જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પોતાની વેબસાઈટ પર અલગ દેશ દર્શાવતા મેપને ટ્વિટરે હટાવી લીધો છે. વિવાદિત મેપ સામે આવ્યા બાદ ભારતમાં ટ્વિટરને ભારે ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. સોમવારે રાતે ટ્વિટરે વિવાદિત નકશો વેબસાઈટ પરથી હટાવી લીધો છે.
સોમવારની સવારે ટ્વિટરની વેબસાઈટ પર આ વિવાદિત નકશો સામે આવ્યો હતો. વેબસાઈટ પર કરિયર સેક્શનમાં ટ્વીટર લાઈફ શીર્ષક હેઠળ આ વિવાદિત નકશો દર્શાવવામાં આવ્યો હતો. નવા આઈટી રૂલ્સને લઈને ટ્વિટરનો ભારત સરકાર સાથે તણાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન જ વિવાદિત નકશો સામે આવ્યા બાદ ટ્વિટરની મંશા પર અનેક સવાલો ઊભા થયા હતા. જેના કારણે ટ્વિટરને લોકોની ભારે ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારતવાસીઓએ પણ આ વિવાદિત નકશોને લઈને ભારે વિરોધ દર્શાવ્યો હતો અને માઈક્રોબ્લોગિંગ મંચની વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. એ પછી તો ટ્વિટર પર #TwitterBan ટ્રેન્ડ થવા લાગ્યું હતું.
આવું પહેલીવાર નથી બન્યું કે ટ્વિટરે ભારતના નકશોને ખોટી રીતે દર્શાવ્યો હોય. આ પહેલાં ટ્વિટરે લેહને ચીનનો ભાગ દર્શાવ્યો હતો. વાત એમ છે કે, ભારત સરકાર સતત દેશના નવા આઈટી રૂલ્સની જાણી જોઈને આંખ આડા કાન કરવાનો આરોપ ટ્વિટર પર લગાવી ચૂકી છે.
નવા નિયમો હેઠળ આ માઈક્રોબ્લોગિંગ મંચને મધ્યસ્થી તરીકેની મળેલી કાયદાકીય રાહત સમાપ્ત થઈ ચૂકી છે અને એવામાં ઉપયોગકર્તાઓ દ્વારા પોસ્ટ કરવામાં કોઈ પણ ગેરકાયદેસરની પોસ્ટ માટે ટ્વિટર જવાબદાર રહેશે. રવિવારે જ ભારતમાં ટ્વિટરના વચગાળાના ફરિયાદી અધિકારી ધર્મેન્દ્ર ચતુરે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. ધર્મેન્દ્ર ચતુરની તાજેતરમાં જ નિયુક્તિ થઈ હતી.
ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન્સનું પાલન ન કરવા બદલ સરકારનું પગલું
ટ્વિટર પર કોઈ વાંધાજનક સામગ્રી પોસ્ટ કરવામાં આવે તો તેને જવાબદાર ગણવામાં આવશે. જાણીબૂઝીને સરકારની ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન્સનું પાલન નહીં કરવા બદલ આઈટી પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્વિટરની બુધવારે ઝાટકણી કાઢી હતી.
કાયદાનો અમલ કરાવનારી સરકારી એજન્સીઓ સાથે સંકલન સાધવા ઓફિસરની નિમણૂક કરવી ઈન્ટર મીડિયરી ગાઈડલાઈન્સ (સોશિયલ મીડિયા પ્લેટફોર્મ) હેઠળ જરૂરી છે. આ ગાઈડલાઈન્સનું ટ્વિટરે સંપૂર્ણપણે પાલન કર્યું નથી. ભારતમાં ઈન્ટરમીડિયરી સ્ટેટસ (સોશિયલ મીડિયા પ્લેટફોર્મ) ગુમાવવું એટલે કોઈ યુઝર ગેરકાયદે સામગ્રી અપલોડ કરે તો પણ તે પ્લેટફોર્મને પબ્લિશર તરીકે ગણી લઈ તેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. કેટલીક વાંધાજનક પોસ્ટ હટાવવા અને તેવી ‘પોસ્ટ’ પ્રથમ કરનારાની માહિતી સોશિયલ મીડિયાએ સરકારી એજન્સીને આપવી પડે તેવા આઈટી નિયમો ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવ્યા હતા. ફેસબુક, વૉટ્સઍપ, ટ્વિટર વિગેરે પર ‘પોસ્ટ’ થતી સામગ્રી પર નિયંત્રણ મેળવવા સરકારનું લક્ષ્ય છે.
