CIA ALERT

સોનામાં રેકોર્ડબ્રેક તોફાની તેજી: પ્રતિ તોલાનો ભાવ રૂ.85,000

Share On :
  • ચાંદી ઉછળીને રૂ.૯૩૦૦૦: લંડનની બેન્કમાં પડેલા સોનાની ડિલીવરી લેવા સેન્ટ્રલ બેન્કોનો ધસારો
  • વૈશ્વિક સોનું ઉછળી ૨૮૦૦ ડોલરની સપાટી પાર : આજના બજેટમાં ડયુટી વધવાની શક્યતા
    અમદાવાદ સોના-ચાદી બજારમાં આજે રેકોર્ડ તેજી વેગથી આગળ વધતાં સોનામાં નવી ઉંચી ટોચ દેખાઈ હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ વધુ ઉછળી ઔંશના ૨૮૦૦ ડોલરની ઉપર બોલાતાં તેની પાછળ ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ વધુ ઉંચી ગઈ હતી અને તેના પગલે દેશના ઝવેરી બજારોમાં ભાવમાં આજે નવો ઉછાળો જોવા મળ્યો હતો. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૦૦૦ વધી ૯૯.૫૦ના ભાવ રૂ.૮૪૮૦૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૮૫૦૦૦ની નવી ટોચને આંબી ગયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના આજે વધુ રૂ.૫૦૦ વધી રૂ.૯૩ હજાર બોલાતા થયા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૭૮૧થી ૨૭૮૨ ડોલરવાળા વધુ વધી ૨૮૦૦ ડોલરની સપાટી કુદાવી ઉંચામાં ભાવ ૨૮૦૬થી ૨૮૦૭ ડોલર સુધી પહોંચ્યાના સમાચાર મળ્યા હતા. અમેરિકાના નવા પ્રમુખ ટ્રમ્પની આક્રમક ટેરીફ નીતિના માહોલમાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોની લેવાલી વધ્યાનું વિશ્વ બજારના સૂત્રોએ જણાવ્ય હતું.
સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પઁણ ઔંશના ૩૧.૧૨ વાળા ૩૧.૬૮ ડોલર રહ્યા હતા. દરમિયાન, ઘરઆંગણે કેન્દ્રના નાણાંપ્રધાને ગયા વર્ષે બજેટમાં સોનાની ઈમ્પોર્ટ ડયુટીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો જ્યારે શનિવારે (આજે) રજૂ થનારા બજેટમાં નાણાંપ્રધાન કદાચ સોનાની ઈંમ્પોર્ટ ડયુટી વધારશે એવી શકયતા આજે ઝવેરી બજારમાં ચર્ચાઈ રહી હતી.

દરમિયાન વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના વધી ૯૮૩ ડોલર તથા પેલેડીયમના ભાવ વધી ૯૯૨ ડોલર રહ્યા હતા. જો કે વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૭૨ ટકા ઘટયા હતા વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. યુએસ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૭૩.૪૯ તથા નીચામાં ૭૨.૪૯ થઈ ૭૨.૬૩ ડોલર રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉંચામાં ૭૭.૫૧ તથા નીચામાં ૭૬.૪૮ થઈ ૭૬.૬૫ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૮૧૭૫૭ જ્યારે ૯૯.૯૦ના રૂ.૮૨૦૮૬ રહ્યા હતા મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૯૩૫૫૩ બોલાયા હતા.

દરમિયાન, અમેરિકામાં ટ્રમ્પ સરકારે ટેરીફ વૃદ્ધીના સંકેતો આપતાં બ્રિટનમાં બેન્ક ઓફ ઈંગ્લેન્ડમાં વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોનું જે સોનું પડયું છે એ સોનું બહાર લઈ જવાના પ્રયાસો શરૂ થયા છે તથા આ માટે વેઈટિગ પિરીયડ જે અગાઉ અમુક દિવસોનું જ રહેતું હતું તે હવે વધી ૪ સપ્તાહનું થઈ ગયાના સમાચાર મળ્યા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :