CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - Page 14 of 42 - CIA Live

October 25, 2020
sarita-gaykwad.jpg
1min7330

ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામના એક સામાન્યન શ્રમજીવી પરિવારની 23 વર્ષિય આ આદિવાસી યુવતિને ડાંગ સહિત આસપાસના વિસ્તાનરમાં લોકો ડાંગની રાજધાનીના નામે ઓળખે છે. સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સ-2018માં ભારત માટે 4 ×400 મીટર રીલેદોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેણીએ ગુજરાત સરકારના “બેટી બચાવો અભિયાન”ની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. ઓસ્ટ્રેલિયા ખાતે 2018 કોમનવેલ્થ ગેમ્સ ખાતે સરિતા ગાયકવાડને 4 ×400 મીટર રિલેદોડની ભારતીય મહિલા ટીમ માટે સરિતા ગાયકવાડની પસંદગી કરવામાં આવી હતી છે. તેણી આ સાથે પ્રથમવાર ગુજરાત રાજ્યમાંથી કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદગી પ્રાપ્ત કરનાર ટ્રેક અને ફિલ્ડ પ્રથમ ખેલાડી બની હતી.

ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર 18મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ‘ડાંગ એક્સપ્રેસ’ સરિતા ગાયકવાડને નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક કરવામાં આવી છે.

રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી સી.વી. સોમે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની નીતિ મુજબ સરિતા ગાયકવાડને ડીવાયએસપી તરીકે સીધી નિમણૂક આપવામાં આવી છે જે એક ક્લાસ વન રેન્ક છે. તે આઈપીએસ તરીકે નામાંકન મેળવી શકશે અને એડીજીપી ક્રમ સુધી પહોંચી શકે છે. સરકાર તેમને પોલીસ અધિકારી તરીકે શ્રેષ્ઠ કારકિર્દીની શુભેચ્છા પાઠવે છે. રાજ્યના તમામ ખેલાડીઓ માટે આ એક મોટું પ્રોત્સાહન છે

આ અંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા સરિતા ગાયકવાડને ટ્વીટર પર શુભકામના પાઠવી હતી. તેમણે લખ્યું કે, ‘ગુજરાત નું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર ૧૮મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી. રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ગુજરાતની દીકરી શકિતવંદના સ્વરૂપા સુ.શ્રી.સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક બદલ અભિનંદન’

October 15, 2020
BSNL-Connecting-india.jpg
1min5100

બધા જ મંત્રાલયો, જાહેર વિભાગો અને જાહેર ક્ષેત્રના યુનિટો(સીપીએસયુ)એ સરકારી માલિકીની ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (એમટીએનએલ)ની ટેલિફોન સેવાનો ફરજિયાત ઉપયોગ કરવાનો આદેશ કેન્દ્ર સરકારે આપ્યો છે. આ બાબતનું શ્ર્વેતપત્ર ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી)એ ૧૨મી ઑક્ટોબરે જાહેર કર્યું હતું.

નાણાં મંત્રાલય સાથે ચર્ચા કર્યા બાદ આ ઉપરોક્ત શ્ર્વેતપત્ર કેન્દ્ર સરકાર હેઠળ કાર્યરત બધા જ સચિવ અને ડિપાર્ટમેન્ટ્સને મોકલવામાં આવ્યું હતું. શ્ર્વેતપત્રમાં જણાવાયું હતું કે બધા જ મંત્રાલયો/વિભાગોને સીપીએસઇ/સેન્ટ્રલ/સ્વાયત્ત સંસ્થાઓ સહિતના પોતાના વિભાગોને ઇન્ટરનેટ અને બ્રોડબૅન્ડ, લૅન્ડલાઇન અને લિઝડ લાઇનની જરૂરિયાત માટે ફરજિયાત બીએસએનએલ અને એમટીએનએલની સેવાનો ઉપયોગ કરવા જણાવવા વિનંતી કરવામાં આવે છે.

