કોરોના વાયરસ સામેની જંગ હારવા માટે દેશભરમાં આજથી રસીકરણની શરૂઆત થઈ ગઈ છે. આજે સોમવાર, તા.1લી માર્ચ 2021ના દિવસે વહેલી સવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ કોરોના વાયરસ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. તેમણે દિલ્હી સ્થિત એઈમ્સ હૉસ્પિટલમાં જઈને રસી મુકાવી હતી. આ બાબતની જાણ વડાપ્રધાને ટ્વીટ કરીને આપી હતી.
Took my first dose of the COVID-19 vaccine at AIIMS.
Remarkable how our doctors and scientists have worked in quick time to strengthen the global fight against COVID-19.
I appeal to all those who are eligible to take the vaccine. Together, let us make India COVID-19 free! pic.twitter.com/5z5cvAoMrv
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, મે એઈમ્સમાં કોરોનાની રસીનો મારો પહેલો ડોઝ લીધો. ‘આ પ્રશંસનીય છે કે કેવી રીતે આપણા ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોએ કોરોનાની વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજબૂત કરવા માટે ત્વરિત સમયમાં કામ કર્યુ છે. હું તે તમામને અપીલ કરુ છું કે જે રસી લેવા માટે યોગ્ય છે તેઓ લે. સાથે જ ભારતને કોરોના મુક્ત બનાવે’.
લોકસભાનું બજેટ સત્ર 29 જાન્યુઆરીથી 1પ ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. આ વિશે જાણકારી આપતાં લોકસભાનાં સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, સંસદનાં પહેલા ચરણમાં 12 બેઠકો થશે અને બીજો તબક્કો 8 માર્ચથી 8 એપ્રિલ સુધીનો રહેશે. જેમાં 21 બેઠકો થશે. આ ઉપરાંત વારંવાર જે બાબતે લોકરોષ ઉઠતો રહે છે તેવા સંસદની કેન્ટીનનાં સસ્તા ભોજન વિશે તેમણે કહ્યું હતું કે, હવે સંસદની કેન્ટીનમાં ભોજન ઉપર અપાતી સબસિડીને સદંતર ખતમ કરી નાખવામાં આવી છે.
જો કે લોકસભા સ્પીકર બિરલાએ કેન્ટીન સબસિડીનાં આર્થિક પાસાઓ વિશે વધુ કોઈ જાણકારીઓ જાહેર કરી નથી. ઉલ્લેખનીય છે કે, લોકસભાની બિઝનેસ એડવાઈઝરી કમિટીમાં તમામ દળોનાં સદસ્યોએ એકમતે કેન્ટીન સબસિડી સમાપ્ત કરવાં ઉપર સહમતી વ્યક્ત કરી હતી. હવે સંસદની કેન્ટીનમાં નિર્ધારિત દરે સબસિડી વિના જ ભોજન મળશે.
પ્રતિવર્ષ સંસદની કેન્ટીન માટે 17 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવતી હતી. લોકસભાનાં બજેટ સત્રની તૈયારી વિશે વિગતો સાંપડતા બિરલાએ એ પણ જણાવ્યું હતું કે, હવે સંસદની કેન્ટીનનું સંચાલન ઉત્તર રેલવેને બદલે આઈટીડીસી દ્વારા કરવામાં આવશે. સંસદનાં સત્ર પહેલા તમામ સાંસદોને કોરોના ટેસ્ટ માટે અનુરોધ કરવામાં આવશે. સંસદનાં પરિસરમાં જ 27-28 જાન્યુઆરીએ આરટી-પીસીઆર ટેસ્ટ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
ઓક્સફોર્ડની કોવિશિલ્ડ વેક્સીનના ઈમર્જન્સી ઉપયોગ માટે મળી મંજૂરી
2021 કેલેન્ડર વર્ષના પહેલા જ ભારત સરકારે ભારતીય લોકોને મોટી રાહતના સમાચાર આપ્યા છે. કેન્દ્ર સરકારે કોરોના વાયરસ માટે ભારતમાં ઉપયોગમાં લેવા માટેની પ્રથમ વેક્સીનના ઇમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકાર રચિત એક્સપર્ટ પેનલે ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા દ્વારા તૈયાર કરવામાં આવેલી કોવિશિલ્ડ વેક્સીનને આજરોજ તા.1લી જાન્યુઆરીને શુક્રવારે ઈમર્જન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ ભારત યુકે અને આર્જેન્ટિના બાદ ઓક્સફોર્ડની વેક્સીનને મંજૂરી આપનારો ત્રીજો દેશ બની ગયો છે.
