકારાત્મકતા છોડીને દેશ હિતમાં પવિત્ર કામો કર્યા છે. તમારા તરફથી પોઝિટીવ પ્રચાર થવો જોઇએ. નમો એપ ડાઉનલોડ કરો, તેના પર તમામ સાચી, સારી અને એક એક મિનિટની જાણકારી ઉપલબ્ધ છે, જે માહિતી ગમે તે તમારા સર્કલ સુધી પહોંચાડો જુઓ પછી બદલાવ જોવાશે.

સવાલ 4 શ્રીમતી વિરાજ દિવાન

તમે અમારા જેવા યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છો, અનેક કામો કર્યા છે જેનાથી આવનારી પેઢી આભાર માનશે. એક સી.એ. હોવાના નાતે હું કહેવા માંગું છું કે જીએસટી બેસ્ટ પગલું છે. વોટ બેંકની પરવાહ કીયે બિના કૈસે કર શક્તે હૈ.

જવાબ

125 કરોડ લોકો મારી સાથે છે એટલે હું કરી શકું છું. સમાજ જીવનમાં ભારત આજે એવી અવસ્થામાં છે, આ તક જતી કરવી જોઇએ નહીં. જ્યારે સરકાર બની ત્યારે આપણે અર્થવ્યવસ્થામાં 10મો નંબર હતો, આજે આપણે વિશ્વમાં 6 નંબર પર આવી ગયા છે. 4 વર્ષમાં 10માં નંબરથી 6 નંબર પર પહોંચી ચૂક્યું છે. દુનિયાના સમૃદ્ધ દેશોને પાછળ મૂકી દીધા છે. દુનિયાની અનેક ગૌરવવંતી બાબતો આજે ભારત શ્રેય લઇ રહ્યું છે. પહેલાની સરખામણીમાં દેશમાં 38 ટકા જ રૂરલ સેનિટેશન હતું, આજે 98 ટકા પહોંચી ચૂક્યું છે. દેશમાં અડધા લોકો પાસે જ બેંક અકાઉન્ટ હતા, આજે લગભગ બધા લોકો પાસે બેંક અકાઉન્ટ છે. સમાજે મને અહીંયા ઉંઘવા માટે નથી મોકલ્યો. કાળી મજૂરી કરીશ પણ દેશને પાછળ નહીં પડવા દઉ.

સવાલ નં. 5 શીખા નારંગ

ભારતના વિકાસ માટે કઠોર મહેનત કરી, યોજનાઓથી ભારત દેશનું ભવિષ્ય કેવું જુઓ છો

જવાબ

હું ભારતનું ખૂબ ઉજ્જવળ ભવિષ્ય જોઇ રહ્યું છે. શાનદાર, જાનદાર ભવિષ્ય જોઇ રહ્યો છું. આજે સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગે છે કે નહીં. અમેરીકા, યુકે. ઓસ્ટ્રેલિયા, કેનેડા સમેત દુનિયામાં ચારો તરફ ભારતના ગૌરવગાન થઇ રહ્યા છે, આટલા ઓછા સમયમાં જો આપણે દુનિયામાં ભારતના અધિકારને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કર્યા એ આજે મળ્યા છે. આંતર રાષ્ટ્રીય યોગા દિવસ આખી દુનિયાએ સ્વીકાર્યો ત્યારે ગર્વ થાય કે નહીં. ઇઝરાયેલ અને પેલેન્સ્ટાઇન ભલે દુશ્મન છે, પણ બન્ને ભારતના દોસ્ત છે કે નહીં. ભારતે પોતાની જગ્યા બનાવી છે, એવી જ રીતે આર્થિક ક્ષેત્ર સમેત દરેકમાં ભારત આગળ છે. સ્ટાર્ટઅપ જે દેશ પાસે 800 મિલિયન યુથ હોય ત્યારે આ યુવાન દેશ પાસે જવાનીની તાકાત, ઉર્જા, ઉંમગ હોય તે દેશ કેવી રીતે પાછળ રહી શકે. આવશ્યકતા હોય ત્યારે અવસર આપવો જોઇએ. દુનિયાની સૌથી ઝડપે ચાલતી મોટી ઇકોનોમીમાં ભારત પહેલો નંબર છે. મારા દેશનું ભવિષ્ય ઉજ્જવળ છે.

સવાલ નં. 6  આર.જે. વિશ્રુતિ

ટીવી પર જે પોલિટિકલ ડિસ્કશન ચાલતા હોય છે તેનાથી ભારતીય યુવાઓ બહું જ મૂઝાય રહ્યા છે આવા યુથને શું કહેવા માંગશો