પાંચમી જૂને આઈટી મંત્રાલયે ટ્વિટરને પત્ર લખી નિયમોનું પાલન કરવા કહ્યું હતું. ટ્વિટરે મંગળવારે કહ્યું હતું કે ‘વચગાળાના ચીફ કોમ્પ્લાયન્સ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે અને થોડા સમયમાં મંત્રાલયને વિગતવાર માહિતી આપીશું.
તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં ‘તાવિજ’ના વેચાણ બાબતમાં થયેલા વિવાદના સંદર્ભમાં રવિશંકર પ્રસાદે કહ્યું કે ફેક ન્યૂઝને ઉઘાડા પાડવામાં ટ્વિટરે રસ લીધો નથી. આ તેના ‘મનમાની’ અભિગમનું ઉદાહરણ કહી શકાય.
તેમણે કહ્યું કે ‘ફેક્ટ ચેકિંગ મિકેનિઝમ બાબતમાં ટ્વિટર અતિ ઉત્સાહી હોય છે, પણ ઉત્તર પ્રદેશના તાજેતરના કેસમાં ફેક્ટ ચેકિંગ કરવામાં ટ્વિટર નિષ્ફળ ગયું છે.
ભારતની ફાર્મા અથવા આઈટી અથવા અન્ય કંપની અમેરિકા અથવા અન્ય દેશમાં બિઝનેસ કરે ત્યારે સ્થાનિક કાયદાઓનું પાલન કરે છે તેવું તેમણે કહ્યું હતું.
ખોટા વિવાદનો ભોગ બનેલાઓને વાચા આપવા તૈયાર કરાયેલા ભારતીય કાયદાઓનું પાલન કરવામાં ટ્વિટર જેવા પ્લેટફોર્મ કેમ તૈયાર થતા નથી? તેવો પ્રશ્ર્ન તેમણે પૂછયો હતો.
ભારતની સંસ્કૃતિમાં ઘણું વૈવિધ્ય છે અને ફેક ન્યૂઝની ચિનગારી સોશિયલ મીડિયા પર અનેકગણી ફેલાઈને આગ લાગવાનું કારણ બની શકે છે. આવી પરિસ્થિતિ ટાળવા ‘ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન્સ’ તૈયાર કરવામાં આવી હતી. નિયમ પ્રમાણે ચીફ કોમ્પ્લાયન્સ અધિકારીની માહિતી નહીં આપવા બદલ આઈટી મંત્રાલયે ટ્વિટરને પ્રશ્ર્ન કર્યો હતો. કંપની દ્વારા નિમાયેલો ‘રેસિડન્ટ ગ્રીવન્સ અધિકારી’ અને ‘નોડલ કોન્ટેક્ટ પર્સન’ નિયમ અનુસાર ટ્વિટર કંપનીનો કર્મચારી હોવો જોઈએ પણ તે નિયમનું પાલન થયું નથી તેવું મંત્રાલયે જણાવ્યું હતું.
દરમિયાન આઈટી ઉદ્યોગના અગ્રણી ટી. વી. મોહનદાસ પાઈએ આક્ષેપ કર્યો હતો કે ટ્વિટર વિચારધારાયુક્ત પક્ષપાતી બની ગયું છે અને નિષ્પક્ષ રહ્યું નથી. સરકારની ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન્સનું પાલન નહીં કરવા બદલ ટ્વિટર સામે પગલાં લેવા તેમણે સરકારને વિનંતી કરી હતી. લગભગ દરેક કંપનીએ ગાઈડલાઈન્સનું પાલન કર્યું છે અને ટ્વિટર અથવા અન્ય કોઈ કંપનીને વિશેષ ગણવાની આવશ્યકતા નથી.
વૈશ્ર્વિક ટેક્નિકલ કંપનીઓના એકપક્ષી વલણ સામે આજે બધા નાગરિકોએ સહન કરવું પડે છે.
ટ્વિટર અને કેન્દ્ર સરકાર વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કેન્દ્ર સરકારે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરને અંતિમ ચેતવણી આપી દીધી છે. કેન્દ્ર સરકારે ટ્વિટરને જણાવ્યું છે કે નવા ડિજિટલ નિયમોનું પાલન કરે નહીં તો ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. શનિવારે ટ્વિટર દ્વારા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી વેરિફાઈ બ્લુ ટિક દૂર કરી દેવાયું હતું અને બાદમાં તેને રિસ્ટોર કરાયું હતું.
આ ઉપરાંત ટ્વિટરે આજે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સહિત ત્રણ મોટા નેતાઓના ટ્વિટર એકાઉન્ટને અનવેરિફાઈડ કર્યા હતા. કન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના ગ્રુપ કો-ઓર્ડિનેટર રાકેશ માહેશ્વરી દ્વારા 5 જૂનના ટ્વિટરને લખેલા પત્રમાં ન તો ડિજિટલ નિયમો લાગુ કરવા અંગે સ્પષ્ટિકરણ છે ન તો તેને અમલમાં લાવવામાં આવ્યા છે.
કેન્દ્રીય મંત્રાલયે નવા ડિજિટલ નિયમો પર 26 મે 2021 અને 28 મે 2021ના લખેલા પત્રના પરિપ્રેક્ષ્યમાં લખ્યું છે કે ટ્વિટરે આજદિન સુધી કમ્પ્લાયન્સ ઓફિસર, ફરિયાદ નિવારણ અધિકારી તેમજ નોડલ અધિકારીની વિગતો આપી નથી. ટ્વિટરનું એડ્રેસ પણ એક લો ફર્મનું છે જે નિયમ મુજબ નથી.
વૉટ્સઍપે સરકારના નવા ડિજિટલ કાયદાને દિલ્હી વડી અદાલતમાં પડકાર્યો હતો.
વૉટ્સઍપે દલીલ કરી હતી કે એન્ક્રિપ્ટેડ મેસેજની માહિતી પૂરી પાડવાની સરકારની માગણી પ્રાઇવસી પ્રૉટેક્શનની વિરુદ્ધ છે.
અરજીમાં જણાવાયું હતું કે કોઇ પણ સંદેશો મોકલનારી મૂળ વ્યક્તિને ઓળખીને તેની માહિતી સરકારને આપવાની જોગવાઇ ધરાવતી નીતિ બંધારણમાં અપાયેલા વ્યક્તિગત પ્રાઇવસીના અધિકારનો ભંગ કરે છે.
વૉટ્સઍપના પ્રવક્તાએ બુધવારે નિવેદનમાં જણાવ્યું હતું કે વૉટ્સઍપ પર કોઇ પણ સંદેશો મોકલનારી મૂળ વ્યક્તિને ઓળખવાની ફરજ પાડવાનો અર્થ વૉટ્સઍપ પર સંદેશો મોકલનારા દરેકના આંગળાની છાપ રાખવા બરાબર થાય અને તે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનની નીતિની વિરુદ્ધ છે તેમ જ બંધારણમાં અપાયેલા પ્રાઇવસીના અધિકારનો પણ ભંગ કરે છે. સરકારના નવા ડિજિટલ કાયદાને જો ફેસબુક, ટ્વિટર, યૂટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપ જેવી સોશિયલ મીડિયા કંપનીઓ નહિ અનુસરે તો તેઓની સામે કાયદેસર કાર્યવાહી થઇ શકે છે.
સરકારે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સને બીભત્સ સાહિત્ય અને ફૉટા પણ જાતે જ કાઢી નાખવાનો આદેશ આપ્યો છે.
સરકારે ગઇ પચીસ ફેબ્રુઆરીએ નવા ડિજિટલ કાયદાની જાહેરાત કરી હતી.
દરમિયાન, ગૂગલ અને ફેસબુકે જણાવ્યું હતું કે અમે સરકારની નવી માર્ગદર્શિકાને અનુસરવા જરૂરી પગલાં લઇ રહ્યા છીએ.
સરકારની એરલાઈન્સ કંપની એર ઈન્ડિયા પર મોટો સાયબર હુમલો થયો હતો. તેમાં એરલાઈન્સના મુસાફરોની મહત્વની માહિતીઓ ચોરવામાં આવી હતી. તેમાં પાસપોર્ટ અને ક્રેડિટ કાર્ડ સાથે સંલગ્ન માહિતી પણ સામેલ છે. એર ઈન્ડિયાએ જાણકારી આપી છે કે, તેનું SITA PSS સર્વર, જે મુસાફરી કરનારાઓની વ્યક્તિગત માહિતીઓ સ્ટોર અને પ્રોસેસ કરતું હતું, તેના પર સાયબર એટેક થયો હતો.