આ આદેશથી નુકસાનીમાં જઇ રહેલી બંને કંપનીને રાહત મળશે. વર્ષ ૨૦૧૯-૨૦ માટે બીએસએનએલએ રૂ. ૧૫૫૦૦ કરોડ અને એમટીએનએલએ રૂ. ૩૬૯૪ કરોડનું નુકસાન નોંધાવ્યું હતું.

બીએસએનએલના વાયરલાઇન ગ્રાહકોની સંખ્યા નવેમ્બર ૨૦૦૮ના ૨.૯ કરોડથી ઘટીને આ વર્ષના જુલાઇમાં ૮૦ લાખની નીચી સપાટીએ પહોંચી હતી. એમટીએનએલના ફિક્સ્ડ લાઇન ગ્રાહકોની સંખ્યા નવેમ્બર ૨૦૦૮ના

૩૫.૪ લાખથી ઘટીને આ વર્ષના જુલાઇમાં ૩૦.૭ લાખની નીચી સપાટીએ પહોંચી હતી.

પોતાનું નેટવર્ક વધારવા અને ખર્ચને પહોંચી વળવા માટે બીએસએનએલએ સોવેરિયન ગેરન્ટી બોન્ડ મારફત રૂ. ૮૫૦૦ કરોડ ઊભા કર્યા હતા. પોતાનું નેટવર્ક વધારવા અને ખર્ચને પહોંચી વળવા માટે એમટીએનએલએ સોવેરિયન ગેરન્ટી બોન્ડ મારફત હજુ રૂ. ૬૫૦૦ કરોડ ઊભા કરવાના બાકી છે. આ માટે કેબિનેટે ઑક્ટોબર ૨૦૧૯માં મંજૂરી આપી હતી.

October 11, 2020
govt_jobs.jpg
1min5220

 દેશના ર3 રાજયો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો (યૂટી) માં સરકારી નોકરીઓમાં ભરતી માટે ઈન્ટરવ્યૂ પ્રથા બંધ કરી દેવાઈ છે. સરકારી નોકરીમાં પસંદગીનો આધાર લેખિત પરીક્ષાને બનાવવામાં આવ્યો છે. કાર્મિક બાબતોના કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે શનિવારે કહ્યું ર016 બાદથી કેન્દ્ર સરકારમાં ગ્રુપ-બી (નોન ગેઝેટેડ) તથા ગ્રુપ-સી પદો માટે ઈન્ટરવ્યૂ બંધ કરી દેવામાં આવ્યા છે.

વર્ષ 2015 સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી નોકરીઓમાં ઈન્ટરવ્યૂ પ્રથા બંધ કરવા સૂચન કરી લેખિત પરીક્ષાને આધારે પસંદગી કરવા પર ભાર મૂકયો હતો. જેને ધ્યાને લઈ પર્સોનેલ અને ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટે વ્યાપક કવાયત હાથ ધરી ત્રણ મહિનામાં 1 જાન્યુઆરી, 2016 થી કેન્દ્ર સરકારમાં ભરતી માટે ઈન્ટરવ્યૂ પ્રથાને બંધ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હતી.

જીતેન્દ્રસિંહે ઉમેર્યુ કે આ મામલે મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજયો નિયમને લાગુ કરવા તત્પર હતા તો કેટલાક રાજયો ઈચ્છુક ન હતા.રાજય સરકારો સાથે સમજાવટ અને વારંવાર રિમાઈન્ડરને પગલે જમ્મુ કાશ્મીર અને લદાખ સહિત ભારતના તમામ કેન્દ્ર શાસિત પ્રદેશો અને દેશના ર8માંથી ર3 રાજયોમાં સરકારી ભરતીમાં ઈન્ટરવ્યૂ પ્રજા બંધ કરાઈ છે. ભરતીમાં લેખિત પરીક્ષાને આધાર બનાવવાથી દરેક ઉમેદવારને સમાન તકો ઉપલબ્ધ થાય છે. પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા વધતાં સરકારી તિજોરીને આર્થિક લાભ થયાનું અનેક રાજયોએ કહ્યું છે.