જવાબ

આપણું લોકતંત્ર મજબૂત છે, વાઇબ્રન્ટ છે, પણ દેશના રાજનીતિક દળોની માનસિકતા આજે પણ પૂરાણી છે, એટલે સતત વિકાસના મુદ્દા પર ચર્ચા થાય, સામાજિક મુદ્દા પર ચર્ચા થાય તેની જગ્યાએ કમનસીબે અમારા વિરોધીઓ માટે આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી મુશ્કેલ છે, કેમકે પહેલાની સરકાર કરતા મોદીની સરકારે સારું કામ કર્યું છે એટલે તેમના માટે પરેશાની થાય છે. એટલે કમનસીબે જવાબદાર પાર્ટીઓ પણ મુદ્દાઓ પર ચર્ચા કરવા રાજી નથી. તેમનો એક જ મુદ્દો છે મોદી. સવારે ઉઠે એટલે મોદી, મોદી અને રાત્રે પણ ઉંઘતા હશે કે કેમ એ સવાલ છે. તેમના માટે મુદ્દો મોદી છે, મારા માટે મુદ્દો સવાસો કરોડ લોકોના સપના છે., આશા, આકાંક્ષાઓ છે, જે શહેર પાસે સુવિધા છે તે ગામડાઓ સુધી પહોંચાડવાની છે. પહેલા ટીવી, છાપાઓ જે પીરસી રહ્યા હતા એ જ લેવું પડતું હતું, પણ આજે તમારી પાસે મોબાઇલ ફોન છે, હવે તમે પોતે જ વેરીફાય કરી શકો છો. નવી પેઢીના ફર્સ્ટ ટાઇમ વોટર, ગુગલ ગુરુના વિદ્યાર્થીઓ છે, તેઓ સારી નરસી બાબતો ચકાસી શકે છે, દેશની યુવા પેઢી સમાચારોને બારીકાઇથી ચકાશે. પણ પરિવારવાદ, વંશવાદ, જાતિવાદ, ભ્રષ્ટાચાર આવી ચીજોએ દેશને બરબાદ કર્યો છે તેમની સાથે નહીં જ જવું જોઇએ. આપણા નવા વોટરને ખબર નથી કે કટોકટીકાળ શું હતો, નવી પેઢીને વાકેફ કરવી પડશે કે પહેલાની સ્થિતિ, બરબાદી શું હતી, હું એવું નથી કહેતો કે બધું કર્યું છે, પણ જે કર્યું છે એ સાચી દિશામાં કર્યું છે, મારી ચામડી બચાવવા માટે નહીં, જી જાનથી કર્યું છે, જીવન જોખમમાં મૂકીને કર્યું છે, હું ક્યારેય ઝુકવાનો નથી. મારું માથું ફક્ત સવાસો કરોડ લોકો સામે ઝુકશે, મારું રિમોટ કન્ટ્રોલ ફક્ત સવાસો કરોડ લોકો પાસે છે.

January 30, 2019
modi.jpg
1min21270

સુરત અને નવસારીની અડધા દિવસની મુલાકાતે આજે સુરત પધારેલા નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટ પર પોતાની પહેલા જ કાર્યક્રમને સંબોધતા પૂર્ણ બહુમતવાળી સરકાર આપવા માટે સુરતવાસીઓ સમેત દેશવાસીઓને અપીલ કરી હતી. તેમણે પોતાની સરકારની સિદ્ધિઓ વર્ણવતા કહ્યું હતું કે પૂર્ણ બહુમતવાળી સરકાર હશે તો જ મોટા, કઠોર અને ત્વરીત નિર્ણય લઇ શકાશે. વાંચો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું આખું ભાષણ અહીં…

પૂર્ણ બહુમતવાળી સરકાર આપજો મને, મોદીએ કહ્યું

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના એક્સપાન્સના વિધિવત પ્રારંભ પ્રસંગે આજે સુરત ખાતે ઉપસ્થિત રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એરપોર્ટ ખાતે યોજાયેલી જાહેરસભાને સંબોધતા સુરતના પોંક અને ઉંધીયાનો ઉલ્લેખ કર્યો હતો. પૂ. બાપૂની પૂણ્યતિથીએ નવસારી નજીક દાંડીના નમક  સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ આજે થવાનું છે ત્યારે કર્મયોગીઓના શહેર સુરતથી સ્વ.પૂ.બાપૂને નમન. સુરતના સેંકડો સત્યાગ્રહીઓ દાંડી માર્ચમાં પૂ.બાપૂ સાથે જોડાયા છે. સ્વચ્છતા, સ્વાવલંબન અને સ્વદેશી જેવા ગાંધીજીના ગુણોને સુરતે બખૂબી નિભાવ્યા છે. હીરા અને કપડાની સાથોસાથ અનેક નાના ઉદ્યોગોથી મેઇક ઇન ઇન્ડિયાને સુરત સશક્ત બનાવી રહ્યું છે. સુરતની સ્પિરીટને વધુ મજબૂતી મળશે જ્યારે આજે સેંકડો કરોડના પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ થયો છે. સુરતને સ્માર્ટ બનાવવા માટે ડઝનો પ્રોજેક્ટનું ઉદઘાટન થયું, સુરતના વિકાસને વધુ વેગ મળશે. વિકાસના પ્રોજેક્ટસ માટે સુરતી ભાઇઓને ખૂબ ખૂબ અભિનંદન.