એર ઈન્ડિયાએ આ સાયબર હુમલાની જાણકારી હવે આપી છે. તેણે કહ્યું કે, આ હુમલો ઓગસ્ટ 2011 અને ફેબ્રુઆરી 2021 વચ્ચે કરાયો. તેમાં મુસાફરોની માહિતીની ચોરી કરવામાં આવી. તેમાં મુસાફરોના નામ, જન્મની તારીખ, કોન્ટેક્ટ સાથે જોડાયેલી માહિતી, પાસપોર્ટની જાણકારી અને ટિકિટની માહિતી સામેલ છે.
એર ઈન્ડિયાએ આ ઘટના અંગે કહ્યું કે, ‘અમને આ અંગે અમારા ડેટા પ્રોસેસર તરપથી પહેલી વખત આ વર્ષે 25 ફેબ્રુઆરીએ જાણ કરવામાં આવી હતી. અમે એ સ્પષ્ટ કરવા ઈચ્છીએ છીએ કે, આ અંગે અમારા ડેટા પ્રોસેસર તરફથી પ્રભાવિત ડેટાની જાણકારી માત્ર 25-03-2021 અને 5-04-2021એ આપવામાં આવી હતી.’
એરલાઈન્સે એમ પણ કહ્યું કે, આ અંગે તે સ્થિતિની યોગ્ય જાણકારી આપવા ઈચ્છે છે. આ જાણકારી 19 માર્ચે તેની વેબાસાઈટ પર આ અંગે અપાયેલી જાણકારી ઉપરાંતની છે. તેણે કહ્યું છે કે, આ સાયબર હુમલામાં સ્ટાર અલાયન્સ અને એર ઈન્ડિયા ફ્રિક્વન્ટ ફ્લાયર ડેટાની સાથે જ ક્રેડિટ કાર્ડના ડેટાની પણ ચોરી કરાઈ હતી.
સરકારી એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાના સર્વરને ઓગસ્ટ 2011 અને ફેબ્રુઆરી 2021 વચ્ચે નિશાન બનાવાયું હતું, આ સાયબર હુમલામાં મુસાફરોના ક્રેડિટ કાર્ડ સહિતની ઘણી મહત્વની માહિતીઓની ચોરી
ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે તા.19મી મે 2021ના રોજ મહત્વની જાહેરાતમાં જણાવ્યું હતું કે કોરોના ટેસ્ટીંગને વધુ વ્યાપક અને છેવાડા સુધી પહોંચાડવા માટે ટૂંક સમયમાં ભારતમાં હોમ (ગૃહ) બેઝ્ડ રેપિડ એન્ટીજન ટેસ્ટ શક્ય બનશે. કોરોનાના કોઇપણ લક્ષણ ધરાવતી વ્યક્તિ મેડીકલ સ્ટોર પરથી રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ ખરીદીને પોતાનો ટેસ્ટ જાતે કરી શકશે અને તેનું રિપોર્ટિંગ નિર્ધારિત મોબાઇલ એપ્લિકેશન મારફતે થઇ શકશે. ગ્રામિણ વિસ્તારોમાં કે જ્યાં હજુ સુધી કોરોના ટેસ્ટિંગની સુવિધા નથી અગર તો વિલંબથી ટેસ્ટીંગ રિપોર્ટ મળી રહ્યા છે ત્યાં આ પદ્ધતિ મારફતે ઘનિષ્ટ ટેસ્ટીંગ થઇ શકે તેમ હોવાથી આઇ.સી.એમ.આર.એ ભારતમાં હોમબેઝ્ડ રેપિડ એન્ટિજન ટેસ્ટને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.
ફક્ત કોરોનાના નિર્ધારિત લક્ષણો પૈકી કોઇ એક લક્ષણ ધરાવતા વ્યક્તિઓ હોમબેઝ્ડ રેપિડ એન્ટિજન ટેસ્ટ કરી શકશે. તદુપરાંત કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકો માટે આ ટેસ્ટ આશીર્વાદ રૂપ બની શકે છે.
ઘરે કોરોનાની ટેસ્ટિંગ માટે રેપિડ એન્ટિજન કિટ કોવિસેલ્ફ ટીએમ (CoviSelfTM)- પેથોકેચ બનાવવામાં આવી છે. આને પુણે સ્થિત માઇલેબ ડિસ્કવરી સૉલ્યૂશન નામની કંપનીએ તૈયાર કરી છે. આ કિટના ઘરે ઉપયોગને લઈને એક એપ પણ બનાવવામાં આવી છે, જેના પ્રયોગની રીત જાણી શકાય. જો કે, આઇસીએમઆરે આના અંધાધુંધ ઉપયોગને લઈને ચેતવણી આપી છે.