ઓક્સફોર્ડની કોરોના વેક્સીન ભારતની કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે. સીરમ ઈન્સ્ટિટ્યુટે 50 મિલિયન ડોઝ તૈયાર રાખ્યા છે અને તેમાના મોટા ભાગના ડોઝ ભારતમાં જ આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું છે કે કોરોનાની વેક્સીન શનિવારે કોલ્ડ સ્ટોરેજમાંથી ભારના અન્ય રાજ્યોમાં ઝડપથી પહોંચાડવામાં આવશે.
ભારત જેવા દેશ માટે ઓક્સફોર્ડની કોવિશિલ્ડ વેક્સીન એકદમ યોગ્ય છે કેમ કે ફાઈઝર અને મોડર્નાની કોવિડ-19 વેક્સીનની જેમ ઓક્સફોર્ડની વેક્સીનને સ્ટોરેજ માટે અત્યંત નીચા તાપમાનની જરૂર નથી અને તે ઘરમાં વપરાતા ફ્રીઝ ટેમ્પરેચર (2થી 8 ડિગ્રી સેલ્સિયસ)માં પણ સ્ટોર કરી શકાય છે. તેથી શરૂઆતથી જ ઓક્સફોર્ડની વેક્સીન પર ભારતની નજર હતી. આ ઉપરાંત ઓક્સફોર્ડની વેક્સીનની કિંમત પણ અન્ય વેક્સીનની તુલનામાં સસ્તી છે. આ વેક્સીનના બે ડોઝ 1,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. ઓક્સફોર્ડની વેક્સીનની અસરકારકતા 95 ટકા છે.
માત્ર સિનિયર હોય તેવા અથવા તો લાગવગીયા હોય તેવા અથવા તો મોટા નેતાના મળતીયાઓને જ પોલિટીક્સમાં ખાસ કરીને સત્તામાં હોદ્દા મળતા હોય છે. પરંતુ, કેરળમાં આ ચેઇન તૂટી છે. પોલિટીક્સમાં ખાસ કરીને સત્તાની ભાગબટાઇમાં પરંપરાગત ટ્રેન્ડથી વિપરીત 21 વર્ષિય યુવતિ આર્યા રાજેન્દ્રને મેયર બનાવવાનો નિર્ણય લેવાયો છે. બિનઅનુભવી હોય તો શું થઇ ગયું પરંતુ, એ યુવતિ પોતાની અલગ વિચારધારાથી કેરળના થિરુવનંતપૂરમ શહેરનું નેતૃત્વ તો કરશે જ પરંતુ સાથોસાથ એ પોતાનો અભ્યાસ પણ શરૂ રાખશે. અત્યાર સુધી વિદેશમાંથી આવા સમાચારો મળી રહ્યા હતા. ભારતમાંથી આ સમાચાર મળવા એ ન્યુ ઇન્ડિયાના નિર્માણના સંકેત મળી રહ્યા છે.
ભારતીય પોલિટીક્સમાં યંગસ્ટર્સની સક્રિયતા ખૂબ જરૂરી
તાજેતરમાં કેરળ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી યોજાઇ હતી. જેમાં કેરળના મહત્વપૂર્ણ શહેર ગણાતા થિરુવનંતપૂરમ્ ખાતે ક્રાંતિકારી નિર્ણય લઇને સૌથી યંગેસ્ટ કાઉન્સિલર એક યુવતિ નામે આર્યા પર મેયર પદનો કળશ ઢોળવામાં આવ્યો છે.
આર્યા રાજેન્દ્ર CPI(M) પાર્ટીની સીટ પરથી થિરુવનંતપૂરમ્ ના ચાલા વિસ્તારના એક્ટીવ મેમ્બર હતા અને તેથી તેને થિરુવનંતપૂરમ્ ના મુદ્રાંનમંગલ વિસ્તારની બેઠક પર પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તેમણે કાઉન્સિલરની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. આર્યા રાજેન્દ્ર બી.એસસી. મેથેમેટિક્સનો અભ્યાસ સફળતાપૂર્વક પાસ કરી ચૂક્યા છે.
આર્યા દેશના સૌથી યુવાન મેયર બન્યા છે, અને આ સાથે પાર્ટી વઘારે ભણેલી ગણેલી મહિલાઓ આગળ આવે અને લીડર બને તેવી ઈચ્છા વ્યક્ત કરાઈ છે.