આગામી 10-15 વર્ષમાં દુનિયાના સૌથી ઝડપથી વિકસતા વિશ્વના જે 10 શહેરો હશે એ ભારતના છે અને તેમાં સૌથી ટોચ પર સુરત હશે. આગામી સમય સુરતનો હશે, ભારતના શહેરોનો સમય આવશે. સમગ્ર વિશ્વમાંથી સુરત સમેત ભારતના શહેરોમાં રોકાણ થશે, લાખો રોજગારીઓની તકો ઉપલબ્ધ બનશે. દુનિયા ભારતના શહેરોથી એટલી આશાવાદી છે ત્યારે આપણું દાયિત્વ છે કે શહેરોને વર્તમાનની સાથે ભવિષ્ય માટે તૈયાર કરવું જોઇએ. માળખાગત સુવિધા, વ્યવસ્થા, શિક્ષણની સાથે માનવીના મનને પણ ઉંચાઇ પર લઇ જવાનું છે.

દેશમાં દરેક પ્રકારની કનેક્ટિવિટીના પ્રોજેક્ટસ હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરત એરપોર્ટ ગુજરાતના ત્રણ મોટા એ પોર્ટ, વ્યસ્ત એરપોર્ટમાં સામેલ થઇ ચૂક્યું છે. એક દિવસમાં સુરતથી 1800 મુસાફરોની વિમાની અવરજવર શક્ય બનશે. સુરત એરપોર્ટની ભવિષ્યની ક્ષમતા વાર્ષિક 4 લાખથી વધીને 26 લાખ મુસાફરોની થઇ જવાનો આશાવાદ વડાપ્રધાને વ્યક્ત કર્યો હતો. બહારગામથી આવનારા લોકોના સમયનો પણ બચાવ થશે. થોડા દિવસોમાં સુરતથી શારજાહ ઇન્ટરનેશલ ફ્લાઇટ પહેલી શરૂ થઇ રહી છે. વ્યાપારની દ્રષ્ટીએ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઘણી ઉપયોગી નિવડશે.

કેન્દ્ર સરકાર હવાઇ કનેક્ટિવિટી માટે સતત પ્રયત્નશીલ છે. 17 એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવ્યા છે. સરકારનું લક્ષ્ય છે કે આગામી ચાર વર્ષોમાં 50 એવા એરપોર્ટને સક્રિય કરશે જ્યાં એરપોર્ટની સુવિધા

હવાઇ ચપ્પલ પહેરવાવાળા પણ હવાઇ મુસાફરી કરી શકે તેવું સપનું સાકાર કરવામાં આવશે. ઉડાન યોજનાથી દેશ  એવીએશન સેક્ટરમાં 12 લાખ વિમાની સીટ્સ ઉપલબ્ધ બની શકી, નવા 40 એરપોર્ટ એવીએશન મેપમાં ઉમેરાયા, ગુજરાતમાંથી ચાર ફ્લાઇટ્સ ઉડાન-1 અને ઉડાન-3થી ગુજરાતના ચાર નાના શહેરોને જોડી શકાયા. ઉડાન-3માં પણ ગુજરાતના નવા 4 એરપોર્ટને જુદા જુદા ભાગો સાથે જોડી દેવાશે. ગુજરાતમાં સીપ્લેન પ્રોજેક્ટસ સાકાર થશે. સાબરમતિ રિવરફ્રન્ટથી સરદાર સ્ટેચ્યુ સુધી વોટર પ્લેન દોડશે. પાસપોર્ટ માટે લોકોએ મોટા શહેરોના ચક્કર ન લગાડવા પડે એટલા માટે મુખ્ય પાસપોર્ટ કેન્દ્રોની સંખ્યા ફક્ત 80 હતી, પાછલા 4 વર્ષમાં મુખ્ય પાસપોર્ટ કચેરીઓની સંખ્યા 400નો આંકડો પાર કરી ગઇ છે. બડા સોચના, જ્યાદા સોચના, અચ્છે ઢંગ સે કરના વગેરે નીતિઓ સાથે સરકાર કામ કરી રહી છે. મોટી સંખ્યામાં પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ કરાયા જેથી પાસપોર્ટ સરળતાથી અને ઝડપથી ઇશ્યુ કરી શકાય છે.