આઇસીએમઆરે કહ્યું કે ટેસ્ટ કિટ સાથે મોબાઇલ એપ પરીક્ષણને લઈને સંપૂર્ણ માહિતી આપે છે. આના દરેક યૂઝરને સલાહ છે કે તે ટેસ્ટ પૂરી કર્યા પછી આવેલા પરિણામનો એક ફોટો મોબાઇલ પર લેવો અને એપ પર અપલોડ કરવો. જેથી ફોનમાં રહેલ ડેટા કેન્દ્રના સુરક્ષિત સર્વરમાં એકઠો થશે અને આઇસીએમઆરના કોવિડ-19 ટેસ્ટિંગ પોર્ટલમાં પણ ટેસ્ટની માહિતી પહોંચી જશે. આઇસીએમઆરે કહ્યું કે તેમની પાસે દર્દીઓની માહિતી સંપૂર્ણ ગુપ્ત રહેશે.
ICMRએ કહ્યું – જેમનો ટેસ્ટ પૉઝિટીવ આવે, તે પોતાને સંક્રમિત માને- ICMRએ ટેસ્ટ કિટ્સના દુરુપયોગને અટકાવવા માટે કહ્યું કે તે આનો ઉપયોગ એવા લોકો કરે, જેમને કોવિડ-19ના લક્ષણ છે અથવા તે કોઇ એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા જેઓ કોરોના સંક્રમિત છે. આના અંધાધુંધ ટેસ્ટિંગની સલાહ આપવામાં આવતી નથી. જેટલા પણ લોકોનો ટેસ્ટ રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો છે, તે ખરેખર પૉઝિટીવ માનવામાં આવે અને વારંવાર ટેસ્ટિંગની કોઇ જરૂર નથી.
કેટલી હશે ટેસ્ટની કિંમત મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, આ ટેસ્ટ કિટ બનાવનારી કંપની માઇલેબે પણ આની કિંમત નક્કી કરી છે. પાંચ મહિનામાં તૈયાર થયા પછી લૉન્ચિંગના સમયે આના લોકોને 250 રૂપિયા પ્રતિ કિટ પ્રમાણે ચૂકવવાના રહેશે. કંપનીના એમડી પ્રમાણે, આ ટેસ્ટ કિટ આવતા અઠવાડિયે માર્કેટમાં આવી શકે છે.
15 મિનિટમાં આવશે પરિણામ કહેવામાં આવ્યું છે કે આની મદદથી ટેસ્ટ રિઝલ્ટ જાણવામાં વધારેથી વધારે 15 મિનિટનો સમય લાગશે. પૉઝિટીવ પરિણામ ફક્ત પાંચથી 7 મિનિટમાં જ ખબર પડી જશે, જ્યારે નેગેટિવ રિઝલ્ટ વિશ વધુમા વધુ 15 મિનિટ લાગશે. આ સિવાય ટેસ્ટ કરનાર વ્યક્તિએ પોતાના ફોનમાં માયલેબ કોવેસેલ્ફ એપ ડાઉનલોડ કરવાની રહેશે.
News In English
Here is all you need to know about the home-based rapid antigen testing kit for Covid-19:
1) The home-based rapid antigen testing kit manufactured by Mylab Discovery Solutions Ltd, Pune, has been validated and approved by the ICMR.
2) Only a nasal swab will be required for this rapid antigen testing.
3) The name of the kit is CoviSelfTM(PathoCatch) COVID-19 OTC Antigen LF device.
4) The kit comes with a pre-filled extraction tube, a sterile nasal swab, one test card, and a biohazard bag. The person undertaking the test will have to download the Mylab coviself app on their mobile phone.
5) The home testing mobile app is available in Google play store and Apple store and must be downloaded by all users.
6) The mobile app is a comprehensive guide of the testing procedure and will provide a positive or negative test result to the patient.
7) There will be two sections on the test card—the control section and the test section.
8) If the bar shows up only at the control section ‘C’, the result is negative, and if the bar appears on both the control section and test (T) section, the test is positive.
9) According to a report in Hindustan Times, the test kit will be priced at ₹250 per kit.