September 30, 2020
teicoplanin-1.jpg
1min8630

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તાજેતરમાં ભારતની વિશ્વસનીય રિસર્ચ સંસ્થા, ઈન્સ્ટિટ્યૂટના કુસુમા સ્કૂલ ઓફ બાયોલોજિકલ સોસાયટીના સંશોધકો દ્વારા કોરોના માટે હાલમાં વપરાતી ૨૩ દવાઓ પર એવો અભ્યાસ સરવે કરવામાં આવ્યો હતો કે 23 પૈકી કઇ દવા સૌથી વધુ અસરકારક છે. આ સંશોધન પ્રવૃતિ સાથે જોડાયેલા આઇ.આઇ.ટી. દિલ્હીના એક પ્રોફેસર અશોક પટેલે જણાવ્યું હતું કે ક્લિનિકલી મંજૂર દવા ‘ટીકોપ્લાનિન’ કોવિડ-૧૯ સામે સંભવનીય સૌથી વધુ ઉત્તમ વિકલ્પ છે અને હાલમાં આ વાઇરસના ઇલાજ માટે આપવામાં આવતી દવાઓ કરતા દસ ગણી વધુ અસરકારક છે.

, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી), દિલ્હીએ ના પ્રોફેસર અશોક પટેલે વધુમાં જણાવ્યું હતું કે અન્ય દવાઓની સરખામણીમાં ટીકોપ્લાનિનની અસર ચકાસવામાં આવતા સાર્સ-કોવ-૨ માટે ઉપયોગમાં લેવાતી મુખ્ય દવાઓના બદલે ટીકોપ્લોનિન દસથી વીસ ગણી વધુ અસરકારક હોવાનું સંશોધનમાં જણાયું છે.

કોરોના પોઝીટીવ દર્દીઓને આપવામાં આવતી 23 દવાઓના સંશોધન કાર્યનું નેતૃત્વ આઇ.આઇ.ટી. દિલ્હીના અધ્યાપક શ્રી અશોક પટેલે કર્યું હતું અને તેમને સહાય એઆઇઆઇએમના ડો. પ્રદીપ શાહે કરી હતી.

આ સંશોધનનો અહેવાલ ઇન્ટરનેશનલ જનરલ ઓફ બાયોલોજિકલ મેક્રોમોલિક્યુલ્સમાં પ્રસિદ્ધ થયો હતો.

ટીકોપ્લાનિન એફડીએ દ્વારા માન્યતા પ્રાપ્ત દવા છે અને માનવોમાં લો ટોક્સિસિટી પ્રોફાઇલ સાથેના ગ્રામ-પોઝિટિવ બેક્ટેરિયા ઇન્ફેકશન માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

તાજેતરમાં રોમની સેપિન્ઝા યુનિવર્સિટીમાં ટીકોપ્લાનિન પર ક્લિનિકલ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમ છતાં હળવા, મધ્યમ અને વધુ બીમારી દર્દીઓ પર આ દવા કેવી રીતે અસર કરે છે એ અંગે વધુ અભ્યાસ કરવાની જરૂર છે, એમ પ્રોફેસર અશોક પટેલે વધુમાં જણાવ્યું હતું.