દેશમાં ફોક્સ એપ્રોચ અને મિશન મોડ પર કામ થઇ રહ્યું છે. દરેક સ્તરના પ્રોજેક્ટસ હાથ ધરવામાં આવી રહ્યા છે. સુરતમાં થયેલા પ્રોજેક્ટસ તેની નિશાની છે. ગરીબોના આવાસો ગરીબ પરિવારોને સમૃદ્ધ બનાવશે. શહેરોમાં રહેવાવાળા ગરીબ પરીવારો માટે કેન્દ્ર સરકારે 13 લાખ મકાનો બનાવ્યા, 37 લાખ નવા મકાનો બની રહ્યા છે. 70 લાખ નવા આવાસો બનાવવા માટે જુદા જુદા શહેરોના પ્રોજેક્ટસને સરકારે મંજૂરી આપી દીધી છે. ગ્રામીણ વિસ્તારોમાં 1.30 કરોડ આવાસો બની ચૂક્યા છે, ગરીબો આ ઘરોમાં રહેવા માંડ્યા છે. ગ્રામીણ વિસ્તારના ઘરોની સવા કરોડની સંખ્યા પરથી જાણી શકાય છે કે કોંગ્રેસી સરકારે ફક્ત 25 લાખ ઘરો બનાવ્યા હતા, બેઘર, ગરીબોને પાકા મકાનો મળે તે માટે કેન્દ્ર સરકારે સાડા ચાર વર્ષમાં સવા કરોડથી વધુ મકાનો બનાવીને તેમને સમર્પિત કરી દેવાયા છે. મારી સરકારમાં દેશમાં પહેલી વખત મધ્યમવર્ગીય પરિવારો માટે આવાસોની નવી કેટેગરી બનાવી, તેમના ધિરાણમાં રાહત આપવાની યોજના અમલમાં મૂકી. મધ્યમવર્ગીય પરિવાર રૂ.20 લાખની આવાસ લોન લે છે તે તેને તેના વ્યાજમાં ઘટાડો કરી આપવામાં આવશે. જ્યારે એ પરિવાર લોન પૂરી કરશે ત્યારે વ્યાજમાં રૂ.6 લાખની મોટી બચત થશે. હિન્દુસ્તાનમાં આવી લાભકારી યોજના અન્ય કોઇ સરકારે આપી નથી, ફક્ત મારી સરકારે આપી છે.

કેટલાક લોકો નોટબંધીનો ફાયદો પૂછે છે, તેમને સવાલ એવા લોકોને પૂછવો જોઇએ, જેમને નોટબંધી પછી સસ્તા મકાનો મળ્યા. મોટા મોટા બિલ્ડરો કેટલો ફાયદો ઉઠાવ્યો એ સુરતવાળા જાણે છે, નોટબંધી પછી મકાનો સસ્તા થયા તેનો શ્રેય કેમ કોઇ આપતું નથી. રેરા કાયદાથી લોકોના નાણાંનો વ્યય થતો અટક્યો. સરકારમાં ઇચ્છા શક્તિ હોય તો શું ન થાય. પહેલા જે એલ.ઇ.ડી. બલ્બ રૂ.350માં મળતો હતો એ જ બલ્બ આજે રૂ.40-50માં મળે છે. આટલો મોટો ફર્ક કેવી રીતે પડ્યો. કેન્દ્ર સરકારે 32 કરોડ એલ.ઇ.ડી. બલ્બ સસ્તા ભાવે વેચ્યા. પરિવારોને એલ.ઇ.ડી. બલ્બથી રૂ.16,500 કરોડની વીજબિલ બચત થઇ છે.

મુદ્રા યોજના લાગૂ કરીને અમારી સરકારે 15 કરોડથી વધુ લોન બેંક ગેરેન્ટી વિના યુવાનોને પોતાનો રોજગાર શરૂ કરવા માટે અપાવી છે. 7 લાખ કરોડ રૂપિયાના ધિરાણની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. 4.25 કરોડ યુવાનો એવા છે જેમણે પહેલી વખત ધંધા માટે ધિરાણ મેળવ્યું છે. આવું બધું પૂર્ણ બહુમતિની સરકારને કારણે થયું છે. ગરીબોને આવાસો ન તો મોદી, ન તો ભારત સરકાર પણ સુરતના લોકો આપી રહ્યા છે. મતદારોના એક વોટની તાકાત છે કે ગરીબને એક મત મળ્યો છે. જે પણ પરિવર્તન આપ જોઇ રહ્યા છો એ પરિવર્તન તમારા વોટની તાકાત છે. 30 વર્ષ ભારતમાં અસ્થિતરતાનો દૌર રહ્યો, ત્રિશંકુ પાર્લામેન્ટ, જોડતોડની રાજનીતિથી દેશ કેટલીક બાબતોમાં પછડાયો, છેલ્લા 4.5 વર્ષથી સ્થિરતાનું કારણ દેશના લોકોએ પરિપક્વતાથી મતદાન થયું. પૂર્ણ બહુમતવાળી સરકાર કડક અને મોટા નિર્ણયો લઇ શકાય એ તમે છેલ્લા 4 વર્ષમાં જોયું. પૂર્ણ બહુમતની સરકાર ના હોત કડક, કઠોર, મોટા નિર્ણય ન લઇ શકાયા હોત. પૂર્ણ બહુમત એટલે એક એક મતદાતા પોતાના મતની તાકાત જોઇને મતદાન કરે.

યાદ કરો અગાઉ સરકારો કેવી રીતે ચાલતી હતી. મને કહો આજે સુરત એરપોર્ટ પર 70-72 વિમાનો અવરજવર કરે છે, પણ ક્યારે આપણે ભૂલી શકીશું કે અહીંયા એરપોર્ટ માટે આંદોલન કરવું પડ્યું હતું, મેમોરેન્ડમ આપવા પડતા હતા. અનેક રજૂઆતો મારે મુખ્યમંત્રી તરીકે પણ કરવી પડતી હતી. સુરત એરપોર્ટ વિકાસ થયો એ અમે જોયું પણ અગાઉની સરકારોને કેમ ન દેખાયું. નવું ભારત બનાવવાના અમારા પ્રયાસોને કેટલાક લોકો મજાક ઉડાડી રહ્યા છે. બદલાતા ભારતને કેટલાક અદેખાઓ જોઇ શક્તા નથી. નવા ભારતની નવી ઉર્જાને વિકાસમાં લગાડવા માટે પ્રયત્નશીલ છું.