આર્યા રાજેન્દ્રને મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, “આ પાર્ટીનો નિર્ણય છે અને મારે તેનું પાલન કરવાનું છે. ચૂંટણી દરમિયાન લોકોએ મારા પર પસંદગી ઉતારી છે, હું એક વિદ્યાર્થિની છું ત્યારે લોકોએ મારા ભણતરને પણ ધ્યાનમાં રાખ્યું છે, અને તેમનો નેતા ભણેલો હોય તે વિચારીને મારી પસંદગી કરી છે. હું મારું ભણતર ચાલુ રાખીશ અને તેની સાથે મેયર તરીકે મારી ફરજ પણ નિભાવીશ”
દેશભરના ધોરીમાર્ગો ઉપર વાહનોનાં સ્વતંત્ર આવાગમન માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટો અને ટોલ પ્લાઝા ઉપર લાંબી કતારોમાંથી મુક્તિ આપે તેવો રાહતકારી નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આવનાર બે વર્ષમાં જ ભારતને ટોલનાકા મુક્ત દેશ બનાવી દેવામાં આવશે. આના માટે સરકારે જીપીએસની વ્યવસ્થાને આખરી ઓપ આપવાનો નિર્ણય કર્યો છે. જેના થકી વાહન સાથે જોડાયેલા બેન્ક ખાતામાંથી ટોલ આપોઆપ કપાઈ જશે.
આસોચેમના સ્થાપના સપ્તાહ કાર્યક્રમમાં સંબોધન કરતા ગડકરીએ કહ્યું હતું કે, રશિયાની સરકારની મદદથી આપણે જલ્દી જીપીએસ સિસ્ટમ તૈયારી કરી લેશું. ત્યારબાદ આગામી બે વર્ષમાં દેશ ટોલનાકા મુક્ત થઈ જશે.
જીપીએસ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થતાં ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (એનએચએઆઈ)ની ટોલની આવક પણ પાંચ વર્ષમાં 1,34,000 કરોડ રૂપિયા સુધી વધી શકે છે. સરકાર દેશભરમાં વાહનોની અવરોધ રહિત આવનજાવન માટે આ ખાસ પગલું ભરવા જઈ રહી છે. છેલ્લા એક વર્ષમાં કેન્દ્ર સરકારે દેશના તમામ ટોલપ્લાઝા ઉપર ફાસ્ટેગ અનિવાર્ય બનાવેલું છે. ફાસ્ટેગ આવતા ઈંધણની ખપતમાં પણ ઘટાડો થયો છે. આ ઉપરાંત પ્રદૂષણ ઉપર પણ અમુક અંશે લગામ લાગી છે. ફાસ્ટેગથી ટોલની વસૂલાત અત્યારે કુલ આવકના ત્રણ ચતુર્થાંશ જેટલી થઈ ગઈ છે. એક વર્ષ પહેલા 70 કરોડ રૂપિયાની તુલનામાં તે 92 કરોડ રૂપિયા સુધી આવી ગઈ છે.
મહિલા અને બાળકો પર અત્યાચારના કેસ વધતા જતા હોવાથી સરકારે આંધ્રપ્રદેશના દિશા કાયદાની જેમ જ ‘શક્તિ’ કાયદો બનાવ્યો છે, જેને બુધવારે 9/12/2020 પ્રધાનમંડળની બેઠકમાં મજૂરી આપવામાં આવી હતી.
આ કાયદામાં શિક્ષાનું પ્રમાણ વધારવામાં આવ્યું છે તેમ જ નવા ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમ મુખ્ય પ્રધાન કાર્યાલયે માહિતી આપી હતી. બુધવારે પ્રધાનમંડળમાં મહાારષ્ટ્ર શક્તિ ક્રિમિનલ લૉ (મહારાષ્ટ્ર અમેડમેન્ટ) એક્ટ ૨૦૨૦ એન્ડ સ્પેશિયલ ર્કોર્ટ એન્ડ મશિનરી ફોર ઈમ્પ્લિમેન્ટેન્શન ઑફ મહારાષ્ટ્ર શક્તિ ક્રિમિનિલ લૉ ૨૦૨૦ એમ બે કાયદાને મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે આંધ્રપ્રદેશની મુલાકાત લઈ ત્યાંના કાયદાનો વિશેષ અભ્યાસ કર્યો હતો. રાજ્યમાં વધતી ગુનાખોરી સામે મહિલાઓને રક્ષણ આપવા સરકારે આ કાયદા બનાવ્યા છે. હવે આ કાયદો મહારાષ્ટ્ર સરકારે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી આપ્યો છે.