September 22, 2020
gfsu.png
1min5100

ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટી તરીકેનો દરજ્જો આપવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. આ માટેનું બિલ લોકસભામાં પસાર કરાયું હતું. આ યુનિવર્સિટી માટે કેન્દ્ર સરકાર ૧૦૦ ટકા ગ્રાન્ટ ફાળવશે અને યુનિવર્સિટીનું વડુ મથક ગાંધીનગર રહેશે. આ ઉપરાંત રાજ્યની રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાની રક્ષા શક્તિ યુનિવર્સિટી બનશે. ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીને આ વિશિષ્ટ દરજ્જો મળતા યુનિવર્સીટીનાં કાર્યક્ષેત્રનો વ્યાપ દેશ અને દુનિયામાં વધશે જેને કારણે તમામ સ્તરે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ, ઝડપી ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન અને જસ્ટિસ ડિલિવરી સિસ્ટમને લગતા અનેક કાર્યો થઇ શકશે જેના કારણે રાજ્યમાં ઝીરો ટોલરન્સની રાજ્ય સરકારની નીતિને અને ગુનાખોરી નાથવા માટેની પ્રવૃત્તિઓ ડામવાની રાજ્ય સરકારની નીતિને બળ મળશે. ગુજરાત સ્થિત આ શૈક્ષણિક સંસ્થા ફોરેન્સિક સાયન્સનાં વિષયમાં દેશ-ભરની એક-માત્ર પ્રમુખ સંસ્થા તરીકે સુકાન સંભાળશે. આ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મળતા કેન્દ્ર સરકાર દ્વારા આ યુનિવર્સિટીને ૧૦૦% ગ્રાન્ટ આપવામાં આવશે.

September 19, 2020
mital_sojitra.jpg
1min5980

સુરતની મહિલા ચિત્રકાર મિતલ સોજીત્રા (Mittal Sojitra)એ અનુકરણીય રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી છે. તા.17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસે સમગ્ર દેશમાં ઉજવાય રહ્યો હતો ત્યારે સુરતના મહિલા ચિત્રકાર મિતલ સોજીત્રાએ 70 બાળકોને દત્તક લીધા હતા. એક મહિલાએ આ પ્રકારે અનુકરણીય અને અનોખી પહેલ કરી છે.

સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ક્રુષ્ણકુમાર સિંહ પ્રાથમિક શાળાના 70 વિધાર્થીઓ જ્યાં સુધી અભ્યાસ કરશે ત્યાં સુધી તેમની જરૂરિયાતની વસ્તુઓ માટે મિતલ સોજીત્રા અને તેમના સહયોગી વર્ષા અલગીયા તેમને સહાયભૂત થશે. દત્તક લેવાનો અર્થ અહીં એ છે કે 70 બાળકોના શિક્ષણ, સ્ટેશનરીથી માંડીને જરૂરિયાતની દરેક વસ્તુમાં મદદ કરવામાં આવશે.

https://www.facebook.com/photo?fbid=3462476700486021&set=pcb.3462490277151330

પોતાનો અભિગમ સ્પષ્ટ કરતા મિતલ સોજિત્રાએ જણાવ્યું હતું કે

વિદ્યાર્થીઓને સરકારી શાળામાંથી જરૂરીયાતની વસ્તુઓ આપવામાં આવે છે. પરંતુ અમુક સામગ્રી એવી હોય છે જે આપવામાં આવતી ન હોય. તેમજ અમુક વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે જરૂરી વસ્તુઓ ખરીદી શકતા નથી. જેથી તેમના વિકાસમાં અડચણો ઉભી થાય છે. વિદ્યાર્થીઓના વિકાસમાં અડચણ ઉભી ન થાય એટલા માટે જ બે બાળકોનો આધાર બનાવનું નક્કી કર્યું અને આ પહેલ શરૂ કરી છે.

મિતલ સોજીત્રા જાણીતા ચિત્રકાર છે. તેમણે “બેટી બચાઓ બેટી પઢાવો”નું  127 ફૂટ લાંબુ પેઇન્ટિંગ બનાવી ગિનીસ બુકના રેકૉર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે. આવનારા સમયમાં તેઓ નરેન્દ્ર મોદીની બાયોગ્રાફી પણ લોન્ચ કરવાના છે. જેમાં તેમના નાનપણથી લઈને અત્યાર સુધીના 100 ચિત્રો હશે સાથે જ તેના વિશેની માહિતી આપવામાં આવશે.

September 14, 2020
mahila_kalyan.jpg
1min10380

ગુજરાતની મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બને તે માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી એ ‘મહિલા કલ્યાણ યોજના’ની જાહેરાત કરી છે. તે માટે ગુજરાત સરકારે 175 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આ યોજના અંતર્ગત મહિલાઓને અનેક છૂટછાટ આપવામાં આવશે.