January 30, 2019
dhfl_logo.jpg
1min7920

ડીએચએફએલના પ્રમોટર્સ વાધવાને લિસ્ટેડ કંપનીઓ પાસેથી મેળવેલી લોનનાં નાણાંનો ઉપયોગ લગભગ ₹4,000 હજાર કરોડોની ઓફશોર એસેટ્સ રચવા અને શ્રીલંકામાં એક ક્રિકેટ ટીમ ખરીદવા માટે કર્યો હતો.

ન્યૂઝ પોર્ટલ કોબ્રાપોસ્ટે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન પર ‘શંકાસ્પદ’ એન્ટિટીઝને ₹31,000 કરોડની લોન આપવાનો આરોપ મૂક્યો છે જે એન્ટિટીઝ તેના પ્રમોટર્સ સાથે સંકળાયેલી હતી અને પ્રમોટર્સ જ આ ફંડના વાસ્તવિક લાભાર્થી હતા. જોકે, કંપનીના ચેરમેન કપિલ વાધવાને કોઈ પણ ગેરરીતિનો ઇનકાર કરીને દાવો કર્યો હતો કે તેમણે બધા કાયદેસરનાં ટ્રાન્ઝેક્શન જ કર્યાં છે.

ન્યૂઝ પોર્ટલ કોબ્રાપોસ્ટે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન પર ‘શંકાસ્પદ’ એન્ટિટીઝને ₹31,000 કરોડની લોન આપવાનો આરોપ મૂક્યો

કોબ્રાપોસ્ટના એડિટર અનિરુદ્ધ બહલે આરોપ મૂક્યો હતો કે, “ડીએચએફએલના પ્રમોટર્સ વાધવાને લિસ્ટેડ કંપનીઓ પાસેથી મેળવેલી લોનનાં નાણાંનો ઉપયોગ લગભગ ₹4,000 હજાર કરોડોની ઓફશોર એસેટ્સ રચવા અને શ્રીલંકામાં એક ક્રિકેટ ટીમ ખરીદવા માટે કર્યો હતો.”

બહલે કહ્યું કે, “અમને જાણવા મળ્યું છે કે કેટલીક શંકાસ્પદ કંપનીઓનો ઉપયોગ કરીને આ ફંડને વાળવામાં આવ્યું હતું.” તેઓ પુન:ચુકવણી કરવાની ક્ષમતા ધરાવતી નથી તેથી તેઓ ડિફોલ્ટ શરૂ કરે તે પહેલાં અમે તેમને વહેલાસર ઓળખી લીધી છે.

આઇએલ એન્ડ એફએસના ડિફોલ્ટના કારણે મોર્ગેજ ધિરાણકાર માટે ફંડનો ખર્ચ વધી ગયા પછી ડીએચએફએલની નાણાકીય સ્થિતિ અંગે સવાલ પેદા થયા છે અને તેના માટે ઋણ લેવાનું મુશ્કેલ બન્યું છે. તેણે લિક્વિડિટી જાળવવા માટે હજારો કરોડ રૂપિયાની એસેટ્સ બેન્કોને વેચવી પડી હતી અને ડિસેમ્બર ક્વાર્ટરમાં તેની લોન ફાળવણીમાં 90 ટકા કરતાં વધારે ઘટાડો થયો હતો.

બહલે દાવો કર્યો હતો કે ડીએચએફએલના પ્રાઇમરી હિસ્સેદાર કપિલ વાધવાન, અરુણા વાધવાન અને ધીરજ વાધવાન સાથે સંકળાયેલી એન્ટિટીઝને સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ લોન આપવા માટે જંગી રકમ મંજૂર કરીને એક કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

વાધવાને ઇટીને જણાવ્યું હતું કે, “ડીએચએફએલે જેમને લોન આપી તે શેલ કંપનીઓ ન હતી. તે બધી કાયદેસરની લોન હતી અને તેના પર વ્યાજ મળે છે. મને લાગે છે કે આ બધી કાલ્પનિક ઘડી કાઢેલી વાતો છે.”

કોબ્રાપોસ્ટે જણાવ્યું કે તેણે આ શંકાસ્પદ લોન અંગે પબ્લિક રેકોર્ડ અને સરકારી એજન્સીઓની વેબસાઇટ્સ પરથી માહિતી એકત્ર કરી છે. બહલે દાવો કર્યો હતો કે તપાસકર્તા એજન્સીઓ નાણાં ક્યાંથી ક્યાં ગયાં તે વિશે ફોરેન્સિક ઓડિટ કરે ત્યાર પછી જ આ કૌભાંડ કેટલું મોટું છે તેનો અંદાજ કાઢી શકાશે.

પોર્ટલના દાવા પ્રમાણે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને બેન્ક ઓફ બરોડા જેવી સરકારી બેન્કોએ ડીએચએફએલને ₹11,000 કરોડ અને ₹4,000 કરોડની એડ્વાન્સ્ડ લોન આપી હતી. તેણે કહ્યું કે કંપનીએ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી ₹90,000 કરોડની લોન લીધી હતી. વાધવાને દાવો કર્યો હતો કે તેમનું એસેટ કવર બમણા કરતાં વધુ છે અને તેની સામે કરવામાં આવેલા આરોપોમાં કોઈ તથ્ય નથી.

January 30, 2019
JET.jpg
1min7880

નાણાકીય કટોકટીને કારણે દેશનાં જુદાં જુદાં એરપોર્ટ પર જેટ એરવેઝે મંગળવાર તા.29મી જાન્યુઆરી 2019ના દિવસે આકાશમાં ઉડી રહેલા 5 વિમાનને ફરજિયાત પણે જમીન ઉતારવા પડ્યા હતા, જેને લઇને જેટ એરવેઝ એરલાઇનની 19 ફ્લાઇટ્સ રદ થતાં હજારો મુસાફરો જ્યાં ત્યાં અટવાય ગયા હતા. એક સાથે 5-5 વિમાનો જે તે એરપોર્ટ પર લેન્ડ થયા પછી વિમાન માલિકોએ તાબડતોડ તેનો કબજો મેળવવા દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈના એરપોર્ટ પર પ્રક્રિયા શરૂ કરી હતી.

એરલાઇનના સૂત્રોએ જણાવ્યું હતું કે, “વિમાન માલિકોએ વિમાન પરત લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી જેને કારણે વિમાનોને જુદા જુદા એરપોર્ટ્સ પર અગાઉના ડેસ્ટિનેશન્સની ફ્લાઇટ્સ રદ કરીને ભૂમિગત કરાયા હતા. આ કારણે સમગ્ર જેટ એરવેઝ નેટવર્કમાં ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાંચ શહેરમાં એક-એક બોઇંગ 737 વિમાન ભૂમિગત કરવું પડ્યું હતું. દિલ્હીમાં છેલ્લા છ દિવસથી બોઇંગ 737 MAX ભૂમિગત કરવાની ફરજ પડી હતી.

જેટ એરવેઝના વિમાન માલિકોમાં અમેરિકા અને દક્ષિણપૂર્વ એશિયાના દેશોનો સમાવેશ થાય છે.

એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીએ જેટ એરવેઝની 19 ફ્લાઇટ્સ રદ થવાની વાતને સમર્થન આપ્યું હતું. એરલાઇન ઉદ્યોગની વેબસાઇટ flightradar.comના ડેટા મુજબ બોઇંગ 737 MAX છેલ્લા છ દિવસથી દિલ્હી એરપોર્ટ પર હતું. જ્યારે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બેંગલુરુ એરપોર્ટ પર કુલ ચાર બોઇંગ 737 વિમાન ભૂમિગત થયા હતા.

ઉદ્યોગવર્તુળોના જણાવ્યા અનુસાર વિવિધ કારણોને લીધે ફ્લાઇટ્સ રદ થવાથી ભાડાં પર ખાસ અસર નહીં થાય. અન્ય એરલાઇનના સૂત્રએ જણાવ્યું હતું કે, “એરલાઇન પોતાના જ નેટવર્કની અન્ય ફ્લાઇટ્સમાં પેસેન્જર્સને ખસેડી રહી છે. ઉપરાંત, જરૂર કરતાં વધુ ક્ષમતાની સ્થિતિને કારણે ફ્લાઇટ્સ રદ થવાની ભાડાં પર અસર નહીં થાય.” અન્ય એક એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, “પિક સીઝન હોત તો 19 ફ્લાઇટ્સ રદ થવાથી સમસ્યા ઊભી થઈ હોત. જોકે, હાલ ‘બિઝી’ સીઝન નહીં હોવાને કારણે ભાડાંમાં વધારો નહીં થાય.” ઉલ્લેખનીય છે કે, જેટ એરવેઝે ચાલુ વર્ષે માર્ચમાં આવનારા બોઇંગ ૭૩૭ MAX પ્લેન્સની ડિલિવરી મોકૂફ રાખી છે.

January 30, 2019
suratairport1.jpg
1min19940

આજે તા.30મી જાન્યુઆરી 2019ના દિવસે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તે માટે એક્સપાન્સન વર્કનો શિલાન્યાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે થઇ રહ્યો છે. ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ કેવું રહેશે એ બાબતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આર્ટિસ્ટીક ઇમ્પ્રેશન્સ તૈયાર કરાવવામાં આવી છે. ભવિષ્યમાં સુરતનું એરપોર્ટ અહીં ટેક્નોલોજીની મદદથી તૈયાર કરાયેલી ઇમેજીસ જેવું દેખાશે એમ માનવામાં આવી રહ્યું છે.

આ રહી ભવિષ્યના સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તૈયાર કરાવાયેલી ઇમેજીસ..