ફોજદારી પ્રક્રિયામાં ફેરફાર
૧. તપાસનો કાર્યકાળ બે મહિનાને બદલે ૧૫ કામના દિવસો કરવામાં આવ્યો
૨. કેર્ટમાં કેસ ચલાવવાની મર્યાદા બે મહિનાને બદલ ૩૦ કામના દિવસો કરવામાં આવ્યો
૩. અપીલનો કાર્યકાળ છ મહિનાને બદલે ૪૫ દિવસ
૪. દરેક સ્પેશિયલ કોર્ટ માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યટર નિમવાનું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે
૫. દરેક ઘટક માટે મહિલા અને બાળક પર થયેલા ગુનાની તપાસ કરવા માટે ખાસ પોલીસ ટીમ અને તેમાં કમ સે કમ એક મહિલા અધિકારી પ્રસ્તાવિત કરવામાં આવી છે.
૬. પીડિતાને મદદ કરવા માટે સામાજિક સંસ્થાને નિમવાનું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.
——————————
કેવી હશે સજા
૧.બળાત્કાર, એસિડ હુમલા અને બાળક પર અત્યાચાર કરવા બદલ મૃત્યુદંડ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે
૨. સજાની મર્યાદા વધારવામા આવી છે
૩. એસિડ હુમલા પ્રકરણમાં દંડની જોગવાઈ કરી છે. આ રકમ પીડિતાના ઉપચાર અને પ્લાસ્ટિક સર્જરીમાં ઉપયોગમાં લેવાનું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે
——————————–
કાયદામાં સમાવવામાં આવેલા નવા ગુના
૧. સોશિયલ મીડિયા મારફતે મહિલાને ધમકાવવી કે તેની બદનામી કરવી.
૨. બળાત્કાર, વિનયભંગ અને એસિડ હુમલા મામલે ખોટી ફરિયાદ કરવી.
૩. સોશિયલ મીડિયા, ઈન્ટરનેટ અને મોબાઈલ સેવા પૂરી પાડતી કંપની દ્વારા તપાસમાં સહકાર ન આપવો.
૪. કોઈ લોકસેવકનો તપાસમાં સહકાર ન કરવો.
૫. બળાત્કારની જેમ એસિડ અને વિનયભંગની ભોગ બનેલી પીડિતાનું નામ છાપવાનું બંધનકારક.
આજરોજ તા.1લી ડિસેમ્બરે ગુજરાત સરકારના નાયબ મુખ્યપ્રધાન શ્રી નીતિન પટેલે કરેલી જાહેરાત અનુસાર કોવીડ-19ના લેબોરેટરી ટેસ્ટ RT-PCR ટેસ્ટની કિંમત ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોના રેટ ઘટાડીને 800 રૂપિયા કરવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલો જ્યારે દર્દીના ઘરે જઇને ટેસ્ટ કરે તો 1100 રૂપિયા ચુકવવા પડશે.
નીતિન પટેલે જાહેરાત કર્યા મુજબ આજથી આનો અમલ શરૂ થશે.
અગાઉ ગુજરાતમાં ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ કરાવવાનો ખર્ચ 1500 રૂપિયા હતો, જ્યારે ઘરે બેઠા 2000 રૂપિયાના દરે ટેસ્ટ થતો હતો.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) મુજબ SARS-COV-2 શોધવા માટે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમેરેજ ચેઈન રિએક્શન (RTPCR) ટેસ્ટ સ્ટાન્ડર્ડ છે. આ ટેસ્ટથી એવી ખબર પડે છે કે, દર્દીમાં વાયરલ લોડ કેટલો છે અને તેને કયા પ્રકારના ક્વોરેન્ટાઈનમાં રાખવાનો છે. અગાઉ ICMRએ ગાઈડલાઈન્સ બહાર પાડી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, રેપિડ એન્ટિજન ટેસ્ટમાં વ્યક્તિ પોઝિટિવ આવે તો તેનો ખરેખર સંક્રમિત માનવો જોઈએ, પરંતુ તેમાં લક્ષણો હોય અને રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તો RT-PCR ટેસ્ટ ચોક્કસથી કરાવવો જોઈએ.