‘મહિલા કલ્યાણ યોજના’ અંતર્ગત 10 લાખથી વધુ મહિલાઓને વગર વ્યાજની લોન આપવામાં આવશે. આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલા શક્તિ આગળ આવશે. વડાપ્રાધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ની રાજ્યની માતૃશક્તિને ભેટ આપવામાં આવશે. આ નિર્ણયથી કોરોના પછીની બદલાયેલી આર્થિક સામાજિક જીવનશૈલીમાં મહિલા માટે આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખુલશે.

રાજ્યના 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનોને ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’નો લાભ મળશે. કુલ 1000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને અપાશે. બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે. આ લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી અપાશે. મહિલા જૂથ દીઠ રૂ. 1 લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે. રાજ્ય સરકાર બેન્કો સાથે ટૂંક સમયમાં યોજનામાં જોડાવા અંગેના એમઓયુ કરશે. 10 મહિલાઓ-બહેનોના એક જૂથ એમ 1 લાખ જૂથ બનાવાશે. પ્રત્યેક જૂથને એક લાખનું લોન ધિરાણ મળશે. પ્રત્યેક માતા-બહેનોને પોતાનો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા વગર વ્યાજે લોન ધિરાણ મળી રહેશે.

રાજ્યની લાખો બહેનોના આત્મનિર્ભરતા સાથે સ્વમાન ભેર જીવવાનાં સપનાં-અરમાન પાર પાડવામાં ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ ઉદીપક બનશે. હવે આ યોજનાથી મહિલાઓને તેમના નાના વ્યવસાયો, ગૃહ ઉદ્યોગ શરૂ કરી પોતાનું કૌશલ્ય અને સપનાં સાકાર કરવાની તક આપવામાં આવશે.

September 10, 2020
ronaldo_insta.jpg
1min4560

નેશન્સ લીગમાં ગઇકાલે પોર્ટૂગલ અને સ્વીડન વચ્ચે મેચ રમાયો હતો. આ મેચ દરમિયાન સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ તેની કેરિયરનો 100મો ઇન્ટરનેશનલ ગોલ કર્યોં હતો. પોર્ટૂગલે આ મેચ 2-0થી જીત્યો હતો. બન્ને ગોલ રોનાલ્ડોએ જ કર્યાં હતા. ઇન્ટરનેશનલ ફૂટબોલમાં 100 ગોલના આંકડાને સ્પર્શનાર રોનાલ્ડો વિશ્વનો ફકત બીજો જ ખેલાડી છે. આ પહેલા આવી સિધ્ધિ ઇરાનના ખેલાડી અલી દેઇએ મેળવી છે. તેના નામે 109 ઇન્ટરનેશનલ ગોલ છે. 3પ વર્ષીય રોનાલ્ડોએ તેની ઇન્ટરનેશનલ કેરિયરનો પહેલો ગોલ 2004માં કર્યોં હતો. હવે તેના ખાતામાં 101 ઇન્ટરનેશનલ ગોલ થયા છે. સૌથી વધુ ઇન્ટરનેશનલ ગોલ મામલે ત્રીજા સ્થાને મલેશિયાનો ખેલાડી મોરતાર દહારી છે. તેના નામે 86 ગોલ છે. આર્જેન્ટિનાના સ્ટાર લિયોનલ મેસ્સીના નામે 70 ઇન્ટરનેશનલ ગોલ છે અને 1પમા સ્થાને છે. આ સૂચિમાં ભારતનો સુનિલ છેત્રી 72 ગોલ સાથે સંયુકત રીતે 10મા ક્રમે છે.

August 30, 2020
government_gujarat.jpg
1min6030

ગુજરાતમાં હવે આગામી દિવસોમાં મહિલાઓની છેડતી કરનારાં, વ્યાજખોરો, જુગારીયાં અને સાયબર આરોપીઓ સામે પાસ હેઠળ કાર્યવાહી કરીને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવશે.