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

 

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

January 30, 2019
gandeva_falia.jpg
1min3308

નવસારીના ગણદેવા હરીપુરા ફળિયા ગામ ખાતે ખ્રીસ્તી ધર્મ પાળનારા લોકો માટે પ્રવેશ બંધી ફરમાવતા બોર્ડએ સમગ્ર ભારતનું ધ્યાન ખેંચ્યું છે. વર્ગ વિગ્રહને બિનજરૂરી નિમંત્રિત કરતા આ બોર્ડને કારણે આજે પૂ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નિર્વાણ દિને તા.30મી જાન્યુઆરી 2019ના રોજ નરેન્દ્ર મોદી નવસારી ખાતે આવી રહ્યા છે ત્યારે જ એક ધર્મ ને ઉદ્દેશીને લગાડવામાં આવેલા આ બોર્ડને પગલે રાજકીય અને સામાજિક તખ્તે મામલો ગરમાયો છે. નવસારીના જે ગામમાં ખ્રિસ્તીઓને પ્રવેશ બંધીનું બોર્ડ લગાડવામાં આવ્યું છે એ ગણદેવા હરીપુરા ફળિયાની વસતિ 7 હજારની છે અને મોટા ભાગે આદિવાસી સમુદાયના પરિવારો અહીં રહે છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના હરિપરા ફળિયા નામના ગામમાં બાર આદિવાસી પરિવારોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતાં ગામના લોકો એવા રોષે ભરાયા છે કે તેમણે ગામની હદ શરૂ થાય ત્યાં જ બોર્ડ લગાવીને સૂચના મૂકી દીધી છે કે ખ્રિસ્તી ધર્મ પાળનારાં ભાઈઓ-બહેનોએ આ ગામમાં પ્રવેશ કરવો નહીં

મહિના પહેલાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના હરિપરા ફળિયા નામના ગામમાં બાર આદિવાસી પરિવારોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતાં ગામના લોકો એવા રોષે ભરાયા છે કે તેમણે ગામની હદ શરૂ થાય ત્યાં જ બોર્ડ લગાવીને સૂચના મૂકી દીધી છે કે ખ્રિસ્તી ધર્મ પાળનારાં ભાઈઓ-બહેનોએ આ ગામમાં પ્રવેશ કરવો નહીં.

આ બોર્ડ અને ગામમાં અન્ય જગ્યાએ લટકતાં પોસ્ટર કોની સૂચનાથી લગાવવામાં આવ્યાં છે એના વિશે કોઈ કશું નથી કહેતું, પણ એવી ધારણા મૂકવામાં આવે છે કે આ બોર્ડ અને પોસ્ટર અન્ય કોઈ નહીં પણ આદિવાસી સમાજના આગેવાનો અને પ્રમુખ દ્વારા મૂકવામાં આવ્યાં હોય શકે છે.

જિલ્લા કલેક્ટરે આ બોર્ડ કાઢવાનો આદેશ આપ્યો છે તો સાથોસાથ આ બોર્ડે કોણે લગાવ્યાં એ બાબતમાં તપાસ પણ સોંપી છે.

જિલ્લા કલેક્ટરે આ બોર્ડ કાઢવાનો આદેશ આપ્યો છે તો સાથોસાથ આ બોર્ડે કોણે લગાવ્યાં એ બાબતમાં તપાસ પણ સોંપી છે. નવસારીના કલેક્ટર ડૉ. એમ. ડી. મોદિયાએ કહ્યું હતું કે ‘લોકશાહીમાં તમે કોઈ એક કમ્યુનિટી કે વ્યક્તિ પર બૅન મૂકી ન શકો કે એનો બહિષ્કાર ન કરી શકો એટલે આ પ્રકારના બોર્ડનો કોઈ અર્થ નથી, પણ અમે એની તપાસ કરીશું અને જે-તે કસૂરવાર સામે પગલાં પણ લઈશું.’

 

January 30, 2019
shankar-1.jpg
1min4920

શંકરસિંહ વાઘેલાનો જન્મ 21 જુલાઇ 1940ના રોજ ગાંધીનગરના વાસણા ગામમાં રાજપૂત પરિવારમાં થયો હતો. ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઑફ આર્ટ્સમાં અનુ સ્નાતક થયેલા બાપુએ વર્ષ 1964માં આરએસએસ અને ત્યાર બાદ 1969માં ભારતીય જનસંઘ (ભાજપ)માં જોડાયા હતા. શંકરસિંહ વાઘેલા 1977, 1989, 1991, 1999, 2004 એમ પાંચ વાર લોકસભાના સાંસદ અને 1984માં રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. તેમ જ 1996માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. તેમ જ 13મી વિધાનસભામાં નેતા વિપક્ષની જવાબદારી પણ સંભાળી હતી. 1996માં ભાજપમાં બળવો કર્યો બાદ શંકરસિંહે રાષ્ટ્રીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી. ત્યાર બાદ બાપુએ ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાં બળવો કર્યો હતો. ત્યાર બાદ તેમણે ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં જનવિકલ્પ પાર્ટી બનાવી 100 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઊતાર્યા હતા, પરંતુ એક પણ ઉમેદવાર જીતી શક્યો નહોતો. જોકે હવે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે શંકરસિંહ એનસીપીમાં જોડાઈ ગયા છે.

