સોમવાર ૧૫મી માર્ચે દેશમાં એક જ દિવસમાં વિક્રમજનક ૩૦ લાખ કરતાં પણ વધુ લોકોને કોરોનાની રસી અપાઈ હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ મંગળવારે કહ્યું હતું.
આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોરોની રસીના આપવામાં આવેલા ડૉઝની સંખ્યાનો કુલ આંક ૩,૨૯,૪૭,૪૩૨ પર પહોંચી ગયો હોવાનું તેમણે કહ્યું હતું.
માત્ર પંદર જ દિવસમાં રસીકરણના ૬૦ વર્ષથી વધુ વયના લાભાર્થીઓની સંખ્યાનો આંક એક કરોડને પાર કરી ગયો હોવાનું તેમણે કહ્યું હતું.
કોરોનાની રસીકરણની ઝુંબેશના ૫૯મા દિવસે એટલે કે ૧૫મી માર્ચે ૨૪ કલાકના સમયગાળામાં ૩૦,૩૯,૩૯૪ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.
૪૨,૯૧૯ સેશનમાં ૨૬,૨૭,૦૯૯ લાભાર્થીઓને કોરોનાની રસીનો પહેલો ડૉઝ તો ૪,૧૨,૨૯૫ લોકોને રસીનો બીજો ડૉઝ આપવામાં આવ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.
૨૬,૨૭,૦૯૯ લાભાર્થીઓમાં ૬૦થી વધુ વયના ૧૯,૭૭,૧૭૫ લાભાર્થીઓનો અને ૪૫થી ૬૦ વર્ષની વયજૂથના તેમ જ અન્ય બીમારીઓ ધરાવતા ૪,૨૪,૭૧૩ લાભાર્થીઓનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.
પ્રાપ્ત અહેવાલ મુજબ મંગળવારે સાંજે સાત વાગ્યા સુધીમાં ૫,૫૫,૯૮૪ સેશન મારફતે કોરોનાની રસીના ૩,૨૯,૪૭,૪૩૨ ડૉઝ આપવામાં આવ્યા હતા.
૭૪,૪૬,૬૧૬ હૅલ્થ વર્કર્સને રસીનો પ્રથમ ડૉઝ તો ૪૪,૫૮,૬૧૬ હૅલ્થ વર્કર્સને રસીનો બીજો ડૉઝ અપાયો હતો,
આ ઉપરાંત ચોક્કસ બીમારી ધરાવતા ૪૫થી વધુ વયના ૧૮,૮૮,૭૨૭ લાભાર્થી તેમ જ ૬૦થી વધુ વયના ૧,૦૨,૬૯,૩૬૮ લાભાર્થીને કોરોનાની રસીનો પ્રથમ ડૉઝ આપવામાં આવ્યો હતો.
અહેવાલમાં જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુમાં કોરોનાના દૈનિક નવા કેસની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.
છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા નોંધાયેલા કુલ કેસમાં આ પાંચ રાજ્યના ૭૯.૭૩ ટકા જેટલા કેસ હોવાનું તેમણે કહ્યું હતું.
છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા વધુ ૨૪,૪૯૨ કેસ નોંધાયા હોવાનું તેમણે કહ્યું હતું.
મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક સર્વાધિક ૧૫,૦૫૧ કેસ નોંધાયા હોવાનું તેમણે કહ્યું હતું.
મહારાષ્ટ્ર, પંજાબ, તમિળનાડુ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણા એમ દેશના આઠ રાજ્યમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થયેલો જોવા મળી રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
કેરળમાં છેલ્લાં એક મહિનાથી કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું.
દેશમાં હાલ કોરોનાના ૨,૨૩,૪૩૨ સક્રિય કેસ છે જે કુલ કેસના ૧.૯૬ ટકા જેટલા હોવાનું તેમણે કહ્યું હતું.
દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસમાં મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબ એમ ત્રણ રાજ્યનું એકંદરે યોગદાન ૭૬.૫૭ ટકા જેટલું હોવાનું તેમણે કહ્યું હતું.
દેશમાં અત્યાર સુધીમાં ૨૨,૮૨,૮૦,૭૬૩ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે વધુ ૧૩૧ જણનાં મૃત્યુ થયાં હોવાનું તેમણે કહ્યું હતું.