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની શાંત, સલામત અને સુરક્ષિત રાજ્યની આગવી ઓળખને વધુ સુદ્રઢતાથી આગળ ધપાવવાની નેમ સાથે પાસા’ કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓ કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્ય પ્રધાને પાસા કાયદાનો વ્યાપ વધુ વિસ્તારીને હવે સાયબર ક્રાઇમ આચરનારા, નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા સહિત શારીરિક હિંસા તેમજ ધમકી આપવી, જાતિય ગુનાઓ-જાતિય સતામણી જેવી અસાસાજિક પ્રવૃત્તિઓને પણ આવરી લઇ આવા ગુનેગારોને કડક સજા માટે પાસા એકટમાં સુધારાઓ કરવાનું શસ્ત્ર અપનાવવા નો નિર્ધાર કર્યો છે.

રૂપાણી પ્રવર્તમાન સાયબર ટેકનોલોજીને લગતા ગૂનાઓ સહિત જાતિય સતામણી જેવા ગુનાઓના વધતા પ્રમાણને કડક હાથે ડામી દેવા પાસા’ એકટમાં સુધારાના વટહુકમની દરખાસ્ત રાજ્ય પ્રધાન મંડળની આગામી બેઠકમાં લાવવાના છે. અત્યારે ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા ૧૯૮પથી ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત અધિનિયમ (પાસા) ૧૯૮પ અમલી છે.

આ અધિનિયમ અંતર્ગત પાસાના કાયદામાં જે જોગવાઇઓ છે તે મુજબ આઈપીસી તથા આર્મ્સ એકટ હેઠળના ગુનાઓ આચરનારી વ્યકિત, ભયજનક હોય તેવી વ્યકિત, ખાનગી અને સરકારી મિલકત પચાવી પાડે તેવા પ્રોપર્ટી ગ્રેબર વ્યકિત તેમજ કેફી દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા તેવા ડ્રગ ઓફન્ડર્સ, જુગારનો અડ્ડો ચલાવનારા, દેહવિક્રય જેવા અનૈતિક વેપાર સાથે જોડાયેલ ગૂનેગાર વ્યકિતઓ, ગૌવંશની હત્યા અને ગૌ માસની હેરાફેરી કે વેચાણ કરનારા લોકો તથા દારૂનો ગેરકાયદે ધંધો કરનારા બૂટલેગર વ્યકિતઓ વિરૂદ્ધ પાસા કાયદાની જોગવાઇનો ઉપયોગ કરી અટકાયત કરી શકાય છે..

હવે, આધુનિક બદલાતી ટેકનોલોજીમાં વિશ્વ સાથે ગૂનાખોરીની પ્રવૃત્તિઓમાં પણ ટેકનોલોજી આધારિત ગૂનાઓ-સાયબર ક્રાઇમનું પ્રમાણ વધ્યું છે તેમજ જાતિય સતામણીના ગૂનાઓ પણ વધ્યા છે ત્યારે આ ગૂનાઓ સહિતના ગૂનાઓ ડામવામાં પાસા’ કાયદાની જોગવાઇઓમાં આ સુધારો શસ્ત્ર બનશે. રાજ્યમાં જાતીય ગુનાઓનું પ્રમાણ ઘટે અને મહિલાઓને વધુ સુરક્ષીત કરી શકાય તે આશયથી પાસાના કાયદામાં જે જોગવાઇઓ હતી તેને વધુ વિસ્તારવામાં આવી છે.

ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની વિવિધ કલમો તેમજ પોક્સોના કાયદા હેઠળના શિક્ષાપાત્ર ગુનો કરે, કે એવો પ્રયાસ કરે, કે તેમાં મદદગારી કરે તેવી વ્યક્તિઓનો હવે પાસા કાયદાની સજા પાત્ર વ્યકિતમાં અલગથી સમાવેશ કરવામાં આવ્યો છે. આ અધિનિયમમાં સુધારો થવાથી જુગારની પ્રવૃતિ આચરનાર, સાયબર ગુનેગારો, વ્યાજખોરી તથા જાતીય સતામણીના ગુના જેવા ગુનેગારો સામે પાસાની કાર્યવાહી થઇ શકશે.