સિનિયર સિટીઝન્સ, મહિલાઓ, નાના બાળકો સાથેના પરિવારજનો કરફ્યુ વેળાએ સુરત પરત ફરવાના હોય તો ચેમ્બર ઓફ કોમર્સને આગોતરી જાણ કરીને વ્યવસ્થા મેળવી શકાશે
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાની આગેવાની હેઠળ અત્યાર સુધી ચેમ્બરે જે નથી કર્યું એવા લોકહિતના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. કોરોનાકાળમાં શ્રમિકો માટે શ્રેણીબદ્ધ પગલાંઓ ભરનાર દિનેશ નાવડીયાની ટીમે હાલ રાત્રિ કરફ્યુની સ્થિતિમાં બહારગામથી સુરત આવતા લોકો ટ્રાન્સ્પોર્ટેશન બંધ હોવાના કારણે રઝળી ના પડે તે માટે વિનામૂલ્યે પરિવહનની સેવા શરૂ કરી છે. પહેલા જ દિવસે આ કામમાં 25થી વધુ મોટરકારોનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
હાલના રાત્રિ કરફ્યુની પરિસ્થિતિમાં સુરત રેલ્વે સ્ટેશને આવતા સિનિયર સીટીઝન્સ, નાની વયના બાળકો અને એકલી મહિલા મુસાફરો કે જેઓ પાસે પોતાના વાહનની સગવડ નહિ હોય તેઓને સુરત રેલ્વે સ્ટેશનથી ઘર સુધી પહોંચાડવા માટે ચેમ્બર દ્વારા વિના મૂલ્યે સેવાકાર્ય શરૂ કરાયું છે. જે અંતર્ગત મંગળવાર, તા. ૨૪ નવેમ્બર, ૨૦૨૦ના રોજ કુલ ૨૫ કારની વ્યવસ્થા કરવામાં આવી હતી અને લગભગ ૧૨૫ મુસાફરોને રેલ્વે સ્ટેશનથી તેમના ઘર સુધી સુવ્યવસ્થિત પહોંચાડાયા હતા. આ અભિયાન હાલમાં ચાલુ રહેશે.
આ સેવાકાર્યમાં આપ પણ આપનું નામ નોંધાવી શકો છો. આપ આપની કાર અને કાર ચાલક સહિત આપના નામો નોંધાવવા માટે દીપક શેઠવાળા – ૯૮૨૪૧૩૭૭૦૫, બીજલ જરીવાળા – ૯૧૭૩૩૪૨૬૧૦, અનિલ સરાવગી – ૯૮૨૫૦૭૭૬૭૮ નો સંપર્ક કરી શકો છો.
પ્રથમ દિવસે સુરત પોલીસ કમિશ્નર શ્રી અજયકુમાર તોમર, ડે. કમિશ્નર ઓફ પોલીસ સુશ્રી ભાવનાબેન પટેલ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર કામગીરી નિહાળી હતી. ચેમ્બર દ્વારા માસ્ક અને હેન્ડસેનિટાઈઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. દરેક કારને પોતાનો એક રાઉન્ડ સમાપ્ત થયા પછી સંપૂર્ણ સેનિટાઈઝ કરવામાં આવતી હતી અને ત્યાર પછી જ બીજા રાઉન્ડ માટે કારને મોકલવામાં આવતી હતી. આ સેવાકાર્યમાં ચેમ્બરના પ્રમુખ શ્રી દિનેશ નાવડીયા, ઉપ પ્રમુખ શ્રી આશીષ ગુજરાતી, માનદ્દ મંત્રી શ્રી નિખિલ મદ્રાસી, માનદ્દ ખજાનચી શ્રી મનિષ કાપડીયા, ગ્રુપ ચેરમેન શ્રી દીપક શેઠવાળા, ડૉ. અનિલ સરાવગી, શ્રી બીજલ જરીવાલા, શ્રી રાકેશ જૈન, શ્રી પરેશ લાઠીયા તેમજ મેનેજિંગ કમિટીના સભ્યો શ્રી લાલજીભાઈ હિરાણી, ઉપસ્થિત રહ્યા હતા.
પાંડેસરાના એકાંત વિસ્તારમાં રહેતી એક ૪૦ વર્ષની મહિલા કે જેમનો સંપર્ક તેમના પરિવાર સાથે થઇ નહોતો શકતો તેમને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ચાર નાની બાળાઓ કે જે મુંબઈથી સુરત આવતી ટ્રેઈનમાં ઉતરી હતી. તેઓના વાલીઓનો સંપર્ક નહોતો થઇ શકતો તેમને ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. કામરેજ રહેતા એક પરિવાર પાસે રીક્ષામાં જવા માટેના પૈસા નહોતા તેઓને તેમના કામરેજ નિવાસ સ્થાને પહોંચાડવામાં આવ્યા હતા.