10) It takes 2 minutes to conduct test & 15 minutes to get a result. It will be available by end of next week in more than 7 lakh pharmacies & our online pharmacy partners across India
The Indian Council of Medical Research (ICMR) has approved a home-based rapid antigen testing (RAT) kit for Covid-19, which will be soon available in the market and can be used for detecting positive cases in home setting.
“Home testing by RAT is advised only in symptomatic individuals and immediate contacts of laboratory confirmed positive cases,” ICMR said in an advisory issued on Wednesday.
The move is expected to make testing widely available and accessible, particularly in rural areas. Besides, home-based RAT would also mean symptomatic people will not necessarily have to step out for testing, lowering the risk of transmission.
The Council also advised against indiscriminate testing. It also said that all test positive individuals are advised to follow home isolation and care as per the ICMR protocol.
Currently, the approved kit is manufactured by Mylab Discovery Solutions and home testing should be conducted as per the procedure described by the manufacturer in the user manual. The home testing mobile App is available in Google play store and Apple store and must be downloaded by all users.
All users are advised to click a picture of the test strip after completing the test procedure with the same mobile phone which has been used for downloading the mobile app and user registration.
Data in the App of mobile phone will be centrally captured in a secure server which is connected with the ICMR Covid-19 testing portal, where all data will be eventually stored.
Manufacturer’s instructions must be strictly followed for disposal of the test kit, swab and other materials.
All individuals who test positive may be considered as true positives and no repeat testing is required, ICMR said.
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટૅક્નોલોજી મંત્રાલયે વૉટ્સએપને તેની નવી પ્રાઇવસી પૉલિસી પાછી ખેંચવા આદેશ આપ્યો છે, એવી આધારભૂત સૂત્રોએ માહિતી આપી હતી.
સરકારે નોટિસનો જવાબ આપવા માટે વૉટ્સએપને સાત દિવસની મુદત આપી છે અને જો આ સાત દિવસમાં વૉટ્સએપ પાસેથી સંતોષકારક જવાબ નહીં મળે તો કાનૂનને આધારે યોગ્ય પગલાં ભરવામાં આવશે, એમ સરકારે જણાવ્યું છે.
વૉટ્સએપની નવી પ્રાઇવસી પૉલિસી ભારતના વર્તમાન કાયદા અને નિયમોની કેટલીક જોગવાઇઓનો કેવી રીતે ભંગ કરે છે, એ અંગે કેન્દ્ર સરકારે વૉટ્સએપનું ધ્યાન દોર્યું છે. ભારતીય નાગરિકોના અધિકારો અને હિતોની રક્ષા કરવાની સાર્વભૌમ જવાબદારીના પાલન માટે કેન્દ્ર સરકાર ભારતીય કાયદા અંતર્ગત વિવિધ વિકલ્પોની સમીક્ષા કરશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ઘણાં ભારતીયો દૈનિક જીવનમાં વાતચીત કરવા માટે વૉટ્સએપ પર નિર્ભર છે. યુરોપ અને અન્ય દેશોના વપરાશકર્તાઓ માટે વૉટ્સએપની પૉલિસી અલગ છે અને ભારતીયો માટે વૉટ્સએપની નીતિ અલગ છે. ભારતીય વૉટ્સએપ વપરાશકર્તાઓ સાથે ભેદભાવ રાખી તેમની પર અન્યાયી શરતો લાદવાનું વૉટ્સએપનું પગલું સમસ્યારૂપ અને બેજવાબદાર છે, એમ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું.
ઑનલાઇન વૅક્સિનેશન માટે દેશના નાગરિકોને પડી રહેલી અગવડ અને અન્ય નાની-નાની ભૂલોને ઓછી કરવા માટે સરકાર ૮ મેથી કોવિન ઍપ્લિકેશનમાં ચાર આંકનો સુરક્ષા કોડ ધરાવતી નવી સુરક્ષા સુવિધા ઉમેરી રહી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેટલાક કેસમાં એવું નોંધાયું છે કે કોવિડની વૅક્સિનેશન માટે કોવિન પૉર્ટલ પર બુકિંગ કરાવ્યા બાદ નિર્ધારિત સમયે વૅક્સિન લેવા ન પહોંચી શકેલા લોકોને તેમના મોબાઇલમાં રસી ન મેળવી હોવા છતાં તેમને રસી આપવામાં આવી હોવાનો મેસેજ મળ્યો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે વૅક્સિનેટરની ભૂલને લીધે વૅક્સિન ન લીધી હોવા છતાં વૅક્સિન આપવામાં આવી હોવાનો મેસેજ મેળવનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે. નવી સુરક્ષા સુવિધા ઉમેરાયા બાદ વૅક્સિન માટેની તમામ ચોકસાઈ કરી લીધા બાદ વૅક્સિન લેનારને ચાર ડિજિટનો એક કોડ પૂછવામાં આવશે, જે ભર્યા બાદ લાભાર્થીના વૅક્સિનેશનનું સ્ટેટસ જાણી શકાશે.