August 12, 2020
girl.jpg
1min6600

નવી દિલ્હી: એક મહત્વનો ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે હિન્દુ અવિભક્ત કુટુંબમાં પારિવારિક સંપત્તિ પર દીકરીનો પણ સરખો હક્ક છે. કોર્ટે જણાવ્યું હતું કે, પિતા, દાદા, પરદાદાની સંપત્તિ પર જેટલો હક્ક દીકરાનો છે, તેટલો જ હક્ક દીકરીઓનો પણ છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે વર્ષ 1956થી દીકરીઓ આ હક્ક મેળવવાને પાત્ર છે.

હિન્દુ અવિભક્ત કુટુંબમાં દીકરીને પિતા, દાદા કે પરદાદાની સંપત્તિ પર દીકરાને જેટલો હક્ક મળે છે કેટલો જ હક્ક મળશે: કોર્ટ

જસ્ટિસ અરુણ મિશ્રા, એસ અબ્દુલ નઝીર અને એમઆર શાહની બેન્ચે હિન્દુ વારસાઈને લગતા સેક્શન 6 અંગે સ્પષ્ટતા આ ચુકાદો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ કાયદામાં 9 સપ્ટેમ્બર 2005ના રોજ સુધારો કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે જણાવ્યું હતું કે પિતા જીવતા હોય કે ના હોય, પરંતુ સપ્ટેમ્બર 2005 પહેલા જન્મેલી હિન્દુ મહિલા પૈતૃક સંપત્તિમાં હક્ક મેળવવાનો સરખો અધિકાર ધરાવે છે.

કોર્ટે મંગળવારે આપેલા પોતાના ચુકાદામાં કહ્યું હતું કે હિન્દુ વારસાઈ કાયદા, 1956ના સેક્શન 6માં થયેલા એમેડમેન્ટ પહેલા કે બાદમાં જન્મેલી તમામ દીકરી પૈતૃક સંપત્તિ કે જવાબદારીમાં સરખી હિસ્સેદારી ધરાવે છે. 121 પાનાનાં ચુકાદામાં જસ્ટિસ મિશ્રાએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2005 પહેલા જન્મેલી દીકરી પણ પૈતૃક સંપત્તિમાં પોતાનો હક્ક માગી શકે છે.

પોતાના ચુકાદામાં કોર્ટે એ વાતની પણ સ્પષ્ટતા કરી છે કે જે મિલકતની 20 ડિસેમ્બર 2004 પહેલા વહેંચણી થઈ ચૂકી છે, તેમાં કોઈપણ મહિલા પોતાનો હક્ક માગી કશે નહીં. આ પ્રકારની પ્રોપર્ટીમાં પરિવારના અન્ય સભ્યોને જે અનુસાર હક્ક અપાયો છે તે અકબંધ રહેશે, અને સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની તેના પર કોઈ અસર નહીં પડે.

હાલનો ચુકાદો દીકરીઓને મળતા હક્કને વધુ સ્પષ્ટ કરે છે, અને અન્ય સંબંધીઓને સેક્સન 6 હેઠળ જે હક્ક આપવામાં આવ્યો છે તેની તેના પર કોઈ અસર નહીં પડે, કારણકે તે અમેડેન્ટ પહેલાથી જ અસ્તિત્વમાં છે તેવું પણ કોર્ટે જણાવ્યું હતું. ત્રણ જજની બેન્ચે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ કાયદો 1956માં અમલમાં આવ્યો ત્યારથી દીકરી તેનો લાભ મેળવવાને પાત્ર છે. જોકે, જે કૌટુંબિક મિલકતના ભાગલા પડી ગયા છે તેના પર હક્ક નહીં માગી શકાય.