૮૦ વર્ષના અપંગ વૃદ્ધ તેમના પરિવાર સાથે આશ્રય શોધતા હતા તેમના આઠ વ્યક્તિઓના પરિવારને સહીસલામત તેમના નિવાસ સ્થાને પહોંચાડવામાં આવ્યા હતા. નવાગામ ડીંડોલીમાં રહેતા રેલવેના મહિલા સ્ટાફ સભ્યોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં આવ્યા હતા. રેલ્વે પોલીસ અને રેલ્વેનો સ્ટાફ પણ આ આખી વ્યવસ્થામાં જોડાયા હતા.
આગામી દિવસોમાં શહેરના ઔદ્યોગિક એસોસીએશનો, બેંકો, સહકારી સંસ્થાઓના સહકારથી ૫૦૦ જેટલા બેરીકેડ્સ સુરત પોલીસને ભેટ આપવામાં આવશે.
આ ડિવાઇસને ચહેરા પર પહેરવામાં આવે છે. ત્યાર બાદ તે શરીરમાં હાડકાઓનાં કંપનની મદદથી મગજમાં ચાલી રહેલી ગતિવિધિઓની જાણકારી મેળવે છે. કોમ્યુકેશનમાં મુશ્કેલી અનુભવતા લોકો માટે હેડફોનની જેમ પહેરાતું આ ડિવાઇસ વરદાન રૂપ સાબિત થઈ શકે છે. સેરિબલ પાલ્સીના દર્દીઓ તેનાં માધ્યમથી કોઈ શબ્દ વિના જ કોમ્પ્યુટર સાથે સંવાદ કરી શકે છે. એવો દાવો કરાયો છે કે આ ડિવાઇસની મદદથી મગજમાં ચાલી રહેલી બાબતોને વાંચી-સાંભળી શકાય છે અને તેને કોમ્પ્યુટર કે મોબાઇલ ફોનનાં માધ્યમથી બતાવી શકાય છે. આ ડિવાઇસ લોકોને સમજવામાં 9ર ટકા કારગર હોવાનું કહેવાય છે.
એમઆઇટીની વેબસાઇટ પર લખવામાં આવેલા આ સંશોધનનો હેતુ બોલી ન શકતા લોકોને સંચારમાં મદદરૂપ થવાનો છે. તેમાં માનવ અને કોમ્પ્યુટરને સાંકળવાની ક્ષમતા છે. ડિવાઇસની મદદથી ચેસ રમી તેના નિષ્ણાત બની શકાય છે. મશીનમાં માનવ નિર્ણય લેવામાં વધારો કરવાની ક્ષમતા છે.
અર્નવ તેનો ભાઈ શ્રેયસ અને એમઆઇટી મીડિયા લેબના સાથી સંશોધકો દ્વારા ડિઝાઇન કરાયેલા હેડસેટ ઓલ્ટરએગોએ પ્રેકિટલ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ વર્ષએ પણ દિવાળી પર્વ દેશના વીર જવાનો સાથે મનાવવાનો શિરસ્તો જાળવી રાખ્યો છે. પીએમ શનિવારે રાજસ્થાનના જેસલમેર સ્થિત લોંગેવાલા પોસ્ટ પહોંચ્યા છે. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, લશ્કરના વડા એમ એમ નરવાણે, એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા તેમજ બીએસએફના ડીજી રાકેશ અસ્થાના પણ હાજર છે.
જેલસમેરમાં લોંગેવાલા પોસ્ટ નજીક ભારત-પાકિસ્તાન બોર્ડર આવેલી છે. આ બોર્ડર પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનો સુરક્ષા માટે તૈનાત હોય છે. જગવિખ્યાત તનૌટ માતાનું મંદિર પણ અહીં આવેલું છે. પીએમ નરેન્દ્ર મોદી લોંગેવાલા બોર્ડર પર બીએસએફ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ઓક્ટોબરના તેમના મન કી બાત રેડિયો કાર્યક્રમમાં દેશવાસીઓને આ દિવાળી પર એક દિવડો દેશના જવાનોના નામે પ્રગટાવવાની પણ અપીલ કરી હતી. દેશની સુરક્ષામાં નિસ્વાર્થપણે તૈનાત જવાનોના સન્માનમાં એક દિવડો પ્રજ્વિલત કરવા પીએમએ નાગરિકોને જણાવ્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.