January 29, 2019
Union-Budget.png
1min7100

સામાન્ય ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદી સરકારના છેલ્લા બજેટમાં ‘ઇન્ડિયા’ અને ‘ભારત’ બંને પર ફોકસ કરવામાં આવશે. વચગાળાનું આ બજેટ વોટ એકાઉન્ટ કરતાં કંઈક વિશેષ હશે કારણ કે એનડીએ બીજી ટર્મ માટે સરકાર બનાવવા પુરજોશનો પ્રયાસ કરી રહ્યું છે. અગાઉ પ્રણવ મુખરજી અને પી ચિદમ્બરમ્ જેવા ભૂતપૂર્વ નાણામંત્રીઓએ વચગાળાના બજેટમાં જ સ્ટિમ્યુલસ પેકેજના ભાગરૂપે કર પગલાં દાખલ કરતાં ખચકાયા ન હતા.

મોદી સરકારના આ છઠ્ઠા બજેટમાં મધ્યમવર્ગ માટે કરરાહતો અને ગ્રામ્ય સ્તરે કૃષિ સહિતની સમસ્યાઓ દૂર કરવા જાહેરાતની સંભાવના છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ભૂતકાળના વચગાળાના બજેટમાં નાણામંત્રીઓએ રાહતો જાહેર કરેલી છે.”

હાલમાં સરકાર કૃષિ પેકેજ તૈયાર કરી રહી છે, જેમાં આવક ટ્રાન્સફર, વધુ ઉદાર લઘુતમ ટેકાના ભાવ (MSP)ની યોજના અને કૃષિ લોન પરની વ્યાજમાફી જેવા વિકલ્પો વિચારણા હેઠળ છે. નીતિઘડવૈયાઓમાં એવી પણ વિચારણા છે કે બજેટની રાહ જોવાને બદલે નિર્ણય લેવાય કે તરત જ પેકેજની જાહેરાત કરી દેવી જોઈએ. વિવિધ કૃષિ પેકેજથી તિજોરી પર કેટલી અસર પડશે તેની ગણતરી થઈ ગઈ છે એમ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું.

અરુણ જેટલી હોસ્પિટલમાં દાખલ હોવાથી વચગાળાના નાણામંત્રી પીયૂષ ગોયલ બજેટની જાહેરાત કરે તેવી સંભાવના છે. નક્કર દરખાસ્ત પર વિચારવા કેન્દ્રીય કેબિનેટની બેઠક સોમવારે મળે તેવી ધારણા છે. અનેક રાજ્ય સરકારોએ કૃષિ લોન માફી જાહેર કરી દીધી છે પણ કેન્દ્ર સરકારે એવો સંકેત આપ્યો છે કે તે લાંબા ગાળાની અસર પડે તેવી રાહત આપવા માગે છે.

અગાઉ પણ નાણામંત્રીઓએ વચગાળાના બજેટમાં રાહત આપી હતી. 2009-’10ના બજેટમાં પ્રણવ મુખરજીએ વૈશ્વિક નરમાઈથી અસરગ્રસ્ત અર્થતંત્રને વેગ આપવા સર્વિસ ટેક્સ અને એક્સાઇઝ ડ્યૂટીમાં બે ટકાની રાહત જાહેર કરી હતી. પી ચિદમ્બરમે 2014-’15ના વચગાળાના બજેટમાં ઓટોમોબાઇલ પરની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી હતી. જોકે બંને મંત્રીઓએ ડાયરેક્ટ ટેક્સ પ્રણાલીમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.

ડેલોઇટ, હાસ્કિન્સ એન્ડ સેલ્સના પાર્ટનર રોહિંગ્ટન સિધવાએ જણાવ્યું હતું કે, “કૃષિ રાહતો અને વ્યક્તિગત કરવેરામાં ઘટાડો એજન્ડામાં મોખરે હોય તેમ લાગે છે.” ઉલ્લેખનીય છે કે સર્વિસ ટેક્સ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પરની એક્સાઇઝ ડ્યૂટીને બાદ કરતાં તમામ ચીજોને જીએસટી હેઠળ લાવવામાં આવી છે, જેનો નિર્ણય કાઉન્સિલ સમયાંતરે કરે છે.

ડિજિટલ પેમેન્ટ પર પ્રોત્સાહન અને કરકપાત મર્યાદા હાલની ₹2.5 લાખથી વધારીને ₹3.5 લાખ કરવાની વિચારણા છે. રાજકોષીય સ્થિતિ દબાણ હેઠળ હોવાથી કર ઘટાડવા પર પણ વિચારણા ચાલી રહી છે. મુક્તિ મર્યાદા વધારવાથી અનેક કરદાતાઓ કરજાળમાંથી બહાર આવી જશે. અને આમ થવાથી કર વ્યાપ વધારવાનો સરકારનો ઇરાદો નિષ્ફળ જશે. સરકાર ગયા વર્ષે સ્ટાન્ડર્ડ ડિડક્શન પાછું લાવી હતી, જે આ વખતે વધારવામાં આવે તેવી આશા છે.