સામેની વ્યક્તિ તમારો વિડિયો સ્ક્રીન રેકૉર્ડ કરીને પૈસાની માગણી કરી શકે છે : સુરતમાં જ નહીં આવા અનેક કિસ્સાઓ ભારતમાં બની રહ્યા છે
લૉકડાઉન દરમ્યાન સોશ્યલ મીડિયાનો ઉપયોગ મોટા પ્રમાણમાં થઈ રહ્યો હોવાથી એનો ક્યાં અને કેટલો ઉપયોગ કરવો એ દરેક વ્યક્તિ માટે જરૂરી બન્યું છે. હાલમાં સાઇબર ગઠિયાઓ લોકો સાથે ન્યુડ ચૅટ કરી સામેવાળાનો વિડિયો સ્ક્રીન રેકૉર્ડ કરી તેમની પાસે પૈસાની મોટા પ્રમાણમાં માગણી કરી રહ્યા હોવાની માહિતી સાઇબર સેલ પાસે પહોંચી છે. ભાંડુપમાં રહેતી પચીસ વર્ષની એક અજાણી વ્યક્તિ સાથે ન્યુડ ચૅટ કરીને સામેની વ્યક્તિએ તેનો વિડિયો સ્ક્રીન રેકૉર્ડ કરી લીધો હતો અને એને વૉટ્સઍપ દ્વારા મોકલીને ૧૫,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી જેની ફરિયાદ ભાંડુપ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે.
ભાંડુપ (વેસ્ટ)માં સોનાપુર જંક્શન નજીક રહેતા પચીસ વર્ષના યુવાનને સોશ્યલ મીડિયા (ફેસબુક) પર એક અજાણી યુવતીની ફ્રેન્ડ-રિક્વેસ્ટ આવી હતી એમ જણાવીને પોલીસે કહ્યું હતું કે ‘રિક્વેસ્ટ જોઈને યુવાને તરત માન્ય કરી હતી. એમાં તેણે યુવતીએ હાયનો મેસેજ મોકલતાં યુવક તેની સાથે ચૅટિંગ કરવામાં મશગૂલ થઈ ગયો હતો. બે દિવસ ચૅટ કર્યા બાદ યુવતીએ તેનો મોબાઇલ-નંબર યુવકને આપ્યો હતો જેમાં યુવતીએ વિડિયો-કૉલ કરીને યુવકને પોતાના શરીરનાં અંગો દેખાડ્યાં હતાં. એ દરમ્યાન યુવતીએ પણ યુવકને પોતાના શરીરનાં અંગો દેખાડવા માટે કહ્યું હતું. યુવકે એક્સાઇટમેન્ટમાં આવીને સામે કપડાં કાઢીને પોતાના શરીરનાં અંગો દેખાડ્યાં હતાં. યુવક પોતાના શરીરનાં અંગો દેખાડી રહ્યો હતો ત્યારે યુવતીએ પોતાનો કૅમેરા બંધ કરીને વિડિયો કૉલનો સ્ક્રીન રેકૉર્ડ કરી લીધો હતો. ફોન કટ થવાના થોડી જ વારમાં યુવકને એક વૉટ્સઍપ આવ્યો હતો જેમાં પોતાનો જ વિડિયો દેખાયો હતો અને સામે યુવતીએ કહ્યું હતું કે તું મને ૧૫,૦૦૦ રૂપિયા મોકલ, નહીં તો હું આ વિડિયો સોશ્યલ મીડિયા પર અને યુટ્યુબ પર પોસ્ટ કરી દઈશ. ગભરાયેલા યુવકે તરત ભાંડુપ પોલીસ-સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.’
