CIA ALERT

250થી વધુ કાર ચોરનાર ફિલ્મી સ્ટાઇલ ચોર ડોક્ટર સુરતથી ઝડપાયો

Share On :
  • સુત્રધાર ડો.હરેશ બાવળાના બલદાણા ગામે આયુર્વેદિક દવાખાનું ચલાવતો હતો
  • કાર ચોર ટોળકીનો સુત્રધાર ડોકટર હરેશ માણીયા સુરતથી ઝડપાયો
  • વસ્ત્રાપુર, સેટેલાઈટમાં ૧૩૦થી વધુ કાર ચોરી કર્યાંની કબુલાત
  • સેન્ટ્રો, એસ્ટીમ, મારુતી ફ્રન્ટી, એસેન્ટ, વેગર આર, અલ્ટો જેવી જુના મોડેલની જ ગાડીઓ ચોરતા

અમદાવાદ સહિત રાજયભર જુદા જુદા સ્થળોએથી સેન્ટ્રો, એસ્ટીમ, મારુતી ફ્રન્ટી, અલ્ટો, વેગન આર, એસેન્ટ જેવી જુના મોડેલની જ કારની ચોરી કરી તેની નંબર પ્લેટો બદલી ઉપજાવી કાઢેલા ફેક દસ્તાવેજાના આધારે નિર્દોષ ગ્રાહકોને પધરાવી દેતી ટોળકીનો પર્દાફાશ કરી અમદાવાદ ક્રાઈમબ્રાંચે મુખ્ય સુત્રધારને સુરતથી દબોચી લીધો છે. રાજ્યવ્યાપી કારચોરી કૌભાંડમાં એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે પકડાયેલો સુત્રધાર આયુર્વેદિક ડોકટર છે અને તેણે અત્યાર સુધીમાં રપ૦થી વધુ કારોની ચોરી કરી વેચી મારી રોકડી કરી લીધી છે. આ ટોળકીના કુલ પાંચ સાગરિતો ઝડપાયા છે. એકલા અમદાવાદના વસ્ત્રાપુરમાંથી જ આ ટોળકીએ ૧૩૦ જેટલી કારની ચોરી કરી હોવાનું મનાઈ રહયું છે. ખાસ કરીને જાહેર રોડ પર પાર્ક કરેલી કારો ઉઠાવી જતા હતાં.

પકડાયેલા સાગરિતોની પુછપરછમાં અમદાવાદ ક્રાઈમબ્રાંચને એવી માહિતી મળી હતી કે કાર ચોર ટોળકીનો મુખ્ય સુત્રધાર ડો. હરેશ સુરતમાં સંતાયેલો છે, જેના આધારે અમદાવાદ ક્રાઈમબ્રાંચની એક ટીમે સુરતમાં 17 ઓક્ટોબર 2018ને બુધવારે સવારથી જ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને સુરત પોલીસની મદદથી ડો. હરેશને આબાદ ઝડપી લીધો હતો. ડો. હરેશને અમદાવાદ લાવી તેની પુછપરછ કરતા ચોંકી ઉઠેલા પોલીસ અધિકારીઓએ આ ગેંગના અન્ય સાગરિતોને પણ ઝડપી લેવાની તજવીજ શરૂ કરી છે. ચોરીની કારોની નંબર પ્લેટ બદલીને કોને કોને વહેચી છે તે અંગે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે જેના પગલે આગામી ટુંક સમયમાં ધરપકડનો દોર શરૂ થશે.

ફિલ્મી સ્ટાઇલ કાર ચોર જેવી ઓપરેન્ડી હતી ડો. હરેશ મણીયાની

સમગ્ર ટોળકીનો મુખ્ય સુત્રધાર ડોકટર હરેશ મણીયા છે હરેશ મણીયાએ રાય યુનિવર્સિટીમાંથી એમએસસી કર્યું છે અને બાવળા તાલુકાના બગદાણા ગામે આયુર્વેદિક દવાખાનુ ચલાવે છે. દરમિયાનમાં તેણે વાહનચોરી કરવાનું શરૂ કર્યું હતું અને તેણે પોતાની ગેંગ બનાવી હતી અન્ય શહેરોમાંથી કારોની ઉઠાંતરી કર્યાં બાદ તેઓએ અમદાવાદ શહેરમાં અનેક સ્થળોએથી વાહનચોરી કરી હતી બાવળાની સહજાનંદ સોસાયટીમાં રહેતો ડોકટર હરેશ વાહનચોરીમાં એકસપર્ટ થઈ ગયો હતો જાકે તેના ઉપર અનેક ગુનાઓ નોંધાયેલા છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતો હરેશ અગાઉ ડુપ્લીકેટ ચલણી નોટોના કેસમાં ઝડપાયો હતો અને તેને સજા પણ થઈ હતી.

અમદાવાદમાં કાર ચોરીના બનાવો વધતા પોલીસ એલર્ટ બની હતી

પકડાયેલા આરોપીઓની પુછપરછ કરતા તેઓએ કબુલ્યુ છે કે વસ્ત્રાપુર, આનંદનગર અને સેટેલાઈટ વિસ્તારમાંથી તેઓએ ૧૩૦થી વધુ ગાડીની ચોરી કરી છે. ચોંકાવનારી બાબત એ છે કે ડો. હરેશની ગેંગે એસ.જી.હાઈવે પરથી સૌથી વધુ કારની ચોરી કરી છે કારની ચોરી કર્યાં બાદ તેઓ એક પાર્ટી પ્લોટમાં ગાડીને લઈ જતા હતા અને ત્યાં નંબર પ્લેટ બદલીને બીજા શહેરોમાં વહેંચી નાંખતા હતાં વાહનચોર ટોળકીએ અનેક મોંઘી કારોની ચોરી કરી છે પ્રાથમિક પુછપરછમાં જ રપ૦થી વધુ કારોની ચોરી કરી હોવાનું કબુલ્યું છે આટલી મોટી સંખ્યામાં કારની ચોરી કરતી ગેંગ ઝડપાતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :