9 કરોડ લોકોએ મનગમતી ચેનલની પસંદગી કરી
- 17 કરોડમાંથી 9 કરોડ કેબલ ટીવી અને ડીટીએચ ગ્રાહક પોતાને ગમતી ચેનલ પસંદ કરી
- 6.5 કરોડ કેબલ ટીવી અને 2.5 કરોડ ડીટીએચ ગ્રાહકો નવી વ્યવસ્થામાં જોડાયા

દૂરસંચાર નિયામક ટ્રાઈના કહેવા પ્રમાણે 17 કરોડમાંથી 9 કરોડ કેબલ ટીવી અને ડીટીએચ ગ્રાહક પોતાને ગમતી ચેનલ પસંદ કરીને નવી વ્યવસ્થામાં જોડાઈ ગયા છે. જેમાં’ 6.5 કરોડ કેબલ ટીવી ગ્રાહક અને 2.5 કરોડ ડીટીએચ ગ્રાહકનો સમાવેશ થાય છે. ઉપભોક્તાઓને કોઈપણ જાતની પરેશાની ન પડે તે માટે ટ્રાઈ સતત પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે.
ટ્રાઈના ચેરમેન આર.એસ. શર્માના કહેવા પ્રમાણે સામે આવી રહેલા આંકડા પ્રમાણે’ નવી વ્યવસ્થામાં જોડાનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે અને આશા છે કે બાકી રહેલા લોકો પણ પોતાની પસંદગીની ચેનલ મેળવી લેશે. શર્માના કહેવા પ્રમાણે જે 9 કરોડ લોકોએ મનગમતી ચેનલ પસંદ કરી છે. તેમાં 6.5 કરોડ કેબલ ટીવી ગ્રાહક અને 2.5 કરોડ ડીટીએચ ગ્રાહકનો સમાવેશ થાય છે. શર્માએ ઉમેર્યું હતું કે, કુલ 17 કરોડ ગ્રાહકોમાંથી 9 કરોડે ઓપરેટર પાસે પસંદગીની ચેનલ માટે નોંધણી કરાવી છે. જે મોટી સંખ્યા છે.
શર્માએ ભાર દેતાં કહ્યું હતું કે, જ્યાં પણ જરૂર પડે ત્યાં ઓપરેટરોની મદદ કરવામાં આવી રહી છે અને દિશાનિર્દેશ થઈ રહ્યા છે. આટલું જ નહી મુશ્કેલીઓના નિરાકરણ માટે નિયમિત રૂપે બેઠકો પણ થઈ રહી છે. આગામી સમયમાં નિયમકની ગ્રાહકો સુધીની પહોંચ વધારવા માટે જાગૃતતા અભિયાન ચલાવવાની પણ યોજના છે. જેમાં સોશિયલ મિડિયા, પ્રિન્ટ મિડિયા, વિજ્ઞાપન અને અન્ય કાર્યક્રમો થકી અભિયાન ચલાવવામાં આવશે.’
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