હીરાનો બિઝનેસ કરતા વેપારીને પણ ફ્રેન્ડ-રિક્વેસ્ટ સ્વીકારવાનું ભારે પડ્યું
વાલકેશ્વરમાં રહેતો અને હીરાનો બિઝનેસ કરતો ૨૭ વર્ષનો વેપારી હનીટ્રૅપમાં ફસાઈ ગયો હતો. તેને એક મહિલાની ફેસબુક પર ફ્રેન્ડ-રિક્વેસ્ટ આવી હતી. એ ઍક્સેપ્ટ કર્યો બાદ તેમની વચ્ચે ચૅટ ચાલુ થઈ હતી. એ દરમિયાન વેપારીએ તેનો મોબાઇલ નંબર શૅર કર્યો હતો.
તેમની વચ્ચે ન્યુડ વિડિયો-ચૅટ થઈ હતી જેમાં વેપારીએ પોતાનાં કપડાં પણ કાઢ્યાં હતાં. આ વિડિયો સાઇબર ગઠિયાએ રેકૉર્ડ કરી લીધો હતો. થોડી વારમાં આ ગઠિયાએ તેને વિડિયો મોકલીને પૈસાની માગણી કરતાં વેપારીએ પહેલાં પાંચ હજાર રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ ૨૦,૦૦૦ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. પરેશાન થઈને વેપારીએ મલબાર હિલ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મલબાર હિલ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સૂર્યકાંત બનગરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ફરિયાદના આધારે અમે ગુનો નોંધ્યો છે અને તપાસ ચાલુ છે
પોલીસનું શું કહેવું છે?
હાલમાં સાઇબર વિભાગમાં આવા કેસ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. લોકોને સતર્ક રહેવાની અને અજાણ્યા લોકો સામે વિડિયો કૉલિંગમાં આવાં કૃત્યો ન કરવા માટેની અમારી અપીલ છે. આ લોકો સિનિયર સિટિઝનને અને નવયુવાનોને પોતાનો શિકાર બનાવે છે. કેટલાક લોકો ગભરાઈને પૈસા પણ આપી દેતા હોય છે. જોકે થોડો સમય જતાં ફરી એક વાર તેઓ પૈસાની માગણી કરતા હોય છે. જો તમે પણ આવા ફ્રૉડમાં ફસાયા હો તો પૈસા ન આપી તરત પોલીસ-ફરિયાદ નોંધાવો. – રાજેશ નગવાડે, ઈસ્ટર્ન વિભાગ સાઇબર સેલના સિનિયર ઇન્સ્પેક્ટર
આઈટી સર્વિસ કંપની ઈન્ફોસિસે રવિવારે જણાવ્યું કે, તેના ડાયરેક્ટર બોર્ડ ૧૪ એપ્રિલે સેર બાયબેક પ્રપોઝલ પર વિચાર કરશે. ઈન્ફોસિસે શેર માર્કેટને આપેલ માહિતીમાં જણાવ્યું છે કે, ભારતીય સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) નિયમન, ૨૦૧૮ પ્રમાણે કંપનીના ડાયરેક્ટર બોર્ડની ૧૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ યોજાનારી બેઠકમાં પૂર્ણપણે ચૂકતા શેર મૂડીના બાયબેક માટે પ્રસ્તાવ અંગે વિચાર કરવામાં આવશે. બેંગાલુરૂની આ કંપનીના ડાયરેક્ટર બોર્ડની બેઠક ૧૩-૧૪ એપ્રિલ ૨૦૨૧એ યોજાવાની છે. આમાં ૩૧ માર્ચ ૨૦૨૧એ પૂરા થતા ક્વાર્ટર અને નાણાકીય વર્ષમાં કંપની અને તેના સબસીડિયરી યુનિટના ફાઈનાન્શિયલ રિઝલ્ટને મંજૂરી અને તેના રેકોર્ડમાં લાવવામાં આવશે. આ અગાઉ, ઈન્ફોસિસે ઓગસ્ટ ૨૦૧૯માં ૮,૨૬૦ કરોડ રૂપિયાની વેલ્યૂએશનના ૧૧.૦૫ કરોડ શેરની પુન: ખરીદી કરી હતી. કંપનીએ આ પહેલા શેર બાયબેક ડિસેમ્બર ૨૦૧૭માં ૧૩,૦૦૦ કરોડ રૂપિયાનું મૂલ્ય હતું. આમાં કંપનીએ ૧,૧૫૦ રૂપિયા પ્રતિ ઈક્વિટીના ભાવે ૧૧.૩ કરોડ શેરની પુન:ખરીદી કરી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.