અમેરિકામાં કૉલ સૅન્ટર કૌભાંડમાં ગુજરાતીઓ પકડાયા
| અમદાવાદના પાંચ કોલ સેન્ટર લાખો ડૉલરના કૌભાંડ સામેલ: 15 જણ પર દોષારોપણ: સેંકડો અમેરિકન સાથે છેતરપિંડી |
અમેરિકાના 2,000 જેટલા નાગરિકની સાથે 55 લાખ ડૉલરથી વધુની છેતરપિંડી કરવા બદલ અમદાવાદના પાંચ કૉલ સૅન્ટર અને સાત સહ-આરોપી સહિત 15 જણ પર તહોમત મુકાયું છે.

ભારતના જે પાંચ કૉલ સૅન્ટર પર આરોપ મુકાયો છે તેમાં ઍક્સલન્ટ સૉલ્યુશન્સ બીપીઓ, એડીએન ઇન્ફૉટેક પ્રાઇવૅટ લિમિટૅડ, ઇન્ફૉએસ બીપીઓ સૉલ્યુશન્સ પ્રાઇવૅટ લિમિટૅડ, એડાઇન્ફૉસૉર્સ, આઇએનસી અને ઝુરિક બીપીઓ સર્વિસીસ પ્રાઇવૅટ લિમિટૅડનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, જે 15 જણ પર દોષારોપણ કરાયું છે તેમાં નીરવ જનકભાઇ પંચાલ, પલકકુમાર પટેલ, શૈલેશકુમાર શર્મા, દિલીપકુમાર કોડવિની, રાધીશરાજ નટરાજન, શુભમ શર્મા, પરવેઝ મનસૂરી, મહંમદ સમીર મેમણ, રોડ્રિગ્સ લિયોન-કાસ્ટિલો, ડેવિન બ્રેડફૉર્ડ પોપ, નિકોલસ એલેક્ઝાન્ડર ડીન, ડ્રુ કેઇલ રિગીન્સ અને જેન્ટ્ઝ પેરિશ મિલરનો સમાવેશ થાય છે.
અમેરિકાના એટર્ની બિંગ જે. પાકે જણાવ્યું હતું કે આ આરોપી પોતાને ઇન્ટર્નલ રૅવૅન્યુ સર્વિસના અધિકારી ગણાવતા હતા અથવા વ્યક્તિગત કરજ (પૅડૅ લૉન)ની ઑફર કરતા હતા. બાદમાં, તેઓ અમેરિકી નાગરિકોને ધરપકડ અને સજાની ધમકી આપીને સરકારને દંડની રકમ આપવા કહેતા હતા, પરંતુ તે રકમ પોતાના ખાતાંમાં ટ્રાન્સફર કરાવતા હતા. ટ્રૅઝરી ઇન્સ્પેક્ટર જનરલ ફૉર ટૅક્સ ઍડમિનિસ્ટ્રૅશન જેય રસેલ જ્યોર્જે જણાવ્યું હતું કે હું આ કૌભાંડ પકડનારી મારી તપાસ ટુકડીને અભિનંદન આપું છું. અમદાવાદના કૉલ સૅન્ટરમાંથી અમેરિકા ખાતે ફૉન કરીને પોતાને ઇન્ટર્નલ રૅવૅન્યુ સર્વિસ અથવા યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રૅશન સર્વિસીસના અધિકારી ગણાવતા હતા. અમુક વખત સામી વ્યક્તિને લૉનની ઑફર પણ કરાતી હતી અને બાદમાં ધરપકડ અને જેલની ધમકી આપીને કહેવાતા સરકારી કરવેરા પેટે મોટી રકમ વસૂલ કરવામાં આવતી હતી. આ રકમ પડાવવા પ્રીપૅડ ડૅબિટ કાર્ડ ખરીદવા કે મનીગ્રામ અને વેસ્ટર્ન યુનિયન સહિતના વિવિધ માધ્યમથી વાયર ટ્રાન્સફર કરવા સૂચના અપાતી હતી.
અમેરિકામાંથી આ કૌભાંડના સંબંધમાં સાત જણની ગુરુવારે ધરપકડ કરાઇ હતી.

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


