ગર્ભાવસ્થાના અંતિમ દિવસ સુધી કોરોનાની ઇન્ડીયન ટેસ્ટીંગ કીટ વિકસાવવા કામ કર્યું : કીટને મંજૂરી મળીને બીજા દિવસે પુત્રીને જન્મ આપ્યો
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
પૂણા ખાતે સ્થિત ભારતની સૌથી મહત્વની લેબોરેટરીમાં ફરજ બજાવતા મિનલ દાખવે ભોંસલે નામની મહિલાએ પોતે ગર્ભાવસ્થામાં હોવા છતાં કોરોના વાયરસની તપાસ માટેની એવી કિટ તૈયાર કરી છે જે વિદેશી કિટની સરખામણીમાં ખૂબ જ સસ્તી છે.

ખાસ વાત એ છે કે મીનલ દાખવે ભોંસલે નામની મહિલાએ તેની પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનાઓ જઇ રહ્યા હોવા છતાં દેશ માટે આ કિટ પર કામ કર્યું અને એનું પરીણામ લાવીને રહ્યા.
દેશની આ પહેલી કોરોના વાયરસ ટેસ્ટિંગ કિટ છે જે કોરોના સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવશે.
વાયરોલોજિસ્ટ મીનલે પૂનાની એક ડાયગ્નોસ્ટિક ફર્મ માઈલેબ ડિસ્કવરી સોલ્યુશન્સના પ્રોજેક્ટ પર ફેબ્રુઆરીમાં કામ શરૂ કર્યું હતું. તેઓ પ્રેગ્નેન્ટ હતા અને ગત અઠવાડિયે જ બાળકીને જન્મ આપ્યો છે. મીનલે જણાવ્યું કે આ જરૂરી હતું, મેં એક પડકારના ભાગરૂપે આ કિટ તૈયાર કરી છે.
મિનલ દાખવે તેમની ટીમના તમામ 10 સભ્યોએ કઠિન પરિશ્રમ કરીને પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો. તેમણે તૈયાર કરેલી ટેસ્ટિંગ કિટને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)ને તારીખ 18 માર્ચના દિવસે સોંપવામાં આવી હતી. અને તેના એક દિવસ પછી મીનલ દાખવેએ બાળકીને જન્મ આપ્યો હતો.
દેશી ટેસ્ટિંગ કીટ કેમ વિદેશી કીટથી બહેતર છે વાંચો અહીં
મિનલ દાખવે અને તેમની ટીમે તૈયાર કરેલી કોવીડ-19 ટેસ્ટીંગ કીટ ફક્ત અઢી કલાકમાં ટેસ્ટિંગનું રિઝલ્ટ આપે છે જ્યારે વિદેશી કિટમાં ટેસ્ટિંગ માટે 6થી 7 કલાકનો સમય લાગે છે. દરેક માઈલેબ કિટથી 100 સેમ્પલનું ટેસ્ટિંગ કરી શકાય છે અને તપાસ માટેનો ખર્ચ 1200 રૂપિયા થાય છે. જ્યારે વિદેશી કિટમાં ટેસ્ટિંગનો ખર્ચો 4500 રૂપિયા થાય છે. માઈલેબ ડિસ્કવરી સૉલ્યુશન્સની પાસે દરરોજ 15 હજાર ટેસ્ટિંગ કિટ તૈયાર કરવાની ક્ષમતા છે.

देश का पहला कोरोना टेस्टिंग किट बनाने वाली महिला जिन्होंने प्रेग्नेंसी के आखिरी दिनों में भी किया काम
- देश का पहला कोरोना टेस्टिंग किट मार्केट में आ चुका है
- पुणे की वायरॉलजिस्ट मीनल दाखवे भोंसले ने कमाल कर दिखाया
- उन्होंने प्रेग्नेंसी के आखिरी दिनों में प्रॉजेक्ट पर काम किया और डेडलाइन मीट की
- अब हर दिन 15 हजार किट तैयार हो रहे हैं जो विदेशी किट के मुकाबले किफायती हैं
कुछ करने का जज्बा हो तो मुश्किलें हल हो जाती हैं। मिनल दाखवे भोंसले ने जो कर दिखाया है, उसे जानकर तो यह फिर से साबित हो रहा है। उन्होंने कोरोना वायरस की जांच के लिए ऐसा किट तैयार किया जो विदेशी किट के मुकाबले बेहद सस्ता है। खास बात यह है कि मीनल ने अपनी प्रेग्नेंसी के आखिरी महीनों में इस किट पर काम किया। देश का यह पहला टेस्टिंग किट कोरोना के खिलाफ लड़ाई में बड़ी भूमिका अदा कर सकता है।
वायरॉलजिस्ट मीनल ने पुणे के एक डायग्नोस्टिक फर्म माइलेब डिस्कवरी सोल्युशन्स के प्रॉजेक्ट पर फरवरी में काम शुरू किया था। वह प्रेग्नेंट थीं। पिछले हफ्ते ही उन्हें बच्ची हुई। उन्होंने कहा, ‘यह जरूरी था, इसलिए मैंने इसे चुनौती के रूप में लिया। मुझे अपने देश की सेवा करनी है।’ उन्होंने बताया कि उनकी टीम के सभी 10 सदस्यों ने कठिन परिश्रम किया है। प्रॉजेक्ट पूरा होने पर टेस्टिंग किट नैशनल इंस्टिट्यूट ऑफ वायरॉलजी (NIV) को 18 मार्च को सौंप दिया गया और अगले दिन ही मीनल को बेटी हुई।
























